Brashtachar - chanchal hruday bhag 6 books and stories free download online pdf in Gujarati

Brashtachar

ચંચળ હૃદય

ભ્રષ્ટાચાર

હિરેન કવાડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

આ વાર્તા સંગ્રહ મારા મમ્મી પપ્પાને અર્પણ.

ૠણ સ્વિકાર

કોઇ પણ વસ્તુનુ સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતુ નથી. ભગવાન રામને પણ સેતૂની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. એજ બંદરોમાં એક હનુમાન પણ હતો. જે આજે એક પ્રેરણા સ્ત્રોત તરિકે પુંજાય છે.

એટલે આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ પુસ્તકને આજે હુ આકાર આપી રહ્યો છુ કારણ કે આજે હુ આ દુનિયામાં છુ. એટલે સૌપ્રથમ તો હુ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો અને મને જન્મ આપ્યો.

મારા મિત્રો જેમણે મારી સ્ટોરી વાંચીને નિષ્પક્ષ અને તટસ્થ રીવ્યુ આપ્યા. દરેક ક્ષણે મને પ્રોત્સાહન આપ્યુ. ખાસ કરીને અવનિ જે દરેક સ્થિતિઓમાં મારી પડખે રહી. એ સિવાય શ્વેતા, ચિરાગ, હર્ષદ જેમણે મને સ્ટોરી લખતી વખતે ખુબ જ મદદ કરી.

પ્રકૃતિનો આભાર માનવો કેમ ભુલાય કારણ કે વાર્તાના વિષયો મને આ પ્રકૃતિ કાનમાં ફુંકી જતી હોય છે, એટલે આ કુદરતનો પણ આભાર.

એ સિવાય માઇક્રોસોફ્‌ટ વર્ડ નો આભાર જેણે કાગળ અને પેનને બદલે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ. પ્રમુખ ટાઇપ પેડનો આભાર જેનાથી હું ગુજરાતી ખુબ ઝડપથી ટાઇપ કરી શક્યો

છેલ્લે મારી આત્માનો આભાર, એ મને આવા સુંદર કામ સુધી ખેંચી લાવ્યો.

ભ્રષ્ટાચાર

‘‘મૃત્યુ આ ઘટના માણસનુ જીવન બદલી નાખતી હોય છે. મારા પપ્પાનુ મૃત્યુ મારા માટે આઘાત જનક હતુ.’’, આશયે એની ચારે તરફ બેસેલા યુવાન છોકરા/છોકરીઓના ટોળાને કહ્યુ.

‘‘પણ સર..! તમારા પપ્પાના મૃત્યુ અને તમારી લવ સ્ટોરીને શાં લેવા દેવા ?’’, ટોળામાંથી એક યુવાન બોલ્યો.

‘‘મારા જીવનની કોઇ પણ ખુશીનુ કારણ હુ માનુ તો મારા પપ્પાનુ મૃત્યુ જ છે.’’, બધાને આ સાંભળીને થોડુક આશ્ચર્ય થયુ.

‘‘એટલે, તમે તમારા પપ્પાના મૃત્યુથી ખુશ હતા ! એમ..?’’, ટોળામાં બેસેલી ત્રિશાએ પુછ્યુ.

‘‘કોઇના માટે એના બાપની મોત, ખુશીઓ નો તહેવાર નથી હોતી. પણ રડીને પણ કંઇ ફાયદો થવાનો ન્હોતો.’’, આશયે જવાબ આપ્યો.

‘‘સર અમને બધુ કહો ને અમારે સાંભળવુ છે.’’, લગભગ ટોળાના બધા યુવાનોએ એકસાથે કહ્યુ.

‘‘ઓકે, પણ તમે બોર થઇ જશો તો..?’’, આશયે પુછ્યુ.

‘‘સર..! અત્યાર સુધી તો તમે કદી બોર નથી કર્યા. આજે તો તમારા તમારા છોકરા વંશજનો બર્થ ડે છે...!’’

’’ મારી કહાની માત્ર પ્રેમની કહાની નથી, એમાં ભ્રષ્ટાચારની પણ કહાની છે. પણ આ ભ્રષ્ટાચાર સાથે લડવાની મારામાં તાકાત હતી. આસ્થાને મળ્યાના એક મહિના પહેલાજ હુ મારા પપ્પાને ગુમાવી ચુક્યો હતો. મમ્મીનો તો ચહેરો પણ સમજણો થયો એ પહેલા જ મેં જોયો હતો. કારણ કે મને જન્મ આપ્યા પછી એ પણ એક જ વર્ષમાં પરમધામની યાત્રાએ ચાલી ગઇ. પપ્પાએ જ મને મોટો કર્યો. એણે જ મારા બાળોતિયા પણ ધોયા. એ જ મને નવડાવતા, એ જ મને મારા મોં મા કોળીયા આપતા. મારી માં ના મૃત્યુ પછી એ પણ થોડા ઢીલા પોંચા થઇ ગયા હતા. પણ જાણે મને મોટો કરવા માટે જ હોય એમ હુ ઓગણીસ વર્ષનો થયો એટલે મારા બર્થ-ડે ના દિવસે જ મને મારા પપ્પાએ મને છોડીને મમ્મી પાસે જવાનુ નક્કિ કરી લીધુ હતુ. બર્થ-ડે પાર્ટીના દિવસે જ મારા પપ્પાને હાર્ટ અટેક આવ્યો. મારા પપ્પાની છેલ્લે જે ગીફ્‌ટ મારા માટે હતી. એ હતી એમની મૃત્યુ. એવુ મને સમયે સમજાવ્યુ. સમય પાસે બધા દર્દોની દવા છે, જો તમે વાગેલા ઘા ને પંપાળ્યા ના કરો તો !

જો એણે મારા માટે આટલુ કર્યુ હોય અને એમની છેલ્લી ઇચ્છા હુ પુરી ના કરી શકુ..? બસ એમની આ છેલ્લે ઇચ્છા સાચવવા માટે મારે મારી સામે અને દુનિયાના અમુક માણસો સામે જજુમવાનુ હતુ.

ગુજરાતની પ્રખ્યાત એન્જીનીયરીંગ કોલેજ. નિરમા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી. કંપ્યુટર એન્જીનીયરીંગનુ બીજુ વર્ષ પુરુ થવામાં જ હતુ. હુ રડીને મારી જીંદગી ને શોકમાં ગરકાવ કરી દેવા ન્હોતો માંગતો. મેં નક્કિ કરી લીધુ હતુ કે મુવ ઓન જ કરવુ. કારણ કે હવે મારી આગળ પાછળ કોઇ નહોતુ. કમાવવાનુ પણ મારે અને ઉડાવવાનુ પણ મારે જ છે. હુ જે ધારૂ તે કરી શકુ એમ હતો. એ મૃત્યુનુ વરદાન હતુ.

એટલે જ મેં કોલ સેન્ટરમાં પાર્ટ ટાઇમ જોબ શરૂ કરી. મારો પહેલો દિવસ થોડો અજાણ્યો હતો. પણ આસ્થાએ મને મારામાંથી ઉઠી ગયેલી આસ્થા પાછી અપાવી.

’’ કોઇ પણ કસ્ટમર જોડે વાત કરતી વખતે જરાં પણ ડરવાનુ નહિ. જરા પણ ખોટુ બોલવાનુ નહિ. જે માહિતી કમ્પ્યુટર પર ડીસ્પ્લે થાયે એ જ કહેવાની. એ તમને તોછડા શબ્દો કહેશે. પણ ગ્રાહક ઇશ્વર હોય છે. આપણી પાસે જે છે, એ જ આપણે આપીએ છીએ એ આપણી ઇમાનદારી છે.’’, આસ્થાએ મને ટ્રેઇનીંગ આપવાની ચાલુ કરી.

‘‘તમે ક્યારથી અહિં છો..?’’, મે આસ્થાને પુછ્યુ. એના સીલ્કી સ્ટ્રેટ વાળ જે એના ગળાની સાથે આલિંગન કરી રહ્યા હતા એ જોઇને કોઇ પણ માણસ આભો બની જાય તો નવાઇ નહિ. એનુ ડ્રેસ સીલેક્શન પણ પરફેક્ટ હતુ. એણે પંજાબી બ્લેક રેડ કુર્તા પજામાં જ પહેરેલા હતા. એનુ ટોપ થોડુ વધારે ચુસ્ત હતુ જેથી કદાચ એની છાતી ભીંસાઇ રહી હતી. એના મોટી બ્લેક ફ્રેમ વાળા ચશ્મા એનો ચહેરા પર નજર ન લાગે ની બીંદી સમાન હતા. આ મારી અને આસ્થાની પહેલી મુલાકાત હતી. હુ એનો ટ્રેઇની હતો.

‘‘બસ, હવે તમે તમે શું કરી રહ્યો છે..! મારી ઉમર તારા જેવડી જ છે. હુ પણ કોલેજ કરૂ છુ..!, હુ અહિં છ મહિનાથી જોબ કરૂ છુ.’’, આસ્થાએ હસતા હસતા કહ્યુ.

‘‘ઓકે..!! મીસ..?’’, મેં નામ જાણવા કહ્યુ.

‘‘આસ્થા..! તો કઇ કોલેજમાં છે તુ ?’’, આસ્થાએ મારા કેબીનમાં ચેઇર પર બેસતા પુછ્યુ.

‘‘નીરમા..! તુ ?’’, મેં પુછ્યુ.

‘‘એચ. કે આર્ટસ કોલેજ..!’’, આસ્થાએ કહ્યુ.

‘‘કોલ સેન્ટર કેમ જોઇન કર્યુ ?’’, મેં આસ્થાને પુછ્યુ.

‘‘પછી કહુ તો..? અત્યારે ટ્રેઇનીંગ આપુ. બોસ આવશે તો બોલશે !’’, આસ્થાએ એના કપાળમાં ચિંતાની રેખાઓ લાવીને કહ્યુ.

‘‘તો અહિં બોસ બોલે પણ છે ?’’, મે ધીમેથી પુછ્યુ.

‘‘હા, જો તમે ટાર્ગેટ નહિ પુરો કરો તો !’’, આસ્થાએ કહ્યુ.

હુ જે કોલ સેન્ટરમાં હતો, એ કોલ સેન્ટર ની ત્રણ શીફ્‌ટ હતી. હુ અને આસ્થા બન્ને પાર્ટ ટાઇમ જોબ કરતા અને અમારી શીફ્‌ટનો ટાઇમ બપોરે ત્રણથી રાતના નવ વાગ્યાનો હતો. અમારી શીફ્‌ટ પણ ફીક્સ હતી. અમેં ઇનબાઉન્ડ માં હતા. અમે ઇલેક્ટ્રોનીક્સ ડીવાઇસની એક પ્રખ્યાત કંપનીના સપોર્ટ સેન્ટરમાં હતા. જે ડીવાઇસ માં પ્રોબ્લેમ્સ આવે એ જો ઘરેથી જ ઠીક થઇ શકે એમ હોય તો એ અમારે ફોન પર કહેવાનુ રહેતુ. એ બધી ડીટેઇલ્સ અમને કમ્પ્યુટરના મોનીટર પર જોવા મળતી.

‘‘ઓકે.. ઓકે.. કસ્ટમર ને જે પ્રોબ્લેમ હોય એની ડીટેઇલ્સ કંપ્યુટરમાં ના હોય તો..?’’, મે આસ્થાને પુછ્યુ.

‘‘દરેક પ્રોબ્લેમ્સની કેટેગરી છે. જો કોઇ પ્રોબ્લેમ ની ખબર ના પડે તો કસ્ટમરને હોલ્ડ પર રાખીને, તુ સીનીયરને કોલ કરીને પુછી શકે. એ તને શું કરવુ એ જણાવશે.’’, એણે સંતોષકારક જવાબ આપ્યો.

‘‘ઓકે..!’’,

‘‘કોઇ જ ટેન્શન લેવાનુ નહિ ! બસ બીન્દાસ્ત રહેવાનુ..!’’, એણે મસ્તીથી કહ્યુ. આસ્થાના ચહેરા પર કદી ન ખોવાતુ સ્મિત મેં જોયુ.

એ મસ્ત હતી અને મસ્ત રહેતી. હુ આસ્થા તરફ આકર્ષાયો હતો. પણ આવુ મારૂ એકનુ જ નહોતુ. આખુ કોલ સેન્ટર આસ્થા પાછળ લટ્ટુ હતુ. કારણ કે આસ્થા હોશિયાર ની સાથે સુંદર અને સ્ટાઇલીસ્ટ પણ હતી. પણ એન્જીનીયરીંગ ના સ્ટુડન્ટ માટે કશુંજ અશક્ય નથી હોતુ.!

‘‘ઓકે આસ્થા’’ મેં પણ સ્માઇલ આપતા કહ્યુ.

‘‘ઓકે..! કોઇ હેલ્પ જોઇએ તો બોલાવજે.’’, આસ્થાએ ઉભા થતા કહ્યુ.

‘‘કેવી રીતે બોલાવુ ? ટેલીગ્રામ કરીને કે ટપાલ મોકલીને ?’’, મે હસતા હસતા કહ્યુ.

‘‘સો ફની..! લખ મારો નંબર..!’’, એણે હસતા હસતા એનો નંબર લખાવ્યો.

મેં કેબીનની બહાર જોયુ તો બોસ અદબ વાળીને આસ્થાની પાછળ ઉભા હતા. આસ્થા પાછળ ફરી. બોસની આંખો ફાટી ગયેલી હતી. એમની ચમકતી ટાલ પણ જાણે ગુસ્સો કરતી હોય. ફોર્મલ કપડા અને ટાઇટ ઇનશર્ટ કરેલ બ્રિજેશ વૈશ્નવ જાણે મારા ઉપર વરસવાનો હોય એવુ લાગ્યુ.

‘‘ઓકે, બાય..! ઇફ એની પ્રોબ્લેમ ધેન કોલ મી..!’’, આસ્થાએ કહ્યુ અને એ કેબીનની બહાર નીકળી ગઇ. મારી સામે મારો ટકલુ બોસ આંખો ફાડીને ઉભો હતો.

‘‘સર..! આસ્થા મને જસ્ટ ટ્રેઇનીંગ આપી રહી હતી.’’, મે ઉભા થઇને મારી સામે ઉભેલા બોસને કહ્યુ.

‘‘મેં કંઇ પુછ્યુ જ નથી.’’, એણે કુલ બનીને ગુસ્સાના સ્વરમાં કહ્યુ. એણે મને બેસવા કહ્યુ. એ મારી બાજુમાં જ બેઠો.

‘‘લેટ, મી ક્લિઅર..! ટેકોકેર(અમારા કોલસેન્ટરના રીજીઅનનુ નામ) માં આ બધુ નહિ ચાલે. અહિં હોવ ત્યાં સુધી શાંતિથી તમારા કામથી કામ રાખો. એન્ડ જે કરવુ હોય તે કોલ સેન્ટરના ટાઇમ સિવાય કોલ સેન્ટરની બહાર કરો. ગોટ ઇટ..?’’, બોસે એના ઠંડા અને ઘોઘરા સ્વરમાં કહ્યુ. કદાચ યુવાનોને સમજી શકે એને જ યુવાન કહેવાય, બાકી બધા તો વિચારોથી બુઢ્ઢાજ કહેવાય..!

‘‘ઓકે, સર..!’’, મેં બધી વાતો શાંતિથી કોઇ આર્ગ્યુમેન્ટ વિના સાંભળીને કહ્યુ.

‘‘ગુડ..! ગેટ બેક ટુ વર્ક..!’’, એણે કહ્યુ અને એ ઉભો થઇને કોલ સેન્ટરમાં નજર મારવા માટે ચાલતો થયો. દસેક મિનિટ તો હુ એ ખડુસ બોસ વિશે જ વિચારતો રહ્યો. જો વર્કને એન્જોયના કરી ન શકાય તો એ કામ શાં કામનુ ? પણ પછી મને યાદ આવ્યુ કે પોતાનો ખર્ચો કાઢવા માટે આ કામ જરૂરી છે. નો ડાઉટ મારા બેંક અકાઉન્ટમાં અમારૂ રાજકોટનુ મકાન વેંચેલ હતુ એના પૈસા હતા. પણ એ ઉડાવવા માટે નહોતા. કોલેજની તગડી ફી એમાંથી ભરવાની હોય. એ સેવીંગ હતુ.

કોલ સેન્ટરનો પહેલો દિવસ બવ બકવાસ અને બોરીંગ હતો. આખા દિવસમાં એ દિવસે મેં લગભગ પચ્ચીસેક કસ્ટમર્સ જોડે જ વાત કરી હતી. ઇન્ટરનેટ કનેક્શન હતુ પણ એમાં વેબસાઇટ્‌સ બ્લોક કરેલી હતી. એટલે હવે હુ વિચારતો હતો કે મારે અહિં કમ્પ્યુટર એન્જીનીયરીંગ ઇમ્પ્લીમેન્ટ કરવુ પડશે. જેનો સામાન હુ બીજે દિવસે લઇ જવાનો હતો. બે-બે કલાકે ત્રણ ટી બ્રેક પડતા. એ દરમ્યાન હુ વિચારતો હતો કે કાશ આસ્થાનો ચહેરો જોવા મળે તો હુ ફરિવાર એને બોલાવીને વાત કરી શકુ. ટી બ્રેક દરમ્યાન પણ હુ મારી કેબીનમાં જ બેસી રહ્યો હતો. પોણા નવ વાગ્યા છતા મેં આસ્થાને ક્યાંય જોઇ નહિ. કદાચ એનુ શેડ્યુલ ટાઇટ હશે. મારી નજર વિન્ડોઝ સેવનના ઘડિયાળના ગેજેટ પર હતી. ક્યારે નવ વાગે અને હુ અહિંથી છુટો થાવ. આ કોલ સેન્ટર પહેલા દિવસે મને હુ કેદી હોવ એવુ લાગ્યુ.

નવ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી એટલે બીજી કેબીનો વાળા એક્ઝેક્યુટીવ્સ પોતાની કેબીન બહાર આવવા લાગ્યા. મને ખબર તો નહોતી કે કમ્પ્યુટર શટ ડાઉન કરવુ કે ચાલુ રાખવુ. મેં મારી બાજુની કેબીનમાં પુછવા જવાનુ વિચાર્યુ. હુ બાજુની કેબીનમાં ગયો. મારા ચહેરા પર અચાનક સ્માઇલ આવી ગઇ. એમાં આસ્થા બેસેલી હતી.

‘‘હેય..! તુ આ કેબીનમાં છે..?’’, મે આશ્ચર્યથી પુછ્યુ.

‘‘બહાર જઇને વાત કરીએ ?’’, એણે બોસના ડરને કારણે કહ્યુ.

‘‘પી.સી શટ ડાઉન કરવાનુ છે ?’’, મે મારો સવાલ પુછ્યો.

‘‘ના ! જસ્ટ લોગ ઓફ કરી દે.’’, એણે જવાબ આપ્યો.

‘‘ઓકે..!’’, મે કહ્યુ અને હુ મારી કેબીનમાં કમ્પ્યુટરને લોગ-ઓફ કરવા ગયો. મેં મારૂ બેગ લીધુ. બધા પોતાના બાયોમેટ્રિકથી અટેન્ડન્સ કરાવી રહ્યા હતા. મારી પાસે બાયોમેટ્રિક આઇ કાર્ડ નહોતુ. મારે મારા મેનેજર પાસે જવાનુ હતુ. હુ મેનેજરની તરફ ચાલતો થયો.

‘‘મે આઇ કમ ઇન સર ?’’, મે પરમીશન માંગી.

‘‘યસ..પ્લીઝ!’’, એણે કહીને મને ચેઇર પર બેસવા કહ્યુ.

‘‘મને ખબર છે, તમારા ચહેરા પરથી લાગે છે. તમે બવ બોર થઇ ગયા છે.’’, એણે મને કહ્યુ.

‘‘હા, સર થોડોક..!’’, મે કહ્યુ.

‘‘વોટ્‌સ યોર નેમ ?’’, એણે મને પુછ્યુ.

‘‘આશય. સર !’’,

‘‘યસ, આશય. પહેલો દિવસ બધાનો આવો જ રહેતો હોય છે. ધીરે ધીરે તને અહિં ફાવી જશે. એટલે જો તુ કાલે અહિં ના આવવાનુ વિચારતો હોય તો એ વિચાર કાઢી નાખ. અહિં બધાજ ફ્રેન્ડ્‌સ ની જેમજ રહે છે.’’ એણે મને કહ્યુ. તરત મને બોસનો ચહેરો મનમાં સામે દેખાણો. મારા કપાળ પર પ્રશ્નાર્થનુ ચિન્હ હતુ.

‘‘બોસ થોડાક અલગ વિચારો ધરાવે છે. પણ એ ખાસ કોઇને હેરાન નથી કરતા. બસ એને કામ કરતી વખતે કોઇ છોકરીઓ સાથે કામ સિવાયની વાત કરે એ પસંદ નથી. બસ એ થોડુક ધ્યાન રાખવુ. વેલકમ ટુ ટેકોકેર !’’, એણે મારી સામે હાથ લંબાવ્યો.

‘‘થેંક્યુ સર..!, આઇ કાર્ડ ?’’, મેં પુછ્યુ.

‘‘કાલે હુ તને એક લીંક આપીશ. એના પર ફોર્મ ભરીને ફોટો પણ અપલોટ કરી દેજે.’’

‘‘ઓકે, સર થેંક્યુ..!’’, હુ જેટલુ બને એટલો જલદી બહાર નીકળવા માંગતો હતો કારણ કે મારે આસ્થા સાથે વાત કરવી હતી. હુ જડપથી ઓફીસની બહાર નીકળ્યો. હુ અમારા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં બાઇક લેવા માટે ગયો. બેઝમેન્ટમાંથી બહાર આવ્યો. વિજયચાર રસ્તા તરફ જતા રોડ પર રાતનો ટ્રાફીક હતો. મેં ચારેતરફ નજર કરી પણ આટલા મોટા રોડ અને એના પરના ટ્રાફીકમાં આસ્થા ક્યાં દેખાવાની ? એક ક્ષણ વિચાર આવ્યો કે એને કોલ કરૂ. પણ બીજી ક્ષણે બીજો વિચાર આવ્યો. ‘કદાચ હુ થોડોક ઉતાવળો તો નથી થઇ રહ્યો ને ?’ ‘કદાચ મોડો પડ્યો તો ?’ ત્રીજી ક્ષણે ત્રીજો વિચાર આવ્યો. મેં બાઇક સાઇડમાં લીધી. મેં આસ્થાને કોલ લગાડ્યો.

ટ્રીન ટ્રીન ની રીંગ ની જગ્યાએ ‘ગુલાલ’ મુવીના આરંભ હે પ્રચંડ મુવી ની રીંગ ટોન વાગી. હુ એ ક્ષણે ફરી આશ્ચર્યમાં પડ્યો. આ ક્યાં પ્રકારની છોકરી છે. એ કોલ રીસીવ કરતી નહોતી. ગીતનો એનો એજ ટુકડો ફરી શરૂ થયો.

‘‘હેલો..?’’, સામેથી અવાજ આવ્યો.

‘‘આસ્થા..! આશય બોલુ છુ’’, મેં કહ્યુ.

‘‘ઓહ્‌હ.. આશય.. હા બોલ..!’’, એણે કહ્યુ.

‘‘ક્યા છે ?’’, જાણે હુ એને વર્ષોથી ઓળખતો હોવ એમ કહ્યુ.

‘‘લીફ્‌ટ મા’’, એણે કહ્યુ.

‘‘ઓકે. હુ બહાર જ ઉભો છુ.’’, મે કહ્યુ.

‘‘ઓકે..!’’, એણે ‘તો શુ’ એવા સુર માં કહ્યુ.

‘‘આપણે મળીએ ?’’, મે કહ્યુ.

‘‘ઓકે..!’’, એણે કહ્યુ. હુ બાઇકને સાઇડ માં મુકીને કોમ્પ્લેક્સની લોબીમાં લીફ્‌ટ નીચે આવે એની રાહમાં ઉભો રહ્યો.

‘‘હા..! બોલ’’, મારી નજર રોડ પર હતી ત્યારે પાછળથી અવાજ આવ્યો. હુ પાછળ ફર્યો.

‘‘સોરી યાર, મારા લીધે તને બોસે કંઇ કહ્યુ તો નથી ને ?’’, મે જસ્ટ ફોર્માલીટી પુરી કરવા કહ્યુ.

‘‘ના, ઇટ્‌સ ઓકે. એ ટકલુએ તને શું કહ્યુ.’’, એણે હસતા હસતા કહ્યુ અને એ ચારે તરફ જોવા લાગી. એણે ચેક કર્યુ કે એ ટકલું ક્યાંય આસપાસ તો નથી ને ?

‘‘બસ.. ભાષણ બાજી એન્ડ એના રૂલ્સ.’’, મે કહ્યુ.

‘‘બીજુ કંઇ કામ તો નથી ને..?’’, એણે પુછ્યુ.

‘‘બાય, દ વે તુ ક્યાં રહે છે ?, મારી પાસે બાઇક છે. રસ્તામાં આવતુ હોય તો છોડી દવ તને.’’, મેં લીફ્‌ટ માટેની ઓફર કરી.

‘‘હુ અંકુર ચાર રસ્તા રહુ છુ.’’, એણે કહ્યુ.

‘‘ગ્રેટ.. હુ શાત્રીનગર. નારણપુરામાં જ રહુ છુ. તને અંકુર સુધી છોડી દવ ?’’, મેં કહ્યુ.

‘‘ગુડ એન્ડ થેંક્સ!’’, એણે કહ્યુ.

મેં મારો હાથ બાઇક બતાવવા લંબાવ્યો. અમે બન્ને બાઇક તરફ ચાલ્યા. મેં બાઇક સ્ટેન્ડ ઉપર ચડાવ્યુ. આસ્થા મારી બાઇક પાછળ બેસી ગઇ.

‘‘સી.. જેલસ પીપલ્સ..!’’, એણે મારા જમણી બાજુના કાનમાં કહ્યુ.

મેં કોમ્પ્લેક્સ નીચે ઉભેલા અને અમારી તરફ તાકીતાકીને જોઇ રહેલા પાંચ છોકરાને જોયા !

‘‘ઓહ્‌હ..!’’, મેં ઉદગાર વાક્યો કાઢ્યા. બાઇક ચલાવી મુકી.

‘‘સાલા મારા પર લટ્ટુ છે. પણ ક્યારેય હિમ્મત નથી કરતા. બીજી વાત એ કે હુ કંઇ થોડી દ્રૌપદી છુ. પાંચે પાંચ જ્યારે હોય ત્યારે નજરથી બળાત્કાર કરતા હોય છે.’’, પાછળ બેસેલી આસ્થાએ કહ્યુ.

‘‘કેટલાક લોકો એવા હોય જ છે..!’’, મેં સામાન્ય વાક્ય કહ્યુ. બાઇક મેમનગર તરફ વાળી.

‘‘તો એન્જીનીયરીંગ કરતા કરતા કોલસેન્ટર ?’’, એણે પુછ્યુ.

‘‘હા..! માય પેરેન્ટ્‌સ નો મોર !, એટલે પોકેટમની માટે’’, મે કહ્યુ.

‘‘ઓહ્‌હ, આઇ’મ સો સોરી..!’’, એણે ખેદ વ્યક્ત કરતા કહ્યુ.

‘‘ઇટ્‌સ ઓકે યાર..!, તુ શા માટે જોબ કરે છે ?’’, મેં પુછ્યુ.

‘‘આમ તો મારે જોબની કોઇ જરૂર નથી. પપ્પા ગવર્નમેન્ટ સવિર્સમાં છે. ત્.ટ.ષ.્‌ ના એક ડિપાર્ટમેન્ટમાં. પણ મારા શોખો પુરા કરવા અને ઇન્ડીપેન્ડેન્ટ રહેવા. મારા પૈસાને દર મહિને મોજથી ઉડાવુ છુ.’’, એના અવાજમાં પણ આઝાદી હતી. એનો આજ એટીટ્યુડ મને ગમતો હતો.

‘‘ક્યા બાત હૈ..!, એન્ડ કોલેજ ?’’, મે બાઇક ચલાવતા ચલાવતા જ કહ્યુ.

‘‘કોલેજ તો બંક મારવા માટે જ હોય છે.’’, એણે ઉંચા અવાજથી કહ્યુ.

‘‘હ્‌હ..! અમારી કોલેજમાં તો ૮૦% અટેન્ડન્સ ના હોય તો ઘરે લેટર મોકલે. પણ હવે હુ ચિંતા મુક્ત છુ. મને જોબનુ ખાસ ટેન્શન નથી. કંપ્યુટરની લગભગ બધી ટેકનોલોજી હુ અત્યારથી જ જાણુ છુ. વેબસાઇટ બનાવવાથિ માંડીને. કોઇ સોફ્‌ટવેર બનાવવા સુધી. સોફ્‌ટવેર કંપનીમાં તો દોઢેક વર્ષ પછી એમ પણ જોબ કરવાની જ છે. તો વિચાર્યુ કે ચાલને કોલ સેન્ટરમાં પણ જોબ કરીએ. નહિતર મને કોઇ સોફ્‌ટવેર કંપનીમાં જોબ મળી રહે એમ હતી.’’, મેં મારી ક્ષમતા કહી.

‘‘ઓહ્‌હ.. નિરમા એન્જીનીયર્સ..!’’, એણે જસ્ટ ચિડવવા માટે કહ્યુ.

‘‘તારી કેબીન મારી બાજુમાં જ હતી ને મને ખબર જ નહોતી. હુ બરાબરનો બોર થઇ ગયો.’’, મેં કહ્યુ.

‘‘એક્ચ્યુલી મારી કેબીન બીજે છે. હુ ત્યાં ટ્રબલશુટ કરવા જ આવી હતી.’’, એણે કહ્યુ.

‘‘ઓહ્‌હઓકે. કોલ સેન્ટરમાં તારૂ કોઇ ફ્રેન્ડ નથી..? બોયફ્રેન્ડ..!’’, મેં હિમ્મત કરીને પુછ્યુ.

‘‘હાહાહા! હજુ સુધી કોઇ ગમ્યુ જ નહિ. અને મોસ્ટ ઓફ સ્ટાફ ગયા મહિને જ બદલાયો એટલે ખાસ કોઇ સાથે જામ્યુ નહિ.’’, એણે કહ્યુ.

મને મનમાં જ અજબ શાંતી થઇ કારણ કે તેને કોઇ બોયફ્રેન્ડ નહોતો. ‘પણ એ ખોટુ તો નહિ બોલતી હોય ને’ એવી શંકા પણ થઇ.

‘‘એક ફ્રેન્ડ તરીકે તુ મારી સાથે શેર કરી શકે. કોઇ બોયફ્રેન્ડ હોય તો..!’’, મેં હસતા હસતા કહ્યુ. અમે એકબીજા સાથે ખુબ જ જડપથી ફ્રેન્ડલી બની ગયા.

‘‘નથી તો ક્યાંથી શેર કરૂ. કદાચ હવે કોઇ મળી જશે એવુ લાગે છે.’’, આ શબ્દોએ મારી ધડકનો વધારી દીધી હતી. હવે અમે પહોંચવાના જ હતા. શાત્રીનગર તો આવી ગયુ હતુ. પણ હુ આસ્થાને અંકુર સુધી મુકવા જવાનો હતો. કોલ સેન્ટરે મારો પહેલો દિવસતો સાવ બકવાસ હતો. પણ પહેલા દિવસની સાંજે બધો જ થાક ઉતારી દીધો હતો. લાગતુ હતુ કે આસ્થાનુ સ્ટોપ આવે જ નહિ અને એની સાથે વાત કર્યા જ કરૂ. પણ અંકુર આવી ગયુ. મેં બાઇક ઉભી રાખી.

‘‘ઓકે, કાલે મળીએ ?’’, મે કહ્યુ.

‘‘યા.. સ્યોર.. થેંક્સ લીફ્‌ટ આપવા બદલ.’’, એણે ઉતરીને કહ્યુ.

‘‘મારૂ સદભાગ્ય..!’’, મે હસતા હસતા કહ્યુ.

’’ ફેસબુક પર છે ? તુ’’, એણે હસતા હસતા પુછ્યુ.

‘‘હા..’’, મેં મારૂ પુરૂ નામ કહ્યુ જેથી એ ફેસબુક પર સર્ચ કરી શકે. એણે પણ મને એનુ પુરૂ નામ કહ્યુ.

‘‘ઓકે, બાય!’’, મેં હસતા હસતા કહ્યુ.

‘‘બાય સી.યુ.’’, એણે કહ્યુ. મેં બાઇક ચલાવી મુકી.

મારા શરીરમાં ઝણઝણાટી ઉપડી ગઇ હતી. મને આસ્થા ગમી ગઇ હતી. હુ થોડુક અનકમ્ફર્ટેબલ મહેસુસ કરી રહ્યો હતો. પણ સવાલ એ થઇ રહ્યો હતો કે એને પણ આવુ મહેસુસ થઇ રહ્યુ હશે. મને ક્યારે કાલ પડે એની વાટ હતી. કદાચ આગ બન્ને તરફ લાગી ચુકી હતી. કારણ કે હુ ઘરે ના પહોંચ્યો એ પહેલા જ આસ્થાનો ફોર્વડેડ મેસેજ આવ્યો. છોકરીઓને આવા મેસેજ મોકલવાની કદાચ આદત હોય પણ હુ આ મેસેજ ને ખુબ સીરીયસલી લઇ રહ્યો હતો.

‘આપ આયે બહાર છા ગઇ,

ફુલ મહેંકને લગે ઉજાલે કી ચાદર છા ગઇ,

આગ તો સભી લગાતે હૈ એ દોસ્ત,

આપસે મીલે ઔર જલ જાને કી લત લગ ગઇ.’

આ મેસેજ વાંચીને હુ આખી રાત ભડકે બળતો રહ્યો. કાશ કાલ સવારનો સુર્ય આવીને મને ઠારે એ વાટમાં.

આજે પણ હુ બે વાગવાની રાહ જોઇ રહ્યો હતો. જેવા મેડમ લેક્ચર પુરો કરીને ગયા એવો હુ તરત બહાર નીકળ્યો. બીજા સર અંદર આવે એ પહેલા હુ બહાર નિકળવા માંગતો હતો. હુ નિકળી પણ ગયો. મેં મારી બાઇક ફુલ સ્પીડે ભગાવી. પણ સોલા-ભાગવત પાસે પહોંચ્યો તો મેં જોયુ કે, ટ્રાફીક પોલીસની ટોળી. બધા બાઇક વાળાઓને રોકી રહી હતી. મેં તો હેલ્મેટ પણ નહોતુ પહેર્યુ. ધાર્યા પ્રમાણે મને પણ રોક્યો.

‘‘લાઇસન્સ..!’’, ટ્રાફીક પોલીસ સાથે જે આસીસ્ટન્ટ હોય એમાંના એકે મને કહ્યુ. મે પર્સમાંથી લાઇસન્સ કાઢીને આપ્યુ.

‘‘પી. યુ. સી, હેલ્મેટ અને આર.સી બુક, નંબર પ્લેટ પણ ફેન્સી છે’’, એણે મારી ભુલો કાઢવાનુ શરૂ કર્યુ. મેં આર.સી બુકની ઝેરોક્ષ આપી.

‘‘સાહેબ, પી.યુ.સી નથી, જવા દો ને, સ્ટુડન્ટ છુ’’, મેં પેલાને કહ્યુ.

‘‘તો સ્ટુડન્ટને રૂલ્સ લાગુ ના પડે..? ચાલ પાંચસોનો મેમો ભરી દે, નહિતર ગાડી જમા કરી દે.’’, એણે ઉતાવળમાં કહ્યુ.

‘‘સાહેબ. મોડુ થાય છે. પતાવોને જે તમારૂ થતુ હોય એ લઇને..!’’, મેં સરને ઓફર કરી.

‘‘ના, પાંચસોનો મેમો ભરીદે જા સાહેબ પાસે જઇને..!’’, એ આસીસ્ટન્ટ એના સાહેબ તરફ વળીને ચાલતો થયો.

‘‘સાહેબ..! ઓ સાહેબ..!’’, મેં પેલાને પાછો બોલાવ્યો.

‘‘સાહેબ, પચાસ રૂપિયા જ છે.’’, હુ ખોટુ બોલ્યો.

‘‘ચાલ, લાવ..!’’, એણે કહ્યુ અને મેં પાકીટમઆંથી પચાસ રૂપિયા કાઢીને આપ્યા. એણે એ પચાસ રૂપિયા એના હાથમાં રહેલી રસીદબુકમાં મુકી દીધા. મને ન તો ખોટુ બોલવુ ગમ્યુ ન તો પચાસ રૂપિયા માં પતાવવુ. પણ પાંચસો રૂપિયા હુ આપી શકુ એમ ન્હોતો. મને કંઇક યાદ પણ આવ્યુ હતુ.

ત્રણને પાંચ મિનિટે હુ પહોંચ્યો. હુ સીધો જ મારી કેબીનમાં ગયો. કામ શરૂ કર્યુ. મેં બાજુની કેબીનમાં જોયુ પણ એ ત્યાં નહોતી. કાંતો એ હવે અહિં આવે અથવાતો પાંચ વાગ્યાના ટી બ્રેક સુધી વાટ જોવાની. આજે કોલ્સ નો ફ્‌લો થોડો વધારે હતો. એટલે જે જે સામગ્રી હુ કંમ્પ્યુટર માટે લાવ્યો હતો એ એમાં નાખી શક્યો નહિ. પાંચ વાગી ગયા. ટી-બ્રેક પડ્યો. મેં આસ્થાને કોલ લગાડ્યો. એણે રીસીવ કર્યો. દસ મિનિટનો બ્રેક હુ બેસી રહીને બગાડવા ન્હોતો માંગતો. કોલ સેન્ટર તરફથી આવેલી કોફીને લઇને અમે રેસ્ટરૂમ માં ગયા. ત્યાં બેઠા.

‘‘ક્યા છે તુ ? દેખાતી જ નથી ?’’, મેં પુછ્યુ.

‘‘તો હુ થોડી આખો દિવસ ઘુમતી રહેવાની.! મારી કેબીન બી-બ્લોકમાં છે.’’, એણે કહ્યુ.

‘‘ઓકે, લે આ પેનડ્રાઇવ. આમાં લેન મેસેન્જર નામનુ એક સોફ્‌ટવેર છે. જેના વડે આપણે ચેટીંગ કરી શકીશુ.’’, મે આસ્થાને પેનડ્રાઇવ આપીને કહ્યુ.

’’ કંઇ પ્રોબ્લેમ તો નહિ થાય ને ?’’, એણે ફોફીની ચુસ્કી મારતા કહ્યુ.

‘‘ના, કંઇ જ નહિ થાય..!, એન્ડ ઇન્સ્ટોલ થઇ જાય એટલે પેઇનડ્રાઇવ મને આપી જજે. મારે ઇન્સ્ટોલ કરવાનુ બાકી છે. સાથે તારૂ ષિ સ્દદરઇસસ પણ યાદ રાખતી આવજે. ’’, મે કહ્યુ.

‘‘ઓકે, એ બધુ જવાદે. કાલે રાતે ઉંઘ આવી હતી ?’’, આસ્થાએ એક અઘરો સવાલ પુછ્યો. મને ખબર ના પડી કે શું જવાબ આપુ.

‘‘કેમ ?’’, મેં પુછ્યુ.

‘‘બસ એમ જ..!’’, મે એક ચાન્સ ગુમાવ્યો હતો. મને એમ થયુ કે ફ્રેન્ડશીપ થોડી સ્ટ્રોંગ બનાવીએ. ટી-બ્રેક પત્યો એટલે એ એની કેબીનમાં ગઇ અને હુ મારી કેબીનમાં. થોડી વાર પછી એ આવી અને પેઇનડ્રાઇવ સાથે એક કાગળ આપતી ગઇ. જેમાં ષિ સ્દદરઇસસ લખેલુ હતુ. મેં મારી પેનડ્રાઇવ પ્લગ ઇન કરી. એમાં મેં કેટલાક હેક સોફ્‌ટવેર નાખ્યા હતા, જેમ કે વેબસાઇટ અનબ્લોકર, મલ્ટી ડેસ્કટોપ જેથી બોસ આવે તો પણ એને માત્ર કોલ સેન્ટરનુ જ સોફ્‌ટવેર દેખાય, લેન મેસેન્જર આસ્થા સાથે ચેટ કરવા માટે. મેં સોફ્‌ટવેર કન્ફીગર કર્યુ.

સાત વાગ્યા પછી કોલ ફ્‌લો વધારે ન્હોતો. એટલે મેં અને આસ્થાએ ચેટ શરૂ કર્યુ. ચેટ પરથી મને લાગ્યુ કે એ પણ મારા તરફ ફીલીગ્સ ધરાવતી હતી. ધીરે ધીરે અમે એકબીજાથી નજીક આવવા લાગ્યા. અમે બન્ને એ હેન્ગઆઉટ ચાલુ કર્યુ. અમે ચારેક મહિનામાં એક સાથે ઘણી જગ્યાએ ફરવા ગયા, બવ બધી વાર લંચ અને ડીનર સાથે લીધુ, કેટલી વાર અમે આસ્થાની ખરીદી કરવા અમદાવાદના મહાકાય મોલ્સમાં સાથે ગયા. હુ આસ્થાને વધારે જાણી શક્યો અને એ મને. એની હા જ હતી પણ મેં એને પ્રપોઝ નહોતુ કર્યુ. મેં નક્કિ કર્યુ હતુ કે વેલેન્ટાઇન ડે ના દિવસે એને પ્રપોઝ કરૂ. એ દિવસે અમે ઇસ્કોન મોલમાં ટહેલવા અને ખરિદિ કરવા ગયા હતા. ત્યાં રેડીયો મિર્ચિ નો એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. એ પ્રોગ્રામ લવર્સ માટે જ હતો. એ લોકો બધાથી અલગ રીતે પ્રપોઝ કરે એ કપલને પ્રાઇઝ આપતા હતા. ગેમ રમવાના બહાને હુ અને આસ્થા પણ ત્યાં ગયા.

ત્.જી. એ અનાઉન્સ કર્યુ. મેં બાજુની ફુલદાની માં પડેલુ ફુલ ઉઠાવ્યુ. હુ મારા ગોઠણ વાળીને ઉભેલી આસ્થા સામે ગોઠણીયા ભેર બેસી ગયો. મેં બોલવાનુ શરૂ કર્યુ.

‘‘આસ્થા, પહેલા જ દિવસ થી હુ તને પસંદ કરૂ છુ. પણ હવે હુ લેન મેસેન્ચર, ફેસબુક ચેટ, કે ફોન કોલ્સ જેટલી દુર તને નથી રાખવા માંગતો. હુ તને મારા હ્‌રદય માં સમાવવા માંગુ છુ, જેથી મારે તને ફોર્વડેડ મેસેજ ના કરવા પડે. હુ તને લાઇફટાઇન શોપીંગ કરાવવા માંગુ છુ. આઇ લવ યુ!’’, આજુબાજુ વળેલા લોકો ચીસો અને બુમો પાડવા લાગ્યા. કેટલાક સે યસ અને કેટલાક સે નો ની ચીસો પાડી રહ્યા હતા. વધારે તો ‘સે યસ’ જ સંભળાઇ રહ્યુ હતુ.

‘‘કમ.. આઇ લવ યુ ટુ’’, એણે કહ્યુ અને મેં આસ્થાને પહેલી વાર મારી બાહોં માં લઇ લીધી. એક્સાઇટમેન્ટમાં અમે બન્નેએ બધાની સામેજ કીસ કરી. એની ભરાવદાર છાતી મારી છાતી સાથે ભીંસાઇ ગઇ.

મારા અને આસ્થાના રીલેશનને જોતજોતામાં દોઢ વર્ષ વિતી ગયા. હુ મારી એન્જીનીયરીંગ પુરુ કરવાનો હતો. એણે એનુ આટ્‌ર્સ પુરૂ કરી લીધુ હતુ. અમે બન્ને હવે એકબીજા વિના રહી શકે એમ નહોતા. પણ આસ્થાના ઘરવાળા જુના વિચારો ધરાવતા હતા. આસ્થા ઘરે વાત કરતા પણ ડરતી હતી. એને એના પપ્પાનો ડર હતો. અમે બને ત્યાં સુધી ઘરના લોકો ખુશીથી અમને બન્નેને એકબીજાના બનાવી દે એવુ કરવા માંગતા હતા.

એકવાર ફરી હુ કોલસેન્ટર જવા માટે મોડો પડવાનો હતો.

‘‘દ્રશ્ય, આજેય કદાચ મોડુ થઇ જશે અને મેનેજરની રાડો સાંભળવી પડશે.’’, ચાલુ લેક્ચરે મારી બાજુમાં બેસેલા દ્રશ્યને કહ્યુ.

‘‘મારે, પણ આજે ફોટોગ્રાફી પરનો સેમીનાર અટેન્ડ કરવો છે, આ લેક્ચર પતે એટલે નીકળીએ’’, દ્રશ્યએ કહ્યુ.

‘‘હવે ફોટો એક્ઝીબીશન ક્યારે ગોઠવવાનુ છે ?’’, મેં દ્રશ્યના ફોટોગ્રાફીના પેશનને લીધે કહ્યુ.

‘‘બસ, હવે વધારે વાર નહિ લાગે. કદાચ બે મહિના. આવતા મહિને હુ કશ્મિર જાવ છુ’’, દ્રશ્ય બોલ્યો.

‘‘ઓહ્‌હ.. ગ્રેટ..! સેમીનાર ક્યાં છે ?’’, મે પુછ્યુ.

‘‘યુનીવર્સીટી!’’,

‘‘ઓકે..!, લેક્ચર પતે એટલે જઇએ..!’’, મે કહ્યુ. લેક્ચર પત્યો એટલે હુ અને દ્રશ્ય બન્ને બાઇક લઇને નીરમા કોલેજની બહાર નીકળ્યા. દ્રશ્ય પાસે બાઇક નહોતી એટલે હુ અને દ્રશ્ય મારી બાઇક પર જ જવાના હતા. સોલા-ભાગવત પહોંચ્યા એ પહેલા અમે જોયુ કે ટ્રાફીક પોલીસ ભાગવત વિધાપીઠ ની સામે જ ટોળુ લઇને ઉભી હતી. આજે પણ અમે મોડા હતા. બીજો કોઇ શોર્ટ-કર્ટ ન્હોતો. મેં બાઇક જમણી બાજુ લઇ લીધી. ભાગવત વિધાપીઠ પહોંચ્યા એટલે બંપના કારણે બાઇક ધીમી પાડવી પડી. બાઇક ધીમી પાડી એટલે એક સફેદ કપડા પહેરેલ ટ્રાફીક પોલીસ સામે આવી ગયો. એક ક્ષણ માટે જ્યારે એ પોલીસવાળો થોડો દુર હતો ત્યારે બાઇક ભગાવી મારવાનો વિચાર આવ્યો. પણ એ તરત જ નજીક આવી ગયો.

‘‘લાઇસન્સ, પી.યુ.સી’’, એણે માંગ્યુ.

‘‘હેલ્મેટ નથી પહેરેલ, નંબર પ્લેટ પણ ફેન્સી છે, મેમો ભરી દો.’’, પેલા ટ્રાફીક પોલીસ વાળાએ કહ્યુ.

‘‘કેટલા ?’’, દ્રશ્યએ પાછળથી પુછ્યુ.

‘‘ત્રણસો રૂપિયા..!’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, જવા દો..! ને સ્ટુડન્ટ છીએ’’, દ્રશ્યએ પાછળથી કહ્યુ. પેલા પોલીસ વાળાએ બાઇકમાંથી ચાવી કાઢીને લઇ લીધી.

‘‘ચાલો ગાડી જમા કરી દો. નહિતર સાહેબ પાસે જઇને મેમો ભરી દો’’, એણે કહ્યુ. મેં મારો હાથ પાછળના ખીસ્સામા નાખ્યો. મારા વોલેટમાંથી મજબુરીથી વીસ રૂપિયાની નોટ કાઢી એને આપી ને કહ્યુ, ‘‘લો, સાહેબ પતાવો ને..!’’

‘‘આ શું છે ?, ચાલો ચાલો ગાડી જમા કરાવી દો’’, મને ખબર હતી એને શું જોઇતુ હતુ.

મેં વીસની નોટ, ફરી વોલેટ માં મુકી અને પચાસ ની નોટ કાઢી.

‘‘લો સાહેબ, હવે વધારે નથી..!’’, મેં એમને નોટ આપતા કહ્યુ. એણે તરતજ નોટ લઇ લીધી અને પોતાના શર્ટના અંદરના ખીસ્સામાં જવા દીધી.

‘‘મદર ફકર્સ!’’, મેં ગાળ બોલતા બાઇક ચલાવી દીધી. આજે અમે થોડા વધારે મોડા પડ્યા હતા. મેં બાઇક ની સ્પીડ વધારી. પણ ફરી થોડા આગળ ગયા ત્યાં થલતેજ ચોકડી પાસે મામુ લોકો ઘેરો ઘાલીને ઉભા હતા. આ વખતે તો હુ એ લોકોને એક રૂપિયો પણ આપવાનો ન્હોતો. મેં બાઇક ની સ્પીડ થોડીક વધારી. એક પોલીસવાળાએ દંડો આડો કર્યો. મેં બાઇક ધીમી પાડી. સાઇડમાં લીધી. એ પાછળ ચાલીને આવતો હતો ત્યાં મેં બાઇકનુ લીવર આપ્યુ, મેં બાઇક ભગાવી મુકી. મારા મોં માથી બુમ નીકળી ગઇ.

‘‘વોઓઓઓ’’, દ્રશ્ય પણ બાઇક પર ઉભો થઇને બુમો પાડવા લાગ્યો. મેં રોડ પરના ટ્રાફીકના લીધે બાઇક ધીમી પાડી.

‘‘ફકીંગ ટ્રાફીક પોલીસ!’’, મેં ગુસ્સામાં જોશમાં આવીને કહ્યુ. ત્યાંજ મેં જોયુ કે પેલા પોલીસવાળાની બાઇક મારી જમણી બાજુમાં હતી. એ મને સાઇડમાં લેવા માટે કહી રહ્યો હતો. અમે બન્ને થોડા ગભરાણા. હવે બાઇક સાઇડમાં લેવી પડે એમ હતી. મેં બાઇક સાઇડમાં લીધી. પેલા પોલીસવાળાએ એની વ્હાઇટ કલરની બાઇક ઉભી રાખી. એણે અમારી પાસે આવતા વેંત જ અમારી બાઇકની ચાવી ખેંચી લીધી અને મોં પહોળુ કરીને કહ્યુ, ‘‘કેમ બાઇક ઉભી ના રાખી ?’’

એ પોલીસવાળાનો ચહેરો કાળો ડીબાંગ હતો. એની ફાંદ એના ડ્રેસની બહાર નીકળી ગઇ હતી. એના શરીરમાંથી પરસેવાની ગંધ દુરથી પણ આવી રહી હતી. એના ચહેરા પરથી પરસેવાના રગેડા વહી રહ્યા હતા. ગલોફે પાન ચડાવેલુ હતુ. બરાબર બોલી નહોતુ શકાતુ એટલે બાઇકની બાજુમાં એણે લાલ થુંકની પીચકારી મારી.

‘‘સાહેબ, સોલા-ભાગવતે હજુ પચાસ આપીને જ આવ્યા છીએ..!’’, મેં કહ્યુ.

‘‘રીસીપ્ટ આપો!’’, એના પાન ચાવતા મોં એ અવાજ કાઢ્યો.

‘‘સાહેબ રીસીપ્ટ નથી!’’, મેં કહ્યુ.

‘‘ચાલો બાઇક લઇલો..! જમા કરવાની છે..!’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, જવા દો ને..!, હવે ખીસ્સામાં કંઇ નથી ’’, મેં વિનંત કરી.

‘‘તો બાઇક જમા કરી દો..! પોલીસથી કેમ ભાગ્યા ?’’, એ બોલ્યો. કદાચ આ અમારી પણ ભુલ હતી.

‘‘સાહેબ કંઇ પતે એમ નથી..?’’, મેં કહ્યુ.

‘‘ગાડી જમા કરી દો..!’’, એણે વધારે જોર આપીને કહ્યુ. મેં પાકીટમાંથી પચાસની નોટ કાઢી. એની સામે ધરી.

‘‘ગાડી જમા જ થશે!’’, એણે ડોકુ હલાવીને કહ્યુ. ગાડી જમા થાય તો પંદરસોનો ડામ આવે એમ હતો. અમે પુરેપુરા વાંકમાં હતા.

પેલો પોલીસ વાળો નજીક આવ્યો અને ધીમેથી કહ્યુ, ’’ ત્રણસો આપી દો..! ’’.

મેં મારા પાકીટમાં જોયુ. પાંચસોની નોટ હતી. મેં એ પાંચસોની નોટ આપી. એ પોતાની બાઇકની ડેકીમાંથી ચલાન બુક લઇ આવ્યો. એમાં પાંચસોની નોટ કોઇ જુએ નહિ એ રીતે મુકી અને બસો રૂપિયા પાછા આપ્યા. એણે હાથમાં પેન લઇને નંબર પ્લેટ સામું જોયુ. નાટક કરતા કરતા એણે ખોટેખોટી પેન ચલાન બુકમઆં ચલાવી. જેથી કોઇને લાગે કે મેમો ફાડ્યો છે.

હવે મારા મોં માથી ગાળો બંધ નહોતી થતી. ત્રણ સેકન્ડે એક નવી ગાળ મારા મોં માંથી વહી રહી હતી. એણે એની બાઇક વાળી અને એ ચાલતો થઇ ગયો.

‘‘ભેણચોદો ને બીજો કોઇ ધંધો જ નથી’’, દ્રશ્ય પાછળથી બોલ્યો.

મેં બાઇક શરૂ કરી અને અમે વિજય ચાર રસ્તા તરફ ચાલતા થયા. આજે મને બરાબર નો ગુસ્સો આવેલ હતો. વિજય ચાર રસ્તાનો સિગ્નલ બંધ હતો એટલે અમે બાઇક ઉભી રાખી. સિગ્નલ ખુલ્યો એટલે મેં બાઇક ચલાવી. ટર્ન લેતા જ ફરી એક ટ્રાફિક પોલીસવાળાએ બાઇક સાઇડમાં કરાવી. એણે નંબર પ્લેટ સામુ જોયુ અને પોતાની બુકમાં કંઇક લખવા લાગ્યો.

‘‘સો રૂપિયા’’, ની રીસીપ્ટ એણે અમને અંબાવી.

‘‘નંબર પ્લેટ અને હેલ્મેટ..!’’, એ યુવાન ટ્રાફિક પોલીસ બોલ્યો. આ વખતે મેં મારા ગુસ્સાને દબાવતા મારા વોલેટમાંથી સો ની નોટ બહાર કાઢી અને પેલાના હાથમાં ધરી દીધી.

હવે હુ ગુસ્સાની બહાર હતો. ઓલરેડી હુ પોણો કલાક મોડો હતો. સાડી ચારસો રૂપિયામાંથી સાડી ત્રણસો રૂપિયાની હુ લાંચ આપી શક્યો હતો. મને તરત મારા પપ્પા યાદ આવ્યા. એમણે મને કંઇક કહ્યુ હતુ એ પણ યાદ આવ્યુ.

‘‘લેટ્‌સ ફક ધીઝ ગાય્ઝ.!, આઇ હેવ આઇડીયા..!’’, પાછળ બેસેલા દ્રશ્યએ કહ્યુ.

‘‘પણ કેવી રીતે..?’’, મેં અકળાઇને પુછ્યુ. એણે મને આખો પ્લાન કહ્યો.

‘‘પપ્પા! ધીઝ ઇઝ લાસ્ટ ટાઇમ..!’’, મેં મનમાં જ કહ્યુ.

‘‘સાંભળ રૂટ નક્કિ થઇ ગયો છે. અહિંથી સોલા ભાગવત, પાછા રિટર્ન અને વૈષ્ણોદેવી થઇને ચાંદખેડા અને ત્યાંથી સુભાષબ્રિજ..! આપણો મેક્સિમમ ટાર્ગેટ પાંચ રહેશે’’, દ્રશ્યએ જે પ્લાન આપ્યો હતો એના વિષે મે બીજા બધાને સમજાવ્યુ.

અંતિમ અને વ્યથિત તમે બંને મારી બાઇક પાછળ બેસશો, આપણે લોકો ત્રણ સવારીમાં હોઇશુ. જેથી પોલીસવાળા આપણને રોકે. દ્રશ્ય તને તો ખબર જ છે, તારે શું કરવાનુ છે..?

પ્લાન હતો. ટ્રાફીક પોલીસને લાંચ લેતા હોય એ વખતેનુ શુટીંગ ઉતારવાનો. દ્રશ્યનો ફોટોગ્રાફીનો શોખ ક્યારે કામ આવવાનો. એણે એક દિવસ માટે એના ફ્રેન્ડ પાસેથી ણાકદ્વન નો કેમેરો અને ૪.૩જ્ઞ લેન્સ લઇ આવ્યો હતો. મેરેજના શુટીંગ ના પ્રોફેશનલ કેમેરો અને હાઇ ઝુમીંગ માટે લેન્સ આવી ગયા હતા. કેમેરામેન એ વ્યક્તિ હતો જેની ગર્લફ્રેન્ડ એટલે ફોટોશુટીંગ નુ કામ. દ્રશ્યને જસ્ટ બધાથી પહેલા જઇને એક એવુ પ્લેસ ગોતી લેવાનુ હતુ જ્યાંથી પોલીસવાળા ને પૈસા આપતી વખતે નો સીન કેપ્ચર થઇ શકે. સાઉન્ડ માટે અમે મીની માઇક યુઝ કરવાના હતા. જે મારા ખીસ્સામાં રહેવાનુ હતુ. પાછળથી અમે વિડીયો ઓડીયો ને સીન્ક અને એડીટીંગ કરવાના હતા.

મેં માઇકને મારા ખીસ્સામાં બરાબર ગોઠવી દીધુ. કાનમાં બ્લુટુથ. જેથી દ્રશ્યને શુટ કરતી વખતે મને કંઇ જણાવવુ હોય તો એ જણાવી શકે.

‘‘ચાલ દ્રશ્ય તુ નીકળ, અમે થોડી વારમાં નીકળીએ. તુ કેમેરાનુ સેટીંગ કરતો થા..!’’, મે દ્રશ્યને જવા માટે કહ્યુ. દ્રશ્ય એનુ કેમેરાબેગ ખભે ચડાવીને નીકળ્યો. મેં ઓડીયો રેકોડગ માટેનુ માઇક ચેક કરી જોયુ. એ બરાબર હતુ. થોડી વારમાં દ્રશ્યનો કોલ આવ્યો.

‘‘આશય..! હુ પહોંચી ગયો છુ. ભાગવત વિધાપીઢના મેઇન ગેટ પાસે જે પાન-માવા ની કેબીન છે, એની પાછળ હુ હોઇશ. તમે લોકો નીકળી જાવ. ઝુમીંગનુ જરા પણ ટેન્શન ના લેતો. એકદક ક્લીઅર શોટ આવી રહ્યો છે. બસ ધ્યાન રાખજે એનો ચહેરો કેમેરાની સામે આવે એ રીતે એને ઉભો રાખજે.’’, દ્રશ્યએ મને ફોનમાં કહ્યુ.

‘‘ઓકે, અમે પહોંચીએ.!’’, મે કહ્યુ. હુ અંતિમ અને વ્યથિત ત્રણેય મારી બાઇકની પાછળ નીકળ્યા. ભાગવત વિધાપીઠ થી થોડા દુર હતા ત્યારે મેં ઓડીયો રેકોડગ ઓન કરી દીધુ અને દ્રશ્યને કોલ લગાવીને બ્લુટુથ મારા કાનમાં લગાવી દીધુ. ભાગવત વિદ્યાપીઠ પાસે પહોંચતા જ ટ્રાફીક પોલીસનુ ટોળુ દેખાણુ. એ લોકો અમને રોકવાના જ હતા એટલે મેં બાઇક ડાબી સાઇડ લીધી. મેં એક ક્ષણ માટે જમણી સાઇડ નજર કરી. મેં દ્રશ્યનુ લોકેશન જોઇ લીધુ. એક ટ્રાફીક પોલીસવાળાએ બાઇકની આડો દંડો કર્યો. પહેલીવાર પોલીસ વાળાએ મને રોક્યો હોય અને એવુ બન્યુ હોય કે હુ ખુશ થયો. મેં બાઇકને સાઇડમાં લીધી. એણે બાઇકની ચાવી ખેંચી લીધી. એ મારી ડાબી સાઇડ હતો.

‘‘પરફેક્ટ, કેરી ઓન..!’’, બ્લુટુથમાંથી દ્રશ્યનો અવાજ આવ્યો.

‘‘લાઇસન્સ!’’, લઘર-વઘર યુનીફોર્મ પહેરેલ, માંથા પર સફેદ ટોપી અને પાંત્રીસેક વર્ષની ઉંમરના લાગતા પેલા પોલીસ વાળાએ અમને કહ્યુ. અંતિમ અને વ્યથિત બન્ને બાઇક પરથી ઉતરી ગયા.

‘‘સાહેબ, લાઇસન્સ રૂમ પર રહી ગયુ છે..!’’, મેં કહ્યુ.

‘‘ક્યાં રહો છો..!’’, એણે પુછ્યુ.

‘‘સર..! છ.ઘ ત્દ્વઅદ’’, મે કહ્યુ.

‘‘હેલ્મેટ પણ નથી અને નંબર પ્લેટ ફેન્સી છે. ષ.ઊ.છ અને ત્.છ ભદ્વદ્વક છે ?’’,

‘‘સાહેબ, હેલ્મેટ, ષ.ઊ.છ અને ત્.છ ભદ્વદ્વક રૂમે જ ભુલાઇ ગયા છે.’’, મે કહ્યુ.

‘‘ચાલો ગાડી જમા કરી દો..! એક સાથે ચાર ચાર નીયમોનો ભંગ કર્યો છે, તમે..!’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, સ્ટુડન્ટ છીએ..પ્લીઝ..!’’, મે નાટક કરતા વિનંતુ કરી.

‘‘ઓકે..! તો પાંચસો રૂપિયા દંડ ભરી દો..!’’, એણે આસપાસ જોતા કહ્યુ.

‘‘આશય..! તુ બાઇક ઉપરથી ઉતરીને એની બાજુમાં ઉભો રહે..!’’, દ્રશ્ય બોલ્યો. હુ બાઇક ઉપરથી ઉતરીને એની પાસે ગયો. અમે બન્ને એકબીજાની સામે ઉભા હતા.

‘‘પરફેક્ટ, પરફેક્ટ..!’’, દ્રશ્ય બોલી રહ્યો હતો.

‘‘સાહેબ..! ખીસ્સામાં પચાસ રૂપિયા જ છે.’’, મેં વોલેટ કાઢીને વોલેટમાં જોઇને કહ્યુ.

‘‘પેલા બન્ને પાસે હશે..!’’, એણે કહ્યુ.

‘‘એ બન્ને પાસે ટીકીટ ભાડાના પૈસા નથી એટલે જ તો એ લોકો મારી બાઇક પાછળ બેઠા છે’’, મે અંતિમ અને વ્યથિત સામે જોતા કહ્યુ.

‘‘તો હુ શું કરી શકુ? દંડ ભરો નહિતર જમા કરી દો..!’’, એણે ધમકાવતા કહ્યુ એ એના મોટા સાહેબ તરફ ચાલતો થયો.

‘‘સાહેબ..! ઓ સાહેબ.!’’, મેં બુમ પાડી. એ પાછો વળ્યો.

‘‘સાહેબ! પતાવો ને..! પચાસ રૂપિયા જ છે. મેં પચાસની નોટ બતાવતા કહ્યુ. જેથી દ્રશ્ય બરાબર થઇ શકે.

‘‘હવે લાઇસન્સ સાથે લઇને નીકળજો’’, તરત એણે પચાસની નોટ હાથમાંથી લઇ લીધી અને પોતાના હાથમાં રાખેલી ડાયરીના પન્ના ખંખોળવા લાગ્યો. પચાસની નોટ છેલ્લા પેજ પર મુકીને એણે આજુબાજુ જોયુ.

‘‘ગુડ..! જોબ..! આશય..! ઇટ્‌સ પરફેક્ટ..!’’, દ્રશ્ય બોલ્યો.

‘‘ચાલો નીકળો..!’’, પેલાએ કહ્યુ.

‘‘થેંક્યુ સર..! મે કહ્યુ..!’’, અમે ભાગવત વિદ્યાપીઠથી નિરમા ના રસ્તા પર જવા યુ ટર્ન લીધો અને થોડા આગળ જઇને બાઇક ઉભી રાખી. મેં ઓડીયો રેકોડગ સેવ કર્યુ અને દ્રશ્યનો કોલ કટ કર્યો. બે મિનિટમાં દ્રશ્ય બાઇક લઇને આવ્યો.

‘‘સુપર્બ યાર..! કાલે હાઇ ડેફીનેશન મુવી બધી ન્યુઝ ચેનલ્સ પર આવશે..!’’, દ્રશ્ય એક્સાઇટમેન્ટમાં બોલ્યો.

‘‘ચાલો હજુ ચારેક જગ્યાએ મીશન પાર પાડવાનો છે..!, હવે મામુ લોકો વૈષ્ણોદૈવી ઉભા હશે.’’, મે દ્રશ્યએ કહ્યુ.

‘‘ઓકે..!’’, કહીને દ્રશ્યએ બાઇક ભગાવી મુકી.

‘‘અહિં જો લાઇસન્સ વિના બાઇક ચલાવવાનો ફાઇન.! ૫૦૦ રૂપિયા છે. એ સિવાય તમે ત્રણસવારી માં છો. હેલ્મેટ, ષ.ઊ.છ., ત્.છ. બુક કશુ જ તમારી પાસે નથી. બાઇક ચોરીની તો નથી ને ?’’, અમારી બાઇક વૈષ્ણોદેવી પાસે ઉભેલા ટ્રાફિક પોલીસે ઉભી રાખાવી હતી. આ પોલીસ નો ચહેરો પણ તડકાને કારણે પરસેવાથી નીતરી રહ્યો હતો. પણ એના ઉપરનો મેઇન સાહેબ પાનના ગલ્લે ઉભો ઉભો થમ્સ અપ ઢીંચતો હતો.

‘‘તમારા સાહેબ ક્યાં છે ?’’, મે પેલા ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલને પુછ્યુ.

‘‘એ તમારે શું કામ છે..?’’, એણે રોપ બતાવતા કહ્યુ.

‘‘તમે ઓથોરાઇઝ્‌ડ નથી અમને ફાઇન કરવા માટે..!’’, મે પણ કહ્યુ.

‘‘ચાલો, ગાડી જમા કરી દો..!’’, એણે ચાવી બાઇક માંથી ખેંચી એના સાહેબ તરફ ચાલતી પકડી. એનો સાહેબ પણ રોડ તરફ જ આવી રહ્યો હતો.

‘‘દ્રશ્ય..! એનો સાહેબ કોક પીતો પીતો આવે છે, બરાબર શુટ કરજે..!’’, મેં દ્રશ્યને કોલ પર કહ્યુ.

‘‘જસ્ટ એનો ચહેરો મારી તરફ રહે એ રીતે રાખજે..!’’, દ્રશ્યએ કહ્યુ.

દ્રશ્ય આ વખતે રોડની બીજી તરફ એક રીક્ષામાંથી શુટ કરી રહ્યો હતો.

‘‘સાહેબ, લાઇસન્સ કે હેલ્મેટ કંઇ જ નથી !’’, પેલા એ એના સાહેબ ને કહ્યુ.

‘‘ચાલો ૧૫૦૦ રૂપિયા ફાઇન ભરી દો.’’, પેલા ખાખી કપડા પહેરેલ ટ્રાફીક પોલીસ વાળાએ કહ્યુ. આ પહેલો પોલીસ વાળો હતો જે ગોરો હતો. એનો યુનિફોર્મ વ્યવસ્થિત હતો. એના બુટ બરાબર પોલીશ કરેલા હતા. એના હાથમાં નાની છડી હતી. હાથમાં વોકી ટોકી હતુ. એ ઉંચો હોદ્દો ધરાવતો હોય એવુ મને લાગ્યુ.

‘‘સર, સ્ટુડન્ટ છીએ..! પંદર સો રૂપિયા તો ક્યાંથી હોય..?’’, મેં કરગરવાનુ નાટક કરતા કહ્યુ.

‘‘તો હવા શેની મારો છો ? માદર ચોદો !’’, એનો ગોરો ચહેરો લાલ થઇ ગયો. એનુ વ્યવસ્થિત શરીર ગુસ્સાના કારણે હવામાં ફંગોળાવા લાગ્યુ. એનો મોં માંથી ગાળો નો પ્રવાહ ચાલુ થયો.

‘‘સાહેબ, પતાવો ને..!’’, મેં કહ્યુ.

‘‘પતાવવુ નથી, મારી સાથે ચાલ..!’’, એ અમે ઉભા હતા ત્યાં રોડ પાસે એક ખાલી ઓટો રિક્ષા પડી હતી એ તરફ ચાલતો થયો. એ અંદર જઇને બેસી ગયો. એનુ ભારે શરીર ઓટો રીક્ષાની સીટ ઉપર અન્યાય કરી રહ્યુ હતુ. હુ બહાર જ ઉભો રહ્યો.

‘‘આશલા..! કંઇ દેખાતુ નથી..!, થોડોક સાઇડમાં રહે..!’’, દ્રશ્યએ કહ્યુ. હુ ઓટોરિક્ષાની ડ્રાઇવર સીટ તરફ ખસ્યો.

‘‘ઓકે, થોડોક હજુ ખસ તો મજા આવી જાય..!’’, દ્રશ્યનો અવાજ આવ્યો. હવે વધારે ખસાય એમ નહોતુ. છતા હુ ખસ્યો.

‘‘જો ફાઇન નહિ ભરો તો. બાઇક જમા થશે. કાલે કોર્ટમાં જવુ પડશે.’’, પેલા ભોંદુ ફાંદાળા પોલીસે ફોર્માલીટી પુરી કરતો હોય એમ ડરાવવાનુ ચાલુ કર્યુ. હુ મનમાં જ બોલી રહ્યો હતો કે, ‘સાહેબ..! તમે લોકો સાવ ચોદુ બનાવો છો. એક ડાયલોગ સિવાય બીજુ કંઇ બોલતા આવડે છે કે નહિ..?’’

‘‘સાહેબ. ખીસ્સામાં ૩૦ રૂપિયા જ છે. હમણા જ પેટ્રોલ પુરાવ્યુ એટલે ખીસ્સુ ખાલી થઇ ગયુ.’’, મેં કહ્યુ. મેં પાછળના ખીસ્સામાંથી વોલેટ કાઢ્યુ અને પેલા પોલીસ વાળાને બતાવ્યુ.

‘‘આટલા નહિ ચાલે..!, તારા ભાઇબંધ પાસે હશે.’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, એ લોકો પાસે પણ કંઇ નથી..! અમને આગળ પણ પકડ્યા હતા. ત્યાં પચાસ રૂપિયા આપી દીધા.’’, મેં કહ્યુ. એણે પોતાના પગ રિક્ષામાં લાંબા કર્યા. એ પોલીસ મામુ રિક્ષામાં એટલે બેઠા હતા કે પૈસા લેતી વખતે કોઇ એને જોઇ ન જાય. એણે એનો હાથ મારા તરફ લાંબો કર્યો. મેં ત્રીસ રૂપિયા વાળો જમણો હાથ એના હાથ તરફ લંબાવ્યો. એણે ગણાવ્યા વિના જ ત્રણ નોટ રિક્ષાની સીટ નીચે મુકવા સીટ ઉંચી કરી. મેં જોયુ કે એ સીટ નીચે ખાસ્સી એવુ પચાસ અને સો-સો ની નોટો નુ કલેક્શન હતુ. એક પચાસની નોટ રિક્ષામાં નીચે પડી ગઇ. મારી ઇચ્છા હતી કે કાશ આ સીન કેમેરામાં કેદ થાય.

‘‘સાહેબ.. એક નોટ નીચે પડી ગઇ.’’, મેં આંગળી ચીંધતા કહ્યુ. એણે ફરી સીટ ઉંચી કરી. હુ થોડોક દુર ખસી ગયો જેથી દ્‌ર્શ્ય બરાબર કેપ્ચર કરી શકે. મેં મારી પીઠ પાછળ હાથ લઇ જઇને થમ્સ અપ ઉંચો કર્યો.

‘‘થેંક્યુ સર..!’’, મે કહ્યુ અને હાથ મેળવવા હાથ લંબાવ્યો.

‘‘ચુતિયા..! ચાલતી પકડ..!’’, એણે ગુસ્સામાં કહ્યુ. હુ હસતો હસતો મારી બાઇક પાસે ચાલતો થયો.

‘‘કેવુ રહ્યુ દ્રશ્ય..?’’, મેં દ્રશ્યને કોલ પર જ પુછ્યુ.

‘‘આ હેન્ડસમ પોલીસવાળાની તો પુરેપુરી વાટ લાગવાની છે. ત્રીસ રૂપિયા માટે એણે એની નોકરી દાવ પર લગાવી દીધી છે.’’, દ્રશ્યએ જવાબ આપ્યો.

‘‘ઓકે, ચાલો..! હવે ચાંદખેડા તરફ જઇએ..!’’, મેં કહ્યુ. હુ બાઇક પાસે ઉભેલા અંતિમ અને વ્યથિત પાસે પહોંચ્યો. અમે ચાંદખેડા તરફ ચાલતા થયા. મારો મોબાઇલ વાઇબ્રેટ થયો. મેં બાઇક ઉભી રાખી. આસ્થાનો કોલ હતો.

‘‘યા, ડીઅર..!’’, મેં કોલ રીસીવ કરતા કહ્યુ.

‘‘તુ કઇ દુનિયા માં છે ? મેસેજ નહિ, કોલ નહિ..!’’, આસ્થાએ કહ્યુ.

‘‘અમે લોકો એક મિશન પર છીએ. એકલા એકલા તો મને પણ નથી ગમતુ, ક્યારે આવવાની છે ?’’, મેં આસ્થાને પુછ્યુ. આસ્થા એના મામા ને ત્યાં બરોડા ગઇ હતી. કોલ સેન્ટરમાં પણ મને કંટાળો આવતો હતો. આસ્થાની સાથે વાત ન થાય એટલે મને પણ ચેન ન પડતુ.

‘‘બસ! પરમ દિવસ..! પણ શેનુ મિશન..?’’, એણે પુછ્યુ.

‘‘એ તુ આવ એટલે ડીટેઇલમાં કહીશ..!, એન્ડ મીસ યૂ માય લવ..!’’, મેં મારી લાગણીઓ વ્યક્ત કરતા કહ્યુ.

‘‘મીસયુ યૂ લોટ..!’’, એણે પણ હુંફાળા સ્વરમાં કહ્યુ

‘‘ચાલ, હુ બાઇક પર છુ..! પછી વાત કરૂ. બાય’’, મેં કહ્યુ.

‘‘ઓકે બાય. લવ યૂ.’’,

‘‘લવ યૂ ટુ’’, મે કોલ કટ કરીને બાઇક શરૂ કરી.

‘‘આશય..! અમે તો કંઇ પ્રોબ્લેમ માં નહિ પડીએ ને..?’’, અંતિમે પાછળથી ડરના અવાજ સાથે કહ્યુ.

‘‘અરે, યાર તમે લોકો શું ટેન્શન લ્યો છો. એક પણ ફુટેજમાં તમારો ચહેરો નહિ આવે બસ..! અને પૈસા તો તમને મળવાના જ છે, ટેન્શન શા માટે લ્યો છો ?’’, મેં બન્નેને શાંત કરવા કહ્યુ.

‘‘આ વખતે તમારા માંથી કોઇ એકને જ મારી પાછળ બેસવાનુ છે. વ્યથિત તુ મારી સાથે રહેજે. અને અંતિમ તારે દ્રશ્ય સાથે રહેવાનુ છે.’’, મે આગળનો પ્લાન સમજાવ્યો. આ વખતે અમે હેલ્મેટ, પી.યુ.સી, આર.સી બુક બધુ જ સાથે લઇને જવાના હતા. બસ લાઇસન્સ જ નહોતા બતાવવાના.

ચાંદખેડા બસ સ્ટેન્ડ આવ્યુ. દ્રશ્ય ત્યાંજ ઉભો હતો. મે મારી બાઇક દ્રશ્યની બાઇક પાસે લીધી અને અંતિમ ને દ્રશ્યની બાઇક પર જવા કહ્યુ.

‘‘અહિં કોઇ ટ્રાફીક પોલીસ કેમ નથી ?’’, મેં દ્રશ્યને પુછ્યુ.

‘‘રોડનુ કામ ચાલુ છે, એટલે કદાચ આગળ ઉભા હશે. આગળ જઇએ’’, દ્રશ્યએ કહ્યુ અને બાઇક ચલાવી મુકી. હુ અને વ્યથિત થોડી વાર ઉભા રહ્યા. દ્રશ્યને હજુ પહોંચતા અને સેટ કરતા વાર લાગશે એવુ મને લાગ્યુ એટલે હુ અને વ્યથિત શેરડીનો રસ પીવા માટે ઉતર્યા. ઠંડા શેરડીના રસે તાજગી જગાવી દીધી. પણ ફરી પેટમાં એક જ્વાળા ઉભી થઇ. જે મજુર શેરડીનો રસ કાઢી રહ્યો હતો. એ ભર બપોરના તડકામાં મહેનત કરીને રૂપિયા કમાતો હતો જ્યારે હલકટ કાનુનના રક્ષકો કાયદાના રક્ષણના નામે પોતાના ખીસ્સા લીલા કરતા કરતા હતા. મારા મગજ મા એક ક્ષણ માટે ગુસ્સાનુ પુર આવ્યુ. દ્રશ્યનો કોલ આવ્યો કે એ પહોંચી ગયો છે. ‘વિસત ચાર રસ્તા પાસે ત્રણ ટ્રાફીક પોલીસ ઉભા છે.’ એવુ મને દ્રશ્યએ કહ્યુ. મેં રસના પૈસા ચુકવ્યા. વોલેટમાં માત્ર વીસ રૂપિયા રાખ્યા અને બીજા પેન્ટના ખીસ્સામાં મુક્યા. દ્રશ્યએ આપેલુ હેલ્મેટ મેં માથા પર ચડાવ્યુ. ફેન્સી નંબર પ્લેટની ઉપર. સાદા નંબરનુ સ્ટીકર લગાવી દીધુ.

વિસત પહોંચતા જ અમારે તો પકડાવુ જ હતુ. દ્રશ્ય જમણી તરફ રોડની પેલેપાર એક વૃક્ષની પાછળથી શુટ કરી રહ્યો હતો. પણ અહિં થોડુક રિસ્કતો લેવુ પડે એમ જ હતુ. અમે બાઇક ધીમી પાડી. હેલ્મેટ પહેરેલુ હતુ એટલે પેલા પોલીસવાળાએ રોકવાની હિમ્મત ન કરી. પણ કોઇ પણ રીતે અમારે તો પકડાવુ જ હતુ. મેં જાણીજોઇને રોડની વચ્ચે બાઇક બંધ પાડી. ગીયરમાં નાખ્યા વિના હુ લીવર આપવા લાગ્યો જેથી અવાજ થાય અને પેલા પોલીસવાળાનુ ધ્યાન અમારા તરફ ખેંચાય. ઘણો અવાજ કર્યો છતા એ અમારા તરફ ના આવ્યો. આખરે અમારી પાછળ એક ફોરવ્હીલ વાળો આવ્યો અને એણે જોરજોરથી હોર્ન મારવાનુ ચાલુ કર્યુ. એક કોન્સ્ટેબલ દોડતો દોડતો અમારા તરફ આવ્યો. એણે બાઇકને સાઇડમાં લેવા કહ્યુ.

‘‘કેમ, બાઇક નથી આવડતી..?’’, એણે પુછ્યુ.

‘‘ના, કંઇક પ્રોબ્લેમ આવી ગયો છે..!’’,

‘‘લાઇસન્સ!’’, પેલો બોલ્યો.

‘‘સર..! લાઇસન્સ ઘરે ભુલાઇ ગયુ છે..!’’, મેં કહ્યુ.

‘‘તો ફાઇન ભરી દો.!’’, પેલાઇ કહ્યુ. અત્યાર સુધીમાં અમને ખાસ્સો અનુભવ થઇ ચુક્યો હતો. પૈસાનો વહિવટ પતાવવા લગભગ પેલા હેલ્પર ટ્રાફિક પોલીસ જે કોન્ટ્રાક્ટ બેઝ પર રાખેલા હતા એ જ આવતા. જેથી સરકારી અમલદારો વાંકમાં ન આવે. બન્નેની પાર્ટનરશીપ હોઇ શકે એવી મારા મનમાં સૂઝ હતી.

‘‘સાહેબ જવા દો ને..!’’, મેં કહ્યુ.

‘‘ક્યાં રહો છો..?’’, એણે પુછ્યુ.

‘‘અહિં જ ચાંદખેડા’’, મેં પ્લાન પ્રમાણે કહ્યુ.

‘‘ત્.છ. બુક અને પી.યૂ.સી આપો’’, એણે કહ્યુ. મેં એને બધા ડોક્યુમેન્ટ બતાવ્યા.

‘‘ફાઇન તો ભરવો પડશે, લાઇસન્સ નથી.’’ એણે બધા ડોક્યુમેન્ટ રીટર્ન કરતા કહ્યુ.

‘‘કેટલો..?’’, મેં પુછ્યુ.

‘‘૫૦૦ રૂપિયા.’’, એણે કહ્યુ.

‘‘તમારૂ આઇ કાર્ડ બતાવો..!’’, મેં પેલાને કહ્યુ. એનો ચહેરો વાંકો થઇ ગયો.

‘‘બાઇક અહિં મુકી દો, ચાલો સાહેબ પાસે..!’’, મેં બાઇકને સ્ટેન્ડ કરી. એ મને રોડની પેલે પાર લઇ ગયો. જ્યાં એનો સાહેબ ઉભો હતો. આ ટ્રાફીક પોલીસ એના ચહેરા પરથી જ ગંભિર લાગી રહ્યો હતો. એનો યુનીફોર્મ બધા ટ્રાફીક પોલીસથી અલગ ખાખી કલરનો હતો.

‘‘સાહેબ, લાઇસન્સ નથી અને આઇકાર્ડ માંગે છે’’, એણે અમને પેલા સાહેબ પાસે લઇ જઇને કહ્યુ. આઇકાર્ડ માંગવાથી પેલા નો ઇગો હર્ટ થયો અને હજુ હુ એ સાહેબના ઇગોનુ ખુન પણ કરવાનો હતો.

‘‘હા, સાહેબ..! તમારૂ આઇ કાર્ડ બતાવો..!’’, મે કહ્યુ. એણે એના ખીસ્સામાંથી કેટલાંક કાગળીયા બહાર કાઢ્યા. થોડીવાર ફંફોળ્યા બાદ એક ચવાઇ ગયેલ પ્લાસ્ટીકના લેમીનેશન વાળુ કાર્ડ મારી સામે ધર્યુ. એ આઇ કાર્ડમાં એમનુ નામ લખ્યુ હતુ. એમનુ ડેઝીગ્નેશન ટ્રાફીક પોલીસ ઇન્સ્પેક્ટર હતુ. અત્યાર સુધીમાં મળેલા બધા ટ્રાફીક પોલીસવાળાનુ પણ એ જ ડેઝીગ્નેશન હતુ.

‘‘ચાલો, ગાડી નંબર બોલો.’’, ડાયરી હાથમાં લઇને એણે સ્લીપ ફાડવાની તૈયારી કરી.

‘‘સાહેબ..! એટલા રૂપિયા ખિસ્સામાં નથી.’’, મે કહ્યુ.

‘‘આઇ કાર્ડ માંગવાની ત્રેવડ છે !’’, એણે ગુસ્સામાં કહ્યુ.

‘‘સાહેબ વિસ રૂપિયા જ છે’’, મેં કહ્યુ.

‘‘નહિ, ચાલે..!, તો ગાડી જમા કરો અથવા ૫૦૦ રૂપિયા દંડ ભરો.’’, એણે કહ્યુ.

‘‘સાહેબ. જવા દો ને.’’, મેં વિનંતી કરતા કહ્યુ. અમે રોડની બીજી તરફ હતા જ્યાંથી દ્રશ્ય ખુબ નજીક હતો. જો આ વખતે સકસેસ થઇએ તો અમને ખુબ જ નજીકનો અને વધારે ક્લિઆરીટી વાળો નજીકનો પરફેક્ટ વિડીયો મળે એમ હતો.

‘‘ના, ફાઇન તો ભરવો જ પડશે’’, પેલો પોલીસવાળો એક નો બે ન્હોતો થતો.

‘‘સાહેબ, હુ લાઇસન્સ ઘરેથી મંગાવી લવ છુ. મારૂ ઘર અહિંજ ચાંદખેડા છે’’, મેં ઇન્સ્ટન્ટ આવેલો આઇડિયા ઇમ્પ્લીમેન્ટ કર્યો.

‘‘ક્યા રહો છો તમે ?’’, એણે પુછ્યુ.

‘‘ચાંદખેડા!’’, મેં કહ્યુ. એ થોડો ઢીલો પડ્યો. એણે ડોકુ હલાવ્યુ. એ મારી નજીક આવ્યો.

‘‘પચાસ રૂપિયા છેલ્લા, નહિતર મંગાવી લો લાઇસન્સ..!’’, એણે મારી ખુબ નજીક આવીને ધીમેથી કહ્યુ. અમને ખુબ ફાયદો થયો કારણ કે એનુ મોં ત્યાંજ હતુ જ્યાં અમારૂ માઇક હતુ. એ જે બોલ્યો હતો એ ક્લિઅર રેકોર્ડ થયુ હતુ.

મેં વ્યથિતને પચાસ રૂપિયા આપવાનો ઇશારો કર્યો. એણે પચાસની નોટ એના વોલેટમાંથી કાઢીને મને આપી. મેં જાણીજોઇને મારો હાથ લંબાવીને પેલા ટ્રાફીક ઇન્સ્પેક્ટરને નોટ અંબાવી. એણે નોટ લઇને ડાયરીમાં પેનથી લીટા કરવાનુ નાટક કર્યુ. નકામું કાગળ ફાડીને અમને અંબાવ્યુ. જેમાં કંઇજ લખ્યુ નહોતુ. પણ લોકો ને એમ લાગે કે રીસીપ્ટ આપી છે એટલે આ નાટક હતુ. મેં કાગળ લઇને મારી જમણી સાઇડ રાખ્યુ જેથી દ્રશ્ય એનુ શુટિંગ કરી શકે. મેં કાગળને બન્ને બાજુ ફેરવ્યુ જેથી કેમેરામાં એ પણ આવી જાય કે કાગળ બન્ને બાજુ કોરૂ હતુ એ કોઇ પ્રકારની રીસીપ્ટ નહોતી. મેં રીસીપ્ટને ખીસ્સામાં મુકીને કેમેરાની સામે થમ્સ અપ કર્યો. પેલા ટ્રાફીક પોલીસની નજર પડી ગઇ.

‘‘પેક અપ!’’, દ્રશ્યનો સામેથી અવાજ આવ્યો.

મેં વ્યથિતનો હાથ પકડીને જડાપથી રોડ ક્રોસ કર્યો. પેલો ઇન્સપેક્ટર વૃક્ષની પાછળ જોઇ રહ્યો હતો. એને કદાચ શક પડ્યો હતો.

‘‘રમેશ પેલા લોકોને ઉભા રાખ!’’, એણે બુમ પાડી અને એ વૃક્ષ તરફ દોડ્યો. અમે બાઇક શરૂ કરીને યુ ટર્ન લીધો. દ્રશ્યએ પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. વૃક્ષથી થોડે દુર અંતિમ બાઇક ચાલુ કરીને ઉભો હતો. દ્રશ્ય કેમેરો લઇને બાઇક તરફ દોડ્યો. પેલો ઇન્સ્પેક્ટર એની મોટી ફાંદના લીધે વધારે દોડી ના શક્યો. મેં મારી બાઇક ફુલ સ્પીડ પર ભગાવી.

‘‘ચાલ ચાલ, જલદી ચાલ.., પેલો પાછળ આવે છે’’, દ્રશ્યનો અવાજ બ્લુટુથમાંથી આવ્યો.

‘‘પેલો પાછળ થયો છે ?’’, મે દ્રશ્યને પુછ્યુ.

‘‘હા.. એ એની બાઇક લઇને આવે છે. ક્યાંક સંતાઇ જાવ..!’’, દ્રશ્યએ મને કહ્યુ.

મે બાઇક ચાંદખેડાના ષ્છિ રોડ પર લીધી. એક કોમ્પ્લેક્સ જોયુ. એટલે એના બેઝમેન્ટમાં હુ બાઇક લઇને ઘુસી ગયો. બ્લુટુથમાંથી ‘‘ભગાવ ભગાવ’’ એવા દ્રશ્યના શબ્દો આવવાનુ ચાલુ જ હતુ.

‘‘દ્રશ્ય હુ એક કોમ્પ્લેક્સ માં છુ. તુ પણ ક્યાંક ઘુસી જા..!’’, મે દ્રશ્યને કહ્યુ.

‘‘ઓકે, એ ખાસ્સો પાછળ છે, હુ કંઇક કરૂ છુ.’’, દ્રશ્યએ કહ્યુ.

બે કલાક પછી અમે ચારેય જણા અલગ અલગ જગ્યાએથી ભેગાથયા.

‘‘આ વખતે તો વાટ લાગવાની જ હતી’’, ફટ્ટ અંતિમે કહ્યુ.

‘‘થેંક ગોડ યાર..! બચી ગયા..!’’, દ્રશ્યએ કહ્યુ.

‘‘પણ હવે એ લોકો નહિ બચે..!’’, મેં ગુસ્સામાં કહ્યુ.

‘‘હા..!’’, દ્રશ્ય બોલ્યો.

‘‘ચાલો, હવે એડિટીંગ ચાલુ કરીએ?’’, મેં વ્યથિતનો ખભા પર હાથ મુકીને કહ્યુ. અમે મારી રૂમ તરફ ચાલતા થયા.

અમે આ વિડીયો થી પૈસા પણ કમાવાના હતા. અમે કોઇને બ્લેક મેઇલ ન્હોતા કરવાના. પણ અમે જે ભણીએ છીએ એ ક્યારે કામ આવવાનુ હતુ ? મેં એક વેબસાઇટ બનાવવનુ વિચાર્યુ હતુ. જેના પર લોકો આવા કરપ્શનના વિડીયોઝ શેર કરી શકે. વિડીયો એડિટ થઇને આવે ત્યાં સુધીમાં મેં એ કામ કરવાનુ જ વિચાર્યુ. ગુગલ એડસેન્સ અને મોનેટાઇઝેશનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો એટલે એડવર્ટાઇઝ પર ક્લિક થાય એટલે એ પ્રમાણે પૈસા મળે. જેટલી પણ ઓનલાઇન એડ માટેની વેબસાઇટ હતી એ બધી ખોળી કાઢી અને એક એવી વેબસાઇટ તૈયાર કરી જેમા વિડીયો પર ક્લિક કરે એટલે પંદર પોપ — અપ ખુલે.

જેટલી ક્લિક વધારે એટલી વધારે કમાણી. ત્રણેય વિડીયો તૈયાર થઇ ગયા.

દ્રશ્યએ ત્રણેય વિડીયોના નામ આપ્યા હતા.

પહેલા વિડીયોનુ નામ હતુ.

ભાગવત કે લુટેરે,

બીજાનુ નામ,

રીક્ષાવાલા બના પુલીસ લુટેરા

અને ત્રીજાનુ નામ

જેન્ટલમેન ભીખારી.

અમે ત્રણેય નામ સાંભળીને ખુબ જ હસ્યા. દ્રશ્યએ વિડીયોને એવી રીતે એડીટ કર્યા હતા કે જાણે કોઇ ડોક્યુમેન્ટરી બનાવી હોય. વિડીયોની ક્લિયારીટી એકદમ બોલીવુડના મુવી જેવી હતી. પહેલા તો મેં ત્રણેય વિડીયો ને ગુજરાતના મેજર ન્યુઝ પેપરને મેઇલ કરી દીધા. જેથી આવતી કાલના ન્યુઝ્‌પેપર માં આ ન્યુઝ આવે.

મેં વેબસાઇટ માટે એક ડોમેઇન ખરીદ્યુ. વેબસાઇટ હોસ્ટ કરી. ત્રણેય વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કર્યા અને ત્યાં પણ એડવર્ટાઇઝમેન્ટ મુકી દીધી એટલે ત્યાંથી પણ પૈસા આવે. વેબસાઇટ ને ઓનલાઇન કરી દીધી.

બસ હવે જસ્ટ બધી ન્યુઝ ચેનલ વાળાને મેઇલ કરવાનો હતો. જેથી બ્રેકીંગ ન્યુઝ બને. હુ અને દ્રશ્ય બન્ને બધી જ ન્યુઝ ચેનલ વાળાને રાતે સાડા અગિયાર વાગે મેઇલ કરવા બેઠા. રાતના ત્રણ વાગતા અમે વિડીયો અને વેબસાઇટને ઘણી જગ્યાએ શેર કરી ચુક્યા હતા. ફેસબુક ના જેટલા પણ પેજ અને ગૃપમાં હુ એડમીન હતો ત્યાં આ વિડીયો શેર કરી દીધા. દ્રશ્યએ પણ એજ કર્યુ. જેટલી હીટ આ વેબસાઇટને અને વિડીયો ને મળે એટલો ફાયદો ગુજરાતને અને સાથે સાથે અમને પણ થવાનો હતો.

બસ બીજા દિવસે હુ આસ્થાને ઘણા સમય પછી મળવાનો પણ હતો અને મારા પપ્પાની છેલ્લી ઇચ્છા પણ પુરી થવાની હતી.

‘‘આશય, આશય..! ઉભો થા..!’’, દ્રશ્યનો અવાજ મને કર્કશ લાગી રહ્યો હતો. પણ હુ ઉંઘમાંથી પરાણે ઉભો થયો.

‘‘પચાસ હજાર હીટ આપણી વેબસાઇટ ને અને યુ ટ્યુબ પર એક લાખ હીટ..!’’, દ્રશ્ય કુદતા કુદતા બોલ્યો. મારી ઉંઘ ઉડી ગઇ. દ્રશ્યએ મને બધા જ ન્યુઝ પેપર આપ્યા. પહેલા જ પેજ પર મોટા મોટા ફોટા સાથે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ હતો. અમારી વેબસાઇટ ઉપર જે પણ માહિતી મુકેલી હતી એ માહિતી ન્યુઝ્‌પેપર વાળાએ છાપી દીધી હતી. સાથે મારા અને દ્રશ્યનુ નામ પણ હતુ. કારણ કે વિડીયો માં હુ તો હતો જ. પણ વેબસાઇટ પર આ કામ માટે બન્નેનો ફાળો હતો એવુ લખ્યુ હતુ.

મેં મારો મોબાઇલ શોધ્યો. હુ આ વાત આસ્થાને કહેવા માંગતો હતો. મોબાઇલ બેટરી લો ના લીધે સ્વીચ-ઓફ થઇ ચુક્યો હતો. મેં મોબાઇલ સ્વીચ ઓન કર્યો અને આસ્થાને કોલ કર્યો. એણે રીસીવ ના કર્યો. મેં બીજી વાર ટ્રાઇ કરી.

‘‘હા, આશય..!’’, સામેથી અવાજ આવ્યો.

‘‘મારે તને મળવુ છે.’’, મેં કહ્યુ.

‘‘આજે હુ તને પપ્પા સાથે મેળવીશ..!’’, આસ્થાએ કહ્યુ. પણ એના સ્વર સુકાઇ ગયેલો હોય એવુ લાગ્યુ.

‘‘ક્યારે ?’’, મેં પુછ્યુ.

‘‘અત્યારે, આવીજા..!’’, આસ્થાએ કહ્યુ.

‘‘તો, હુ નીકળુ જ છુ..!’’, મેં કહ્યુ.

‘‘ઓકે, બાય..!’’,

‘‘બાય..!’’, મેં કોલ કટ કર્યો અને હું બાઇક લઇને અંકુર જવા નીકળ્યો. પણ હજુ બાઇક રોડ પર પહોંચી ત્યાંજ ફોન આવવાના ચાલુ થયા. પોલીટીશીયનો અને નામી ગુંડાઓએ મને ધમકાવવાનુ ચાલુ કર્યુ હતુ. એ લોકો વેબસાઇટ બંધ કરવાનુ કહી રહ્યા હતા અને જો હુ બંધ ના કરૂ તો વિવિધ પ્રકારની ધમકીઓ આપી રહ્યા હતા. મારા હાથ પગ ભાંગવાની થી માંડીને મારી નાખવા સુધીની.

મારે કોઇ પરિવાર તો હતો નહિ એટલે મને ડર ન્હોતો. મેં એ લોકો ને ચોખી અને ચટ ના પાડી દીધી.

‘‘થાય તે કરી લો. વેબસાઇટ કે વિડીયો કશું જ ડીલીટ નહિ થાય..!’’

હુ અંકુર પહોંચ્યો. મેં મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો. આસ્થાના ઘરે હુ કોઇ ખલેલ ન્હોતો માંગતો. મેં એક સારૂ કામ કર્યુ હતુ એટલે આસ્થાના ઘરવાળાઓ ઉપર મારી સારી છાપ જ પડશે એવુ હુ વિચારી રહ્યો હતો. મને આજે મારા નિર્ણય ઉપર ગર્વ હતો. ભ્રષ્ટાચાર દુર કરવા ઉપર લોકો મોટી મોટી બંડાસો તો મારતા જ હોય છે, પરંતુ અમે એક પગલુ ભર્યુ હતુ.

મેં આસ્થાના ઘરના દરવાજાનો ડોરબેલ વગાડ્યો. બારણુ ખુલ્યુ. આસ્થા જ હતી. એના વાળ છુટ્ટા હતા. એણે બ્લેક કલરનુ નાઇટ પેન્ટ અને રેડ કલરનુ ટી-શર્ટ પહેર્યુ હતુ. એણે મને અંદર આવવા કહ્યુ. હુ અંદર ગયો. અંદર પગ મુકીને ઘરમાં જોતા જ મારા પગમાં જેટલી પણ તાકાત હતી એ બધી એક ક્ષણમાં નાશ પામી હોય એવુ મને લાગ્યુ.

સોફાની સામેનુ ળછડ ટી.વી ચાલુ હતુ. જેમાં ન્યુઝ ચેનલો વાળા અમારા વિડીયો વારંવાર ફ્‌લેશ કરી રહ્યા હતા. સોફા પર એક વ્યક્તિ બેસેલી હતી. જેની ક્રોધીત પહોળી થઇ ગયેલ લાલ આંખો, ગુસ્સાથી લાલ થઇ ગયેલ ચહેરો અને ભીંસી રાખેલા હોઠ જાણે એ જ ક્ષણે મારો જીવ લેવા માટે કાફી હતા. આ ચહેરો જાણીતો હતો.

મારા શરીર ધ્રુજવાનુ કારણ એ હતુ કે આસ્થાના પપ્પા બીજુ કોઇ નહિ, વૈષ્ણોદેવી પાસે જે ટ્રાફીક પોલીસનુ અમે શુટીંગ કર્યુ હતુ એ જ હતા. મને ખબર ના પડી કે હુ આસ્થાને શું કહું કે હુ શું બોલુ ? મને એટલી ખબર હતી કે મેં કંઇ ખોટુ નહોતુ કર્યુ અને હુ આસ્થાને બેશુમાર પ્રેમ કરતો હતો. આસ્થાએ મને મારો હાથ પકડીને સોફા પર બેસાડ્યો.

‘‘પ્રસિધ્ધીની બહુ ભુખ લાગે છે!’’, આસ્થાના પપ્પા કડક અને શાંત અવાજે બોલ્યા. હુ સામેની કાચની ટીપોઇ પર જોઇ રહ્યો.

‘‘આશય જવાબ આપ, પપ્પા કંઇક પુછે છે.’’, આસ્થા ઉંચા અવાજે બોલી. મેં આસ્થા સામે જોયુ. મનમાં સવાલ થયો ‘આસ્થા પણ મને સમજી નથી શકતી ?’ પણ તરત જવાબ આપ્યો ‘દરેક વ્યક્તિ પોતાના બાપને પ્રેમ કરતી હોય છે’

‘‘શું બોલુ ?’’, મેં આસ્થાની આંખોમાં આખો નાખીને કહ્યુ.

‘‘આ બધુ શા માટે ?’’, એણે પણ મારી આંખોમાં ડુબીને જવાબ માંગ્યો.

‘‘મારી બોલવાની હિમ્મત ઓછી થઇ ગઇ છે, પણ તમે લોકો સાંભળવાની હિમ્મત ધરાવો છો..?’’, મેં કહ્યુ. આસ્થાના મમ્મી પણ એ રૂમમાં આવ્યા. એમની નજરમાં પણ મારા પ્રત્યે ખુન્ન્‌સ ભરેલુ હતુ. ત્રણેય જણ મારી સામે એક્ટીસે જોઇ રહ્યા જાણે હુ એ લોકો માટે ગંભીર ગુનેગાર હોવ.

‘‘હા, હુ તૈયાર છુ’’, આસ્થાએ કહ્યુ. એ મારી બાજુમાં બેસી ગઇ.

‘‘આસ્થા હુ તારા પપ્પાને આજે બીજી વાર જોઇ રહ્યો છુ, ગઇ કાલે મેં એમને પહેલી વાર જોયા હતા. પણ મને નહોતી ખબર કે એ તારા પપ્પા છે. બીજી વાત કે હુ તને અમાપ પ્રેમ કરૂ છુ. તુ પણ મને પ્રેમ કરે છે. આપણે બન્ને એકબીજા વિના રહી શકીએ એમ નથી. અને ત્રીજી વાત કે હુ ભ્રષ્ટાચાર સહન કરી શકતો નથી અથવા તો ન સહન કરવા માટે હુ બંધાયેલો છુ.’’ આસ્થાના પપ્પા એકદમ ચુપ થઇને મારી સામે એ જ ક્રોધ ભરી નજરથી જોઇ રહ્યા હતા.

‘‘મને કોઇ પ્રસિધ્ધિની ભુખ નથી. મારા પપ્પા રાજકોટની એક પ્રખ્યાત હોસ્ટેલના ટ્રસ્ટી હતા. એમણે પણ વિધાર્થિઓની ફી અને વિદેશમાંથી આવતા ડોનેશનના રૂપિયાના ગફલા કર્યા હતા. જ્યારે આ કૌભાંડ બહાર આવ્યુ એ જ દિવસે મારા પપ્પાને હાર્ટ અટેક આવ્યો. એમ્બ્યુલન્સમાં જ ખબર પડી ગઇ કે મારા પપ્પા છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. પણ જતા જતા એમણે એમની ભુલ સ્વિકારી અને મને કહ્યુ, ‘બેટા, અત્યાર સુધી મેં હરામ ના પૈસા ભેગા કર્યા. પણ અત્યારે મારી પાસે મૃત્યુ પાસેથી ઉધાર લીધેલા શ્વાસ સિવાય બીજુ કંઇજ નથી. મેં ભ્રષ્ટાચાર કર્યો છે. ત્રણ કરોડ રૂપિયા મેં ઘર ભેગા કર્યા છે. એને તુ એ જ હોસ્ટેલમાં ડોનેટ કરી દે જે. મારી અસ્થિઓને ગંગામાં વિસર્જીત કરવાની જરૂર નહિ પડે. અને આજે તારે મને એક પ્રોમીસ કરવાનુ છે. જે ભુલ મેં કરી એ તુ ના કરતો. ભ્રષ્ટાચાર માં ન તો ભાગ લેતો અને ન કોઇને લેવા દેતો. તારા બાપની બંધ થવાની તૈયારી કરી રહેલી ધડકનોની કસમ ખાઇને પ્રોમીસ કર કે જ્યારે પણ તુ ભ્રષ્ટાચારને જોઇશ ત્યારે તુ એને દુનિયાની સામે લાવવાના થાય એટલા બધા પ્રયત્નો કરીશ. બસ આજ મારી છેલ્લી ઇચ્છા છે.’ ‘પ્રોમીસ પપ્પા’ મારા આટલા શબ્દો સાંભળ્યા અને તરત મારા પપ્પાએ એની ધડકનો બંધ કરી દીધી.’’ મારી વાત સાંભળીને આસ્થાની આંખો નરમ પડવા લાગી.

‘‘અંકલ મારે તમારી સાથે કોઇ દુશ્મની નથી. જો કદાચ ગઇ કાલે તમે મને ઓળખતા હોત તો કોઇ જ દંડ વિના જવા દે’ત. આ વાત એક સંબંધમાં જરૂરી હોઇ શકે. પણ આમાં ભ્રષ્ટાચાર તો છે જ. જો આવુ થયુ હોત તો કદાચ ટી.વી પર આવી રહેલા વિડીયોમાં તમે ન હોત. તમે એ વાતની ખુશી મનાવી રહ્યા હોત કે ‘હાશ હુ આમાં સપડાયો નથી’ બીજા દિવસથી તમે ચિલ્લર લેવાને બદલે નિયમ પ્રમાણે જે ફાઇન થાય એ વસુલ કરતા હોત.

અંકલ મને તમારા પ્રત્યે માન છે, તમે મારા વડિલ છો. પણ હુ મારા પપ્પાની છેલ્લી ઇચ્છાને નકારી ના શકુ. ગઇ કાલે જ મેં નક્કિ કરી લીધુ હતુ. હવેથી જો મારી પાસે હેલ્મેટ નહિ હોય અને એનો ચાર્ચ ૫૦૦ રૂપિયા પણ થતો હશે તો હુ ચુકવીશ. કારણ કે મારે ભ્રષ્ટાચારમાંથી નીકળવુ છે. મેં તમને લાંચ આપી એટલે હુ પણ ગુનેગાર છુ જ પણ લોકો એ નથી જોઇ રહ્યા. લોકો બસ એક હિમ્મત ભરેલા પગલાને જુએ છે. અંકલ હુ આસ્થાને પ્રેમ કરૂ છુ. આસ્થા પણ મને પ્રેમ કરે છે. આટલી હિમ્મત કરી છે, તો થોડીક વધારે હુ એની સાથે મેરેજ કરવા માંગુ છુ.

અંકલ ક્યા સુધી આપણે આ ચિલ્લર ભેગુ કરીશું. તમને ખબર છે, જ્યારે કોઇ ટ્રાફીક પોલીસ આવી રીતે પૈસા પડાવે છે ત્યારે એને કેટલી ગાળો અપાતી હોય છે? એને કેટલી હાય લાગતી હોય છે? મૃત્યુ અને હરામના પૈસાની ગાઢ મિત્રતા છે. જે મેં મારી નજરે જોઇ છે, એનુ પરિણામ મારા પપ્પાનુ અચેતન શરિર હતુ. ચોક્કસ તમારી નોકરી ખતરામાં હશે. કદાચ તમને સસ્પેન્ડ કરવામાં આવશે. પણ હવે હુ કંઇ કરી શકુ એમ નથી. આપણે બસ તટસ્થ ચુકાદાઓનો અમલ કરી શકીએ. જો હજુ પણ તમને લાગતુ હોય કે ભ્રષ્ટાચાર એ એક સારી વસ્તુ છે. મેં જે કર્યુ છે એ ખોટુ છે તો તમે જે કહો એ કરવા હુ તૈયાર છુ’’, મેં આસ્થાના પપ્પાની સામે જોઇને કહ્યુ.

‘‘પપ્પા, અમારે આ જાહોજલાલી નથી જોતી. અમે એક ટાઇમ ભુખ્યા રહી શકીશુ પણ આ પૈસો મને હજમ નહિ થાય..!’’, આસ્થાએ પણ મારો પક્ષ લીધો. પણ આસ્થાના પપ્પાના ચહેરા પર કંઇજ ફરક ના પડ્યો.

‘‘આ જ ક્ષણે મારા ઘરના દરવાજાની બહાર નીકળી જા. નહિતર હુ કંઇક કરી બેસીશ. આજ પછી જો આસ્થાની સામે જોવાની પણ કોશીશ કરી છે, તો ખૈર નથી’’ આસ્થાના પપ્પાએ ઉભા થઇને કહ્યુ.

‘‘તો અંકલ તમે પણ સાંભળો, ડરતો તો હુ કોઇ થી નથી. હુ લગ્ન કરીશ તો આસ્થા સાથે જ. નહિતર વાંઢો રહીશ.’’, આસ્થાના પપ્પા મારા તરફ એનો હાથ લઇને આવ્યા. આસ્થાએ મારા ગાલ તરફ આવી રહેલો હાથ રોકી લીધો. હુ ઘરની બહાર નીકળ્યો. મને એટલી ખબર હતી કે આસ્થાનો પ્રેમ મારી સાથે હતો.

ધણા દિવસો સુધી આસ્થાનુ ઘરથી બહાર નીકળવનુ બંધ કરી દેવામાં આવ્યુ. આસ્થાના પપ્પા માને એમ નહોતા. છેવટે અમે કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો. જુન મહિનાનો એન્ડ ચાલી રહ્યો હતો. આ મહિનામાં મારો બર્થ ડે પણ હતો અને મારા પપ્પાની પુણ્યતિથી. અમે આ જ દિવસે મેરેજ કરવાનુ નક્કિ કર્યુ.

આસ્થા એ દિવસે ઘરેથી વહેલા નીકળી ગઇ. અમે નક્કિ કરેલા વકિલને લઇને રજીસ્ટ્રારની ઓફીસે જવા નીકળ્યા. અમે ખુશ પણ હતા કારણ કે એક નવી જીંદગીની શરૂઆત કરવા જઇ રહ્યા હતા. પણ દુખી પણ હતા કારણ કે બીજા બધાની ખુશીઓની અવગણના કરીને અમે આ પગલુ ભરી રહ્યા હતા.

અમે રજીસ્ટ્રારની ઓફીસે પહોંચ્યા. ત્યાં પહોચતા ફરી એકવાર ધક્કો લાગ્યો. આસ્થાના મમ્મી પપ્પા રજીસ્ટ્રારની ઓફીસમાં હતા. મારી ધડકનો વધી ગઇ. ‘‘શું અમે બન્ને એકબીજાને ક્યારેય પામી નહિ શકીએ’’, એવો ભય મારા મગજમાં વહેતો થયો. પણ ત્યાંજ આસ્થાના પપ્પાએ અને મમ્મીએ અમારી સામે જોઇને એક દૈવી સ્મિત પુષ્પોની જેમ ફૈંક્યુ. બસ એ ક્ષણ વખતે અમે સ્વર્ગમાં હતા. અથવા તો એ ક્ષણમાં સ્વર્ગ સમાયેલુ હતુ.

પણ જીંદગી સાથે તમે પ્રમાણીક રહો તો એ પણ તમારી સાથે પ્રમાણીક રહે જ છે.

‘‘ક્યાં સુધી હુ સમાજની ફાલતુ બકવાસો અને ક્ષણભંગુર માનનો ભાર લઇને હુ ફરીશ ?, ક્યાં સુધી હુ ભ્રષ્ટાચારનો ગુલામ બનીને રહીશ. આખરે હુ પણ માણસ છુ. જો હુ મારી એકની એક દિકરીને એની ખુશીઓ ન અપાવી શકુ તો ધુળ પડે મારા જીવન પર. બેટા બે મહિનાની માનસિક એકલતા પછી તારા શબ્દોએ મને વિચારતો કર્યો. આજે મારે તારો આભાર માનવો જોઇએ.’’, આસ્થાના મમ્મી પપ્પા અમારી તરફ આવીને બોલ્યા.

‘‘ના, પપ્પા. તમારે તો આશિર્વાદ આપવાના હોય..!’’, મે આસ્થાના પપ્પાને ‘પપ્પા’ સંબોધીને કહ્યુ.

‘‘આસ્થાના પપ્પા અને હુ એકબીજાને ભેટી પડ્યા..!’’.

‘‘ખરેખર તમારી પેઢીને સમજતા અમને વાર લાગે છે, કારણ કે તમે કોઇ બંધનમાં રહીને વિચારતા નથી. જે કરો છો એ સ્વતત્રતાથી કરો છો. તમને કોઇ સમાજની પરવાહ નથી. અમે બુઢ્ઢાઓ સમાજના માન-અપમાનથી બંધાયેલા છીએ એટલે જ મન ભરીને જીવી પણ નથી શકતા! બસ આવી જ રીતે ખુશ રહો..!’’, આસ્થાના પપ્પાએ કહ્યુ અને આસ્થાના મમ્મી પપ્પાએ મારા અને આસ્થાના હાથનો હસ્તમેળાપ રજીસ્ટ્રારની ઓફીસમાં જ કરાવ્યો.

આ હતી મારા બર્થ-ડે એ મને આપેલી બીજી અમુલ્ય ભેટ. દુખની ક્ષણ તમને એમ નથી કહેતી કે આ ભેટ છે. તમારે એ ક્ષણને તપાવીને ઉપહારમાં તબદીલ કરવી પડે છે. આ સફરમાં ઉપહાસ સહન કરવાની શક્તિ પણ જોઇએ. જ્યારે તમે સંપુર્ણ તૈયાર થઇ જશો ત્યારે કંઇક નવુ જન્મશે. બસ આ જ હતો મારો નવો જન્મ.

‘‘અમે પડતા આખડતા એકબીજાને પામી શક્યા કારણ કે અમે આપી ચુક્યા હતા પ્રેમને જન્મ.’’

ABOUT THE AUTHOR

હિરેન કવાડ એક ગુજરાતી પેશનેટ લેખક છે. એમણે બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન ઇનફોર્મેશન ટેકનોલોજી કરેલ છે. હાલ એ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે. લેખન અને એન્જીનીયરીંગની બાબતે પેશનેટ છે.


Facebook: http://www.facebook.com/ihirenkavad

Twitter: http://www.twitter.com/hirenkavad

Blog: http://hirenkavad.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED