ચંચળ હૃદય
ટ-ટરઅચકઇર
હિરેન કવાડ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અર્પણ
આ વાર્તા સંગ્રહ મારા મમ્મી પપ્પાને અર્પણ.
ૠણ સ્વિકાર
કોઇ પણ વસ્તુનુ સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતુ નથી. ભગવાન રામને પણ સેતૂની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. એજ બંદરોમાં એક હનુમાન પણ હતો. જે આજે એક પ્રેરણા સ્ત્રોત તરિકે પુંજાય છે.
એટલે આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ પુસ્તકને આજે હુ આકાર આપી રહ્યો છુ કારણ કે આજે હુ આ દુનિયામાં છુ. એટલે સૌપ્રથમ તો હુ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો અને મને જન્મ આપ્યો.
મારા મિત્રો જેમણે મારી સ્ટોરી વાંચીને નિષ્પક્ષ અને તટસ્થ રીવ્યુ આપ્યા. દરેક ક્ષણે મને પ્રોત્સાહન આપ્યુ. ખાસ કરીને અવનિ જે દરેક સ્થિતિઓમાં મારી પડખે રહી. એ સિવાય શ્વેતા, ચિરાગ, હર્ષદ જેમણે મને સ્ટોરી લખતી વખતે ખુબ જ મદદ કરી.
પ્રકૃતિનો આભાર માનવો કેમ ભુલાય કારણ કે વાર્તાના વિષયો મને આ પ્રકૃતિ કાનમાં ફુંકી જતી હોય છે, એટલે આ કુદરતનો પણ આભાર.
એ સિવાય માઇક્રોસોફ્ટ વર્ડ નો આભાર જેણે કાગળ અને પેનને બદલે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ. પ્રમુખ ટાઇપ પેડનો આભાર જેનાથી હું ગુજરાતી ખુબ ઝડપથી ટાઇપ કરી શક્યો
છેલ્લે મારી આત્માનો આભાર, એ મને આવા સુંદર કામ સુધી ખેંચી લાવ્યો.
ટ-ટરઅચકઇર
‘‘હેપ્પી બર્થ ડે,.. માય ડીઅર દ્ર્ષ્ટિ’’, આશ્ચર્યએ દ્રષ્ટિના હાથમાં એક હાર્ટશેપની ચીપ જેના પર એક રેડ એન્ડ એક ગ્રીન લાઇટ થતી હતી, એક નાનુ બ્લેક કલરનુ હેડસેટ અને એક સોઇની અણી હોય એવી પીન જોડેલ ચોરસ પણ એકદમ સ્લીમ લાકડાથી મઢેલ વસ્તુ ભેટ કરી.
‘‘આશ્ચર્ય આ શું છે..?’’, દ્રષ્ટિને એ વસ્તુની ખબર હોવા છતા પુછ્યુ.
‘‘આજે ૫-૫-૨૦૫૦, એટલે કે તારો ૨૨ મો બર્થ ડે છે, અને મને નથી લાગતુ કે હુ તને આનાથી સારી ગીફ્ટ આપી શકુ.’’, આશ્ચર્યએ લાચારીથી કહ્યુ.
દ્રષ્ટિઅ સમજી ગઇ કે આશ્ચર્ય શું કહેવા માંગે છે. આશ્ચર્ય જે વસ્તુ લઇને આવ્યો હતો એ બે મહિના પહેલાજ માર્કેટમાં ફીલીન્ગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોન્ચ થયેલી એક પ્રોડક્ટ ટટરઅચકઇર એટલે કે થોટ ટ્રેકીંગ સીસ્ટમ(વિચાર જાણવાનુ મશીન) હતી. ટટ ખુબ જ મોંઘી વસ્તુ હતી, જે લેવા માટે આશ્ચર્યને એક વર્ષની સેલેરી ભેગી કરવી પડે. પણ આશ્ચર્યએ ટટરઅચકઇર લોન લઇને લીધુ હતુ કારણ કે આશ્ચર્ય ત્રણ વર્ષ લાંબો સંબંધ નાની નાની શંકાઓની જ્વાળાઓથી સળગાવવા નહોતો માંગતો. દ્રષ્ટિ અને આશ્ચર્ય વચ્ચે રોજ જઘડા થતા. કારણ ૨૦૧૨ ની સાલના સમયમાં હોય એવુ હતુ. એટલે કે, દ્રષ્ટિને શંકા હતી કે આશ્ચર્ય બીજી કોઇ છોકરી સાથે સેક્સ કરે છે. બન્નેએને જ્યારે પ્રેમ થયો ત્યારેજ બન્ને એ નક્કિ કરેલુ કે આપણા બન્ને નો પ્રેમ ત્યાં સુધીજ રહેશે જ્યાં સુધી બન્ને એક બીજા સિવાય બીજી કોઇ વ્યક્તિ સાથે સેક્સ નહિ કરે. એ બન્ને પોતાના પુર્વજોના વિચારથી પ્રભાવીત હતા.
પણ જમાનો બદાલાઇ ચુક્યો હતો. આજે લોકો પાંચ પાંચ વાઇફ રાખતા હતા. સ્ત્રીઓ સાત સાત હઝબન્ડ રાખતી હતી. આજે ઓનલાઇન સેક્સ નહિ. ઓન સ્પોટ સેક્સ નો જમાનો હતો. ગલીએ ગલીએ હાઇ ફાઇ સેક્સ બાર બનેલા હતા. જો કોઇ યુવાન કે યુવતી ને સેક્સની ઇચ્છા થાય તો એ કોઇ પણ વ્યક્તિને બે જીજક પુછી શકે. આ જમાના માં સેક્સનો કોઇને છોછ નહોતો કે નહોતી સેક્સ કર્યા પછી અનુભવાતી ગ્લાની. આ જમાનો ક્ષણના આનંદમાં માનતો હતો. પણ એનાથી વધારે મહત્વની વાત એ હતી કે એ લોકો સેક્સથી ક્યાંય દુર હતા, સેક્સ વિષે કોઇને આવેગ હતો જ નહિ. બાળકોને સેક્સ તરફ અટ્રેકશન નહોતુ, એટલે કોઇ છુપી છુપીને પોર્ન મુવી નહોતા જોતા. અને એટલે જ કદાચ આ જમાનો દરેક નુ દર્દ સમજી શકતો હતો.
આશ્ચર્ય અને દ્રષ્ટિ આ આધુનિક દુનિયાની વચ્ચે રહેતા હતા પરંતુ એ થોડા અલગ હતા. પણ એકબીજાની સાથે ફરી મનમેળ અને શંકાઓનો અંત લાવવા માટે આશ્ચર્ય ટટરઅચકઇર લાવ્યો હતો અને જેનો એક સેટ એણે પોતાને પાસે રાખ્યો હતો અને એક સેટ દ્રષ્ટિને આપ્યો.
હવે દ્રષ્ટિને આશ્ચર્ય ઉપર વિશ્વાસ બેસ્યો. પણ આશ્ચર્યના મતે ટટરઅચકઇર ના ગેરફાયદા હતા. જો એક માણસ બીજો માણસ શું વિચારે છે, એ જાણતો થઇ જશે તો આ દુનિયામાં ક્યાંય આશ્ચર્ય જ નહિ રહે.
રેસ્ટોરન્ટના ડાઇનીંગ ટેબલ્સ પર ‘‘હેપ્પી બર્થડે દ્રષ્ટિ’’ લખાઇ ને આવી ગયુ.
‘‘બધુ આપવા બદલ આભાર.’’, દ્રષ્ટિએ આશ્ચર્ય સામે સ્મિત કરીને કહ્યુ.
‘‘તારી જાત મને આપવા બદલ આભાર’’, આશ્ચર્યએ કહ્યુ અને ટેબલની સ્ક્રીન પર હાર્ટ શેપ ઉડવા લાગ્યા.
‘‘ભલે આપણે, આપણા પુર્વજોના વિચારોને આત્મસાત કરતા હોઇએ, પણ એ લોકો ખુબ સંકુચિત માનસીકતા ધરાવતા હતા.’’, આશ્ચર્યએ થોડુ થોભીને કહ્યુ. ફરી ઇન્ટેલીજન્ટ ટેબલે આશ્ચર્યના શબ્દો સાંભળ્યા અને બગીચામા બેસેલા એક યુગલ નો ફોટો સ્ક્રીન પર લાવી દીધો, જે ફોટામાં વૃક્ષ પાછળથી એ યુગલને જોઇ રહેલા બે બુઢ્ઢાઓ ને બતાવવામાં આવ્યા હતા.
આશ્ચર્ય અને દ્રષ્ટિએ કુતુહલતાથી આ ચિત્ર ને જોયુ. ચારેક સેકન્ડમાં ચીત્ર બદલાયુ જેમાં પેલા બે બુઢાઓ બીજા બુઢા જોડે વાતો કરી રહ્યા હતા. આશ્ચર્યએ ‘‘પ્લે’’ બટન સામે નજર કરી. વિડીયો પ્લે થયો. ‘‘જમાનો ખુબ બગડી ગયો છે, બગીચાઓને તો બેસવા જેવા રહેવા જ નથી દીધા.’’, પેલા બે બુઢામાંથી એક બુઢો બોલ્યો.
‘‘આ શું છે ? ખરેખર મને આ લોકો ઉપર શરમ આવે છે.’’, દ્ર્ષ્ટિ બોલી અને વિડીયો પોઝ થઇ ગયો.
‘‘ખરેખર વી આર લકી, કે આપણે દાંભીક સમાજમાં નથી રહેતા’’, આશ્ચર્યએ કહ્યુ.
‘‘ખરેખર તો અત્યારે કોઇ સમાજનુ અસ્તિત્વ જ નથી, છતા હજુ આપણા ઇન્ડીયામાં લોકો માનસીક રીતે તો પછાત જ છે.’’, દ્રષ્ટિએ કહ્યુ અને ટેબલ સ્ક્રીન બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક ભાગ માં ઇન્ડીયન લોકો હાઇ ટેક કપડાથી સુસજ્જ છે અને બીજા ભાગમાં વેસ્ટર્નસ નો એક દેશ, અમેરીકાને બતાવવામાં આવ્યો છે. કોઇ જ શણગાર વિના, નગ્ન, એક પણ કપડુ પહેર્યા વિના લોકો કામ કરી રહ્યા છે.
‘‘પણ હવે ધીરે ધીરે ઇન્ડીયામાં આ થઇ રહ્યુ છે. સ્ટાર્સ લોકો હવે પોતાના ઘરમાં કપડા પહેરતા બંધ થઇ ગયા છે. હા આપણે અહિં આબોહવાને લીધે કપડાની જરુર પડે જ એન્ડ આપણે લોકો બોડી પ્રોટેક્શન માટે શરીરમાં કોઇ કેમીકલ્સના ઇન્જેક્શન નહિ અપાવવા માંગતા એ પણ એક કારણ છે.’’, દ્રષ્ટિ કહ્યુ.
‘‘હા, એ બરાબર. પણ આપણે આ બધી વાત માં ક્યાં ફસાઇ ગયા? આજે તારો બર્થ ડે છે.’’, આશ્ચર્યએ કહ્યુ અને ટેબલ સ્ક્રીન પર ફરી પીક્ચર ચેન્જ થઇ ગયુ અને લાઇટીંગ્સ પણ બદલાઇ ગઇ. બે વાઇનના ગ્લાસવાળી નાનુ ટેબલ આશ્ચર્યના પાસે આવ્યુ અને ઉભુ રહી ગયુ.
‘‘આભાર સાહેબ’’, ટેબલમાંથી અવાજ આવ્યો. દ્રષ્ટિ અને આશ્ચર્યએ વાઇન હાથમાં પકડી, અને ફરી રંગ બદલતી આંખોમાં જોવા લાગ્યા. ટેબબલની ડીઝાઇન રોમેન્ટીક થઇ ગઇ. બન્ને પહેલીવાર પ્રેમ કરી રહ્યા હોય એ રીતે અજાણ્યા બની ગયા. દ્રષ્ટિની ચેઇર સામે તરફથી ખસીને આશ્ચર્ય ની બાજુમાં આવી ગઇ. વાઇનની સીપ લેતા બન્ને મદહોશ થઇ ગયા. ટેબલની આસપાસની સુગંધ માઇલ્ડ થવા લાગી. દ્રષ્ટિએ એનો હાથ આશ્ચર્યની માંસલ છાતી પર જવા દીધો. આશ્ચર્યએ એનો એક હાથ દ્રષ્ટિના કોમળ ગાલ પર અને બીજો હાથ મુલાયમ વાળમાં ફરતો મુકી દીધો. બન્ને ના હોઠ પ્રેમનો શરાબ પીવા તૈયાર થઇ ચુક્યા હતા. દ્રષ્ટિના ધૃજી રહેલા હોઠ આશ્ચર્યના ગુલાબી હોઠ પર રમવા લાગ્યા. બન્ને મીઠો રસ પીવા લાગ્યા. જાણે એ કીસ એ લોકોની પહેલી કીસ હોય. ત્યારે ટેબલ પર કીસીંગ સીન્સ ના ફોટા આવી રહ્યા હતા. ત્રણેક મિનિટ પછી એક પ્યાસ ઉત્પન્ન કરીને બન્ને ના હોઠ એકબીજાથી છુટા પડ્યા.
‘‘ચાલ ટટરઅચકઇર ને ટેસ્ટ કરીએ ? ’’, દ્રષ્ટિએ કહ્યુ.
‘‘દ્રષ્ટિ આજે તો આ આર્ટીફીશીયલ ચીજો થી દુર રહીએ’’, આશ્ચર્યએ કહ્યુ.
‘‘કેમ, તને ડર લાગે છે..?’’, દ્રષ્ટિએ કહ્યુ.
‘‘ડર, ડર લાગતો હોત તો આ ગીફ્ટ હુ લાવ્યો જ ના હોત.’’, આશ્ચર્યએ કહીને હાર્ટ શેપ ચીપ ડાબી સાઇડ હ્રદય પાસે ખોંચી દીધી જેનાથી એને થોડુક દર્દ થયુ. બીજી ચીપ માથાની ડાબી સાઇડ ખોંચી દીધી અને કાનમાં ઇયર પ્લગ નાખ્યા.
‘‘સંભાળજે થોડુક દુખશે’’, આશ્ચર્યએ કહ્યુ.
‘‘નો, પ્રોબ્લેમ. ’’, એમ કહીને પોતાનુ કોટન ટીશર્ટ ઉતાર્યુ અને ડાબી સાઇડના બ્રેસ્ટ પર હાર્ટશેપ ચીપ લગાવી દીધી, કાનમાં હેડસેટ લગાવ્યુ અને માથાની ડાબી સાઇડ પણ બીજી ચીપ લગાવી દીધી. બસ હવે બન્ને ને માથા પર લાગેલી ચીપ પરનુ નાનુ બટન દબાવવાનુ હતુ. એટલે બન્ને એકબીજાના વિચારોની આપલે અને મહેસુસ કરી શકે. ટેબલ પર ટટરઅચકઇર ની પહેલી વખતના ઉપયોગ માટેની ગાઇડલાઇન્સ આવવા લાગી.
બન્ને એ બટન દબાવ્યુ.
‘‘આઇ લવ યુ..’’, આશ્ચર્યનો પહેલોજ વિચાર અનુભવાયો અને દ્રષ્ટિ વિચારમાં પડી ગઇ. એ વિચારવા લાગી કે આશ્ચર્ય મને આટલો બધો પ્રેમ કરે છે? એની સાથેજ આશ્ચર્યે દ્રષ્ટિએ જે વિચાર્યુ એ સાંભળ્યુ. એટલે ફરી દ્રષ્ટિને એનો એજ વિચાર પાછો મળ્યો કારણ કે આશ્ચર્ય જે વિચારે એ જ દ્ર્ષ્ટિ સાંભળી શકે. બન્ને એકબીજાના એક ને એક વિચારમાં ઘુસવાઇ ગયા. ટેબલ પર રેડ એલર્ટ બતાવી રહ્યુ હતુ. એન્ડ સાથે ટટરઅચકઇર ની ગાઇડનુ સજેશન પણ હતુ.
‘‘શાત થા દ્રષ્ટિ. શાંત ’’, આશ્ચર્યએ પોતાના હાથના એક્સપ્રેશન વડે દ્રષ્ટિને કહ્યુ અને પોતાનુ મન દ્રષ્ટિના વિચારોથી હટાવી લીધુ.
‘‘ઇટ્સ કોમ્પ્લીકેટેડ’’, દ્રષ્ટિ બોલી.
‘‘આપણે ટ્રેઇન થવુ પડશે નહિતો ડેડલોક થઇ જશે.. એટલે કે વિચારો ને કાબુમાં રાખવા પડશે, નહિંતર એક ને એક વાત સિવાય આપણે આગળ જ નહિ વધી શકીએ.’’, આશ્ચર્યએ કહ્યુ.
‘‘યસ.. યુ આર રાઇટ..’’, દ્રષ્ટિએ કહ્યુ.
‘‘તને ભુખ લાગી લાગે છે..’’, આશ્ચર્યએ દ્રષ્ટિનો વિચાર પારખતા કહ્યુ.
ટેબલ પર બન્નેના ફીઝીકલ ફીટનેસ અને મુડ્સ પ્રમાણેની વાનગીઓનુ લીસ્ટ આવવા લાગ્યુ. ટેબલમાં જે સજેશન હતા એ ચોક્ક્સ હતા. આ ચોઇસ કંપ્યુટર હાર્ટબીટ્સ, રેટીના સ્કેનીંગ અને બ્રેઇનમેપીંગ ના અલ્ગોરીથ્મસનો યુઝ કરીને બનાવતુ હતુ. ત્રણ સજેશન્સમાંથી બન્ને એ એક એક આઇટમ સીલેક્ટ કરી. એકાદ મિનિટમાં એ આવી ગઇ.
‘‘તો આપણે આપણા પુર્વજોના સપનાને સાકાર કરવા જઇ રહ્યા છીએ.!’’, આશ્ચર્યએ કહ્યુ.
‘‘કેવી રીતે..?’’, દ્ર્ષ્ટિએ પ્રશ્ન તો કર્યો પણ એજ ક્ષણે એ આશ્ચર્યના મગજમાં ઘુસી ગઇ. આશ્ચર્ય વિચારી રહ્યો હતો કે પહેલાના માણસો સાત સાત જન્મના સંબંધની વાતો કરતા હતા. અને એ વખતે એવરેજ આયુષ્ય કાળ ૭૦ થી ૮૦ કે ૧૦૦ વર્ષનો હતો અત્યારે ૭૦૦ વર્ષ સુધી તો જીવી શકાય છે, એટલે સાત જન્મ તો આ જ જન્મ માં પુરા થઇ જશે.
બન્ને એકબીજા સામે હસ્યા. મેરેજ જેવી કોઇ વીધી તો હતી નહિ બસ, બન્ને ને એક ફેસલો જ કરવાનો હતો કે એક ઘરમાં ક્યારે રહેવુ. કારણ કે આ સમયમાં એક બેડ પર તો ભાગ્યેજ કોઇ ના સુતા હોય. બન્ને એ સાથે ડીનર લીધુ.
‘‘ઓકે . કાલે મળીએ.’’, કોટન ટ્રાન્સપરન્ટ વ્હાઇટ ટી-શર્ટ અને પીંક કોટન ટ્રાન્સપરન્ટ ચુસ્ત લેગીઝ પહેરેલ દ્રષ્ટિએ પોતાના કમરસુધી લાંબા વાળ સાથે રમતા કહ્યુ.
‘‘ઓકે બાય!! લવ યુ..’’, બન્ને જાણે એકબીજાના વિચારોની ખબર જ ના હોય એ રીતે વિચારોને શબ્દોમાં ઢાળ્યા અને બન્ને છુટા પડ્યા. પણ ટટરઅચકઇર તો એનુ કામ કરી જ રહ્યુ હતુ.
આશ્ચર્ય એના બેડ પર પડ્યો, બેડ ધીરે ધીરે નરમ થવા લાગ્યો. ટટરઅચકઇર ના રૂલ પ્રમાણે ઉંઘતા પહેલા ઇનકમથોટ સીસ્ટમ બંધ કરવી પડે, એટલે કે જો આશ્ચર્યને ઉંઘ લેવી હોય તો એને દ્રષ્ટિના વિચારોનુ ટ્રેકીંગ બંધ કરવુ પડે, જેથી ઉંઘ લઇ શકાય. પણ દ્ર્ષ્ટિ તો આશ્ચર્યના વિચારો અને સપનાઓ ને ટ્રેક કરી શકે. આશ્ચર્ય ધીરે ધીરે ઉંઘમાં જવા લાગ્યો.
બીજી તરફ દ્ર્ષ્ટિતો રાહ જોઇને બેસેલી હતી કે ક્યારે આશ્ચર્ય ઉંઘે અને પોતે આશ્ચર્યના સપનાને સાંભળી શકે. થોડીક વારમાં બધો ખેલ શરુ થયો.
‘‘હેય સેક્સી. તારે સારો સમય ગુજારવો છે?’’, કોઇક લેડી બોલી. દ્રષ્ટિ એના બેડમાં ડીમલાઇટ અને આઇસ્ક્રીમ એન્જોય કરતા કરતા આશ્ચર્યના સપનાને જજ કરી રહી હતી.
‘‘ના મેમ, હુ ખુબ સારા સમયમાં જ છુ!’’, આશ્ચર્યએ કહ્યુ. દ્ર્ષ્ટિને સપનુ જોવાનુ મન પણ થયુ અને એમાં પણ પેલી લેડીને જોવાનુ. દ્રષ્ટિ જોવા માંગતી હતી કે પેલી લેડી કેટલી ખુબસુરત હતી. ? અને આશ્ચર્ય શું જોઇ રહ્યો હતો.
‘‘આઇ, લવ યુ..!!’’, આશ્ચર્ય બોલ્યો. દ્રષ્ટિ સામેની વ્યક્તિ કોણ છે એ જાણવા આતુર બની. ‘‘અલવિદા ફોરેવર..!!... ઢીંચકાવ!!’’, દ્રષ્ટિએ ફરી આશ્ચર્યનો અવાજ સાંભળ્યો અને પછી ગન ચલાવી હોય એવો અવાજ સાંભળ્યો. સપનામાં આશ્ચર્યએ પોતાન જ ગોળી મારી દીધી હતી. દ્રષ્ટિ થોડીક ગભરાઇ ગઇ હતી. એણે ટટરઅચકઇર નિચદ્વમાનગ બંધ કરી દીધુ અને આંખો બંધ કરીને વિચારમાં ખોવાઇ ગઇ. દ્રષ્ટિને પંદર મિનિટમાં કપાળ પર પરસેવો વળી ગયો. સ્.છ નુ ટેમ્પરેચર ઓટોમેટીક વધી ગયુ. વિચારતા વિચારતા જ દ્રષ્ટિ ઉંઘી ગઇ.
સવારે આશ્ચર્યને પોતાને દર અઠવાડિયે જે આર્ટિકલ સબમીટ કરવાનો હોય એ આર્ટીકલ લખવા બેઠો. પોતાનુ ટટરઅચકઇર એણે ચેક કર્યુ, એ બંધ હતુ અને બંધ જ રાખ્યુ કારણ કે પોતાના પેશન વખતે એ બીજા કોઇ ઇન્ટરફીરન્સ નહોતો માંગતો.
‘‘ભુતકાળ આ કાળ માણસને ક્યારેક વિચારતો કરી દે છે. આ કાળમાં વ્યક્તિના ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. આ કાળમાં ક્યારેક માણસની ઇચ્છાઓ છુપાયેલી હોય છે. પણ ક્યારેક વર્તમાનની પરિસ્થિતીઓ એવી હોય છે, કે એ ઇચ્છાઓને પુરી ના કરવી એજ સાચો નિર્ણય હોય છે કદાચ એ કોઇના સપનાઓને રોળી શકે..!! કારણ કે વર્તમાનમાં કોઇ એ ભુતકાળ ભુલીને સપના જોનારની વાટે બેસેલુ હોય છે!’’, બેડની ઉપર સીલીંગ મા જે સ્ક્રીન દેખાઇ રહી હતી એમાં આ બધુ લખાઇ રહ્યુ હતુ. આશ્ચર્યને કંઇક વિચાર આવ્યો અને આશ્ચર્યએ આર્ટીકલ આંખોના ઇશારા વડે ન્યુઝ સાઇટ પર પોસ્ટ કરવાના બદલે સોશીયલ નેટવકગ સાઇટ પર પોસ્ટ કરી દીધો. આશ્ચર્યએ બીજો આર્ટીકલ લખવાનુ ચાલુ કર્યુ. એ પતાવ્યો એટલે એણે પોતાની વિન્ડોની બહાર નજર નાખી. દમાસ બીચ પર નગ્ન છોકરીઓ સવારના સુર્ય પ્રકાશનો શેક લઇ રહી હતી. કેટલાંક નગ્ન છોકરાઓ એ છોકરી પાસે જઇ રહ્યા હતા. એ લોકો સહજ રીતે વાતો કરી રહ્યા હતા. ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓએ નગ્ન અવસ્થામાં જ દરિયાના પાણી તરફ દોટ મુકી. ત્રણે છોકરાઓ છોકરીઓને કીસ કરવા લાગ્યા. ત્રણેય છોકરાઓએ થોડી વાર રહીને છોકરીઓ બદલી અને હવે એ છોકરાઓ અને છોકરીઓ, એકબીજાના શરીર સાથે રમવા લાગ્યા. આશ્ચર્યએ આ જોઇને હળવુ સ્મિત કર્યુ. એ બાથરૂમ તરફ ગયો અને પોતે નહાયો.
આશ્ચર્યએ આજે દ્રષ્ટિને મળવાનુ વિચાર્યુ. આજે જ બન્નેને એક છત નીચે રહેવાનો નિર્ણય કરવો. જોકે આશ્ચર્યએ નિર્ણય તો કરી લીધેલો જ્ હતો બસ એ દ્રષ્ટિને જણાવવો. આશ્ચર્ય દ્ર્ષ્ટિને કંઇક સરપ્રાઇઝ આપીને જણાવવા માંગતો હતો. પણ જે વસ્તુ માણસ અવોઇડ કરે એ એની સામે જ આવીને ઉભી રહેતી હોય છે. એટલે આ સરપ્રાઇઝના જ વિચારો આવતા. આશ્ચર્યએ કંઇક ગીફ્ટ લઇ જવાનો વિચાર કર્યો. પણ તરત એને યાદ આવ્યુ કે ટટરઅચકઇર ને લીધે કોઇ સરપ્રાઇઝ પોસીબલ નથી.
સાંજનો પાંચ વાગ્યાનો સમય મળવા માટે નક્કિ થયો. મળવાનુ સ્થળ એકદમ હરિયાળુ હતુ. એ ગાર્ડનમાં કોઇ જ ઇલેક્ટ્રોનીક ઉપકરણ લાવવાની મનાઇ હતી. એટલે મોબાઇલથી માડીને ટટરઅચકઇર બધુજ ગાર્ડની બહારની દરેક વ્યક્તિને આપવામાં આવેલ કચરા પેટીમાં જમા કરવાનુ રહેતુ. આશ્ચર્ય બધીજ વસ્તુ જમા કરાવી ગાર્ડનમાં પ્રવેશ્યો. ગાર્ડનની અંદર પ્રવેશતા જ એના પગ ઠંડક મહેસુસ કરવા લાગ્યા, એના પગની જાણે મસાજ થઇ રહી હોય એવુ એને લાગ્યુ. લીલુ ઘાસ આશ્ચર્યના પગની સાથે મગજને પણ તરબતર કરી રહ્યુ હતુ. સુર્ય ઢળવાની આરે હતો, એટલે પીળો પ્રકાશ આકાશને રંગી રહ્યો હતો. વૃક્ષો ની પેલેપારથી ઠંડા પવનના ફુવારા છુટી રહ્યા હતા. ચારે તરફ લીલા વૃક્ષો. રંગબેરંગી ફુલો અને આંખો ઠરે એવી હરિયાળી જ હતી. આશ્ચર્ય નક્કિ કરેલી જગ્યા તરફ ચાલતો થયો. આશ્ચર્યએ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ખાદીનો શર્ટ પહેર્યો હતો અને વ્હાઇટ પેન્ટ પહેરેલુ હતુ. એનો ગોરો ચહેરો ચમકતો હતો અને એના પર એક અજીબ સ્મિત હતુ. કપડા સિવાય બીજી કોઇ જ મનુષ્યે બનાવેલી વસ્તુ આશ્ચર્યની સાથે નહોતી.
એ ચાલતો હતો ત્યારે લોન પર એના પગ પાસેથી ખીસકોલીઓ પસાર થઇ રહી હતી. એક ખુણામાં લુપ્તતાના આરે પહોંચેલા સફેદ સસલાઓ રમી રહ્યા હતા. આશ્ચર્યએ દ્ર્ષ્ટિને જોઇ. દ્રષ્ટિએ કાળા કલરનો ડ્રેસ પહેર્યો હતો, જે એકદમ સીમ્પલ હતો. એ જરણાના કિનારે બેસેલી હતી. એના બન્ને પગની કમળ જેવી કોમળ પાની વહી રહેલા ઠંડા પાણીમાં રહીને પાણીને મસાજ દઇ રહી હતી.
દ્રષ્ટિ જ્યાં બેસી હતી એની બાજુમાંજ એક વૃક્ષ હતુ. જેની ડાળીઓ દ્રષ્ટિના માથાને આંબવા મથતી હતી. દ્રષ્ટિએ એના છુટ્ટા વાળની એક લાંબી લટને કાન પાછળ નાખતા આશ્ચર્ય પર નજર નાખી. એણે બન્ને પગ પાણીમાંથી બહાર કાઢ્યા. પાણીનો પ્રવાહ થોડો ધીમો પડ્યો જાણે એને ખોટુ લાગી ગયુ હોય. દ્રષ્ટિએ એના પગ ગોઠણથી વાળીને એના પર બેસી ગઇ. એનુ માથુ સહેજ નીચે નમાવીને ઘાસને તાકી રહી હોય એમ રાખ્યુ.
એક ઠંડો હાથ દ્રષ્ટિના કાન પાસે સળવળ્યો. દ્રષ્ટિને ગલી પચી થઇ. એ પોતાનો ડાબો હાથ ડાબા કાન પાસે લઇ ગઇ. એના હાથમાં એક ઠંડો હાથ અને જાસ્મીનના સુંવાળા ફુલ હાથમાં આવ્યા. આશ્ચર્યએ થોડાક જાસ્મીનના ફુલ દ્રષ્ટિના કાનને શોભાવવા કાનપર આવી ગયેલા વાળની વચ્ચે ખોંસ્યા. આશ્ચર્ય દ્રષ્ટિ પાસે આવીને બેસ્યો.
’’ તુ સવારે નગ્ન છોકરીઓને જોઇને બવ હરખાતો હતો..?’’, આશ્ચર્ય બેસ્યો અને દ્રષ્ટિએ શબ્દો કાઢ્યા. વૃક્ષની લતાઓ ગુરુત્વાકર્ષણ ની વિરુધ્ધ ગતી કરવા લાગી. પાણીનો પ્રવાહ વધી ગયો અને કર્કશ અવાજ કરવા લાગ્યો.
‘‘ડાલગ હુ એ લોકો વિષે વિચારી રહ્યો હતો કે એ લોકો પોતાની લાઇફ કેવી રીતે એન્જોય કરી રહ્યા છે..!’’, આશ્ચર્યએ શાંત અવાજે કહ્યુ.
‘‘હા, ગર્લ સ્વેપીંગ જોવાની મજા આવી હશે નહિ..? અને મન પણ થયુ હશે..!’’, દ્રષ્ટિ આશ્ચર્યની વાત કાપતા બોલી.
‘‘હા!! મને એ છોકરીઓને ચુથવાનુ મન થઇ ગયુ હતુ! આ જ સાંભળવુ છે ને તારે..? ટટરઅચકઇર તો તારી પાસે હતુ. આ સવાલ તુ મને શામાટે પુછે છે. ટટરઅચકઇર મારા વિચારો બતાવતુ જ હશે, એમાં જો મેં આવુ વિચાર્યુ હશે તો આવો વિચાર પણ તને સંભળાયો જ હશે.’’, આશ્ચર્ય થોડોક ગુસ્સે થયો.
‘‘પણ, તારે સવાર સવારમાં આવા દ્રશ્યો જોવાની શુ જરુર હતી?’’, દ્રષ્ટિએ ફરી દલીલ કરી.
‘‘કુદરતની ખુબસુરતી જોવા, ઉંગતા સુર્યના કિરણો મહેસુસ કરવા, દરિયાના મોજાને આંખોથી ચાખવા. પણ ઘણા માણસોને આ બાબતે પણ શંકા છે, પ્રેમમાં નો શ્વાસ વિશ્વાસ છે.’’, આશ્ચર્યએ નરમાઇથી કહ્યુ.
‘‘મને તારા આ અઘરા શબ્દો નથી સમજાતા..? ટટરઅચકઇર માણસના વિચારો બતાવે છે, કાશ એ દિલની વાતો પણ બતાવતુ હોત!’’, દ્રષ્ટિએ કટાક્ષ માં કહ્યુ.
‘‘સાચુ કહે છે તુ. ટટરઅચકઇર હ્રદયની વાતો નથી બતાવતુ. કારણ કે હ્રદયની વાતો જણાવતુ હોત તો એક મહિના પહેલા તારા કાન પાસે કોઇએ જાસ્મીનના ફુલ શામાટે મુક્યા હતા એ હુ સમજી શક્યો હોત. ચાર વર્ષનો સંબંધ એક ઝઘડાને કારણે કોઇની છાતી ઉપર શામાટે મુકી દીધો એ હુ સમજી શક્યો હોત! મને યાદ કરતા કરતા લોંગ ડ્રાઇવ ઉપર જે હોઠોની રમત થઇ હતી એ હુ સમજી શક્યો હોત!’’, આશ્ચર્યએ એનુ હૈયુ ખોલ્યુ.
‘‘મતલબ તે, કાલે રાતે છુપીને મારા વિચારો સાંભળ્યા?’’, દ્રષ્ટિએ આશ્ચર્ય ચકિત થઇને આશ્ચર્યને પુછ્યુ.
‘‘ટટરઅચકઇર નો આઇડીયા આપણા બન્ને વચ્ચે કંઇ છુપાયેલ ના રહે એના માટે હતો, મે છુપીને કોઇ વાત જાણી જ નથી. તને ખબર છે..? મને આ જાણ ટટરઅચકઇર નથી કરી. એક મહિનાથી હુ તારા અને તૃપ્ત વિષે જાણુ જ છુ. આ જાણવાના કારણે જ મને રોજ એક સપનુ આવે છે. જેમાં તુ મને કહે છે, ’ હુ તને છોડવા માંગુ છુ ’ અને હુ તને આઇ લવ યુ કહીને સ્યુસાઇડ કરી લવ છુ.’’, આશ્ચર્ય એ એનુ સપનુ કહ્યુ.
‘‘આશ્ચર્ય એ ક્ષણે હુ નક્કિ નહોતી કરી શકી કે મારે શું કરવુ જોઇએ.. આઇ. એમ સો સોરી’’, દ્રષ્ટિની આંખો નીચી થઇ ગઇ.
‘‘એવી ક્ષણો મેં તારા કરતા વધારે જોઇ છે, મારી પાસે રોજે સેક્સની એકવરેજ પાંચ રીક્વેસ્ટ આવે છે. એ ક્ષણો ને હુ પણ આવી રીતે માણી શકત. પણ એ ક્ષણ મને તારા પરના વિશ્વાસના કારણે હિમ્મત આપતી અને આવુ કરતા થોભી જતો હતો. છતા પણ હુ એ બધુ ભુલ્યો. મે આજે જે ભુતકાળ વિષે મોનગ અપડેટ મુકી હતી, એ આ સંદર્ભ માંજ હતી. લાઇક કરવા વાળા ઘણા બધા છે, પણ સમજવા વાળા કેટલા..?’’, આશ્ચર્યએ ખુબ જ પ્રેમમય થઇને કહ્યુ.
‘‘આશ્ચર્ય, હાલ મારી લાઇફમાં તારા સિવાય કોઇ જ નથી હુ પાગલ હતી, કે મેં તારા ઉપર વિશ્વાસ ના મુક્યો. ખરેખર આશ્ચર્ય હુ અત્યારે ખુબ ગીલ્ટી ફીલ કરુ છુ. તને વિશ્વાસ ના આવતો હોય તો ટટરઅચકઇર લાવીને ચેક કરી જો.’’, આંખરે દ્રષ્ટિ ની આંખો આશ્ચર્યના વિશ્વાસને કારણે પીગળી. દ્રષ્ટિ રડવા લાગી.
‘‘વ્હાલી, જો તારા પર વિશ્વાસ ના હોત તો હુ અહિં આવ્યો જ ના હોત!! હુ સપનામાં એ માટે સ્યુસાઇડ કરુ છુ કારણ કે હુ તારા સિવાય કોઇને ચાહતો નથી. સપનાઓ ખોટા હોઇ શકે પણ એ માણસનુ ચરિત્ર રજુ કરતા હોય છે અને વાત જો ટટરઅચકઇર ની હોય તો એ કચરાપેટી માંથી હુ રીસીવ જ નહિ કરુ. કારણ કે મને સીક્રેટ્સથી ભરપુર લાઇફ વધારે પસંદ છે.’’ આશ્ચર્યએ પોતાનો હાથ દ્રષ્ટિના ગાલ પાસે જવા દીધો અને ગાલ પર આવી ગયેલા આંસુઓને લુછ્યા.
‘‘આઇ લવ યુ આશ્ચર્ય..’’, દ્રષ્ટિએ ગળે મળતા કહ્યુ.
‘‘આઇ લવ યુ ટુ, માય લાઇફ!’’, આશ્ચર્યએ પોતાના હોઠ દ્રષ્ટિ ના હોઠ પર મુકતા પહેલા કહ્યુ. આશ્ચર્ય દ્રષ્ટિને માણવામાં મશગુલ થઇ ગયો. પણ જો અત્યારે ટટરઅચકઇર હોત તો આશ્ચર્યને ખબર પડી હોત કે આ તેની લાઇફની છેલ્લી કીસ છે.
કારણ કે દ્રષ્ટિએ દુર દ્રષ્ટિ કરીને દુરનુ પ્લાનીંગ કર્યુ હતુ. આશ્ચર્યથી પીછો છોડાવવા માટે દ્રષ્ટિએ આશ્ચર્યનુ મર્ડર કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લેસનુ સીલેક્શન પણ એવી રીતે થયુ હતુ કે ટટરઅચકઇર નો ઉપયોગ ના થઇ શકે. જેથી દ્રષ્ટિના વિચારો ના જાણી શકાય. તૃપ્તે પોતાની સાયલન્ટ ગન વડે આશ્ચર્યના માથા પર ફાયર કર્યુ. આશ્ચર્ય એક જ ક્ષણ માં ઢળી પડ્યો. દ્રષ્ટિ અને તૃપ્તે એક બીજા સામે શૈતાની સ્મિત કર્યુ.
પણ આશ્ચર્ય જે મોત મર્યો હતો એ કદાચ ખુબ હસીન મોત હતી. આશ્ચર્ય પોતાના પ્રેમને મેળવીને મર્યો હતો, એણે એની હસીન દુનિયાને જીવી લીધી હતી. કદાચ સીક્રેટફુલ લાઇફ જીવવાને કારણે જ એ દ્રષ્ટિને પામી શક્યો હતો, સીક્રેટ્સમાં જીવવાની કામનાને કારણે જ એનુ મૃત્યુ પણ થયુ હતુ. ભરોસા અને આશ્ચર્યમાં જીવવાને કારણે આશ્ચર્ય એક નવી દુનિયામાં હંમેશા માટે મોકલી દેવાયો. પણ એ પોતાના પ્રેમને પામી ચુક્યો હતો, અને દ્રષ્ટિ ભીની થયા વિના જ પલળી ગઇ
ABOUT THE AUTHOR
હિરેન કવાડ એક ગુજરાતી પેશનેટ લેખક છે. એમણે બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન ઇનફોર્મેશન ટેકનોલોજી કરેલ છે. હાલ એ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે. લેખન અને એન્જીનીયરીંગની બાબતે પેશનેટ છે.
Facebook: http://www.facebook.com/ihirenkavad
Twitter: http://www.twitter.com/hirenkavad
Blog: http://hirenkavad.wordpress.com