Tamara vina - 30 books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 30

તમારા વિના - ૩૦

‘હે ભગવાન, આ શું થવા બેઠું છે? નવીનભાઈ ગયા પછી તમારી તો માઠી દશા બેઠી છે. કહું છું, તમે જ કંઈક રસ્તો કાઢો હવે.’ હસમુખરાયનાં પત્ની આશાભાભી આખી વાત સાંભળી ડઘાઈ ગયાં હતાં. કાન્તાબેને જ્યારે હસમુખભાઈના ઘરે આવી શ્વેતા અને નીતિનકુમાર કેવી રીતે ઘરમાં સ્થાયી થઈ જવા માગે છે એની વાત કરી અને શ્વેતા ગર્ભવતી છે એ હકીકત જણાવી ત્યારે આશાભાભીથી બોલ્યા વિના ન રહેવાયું.

હસમુખભાઈની સ્થિતિ પણ લગભગ આશાભાભી જેવી જ હતી, પણ તે કંઈ પણ બોલવાને બદલે વિચારે ચડી ગયા હતા. આ સમસ્યા ખરેખર ખૂબ પેચીદી હતી. તેમને પણ કંઈ ઉકેલ સૂઝતો નહોતો.

‘અરરર... તમારી હાલત તો કફોડી થઈ છે. ગર્ભવતી દીકરીને ઘરની બહાર કાઢવી કઈ રીતે અને ન કાઢો તો આ નીતિનકુમાર તો ઘરમાંથી નીકળે એમ નથી. ભાભી, તમે દીપક કે વિપુલના ઘરે રહેવા જતા રહો ને પછી ભલે જેમ કરવું હોય એમ કરે.’ આશાભાભીએ ઉકેલ સૂચવી દીધો.

‘તું મૂંગી રહેને. કંઈ સમજણ તો છે નહીં ને વચ્ચે-વચ્ચે બોલબોલ કર્યા કરે છે.’ હસમુખરાય મૂંઝાયા હતા અને તેમના મનની બધી અકળામણ તેમણે પત્ની પર ઠાલવી દીધી.

હસમુખરાયે પત્નીનું મોં તોડી લીધું એ કાન્તાબેનને ખટક્યું, પણ આવું કંઈ પહેલવહેલી વાર નહોતું બન્યું. હસમુખરાય અને નવીનચંદ્ર બન્ને જિગરજાન મિત્રો હોવા છતાં બન્નેના સ્વભાવમાં ઘણો તફાવત હતો. નવીનચંદ્રે તેમની જીવનનૌકા પત્નીને રાજીખુશી સોંપી દીધી હતી, પણ હસમુખરાય તો લગામ ઘડીક વાર પણ પત્નીના હાથમાં પકડાવવા તૈયાર થતા નહોતા.

હસમુખરાયે ઘણી વાર પત્નીનું અપમાન કરી નાખ્યું હોય એેવું કાન્તાબેનની હાજરીમાં બન્યું હતું, પણ એે વખતની વાત જુદી હતી. એ વખતે નવીનચંદ્ર હાજર હોય અને કોઈ જુદો જ મુદ્દો ચાલતો હોય ત્યારે હસમુખરાયે આશાભાભીને ‘તું રહેવા દે, તને શું સમજણ પડે’ કે પછી ‘બહુ ડાહી હોં’ અથવા ‘બધી વાતમાં ડબડબ નહીં કરવાની’ એવું કહીને તેમને ચૂપ કરી દીધાં હોય એવા કિસ્સા બન્યા હતા.

ઘણી વાર આ વિશે વાત નીકળી હોય ત્યારે કાન્તાબેને હસમુખભાઈને કહ્નાં પણ હતું કે તમે આશાભાભી સાથે આવી રીતે વાત કરો એ બરાબર ન કહેવાય.

‘અરે ભાભી, તમને ખબર નથી. એને આમ ટપારું નહીંને તો આ બૈરું બધો ખેલ બગાડી નાખે.’

‘ તો-તો તમે તમારા દોસ્તારનેય એવી જ સલાહ કેમ નથી આપતા? લોકો તો કહે છે કે ચંદ્ર મને પૂછીને જ પાણી પીએ છે.’ ગંભીર થઈ ગયેલી વાત સહેજ હળવી કરવા અને છતાંય પોતાનો મુદ્દો હસમુખભાઈ સુધી પહોંચાડવા માટે કાન્તાબેને કહ્યું હતું.

‘ભાભી, તમારી વાત જુદી છે; પણ બધા તમારા જેવાં ન હોયને!’ હસમુખભાઈએ જવાબ આપ્યો હતો. ‘હજી ગયા મહિનાની જ વાત કરું. આ અમારી જગ્યા ઓનરશિપની થઈ એમાં સાડાત્રણ લાખ રોકડા અને સત્તર લાખ ચેકના આપ્યા છે એની તો તમને ખબર જ છે. મકાનમાલિકે મને કહ્નાં હતું કે આપણી વચ્ચે સોદો કેટલામાં થયો એ તમે કોઈને કહેતા નહીં, પણ આને લીધે આખા માળામાં ખબર પડી ગઈ કે અમે મકાનમાલિક સાથે શું લેતીદેતી કરી છે. કેવી રીતે ખબર છે? તમારી ભાભીએ આ બધી વાત અમારી કામવાળીને કરી દીધી અને બધાને જ ખબર પડી ગઈ.’

‘હવે મને શું ખબર કે તે બધાને કહી આવશે.’ આશાભાભી રડમસ થઈ ગયાં હતાં.

‘છે આનામાં કંઈ અક્કલ જેવું? એ કહી આવે કે ન કહી આવે, પણ આપણે આ બધી વાતો કામવાળી સાથે કરવાની કંઈ જરૂર હતી? બિલાડીના પેટમાં ખીર ટકે તો બૈરાંના પેટમાં વાત ટકે.’ મામલો વધારે પડતો ખેંચાઈ રહ્ના હોય એવું લાગતાં ત્યારે તો કાન્તાબેને વાત વાળી લીધી હતી, પણ તેમની અને નવીનચંદ્રની આ વિશે ચર્ચા થઈ હતી.

‘મને તો હસમુખભાઈની વાત બરાબર નથી લાગતી. હું તો પહેલેથી જ જાતી આવી છું કે કાયમ તે આશાભાભીને ઉતારી જ પાડતા હોય છે. બિચારાં કંઈ બોલી જ નથી શકતાં.’

‘એમ જુઓ તો આશાભાભીમાં પણ બહુ આવડત નથી એટલે...’

‘અરે, પણ તો તેમણે આશાભાભીને તૈયાર કરવાં જાઈએ, દુનિયાદારી શીખવવી જાઈએ. આમ દર વખતે બધાની સામે ગમે તેમ બોલે તો તેમનામાં આત્મવિશ્વાસ આવે જ કઈ રીતે?’ કાન્તાબેને દલીલ કરી હતી.

‘તું કદાચ સાચી હોઈશ, પણ તાળી એક હાથે તો પડતી નથી. એમ જુઓ તો આશાભાભી પણ ક્યાં કોઈ જવાબદારી લેવા તૈયાર થાય છે? તે આખો વખત પોતાના રસોડામાં અને સગાંવહાલાંઓમાં જ પડ્યાં હોય છે.’

‘તમે તો તમારા દોસ્તારનો જ પક્ષ લેવાના. એમ જુઓ તો હું લગ્ન કરીને આવી ત્યારે મનેય ક્યાં કઈ ગતાગમ હતી, પણ તમે જ મને શીખવ્યુંને? તમે જ મને બહાર આવતી-જતી કરીને?’

‘શીખવાની તૈયારી હોય તો શિક્ષક તો ઘણા મળી રહે અને ઘણા વિદ્યાર્થીઓ તો વગર શિક્ષકે પણ શીખી લેતા હોય છે, પણ કેટલાક સાવ ઠોઠ નિશાળિયા જ હોય. ગમે એટલી સારી સ્કૂલ કે ગમે એટલા વિદ્વાન ગુરુ મળે તો પણ તેમના ભેજામાં કંઈ ન ઊતરે એ ન જ ઊતરે.’

કાન્તાબેને નવીનચંદ્ર સાથે ઘણી દલીલો કરી હતી, પણ થોડા સમય પછી તેમને લાગ્યું હતું કે નવીનચંદ્ર સાવ ખોટા પણ નહોતા. આશાભાભીને સ્વતંત્રતા સાથે આવતી જવાબદારી લેવામાં બિલકુલ રસ નહોતો. એને બદલે તે ઓ દરેક બાબત માટે પતિ પર નિર્ભર રહી સલામત અને સગવડભરી જિંદગી વધુ પસંદ કરતાં હતાં. હસમુખરાય જ્યારે આશાભાભીનું આ રીતે અપમાન કરી નાખતા ત્યારે એને લીધે આશાભાભીને બદલે પોતે વધુ અસ્વસ્થ થઈ જતાં હતાં એવું કાન્તાબેનને લાગ્યું હતું, જ્યારે આશાભાભીએ તો આ પરિસ્થિતિ કોઈ પણ વિરોધ વિના સ્વીકારી લીધી હતી અને તેમને એ વાતનું ખાસ માઠું પણ લાગતું નહીં.

‘મને લાગે છે કે આપણે વેવાઈને વાત કરીએ તો? તુલસીભાઈ સમજદાર માણસ છે. આમાં એ વચ્ચે પડે તો કંઈ થાય.’ હસમુખભાઈએ થોડો સમય વિચાર્યા પછી કહ્યું

‘મેં તેમને ફોન કર્યો હતો.’

‘તેમણે આમાં વચ્ચે પડવાની ના પાડી?’

‘ના તો નથી પાડી, પણ મને નથી લાગતું તે આમાં કંઈ કરી શકશે. તમે તો જાણો જ છોને હસમુખભાઈ કે તે તો બહુ રાંક છે. તેમણે મને કહ્યું કે બેન, તમારી વાત સાચી છે. દીકરી-જમાઈ આમ તમારા ઘરે આવીને રહે તે બરાબર ન કહેવાય, પણ આજકાલના છોકરા આપણું ક્યાં માને છે? છતાંય તમે તમારાં વેવાણને વાત કરો.’ કાન્તાબેને હસમુખભાઈ સમક્ષ નીતિનકુમારના પિતા સાથે થયેલી વાતચીતનું ટૂંકમાં બયાન કર્યું.

‘મને તો લાગે છે આ આખું કારસ્તાન શ્વેતાના સાસુ શારદાબેનનું જ રચેલું છે. તેમના ઇશારે જ આ બધું ચાલી રહ્યું છે.’ હસમુખભાઈનું અનુમાન સાચું હતું એ તો કાન્તાબેન પણ જાણતાં હતાં.

‘દીપક અને વિપુલ શું કહે છે?’ હસમુખભાઈએ કાન્તાબેનને સીધું જ પૂછ્યું.

‘વિપુલ તો હમણાં સાસરે છે અને દીપકને તો મારી સાથે વાત કરવાનો સમય નથી...’ કાન્તાબેનને આટલું બોલતાં બહુ તકલીફ પડી હતી. હસમુખભાઈ પારકા નહોતા, પણ તોય પોતાના જ જખમો તેમની પાસે ઉઘાડા કરતાં તેમને સંકોચ અને ક્ષોભ થતો હતો.

હસમુખભાઈના ઘરેથી પાછા ફરતાં બસમાં પણ કાન્તાબેનના મગજમાં આ જ વિચારો ઘૂમરાયા કરતા હતા. તેમને સમજાતું હતું કે હસમુખભાઈ તેમને મદદ કરવા માગતા હતા, પણ તેમનેય આમાંથી કોઈ માર્ગ સૂઝતો નહોતો.

બહારની કોઈ વ્યક્તિ હોત તો કાન્તાબેને હાથ ઝાલીને તેને કાઢી મૂકી હોત, પણ આ તો તેના પોતાના જ હતા. કાન્તાબેને જે અનેક વિકલ્પો વિચાર્યા હતા એમાં એક વિકલ્પ એ પણ હતો કે તે પોતે આ ઘર છોડીને ચાલ્યા જાય અથવા આ ઘર જ વેચી નાખે અને એના પૈસામાંથી એક નાનકડો ફલૅટ ખરીદી લે.

પરંતુ આ વિકલ્પને તેમણે જ મનોમન નકારી કાઢ્યો હતો. તેમને લાગતું હતું કે આમ કાંડું મરડીને તેમનો જમાઈ તેમની પાસેથી મિલકત પડાવી લે કે તેમને આવો નિર્ણય કમને લેવા મજબૂર કરે એે તેમને માન્ય નહોતું.

કાન્તાબેન શ્વેતા સાથે આ વિષય પર સમજાવટથી વાત કરવા માગતાં હતાં, પણ તેમના પોતાના જ ઘરમાં તેમની દીકરી સાથે એકાંતમાં વાત કરવાનો તેમને મોકો મળતો નહોતો. જોકે તે ઓ જાણતાં હતાં કે કદાચ એવું શક્ય બન્યું હોત તો પણ તે ઓ શ્વેતાને સમજાવી શક્યાં હોત કે કેમ એે અંગે તેમને ખાતરી નહોતી. તેઓ શ્વેતાને સમજાવવા માગતા હતા કે નીતિનકુમાર અને તેની મા એટલે કે શ્વેતાની સાસુ તેનો ઉપયોગ કરી રહી છે.

કાન્તાબેનને તો એ પણ સમજાતું નહોતું કે જ્યારે નીતિનકુમારની પોતાની ખાસ કંઈ આવક નહોતી એ સંજાગોમાં બાળકને જન્મ આપવા માટે શ્વેતા કઈ રીતે સમંત થઈ હતી.

કાન્તાબેને બસની બારીમાંથી બહાર નજર કરી. બસ જે. જે. હૉસ્પિટલ પાસેના ફ્લાય ઓવર નીચેથી પસાર થઈ રહી હતી. રસ્તા પર સારી એવી ભીડ હતી. બે-ત્રણ દિવસમાં ઈદ હતી એટલે રસ્તા પર મુસલમાનોની ભીડ હતી. બસ ધીમે-ધીમે અને વારંવાર બ્રેક લાગવાને કારણે આંચકા ખાતી-ખાતી ચાલી રહી હતી. બપોરનો સમય હતો તો પણ બસમાંની લગભગ સીટ ભરેલી હતી અને આઠ-દસ માણસો ઊભા હતા. ક્રૉફર્ડ માર્કેટના સિગ્નલ પર આવીને બસ અટકી.

કાન્તાબેને ઘડિયાળ પર નજર કરી. પોણાચાર થયા હતા. ચારેક વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવાશે એવી તેમણે ગણતરી કરી. તેમનું મન બહુ જ ડહોળાયેલું હતું. ઘરે જવાની તેમને ઇચ્છા ન થઈ. તેમની નજર સામે નીતિનકુમારનો તમાકુ ચાવતો ચહેરો આવ્યો અને તેમને સૂગ ચડી.

બસ મનીષ માર્કેટ થઈને વી.ટી. સ્ટેશન પહોંચી રહી હતી. વી.ટી. સ્ટેશન પાસે ઊતરી જઈ બોરાબજારમાંથી શાક લઈને ચાલતાં-ચાલતાં ઘરે જવાનો વિચાર તેમને આવ્યો અને તેઓ તરત જ સીટ પરથી ઊભાં થઈ ગયાં.

રસ્તા પરની ભીડ અને ટ્રાફિકમાંથી ધીમી ગતિએ ચાલતાં-ચાલતાં કાન્તાબેન રસ્તો વટાવી બોરાબજાર તરફ આગળ વધતાં હતાં ત્યાં જ તેમના પગ અટકી ગયા. તેમની નજર બાજુના બિલ્ડિંગ પર ગઈ. એના પરનું પાટિયું વાંચી તેઓ બે ઘડી એની સામે જ જાતાં રહ્યાં. જો આસપાસ તેમને કોઈ જોઈ રહ્યું હોત અને બારીકાઈથી તેમના ચહેરાનું નિરીક્ષણ કરતું હોત તો તેને સમજાત કે આ સ્ત્રી જરૂર કંઈ દ્વિધામાં છે, પણ સતત દોડતા રહેતા આ શહેરમાં પોતાની સાથે કે પાસે રહેતી વ્યક્તિ સામે જાવાની કોઈને ફુરસદ હોતી નથી તો કાન્તાબેન જેવી વૃદ્ધા સામે કોઈ શા માટે જુએ?

કાન્તાબેનને જોકે એ દ્વિધામાંથી બહાર આવતાં બહુ સમય ન લાગ્યો. તેમણે મન મક્કમ કરી બોરાબજાર તરફ જવાને બદલે તેમના પગ ડાબી તરફ વાળ્યા અને બાજુની ઇમારતના દાદરા ચડી ઉપર પહોîચ્યાં.

‘મૈં અંદર આ સકતી હૂં...’ ગુજરાતી લહેકાવાળી હિન્દીમાં અધખુલ્લા બારણાંમાંથી કાન્તાબેને પૂછ્યું ત્યારે અંદર બેઠેલા યુવાને કાગળિયામાંથી મોં ઊંચું કરી જાયું અને કશુંય બોલ્યા વિના માત્ર આંખના ઇશારે તેમને અંદર પ્રવેશવાની પરવાનગી આપી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED