પિન કોડ - 101 - 105 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 105

પિન કોડ - 101

પ્રકરણ-105

આશુ પટેલ

મતલબ કે માણસના મસ્તકમાં નાખવામાં આવેલી આ માઇક્રોચીપ ઇમ્પ્લાન્ટ કર્યા બાદ કમ્પ્યુટર દ્વારા તેના દિમાગ પર કાબૂ કરી લેવામાં આવે. ‘તમે લોકલ ટ્રેન દ્વારા થયેલા આતંકવાદી હુમલાઓની વાત કરી એ હુમલાઓ માટે તેમણે એ ટ્રેનોના મોટરમેનોના દિમાગ પર કાબૂ મેળવી લીધો હશે.’
આ સુપર કમ્પ્યુટર ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની અલ્ટ્રા-લો અને એકસ્ટ્રા લો ફ્રિકવન્સી પર કામ કરતું હોય જેના પર એક રિમોટ ન્યૂટ્રલ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા નજર રાખવામાં આવતી હોય.
‘મેં એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે જેમા માણસને હિપ્નોટાઈઝ કરીને ધાર્યું કરાવી શકાય’
‘કંઈક એવું જ, પણ એના કરતા અનેકગણુ વધારે જોખમી, કારણ કે એક સાથે તમે કેટલા માણસોને કેટલા સમય માટે હિપ્નોટાઈઝ રાખી શકો, પણ અહીં તમે એક કરોડ માણસના દિમાગમાં પણ જો માઇક્રોચીપ બેસાડો તો તે આખી સિસ્ટમ દ્વારા બધાને તમે એક સાથે અને જેટલા સમય માટે ધારો એટલા સમય માટે ક્ધટ્રોલ કરી શકો.’
‘અનબિલિવેબલ!’ સાવંતની બાજુમાં ઊભેલા ન્યૂરો સર્જને કહ્યુ.
‘ઓહ માય ગોડ. તો તમે એમ કહેવા માગો છો કે તેમણે પેલી બધી લોકલ ટ્રેનોના મોટરમેનના દિમાગમાં આવી માઇક્રોચીપ બેસાડીને આતંકવાદી હુમલાઓ કરાવ્યા?’ સાવંતને હવે ગડ બેસી રહી હતી.
‘હા, જેના હાથમાં આવી સિસ્ટમ હોય એ વ્યક્તિ કમ્પ્યુટર દ્વારા જે પ્રમાણે સંદેશા મોકલે છે એ પ્રમાણે જેના દિમાગ પર માઈક્રોચીપ થકી કાબૂ મેળવાયો હોય એવો માણસ વર્તન કરે છે.’
‘ઈમ્પોસિબલ!’ પેલા ન્યૂરો સર્જન ફરી બોલી ઊઠ્યા.
‘દુનિયામાં કોઈ આ વાત નહીં માની શકે, પણ આ અશક્ય લાગતી વાત શક્ય બની છે,’ મોહિનીએ કહ્યું.
‘દિમાગની કોઈ એક નસ પર કાબૂ મેળવીને માણસના એક બાજુના શરીરના અંગો પર કાબૂ મેળવી શકાય, પણ માણસના આખા શરીર પર, તેના સંપૂર્ણ દિમાગ પર જ કબજો મેળવવાની વાત મારા ગળે નથી ઊતરતી!’ ન્યૂરો સર્જને કહ્યું.
પણ એ બન્યું છે. તમે જે વાત કરો છો એ તમે ભણ્યા છો કે તમે વાંચ્યું છે એના સુધી સીમિત છે, હું જે કહું છું એ વિશે મેં સંશોધન કર્યુ છે અને એનો પ્રયોગ પણ કર્યો છે, જેના હાથમાં આવી સિસ્ટમ હોય એ વ્યક્તિ માઈક્રોચીપ ફિટ કરાઈ હોય એ માણસના મનમાં જે ઝડપે વિચારો આવે એના કરતા અનેક ગણી વધુ ઝડપે કમ્પ્યુટરની મદદથી સંદેશાઓ મોકલી શકે. ‘સામાન્ય વિચારોની ઝડપ ૫૦૦૦ બિટ્સ પર સેક્ધડ હોય જ્યારે આધુનિક કમ્પ્યુટર્સની ઝડપ એક બિલિયન બિટ્સ પર સેક્ધડ હોય છે.’
‘તો શું આ રીતે જીવતા-જાગતા માણસને રોબોટ બનાવી દેવાનું શક્ય છે?’
‘યસ, જે પણ માણસના દિમાગમાં આ સિસ્ટમ સાથે જોડાયેલી માઈક્રોચીપ ફિટ કરી દેવાય એ માણસ સિસ્ટમ પર કાબૂ ધરાવનારા માણસોના હાથનું રમકડું બની જાય છે. મતલબ કે પછી તે માણસ ગમે તેટલા અંતરે હોય, ભલેને પાંચ હજાર માઈલ દૂર હોય તો પણ તેની પાસે ધાર્યું કરાવી શકાય એવી આ ટેક્નૉલૉજી છે.’
‘પણ જેના દિમાગમા માઈક્રોચીપ ફિટ કરાઈ હોય તેને એ વિશે જાણ પણ ન થાય?’
‘જે વ્યક્તિના દિમાગ પર આ રીતે કબજો જમાવી લેવામાં આવ્યો હોય તેને તો ખબર પણ ન હોય કે તે કોઈનું બોલાવ્યું બોલે છે અને કોઈનું કરાવ્યું કરે છે.’
આ લોકો માઇક્રોચીપ ઇમ્પ્લાન્ટ્સથી પણ એક ડગલું આગળ જવા માગતા હતા. મેં ટ્રાન્સક્રેનિયલ મેગ્નેટિક સિમ્યુલેશનની ટેકનિકથી એવી શોધ પણ કરી છે કે જેનાથી હજારો-લાખો લોકોને કાબૂમાં રાખી શકાય. ‘એ લોકો ઈચ્છતા હતા કે હું એ શોધ વિશે પણ તેમની સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકને બધી જ માહિતી આપું અને તેને એવો પ્રયોગ પણ કરી બતાવું કે જેનાથી એક સાથે લોકોના સમૂહને કોઇ પણ પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ વગર ક્ધટ્રોલ કરી શકાય. જાણીતા વૈજ્ઞાનિક તેમની સાથે જોડાયેલા છે.’
‘વ્હોટ?’ સાવંત અને પેલા ન્યૂરો સર્જનના મોઢા ખુલ્લા જ રહી ગયા. તેમને એ વાત પચાવતા વાર લાગી કે એટલા મોટા વૈજ્ઞાનિક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોય!
‘તમે ખાતરીપૂર્વક કહી શકો છો?’ સાવંતે પૂછ્યું.
‘મેં તે વૈજ્ઞાનિકને આતંકવાદીઓના અડ્ડામાં જોયા ત્યારે મને તમારાથી પણ વધુ આચકો લાગ્યો હતો, પણ એ કડવી વાસ્તવિકતા છે. મારી શોધ મારે તેમના હવાલે કરી આપવી પડી. એ આતંકવાદીઓમાં કેટલાક અતિશિક્ષિત યુવાનો પણ છે.’
‘એટલે તમારી શોધ આતંક્વાદીઓના હાથમાં છે અને એક વૈજ્ઞાનિક પણ તેમની સાથે મળેલો છે. તેઓ એ શોધ થકી બીજું શું કરવા માગતા હતા એ વિશે તમને ખબર છે?’ સાવંતે અધીરાઈથી પૂછ્યું.
‘એ મને ખબર નથી, પણ તેઓ કોઈ ખતરનાક કાવતરું ઘડવા માગતા હતા અને એ પહેલા મે શોધેલી ફ્લાઈંગ કારનો ઉપયોગ કરીને લોકોનું ધ્યાન બીજે વાળવાની યોજના તેમને ઘડી હતી એટલું મને સમજાયું હતું.’
‘એટલે એ કાર તમે બનાવી આપી હતી?’ સાવંત બોલી પડ્યા.
‘હા.’ અત્યંત દિલગીરીભર્યા અવાજે મોહિનીએ કહ્યું.
‘તમને સમજાય છે કે તમે મુંબઈ અને દેશને કેટલું મોટું નુકસાન કરી બેઠા છો?’ સાવંતના અવાજમાં કડવાશ ભળી ગઈ.
મને પણ એનું પારાવાર દુ:ખ છે, પણ તેમણે મારા પેરન્ટ્સને મારી નાખવાની અને મને આઈએસના સૈનિકોના હવાલે કરીને મારા પર દરરોજ ગૅંગરેપ કરાવવાની ધમકી આપી હતી. જો કે, માણસના મન પર કાબૂ મેળવવાની મારી પૂરેપૂરી શોધ મે તેમના હવાલે નથી કરી. મે એવી પણ શોધ કરી છે કે જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની ફ્રિકવન્સી એડ્જસ્ટ કરી અને તેને સુપર કમ્પ્યુટર્સ દ્વારા મોકલીને એક આખા ટોળાને કાબૂમાં કરી શકાય. અને આવું કરવા માટે તેમના દિમાગમાં માઇક્રોચીપ બેસાડવાની પણ જરૂર નથી હોતી. મોબાઈલ ફોન અને બીજા સાધનો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગના કૅરિયર તરીકે કામ કરે એના થકી આ તરંગોને ગમે એટલા દૂર સુધી મોકલી શકાય. આ તરંગો દ્વારા લાખો લોકોના મન પર પોતાનું સામ્રાજ્ય જમાવવું એકદમ આસાન બની જાય. એટલું જ નહીં પણ હાર્પ જેવા બીજા પ્રોજેક્ટ જેના પર હવે પ્રતિબંધ લાવવામાં આવ્યો છે, એ પ્રોજેક્ટસમાં માત્ર માણસો જ નહીં પણ વેધરને પણ આર્ટિફિશિયલી કંટ્રોલ કરી શકાય છે. અત્યાર સુધી આવા નિષ્ફળ પ્રયોગો થયા છે, પણ હું આ બધી શોધમાં બહું આગળ નીકળી ગઈ હતી. મને એમ હતું કે હું આ શોધ થકી માનવજાતનું ભલું કરી શકીશ. રીઢા ગુનેગારોના દિમાગમા માઈક્રોચીપ ફિટ કરીને તેમના ખરાબ વિચારો પર કાબૂ મેળવીને તેમની પાસે રચનાત્મક કામ કરાવી શકાય અથવા ક્યાય રમખાણો ફાટી નીકળ્યા હોય તો સુપર કમ્પ્યુટર્સની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની ફ્રિકવન્સી એડ્જસ્ટ કરીને તોફાની લોકોના મન પર કાબૂ મેળવીને થોડી સેક્ધડ્સમાં રમખાણો શાંત કરી શકાય તો દુનિયામાંથી ઘણી બધી અશાંતિ દૂર કરી શકાય. ‘મને આશા અને લાલચ હતી કે મારી આ શોધ થકી મને નોબેલ પ્રાઈઝ મળી જશે. એ શોધ કરતી વખતે મને રોમાન્ચ હતો કે દુનિયાના કોઈ પણ વૈજ્ઞાનિક માટે અસંભવ લાગતી સિદ્ધિ મે હાંસલ કરી લીધી, પણ અત્યારે એ સિદ્ધિને કારણે જ મને મારી જાત પર શરમ આવી રહી છે.’
ડીસીપી સાવંતનું મગજ ચકરાઈ ગયું.
‘આ લોકોને અટકાવવાનો ઉપાય તો હશે ને?’ તેમણે ઉચાટભર્યા અવાજે પૂછ્યું.
‘યસ, જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ તેમને આગળ બીજું કશું કરતા અટકાવવા હોય તો એ અડ્ડાનો એ લોકો સહિત નાશ કરવો પડે.
બીજો રસ્તો પણ છે. એ લોકોના કમ્પ્યુટર્સમા મેં આ સિસ્ટમ ફિટ કરી આપી છે અને પેલા વૈજ્ઞાનિક અને તેના સહાયકોને આ ફોર્મ્યુલાની ખબર છે. મેં આ ફોર્મ્યુલા સમજાવીને તેમના બે માણસ પર પ્રયોગ કરી બતાવ્યો એ વખતે તેમણે એનું વીડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું હતું. તમે પેલા વૈજ્ઞાનિક અને તેના સહાયકો, તેમના કમ્પ્યુટર્સ અને પેલા વીડિયો રેકોર્ડિંગનો નાશ કરો તો જ આતંકવાદીઓ દ્વારા તોળાઈ રહેલો ખતરો ટાળી શકાય. ‘જો કે, એના પછી પણ એ શોધનો દુરુપયોગ થવાની શક્યતા તો રહે જ એ અટકાવવા માટે પણ કઈક કરવું પડે.’
સાવંત અને ન્યૂરો સર્જન તેના તરફ આતુર નજરે જોઈ રહ્યા.
મોહિનીએ સાવંત સામે જોઈને કહ્યું: ‘તમે તમારા ઓપરેશન માટે નીકળો, સર. હું એક ભારતીય નાગરિક તરીકે, એક હ્યુમન બીઈંગ તરીકે મદદરૂપ બનવાની કોશિશ કરું છું. મને ઈન્ટરનેટ સાથેનું એક કમ્પ્યુટર અપાવો, પ્લીઝ. હું કોઈના પર પણ ભરોસો નથી કરી શકતી એટલે મને મારા કામ દરમિયાન એકાંત અપાવો.’
ન્યૂરો સર્જને સાવંત સામે જોયું. સાવંતે ઈશારાથી જ હા પાડી. કોણ શત્રુ છે અને કોણ સહાયક એ પારખવાની પોલીસ અધિકારીઓમાં આવડત હોય છે. મોહિનીનો હેતુ મદદરૂપ બનવાનો છે એ વિશે સાવંતને કોઈ જ શંકા નહોતી.
સાવંત રૂમમાંથી બહાર જવા માટે ફર્યા.
મોહિનીએ કહ્યું: ‘સોરી, સર. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ટાસ્ક. આઈ હોપ કે આ ઓપરેશન પછી તમે મારા પેરન્ટ્સને છોડાવવા માટે કોશિશ કરશો.’
સાવંત તેના તરફ ફર્યા. મોહિનીની ભીની આંખોમાં અજબ ગ્લાનિ વર્તાતી હતી.
‘થેંક્સ. આઈ વિલ.’ સાવંતે કહ્યું.
એ વખતે જ વાઘમારેનો કોલ આવ્યો એટલે તેઓ મોબાઈલ ફોન કાને માંડીને રૂમના દરવાજા તરફ ચાલતા થયા. ન્યૂરો સર્જન પણ તેમની સાથે ચાલતા થયા. તેમણે દરવાજા બહાર ઊભેલી એક નર્સને કમ્પ્યુટરની વ્યવસ્થા કરવાની સૂચના આપી. સાવંતે પણ વાઘમારેનો કોલ ચાલુ રાખીને રૂમની બહાર ઊભેલા પોલીસ કર્મચારીઓને કઈક સૂચના આપી અને પછી તેઓ ન્યૂરો સર્જન સાથે લિફ્ટ તરફ જવા માટે લોબીમાં ચાલતા થયા.
સાવંત અને ન્યૂરો સર્જન મોહિનીના રૂમથી થોડા ફૂટ દૂર પહોંચ્યા ત્યાં તેમના કાને એક ભયાવહ બૂમ સંભળાઈ! તેમણે પાછળ ફરીને જોયું એ સાથે તેમને સમજાયું કે એ બૂમ મોહિનીના રૂમમાંથી આવી હતી. સાવંત અને ન્યૂરો સર્જન મોહિનીના રૂમ તરફ ધસ્યા.
(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

milind barot

milind barot 4 અઠવાડિયા પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

ATULCHADANIYA

ATULCHADANIYA 2 વર્ષ પહેલા

Bijal Patel

Bijal Patel 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા