Sameep Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Sameep

ચંચળ હૃદય

સમીપ

હિરેન કવાડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

આ વાર્તા સંગ્રહ મારા મમ્મી પપ્પાને અર્પણ.

ૠણ સ્વિકાર

કોઇ પણ વસ્તુનુ સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતુ નથી. ભગવાન રામને પણ સેતૂની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. એજ બંદરોમાં એક હનુમાન પણ હતો. જે આજે એક પ્રેરણા સ્ત્રોત તરિકે પુંજાય છે.

એટલે આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ પુસ્તકને આજે હુ આકાર આપી રહ્યો છુ કારણ કે આજે હુ આ દુનિયામાં છુ. એટલે સૌપ્રથમ તો હુ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો અને મને જન્મ આપ્યો.

મારા મિત્રો જેમણે મારી સ્ટોરી વાંચીને નિષ્પક્ષ અને તટસ્થ રીવ્યુ આપ્યા. દરેક ક્ષણે મને પ્રોત્સાહન આપ્યુ. ખાસ કરીને અવનિ જે દરેક સ્થિતિઓમાં મારી પડખે રહી. એ સિવાય શ્વેતા, ચિરાગ, હર્ષદ જેમણે મને સ્ટોરી લખતી વખતે ખુબ જ મદદ કરી.

પ્રકૃતિનો આભાર માનવો કેમ ભુલાય કારણ કે વાર્તાના વિષયો મને આ પ્રકૃતિ કાનમાં ફુંકી જતી હોય છે, એટલે આ કુદરતનો પણ આભાર.

એ સિવાય માઇક્રોસોફ્‌ટ વર્ડ નો આભાર જેણે કાગળ અને પેનને બદલે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ. પ્રમુખ ટાઇપ પેડનો આભાર જેનાથી હું ગુજરાતી ખુબ ઝડપથી ટાઇપ કરી શક્યો

છેલ્લે મારી આત્માનો આભાર, એ મને આવા સુંદર કામ સુધી ખેંચી લાવ્યો.

સમીપ

‘‘સમીપ..! જ્યારે બે વ્યક્તિ એકબીજાને વધારે જાણતા થઇ જાયને ત્યારે સંબંધો માં તીરાડ પડવાનુ ચાલુ થઇ જાય છે.’’, રાહીએ આખરે કંટાળીને પોતાના હાથ ટેબલ પર પછાડતા કહ્યુ.

‘‘હા, એટલે તુ વારંવાર આ ડાયલોગ મારીને મારાથી વાતો છુપાવતી જ રહીશ..!!’’, સમીપે પણ ગુસ્સામાં આવી ટેબલ પર હાથ પછાડ્યા. ડોમીનોઝમાં બેસેલા બીજા બધા લોકો, સમીપ અને રાહી તરફ જોવા લાગ્યા.

‘‘મેં તારાથી શું છુપાવ્યુ છે..? કે તુ મને આવુ સંભળાવે છે..?’’, રાહીએ એની આંખો પહોળી કરીને કહ્યુ.

‘‘મને તારૂ મન વાંચતા નથી આવડતુ..!!’’, સમીપે થાકીને કહ્યુ.

‘‘હુ તારાથી કંઇ છુપાવતી નથી સમીપ, કાલે હુ પવન સાથે હતી, પવન મારો એક સારો મિત્ર છે બસ! બીજુ કંઇજ નહિ. યાદ કર પહેલી મુલાકાત અને પહેલી ડેટ!!’’, રાહીએ યાદ અપાવ્યુ. બન્ને ભુતકાળની યાદમાં સરી પડ્યા.

રાહી અને સમીપની પહેલી મુલાકાત ડોમીનોઝ માંજ થઇ હતી. સમીપ અને એની ફ્રેન્ડ તૃષ્ણા બન્ને કોલેજથી છુટીને નાસ્તો કરવા આવ્યા હતા. સમીપની ચેઇર સામે અને તૃષ્ણાની પાછળ બેસેલી છોકરીને સમીપ એક્ટીસે જોઇ રહ્યો હતો. એ છોકરી એટલે રાહી. રાહી સમીપની તેજ આંખો ને સહન ના કરી શકી એટલે એ ઉભી થઇને સમીપના ટેબલ તરફ આવી. એણે બાજુના ખાલી ટેબલ પાસેથી ચેઇર લીધી અને સમીપના ટેબલ પાસે આવીને બેસી ગઇ.

‘‘મારી આંખોને જ જોવી છે ને..? નજીકથી જોઇ લે! મન ભરીને જોઇલે! ફરી ક્યારેય આ આંખો જોવા મળે ના મળે..!’’, રાહીએ પોતાનો ચહેરો સમીપની સામે ધરતા કહ્યુ.

‘‘અર્ઝ કીયા હૈ, ઉનકો દુરસે દેખને સે હમકો કોઇ તાકત ઝરૂર મીલતી હૈ, ક્યા આંખો મેં જનરેટર બીઠા રખા હૈ..?’’, સમીપે હસતા હસતા ઇન્સ્ટન્ટ બનાવેલો શેર માર્યો.

‘‘ઓહ્‌હ.. તો તુ શાયર પણ છે.. લાઇક ધેટ..’’, સમીપ અને રાહીનો આ સંવાદ તૃષ્ણા મંદ મંદ હાસ્ય સાથે જોતી રહી.

‘‘ખબર નહિ, પણ તમારી આંખો દુરથી આટલો બધો પાવર સપ્લાય કરે છે, નજીકથી તો ઓવરલોડ ના લીધે મને કરંટ લાગશે.!’’, સમીપે કહ્યુ.

‘‘આંખો મેળવવા માટે હિમ્મ્ત જોઇએ..!!’’, રાહીએ કહ્યુ.

‘‘મેડમ, કેટલીક વાર વધારે પડતી વસ્તુને આંખો ની નજીક લાવતા એ દેખાતી બંધ થઇ જાય.! એટલે ઘણી બધિ વસ્તુઓ વચ્ચે પ્રમાણીત અંતર રાખવુ જરૂરી છે. તારી આંખો ત્યાંથી સુંદર દેખાઇ રહી હતી, જ્યારે હુ તારી આંખો ના વધારે નજીકથી જોઇ રહ્યો છુ ત્યારે એના ફરતે બ્લેક સ્પોટ મને દેખાઇ રહ્યા છે. એટલે વધારે કોઇ વસ્તુને જાણવાની કોશીશ ના કરાય એવુ હુ માનુ છુ.!!’’, સમીપે કહ્યુ. રાહીને સમીપની વાતો કંઇક અલગ લાગી. એ સમીપ તરફ અટ્રેક્ટ થઇ ગઇ. રાહીએ તૃષ્ણા તરફ તીરછી નજર કરી. રાહી તૃષ્ણાની ફ્રેન્ડ હતી. તૃષ્ણાએ રાહી અને સમીપનુ ઇન્ટ્રોડ્‌ક્શન કરાવ્યુ. એ પછી બન્નેની ઘણી મુલાકાતો થઇ. પ્રેમમાં પડવાનો કોઇ સમય નથી હોતો. એને થોડુ કંઇ ટાઇમ ટેબલ હોય. એ તો પવનની જેમ આવે છે, એમાં ભરેલી સુગંધ વહેંચીને પાછો પોતાના રસ્તે ચાલ્યો જાય છે.

‘‘સમીપ હુ આજે પણ તને એટલો જ પ્રેમ કરૂ છુ કારણ કે તુ મને રોજ નવો લાગે છે, હુ તને વધારે જાણવાની કોશીષ નથી કરતી. વધારે પડતી મીઠાઇ ખાઇ લો, વધારે ડોમીનોઝ ના પીત્ઝા ખાઇ લો, કે કોઇ પણ વસ્તુ! જ્યારે તમે એના વધારે સંપર્કમાં આવો.. વધારે જાણવાની કોશીષ કરો ત્યારે એના વિશે અરૂચી આવવાની જ..!! અને તને પણ ખબર છે આપણી પહેલી મુલાકાત માં મને તારી આજ વાત ગમેલી એ તો તને પણ ખબર છે..!!’’, રાહીએ ખુબ શાંતી થી કહ્યુ જાણે એ લોટનો પીંડો મસળતી હોય.

‘‘સોરી રાહી..!! કદાચ હુ મારી જાતને જ ભુલ્યો હતો. મારા વિચારોનો જ વિરોધી હુ કેવી રીતે બન્યો અને ક્યારે બની ગયો એ જ ખબર ના પડી. થેંક્સ તે મને મારૂ સ્મરણ કરાવ્યુ.’’, સમીપે રાહીના હાથ પર હાથ મુકતા કહ્યુ.

‘‘ચાલ હુ તને મેં એક કવિતા લખી છે, એ સંભળાવુ.!! કવીતાનુ નામ અને તારૂ નામ બન્ને સેમ છે.. ‘સમીપ’ ’’, રાહીએ એક કાગળ એના પર્સમાંથી કાઢતા કહ્યુ.

‘‘સર સર કરતો સરકે વાયરો

એને તડપ કોઇને ફરકાવવાની.

ફરકાવે એટલે વીસરે ફરી રાહે નવી.

જો ઉડતી પાંખો કહે મારે તો,

મારા પ્રેમી હવામાં મળી જવુ છે..!

તો પાંખો ઓગળશે કે પવન પંખાશે..?

ઉડતુ ઉડતુ એક પીછુ આવીને બોલ્યુ,

બંને ચુંથાઇ જશો સૃષ્ટી વેરાન થશે..!

અરીસો આભાસી અસર ઉભી કરે આસાનીથી,

એકવાર આંખ ગઇ અરીસાના કાચ સુધી,

નાક અડ્યુ કાચ પર,

અરીસો ફફડી ઉઠ્‌યો, થોડો ડોલ્યો, બોલ્યો,

સુંદરતા ક્દરૂપે છે, એક ફુટ દુર રહે!

અધ્યાય ૧, અધ્યાય ૨, અધ્યાય ૩,

નારાયણ નો પ્રસાદ વહેંચો,

કથાનો પ્રસાદ એટલે કથાનો પ્રસાદ,

પ્રસાદ પડીયામાંથી ઉછળ્યો, ના રહેવાયુ બોલ્યો.

બે મુઠા જ હુ અંદર જઇશ, ત્રાસ ભરીને પેટ ભરશો તો હુ,

એજ મોઢેથી પાછો આવીશ, હુ નારાયણને કારણે મીઠો,

નારયણને બોલના મેવા..!, ના ચાલે..! ’’ રાહીએ કવીતા કહી સંભળાવી.

સમીપ સાંભળીને ખુબ ખુશ થયો. એ ખુશ હતો કારણ કે એના વિચારો એને પાછા મળ્યા હતા. ‘‘લવ યુ સો મચ રાહી’! એન્ડ નાઇસ પોએમ..’’, સમીપે રાહીના ગળે મળતા કહ્યુ. સમીપે રાહીને ભીંસીને બાહોંમાં લીધી.

ગળે મળતી વખતે રાહીના મોબાઇલમાં પવનનો મેસેજ આવ્યો.

‘‘કેવી લાગી મારી પોએમ?’’.

‘‘સુપર્બ ડાલગ ઇટ્‌સ જસ્ટ ઓસમ બાય, આઇમ એમ ઇન વર્ક.. લવ યુ મીસ યુ..’’, રાહીએ જડપથી મેસેજ ટાઇપ કરીને પવન ને સેન્ડ કર્યો.

સમીપના મોબાઇલમાં પણ એક મેસેજ આવ્યો.

‘‘સુપર્બ ડાલગ ઇટ્‌સ જસ્ટ ઓસમ બાય, આઇમ એમ ઇન વર્ક.. લવ યુ મીસ યુ..’’,

સમીપ રાહીને હગ કરીને છુટો પડ્યો.

‘‘આઇ વીલ મીસ યુ ટુ.’’, સમીપ બોલ્યો અને પેલા કાવ્યના નીચે પોતાની સાઇન કરીને ચાલતો થઇ ગયો.

ABOUT THE AUTHOR

હિરેન કવાડ એક ગુજરાતી પેશનેટ લેખક છે. એમણે બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન ઇનફોર્મેશન ટેકનોલોજી કરેલ છે. હાલ એ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે. લેખન અને એન્જીનીયરીંગની બાબતે પેશનેટ છે.


Facebook: http://www.facebook.com/ihirenkavad

Twitter: http://www.twitter.com/hirenkavad

Blog: http://hirenkavad.wordpress.com