apurna - chanchal hruday bhag 1 books and stories free download online pdf in Gujarati

Apoorna

ચંચળ હૃદય

અપૂર્ણા

હિરેન કવાડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

આ વાર્તા સંગ્રહ મારા મમ્મી પપ્પાને અર્પણ.

ૠણ સ્વિકાર

કોઇ પણ વસ્તુનુ સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતુ નથી. ભગવાન રામને પણ સેતૂની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. એજ બંદરોમાં એક હનુમાન પણ હતો. જે આજે એક પ્રેરણા સ્ત્રોત તરિકે પુંજાય છે.

એટલે આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ પુસ્તકને આજે હુ આકાર આપી રહ્યો છુ કારણ કે આજે હુ આ દુનિયામાં છુ. એટલે સૌપ્રથમ તો હુ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો અને મને જન્મ આપ્યો.

મારા મિત્રો જેમણે મારી સ્ટોરી વાંચીને નિષ્પક્ષ અને તટસ્થ રીવ્યુ આપ્યા. દરેક ક્ષણે મને પ્રોત્સાહન આપ્યુ. ખાસ કરીને અવનિ જે દરેક સ્થિતિઓમાં મારી પડખે રહી. એ સિવાય શ્વેતા, ચિરાગ, હર્ષદ જેમણે મને સ્ટોરી લખતી વખતે ખુબ જ મદદ કરી.

પ્રકૃતિનો આભાર માનવો કેમ ભુલાય કારણ કે વાર્તાના વિષયો મને આ પ્રકૃતિ કાનમાં ફુંકી જતી હોય છે, એટલે આ કુદરતનો પણ આભાર.

એ સિવાય માઇક્રોસોફ્‌ટ વર્ડ નો આભાર જેણે કાગળ અને પેનને બદલે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ. પ્રમુખ ટાઇપ પેડનો આભાર જેનાથી હું ગુજરાતી ખુબ ઝડપથી ટાઇપ કરી શક્યો

છેલ્લે મારી આત્માનો આભાર, એ મને આવા સુંદર કામ સુધી ખેંચી લાવ્યો.

અપુર્ણા

‘‘હહ, સેક્સથી જો આ સમાજ ભ્રષ્ટ થઇ જતો હોય તો જે લોકો રાતના ‘સાડા અગિયાર’ ક્યારે વાગે એની વાટ જોતા હોય એ લોકોએ સન્યાસ લઇ લેવો જોઇએ અને ત્યારબાદ આવી ભાષણબાજી કરવી જોઇએ. એ લોકોને પોતાના સંતાનો નિશાળનુ લેશન કરતા કરતા ઉંઘી ગયા હોય છે, એની જરાંય પણ ફીકર નથી હોતી. એ લોકો બારણુ બંધ કરીને બારણાના લોક ને બે વાર ચેક કરે છે. એમને ચિંતા એ હોય છે કે ‘અમારી પવિત્ર ક્રિયાને જોઇને કોઇ ભ્રષ્ટ ના થઇ જાય.’ જો પવિત્ર વસ્તુ ને અપવિત્ર કરી શકાતી હોય તો મને લાગે છે કે, પવિત્રતાની ડેફીનેશન ચેન્જ કરવી જોઇએ. થેંક્સ આ સમાજ ને, કારણ કે મારા આ વિચારો આ જ સમાજના સંકુચિત વિચારોનુ પરિણામ છે.

મારે મારી સ્ટોરી માત્ર થોડીક જ લાઇનમાં તમને કહેવી છે.

સ્ત્રીને તો એના જન્મ પહેલાજ જીવન માટે સંઘર્ષ કરવાનો હોય છે. જે પુરુષને બેડ પર સ્ત્રી વિના ઉંઘ ન આવે એ જ પુરુષ ગર્ભમાં રહેલ સ્ત્રી-જીવને મારવા માટે ક્ષણ ભર પણ શરમાતો નથી. પાછો આ સમાજ વાતો કરે છે લાજ-શરમ ની. વાત કરે છે હિમ્મતની.

હુ પણ આવા સમાજમાં જ જન્મી છુ. મારી મમ્મીની એબોર્શન ન કરાવવાની જીદના કારણે હુ આ સુંદર દુનિયા જોઇ શકી. ધન્ય છે એ સ્ત્રી જેણે વર્ષો પહેલા દંભી અને રૂઢિચુસ્ત પરિવાર સામે આટલી હિમ્મત બતાવી. વ્રજિકાનો જન્મ આ હિમ્મતમાંથી થયો છે. મારી મમ્મીએ મારૂ નામ ‘વ્રજિકા’ પણ ખુબ સમજી વિચારીને જ રાખ્યુ હશે. હુ વજ્રની બની છુ અને વ્રજની ગોપી જેવી ચંચળ પણ છુ.

અઢાર વર્ષની ઉમરે મને મારા કરતા પાંચ વર્ષ મોટા એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો. હુ પ્રેમમાં નશામાં હતી અને એ વ્યક્તિ હવસના નશામાં હતો. જે રીતે લોકો સરગવાની શીંગને ચુસીને ફેંફી દે એ રીતે મને યુઝ કરીને તરછોડવામાં આવી. એ વ્યક્તિ ને એ વાતનો ડર હતો કે જો કોઇને ખબર પડશે કે પોતે મેરીડ હોવા છતા એનાથી પાંચ વર્ષ નાની છોકરી ના ગરમા ગરમ પડખામાં સુવે છે, તો લોકો સામેની એની માન-મોભા વાળી છાપ એક ક્ષણમાં વેરવિખેર થઇ જશે.

ચોક્ક્‌સ એ વ્યક્તિ બેભાન જ હશે. એ વ્યક્તિ એ કેમ ભુલ્યો કે જ્યારે એને ઉપર જવાનુ થશે ત્યાંતો બધુ પારદર્શક હશે. ત્યાં એણે કરેલા કુકર્મો નહીં, પણ છુપાઇને કરેલા કર્મો ઇશ્વર સામે રાખેલા મોટા મોટા ળછડ સામે ફ્‌લેશ થઇ રહ્યા હશે. આજનો ઇશ્વર પણ આટલો આધુનિક જ હશે. પણ માણસોના વિચારો કેમ સાંકડા થતા જાય છે, એ જ મને નથી ખબર..!

આ ઘટના પછી જે વ્રજીકાનો જન્મ થયો એ બાઉન્ડ્રીલેસ વ્રજીકા હતી. એને વિચારો કોઇ જગ્યાએ સિમિત નહોતા. જે મન પડે કરવુ એ તમારી સામે ઉભેલી આ વ્રજીકાની જીદ છે. મને ખબર નથી આવી વાતો આ સ્ટેજ પર કરવી તમે કેટલી યોગ્ય માનો છો. પણ અહિં પણ ઘણા લોકો હશે જે લોકો પરણેલા હશે પણ એક કરતા વધારે સેક્સ પાર્ટનરો રાખતા હશે. મને વાંધો ત્યાં નથી કે એ એક કરતા વધારે પાર્ટનરો રાખે છે. વાંધો ત્યાં છે કે એ લોકો એની પત્નિ કે બીજા પાર્ટનરને સત્ય કહેતા ડરે છે. મને જ્યારે મારી કોઇક ફ્રેન્ડ પુછે છે તારે કેટલા સેક્સ પાર્ટનર્સ છે ત્યારે હુ કોઇ જ છોછ વિના કહુ છુ

‘મને ખબર નથી! હુ ગણતરી નથી રાખતી’ મારૂ એવુ માનવુ છે કે, ‘જ્યારે વ્યક્તિ કોઇક વસ્તુ વિશે ખોટુ બોલતી હોય ત્યારે એ વ્યક્તિ એ વસ્તુ વિશે શરમ, છોછ કે પશ્ચાતાપની લાગણી અનુભવતી હોય એની સાથે ભવિષ્યનો સામનો કરવાનો કાયર ડર હોય છે, અને જ્યારે તમે શરમ અને ડરથી ભીંસાયેલા હોવ ત્યારે તમે પોતાના આદર્શોનુ ખુન કરેલુ હોય છે એવુ તમે માનો છો. આદર્શો પોતાની ખુશીઓ પ્રોટેક્શન આપતા હોવા જોઇએ.

આજે હુ ખુબ ખુશ છુ, ભલે તમે લોકોને મને સમજતા થોડીક વાર લાગી પણ તમે મને સમજી શક્યા. તમે મને સ્વિકારી શક્યા. મને ખબર છે કોઇક વસ્તુને કોઇ તર્ક વિના સ્વિકારવી ખુબ અઘરી છે. મને તમારી જેવા કલીગ્ઝ મળ્યા, તમારી જેવા ફ્રેન્ડ્‌સ મળ્યા. થેંક્યુ વેરી મચ..! ’’

હોટ, બોલ્ડ, સૈક્સી, સુંદર પ્રથમ નજરે ‘વ્રજિકા’ ને જોતા આવા શબ્દો કોઇ પણ પુરૂષના મોંમાંથી સરી પડે. એના પરિચયમાં આવતી કોઇ પણ વ્યક્તિ એમ કહી શકે કે વ્રજિકા ઇન્ટેલીજન્ટ, એના કામ પ્રત્યે પેશનેટ અને પાગલ વ્યક્તિ છે. ઇનોવેટર એમ્પ્લોઇ ઓફ ધ યરનો એવોર્ડ સ્વિકાર્યા પછી પોતાની કંપનીના ડીરેક્ટર્સ અને એમ્પ્લોય્ઝ ની સામે સ્પિચ આપીને નીચે ઉતરી ત્યારે લોકો ઉભા થઇને સ્ટેન્ડીંગ અવેશન આપી રહ્યા હતા. મોટા હોલની જાંજરમાન લાઇટ્‌સો અને ગોળ ગોળ મોટા ટેબલો પર સુટ પહેરેલ બીઝનેસમેન, પ્રોફેશનલ વ્યક્તિઓ વચ્ચે આવી સ્પીચ આપવી એ એક હિમ્મત ભર્યુ સાહસીક કામ હતુ. એ જેવુ બોલતી એવું જ જીવતી.

સ્પિચ સાંભળતી વખતે કોઇપણ પોતાની આંખોને પલકાવી શકે એવી સ્થિતિ માં નહોતુ. કારણ કે એની ગોરી કાયા ને પોતાના શોખ પ્રમાણે એવી રીતે શણગારી હતી, જેથી એ કાનની સાથે લોકોની આંખોને પણ ખેંચી શકે.

એણે લીલા રંગની ટીકી વર્ક કરેલી લાલ અને સોનેરી તારની કિનારી વાળી અર્ધપારદર્શક સારી પહેરેલી હતી. એનુ ડાર્ક ગ્રીન સ્લીવલેસ બ્લાઉઝ એના ગોરા અને માંસલ બાવડાને આકર્ષક બનાવતુ હતુ. એના પેટ પર જરાંય પણ ચરબીનો જથ્થો નહોતો. છતા એ ભરાવદાર માખણના પીંડા જેવુ હતુ. એનાથી થોડેક દુર ઉભેલ કોઇ પણ વ્યક્તિ એની ડુટી ની આસપાસ ચીતરાવેલ બ્લેક અને રેડ કલરનુ ટેટ્ટ પારદર્શક સાડીમાંથી જોઇ શકતુ હતુ. એના હાથમાં લાકડાના સીમ્પલ કંગણ હતા. ગળામાં કિંમતી ડાયમંડ નેકલેસ ઝગઝગારા મારતુ હતુ. એના કાનના લટકણ માંથી આવતી હિરાની ચમકને કોઇ નજર અંદાજ કરી શકે એમ નહોતુ.

વ્રજીકા એક મીની એટમબોમ્બ હતી. એણે સ્ટેજ પરની સ્પિચ આપીને બધને આભા અને મુગ્ધ કરી દીધા.

પણ જ્યારે વ્રજીકા તાળીઓ સાંભળી રહી હતી, ત્યારે એના મનમાં થોડાક વિચારો આવી રહ્યા હતા. ‘અત્યારે તમે લોકો જ તાળીઓ પાડો છો પણ મારાથી જ્યારે તમને લોકોને ન ગમતુ હોય એવુ કામ થશે ત્યારે તમે જ ગાળો પણ આપશો, પણ હુ આ જાળમાં બંધાવ એમ નથી’ વ્રજીકા સ્ટેજ પરથી ઉતરીને પોતાનુ ટેબલ જ્યાં હતુ એ તરફ ચાલવા લાગી.

‘‘ઓસમ સ્પીચ, વ્રજીકા’’, શંશાંકે એના સીનીયર ને કહ્યુ.

‘‘યુ આર જસ્ટ સુપર્બ..!’’, વ્રજીકાની બેસ્ટ ફ્રેન્ડ તાનિયા એ પણ કહ્યુ.

એક બીજી સોફ્‌ટવેર કંપનીના માલીક નવજીવન ભાટીયા પણ એ જ જગ્યાએ બેસેલ હતા. એમણે વ્રજીકા સાથે પોતાનો હાથ મેળવવા હાથ લંબાવ્યો.

‘‘નાઇસ સ્પીચ..!’’, પોતાના ઠંડા અવાજ સાથે નવજીવન સરે કહ્યુ.

‘‘થેંક્સ! સર.’’

‘‘એન્ડ થેંક્સ ટુ યુ ગાય્ઝ..!’’, વ્રજીકાએ શશાંક અને તાનિયા સામે જોઇને કહ્યુ. એ પોતાની સીટ પર બેસી ગઇ.

ૂૂૂમુંબઇની ફાઇવ સ્ટાર હોટેલમાં એવોર્ડ સેરેમની પતી એટલે પાર્ટી શરૂ થઇ. હોલમાં આવેલા બધા કપલ્સ ડાન્સ કરી રહ્યા હતા. બધા પ્રોફેશનલ્સ હાથમાં બ્રાન્ડી, વ્હીસ્કી કે વાઇનનો ગ્લાસ રહીને એક બીજા જોડે બીઝનેસ રીલેટેડ ચર્ચામાં હતા. વ્રજીકાને એટલા માટે આટલુ બધુ માન મળી રહ્યુ હતુ કારણ કે એક જ વર્ષમાં વ્રજીકાએ અમદાવાદની મીડીયમ સાઇઝ્‌ડ સોફ્‌ટવેર કંપનીને વર્લ્ડ લેવલે પહોંચાડી દીધી હતી. ટેકનોલોજીથી અપ ટુ ડેટ રહેવાની આદત અને પ્રોડક્ટના પ્રેઝેન્ટેશન અને પ્રોડક્ટ ની બ્યુટી વિશેની જીણી જીણી બાબતો ને કારણે એની કંપની ની પ્રોડક્ટ સેલ લોંચ થતા જ બુસ્ટ થઇ હતી. એના માટે જ એને આ એવોર્ડ મળ્યો હતો.

વ્રજીકા પોતાના હાથમાં રેડ વાઇન નો ગ્લાસ લઇને મંદ મંદ વાગી રહેલા મ્યુઝીકને મનમાં જ માણી રહી હતી. સાથે તાનિયા અને એનો બોયફ્રેન્ડ બ્રિજેશ હતો. શશાંક વ્રજીકાને જોઇ જોઇને વાઇન ની નાની નાની સીપ લઇ રહ્યો હતો. એની નજર વ્રજીકા સામેથી હટતી નહોતી. એ ભલે વ્રજીકાથી બે-વર્ષ નાનો હતો પણ એને વ્રજીકાના વિચારો તરફ માન હતુ. એ વ્રજીકાના વિચારોથી પ્રભાવીત હતો. છ મહિનામાં વ્રજીકા સાથે કામ કર્યા પછી એ એને ચાહવા પણ લાગ્ય હતો. પણ એ આ વાત વ્રજીકાને કહેતા ખચકાતો હતો. એ માનતો હતો કે, ‘એ બધા જેવો નથી. એને માત્ર સેક્સ નથી જોઇતો. એને પ્રેમ જોઇએ છે, એને લાગણી અને ભાવનાઓથી ભરેલો પ્રેમ જોઇએ છે.’

‘‘વુડ યુ લાઇક ટુ હૈવ અનદર વાઇન ?’’, નવજીવન સર વ્રજીકા પાસે આવ્યા અને બોલ્યા.

‘‘સ્યોર..!’’, વ્રજીકાએ એના ખુલ્લા વાળને બરાબર કરતા કહ્યુ. નવજીવન સરે વેઇટર ને બોલાવી વ્રજીકાને વાઇન નો ગ્લાસ આપ્યો.

‘‘થેંક્સ..!’’, વ્રજીકાએ વાઇનનો ગ્લાસ હાથમાં લઇને કહ્યુ. વ્રજીકા મંદ મ્યુઝીકના કારણે મદહોશ થઇ હોય એમ ગ્લાસ પકડીને પોતાના શરીરને ડોલાવી રહી હતી અને શશાંક આ અદા જોઇને મદહોશ થઇ રહ્યો હતો.

‘‘એક્સ ક્યુઝ મી, કૈન વી હૈવ અ પ્રાઇવસી પ્લીઝ..?’’, નવજીવન સરે શશાંક અને તાનિયા તરફ વળીને કહ્યુ. તાનિયા અને શશાંકને આશ્ચર્ય થયુ કે આ ચાલીસી વટાવી ચુકેલા નવજીવનને શું થયુ ?, તાનિયા સાથે વાત કરતો પુરૂષ ભાગ્યે જ એવો હોય કે જેને તાનિયા તરફ આકર્ષણ ના હોય.

‘‘યા સ્યોર.!’’, તાનિયાએ પોતાનો ચહેરો હલાવીને કહ્યુ. શશાંક, તાનિયા અને બ્રિજેશ. બીજી બાજુ ચાલ્યા ગયા.

‘‘મિસ વ્રજીકા, હુ ડાયરેક્ટ પોઇંટ ઉપર આવુ છુ. મારી પાસે પ્રપોઝલ છે’’, વ્રજીકા સમજી ગઇ જોબ માટે ની પ્રપોઝલ હશે. આવી પ્રપોઝલ એને પહેલા પણ બે ત્રણ વાર આવી ચુકી હતી.

‘‘ઓકે, અબાઉટ વોટ ?’’, તાનિયાએ વાઇનની સીપ લગાવતા કહ્યુ.

‘‘જોઇન અસ! એઝ ચીફ ટેકનોલોજી ઓફીસર..!’’

‘‘તમારી સાથે જોડાવાનુ એક સારૂ કારણ ?’’, વ્રજીકાએ એના છુટ્ટા વાળ માથુ હલાવીને હવામાં ઉલાળ્યા. આ વ્રજીકાનો એટીટ્યુડ હતો.

’’ ત્રણ ગણી સેલરી..! અમદાવાદમાં એક લક્ઝરીયસ ફ્‌લેટ, અને એક કાર, બસ એક શરત ’’, નવજીવન સર વ્રજીકા સાથે કોન્ફીડન્ટ થી વાતો કરી રહ્યા હતા. બીજી તરફ પાર્ટી હોલના બીજા ખુણામાંથી શશાંક સતત વ્રજીકા ઉપર તાકીને ઉભો હતો. એ અકળાઇ રહ્યો હતો. કારણે એવુ દેખાઇ રહ્યુ હતુ કે એ એના બન્ને હાથ ચોળી રહ્યો હતો.

‘‘અને એ શરત શુ ?’’, વ્રજીકાએ પુછ્યુ.

‘‘નથીંગ હાર્ડ ફોર યુ..! તારી કંપનીની પ્રોડક્ટની સીક્યોરીટી બ્રેકીંગ, પ્રોડક્ટનુ આર્કીટેક્ચર અને મોડેલીંગ એન્ડ પ્રોટોટાઇપ અને જો તુ ચાહે તો વન નાઇટ વિથ મી..!’’, નવજીવન સર ‘તમે’ પરથી ‘તુ’ ઉપર આવી ગયા હતા. વ્રજીકાએ આવુ એક્સપેક્ટ તો નહોતુ જ કર્યુ પણ વ્રજીકા લગભગ દરેક પરિસ્થિતિઓ માટે તૈયાર જ રહેતી.

‘‘સર, આઇ રીસ્પેક્ટ યૂ, પણ હુ કોઇ રંડી નથી..! સો પુટ યોર પ્રપોઝલ ઇન યો એસ્..!’’, વ્રજીકાએ કોઇ જ ડર વિના અંગ્રેજી ગાળ નવજીવન સર ના મોં ઉપર ચોડી દીધી.

‘‘તને ખબર છે? તુ કોની સાથે વાત કરી રહી છે?’’, નવજીવને અભિમાની અવાજથી કહ્યુ.

‘‘હા, એક હવસ ખોર અને હરામ ખોર વ્યક્તિ સાથે. જે બીજાને અપ્રમાણિક બનાવીને ઐયાશી કરવા માંગે છે. મીસ્ટર નવજીવન સાંભળી લો. હુ એક કરતા મર્દો સાથે સુવ છુ, પણ હુ કોલ ગર્લ નથી. વાત રહી પ્રોડક્ટની, સોફ્‌ટવેર એન્જીનીયરીંગ મારો પેશન છે. હુ પૈસા માટે કામ નથી કરતી. હુ એન્જોયમેન્ટ માટે કામ કરૂ છુ. ભલે હુ સારી પોઝીશન ઉપર હોવ પણ હજુ હુ આખી આખી રાત જાગીને સોફ્‌ટવેરમાં આવેલી એરર સોલ્વ કરૂ છુ. એ એક નોર્મલ એન્જીનીયર કરી શકે, પણ મને આ કરવુ ગમે છે. આ મારો પેશન છે. મારો પેશન હુ વેંચવા નથી નીકળી. સો ફક ઓફ..!’’, વ્રજીકાએ કહીને અધુરી વધેલી વાઇન નવજીવન સરના સુટ ઉપર ઉછાળી. નવજીવન સરનો સુટ વાઇનથી ખરાબ થઇ ગયો.

‘‘વોટ દ ફક..?’’, નવજીવને ચિલ્લાઇને કહ્યુ. પાર્ટીના બધા લોકોની નજર વ્રજીકા અને નવજીવન સર પડી. શશાંકે આ સીન જોયો એટલે એ તરત જ દોડતો દોડતો વ્રજીકા પાસે આવ્યો. એક બીજી સ્ત્રી દોડતી દોડતી ત્યાં આવી. એ ફેટ લેડી નવજીવનની પત્ની હતી.

‘‘શું થયુ..?’’, એણે ગુસ્સાની નજર સાથે વ્રજીકાની સામે જોઇને પુછ્યુ.

‘‘નથીંગ ડાલગ..! મેડમના હાથમાંથી ભુલથી ગ્લાસ છટકી ગયો..! ઇટ્‌સ ઓકે..!’’, નવજીવને એની પત્નીને સમજાવવા કહ્યુ.

‘‘તો હમણા મારી ગરમા ગરમા બાહોં માં સુવા માટે પ્રપોઝલ કોણે આપી હતી ?’’, વ્રજીકાએ નવજીવનની સામે ચોડી દીધુ. નવજીવનની પત્ની એના પતિની આ હરકતો થી વાકેફ જ હતી. એ નવજીવન સામે આંખો ફાડીને ઘુરી રહી.

‘‘ત્રણ ગણી સેલરી, એક ફ્‌લેટ અને કાર આપીને મને તમારી સૌતન બનાવવા માંગે છે, મજુંર છે તમને ?’’, વ્રજીકાએ હસતા હસતા કહ્યુ. આ સાંભળીને નવજીવનની પત્ની લાલઘુમ થઇ રહી હતી. એણે નવજીવનનો સુટ પકડ્યો અને એને જાણે ઢસડતી હોય એમ પકડીને હોટેલની બહાર જવા નીકળી.

‘‘ઇટ્‌સ ઓકે..! ઇટ્‌સ નોર્મલ ફોર મી..! એન્જોય દ પાર્ટી..!’’, વ્રજીકાએ બધાની સામે ઉંચા સાદે કહ્યુ. બધા કંઇ જ ન થયુ હોય એમ પાર્ટી એન્જોય કરવા લાગ્યા. ફરીએ મંદ મંદ મ્યુઝીક શરૂ થયુ.

‘‘મેમ, તમારી હિમ્મતને મારી દાદ, પણ આ બધુ ક્યાં સુધી?’’, શશાંકે વ્રજીકા પાસે આવીને કહ્યુ.

‘‘શશાંક, તે કોઇને પ્રેમ કર્યો છે?’’, વ્રજીકાએ શંશાંકને પુછ્યુ. શંશાક એકદમ ચુપ થઇ ગયો. શું કહેવુ ‘હા’ કે ‘ના’. હા કહે તો નામ કહેવુ પડે અને ના કહે તો જુઠુ બોલવુ પડે.

‘‘કેમ આવુ પુછો છો..?’’, શશાંકે કહ્યુ.

‘‘નો મોર ક્વેશ્ચન શશાંક..! તારામાં હા કે ના માં જવાબ આપવાની પણ હિમ્મત નથી’’, વ્રજીકાએ ચોડી દીધુ અને બ્રાન્ડીનો ગ્લાસ લઇને પીવા લાગી. શશાંકને થોડી શરમ આવી. પોતે પોતાના પ્રેમનો ઇઝહાર પણ નથી કરી શકતો એનો એને વસવસો હતો.

‘‘તાનિયા, તન્મય જેટલો હેન્ડસમ છે, એટલો જ નમાલો છે. કાલ રાતનુ એનુ પરફોર્મન્સ ઝીરો હતુ..! હાહાહા’’, વ્રજીકા અને તાનિયા બન્ને એની ઓફીસમાં ગપ્પા લડાવતા હતા.

‘‘ટુમોરો બ્રીજેશ વોઝ વાઇલ્ડ ઇન બેડ..!’’, તાનિયા એ કહ્યુ.

‘‘પણ મારે કદાચ તને કહેવુ જોઇએ, શશાંક એ તારો નવો આશીક છે..!’’, તાનિયાએ વ્રજીકાના કાન પાસે આવીને કહ્યુ.

‘‘વોટ..?, શશાંક..?’’, વ્રજીકા મોં ફાડીને આશ્ચર્ય વ્યક્ત કરી રહી હતી.

‘‘હા, મને તો મુબંઇની પાર્ટીમાં જ ખબર પડી ગઇ હતી. એ તને ઘુરી ઘુરીને જોતો હતો..!’’, તાનીયાએ કહ્યુ.

‘‘શશાંક ઇઝ હેન્ડસમ એન્ડ ફીટ..! આઇ લાઇક હીમ..!’’, વ્રજીકાએ પોતાના હોઠ પર જીભ ફેરવીને જંગલી અદામાં કહ્યુ. તાનીયા અને વ્રજીકા હસવા લાગ્યા.

‘‘ઓકે, ચાલ આજે ઘણુ કામ છે, મને આપડી પ્રોડક્ટનો બીઝનેસ પ્રમોશન વિડીયો સેન્ડ કર..! મોડીફીકેશન હોય તો જણાવી દવ..!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘સ્યોર..! શશાંકને મોકલુ..?, હાહાહા..!’’, હસતા હસતા તાનીયા પુછ્યુ.

‘‘યુ બીચ..! શશાંકને હુ બોલાવી લઇશ..! તુ જા.’’, વ્રજીકાએ તાનીયાને કહ્યુ. તાનિયા પોતાના કામ માટે વ્રજીકાની ઓફીસમાંથી બહાર નીકળી. વ્રજીકાએ પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને શશાંકનો નંબર લગાવ્યો. વ્રજીકા વિચારતી હતી કે આજની રાતે શશાંક સાથે એન્જોય કરે..! શશાંક કોલ રીસીવ ન્હોતો કરી રહ્યો. બે વાર કોલ લગાવ્યા બાદ વ્રજીકાએ પોતાનો મોબાઇલ સાઇડમાં મુકી દીધો અને પોતાનુ કામ કરવા માટે લેપટોપમાં ઘુસવાઇ ગઇ.

‘‘બ્રાઇટ શાઇન લાઇક અ ડાયમંડ..!’’ રિહાનાના સોંગની રીંગ વ્રજીકાના મોબાઇલમાં વાગી. વ્રજીકાએ નજર કરી. શશાંકનો જ કોલ હતો.

‘‘યસ મેમ..!’’, સામેથી શશાંકનો સોફ્‌ટ અવાજ આવ્યો.

‘‘નથીંગ, થોડુ કામ હતુ એટલે કોલ કર્યો હતો. નાઉ ઇટ્‌સ ડન..!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘ઓકે, મેમ..! મારે તમને ઇન્વાઇટ કરવા છે..!’’, સામેથી થોડોક ધીમો અને ડરતો હોય એવો સ્વર આવ્યો.

‘‘શેના માટે..?’’, વ્રજીકાએ આશ્ચર્યથી પુછ્યુ.

‘‘મેમ, ઇફ યુ ડોન્ટ ગેટ એન્ગ્રી..!’’, શશાંકનો ફોનમાંથી અવાજ આવ્યો. વ્રજીકાના મનમાં વિચાર આવી રહ્યો હતો કે શું શશાંક આજે સામેથી સેક્સ માટે પુછવાનો છે. જો એ સામેથી પુછે તો વ્રજીકાએ નક્કિ કરી લીધુ હતુ કે ‘ના’ જ પાડી દેવી.

‘‘નો..પ્લીઝ ટેલ મી..!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘આઇ વોન્ટ ડેટ યુ.. આવતી કાલે..!’’, શશાંકે કહ્યુ.

વ્રજીકાને મનમાં જ સવાલ થયો. ‘‘ડેટ..?,’’ આજ સુધી વ્રજીકાને ડેટ વિશે કોઇએ પુછ્યુ નહોતુ. એ વિચાર કરતી હતી કે શું જવાબ આપવો. પહેલી વાર વ્રજીકા આવી બાબતમાં વિચારતી થઇ હતી.

‘‘ઓકે, સ્યોર..!’’ વ્રજીકાએ હા પાડી.

‘‘થેંક્સ વ્રજીકા..!’’, શશાંકે વ્રજીકા મેમ માંથી ‘મેમ’ શબ્દનો છેદ ઉડાડાતા કહ્યુ. આ સાંભળીને અને શશાંકનો આ રંગ જોઇને વ્રજીકાને પણ આશ્ચર્ય થયુ. પહેલી વાર કોઇએ વ્રજીકાને ડેટ માટે પુછ્યુ હતુ. હેન્ગઆઉટ તો વ્રજીકા કોઇ પણ પુરૂષ સાથે કરતી પણ આ વ્રજીકાની પહેલી ડેટ હતી. એના મનમાં એક ક્ષણ પ્રેમની તરંગો પણ ઉઠી. પણ એના મક્કમ નિર્ણયોએ સહજ પ્રવાહનુ ખુન કરી નાખ્યુ. ‘‘ધત તને પ્રેમ ના થઇ શકે..!’’ વ્રજીકાએ મનને સમજાવતા એના મનને કહ્યુ.

‘એક છોકરીને પ્રેમમાં કઇ રીતે પાડવી’ શશાંકના મનમાં આ સિવાય બીજા કોઇ જ વિચારો દોડતા નહોતા. પછી શશાંકને પણ થયુ, ‘પ્રેમ કરવા માટે કોઇને મજબુર ના કરી શકાય.’ શશાંક વ્રજીકાને ભાગતી, દોડતી આધુનિક અંધારી દુનિયામાંથી બે ઘડી વબહાર લાવીને એક શ્વેત રંગીબ વિશ્વ દેખાડવા માંગતો હતો. શશાંકને વ્રજીકા મલ્ટીપલ પાર્ટનર્સ રાખતી હતી એની સાથે કોઇ પ્રોબ્લેમ ન્હોતો. શશાંક માનતો હતો કે ભોગ અને પ્રેમ બન્ને જરૂરિયાતો છે, પણ જ્યાં પ્રેમ હશે ત્યાં ભોગની કોઇ જ જરૂર નહિ પડે. ત્યાં ત્યાગ આપોઆપ છવાઇ જશે.

શશાંકે એવુ કોઇ સ્થળ પસંદ કર્યુ હતુ જે વહેલી સવારે વધારે સુંદર દેખાય. અમદાવદની સવારના સાડા પાંચ વાગ્યાની સવાર ખુબ શાંત, સ્વચ્છ અને સુંદર હતી. ઝાકળના બીંદુઓ શશાંકની ગાડી પર છવાયેલા હતા. ગઇ કાલે નક્કિ કર્યુ હતુ એમ શશાંક પોતાની કાર લઇને વ્રજીકાને પીક-અપ કરવા જઇ રહ્યો હતો. શશાંકના મનમાં વિચારોનુ વંટોળ ચાલી રહ્યુ હતુ.

‘એ વ્રજીકાને પ્રપોઝ કરશે તો શું જવાબ મળશે?’, ‘વ્રજીકાને પ્રપોઝ કરવુ જોઇએ?’ શશાંકનુ મન સવાલોમાં પણ વિકલ્પો શોધી રહ્યુ હતુ. સવારના ટ્રાફીકલેસ રોડના કારણે સચીના ટાવર જલદી આવી ગયો. શશાંકે પોતાની કાર ફ્‌લેટના પાર્કિંગમાં પાર્ક કરી. એ પાંચમાં માળ પર જવા માટે લીફ્‌ટ તરફ ગયો.

આટલી નર્વસનેસ શશાંકને પોતાની જોબના ઇન્ટરવ્યુમાં પણ નહોતી થઇ. લીફ્‌ટના કાચમાં પોતાના વાળ અને કપડા સરખા કરી રહ્યો હતો. પણ લીફ્‌ટમાં પાંચમો માળ આવતા કેટલી વાર લાગે. લીફ્‌ટ ઉભી રહી ગઇ. એનો દરવાજો ઉભો ખુલી ગયો. ફ્‌લેટ નં ૫૦૧ લીફ્‌ટની ડાબી તરફ હતો. શશાંક પોતાના કંપી રહેલા શરીર સાથે ફ્‌લેટ નં ૫૦૧ ની સામે ઉભો રહ્યો અને ડોરબેલ ની સ્વીચ દબાવી.

પાંચેક મિનિટ શશાંક ઉભો રહ્યો પણ, ડોર ખુલ્યો નહિ. શશાંકે ફરી ડોરબેલ વગાડ્યો. ડોર ખુલ્યો. શશાંકની સામે નાઇટ શોર્ટસ અને ટી શર્ટમાં વ્રજીકા હતી, પણ વ્રજીકાએ દરવાજો થોડોક વધારે ખોલ્યો એટલે કંપનીનો એક એમ્પ્લોય પ્રણય પોતાનો શર્ટ પહેરી રહ્યો હતો. શશાંકે પ્રણયની સામે મુંગી નજરે જોયુ, એણે વ્રજીકાની સામે નજર કરી, વ્રજીકા પણ કંઇ બોલી નહિ. એક જ મિનિટમાં પ્રણય ત્યાંથી નીકળી ગયો.

શશાંક વ્રજીકાના લક્ઝરીયસ ફ્‌લેટમાં દાખલ થયો. દિવાલો ઉપર નગ્ન પેઇન્ટીંગ્સ હતા, જે જરા પણ કામની લાગણી જગાવે એવા ન્હોતા, એ ચિત્રોમાંથી ૧૦૦% કલાના રંગો જરતા હતા. ફ્‌લેટનો ડ્રોઇંગ રૂમ એકદમ ક્લીન હતો પણ, વ્રજીકાનુ જીન્સ અને ટી-શર્ટ ડ્રોઇંગ રૂમના ફ્‌લોર વચ્ચે જ પડ્યુ હતુ. જે દર્શાવી રહ્યુ હતુ કે ગઇ કાલની રાત કેટલી પેશનેટ હતી. શશાંક થોડોક નિરાશ થયો. એનાથી આ સહન કેવી રીતે થાય. પણ જો વ્રજીકાને સ્વિકારવાની વાત હોય તો, એને આ પણ સ્વિકારવુ પડે એમ હતુ.

‘‘સોરી, શશાંક..! સોરી હુ વહેલા જાગી ના શકી..!’’, વ્રજીકાએ ડ્રોઇંગ હોલમાં એની સામે ઉભેલા શશાંકને કહ્યુ.

‘‘ઇટ્‌સ ઓકે..!’’, પરાણે પરાણે શશાંકે જીભની ઇચ્છા વિરુધ્ધ કહ્યુ.

‘‘હુ પાંચ જ મિનિટમાં તૈયાર થઇ જાવ છુ.!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘ઓકે..!’’, શશાંકે કહ્યુ. વ્રજીકા એના બેડરૂમમાં ગઇ.

શશાંક ઉંડા વિચારોમાં પડી ગયો હોય એવી રીતે બેઠો હતો.

શશાંકનો એક જ સવાલ હતો, ‘શું શશાંકનો પ્રેમ વ્રજીકાને બદલી શકશે’ એનો જવાબ પણ શશાંકનુ મન જ આપતુ હતુ. ‘પ્રેમ કદી કોઇને બદલતો નથી, એ જસ્ટ સ્વિકારે છે.’. છતા શશાંકના હ્‌રદયના કોઇ એક ખુણામાં ક્યાંક એવી આશ હતી કે વ્રજીકા બદલાય.

લાલ અને લીલા કલરના પંજાબી ડ્રેસ અને પટિયાલા સાથે વ્રજીકાએ લીલી ચુંદડી ખભા પર રાખી હતી. એના કપાળમાં કાળી બીંદી હતી. એકા કાનમાં સોનાની કડી હતી, એના નાકમાં નથણી હતી. એના હાથમાં લાલ કલરની બંગડી હતી. એના પગમાં ચાંદીના ઘુઘરી વાળા ઝાઝંર હતા. વ્રજીકા દેસી લુકમાં ખુબ સુંદર લાગી રહી હતી. વ્રજીકાને જોતા જ મનની બધી ચિંતાઓ અને વિચારોનો એક ક્ષણમાં જ વિનાશ થઇ ગયો.

‘‘આપણે જઇ શકીએ..?’’, વ્રજીકાએ શશાંકની સામે ઉભા રહીને ચહેરા પર સ્મિત લાવીને કહ્યુ. એના હાથમાં માત્ર એક નાનુ કાળા કલરનુ મની પર્સ હતુ, જેમાં મોબાઇલ પણ હતો.

‘‘સ્યોર..!’’, જાણે બધુ જ ભુલી ગયો હોય એમ શશાંકે પણ સ્મિત આપ્યુ.

‘‘હુ તને સરપ્રાઇઝ આપવા માંગુ છુ એટલે પ્લીઝ તુ તારી આંખે તારો દુપટ્ટો બાંધીશ..?’’, શશાંકે કાર પાસે પહોચતા કહ્યુ.

વ્રજીકાએ એનો દુપટ્ટો શશાંક તરફ કર્યો. શશાંક વ્રજીકાની આંખ આડે પટ્ટી બાંધવા વજીકાની પાછળ ઉભો રહ્યો. એણે પોતાના હાથે લીલી ચુંદડીને આંખ આડે બાંધવાની શરૂ કરી. ચુંદડી બાંધતા બાધતા શશાંકના હાથ વ્રજીકાના કોમળ ગાલને સ્પર્શ કરતા હતા. એ સ્પર્શ શશાંકને રોમાંચીત કરતો હતો. એ ચાહતો હતો કે વ્રજીકાના જીણી કાળી બીંદી વાળા ઘાટીલા કપાળ પર એના હોઠોનો સ્પર્શ કરાવે, એ ચુંબન કરે..!

વ્રજીકા કંઇજ જોઇ શકતી નહોતી. અડધી કલાક ગાડી ચાલ્યા પછી ઉભી રહી. વ્રજીકાને કારનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. થોડીક સેકન્ડોમાં જે તરફ વ્રજીકા બેસેલી હતી એ તરફ નો દરવાજો ખુલ્યો.

‘‘પ્લીઝ..!’’, વ્રજીકાને શશાંકનો અવાજ સંભળાણો. કારમાં હતી ત્યાં સુધી વ્રજીકાની સામે અંધારાની સિવાય કશું જ નહોતુ પણ આંખો પર પટ્ટી બાંધી હોવા છતા એ ઘણુ બધુ મહેસુસ કરી શકતી હતી. સવારમાં ઠંડી અને શુધ્ધ હવા વહી રહી હતી, જે એક પ્રકારની તાજગી જગાવી રહી હતી. પક્ષીઓનો કલરવા વ્રજીકાના કાનમાં મધુર સંગીત પ્રસરાવી રહ્યો હતો. વ્રજીકાનુ મન ધીરે ધીરે વધારે શાંતીમાં ગરકાવ થઇ રહ્યુ હતુ.

‘‘તારા સેન્ડલ ઉતારી દે..’’, વ્રજીકાએ શશાંકનો અવાજ સાંભળ્યો. એણે એના સેન્ડલ ઉતારી દીધા. અચાનક વ્રજીકાને એના ડાબા હાથમાં એક બીજા ઠંડા હાથનો સ્પર્શ મહેસુસ થયો. શશાંકે વ્રજીકાનો હાથ પકડ્યો હતો. હવે વ્રજીકા એના પગમાં એક્યુપંકચર જેવુ મહેસુસ કરી રહી હતી.

‘‘શરીરતો મારૂ નાગુ રોજ રાતે થાય છે, પણ નાગા પગ પણ આવો રોમાંચ આપી શકે એ ઘણા સમય પછી મહેસુસ કર્યુ’’, વ્રજીકા બોલી. વ્રજીકાના નગ્ન પગ કાંકરા અને ધુળની મસાજ લઇ રહ્યા હતા. વ્રજીકાને સેન્ડલ અને શુઝ ના કારણે બાળપણ પછી ક્યારેય ધુળ અને કાંકરાનો સ્પર્શ થયો જ ન્હોતો..! એ વિચારતી હતી કે શશાંકે આજે શું વિચાર્યુ છે..?

શશાંક વ્રજીકાનો હાથ પકડ્યો અને ચાલવાનુ કહ્યુ. શશાંક વ્રજીકાને દોરી રહ્યો હતો. થોડા પગલા આગળ ભર્યા તો, વ્રજીકાના પગ ભીની લોન ઉપર પડ્યા. પગના આંગળાઓમાં ઝાંકળની બુંદો ભરાણી. મારબલની લાદીના મુલાયમ સ્પર્શ પછીનો આ ભીંની માટીંનો કોમળ પગ સાથે નો સ્પર્શ પગના સેક્સની ચરમસીમા ઉપર હતો.

ભીંના ખડ પર ચાલતા ચાલતા વ્રજીકા પોતાનો હાથ શશાંકના હાથમાં સોંપી રહીને ચાલી રહી હતી. શશાંકે વ્રજીકાને ઉભી રાખી અને વ્રજીકાના બન્ને હાથ પકડ્યા. વ્રજીકાને ભલે અંધારૂ દેખાતુ હતુ પણ વર્ષો પછી ઘણુ બધુ નવુ મહેસુસ કરી રહી હતી. વ્રજીકાએ મહેસુસ કર્યુ કે એના માખણ જેવા કોમળ હાથ કોઇક ખરબચડી સપાટી પર હતા. એ એના હાથ આ ખરબચડી સપાટી પર ફેરવી રહી હતી.

‘‘બોલ આ શું છે..’’, શશાંકે વ્રજીકાને પુછ્યુ.

વ્રજીકા ખરબચડી સપાટી મહેસુસ કરી રહી હતી. એને ખબર હતી એ શું સ્પર્શ કરી રહી છે. પરંતુ એ વિચારી પણ રહી હતી કે ‘હુ વાઇન ના ગ્લાસનો સ્પર્શ કરૂ છુ, લેપટોપ, મોબાઇલ અને કેટકેટલા ઇલેક્ટ્રોનીક્સ ગેજેટ્‌સ પણ રોજ ટચ કરૂ છુ. પણ કુદરત ને તો ભુલી જ ચુકી છુ’.

‘‘આ વૃક્ષ છે.’’, વ્રજીકા હસતા હસતા બોલી.

‘‘શેનુ..?’’, શશાંકે પુછ્યુ. વ્રજીકાના મનના પડદા સામે વૃક્ષો ના ચિત્રો આવવા લાગ્યા. કુદરત સાથે રમવાની યાદો વ્રજીકાની લગભગ બાળપણ ની જ હતી. એને પીપળાનુ વૃક્ષ દેખાણુ. વડલાની વડવાઇ દેખાણી, વ્રજીકાને વડની વડવાઇથી હિચકા ખાતી વ્રજીકા દેખાણી, લીંબડાની લીંબોળી ખાતી વ્રજીકા દેખાણી, લાંબા વાંસડાથી સરગવાની શીંગ ઉતારતી વ્રજીકા પણ દેખાણી. વ્રજીકાને વૃક્ષની છાલ પરથી ખબર પડી ગઇ કે વૃક્ષ શેનું હતુ.

‘‘લીમડો..!, કડવો લીમડો..!’’, વ્રજીકા બોલી. ફરી શશાંક હાથ પકડીને વ્રજીકાને ચલાવવા લાગ્યો. થોડે આગળ જઇને એણે વ્રજીકાને ઉભી રાખી.

‘‘હવે હુ તારી પટ્ટી ખોલવા જઇ રહ્યો છુ’’, શશાંકે વ્રજીકાના ખભા પર હાથ મુકીને કહ્યુ. લાલ દુપટ્ટાના આવરણો વ્રજીકાની આંખ આડાથી હટી રહ્યા હતા. આંખો સામેનુ અંધારૂ ધીરે ધીરે ઝાંખુ થઇ રહ્યુ હતુ. ‘અંધારા ધુંધળા બને જ પણ એના માટે ધીરજ ની જરૂર હોય છે.’ વ્રજીકાન મનમાં તરત જ આ ક્વોટ બ્લીંક થયુ.

ચુંદડી આંખો સામેથી હટી જતા શશાંકે પોતાના હાથ વ્રજીકાની આંખે આડા કરી દીધા. એ ધીરે ધીરે એના હાથ વ્રજીકાની આંખો આડેથી સરકાવવા લાગ્યો. લાંબા અંધારા પછી સવારના શાંત અને પક્ષીઓના મ્યુઝીકલ સંગીત સાથે વ્રજીકાને સામે એક નાનકડા કુંડ જેવુ બનાવેલુ સરોવર હતુ, એમા કમળો ખીલેલા હતા, કેટલાક બતક એમાં સેર કરી રહ્યા હતા. કમળ ની આસપાસ એ પાણીના કુંડમાં ક્યાંક લીલ પણ જામેલુ હતુ. એક મોર થોડે આગળના ખુલ્લા મેદાનમાં કળા કરી રહ્યો હતો. ચારે તરફની લીલોતરી અને સવારનુ ખુશનુમા વાતાવરણ વ્રજીકાના મનને તરબતર કરી રહી હતી. શશાંક વ્રજીકાને ગાંધીનગરના સુંદર ઇન્દ્રોડા પાર્કમાં લાવ્યો હતો. વ્રજીકા દોડતી દોડાતી પાણી ભરેલા એ મોટા કુંડ પાસે ગઇ. એના ચહેરા ઉપર ખુશીયોના ભાવ સમાતા નહોતા. આ ખુશીયોનુ ઓર્ગેઝમ હતુ. કુંડ પાસે બેસીને એ પાણીને હાથથી ડોળવા લાગી. જાણે એણે કદી પાણી જોયુ જ ના હોય. એ પાગલ બનીને બગલાને બોલાવવા લાગી. જાણે બગલા એની ભાષા સમજતા હોય. વ્રજીકાએ પાછળ ઉભેલા શશાંક સામે જોયુ. શશાંક ત્યાંજ ઉભો હતો. એ ઉભી થઇને શશાંક પાસે ગઇ.

‘‘થેંક્સ..!’’, વ્રજીકા શશાંકની આંખોમાં આંખો નાખીને બોલી. શશાંકે વ્રજીકાનો હાથ પકડ્યો. બીજો હાથ વ્રજીકાના વાળમાં પરોવ્યો. શશાંકે વ્રજીકાનો ચહેરા એના ચહેરા પાસે ધીમેંથી ખેંચ્યો.

‘‘તુ ખુશ છે..! હુ ખુશ છુ..! બીકોઝ આઇ લવ યુ..!’’, શશાંકે વ્રજીકાને પ્રપોઝ કર્યુ.

‘‘શશાંક તે આજે મને વર્ષો પહેલાની વ્રજીકા સાથે મેળવી..! પણ આજની વ્રજીકાનુ પણ એક અસ્તિત્વ છે..! એ વ્રજીકા ઘણી અલગ છે.’’, વ્રજીકાએ એની સામેના શશાંકના ચહેરાને કહ્યુ.

‘‘વધારે ખુશ, કઇ વ્રજીકા છે..?’’, શશાંકે પુછ્યુ.

‘‘ખુશીયોનુ એક કારણ ચેન્જ હોય છે. જો એ વ્રજીકાના ન બદલાત તો એકને એક જીંદગી જીવીને એ કંટાળી જાત. એટલે વ્રજીકા બદલી..! આ વ્રજીકા પણ ખુશ જ છે. એ વ્રજીકા પણ ખુશ હતી. આ ક્ષણ ની વ્રજીકા પણ ખુશ જ છે. કારણ કે હુ મોમેન્ટમાં જીવુ છુ. આઇ લીવ ઇન મોમેન્ટ..! નોટ ઇન મિનટ્‌સ’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘મને કંઇ ખબર નથી..! આઇ જસ્ટ લવ યુ..! ધીઝ ઇઝ લવ વિદાઉટ લસ્ટ.!’’, શશાંકે એના પ્રેમનુ વર્ણન કર્યુ.

‘‘પ્રેમ, પ્રેમ હોય છે, એને કોઇ ગુણો નથી હોતા. એ સાચો કે ખોટો ના હોય..! મને ખબર છે, તુ આવુ શા માટે કહે છે. મારી આદતો અને શોખના કારણે. ખાસ કરીને સેક્સની બાબતે. આ બાબતે તો હુ લોકોને ઘણી વાર કહી જ ચુકી છુ. મને સેક્સ એ એક પવિત્ર ક્રિયા લાગે છે, એમાં મને આનંદ મળે છે. જો સેક્સ તમને તમારી પ્રગતીમાં નડતો હોય તો એ ખરાબ એડીક્શન કહેવાય. પણ હુ તો સારી એવી પ્રગતી કરી રહી છુ. મારો પેશન જ મારો ઇશ્વર છે. મારા ઇશ્વરને સેક્સ નથી નડતો તો લોકો શું વિચારે છે એની હુ પરવાહ નથી કરતી.’’, વ્રજીકાએ શશાંકના હાથ પોતાની છાતી સરસા ચાપ્યા અને કહેવાનુ શરૂ રાખ્યુ.

‘‘આજની સવાર મારી આજ સુધીની સૌથી સુંદર સવાર હતી. આ સવાર અત્યાર સુધીમાં કોઇ પુરૂષની બાહોમાં ના આવી શકે. સેક્સની ખુશીઓ અલગ હોય છે. પણ આજે મારૂ દરેક અંગ ચરમસીમા અનુભવી રહ્યુ હતુ. પગ, હાથ, આંખો ક્યા ક્યા અંગો વિશે કહુ.? પણ શું તુ મને જેવી છુ એવી સ્વિકારવા તૈયાર છે..? મારી લાઇફ વાઇલ્ડ છે, હુ જ વાઇલ્ડ છુ, મને ખબર નથી હોતી હુ શું કરી બેસુ છુ? કારણ કે હુ કોઇની પરવાહ નથી કરતી. શું તુ મારી હરકતો ને પચાવી શકીશ?’’, વ્રજીકાએ શશાંકના હાથ ભીંસી રાખીને કહ્યુ.

‘‘કદાચ આ જવાબ ની જ આશા હતી. જ્યાં સુધી સવાલ છે, તને પ્રેમ કરવાની વાત છે, હુ તને બે શુમાર પ્રેમ કરૂ છુ. હુ તને બીજા કોઇ પુરૂષ સાથે ન જોઇ શકુ. પણ જો વાત ફ્રીડમની જ હોય તો મારો પ્રેમ તને પુરેપુરો ફ્રીડમ આપશે. પ્રેમ બંધન ના હોવો જોઇએ. તુ જે ચાહે એ કરી શકે. મારા આદર્શોની સાંકળ હુ મારી પાસે જ રાખીશ. બસ હુ તારો પ્રેમ ચાઉ છુ. એ જ મારી એક્સ્પેક્ટેશન્સ છે..!’’, શશાંકે પોતાના હાથ વ્રજીકાના ગાલ પર રાખીને કહ્યુ.

‘‘લેટ્‌સ લીવ દીઝ મોમેન્ટ..!’’, વ્રજીકાએ કહ્યુ અને બન્ને એકબીજાને વળગી ગયા. વ્રજીકાએ પોતાના હોઠ શશાંકના હોઠ પર મુકી દીધા. બન્ને કીસ કરવા લાગ્યા. જાણે કોઇ મધુર રસ પી રહ્યો હોય એમ શશાંક વ્રજીકાના હોઠોને ચુસવામાં મશગુલ થઇ ગયો, મોરલાઓ ટહુકા કરતા રહ્યા, બતક એની મોજમાં તરતા રહ્યા, વૃક્ષો સવારના ઠંડા પવનમાં નાચતા રહ્યા.

‘‘સતત, બીજી વાર આ એવોર્ડ જીતવો એ મારા માટે ખુબ ખુશીની વાત છે. આ વખતે ગયા વર્ષની જેમ લાંબુ ભાષણ નથી આપવુ. પણ મારી આત્મકથાનો ટુકડો તો કહીશ જ. કારણ કે મારી દરેક સફળતા પાછળની પ્રેરણા હું જ છુ. હુ કોઇ દિવસ પ્રેમની વાતો નહોતી કરતી. સેક્સની વાતો કરતી હતી. સેક્સ સાથે મારો ખુબ ઉંડો સંબંધ છે. મારા હઝબન્ડ શશાંક સામે જ બેસેલ છે. અમે છ મહિના પહેલા જ મેરેજ કર્યા છે. આ વર્ષની જે મારી પ્રોડક્ટ છે, એની પાછળ શશાંક છે. કમ્પ્યુટરને કુદરત સાથે કનેક્ટ કરવાનો વિચાર મને શશાંક પાસેથી મળ્યો હતો. થેંક્સ ટુ શશાંક..! અને જે સાંભળવામાં તમને વધારે રસ છે એના વિશે એટલે કે સેક્સના વિશે પણ થોડુક કહીશ જ.

અઘરૂ એ નથી કે તમે એક પતિ કે પત્ની રાખો. મને નથી લાગતુ કે એક પતિ-પત્ની રાખતા લોકો એકબીજાને પ્રેમ કરતા હોય, એ સમાજની જવાબદારી પુરી કરતા હોય છે. બેડ પર પાંચ મિનિટની ધમાલ મચાવીને પાંચ મિનિટ માટે ખુશ થતા હોય, પણ સવારમાં બ્રેક ફાસ્ટ સમયે જ રાડા રાડી થતી હોય એ બીજી વાત છે. એ લોકો શિષ્ટતાની વાતો કરે છે, વિવેકની વાતો કરે છે. ચેલેન્જની વાતો કરે છે. એક વ્યક્તિ સાથે રહીને જીંદગી વિતાવવી કોઇ મોટો ચેલેન્જ નથી. કારણે તમે સામેની વ્યક્તિને પ્રેમ કરતા જ નથી. તમે એ વ્યક્તિના શરીરને અમુક સમયે ચાહો છો, એ માંસલ શરીરની તમને જરૂર હોય છે. એ મનની અને શરીરના અંગનોની આદત હોય છે.

ચેલેન્જ એ છે કે તમે પાંચ અલગ અલગ દિવસે પાંચ અલગ અલગ પુરૂષ કે સ્ત્રી સાથે સુવો છો, પણ જેની સાથે તમે જીંદગી વિતાવવાનો નિર્ણય કર્યો છે, એને તમે પાંચ પુરૂષ સાથે સુતા હો છતા બે શુમાર પ્રેમ કરો. આ ચેલેન્જ છે. અહિં વાત પ્રાયોરીટી ની છે. હુ પ્રેમને પ્રાયોરીટી આપુ છુ, હુ શશાંકને પ્રાયોરીટી આપુ છુ, બાકી મારા પડખામાં સુતા લોકોની તો ક્યાં હિમ્મત હોય છે કે એ બીજી કોઇ સ્ત્રીને જઇને કહી શકે કે એ મારી સાથે સુતો હતો. પણ શશાંક મને હુ જેવી છુ એમ સ્વિકારે છે. આ પ્રેમ છે. અમારો પ્રેમ પુર્ણ છે, પુર્ણને વ્યાખ્યા પ્રમાણે પુર્ણ વસ્તુમાં બધુ જ હોય. જો પુર્ણ વસ્તુમાં બધુ હોય તો એમાં સારૂ પણ હોવાનુ અને ખરાબ પણ, અપુર્ણતા નામનુ એક તત્વ જો પુર્ણતામાં ના ભળે તો એને પુર્ણતા કઇ રીતે કહી શકાય? આ લુપ છે. જેનો કોઇ તોડ નથી. હુ પુર્ણ નથી હુ અપુર્ણા છુ. પણ અમારો પ્રેમ પુર્ણ છે અને શશાંક મારો પ્રેમ છે. શશાંકની હિમ્મત મારા માટે પ્રેરણાનો નવો સ્ત્રોત છે. આઇ લવ યુ શશાંક..!, દીઝ એવોર્ડ ગોઝ ટુ શશાંક.’’, સ્પીચ પુરૂ થઇ એટલે એવોર્ડ સેરેમનીના હોલમાં ફરી એક વાર બધા ઉભા થઇને તાળીઓ પાડવા લાગ્યા. તાળીઓથી હોલ ગુંજી ઉઠ્‌યો.

શશાંક માટે આનાથી મોટી બીજી કોઇ ખુશીની પળ નહોતી. વ્રજીકા નીચે ઉતરી એટલે બન્ને એકબીજાને ભેટી પડ્યા. બન્ની બધાની સામેજ સ્વીટ કીસ કરી.

પણ ખુણામાં ઉભેલ એક પતિએ એની પત્નિને તાળીયો પાડતા પાડતા કહ્યુ, ‘‘શરમ વિનાની રંડી છે. બિચારો શશાંક..!’’

The End

ABOUT THE AUTHOR

હિરેન કવાડ એક ગુજરાતી પેશનેટ લેખક છે. એમણે બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન ઇનફોર્મેશન ટેકનોલોજી કરેલ છે. હાલ એ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે. લેખન અને એન્જીનીયરીંગની બાબતે પેશનેટ છે.


Facebook: http://www.facebook.com/ihirenkavad

Twitter: http://www.twitter.com/hirenkavad

Blog: http://hirenkavad.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED