Krishna Karan books and stories free download online pdf in Gujarati

Krishna Karan


“ક્રિષ્ન કારણ”

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ક્રિષ્ન કારણ

ગડ ગડ ગડ ગડ ગરજે વાદળ,

ભડ ભડ ભડ ભડ ભડકે ગાડર,

ધડ ધડ ધડ ધડ ધરણી ધ્રૂજે,

કોપે પવન ને પહોચે કુંજે,

વાંસ ને વાટ કોની આતુર ?

હવા ને કહે, મને તુ ફુંકે.!

મોરલીયા તો નાચના ભુખ્યા.

નાચે ચરણો, ભુ પીંછા ચુટે.

વનરાજીઓ બાગબગીચા,

રાસની વાટે હરખને જુંટે.

જેલની કોઠી માની ચીસો,

કહે સમેટાયુ બધુ,

બસ હવે શ્યામ જ ખુટે..!

નદિની પેલે પાર, ઘોર અંધકાર.. કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સુર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઈકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે ડુબોવી મારશે.? કારણ કે નદીમાં વહેતા પાણીના કાંઠાની કોઈ સીમા જ નથી. એ નદીમાં જાણે દરિયાઈ તુફાન આવ્યુ હોય. એ કોપ સહેવા કોણ તૈયાર થશે ?

આ તો ક્રિષ્ન જન્મરાત્રીનો માત્ર એક સીન છે. પણ આ સીન ક્રિષ્ન જન્મ માટે આવશ્યક પણ છે. ગીતા મા ઈશ્વર ક્યારે ક્યારે જન્મ લે અને ક્યા પ્રયોજનથી જન્મ લે એતો ક્રિષ્નએ કહી દીધુ. પણ એક રીતે એણે પોતાની દાસ્તાન તો નથી જ કીધી. ઈશ્વર જન્મ માટે “યદા યદા હી ધર્મસ્યા, ગ્લાનીર્ભવતી ભારતઃ” ની જરૂર પડે પણ ક્રિષ્ન જન્મ માટે બીજા કારણો છે.

હાલી ચાલીને આપણે એક કારણ તો આપી જ દઈએ “પ્રેમ”. હા પ્રેમ તો છે જ. અને હુ તો પ્રેમને પીણુ માનીને ઘટઘટાવુ સુ હોતે. પણ માત્ર આ કારણ ના હોઈ શકે. કારણ કે જે સ્થિતિમાં ક્રિષ્નને જન્મ લેવો પડયો છે એ સ્થિતિ પ્રમાણે તો નહોતી જ.

તો ચાલો જોઈએ એવા કેટલાક કારણો..,

ક્રિષ્નનો જન્મ ક્રોધમાંથી થયો છે : ક્રોધ, ગુસ્સો કે એન્ગ્રીનેસ આ શબ્દોને આપણે દુર્ગુણો ગણીને વગોવી માર્યા છે. ક્રોધ એ દરેક જીવની અભીન્ન જરૂરીયાત છે.

જો ક્રિષ્ન જેવા હેન્ડસમ, બુદ્‌ધિશાળી, ચતુર, વિવેકી, રાજનીતિજ્જ્ઞ, પ્રેમી, મિત્ર, સહાયક, કૃપણ, ક્યારેક કાયર પણ, સ્વપ્નદ્ર્‌ષ્ટા, પેશનેટ, મોજીલા પુત્રની પ્રાપ્તી થતી હોય તો ક્રોધ ઈઝ વેરી નાઈસ. ક્યારેક ક્રોધ આવશ્યક હોય છે. ક્રિષ્ન જન્મ માટે ક્રોધ કંસનો હતો. વિધીના લેખ જેવી અતાર્કિક વાતમાં નથી પડવુ. એ બધુ હશે જ. પણ ક્રોધ જેના પર વરસી રહ્યો છે. એ વ્યક્તિમાં કોઈક તો એવી રાસાયણીક ક્રિયા થાય જ કે જેથી એ ક્રોધીત વ્યક્તિને જવાબ આપી શકે. ક્રિષ્ન આ જ જવાબ છે.

ક્રિષ્નનો જન્મ ક્રુરૂક્ષેત્રમાંથી થયો છે : લોલ્ઝ્‌ઝ..? ના..! દરેક માણસના જન્મતા પહેલા કેટલાક કામો સોંપાયેલા હોય છે. એ કામ જ માણસને પોતાની સાચી ઓળખ આપતુ હોય છે. ક્રુરૂક્ષેત્ર એમાનુ એક કારણ છે. ઘડીક ક્રિષ્નને ઈશ્વર માની લઈએ તો યુધ્ધ તો ક્રિષ્નના મનમાં ક્યારનુય થઈ ચુક્યુ હતુ. એનુ પરિણામેય આવી ગ્યુ તુ. પણ મનમાં જે ઘટના રચાય એને ફલક પર જો ન લઈ જીએ તો માથુ ઉંચુ કરીને જોશે કોણ. ડાયરેક્ટર ના મનમાં બધાજ દ્રશ્યો તૈયાર હોય પણ એને સ્ટેજ પર અથવા કેમેરામાં કેદ કરવામાં ના આવે ત્યાં સુધી એ ફિલ્મમાં પરિવર્ત્િાત નહિ થઈ શકે. એટલે કરૂક્ષેત્ર અને ત્યાંની બધીજ વસ્તુઓ ક્રિષ્નનુ સર્જન કરવા પાછળ જવાબદાર હતી. ક્રિષ્ન ક્રુરૂક્ષેત્રનો ડાયરેક્ટર છે.

ક્રિષ્નીઃ મિત્રતા માટે સુદામાં અને ક્રિષ્નનો દાખલો જ લેવાય છે. પણ બીજી એક મીત્રતા ક્રિષ્ન અને ક્રિષ્ની એટલે કે દ્રૌપદી વચ્ચે પણ હતી. કોઈ પણ વસ્તુનો જો આદી કે અંત ના હોય એટલે ઉર્જા નો કોઈ અંત નથી એના રૂપો બદલાતા રહે છે. તો મિત્રતા પણ એક ઉર્જા છે. એ ક્રિષ્ન જન્મ પહેલા પણ હતી અને પછી પણ. એ મિત્રતા જ ક્રિષ્નને જન્મ લેવા માટે નિમંત્રણ આપી રહી હતી. ત્યારના જમાનામાંય સ્ત્રિઓ પુરૂષ મિત્રો રાખતી હતી. અત્યારેતો કોઈ છોકરો એની ફ્રેન્ડ જોડે વાત કરતો હોય તોય અફવા ઉડે કે “એ એની સાથે ચાલુ છે” પણ શુંપ? “મોબાઈલમાં ગીત ચાલુ હોય તો ભલે.” પણ મિત્રતા ને વર્ષો પહેલા આવુ પવિત્ર અલૈંગીક મિત્રતાનુ ઉદાહરણ બેસાડાવુ હતુ. એટલે જ ક્રિષ્ની એક કારણ છે.

કુંજ : “જયો રાધા માધવ જય કુંજ વિહારી” કુંજે કેટલી રાહ જોઈ હશે..? કુંજની ભુમી એ કોમળ ચરણોના રાસનો તાલ મહેસુસ કરવા તડપતી હશે. કુંજની અવનિ તપી હશે. કારણ કે એને કોઈ હિરલાનુ સર્જન કરવાનુ હતુ. હા કુંજ પણ એક કારણ છે. કુંજ એ શ્રૂંગારનુ સર્જન છે. કુંજ એ પ્રેમની પુર્ત્િા છે. કુંજ કે રાધા ક્રિષ્નો લવ પાર્ક છે. કુંજની આ મૃદુ દ્રશ્યો જોવાની ભુખ એજ ક્રિષ્ન જન્મ નુ કારણ છે. વ્રજને ક્રિષ્નના બધા સ્વુરૂપો જોવા હતા, એને માટી ખાતો ક્રિષ્ન જોવો હતો તો એને ગીરીવરધારી ક્રિષ્ન પણ જોવો હતો. વ્રજને યમુના તરે ક્રિષ્ન દ્વારા છુપાવાતા વસ્ત્રોનુ દ્રશ્યો જોવુ હતુ તો એને કાળીનાગ સાથે થયેલી ફાઈટ પણ જોવી હતી. એને રાધા અને ક્રિષ્નનો પ્રેમ વૈભવ જોવો હતો તો એ વૈભવની જુદાઈ સમી રાધા ક્રિષ્નને છુટા પડવાની ક્ષણો જોવી હતી. એને માતાનુ અમૃત સમુ દુધ પીતા ક્રિષ્નનુ સાક્ષી થવુ હતુ તો પુતનાના વિષ સમા દુધ પીવરાવવાની ક્ષણો પણ પોતાની ધુળમાં કેદ કરવી હતી. એને એ પુર્ણ વ્યક્તિના ચરણો ને ચાખવા હતાપ! કુંજ એટલે ક્રિષ્નની વિશાળ ભુજાઓને આકાર આપતી ભુમી. કુંજ એટલે નમણા ચહેરા પર ચુંબન અપાવતી ભુમી.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED