કિચન ક્વીનના કમાલના નુસ્ખા Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિચન ક્વીનના કમાલના નુસ્ખા

કિચન ક્વીનના કમાલના નુસ્ખા

મીતલ ઠક્કર

ભાગ-૨

* રસાવાળું શાક બનાવતી વખતે તેમાં શાક ડૂબે તેટલું જ પાણી નાખવું. વધુ પ્રમાણમાં પાણી નાખવાથી શાકના પોષક તત્વો નાશ પામે છે.

* એક કપ ઘઉંના લોટમાં અડધો કપ ઠંડુ દૂધ તથા એક ચમચી મોણ નાખી લોટ બાંધવાથી રોટલી મુલાયમ તેમજ પ્રોટીનયુક્ત થાય છે.

* કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી.

* શક્ય હોય ત્યાં સુધી બટાકા, કારેલા, રીંગણા તથા પપૈયા છાલ સાથે સમારીને જ શાક બનાવાના ઉપયોગમાં લેવા. આ શાકની છાલમાં પોષક તત્વ સમાયેલા હોય છે તેમજ કારેલાની છાલમાં કીટાણુનાશક દ્રવ્ય હોવાથી દાંતના સડા માટે ફાયદાકારક છે.

* ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બન્ને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો.

* બ્રેડને ખુલ્લામાં ન મુકશો. આ ઋતુમાં તેમા ફંગસ ખૂબ જલ્દી લાગી શકે છે. તેને એયરટાઈટ પેકેટમાં મુકીને જ ફ્રિજમાં મુકો.

* શાકભાજી બનાવતી વખતે પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી એમાં ક્રીમ કે મસાલા ન નાંખવા જોઈએ.

* દૂધ મેળવતી વખતે તેમાં નાળિયેરના બે-ત્રણ ટુકડા રાખવાથી દહીં બે-ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય.

* મરચાના ડબ્બામાં થોડી હિંગ નાખવાથી મરચું લાંબો સમય સચવાય છે.

* કિચનમાં વપરાતા દરેક કપડા સ્ટ્રોન્ગ ડિટરજન્ટથી ધોવા. ડેટોલ કે ફિનાઇલથી ધોયેલા તડકામાં સૂકાયા વગરના ભીના કપડાં પણ જો ઉપયોગમાં લેવાય તો બીમારી થઇ શકે છે.

* ચાકુને હંમેશાં ધોઇને રાખવું. વગર ધોયેલા ચાકુથી શાક સમારવાથી ચાકુમાં ઉત્પન્ન થયેલા બેકટેરિયા સ્વચ્છ શાકમાં જશે અને પેટમાં જઇને ગરબડ કરશે.

* સેવપૂરીની પૂરી બનાવતી વખતે લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો. મીઠું નાખવું નહીં. મીઠાથી પૂરી પોચી પડવાની શક્યતા રહે છે.

* ખાંડના ડબ્બામાં ૫-૬ લવિંગ નાંખી દઈએ તો કીડીઓ નથી થતી.

* દાળમાં વઘાર કરતી વખતે જ મીઠો લીમડો તથા કોથમીર નાખી દેવાથી સોડમ તથા દેખાવ બન્ને સારા થાય છે.

* રસાવાળું શાક બનાવતી વખતે તેમાં શાક ડૂબે તેટલું જ પાણી નાખવું. વધુ પ્રમાણમાં પાણી નાખવાથી શાકના પોષક તત્વો નાશ પામે છે.

* ચકરીમાં મલાઇ નાખવાથી ચકરી મુલાયમ બને છે.

* ખિચિયા કે પાપડ તળેલા કે શેકેલા વધ્યા હોય તો તેને તવા પર કે માઇક્રોવેવ ઓવનમાં સહેજ તપાવાથી ફરી ક્રિસ્પી થઇ જશે.

* રોટલીનો લોટ બાંધતી વખતે પાણીમાં થોડું દૂધ નાખવાથી રોટલી વધુ પોચી-મુલાયમ થાય છે.

* બ્રેડને તાજો રાખવા માટે ઘરમાં લઇ આવ્યા પછી એક એરટાઇટ બરણીમાં રાખવો.

* વટાણા બાફતી વખતે તેમાં થોડી સાકર ઉમેરવાથી વટાણા સંકોચાઇ નહીં જાય. તેમજ રંગ જળવાઇ રહેશે.

* ડધા લીંબુને તાજુ રાખવા માટે તેના પર મીઠુ ભભરાવીને રાખવું.

* ગોળને પીગળી જતો અટકાવવા, ગોળની ભીલી પર ઘી ચોપડીને પાંચ-છ એલચી મૂકી દેવી.

* સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને થોડીવાર પાણીમાં પલાળવા. સાબુદાણા ફૂલે એટલે પાણી નીતારી એક સ્વચ્છ કપડા કે પેપર પર થોડી વાર પાથરી રાખવાથી સાબુદાણા કોરા થઇ જશે. બાદમાં બટાકા તથા સીંગદાણાના ભૂક્કા સાથે ભેળવી જોઇતો મસાલો કરી વઘારવી. આ ખીચડી લોચા જેવી ન થતાં છૂટી થશે.

* ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં ફૂદીનાનાં થોડા પાન નાખવાથી સૂપની સોડમ તથા સ્વાદ બંને સારા લાગશે.

* ઇડલી સાથે સંભાર બનાવતી વખતે કોળાના ટુકડા તથા સરગવાની શીંગના ટુકડા બાફી વઘારી દાળ નાખી જોઇતો મસાલો નાખવાથી સંભાર સ્વાદિષ્ટ લાગે છે.

* થોડા દિવસો માટે ફ્રિઝ બંધ રાખવું હોય તો એને ખાલી કરી સાફ કરી એમાં એક વાડકી મીઠું અને બીજી વાડકી કોફીની મુકી રાખવી. જેથી ફુગ નહીં થાય તેમજ અખબાર પાથરી રાખવા જેથી ભેજ નહીં થાય.* મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.

* મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.

* ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા.

* બટાકાના છૂંદામાં થોડો સૂરણ, કંદનો છૂંદો તથા આરારોટ ભેળવી જોઇતો મસાલો કરી પેટીસની માફક તવા પર બંને બાજુ શેકી ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

* કચોરીના મસાલામાં આમચૂરના સ્થાને લીંબુનો રસ ભેળવવાથી કચોરી સ્વાદિષ્ટ લાગશે.

* ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તેમાં થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા સારા બનશે.

* વધેલી ખીચડીમાં દહીં, કોથમીર, ઝીણા-ઝીણા સમારેલા મરચા, કાંદા-ટામેટા નાખી પુડલા ઉતારવાથી સ્વાદિષ્ટ લાગશે. નાના બાળકો ખીચડી ન ખાતા હોય તો તેને પણ આ વાનગી બહુ ભાવશે. મેથી ભાવતી હોય તો ઝીણી સમારીને નાખવી.

* ગુલાબજાંબુ કે રસગુલ્લાની ચાસણી વધી હોય તો તેમાં લીંબુ કે અન્ય શરબત ભેળવી બનાવાથી સ્વાદિષ્ટ બનવા સાથે સોડમ વધે છે. આ ચાસણીનો ઉપયોગ મીઠા સક્કરપારા બનાવા માટે પણ કરી શકાય.* લસણને સામાન્ય ગરમ કરવાથી ફોતરાં સહેલાઈથી નીકળી જાય છે.

* બટાકા પૌંઆમાં વિવિધતા લાવવા ગાજર, વટાણા, સીંગદાણા, કાજુ જે પસંદ હોય તે નાખવું. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર તેમજ કોપરુ ભભરાવવું.

* ચણા પલાળતા ભૂલી ગયા હો તો ઉકળતા પાણીમાં ચણા નાખી થોડો સોડા નાખવો અથવા કાચા પપૈયાના બે-ચાર ટુકડા નાખવા.

* મોહનથાળ બનાવતી વખતે લોટ વધુ લાગે તો થોડું દૂધ ઉમેરી દેવું.

* દાળને ઓરતી વખતે જ કાચી મેથી નાખવાથી દાળનો સ્વાદ સારો લાગે છે.

* મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પુડલા બનાવવાથી તે કરકરા બનશે.

* ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડુ દહીં નાંખીને તેજ તાપે રાંધવા.* દેશી ઘીને લાંબો સમય સુધી તાજુ રાખવા તેમાં ગોળ અને સિંધવ લુણનો 1-1 ટુકડો નાંખવો

* ખમણી પર તેલ ચોપડી ચીઝ ખમણવાથી ચીઝ ખમણીને ચોંટશે નહીં.

* રસોડામાં કાંઇ પણ ઢોળાય જાય તો તરત જ સાફ કરી નાખવું. અન્યથા વાંદા, માખી મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે.

* ચાલુ ચૂલા પરથી સાડીના પાલવ, દુપટ્ટો કે કપડાથી વાસણ ઉતારવું નહીં. દાઝી જવાની ઘટના ઘટી શકે છે

* ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ મેથીના દાણા નાખવા. સામાન્ય રીતે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે, રેસ્ટોરન્ટ જેવી સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી ઈડલી ઘરે બનતી નથી. તો આ લોકો ખીરામાં એવું શું નાખતા હશે? તો જવાબ છે કે, મેથીના દાણા. ઈડલી માટેના દાળ-ચોખા પલાળતી વખતે જ તેમાં મેથીના દાણા સાથે જ પલાળી દેવા.

* જુના બટાકાને બાફતી વખતે તેમાં ચપટી સાકર નાખવાથી સ્વાદ વધુ સારો થાય છે.

* ટામેટાનું સૂપ બનાવતી વખતે તેમાં ફુદીનાની પેસ્ટ નાખવાથી સૂપ સ્વાદિષ્ટ બને છે.

* ફણસીનું સૂકું શાક વધ્યું હોય તો તેમાં ગરમ મસાલો, આદુ-મરચાં થોડું સલણ, સાકર તથા લીંબુનો રસ નાખી બરાબર ભેળવી તેનું પૂરણ બનાવવું. મેંદા કે ઘઉંના લોટની કચોરી કે ઘૂઘરા બનાવી શકાય છે. આ જ રીતે ચોળીના શાકનો ઉપયોગ કરી શકાય.

* સાંભારની દાળ બનાવવી હોય તો તુવેરનીદાળ અને ચણાની દાળ સાથે મીઠુ અને હળદર ઉમેરીને તેને બાફી લેવી.

* અથાણું બનાવતી વખતે તેલ ગરમ કરીને નાંખવુ.

* બેસન/ચણાના લોટના ઢોકળા બનાવતી વખતે ફ્રુટ સોલ્ટ (ઈનો) નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે.

* કેકમાં ડ્રાયફ્રુટ્સ નાંખતા પહેલા તેને મેંદામાં રગદોળીને ઉમેરવાથી તે કેકમાં ચોંટી નહીં જાય. તે અલગ જ રહેશે.

* પ્લાસ્ટિકની થેલીના અંદરના ભાગમાં સરકો લગાડી સાફ કપડાથી લૂછી નાખી તેમાં પનીર મુકવાથી પનીર લાંબો સમય સુધી તાજું રહે છે. પનીરની થેલી ફ્રિજમાં રાખવી.

* સાકર તથા ચોખા રાખ્યા હોય તે ડબાની આસપાસ અજમો ભરેલી પોટલી રાખવાથી ડબાની આસપાસ કીડી ફરકશે નહીં. તેથી ચોખા કે સાકરમાં કીડી ચડવાની સમસસ્યા નહીં થા.