વ્યોમનાથ - 2 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યોમનાથ - 2

વ્યોમનાથ

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

જેવુ કામ તેવા જ સપના માણસને આવે છે. વ્યોમનાથે આખો દિવસ મનોજ શુકલના કેસ વિશે તપાસ કરી હતી. આથી તેનુ જ તેને સપનુ આવ્યુ અને વ્યોમનાથને તેમાં એક ક્લુ મળી આવ્યો. તે ઉઠીને સીધો બ્રશ કર્યા વિના મુખ સાફ કરીને કપડાં ચેન્જ કરીને નીકળી ગયો.

તે ફટાફટ તેનુ કામ કરવા લાગ્યો છતા પણ સાંજ પડી ગઇ. અને તે મનોજ શુકલને મળવા ગયો

***

“આવો આવો ડિટેકટીવ સાહેબ. તમે ઘણો જલ્દી કેસ સોલ્વ કરી લીધો. બેસો બેસો” સોફા પર બેસાડતા મનોજ શુકલે વ્યોમનાથે કહ્યુ. “બહુ ઉતાવળ ન કરો તમારો કેસ હજુ સોલ્વ થયો નથી.” “ઓહ્હ, હજુ થયો નથી?” થોડી ચિંતા સાથે મનોજ શુકલે પુછ્યુ. “હા, બસ થોડીવાર જ છે. હું તમને એક વાત કહેવા આવ્યો છું કે તમે થોડી મુદત માંગી લો.” “શું? મુદત? તમને ખબર છે કે તેઓ કેટલા ખતરનાક લોકો છે? ઓહ ગોડ હવે શું થશે? આજે તો લાસ્ટ ડે છે.” મનોજ શુકલે નિરાશ થતા કહ્યુ. “તમે પોલાઇટલી ટ્રાય કરો. બે કરોડ કાંઇ મામુલી રકમ નથી? તેની વ્યવસ્થા કરતા વાર તો લાગે ને?” વ્યોમનાથે મનોજ શુકલને સમજાવતા કહ્યુ. “તમને ખબર છે ને તે લોકો માનશે નહિ તો મારે મરવાનો વખત આવશે. મારે પાસે કોઇ રસ્તો બચ્યો નથી અને આજે લાસ્ટ ડે છે અને તમે કેસ જરા પણ સોલ્વ કરી શક્યા નથી.” “મનોજભાઇ, હું તમારી પરિસ્થિતિ સમજુ છુ અને તમે જરા પણ ચિંતા ન કરજો કાંઇ થશે નહિ. તમે માત્ર બે દિવસનો સમય માંગવાનો ટ્રાય કરો પછી હું જોઉ છુ શું થાય છે?” “ઓ.કે. હુ પ્રયત્ન કરી જોઉ છું.” મનોજ શુકલે પોતાનુ લેપટોપ લઇને તેમાં તેને જે મેઇલ આવ્યો હતો. તેના રિપ્લાયમાં તેને બે દિવસની મુદત માટેનો મેઇલ કરી દીધો. થોડી જ વારમાં બીપ વાગી અને તેઓનો મેઇલ આવી ગયો કે બે દિવસમાં હવે પૈસા નહિ મળે તો પરિણામ સારું નહિ આવે. મુદત મળી ગઇ હતી એટલે વ્યોમનાથ અને મનોજ શુકલ બંન્ને ને શાંતિ વળી.

***

વ્યોમનાથ મનોજ શુકલને મળી પોતાની ઓફિસે આવી ગયો. અને ફરી પોતાના કામે વળગી ગયો. હવે માત્ર થોડુ જ કામ બાકી હતુ. પરંતુ રાત પડી ગઇ એટલે તે સાવ રિલેક્ષ બની ઘરે જમીને સુઇ ગયો. બીજે દિવસે સવારે તે કોઇને લઇને મનોજ શુકલના ઘરે ગયા. “મનોજકાકા? તમે?” મનોજ શુકલે ચા પીતા પીતા ઉભા થઇને કહ્યુ. મનોજ શુકલના પિતાના ખાસ મિત્ર જેનુ નામ પણ મનોજ જ હતુ. તેને જોઇ મનોજ શુકલને ખુબ જ આશ્ચર્ય થયુ. “કેમ હું ના આવી શકુ? કે તે હક્ક પણ હવે તમે નહિ આપો?” થોડા ક્રોધ સાથે મનોજ અંકલે કહ્યુ. “ના, ના આવો આવો બેસો બેસો.” “મારે તારા ઘરે બેસવુ નથી. તમારા જેવા કપટી માણસોનો સંગ મારે જરાય જોઇએ નહિ.” મનોજ અંકલે ગુસ્સા પુર્વક કહ્યુ. “મનોજ અંકલ એકવાર શાંતિથી બેસી લો પછી તો તમારે જેલના સળિયા ગણવાના જ છે.” વ્યોમનાથે કહ્યુ. “જેલના સળિયા તો આ કપટી લોકોને હું ગણાવીને રહીશ. રસ્તા પર લાવી દઇશ.” “કાકા, તમે શુ બોલી રહ્યા છો?” “ખાલી બોલી જ નહિ ઘણા બધા કાવતરા પણ રચી રહ્યા છે આ તમારા અંકલ. મનોજ અંકલ તમે બધુ કનફેશ કરો છો કે મને બધુ કઢાવતા સારી રીતે આવડે છે.” વ્યોમનાથે ગુસ્સાપુર્વક કહ્યુ. “મે કોઇ ગુનો કર્યો નથી ઉલટુ મારા પરિવાર સાથે આ લોકોએ ખુબ કપટ કર્યુ છે” થોડી ભીનાશ સાથે મનોજ અંકલે કહ્યુ.

“વર્ષો પહેલા હું અને દીપક શુકલ જે તારા પિતાજી છે તે ખાસ મિત્રો હતા. નાનપણથી અમે સાથે અભ્યાસ કરતા હતા. મારો સ્વભાવ ખુબ જ ઓછો બોલવાનો હતો તેનાથી ઉલટો દીપકને ખુબ જ બોલવા જોઇતુ હતુ. અમે વિરોધાભાસી સ્વભાવના હતા છતાંય અમારી મિત્રતા અજોડ હતી. કોલેજમાં અમેં સાથે જ અભ્યાસ કરતા હતા અને પાર્ટ ટાઇમ જોબ પણ સાથે કરતા ગમે તે ફંકશન હોય કે કોલેજની કોઇભી શિબિરો હોય દરેક જગ્યાએ અમારી જોડી હાજર જ હોય. અમારા બંન્ને ની પસંદ મોટે ભાગે સરખી જ રહેતી. લોહીના સંબંધ કરતા વધારે ગહેરો અમારો સંબંધ હતો. બધા અમને બે ભાઇ જ ગણતા હતા. અમે પાર્ટ ટાઇમમાં કપડાંના શો રૂમમાં સાથે કામ કરતા હતા. બપોરે કોલેજ છુટયા બાદ બે થી રાત્રે નવ સુધીની અમારી જોબ હતી. અમે અમારા પુસ્તકો પણ ત્યાં લઇ જતા અને અમારો અભ્યાસ નવરાશના સમયે કરી લેતા. સવારે કોલેજમાં સાથે હોઇએ અને દિવસ આખો જોબમાં. આથી અમે અમારા પરિવાર કરતા એકબીજા સાથે વધારે સમય સ્પેન્ડ કરતા હતા.

અમે જે કાપડના શો રૂમમાં કામ કરતા હતા ત્યાં એક પુજા નામની છોકરી પણ અમારી સાથે કામ કરતી હતી. તે ખુબ જ સરળ અને સુંદર હતી. તે ખુબ જ ગરીબ પરિવારમાંથી આવતી હતી. અમે બંને મનોમન તે પુજાને ચાહવા લાગ્યા હતા. પુજા સાથે મારી ટ્યુનિંગ સારી હતી. પરંતુ દીપકના મનોભાવની જાણકારી મળતા મેં મિત્રતા માટે મારા પ્રેમની કુરબાની આપી દીધી. પુજા મારા પ્રત્યે વધારે ન આકર્ષાય નહિ અને હું મારા મનને સમજાવવા તે નોકરી છોડી દીધી અને બીજી શોપ પર નોકરીએ લાગી ગયો.

પુજાએ દીપકના પ્રપોઝને નકારી દીધુ અને બીજા સાથે લગ્ન કરી લીધા ત્યારે દીપક ડિપ્રેશનમાં આવી ગયો અને તેને એ હાલતમાંથી બહાર લાવવા માટે સતત હું તેની સાથે રહ્યો હતો. છતાંય તેની હાલતમાં કોઇ સુધારો આવી રહ્યો ન હતો. આથી અમે અભ્યાસ છોડી દીધો અને મેં તેની સાથે મળીને બિઝનેશ સ્ટાર્ટ્ કરી દીધો જેથી તેનુ મન ડાયર્વટ થઇ શકે અને તેની માનસિક હાલતમાં સુધારો આવી શકે.

અમે બંન્ને સાથે મળીને બિઝનેશ કરવા લાગ્યા. કિસ્મત જોગ અમે ખુબ જ પ્રગતિ કરવા લાગ્યા થોડા જ વર્ષોમાં અમેં કરોડોનો બિઝનેશ કરવા લાગ્યા. અને દીપકે લગ્ન પણ કરી લીધા. હુ પુજાની યાદમાં કોઇ સાથે જોડાય ન શક્યો. હમેંશા જીવનના દરેક કદમમાં મેં દીપકનો સાથ આપ્યો. પરંતુ તેના મનના ભાવને હું કયારેય કળી ન શક્યો.

તેને મારી સાથે દગો કર્યો અને બધો બિઝનેશ પચાવી લીધો અને મને બહાર ફગાવી દીધો. મારા મનમાં ખુન્નસ ભરાય આવ્યુ પરંતુ હું કાઇ કરી શકુ તેમ ન હતો કારણ કે મારી પાસે પૈસા કે પાવર કાંઇ પણ ન હતુ. હું સાવ લાચાર હતો. આથી મનમાં ખુન્નસ ભરીને બેસી રહ્યો. ધીરે ધીરે મેં નાની નોકરીથી શરૂઆત કરીને વીસ વર્ષમાં પુરતા પૈસા અને પાવર કમાઇ લીધા જેથી હું મારો બદલો લઇ શકુ. દીપકે જે રીતે મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેનો મારા મન પર ખુબ જ ઉંડો આઘાત લાગ્યો હતો. આથી મેં પરફેકટ પ્લાનિંગ કર્યુ અને તને ટારગેટ બનાવ્યો અને તારા પર નજર રાખવાની શરૂ કરી દીધુ. તને નુકશાન પહોંચાડી હું દીપકને ખુબ મોટો આઘાત આપવા માંગતો હતો. વર્ષો પહેલા જ્યોતિ સાથે તારા ફોટોગ્રાફ મારા માણસે લીધા હતા અને તને ખબર પડી ગઇ એટલે તેનુ ખોટુ એક્સિડન્ટ કરાવી લીધુ. તેને ખાલી મરવાનુ નાટક કર્યુ હતુ. પરંતુ તે આજ સુધી જીવિત જ છે. ત્યાર બાદ તારા જીવન પર પુરી નજર રાખીને બધુ એકઠુ કર્યુ અને થોડુ ટેકનોલોજીની મદદથી બનાવ્યુ અને તને મેઇલ કર્યો. દીપકે આપેલા ઘા માટે મારો બદલો પુરો થવા જઇ જ રહ્યો હતો ત્યાં વચ્ચે વ્યોમનાથ આવી ગયો. “મનોજ, મને માફ કરી દે યાર મેં તારી સાથે ખુબ જ ખરાબ વર્તન કર્યું. પૈસાની લાલચ મારી આંખ સામે આવી ગઇ હતી અને હું તારી મિત્રતા ન સમજી શક્યો. તારા ગયા પછી મને થોડા જ સમયમાં ખુબ જ પસ્તાવો થવા લાગ્યો હતો. મેં તને શોધવા ખુબ જ પ્રયત્ન કર્યો પરંતુ મને તારો કોઇ પત્તો લાગ્યો નહિ. તારી યાદમાં મેં મારા પુત્રનુ નામ પણ મનોજ રાખ્યુ. આજ વર્ષો પછી તુ મને મળ્યો છે. માફ કરી દે યાર મને.” પાછળથી દીપક શુકલે ગળગળા સ્વરે કહ્યુ. “માફી! તારા ગુનાની કોઇ માફી શક્ય નથી. જા હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હું તારા દીકરાને છોડી દઉ છુ અને તેના બદલામાં તારે મારા પર કોઇ કેસ કરવો નહિ.” કેટલાક ઘા એવા હોય છે કે તે કયારેય રુઝાતા નથી. મનોજભાઇનો ઘા તેવો જ હતો. બંન્ને પક્ષે સંમતિથી નિર્ણય લઇ લીધો અને વ્યોમનાથ ત્યાંથી જતો રહ્યો.