Ek Aur Dhartikamp... Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ek Aur Dhartikamp...

એક ઔર ધરતીકંપ...

નીલમ દોશી


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

એક ઔર ધરતીકંપ...

શૈલને થયું પોતે આ સ્ત્રીને, શચીને કયારેય સમજી નહીં શકે. સ્ત્રીને સમજવી અઘરી છે તેવું તેણે સાંભળ્યું હતું. પરંતુ એવા કોઇ અનુભવની તક કયાં મળી હતી ? જોકે શચીને સમજવાની પોતાને શી જરૂર છે ? શચી સાથે તેનો સંબંધ શું ? માત્ર પ્રોફેશનલ જ ને ? શચી તેની પી.એ. હતી અને પોતે શચીનો બોસ હતો. બસ..આટલું જ. પણ ના, આટલું જ હોત તો તો કોઇ સવાલ જ કયાં હતો ? એનાથી આગળ પણ કશુંક હતું, ચોક્કસ હતું. જેનો અહેસાસ તેને અવારનવાર થતો પરંતુ સમજી શકતો નહીં.શા માટે ? આખરે શા માટે આ સ્ત્રી તેની આટલી બધી અંગત કાળજી લે છે ? પોતે જમ્યો કે નહીં, આજે દવા બરાબર લીધી હતી કે નહીં ? સિગાર વધારે તો નથી પીધીને ? શચીને બધી વાતની ફિકર...અને તેને બધી જાણ હોય જ. કયારેક તો પોતે તેનો બોસ છે એ ભૂલીને પોતાને ધમકાવી નાખતાં પણ કયાં અચકાતી હતી ? અને પોતે આર્શ્વર્યજનક રીતે ત્યારે કેમ મૌન બની જતો ? શચીને સમજવાનો પ્રયત્ન વ્યર્થ જતો. કયા અધિકારથી આ સ્ત્રી પોતાને આમ ખખડાવે છે અને પોતે પણ મૂરખની જેમ આ બધું કેમ સાંભળી લે છે ? જોકે કયારેક ધમકાવીને શચી જ મૌન બની જતી.’સોરી સર, હું વધું પડતી બોલી ગઇ. પણ..’

આ ’ પણ ’ ની આસપાસ કંઇક તો ચોક્કસ હતું. જે પોતે પામી નહોતો શકતો. અને પોતાને ધમકાવી નાખ્યા પછી કયારેક તો તેની વિશાળ,પાણીદાર આંખોમાં બે બુંદનો અહેસાસ કેમ થતો હતો. શચી દેખાવે સરસ હતી. પરંતુ અસાધારણ સુંદર કહેવાય એવી તો નહોતી જ. સુંદર સ્ત્રીઓ તેણે કયાં ઓછી જોઇ હતી ? પરંતુ આજ સુધી કોઇ તેના મનને સ્પર્શી શકયું નહોતું. શચીના અસ્તિત્વમાં એક લય હતો. ચહેરા પર એક અસાધારણ ચમક..એક આંતરિક સૌન્દર્યની અનુભૂતિ શચીમાં પોતે કેમ મહેસૂસ કરી રહ્યો હતો ? તેના અવાજમાં એક મીઠાશ હતી. આ મીઠાશ કયારેક પરિચિત કેમ લાગતી હતી ? કયાંક કશું સ્પર્શતું હતું. પરંતુ શું ? એનો જવાબ તેને કોણ આપે ?

અને એનો જવાબ શચીની સુંદરતા નહોતી જ. તેની ઓફિસમાં શચીથી રૂપાળી યુવતીઓ કયાં નહોતી ? અને શચી તો યુવતી પણ કયાં હતી ? પોતાને ચાલીસ થવા આવ્યાં હતાં. શચી તો પોતા કરતાં પણ બે વરસ મોટી હતી. અન્ય પુરુષોની જેમ આ ઉમરે સેકન્ડ ઇનીંગ રમવાના તેને કોઇ અભરખા નહોતા. આમ પણ તે તો ફર્સ્ટ ઇનીંગ જ કયાં રમી શકયો હતો ?

હમેશા સફેદ આંખી બાંયના શર્ટમાં તેનું આગવું વ્યક્તિત્વ નીખરતું. આવડી મોટી કંપનીનો સી.ઇ.ઓ. હોવા છતાં તેના વર્તનમાં રૂઆબની કોઇ છાંટ નહોતી. સ્ટાફમાં બધાને તેના માટે આદર હતો.,સન્માન હતું. છોકરીઓ તેની ઓફિસમાં નિઃસંકોચથી કામ કરી શકતી. તેના ચારિર્ત્ય માટે કોઇને બેમત નહોતો. તેને લીધે ઓફિસમાં એક તન્દુરસ્ત વાતાવરણ રહેતું. તેના વર્તનમાં એક ગરિમા રહેતી. કોઇ તેની સાથે કયારેય ગમે તેમ વાત કરી શકતું નહીં. કામમાં તે ખૂબ કડક અને પરફેકશનનો આગ્રહી હતો. તેને સામો જવાબ આપવાની હિમત જલદીથી કોઇ કરી શકતું નહીં.

પણ.... આ શચીની વાત કંઇક અલગ હતી. શું અલગ ? બસ એ જ નહોતું સમજાતું. આ ગયા શનિવારની જ વાત લો ને..પોતાને એક અગત્યની મીટીંગમાં જવાનું હતું. શચી પણ તેની પી.એ. તરીકે સાથે હતી. થોડું મોડું થઇ ગયું હોવાથી તેણે ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું હતું. અને શચીનો મિજાજ છટકયો હતો.

‘આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. બે પાંચ મિનિટ મોડું થશે તો કશું લૂંટાઇ જવાનું નથી. ’ પોતાને ધમકાવી તેણે ડ્રાઇવરને સ્પીડ ન વધારવાની સૂચના આપી દીધી હતી.

શૈલ અકળાયો. ’ સમજે છે શું તેના મનમાં ? આજે તો કહેવું જ પડશે. આવી દાદાગીરી તે ન જ ચલાવી લે. તેણે શચી સામે જોયું. અને હમેશની માફક ફરી એકવાર મૌન. શબ્દો બહાર ન નીકળી શકયા. કયા અધિકારે આ સ્ત્રી, હું તેનો બોસ હોવા છતાં આમ મારી ઉપર હક્ક જમાવી ગુસ્સો કરે છે? એના અવાજમાં શું છે કે પોતે મૌન બની સાંભળી લે છે ? એને કેમ અવગણી શકાતી નથી ? શૈલ મનોમન જ વિચારી રહ્યો. પણ પ્રશ્ન અનુતર જ રહ્યો.

જોકે શચીના દરેક ગુસ્સાની પાછળ પોતાને માટેની શચીની કાળજી તે અનુભવી શકતો. અને કદાચ તેથી જ આ સંવેદના તેને મૌન કરી દેતી. બાકી કામમાં શચી પણ તેની જેમ જ પરફેકટ હતી. અને કામની કોઇ વાતમાં તે કયારેય કોઇ ડખલગીરી કરતી નહીં.જોકે શચી કંઇ રોજ આમ નહોતી કરતી. મોટેભાગે તો તે શાંત જ રહેતી. કામ સિવાય તેને કોઇ સાથે કશી નિસ્બત નહોતી. સ્ટાફમાં બીજા કોઇને તે આમ ધમકાવતી નહીં. તેથી એનો સ્વભાવ જ એવો હતો તેવું પણ કહી શકાય તેમ નહોતું. ફકત પોતાની સાથે જ શા માટે ?

શચીના કુટુંબમાં બીજું કોઇ નહોતું. તે એકલી જ રહેતી હતી. અને પોતાની અંગત વાત કરવી તેને કયારેય ગમતી નહીં. કોઇ પૂછે તો પણ તે ટાળી દેતી કે કયારેક એકાદ અક્ષરમાં જવાબ આપી દેતી. અને તેને ગમતું નથી એ જાણ હોવાથી કોઇ બહું પૂછપરછ કરતું નહીં. આપણે શું ? એમ માની કોઇ વધારે પંચાતમાં પડતું નહીં. શચી માટે બધાને માન હતું. કામમાં તે બધાને મદદરૂપ થતી. બધાને શકય તેટલી મદદ કરવી એ તેનો સ્વભાવ હતો. સામાન્ય રીતે તે ઓછાબોલી અને શાંત હતી.

શૈલ પણ જીવનમાં તદન એકાકી હતો. વરસો પહેલાના ધરતીકંપે તેની જિંદગી તબાહ કરી નાખી હતી. તેના આખા કુટુંબમાંથી તે એક જ બચવા પામ્યો હતો. અને આ હોનારતે તેને બીજી બધી વાતમાંથી રસ ગુમાવી દીધો હતો. કામ, કામ અને કામ..બસ તે હમેશા ભરચક્ક કામમાં ડૂબેલો રહેતો. જીવનના એકાકીપણાને ભૂલવા કે ખાલીપણાને ભરવા તેણે કામનો આશરો લીધો હતો. મોડી રાત સુધી તે ફાઇલોમાં ખોવાયેલો રહેતો. અને રાત્રે થાકીને સીધો ઉંઘના આગોશમાં.. અને એમ જ સમય વહેતો રહ્યો હતો.પહેલીવાર તેના મનમાં તેની ય જાણ બહાર તેના મનમાં શચી માટે એક છાનું આકર્ષણ જાગ્યું હતું. શચી તેને ધમકાવતી તો તે અંદરથી ખુશ કેમ થતો હતો તે તેને સમજાતું નહોતું. પણ તેને ગમતું હતું એવું કેમ અનુભવાતું હતું ? કોઇ તો એવું છે જે તેના પર આમ રોફ કરી શકે છે. બાકી આમ કોઇ હક્કથી ખખડાવવાવાળું હવે કયાં રહ્યું હતું ?

રોજ રોજ શચી તરફનું આ આકર્ષણ વધતું જતું હતું. શચી જાણે તેના પર સત્તા ચલાવતી હતી અને પોતે તેમાં ઓગળતો જતો હતો. ધરતીકંપના એક ઝાટકાએ તેના સ્વજનોને ઝૂંટવી લીધા હતા અને તેની સંવેદનાને બુઠ્ઠી બનાવી દીધી હતી. લગ્ન કરવાનો કે તેના એકાકીપણાને ટાળવાનો કોઇ વિચાર પણ આજ સુધી તેને નહોતો આવ્યો. મિત્રોએ ઘણાં પ્રયત્નો કરી જોયાં હતાં. પરંતુ તેની અંદરની બધી સંવેદનાઓ થીજી ગઇ હતી. બસ હવે જીવન આમ જ...

પરંતુ મનની મોસમ બદલાઇ રહી હતી કે શું ? થીજેલી સંવેદનાઓ વરસો પછી ઓગળતી હતી કે શું ? લાગણીઓનું આ વાવાઝોડું કયાંથી પ્રગટીને તેને ઝકઝોરી રહ્યું હતું ? શચી તેના જીવનમાં એક ઉલઝન બનીને આવી હતી કે શું ? એક ખળભળાટ શૈલના અંતરમાં મચ્યો હતો. આ આકર્ષણને ખાળી શકાય તેમ નહોતું.

હવે શું કરવું ? દિલની વાત તેને કરવી કે નહીં ? તેના મનમાં શું હશે ? તેને કેવું લાગશે ? પોતા માટે શચીને લાગણી તો છે જ...એ વાત શચીનું એકએક વર્તન તેને કહેતું હતું. છતાં પોતે કેમ અચકાતો હતો ? શચીના મનમાં પણ આવી કોઇ વાત હોઇ શકે. નહીંતર કોઇ સ્ત્રી આમ પોતાના બોસને બિન્દાસથી ધમકાવી શકે ખરી ? આ તો કેવા હક્કથી..? તેથી તેના દિલમાં પણ... પરંતુ તે સ્ત્રી હતી અને પોતે તેનો બોસ હતો તેથી કદાચ પહેલ ન કરી શકતી હોય કે પોતે પહેલ કરે એવી પ્રતીક્ષામાં...તો પોતે જ પહેલ કરવી જોઇએ. એટલીસ્ટ તેના મનમાં શું છે તેની જાણ તો થાય. વિચારોના વમળમાં અટવાયેલ શૈલ આજે એક પછી એક સિગારના ધૂમાડા છોડતો ગયો નવી સિગાર સળગાવવા જતાં ખલાસ થ ઇ ગઇ જણાઇ. તેણે બેલ મારી પટાવાળાને બોલાવ્યો. અને સિગારનું પેકેટ લાવવા કહ્યું.પટાવાળો મૌન બની ઉભો રહ્યો.’સંભળાયું નહીં ?

‘સર..સર..’

‘પટાવાળો જરા થોથવાયો.’ શું છે ? કોઇ પ્રોબ્લેમ છે ? રજા જોઇએ છે ? પહેલાં સિગાર લઇ આવ પછી તારા પ્રોબ્લેમની વાત કરજે. ‘’ ના, સર એવું કંઇ નથી. પણ..’’ તો પછી આ ‘‘પણ’’ શું છે આજે આ શું લપ માંડી છે ? ‘શૈલના અવાજમાં હવે થોડો ગુસ્સો ભળ્યો.

‘સર, શચી મેડમે વધારે સિગાર લાવવાની મનાઇ કરી છે. મને કહ્યું છે કે સાહેબ મગાવે તો પણ ના પાડી દેવાની. ‘થોથવાતા અવાજે હિમત કરીને પટાવાળાએ કહી જ દીધું.

શૈલ એક મિનિટ મૌન.’ જા મેડમને મોકલ.’પટાવાળો પોતે છૂટયો હોય તેમ હાશ અનુભવતો ભાગ્યો. હવે સાહેબ જાણે ને મેડમ જાણે.બે મિનિટમાં શચી હાજર થઇ. ’ યસ સર..’’મારી સિગાર લાવવાની.......’’ પટાવાળાને મેં ના પાડી હતી ‘વચ્ચે જ શચીએ કહ્યું.પૂછી શકું શા માટે ? ‘’સિગાર હેલ્થ માટે નુકશાનકારક છે એ તમે ન જાણતા હો એવું હું નથી માનતી.’’ મારી હેલ્થની ચિંતા હું કરીશ. તમારે કરવાની જરૂર નથી.’શૈલથી જરા ઉંચા અવાજે બોલાઇ ગયું.’ કયારેક કરવી પડે..કોઇ જાતે ન કરતું હોય ત્યારે બીજાએ ચિંતા કરવી પડે.’’ વોટ ડુ યુ મીન ? તમને એવો અધિકાર કોણે આપ્યો ? ‘’ કેટલાક અધિકારની રાહ જોવાતી નથી.’’એટલે ?’શૈલ ઠંડો પડતો જતો હતો.’ એ તમને નહીં સમજાય. ‘’ તો તમે સમજાવો ‘’ સમજાવવાની કોઇ જરૂર મને જણાતી નથી. ‘કહી શચી ઓફિસની બહાર નીકળવા ગઇ.ત્યાં વીજળીની ત્વરાથી શૈલ અચાનક ઉભો થઇ ગયો. આ તક ચૂકવા જેવી નથી.

‘શચી, પ્લીઝ, વેઇટ.. િ દ્યઅનત તદ્વ તઇલલ ઉ સદ્વમઇતહાનગ. ‘

‘સદ્વરરય..ા દદ્વન’ત દ્યઅનત તદ્વ હઇઅર અનયતહાનગ રઇગઅરદાનગ સાગઅર્રીં ણદ્વ અરગઉઇ પલઇઅસર્ઇીં.સ્નદ તહાસ ાસ મય ફાનઅલ દઇચાસાદ્વન. અને સિગાર......’

બોલતાં બોલતાં અચાનક શચી અટકી.પોતે આ શું બોલી ગઇ ? તેના બોસનો ફાઇનલ ડીસીશન લેવાવાળી પોતે કોણ હતી ?

શચી પાસે આવી શૈલ એકીટશે તેની સામે જોઇ રહ્યો. શચી મૌન બની નીચું જોઇ રહી.એકાદ ભારી ભરખમ ક્ષણ..’ સોરી, મને ડીસીશન લેવાનો કોઇ હક્ક નથી. હું વધારે પડતી પઝેસીવ.....’

અને શચી બહાર નીકળવા ગઇ.શૈલ તેની આડે ઉભો રહી ગયો.’ ના,,ના શચી. હું ઇચ્છું છું કે તમે જિંદગીભર મારા બધા ડીસીશન લો..’’એટલે ? ’ ’ ન સમજાયું ? ‘શચીએ નકારમાં ડોક હલાવી.’શચી, મારી લાઇફમાં હું તમને આવકારું છું. હમેશ માટે. િ દ્યઅનત યદ્વઉ તદ્વ બઇ મય લાફઇ પઅરતનઇર. િ લાકઇ યદ્વઉ. નિફઅચર્તીં.ા..ા તહાનક, િ લદ્વવઇ યદ્વઉ.

એકી શ્વાસે શૈલ બોલી ગયો.અને પ્રત્યાઘાત માટે શચી તરફ જોઇ રહ્યો.શચી ધ્રૂજી ઉઠી.

ધરતીકંપ ? પોતે આ શું સાંભળી રહી છે ?

એકાદ મિનિટ મૌન.અને શચીની જોરદાર થપ્પડ શૈલના ગાલને ચમચમાવી રહી.શચીની આંખમાં આંસુ છલકયા. અને શૈલ કશું બોલે, કશું સમજે તે પહેલાં લગભગ દોડતી તે ઓફિસની બહાર નીકળી ગઇ.શૈલ ગાલ પંપાળતો એકલો ઉભો રહી ગયો.આ શું થઇ ગયું ? આવી તીવ્ર પ્રતિક્રિયા કેમ ? આવું બની જ કેમ શકે ? ના પાડવાનો તેને પૂરો હક્ક હતો. પણ આમ ? મેં કંઇ તેની છેડતી કરી હતી ? જો તેને મારે માટે જરાયે ફીલીંગ્સ નહોતી તો પછી કયા હક્ક દાવે તે આજ સુધી મારી ઉપર રોફ જમાવી રહી હતી ? સમજે છે શું તેના મનમાં ? હું કંઇ આલતુ ફાલતુ વ્યક્તિ છું ?

ધૂન્ધવાતા શૈલે ગુસ્સામાં જોશથી બેલ મારી. દોડીને આવેલ પટાવાળાને ખીજાઇને મોટેથી સિગારના બે પેકેટ લાવવા કહ્યું.સમય વરતી પટાવાળો દોડયો.

સિગારની ધૂમ્રસેરમાં તાકતો શૈલ એકલો એકલો ન જાણે શું ય બબડતો રહ્યો.

‘તબિયત સારી નથી’ કહી વહેલી ઘેર આવી ગયેલી શચી એકલી એકલી કયાંય સુધી રડતી રહી. શૈલની આવી હિંમત ? પોતાની લાગણીનો આવો અર્થ કાઢયો ? કોઇ સ્મૃતિઓ યુગોની પીડા લઇ, કાચની તીણી કરચ બનીને, તેના સમગ્ર અસ્તિત્વને સતત ચૂભતી રહી છે. આખી રાત તેના આંસુ તકિયાને ભીંજવતા રહ્યા. અને ધૂન્ધળી બનેલી આંખો સામે કદી ન વિસરાયેલું, અંતરમાં થીજી ગયેલું વરસો પહેલાનું એક દ્રશ્ય.....

‘અચાનક આવી ચડેલ ધરતીકંપનો એક જોરદાર આંચકો.. અને નાનકડા પુત્રને સ્તનપાન કરાવતી પોતે આખી કયાં ગરકાવ થઇ ગઇ હતી તેની સમજણ નહોતી પડી. કેટલીવાર પછી પોતાની આંખ ખુલી હશે તેનું ભાન પણ કયાં થાય તેમ હતું ? નિતાંત અંધકારમાં તેનો હાથ પુત્રને શોધવા ચારે તરફ ફરતો હતો. પગમાંથી લોહી નીકળતું હતું. આખા શરીરમાં ભયંકર વેદના..તેની ચીસ સાંભળવાવાળું પણ ત્યાં કોઇ કયાં હતું ? તે કયાં હતી ? સ્થળ,કાળની કોઇ ગતાગમ નહીં. અસ્તિત્વ હતું તો ફકત આઘાતનું, ભયાનકતાનું, ગભરામણનું...ડરનું..

પરિસ્થિતિને સમજવાનો, સ્વીકારવાનો પ્રયત્ન પણ કયાં આસાન હતો ? અને છતાં....

તેના સ્વજનો..પતિ, માસૂમ પુત્ર..પુત્રનો ખ્યાલ આવતાં તે બેબાકળી થઇ ઉઠી. અંધકારમાં તેનો હાથ પુત્રને શોધવા મથી રહ્યો. પણ...

ન જાણે કેટલી વાર તે એમ જ સૂનમૂન પડી રહી હશે પીડાના,અસહ્ય વેદનાના ઓથારમાં ક્ષણો વીતી, કલાકો વીત્યા કે પછી યુગો ..?

અચાનક કયાંકથી કોઇના કણસવાના અવાજે તેને ચોંકાવી દીધી. આસપાસ કશું દેખાય તેવું નહોતું. જોકે અંધકારથી ધીમેધીમે આંખ ટેવાતી જતી હતી. ઉભા થવાય તેવી કોઇ શકયતા નહોતી. આખું શરીર તૂટતું હતું. છાતીમાં વેદના જાગી હતી. દૂધ ઉભરાતું હતું. પણ કોઇ નાનકડા હોઠ કયાં ? એક અસહ્ય વેદનાનો અંબાર...તે થોડીવાર ફરીથી એમ જ પડી રહી. કોઇના કણસવાનો અવાજ ધીમે ધીમે વધતો જતો હતો. હવે પોતે રહી ન શકી. અવાજની દિશામાં તે ધીમે ધીમે ઘસડાઇ. પોતાની જેમ કોઇ અભાગી અહીં ફસાયું લાગે છે.અંધકારને ફંફોસતા તેના હાથને અચાનક કોઇનો સ્પર્શ થતાં તે ચોંકી.ઝાંખા અંધકારમાં તેને સ્પષ્ટ તો ન દેખાયું. પણ કદાચ કોઇ હતભાગી યુવક ફસાયો હતો અને બેભાન થઇને પડયો હતો. પોતાની બધી વેદના ભૂલી તેણે યુવકને ઢંઢોળવા પ્રયત્ન કર્યો. પણ કોઇ જવાબ મળ્યો નહીં. યુવકના ગળામાંથી કોઇ અસ્ફૂટ અવાજ નીકળતો હતો. કદાચ યુવકનું ગળુ સૂકાયું હતું. પણ અહીં પાણી કયાંથી લાવે ? યુવક બેભાન લાગતો હતો. શું કરવું ? શું કરી શકે તે ?

યુવકનો કણસાટ વધતો જતો હતો. હજુ પણ તે બેભાન જ હતો. શું કરે તે ?તેની પોતાની વેદના પણ કયાં ઓછી હતી ? છાતીમાં ભાર વધતો જતો હતો. શરીરની પીડા વધારે હતી કે મનની ?

યુવક હવે જાણે તરફડિયા મારી રહ્યો હતો. તેણે ધીમેથી તેના શરીર પર, માથા પર હાથ ફેરવ્યો. તેને પોતાના શિશુના ઉંહકારા સંભળાયા કે શું ? માતૃત્વ જાગી ઉઠયું. આ અજાણ, બેભાન યુવક પણ કોઇનો લાલ હશે.. પણ શું કરી શકે તે ? છાતીમાં વેદના વધતી જતી હતી. પોતાના કપડાં ભીના ભીના અનુભવાયા. કશું વિચારી શકવાની ક્ષમતા કયાં બચી હતી ?

ધીમેથી તેનો એક હાથ પોતાના સ્તન પર દબાયો. દૂધની ધાર થઇ. બીજા હાથે અંધકારમાં યુવકનું મોં શોધાયું અને તેના ખુલ્લા હોઠમાં તે અમૃત ધીમેથી... થોડીવાર તો કશું ફાવ્યું નહીં. પણ ધીમે ધીમે આ આખી પ્રક્રિયા રીપીટ થતી રહી. હવે ત્યાં કોઇ યુવક નહોતો. ત્યાં હતી માત્ર એક મા અને એક અનાથ શિશુ...

યુવક કયારેક થોડી ક્ષણો માટે ભાનમાં આવતો અને કશું પૂછવા મથતો. પરંતુ કશો જવાબ મળે તે પહેલાં ફરીથી તે ભાન ગુમાવી બેસતો. એક મા અને એક ‘‘શિશુ’’ મોત સામે ઝઝૂમતા રહ્યા.

યુગો વીતી ગયાં કે પછી સમય થંભી ગયો હતો ?

કોઇ એક ક્ષણે અચાનક પ્રકાશનો એક પુંજ તેમના પર ફેંકાયો.’ યસ..અહીં કોઇ બચ્યું હોય તેમ લાગે છે. ’

પછી તો બધું ઝપાટાભેર થયું. કાટમાળ ખસેડાયો. પૂરા ત્રણ દિવસ અહીં વીતી ચૂકયા હતા. તેની ખબર તો પાછળથી પડી હતી. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેની નજર તે યુવક તરફ પડી. યુવકે તેને જોઇ કે નહીં એ સમજાય તે પહેલાં તો તેમને હોસ્પીટલે લઇ જવાયા.

અને હવે તેની બધી લીમીટ પૂરી થઇ હતી. તે ચેતના ગુમાવી બેઠી.

અને હોસ્પીટલમાં જે દિવસે તેને ભાન આવ્યું ત્યારે જ જાણ થવા પામી હતી કે તેનું બાળક અને તેનો પતિ કુદરતની આ કારમી થપાટમાં હોમાઇ ગયા હતા. અને હવે તે એકલી હતી. સાવ એકલી..અને તેના જેવા અભાગીઓની સંખ્યા કંઇ નાનીસૂની નહોતી. તે ખબર તો છાપાઓમાં ઉભરાતી દાસ્તાન વાંચીને જ તેને પડી. પોતાની વ્યથા કે કથા કોને કહે ? પેલા યુવકના પણ કશા સમાચાર નહોતા.

અને જિંદગીએ એક નવો યુ ટર્ન લીધો. તેના પિતા હજુ હયાત હતા. તેણે પુત્રીને આગળ ભણાવી. તેમને હતું કે સમય જતાં મનના ઘા થોડાં રૂઝાશે અને ફરીથી પુત્રીની જિંદગી વસી શકશે. પણ તે અરમાન પૂરા થાય તે પહેલાં જ તેમને પણ કાળે ઉપર બોલાવી લીધા. અને શચી ફરી એકવાર એકલી..અને આ કંપનીમાં તેને નોકરી મળી ત્યારે ધરતીકંપની વાતને વરસો વીતી ચૂકયા હતા.

અને પોતાના બોસની ઓળખાણ જયારે તેને કરાવવામાં આવી ત્યારે તે ચોંકી ઉઠી.આ...આ બરાબર ન જોયેલો આ ચહેરો તે કયારેય..કયારેય ભૂલી નથી..પોતાના માનસ સંતાનને તે કેમ ભૂલી શકે ? પોતાની છાતીનું દૂધ જેને વાત્સલ્યથી પીવડાવ્યું હતું. તે અહીં આ રીતે મળી જશે તેની તો કલ્પના પણ કેમ આવે?

અને દસ વરસથી છાતીમાં ધરબાઇ રહેલી મમતા ફરી એકવાર સજીવન થઇ ઉઠી. આ બોસ થોડો હતો ? આ તો પોતાનું સંતાન..! જેને તે ધરતીકંપમાં ગુમાવી બેઠી હતી. તેના અંતરમાં અધિકારની, મમતાની, સરવાણી ફરીથી વહી રહી.

રાત એમ જ સરતી રહી. સવારે ઉઠી ત્યારે મન થોડું શાંત થયું હતું. એમાં શૈલનો શું વાંક ? તેણે તો પોતાને જોઇ પણ કયાં હતી ? તે તો બેભાન જ હતો. તેને કેમ ખબર પડે પોતાની આ લાગણીની ? વરસોથી એક મા અજાણ્યા યુવકને શિશુ સ્વરૂપે અંદર સંઘરીને બેઠી હતી. આજે એક માનું, તેના માતૃત્વનું અપમાન થયું હતું. તે ખ્યાલે તીવ્ર પ્રતિક્રિયારૂપે શૈલને એક તમાચો.....

પરંતુ તેમાં શૈલનો દોષ કાઢી શકાય તેમ કયાં હતું ?નિયતિ સિવાય કોને દોષ આપી શકાય ? અને તેની પાસે તો ભલભલા લાચાર.

હવે ?

આખો દિવસ તે એમ જ સૂનમૂન બેસી રહી. ઓફિસે જવાનું મન ન થયું.

એ યાદોના ઓથારમાં, બે દિવસ સુધી તે એમ જ છટપટાતી રહી.

ના, ના, આમ મૌન રહ્યે હવે નહીં ચાલે. શૈલને સાચું કારણ જાણવાનો પૂરો હક્ક છે.

ઓફિસમાં ધીમેધીમે શૈલનું મન પણ શાંત થયું હતું. તે બે દિવસથી શચીની પ્રતીક્ષા કરતો રહ્યો હતો. પોતે શચીની માફી માગી લેશે. કદાચ પોતે શચીને સમજવામાં ભૂલ કરી હતી.

ત્રીજે દિવસે ન જાણે કેમ શૈલથી રહેવાયું નહીં. તે શચીને ઘેર આવી ચડયો.

શચી ચોંકી ઉઠી. શું બોલવું તે સમજાયું નહીં.થોડી મૌન ક્ષણો પછી શૈલે જ શરૂઆત કરી.

‘સોરી, મારા વર્તનથી તમને ખરાબ લાગ્યું. પણ મેં ફકત મારી લાગણી રજૂ કરી હતી. તમે સીધી રીતે ઇન્કાર કરી શકયા હોત...પણ તેને બદલે તમે.... ખેર..! મને લાગે છે મેં તમને સમજવામાં ભૂલ....’શૈલ વાક્ય પૂરું કરી ન શકયો. તેનો અવાજ રુંધાયો.શચી મૌન. શું જવાબ આપે તે ?

ફરીથી બે પાંચ મૌન ક્ષણો. શચી કશું બોલ્યા સિવાય પાણીનો ગ્લાસ લઇ આવી અને શૈલને ધર્યો.શૈલે પાણી પીધું. જરાવારે તે થોડો સ્વસ્થ થયો.

‘પ્લીઝ..મારા વિશે કોઇ ગેરસમજ ન કરતા. ફરગેટ એવરીથીંગ..અને કાલથી ઓફિસે આવવાનું ચાલુ કરશોને ? બીજીવાર મારા તરફથી એવી કોઇ ભૂલ નહીં થાય.’જોકે એકાદ મૌન ક્ષણ પછી તેનાથી રહેવાયું નહીં અને તેણે ધીમેથી ઉમેર્યું.

‘તમે મારી સાથે જે હક્કથી....તેથી મારી ગેરસમજ...’શૈલ આગળ બોલી ન શકયો. તેનો અવાજ રૂન્ધાયો.હજુ પણ શચીની મૌન દીવાલ તૂટી નહીં.’પ્લીઝ, કંઇક બોલો..

હું એવો ખરાબ માણસ નથી ‘’શૈલ,’ સરને બદલે શૈલ ?

‘શૈલને આર્શ્વર્ય થયું. તેણે શચી સામે જોયું.’

હા, શૈલ...તમને યાદ છે ? વરસો પહેલા ધરતીકંપ આવેલ ’’એ કેમ ભૂલી શકાય ?

એણે તો મને અનાથ બનાવ્યો હતો. અને આજ સુધી હું એમાંથી બહાર નીકળી શકયો નથી.’’

તમે એમાંથી કઇ રીતે બચી ગયા ? ‘’પૂરી જાણ તો નથી. પરંતુ કોઇ ભલી સ્ત્રીએ પોતાનું દૂધ પીવડાવીને મને જીવતદાન આપેલ...એવો આછોપાતળો ખ્યાલ..’’

એ સ્ત્રી કોણ હતી એની તમને કયારેય જાણ થઇ ?

‘’ના , હકીકતે મેં તેને શોધવાનો પ્રયાસ પણ કરેલ પણ એ સમય જ એવો હતો આવી કેટલીયે ઘટના બની હશે..અમુક પ્રકાશમાં આવી હશે.. અમુક નહીં આવી હોય. અને મેં તો તે સ્ત્રીનો ચહેરો પણ કયાં જોયો હતો ? હું તો બેભાનાવસ્થામાં જ..’’

તે સ્ત્રીની જાણ થાય તો ?’’

તો તેના પગ ધોઇને પૂજું. તે તો મારી જીવનદાતા..મારી મા સમાન .. પણ આ બધી વાત અત્યારે ?

‘શૈલ થોડો ગૂંચવાઇ રહ્યો.’તમારે તે સ્ત્રીનો ચહેરો જોવો છે ? ‘’ તમે ઓળખો છો તેને ? ‘’ બરાબર ઓળખું છું. ‘’ ઓહ ડેફીનેટલી...તે તો મારી માતા સમાન કહેવાય. તેને મળીને મને આનંદ થશે.’’

એક મિનિટ..’કહી શચી અંદર ગઇ. પાછી આવી ત્યારે તેના હાથમાં અરીસો હતો શૈલ સામે અરીસો ધરતાં તેણે કહ્યું.’ દેખાય છે આમાં તે સ્ત્રીનો ચહેરો ? ઓળખાય છે ?’

અરીસામાં શચીનું પ્રતિબિંબ તેની સામે....

શૈલ સ્તબ્ધ......!

ફરી એકવાર તેના જીવનમાં ધરતીકંપ ...?