Papa Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Papa

“ પપ્પા ”

-ઃ લેખક :-

હિરેન કવાડ

hirenkavad@ymail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“મને એ વાતનુ દુખ નથી કે મેં સ્ત્રી શરીર લઈને જન્મ લીધો છે, મને દુખ એ વાતનુ છે કે સ્ત્રી ઉપર બધાને અધિકાર જ જમાવવો છે. શુ તમારામાંથી કોઈ મને જીવતે’જી મુક્ત નહિ કરી શકે ? મમ્મી, પપ્પા, કાકા, કાકી, માસા, માસી, મામા, મામી, ભાઈ. સાચુ કહુ તો તમે મને એવા દોરડા થી બાંધી રાખી છે જે અદ્રશ્ય છે, અને તમને ખબર પણ નથી કે તમે મને બાંધી રાખી છે.”, દિપ્તીએ પોતાની ચારે તરફ ઉભેલા પરિવારની કહીને આંખો બંધ કરી લીધી.’’

*****

બે મહિના પહેલા

*****

“તો ભાભી સાથે ક્યારે મુલાકાત કરાવી રહ્યો છે ?”, દિપ્તીએ ખુર્શીમાં બેસેલ અભિષેકના ગળા ફરતે હાથ વિટોળીને પાછળથી કહ્યુ.

‘વિચારૂ છુ પપ્પાના બર્થ ડે ના દિવસે એને જમવા માટે ઘરે બોલાવુ.’, અભિષેકે પોતાની નાની બહેનને કહ્યુ.

‘પણ હુ તો પપ્પા ને એમ જ કહીશ કે પપ્પા આ છોકરી તો બહુ જ ખરાબ છે, મેં એને હમણા જ એક બીજા છોકરા સાથે પણ જોઈ હતી, અને થોડા દિવસ પહેલા તો એણે રોડ પર એક આન્ટીને કારણ વિના સેન્ડલથી ટીપી નાખ્યા હતા.’, દિપ્તીએ અભિષેકને ચીડવવા માટે કહ્યુ અને દુર ખસી ગઈ.

અભિષેકે પાછુ ફરીને કતરાઈને જોયુ, એ ઉભો થઈને દિપ્તી પાછળ દોડયો. દિપ્તી પોતાના ઘરના ગાર્ડન માં આમ તેમ દોડી, અભિષેક એની પાછળ પાછળ દોડયો, થાકને કારણે નહિ પણ પ્રેમના કારણે દિપ્તી અભિષેક દ્વારા પકડાઈ ગઈ. અભિષેકે દિપ્તીનો હાથ મરોડતા કહ્યુ, ‘બોલ કહીશપ?’

‘ના નહિ કહુપ!! છોડને વાંદર, દુખે છે..!’, દિપ્તી ચિલ્લાઈને હસતા હસતા બોલી.

‘હું કહુ એમ બોલીશ..?’, અભિષેકે થોડોક વધારે હાથ મરોડયો.

‘હા..! તુ કહે એમ જ કહીશપ.!! પપ્પાપપપપપપ!’, દિપ્તીએ ચીલ્લાઈને કહ્યુ.

‘શું કહીશ..? આ છોકરી તો બવ સંસ્કારી છે. બે દિવસ પહેલા એક આન્ટીનુ એક્સીડેન્ટ થઈ ગ્યુ તુ તો એને પોતાના સ્કુટર પાછળ બેસાડીને હોસ્પીટલ લઈ ગઈ..! બરાબર..?’, અભિષેકે દિપ્તીના હાથને વધારે વળ આપ્યા.

‘હા, એક્સીડેન્ટ થઈ ગયુ હતુ તો હોસ્પીટલ લઈ ગઈ’તીપ!!, મમ્મ્મીપ!!’, અભિષેકે હાથ મરોડયો એટલે દિપ્તી ફરી ચિલ્લાઈ. અભિષેકે દિપ્તીનો હાથ મુકી દીધો. દિપ્તીએ અભિષેકની પીઠમાં જોરથી એક ઢીકો માર્યો.

‘તુ મને બહુ જ હેરાન કરે છે ને, હું જ્યારે ચાલી જીશ ત્યારે તુ મને બહુજ યાદ કરીશ. જોજે..!!’, દિપ્તીએ અભિષેકની આંખોમાં ભીની આંખોથી જોઈને કહ્યુ.

‘મારી ગાંડી. બહેન..!! તુ ક્યાંય નથી જવાની..!!’, અભિષેક દિપ્તીને ભેટી પડયો.

*****

‘હું થાકી ગઈ છુ આમ દાબમાં રહી રહીને, શું સ્ત્રી થવુ એ ગુનો છે ? આ સમાજે હવે નક્કિ કરી નાખ્યુ છે, છોકરી જન્મે એટલે એની છઠ્‌ઠી કરો કે ના કરો પણ એની ચારે તરફ લક્ષ્મણ રેખા જરૂરથી બનાવી દો, તમને શેનો ડર છે..? ક્યાંક હુ માન અપમાન ને પર ના થઈ જાવ એનો ? પણ તમે જે શાસ્ત્રો મને વાંચી સંભળાવ્યા છે એમાં તો એમ લખ્યુ છે કે પર થવુ એનુ નામ જ સમાધી..! મને મુક્ત કરી દો..!!!’, દિપ્તી બધાની સામે ગળગળી થઈ ગઈ. આખો પરિવાર હજુ સાંભળી જ રહ્યો હતો..!! એણે એના ચહેરા આડા હાથ રાખીને ખોળામાં માથુ નાખીને રડવાનુ ચાલુ કર્યુપ.!!!

*****

૧ મહિના પહેલા, સમિરભાઈનો જન્મ દિવસ

*****

રવિવારની સવાર હતી. દિપ્તી હાથમાં એક કોથળી લઈને ઘરમાં દાખલ થઈને સીધી રસોડામાં ગઈ. થોડી વારમાં એ એક પ્લેટમાં લોચો, ખમણ, જલેબી અને ફાફડા ગાઠીયા લઈને બહાર આવી.

સમીરભાઈ સોફા પર બેસીને ટીવીની ચેનલો ફેરવી રહ્યા હતા. આખરે એમના ટીવીની સ્ક્રીન એક ન્યુઝ ચેનલ પર આવીને થોભી.

‘પપ્પા, આજનો નાસ્તો મારા તરફથીપ!! બધી વસ્તુ તમારી ફેવરીટ છે.’, દિપ્તીએ નેણ ઉંચા કરતા કરતા કહ્યુ અને નાસ્તાની પ્લેટ ત્રીપોઈ પર મુકીને કહ્યુ.

‘ચારે ચાર મારી મનપસંદ આઈટમ્સપ! મારા વાઘને આજે કંઈક જોઈતુ લાગે છે.’, સમીરભાઈએ પોતાના ચશ્મા નીચે કરીને મોં મલકાવતા કહ્યુ.

‘એ બધુ જવા દો..!! આઆઆપ! કરોપ!!!’, દિપ્તી સમીરભાઈની બાજુમાં બેસી ગઈ, અને સમીરભાઈને નાનો છોકરો હોય એવી રીતે મોં ખોલવા કહ્યુ. રસજરતી મીઠી મધુર જલેબીનુ એક ગુંચળુ એણે સમીરભાઈના મોં માં મુક્યુ. દિપ્તીએ ગુંચળાને ધક્કો માર્યો એટલે સમીરભાઈનુ મોં બંધ થઈ ગયુ. જલેબી ગળે ઉતરી ગઈ એટલે તરત જ દિપ્તીએ ગરમા ગરમ તેલથી લચપચતા લોચાનો એક કોળીયો સમીરભાઈના મોં માં રાખી દીધો.

‘હેપ્પી બર્થ ડે મારા વ્હાલા વ્હાલા પપ્પાપ!!!’, દિપ્તીએ સમીરભાઈના ગાલ પર ચુંબન કરતા કહ્યુ. આ તો થયો બર્થ-ડે નો નાસ્તો. લ્યો હવે આ ફાફડા અને ખમણ. કારણ કે મારે તમને કંઈક કહેવુ છેપ.!!

‘તો બોલને દિકરા..!!, એમાં તારે ખમણ ફાફડા લાવવાની જરૂર નથી.’, સમીરભાઈએ ફાફડાનો એક ટુકડો મોં માં નાખતા કહ્યુ.

‘પપ્પા મને ડર છે કે તમે મારા પર ગુસ્સે થશોપ!!!’, દિપ્તીએ ચહેરા પર ગંભીર આંકારો લાવતા કહ્યુ.

સમીરભાઈના નાસ્તા તરફ જતા હાથ રોકાઈ ગયા. એમનો ચહેરો અચાનક ગંભીર અને સપાટ થઈ ગયો. સમિરભાઈના ચહેરા પરથી સ્મિતની નનામી નીકળી. ‘શું કર્યુ છેપ? મારૂ માથુ નીચું થાય એવુ તો કંઈ નથી કર્યુ ને ?’, સમિરભાઈએ ગંભીર અવાજે કહ્યુ.

‘પપ્પા મને ખબર નથી પડતી કે હું કંઈ રીતે કહુ ? તમે મને તમારો દિકરો માનો છો બરાબર ?’, દિપ્તીના ચહેરા પરના ભાવો તંગ બની રહ્યા હતા. એના હાથ ધ્રુજી રહ્યા હતા.

‘હા, હું માનુ છુપ!! પણ તુ વાતને સીધે સીધી કહીશ તો પણ ચાલશે.’, સમીરભાઈએ ખુબ કડક અવાજે કહ્યુ.

‘તો પપ્પા અભિષેકને પણ ફાઈનલ યર માં એ.ટી.કે.ટી આવી હતી, તમે એને કંઈ જ નહોતુ કહ્યુ. મારે બે એ.ટી.કે.ટી આવી છે પણ હુ સોલ્વ હરી નાખીશ..!! હાહાહા..!’, દિપ્તી ખુબ જ ઝડપથી બોલી જાણે બુલેટ ટ્રેન. બોલીને એ જોર જોરથી હસવા લાગી.

‘આ છોકરી મને ક્યારેક હાર્ટ એટેક અપાવી દેશે.’, સમીરભાઈએ હાશકારો લેતા કહ્યુ.

‘સોરી, પપ્પા..! પેપર તો સારા જ ગયા હતા..!’, દિપ્તીએ ખીલખીલાટ કરતા ખમણનુ એક બટકુ સમીરભાઈ ના મોં માં મુક્યુ.

‘એવુ તો ચાલ્યા કરે..! કોલેજમાં એ.ટી.કે.ટી તો આવે રાખે..!! મને વિશ્વાસ છે મારો વાઘ આવતા વખતે સોલ્વ કરી નાખશે.’, સમીરભાઈએ દિપ્તીની પીઠ પર ધબ્બો મારતા કહ્યુ.

‘અરે પપ્પા સોલ્વ થઈ ગઈ એમ માનોને..!, લ્યો તમે બિન્દાસ્ત આ જલેબી ખાવ..!’, દિપ્તીએ ફરી જલેબીનુ એક મોટું ગુંચળુ સમીરભાઈના મોંમાં મુકી દીધુ. સમીરભાઈને પાણી આપીને દિપ્તી પોતાના રૂમમાં ગઈ.

***

‘મારાથી નહિ થાયપ!!! દિપ..!’, રૂમમાં દાખલ થતા જ દિપ્તીએ પોતાનો મોબાઈલ કાન પાસે લાવીને કહ્યુ. એની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.

‘તુ મારા વિના રહી શકીશ..? હું તો નહિ રહી શકુ. ’, ફોનમાંથી અવાજ આવ્યો.

‘પણ આ ખુબ અઘરૂ છે.’, દિપ્તીએ ડુસકા ભરતા ભરતા કહ્યુ.

‘પણ ક્યારેક કપરા નિર્ણયો લેવા પડતા હોય છે.’, દિપે કહ્યુ.

‘હવે મારાથી આવી રીતે છુપી છુપીને કંઈ નહિ થાય, મારે મનભરીને કોઈ ડર વિના જીવવુ છે.’,દિપ્તીએ કહ્યુ.

‘દિપુ ક્યારેક સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે અસુરક્ષિત રસ્તા પર પણ ચાલવુ પડતુ હોય છે. બસ આપડે આ જ રસ્તા પર ચાલવાનુ છે. પણ આપણે પહોંચીશુ.’

‘હું કંઈક વિચારૂ જો કોઈક રસ્તો નીકળે તો, હું તને રાતે કોલ કરૂ. લવ યુ દિપ.’, દિપ્તીએ કહ્યુ.

‘લવ યુ ટુ..!’,દિપે કહ્યુ. દિપ્તીએ કોલ કટ કર્યો.

***

‘પાગલ અહિં આવપ!’, અભિષેક કોઈ છોકરી સાથે ઘરમાં દાખલ થયો અને દિપ્તીને કહ્યુ.

‘બોલો..!’, દિપ્તીએ અભિષેક પાસે જીને કહ્યુ.

‘સૃષ્ટિપ!’, અભિષેકે પેલી છોકરી તરફ ઈશારો કરતા કહ્યુ.

‘કોનીપ? સૃષ્ટિ..?’, દિપ્તીએ હસતા હસતા કહ્યુ. અભિષેકે ડોળા બહાર કાઢ્‌યા.

‘કેમ છો ભાભી..? મારા ભાઈ કંઈ હેરાન કરે તો કહેજો હો ! એમના બધા સીક્રેટ્‌સ મારી પાસે છે.’, દિપ્તીએ સૃષ્ટિને ભેટીને કહ્યુ. ‘સનકી જ છે આ તો..!’, અભિષેક બબડયો.

‘ક્યાં છે પપ્પાપ?’, મામા-મામી અને માસા-માસી પણ આવ્યા છે. એ લોકો ઉપર બેઠા છે.

‘તમે લોકો વાતો કરો હું ઉપર જી આવુ.’, અભિષેક દોડીને ઉપર ગયો.

***

‘મમ્મી, પપ્પા આ મારી ફ્રેન્ડ છે સૃષ્ટિ’, જમવા માટે બધા નીચે આવ્યા એટલે અભિષેકે બધાનો સૃષ્ટિ સાથે મેળાપ કરાવ્યો. સૃષ્ટિ એક પછી એક બધાને પગે લાગી.

‘સમીર જુઓ તમારો છોકરો હવે મોટો થઈ ગયો છે.’, સમીરના મમ્મી માનસી બહેને કહ્યુ. એમના ચહેરા પરની હસી પરથી તો લાગી રહ્યુ હતુ કે માનસી બહેન આ સંબધ માટે રાજી હતા. બધા ડાયનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. ભોજન પીરસાઈ ગયુ.

દિપ્તી સૃષ્ટિની બાજુમાં બેસી હતી.

‘શું કરે છે બેટા ?’, સમિરભાઈએ સૃષ્ટિને પુછ્‌યુ.

‘ગયા વર્ષે જ એમ.બી.બી.એસ પુરૂ કર્યુ. હાલ સીવીલમાં સર્વીસ કરૂ છુ.’, સૃષ્ટિએ ખુબ મૃદુ અવાજે કહ્યુ.

‘પપ્પા ?’

‘પપ્પા એસ.બી.આઈમાં ક્લાર્ક છે.’ સૃષ્ટિએ કહ્યુ.

‘તારા ઘરે તમારા બન્ને વિશે ખબર છે ?’,

‘હા બધાને ખબર છે, મારા ઘરે કોઈને પ્રોબ્લેમ નથી. બસ જો તમે રાજી હોવ તો.’, સૃષ્ટિએ કહ્યુ. બધાએ જમવાનુ શરૂ કર્યુ. વાતાવરણ થોડુ શાંત અને ગંભિર થઈ ગયુ હતુ. સૃષ્ટિ પનીર ટીકાને ચકલીની જેમ ચણી રહી હતી. એના હાથમાં જીણી ધ્રુજારી હતી.

જમતા જમતા સમીરભાઈએ અભિષેક સામે નજર કરી. અભિષેક અને સમીરભાઈની નજર મળી. સમીરભાઈએ ગંભીર ચહેરાને સાફ કરીને સ્મિત પાથર્યુ. અભિષેકના પેટમાં હરખ ના સમાયો. એની ખુશીઓનો પાર ના રહ્યો. સમીરભાઈનુ સ્મિત જાણે એમ કહેવા માંગતુ હતુ કે ‘સારી છોકરી શોધી લાવ્યો હોપ!! ક્યાં તુ અને ક્યાં આ પરી’. દિપ્તી આ બધુ જોઈ રહી હતી.

‘કોન્ગ્રેચ્યુલેશન્સપ!’, દિપ્તીએ સૃષ્ટીને કોણી મારતા ધીમેથી કહ્યુ. દિપ્તી પણ ખુશ હતી, એના ભાઈ માટે તો ખરી જ પણ એને એક આશા જાગી હતી. એ એના સપનાઓમાં ખોવાવા લાગી.

*****

‘તમારો છોકરો પ્રેમ લગ્ન કરી શકે, કારણ કે એ છોકરો છે. તમારી દિકરી કોઈને પ્રેમ સુદ્ધા ના કરી શકે કારણ કે એને તમે તમારી ઈજ્જત બનાવી ને રાખી છે? મને એમ હતુ કે મારો ભાઈ મને સમજી શકશે. પણ બધા સ્વાર્થી અને દંભી. અભિષેક તુ જે છોકરીને પ્રેમ કરે છે એ પણ કોઈની બહેન જ છે ને ? જો એના ઘરે તમારા સંબંધની મંજુરી ના હોત તો તુ સૃષ્ટિ ની હાલત વિચારી જો. મારી કોઈ એવી ઈચ્છા નથી કે હુ તમારી સામે અવિવેકી બનુ. પણ તમે બધાય દંભી છો. તમે એવા લોકો છો જે હજુ ગુલામી પ્રથામાં માનો છો. અને હુ એ ગુલામ છુ, બેબસ અને લાચાર’, દિપ્તી બોલતા બોલતા ડુસકા લેવા લાગી. એણે એનો હાથ રૂમાલ ચહેરા આડો કરી દીધો.

*****

નટખટ, ચુલબુલ, મુક્ત મન, બિન્દાસ્ત અને હસમુખ સ્વભાવની દિપ્તી એવુ જ માનતી કે એને કોઈ સાથે પ્રેમ થઈ જ કેવી રીતે શકે? એ તો એના મમ્મી પપ્પાને ખુબ પ્રેમ કરે છે. એના પપ્પા જ એના માટે છોકરો શોધશે. પણ હ્ય્દયનુ ક્યાં રીમોટ કંટ્રોલ હોય છે..!

પોતાના હસમુખા સ્વભાવને કારણે દિપ્તી બધાની સાથે બહુ જડપથી ભળી જતી. એક વાર દિપ્તી કોલેજની કેન્ટીનમાં નાસ્તો કરવા ગઈ હતી. કાઉન્ટર પરથી ચ્હાની ગંડેરી લઈને પોતાના ટેબલ તરફ જી રહી હતી ત્યારે એક વ્હાઈટ શર્ટ પહેરેલ એક છોકરા સાથે ટકરાઈ. પેલા છોકરાનો વ્હાઈટ શર્ટ ચ્હાથી ચીતરાઈ ગયો.

‘ભગવાને આંખો જોવા માટે આપી છે.’, પેલા છોકરાઓ કહ્યુ.

‘એક જ મિનિટપ! જસ્ટ એક મિનિટ..!’, દિપ્તીએ કહીને પોતાના જીન્સમાંથી પોતાનો મોબાઈલ બહાર કાઢ્‌યો અને એણે મોબાઈલથી પેલા છોકરાના શર્ટનો ફોટો પાડી લીધો.

‘અને આ શું હતુ ?’, પેલા છોકરાએ ગુસ્સામાં કહ્યુ.

‘મારી ચ્હાએ તમારા શર્ટ પર મસ્ત ડીઝાઈન બનાવી દીધી છે, તમારે મને થેંક્સ કહેવુ જોઈએ.’, દિપ્તીએ મંદ મંદ હસતા કહ્યુ.

‘ચિત્રો તો હુ પણ બનાવુ છુ, પણ આવી રીતે નહિ.’, પેલા છોકરાએ કહ્યુ.

‘માફ કરજો, મને ખ્યાલ ન્હોતો. અને મને શર્ટ આપજો હું તમારો શર્ટ સાફ કરી આપીશ. પણ હવે તમારે અમારી સાથે ચ્હા પીવી પડશે.’, દિપ્તીએ સ્મિત સાથે કહ્યુ.

‘હું દિપ્તી..!’, દિપ્તીએ હાથ લંબાવતા કહ્યુ.

‘દિપપ.!! દિપ પટેલ’, દિપે હાથ મિલાવ્યો.

‘તો દિપ મને એ બતાવો કે ભગવાને તમારા ચહેરા પર સ્મિત નામની વસ્તુનુ સર્જન કોઈ દિવસ કર્યુ છે કે નહિ.’, દિપ્તીએ દિપનો સપાટ ચહેરો જોઈને કહ્યુ. દિપના ચહેરા પર થોડીક મુસ્કાન આવી.

‘મારા ચહેરાની ખબર નથી, પણ તમારા ચહેરા પર તો ભગવાને વધારે પડતી જ સ્માઈલ મુકી દીધી છે.’, દિપે હસતા હસતા કહ્યુ.

‘આઈ લવ સ્માઈલ્સ, તમારે ક્યારેક ઉછીની જોઈતી હોય તો કહેજો. હુ આપીશ.’, દિપ્તીએ કહ્યુ.

‘બદલામાં શું લેશો..?’, દિપે સ્મિત કરતા પુછ્‌યુ.

‘સ્મિતના બદલામાં સ્મિત સિવાય બીજુ શું લેવાનુ હોય..? હું કોઈ અલુણા વ્રત કે જયા પાર્વતીના વ્રતમાં નથી માનતી. હુ સ્મિતના વ્રતમાં માનુ છુ. દિવસમાં જો એક પણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવી શકો તો તમને સારો પતિ જ મળશે.’, દિપ્તી બોલીને જોર જોરથી હસવા લાગી. આજુ બાજુના બેસેલા છોકરા છોકરીઓએ દિપ્તી સામે જોયુ. એ પણ આ સનકી છોકરીને જોઈને હસવા લાગ્યા.

‘જોયુ, ક્યારેક પાગલ બનવુ પણ સારૂ હોય છે. મારા લીધે કેટલા લોકો હસ્યાપ?’, દિપ્તીએ દિપને સ્મિત સાથે કહ્યુ. હોઠો સિવાય આંખોથી પણ ઘણુ બધુ બોલાઈ રહ્યુ હતુ એ માત્ર દિપ્તી અને દિપ જ જાણતા હતા. બન્નેએ એકબીજાના મોબાઈલ નંબર્સ લીધા. છુટા પડતા પહેલા બન્ને અમુક ક્ષણો માટે એકદમ ચુપ રહ્યા. બન્ને માત્ર એકબીજાની આંખોમાં જોતા રહ્યા. જે બે આત્મા એકબીજાને શોધી રહી હતી એ બન્ને એકબીજાને મળી ગઈ હતી.

***

‘દિપ, એક ખુશબર છે. અભિષેકને પપ્પા એ હા પાડી દીધી.’, દિપ્તી જમીને ઉભી થઈ અને રસોડામાં જીને દિપને ફોન કરીને કહ્યુ.

‘અરે શું વાત છેપ!’, દિપે ઉદગારો વ્યક્ત કર્યા.

‘પપ્પાના બર્થ ડે પર પપ્પાને કહેવાનો અભિષેકે પહેલેથી જ પ્લાન કર્યો હતો.. કદાચ પપ્પાને કહેવુ હવે સરળ પડશે.’, દિપ્તીએ કહ્યુ.

‘તો એક સારો દિવસ નક્કિ કરીને હું પપ્પાને મળવા આવુ’, દિપે ઉત્સાહ સાથે કહ્યુ.

‘હું વિચારૂ છુ આવતા મહિને મમ્મીનો બર્થ ડે છે ત્યારે જ કહીએ.’, દિપ્તી કહ્યુ.

‘દિપુ પાણી નો જગ લાવને બેટા.’, બહારથી માનસી બહેનનો અવાજ આવ્યો.

‘મમ્મી બોલાવે છે. પછી વાત કરૂ.’, દિપ્તીએ કોલ કટ કર્યો અને પાણીનો જગ લઈને બહાર ગઈ.

બધાજ અભિષેકના આ નિર્ણયથી ખુશ હતા. બધા હસતા હસતા વાતો કરતા હતા અને અભિષેકને ચીડવી રહ્યા હતા. પણ દિપ્તી એના વિચારોમાં ખોવાયેલી હતી. ‘કાશ મને સાંભળીને બધા આવા જ ખુશ રહે.’, દિપ્તી ધીમેથી ગણગણી.

*****

માનસી બહેનનો જન્મ દિવસ

*****

દિપ્તીના શ્વાસો ઘડિયાળના કાંટાની સાથે લેવાઈ રહ્યા હતા. બધા સગા સંબંધીઓ જમવા માટે આવી ચુક્યા હતા અને હોલમાં બેસીને ગપ્પા મારી રહ્યા હતા. સૃષ્ટિએ દિપ્તીને આજે રસોઈ કરવામાં ઘણી મદદ કરી હતી. દિપ્તીએ દિપને ઘરે આવવા માટે ૯ વાગ્યાનો સમય આપ્યો હતો. નવમાં બે મિનિટની જ વાર હતી.

‘ડીંગ ડોંગ, ડીંગ ડોંગ’, ડોરબેલ વાગ્યો અને દિપ્તીનુ હ્ય્દય ધમધમવા લાગ્યુ. પેટમાં વંટોળ ચાલુ થયા. ગળુ સુકાવા લાગ્યુ. એ દરવાજો ખોલવા માટે રસોડાની બહાર નીકળી.

‘ખોલુ છુ. તુ બેસ.’, અભિષેકે દરવાજા તરફ જતા દિપ્તીને કહ્યુ. દિપ્તી બધાની સામે કેમ કહે કે બહાર અજાણ્‌યો મહેમાન છે, જે મને જ ઓળખે છે. દિપ્તી અભિષેકની પાછળ ગઈ. અભિષેકે દરવાજો ખોલ્યો.

સફેદ શર્ટ, કાળુ જીન્સ પહેરેલ ખુબ સાદાઈથી તૈયાર થયેલ એક છોકરો બહાર ઉભો હતો. પણ એ ગરિબ ન્હોતો. એના કપડા, આંખ પરના ચશ્માની ફ્રેમ અને કાંડા ઘડિયાળ પરથી જણાઈ આવતુ હતુ કે આ છોકરો કોઈ ઉંચા ખાનદાનનો છોકરો હશે.

‘કોનુ કામ છે?’, અભિષેકે પુછ્‌યુ.

‘ભાઈ, મારો ફ્રેન્ડ છે.’, દિપ્તીએ પાછળથી કહ્યુ. અભિષેકની આંખો બહાર આવી ગઈ. અભિષેક દિપ્તી સામે ખુન્નસ નજરે જોઈ રહ્યો.

‘તમે બન્ને બહાર ચાલો..!’, અભિષેકે દિપ્તીને કહ્યુ.

‘કોણ છે બેટા ?’, સમિરભાઈએ અંદરથી બુમ મારી.

‘ફ્રેન્ડ છે પપ્પા.’, અભિષેકે કહ્યુ. અભિષેક, દિપ અને દિપ્તી બહાર ગયા.

***

અભિષેકને ખ્યાલ આવી જ ગયો હતો કે આ છોકરો કોણ હતો. દિપ્તીએ ઓછા શબ્દોમાં અભિષેકને બધુ કહી દીધુ. અભિષેકનો ગુસ્સો એના નાક પર ચોખ્ખો દેખાઈ રહ્યો હતો.

‘તને શરમ નથી આવતી. પપ્પાનો તો વિચાર કર્યો હોત..!’, અભિષેકે દિપ્તીને કહ્યુ ત્યારે અભિષેકનો ચહેરો દંભથી ગંધ મારતો હતો. દિપ્તીને એમ હતુ કે એનો ભાઈ તો એને સપોર્ટ કરશે જ કારણ કે એ આવી પરિસ્થિતીઓમાંથી પસાર થઈ ચુક્યો છે. પણ આશા નિરાશા તરફ લઈ ગઈ.

‘ભાઈ તુ દિપની જગ્યાએ છે અને હું સૃષ્ટિ છુ એમ વિચાર કર.’, દિપ્તી બોલી.

‘સટાક’, દિપ્તીના કોમળ ગાલ પર લાલ ચામઠુ પડી ગયુ. અભિષેકે ગુસ્સામાં દિપ્તીને એક લાફો મારી દીધો. દિપ્તીની આંખોમાંથી દડ દડ આંસુઓ વહેવા લાગ્યા, એ ડુસકા ભરવા લાગી.

દિપ વચ્ચે પડવા ગયો ત્યાં અભિષેકે એને સુચના આપી કે, ‘અમારા બહેન ભાઈ વચ્ચે તુ દખલ અંદાજી કરમાં, સારૂ છે કે અત્યારે તું અહિંથી ચાલ્યો જા.’ દિપ દિપ્તી પાસે જીને ઉભો રહી ગયો. એ બસ એના આંસુઓ ને રોકવા માંગતો હતો. અભિષેકનો ગુસ્સો ઉપર જી રહ્યો હતો.

‘પપ્પાને ખબર પડશે તો તને મારી નાખશે.’, અભિષેકે કહ્યુ. એ જ શૈતાની ચહેરાથી અભિષેક બોલ્યો.

દિપ્તી હવે મક્કમ બની. ‘તો મને મરી જવુ ગમશે.’, દિપ્તી બોલી. ‘ચાલ દિપ’, દિપ્તીએ દિપનો હાથ પકડયો અને ઘરના દરવાજા તરફ ચાલી.

‘દિપ્તીપપપપ..’, અભિષેકે ચીસ પાડી. દિપ્તી ના રોકાણી. બન્ને ઘરમાં દાખલ થયા. પાછળથી અભિષેક પણ આવ્યો. દિપ્તી અને દિપનો હાથ પકડેલ જોઈને બધાના ચહેરા પર પ્રશ્નોના મોજા સર્જાણા. સમીરભાઈ સોફા પરથી ઉભા થઈ ગયા. એમના ચહેરા પર કોઈ ભાવો નહોતા. દિપ્તી અને દિપ સમીરભાઈની નજીક ગયા.

દિપ્તી કંઈ પણ બોલે એ પહેલા જ સમિરભાઈએ ખુબ જ જોરથી બે લાફા દિપ્તીના ગાલ પર ધરી દીધા. દિપે વચ્ચે પડવાની દખલ કરી. પણ દિપ્તીએ દિપને વચ્ચે જ રોકી દીધો.

‘આજે તે મારૂ નામ રોશન કર્યુ છે. તે બવ મોટું કામ કર્યુ છે, નહિ ?’, સમિરભાઈએ દિપ્તીની દાઢી ઉંચી કરતા કહ્યુ.

‘દિપ હવે તુ જાપ!’, દિપ્તીએ દિપ સામે જોઈને કહ્યુ.

‘પણપ!’, દિપ બોલ્યો.

‘ના તુ જા. હુ સંભાળી લઈશ. પ્લીઝ તુ જા.’, દિપ્તીએ દિપને જવા માટે વિનંતી કરી. દિપને ના છુટકે જવુ પડયુ. એ શાંત પગે ઘરની બહાર નીકળી ગયો. એને વસવસો હતો કે એ હોવા છતા દિપ્તી પર કોઈએ હાથ ઉઠાવ્યો હતો.

***

‘મને લાગે છે કે હવે હુ જે પણ બોલીશ એ તમને કાંટાની જેમ ખુંચશે, પણ આજે હુ બોલીશ.’, દિપ્તીએ છલકાતી આંખે બોલવાનુ શરૂ કર્યુ.

“મને એ વાતનુ દુખ નથી કે મેં સ્ત્રીનુ શરીર લઈને જન્મ લીધો છેપપ.”

‘હુ થાકી ગઈ છુ આમ દાબમાં રહી રહીનેપ”

‘તમારો છોકરો પ્રેમ લગ્ન કરી શકે, કારણ કે એ છોકરો છે. તમારી દિકરી કોઈને પ્રેમ સુદ્ધા ના કરી શકે કારણ કે એને તમે તમારી ઈજ્જત બનાવી ને રાખી છેપ.!”

“પપ્પા તમે તો મને તમારો વાઘ માનો છો, પણ આ વાઘને તમે બાંધી રાખ્યો છે. ખરેખર તમે બધા મહાન છો. મારો ભાઈ કોઈ છોકરીને પ્રેમ કરીને એની સાથે લગ્ન કરવા માંગે ત્યારે તમે હરખઘેલા થઈ જાવ છો. એક મહિના પહેલાની જ વાત છે, આ જ જગ્યા હતી. તમારા છોકરાએ તમને પુછ્‌યા વિના પ્રેમ કર્યો, પણ ત્યારે તમારી છાતી ફુલાઈ ગઈ. અને અત્યારે મેં નાક કપાવી નાખ્યુ. વાહ..! ખરૂ હો, મારૂ મારા બાપનુ અને તારૂ મારૂ હંયારૂ, નહિ મમ્મી ? બરાબર છે ને કહેવત ? સૃષ્ટિ પણ કોઈની તો દિકરી જ હશે ને. જો સૃષ્ટિના પપ્પાએ પણ વટ રાખ્યો હોત તો સૃષ્ટિ આજે અહિં હોત.?”, દિપ્તીએ સૃષ્ટિ સામે જોઈને કહ્યુ.

“હુ તો ૨૧ વર્ષની છુ, મમ્મી પપ્પા, તમે બધા તો ૪૦ ને વટાવી ચુક્યા છો. અમે તો નાદાન છીએ અમને ખબર નથી કે અમે ૪૦ વર્ષના થઈશુ ત્યારે કેવુ લાગશે, પણ તમે બધા તો ૨૧ વર્ષની ઉંમરે કેવી લાગણીઓ હોય એ અનુભવી છે. ઈશ્વરના સમ ખાઈ ને માત્ર મનમાં વિચારો, તમે અમારી જેટલી ઉંમરના હતા ત્યારે તમને કોઈ તરફ લાગણીઓ થઈ જ નહોતી ? મમ્મી પપ્પા, મામા મામી તમે કોઈ છોકરા છોકરી તરફ આકર્ષીત જ નહોતા થયા ? કદાચ કોઈને પ્રેમ પણ કર્યો હશે. પણ ડરના કારણે તમે એને વ્યક્ત ના કર્યો હોય. એમાં મારો કોઈ વાંક નથી. તમે ડરને જીતવા દીધો. મારે એટલુ જ કહેવુ છે કે તમે તો આ ઉંમરને જોઈ છે. જીવી પણ છે. તમને ખબર છે આ ઉંમરે કેવી લાગણી હોય છે, એ લાગણીઓ હતી છતા તમે આજે ખુશ છો. પણ હવે જીવવાનો વારો અમારો આવ્યો છે તો તમે અમને રોકો છો શામાટે ? કદાચ બદલો લઈ રહ્યા લાગો છો, તમારા મમ્મી પપ્પાએ તમારા પર બંધનો થોપ્યા એટલે તમને એવુ લાગી રહ્યુ હશે કે હવે બંધનો થોપવાનો વારો અમારો આવ્યો છે.

મમ્મી મંદિરમાં રાધા ક્રિષ્ન કેવા સરસ લાગી રહ્યા છે નહિ ? તુ તો રોજ પુજા કરે છે, પણ આજની ભાષમાં રાધા ક્રિષ્નને ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડ કહેવાય. એ બન્ને એ તો લગ્ન પણ નથી કર્યા. ભાઈ લાફો મારવો સરળ હોય છે, એમાં હિમ્મતની જરૂર નથી હોતી. મુર્ખતા કાફી છે. મને ખબર છે તમારા પાસે તર્ક હશે જ ક્રિષ્ન તો ભગવાન હતા, આપડે તો માણસો છીએ. પણ ભાઈ ક્રિષ્નએ એની બહેન સુભદ્રાને અર્જુન સાથે ભાગવામાં મદદ કરી હતી. આજે ક્રિષ્નની કોઈ જરૂર નથી, પણ ક્રિષ્ન જેવા વિચારોની જરૂર છે. જો તમે મારા પ્રેમને સ્વિકારી ના શકો તો ભાઈના પ્રેમને કઈ રીતે સ્વિકારી શકોપ? કદાચ હુ છોકરી છુ એટલે ? શા માટે આ ભેદભાવ ?

આ સમાજ પણ ખરો છે, કોઈ છોકરો બીજા સમાજની છોકરીને પરણે તો, ભેગા મળીને એની હિમ્મતની વાહ વાહ કરે અને કોઈ આજ સમાજના ઘરની કોઈ છોકરી બીજા સમાજના છોકરાને પ્રેમ કરે તો એ ઘરની ઈજ્જત પર દાગ લાગી ગયો એમ વાતો કરે છે. પ્રેમ કંઈ જાત પાત જોઈને નથી થતો, એ તો થઈ જાય છે. એને કોઈ ની પરવાહ નથી હોતી.

સ્ત્રીઓને સારૂ સ્થાન પ્રાપ્ત થયુ છે. ઈજ્જત. જે બધાને જોઈએ છે, કોઈને આપવી નથી.

પપ્પા મારે તમારી મરજી વિરૂધ્ધ જવુ હોત તો હુ ક્યારની દિપ સાથે ભાગી ગઈ હોત. પણ મને મારા પપ્પા પર વિશ્વાસ છે. મને યાદ છે, મેળામાં તમે મને મારી જીદ પર પૈસા ન હોવા છતા મોટી ઢીંગલી લઈ દીધી હતી, મને યાદ છે, મને જ્યારે પગમાં ઠેસ વાગતી ત્યારે તમે જ હળદર લગાવી દેતા, મને યાદ છે જ્યારે પણ ઉંઘ નહોતી આવતી ત્યારે તમારા પડખાએ જ મને સાચવી છે, તમારી આંગળી પકડીને જ તમારી ઢીંગલી ચાલતા શીખી છે, તમે જ મને કક્કો શીખવાડયો છે અને તમે જ મને બારક્ષરી શીખવાડી છે, મેં જ્યારે અલગ રીતે વાળ ઓળ્યા હોય અને કોઈને ના ગમતા હોય ત્યારે તમે જ એકલા હતા જેમણે કહ્યુ હોય કે ‘બેટા સરસ લાગે છે, બીજાને જવાદે તેલ પીવા.’, જ્યારે મારી બધી બહેન પણીના પપ્પાએ એમને બાર પછી ભણવાની ના પાડી ત્યારે તમે જ હતા કે જેમણે કહ્યુ ‘મને વિશ્વાસ છે, મારો વાઘ એન્જીનીયર બનશે.’.”, ગળગળી દિપ્તીને સાંભળીને સમીરભાઈ થોડા ઢીલા પડવા લાગ્યા. એમની આંખો અચાનક ભીની થવા લાગી.

“મને વિશ્વાસ છે, સમાજના માન કરતા તમે મને વધારે પ્રેમ કરો છો. જો તમે ચાહતા હશો કે હુ તમારા બંધનોની બેડીઓ પહેરી રાખુ તો હુ એ જ કરીશ. હું તમારા કોઈ નિર્ણય વિરૂધ્ધ નહિ જાવ. પરંતુ પપ્પા તમને મારે એક જ પ્રશ્ન પુછવો છે, શુ મારા લગ્નની વિદાય સમયે હું રડતી નહિ હોવ તો તમને રડવુ આવશે ખરૂ ?”, દિપ્તીના આંસુઓ એના ગાલ પર દડી આવ્યા. પરંતુ દિપ્તીના આંસુ જોઈને એક બાપના આંસુઓ પણ ના ચુપ ના રહી શક્યા, એ પણ સમીરભાઈના ગાલ પર સરકવા લાગ્યા.

સમીરભાઈએ દિપ્તીને પોતાની વિશાળ બાજુઓથી ભેટી લીધી. ‘મને માફ કર બેટા, મારાથી પાપ થયુ છે. મારો વાઘ જે કરતો હશે એ સાચુ જ કરતો હશેપ!!, મારે માન નથી જોઈતુ તારી ખુશીઓ જોઈએ છે.’, સમીરભાઈએ દિપ્તીને ભેટતા ગળગળા થઈને કહ્યુ.

‘પપ્પાપ.!!!’, દિપ્તીનો ડુસકા ભરતો અવાજ બોલ્યો.