"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન સુધી પહોંચે છે. રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે. "મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે.
પ્રેમ થાય કે કરાય? ભાગ - 1
વેકેશન"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન પહોંચે છે.રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે."મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે."એક તો આને કેટલી વાર કીધું કે મારું નામ મનુ નહિ માનવી છે માનવી... ખબર જ નથી પડતી." માનવી ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 2
કંકોત્રીમાનવી ઘરનો દરવાજો ખોલે તો સામે તેના જાની દુશ્મન એવા ચંપાબેન ઉભા હતાં. ચંપાબેન પહેલા માનવીના પાડોશી હતાં. તેમના જેમ તે પણ બધાની ચાપલુસી કરતા રહેતા હતાં. તેમના મોટા દીકરાને સારા પગારની નોકરી મળતા તેઓ ઘર ખાલી કરીને બીજા સારા એરિયામાં રહેવા જતા રહ્યા હતાં. તેમના ગયાં પછી તો આખી સોસાયટીમાં શાંતિ ફેલાઈ ગયી હતી. ખબર નહિ આજે બપોરે અમારે ઘરે કેમ પધાર્યા હતાં?"મનુ... તું તો મોટી થઈ ગયી બેટા" ચંપાબેન માનવીના ગાલ પર હાથ ફેરવવા લાગે છે."મારું નામ મનુ નહિ માનવી છે." માનવી મોઢું બગાડી પોતાના રૂમમાં જઈને ફોન લઈને બેસી જાય છે."કોણ છે બેટા?" રસોડામાંથી નીતાબેન બહાર ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 3
વિચાર મમ્મી આજે ખબર નહિ કેમ રસોડાનું દરેક કામ ઝડપથી પૂરું કરવાની લ્હાયમાં દેખાઈ રહી છે. બટેટા પર આજે એ રીતે ફરી રહ્યું છે જાણે બટેટાએ કરેલા કોઈ ગુનાની સજા મમ્મી આપી રહી હોય. કાલ ચંપાબેને કરેલી વાત મમ્મીના મગજમાં વિચારોનાં વંટોળ સ્વરૂપે ફરી રહી છે."ચંપાબેન ભલે ગમે તેવા હોય પણ એમની વાત તો સાચી હતી. આજકાલની છોકરીઓ આખો દિવસ ફોનમાં જ ચોટેલી હોય છે. શું મારી મનુ પણ છોકરાઓ સાથે..." સમારેલા બટેટા તપેલીમાં નાખી વઘાર કરવા મરચું, મીઠુ સાથે બીજો મસાલો ભભરાવી ગેસ ધીમો કરે છે."મમ્મી..." માનવી આજે વહેલી ઉઠીને રસોડામાં આવેલી જોઈને નીતાબેનની આંખો પહોળી થઈ જાય ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 4
નોકરીસુરત :ઘરનાં ડોરબેલનો અવાજ રસોડામાં કામ કરતા શોભનાબેનનાં કાન સુધી પહોંચતા તેઓ જઈને દરવાજો ખોલે છે."મમ્મી... હૂ.... હૂ..." દરવાજામાં કેવિન તેની મમ્મીને ભેટીને બુમ પાડવા લાગે છે."અરે... શું થયું? પણ..." કેવિન તેની મમ્મીનો હાથ પકડી તેને ઝડપથી સોફા પર બેસાડીને પોતાની બેગમાંથી પેડાંનાં બોક્સમાંથી પેડો લઈ તેની મમ્મીનાં મોઢામાં મૂકે છે."શે.. નાં...છે. આ પેડાં" શોભનાબેન પેડો ખાતા ખાતા બોલે છે."અરે મમ્મી અમદાવાદની એક આઈટી કંપનીમાં મારું સિલેકશન થઈ ગયું છે. મારો સ્ટાર્ટિંગ પગાર 25 હજાર છે." કેવિને સુરતની ખાનગી કોલેજમાં I. T નો અભ્યાસ પૂર્ણ કરી. કોલેજ કેમ્પસમાં આવેલી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે છે. જેમાં તેનું સારા પગાર સાથે સિલેકશન ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 5
શોખઆજે પીજીમાં રહેતા છોકરાઓમાં કોઈનો બર્થડે હોવાથી બધા છોકરાઓ સાંજે હોટેલમાં જમવા જવાના હતાં. આથી આજ સાંજે અમારા રસોડામાં હતી. માનવી રોજની જેમ એના મોબાઈલનાં ચેટિંગમાં અને રિલ્સ જોવામાં આખો દિવસ કાઢતી હતી એમાં પણ આજે તો ટિફિન નહતા બનાવવાના એટલે એના કાનને પણ મારા અવાજથી શાંતિ હતી.આજે મારાં શરીરને પણ આરામ કરવાની પરમિશન મળી હતી. ડ્રોઈંગરૂમમાં આવતા પંખાના પવનથી આંખો ભારે થઈને ઘેરાવા લાગી હતી. એટલે હું થોડીવાર પલંગમાં આડી પડી. ત્યાં આખો દિવસ થાકના કારણે ખબર નહિ કયારે ઉંઘ આવી ગયી.2 કલાક પછી...ઉંઘમાંથી ઉઠી તો ઘડિયાળમાં 2:30 વાગ્યાં હતાં. માનવી તેનાં રૂમમાં મોબાઈલમાં ખોવાયેલી હતી. માનવીને જોઈને ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 6
સરપ્રાઈઝ"મનુ તું મને આ ક્યા લઈને આવી?" મમ્મી એક સામાજિક સંસ્થાનાં ગેટ પર ઉભી રહી. સંસ્થાનાં પ્રાંગણમાં કરેલી અદભુત અને સજાવટ જોઈને પૂછવા લાગે છે."અરે તને કેટલીવાર કહ્યું મારું નામ માનવી છે. આમ જાહેરમાં મને મનુ કહીને ના બોલાવીશ. બીજું એ કે અંદર શું છે તે તો સરપ્રાઈઝ છે. તો ચુપચાપ ચાલ અંદર."માનવી તેની મમ્મી સાથે તે સંસ્થામાં પ્રવેશ કરે છે.આ સંસ્થા મહિલાઓ માટે અને શહેરની વિધવા સ્ત્રીઓ માટે કામ કરે છે. આજે વિધવા મહિલાઓ માટે આ સંસ્થામાં રસોઈની રંગત, ગાયન, ભરતગુંથણ, મહેંદી અને કોઈને લખવાનો એવા કોઈ અલગ અલગ શોખ ધરાવતી મહિલાઓને પ્રોત્સાહિત કરી. તેમના જીવનમાં આગળ આવવા ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 7
ટેસ્ટ" કોણ છે આ ભાઈ?" પીજીમાં રહેતા દસ મિત્રોના સર્કલમાંથી કૌશલ કેવિનને જોઈને તેનાં મિત્ર નિશાંતને પૂછે છે." આ મિત્ર કેવિન છે. જે સુરતમાં રહે છે. અહીંની I. T કંપનીમાં 6 મહિના માટે તેનું સિલેકશન થતા તે ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યો છે. જો તમને કોઈને વાંધો ના હોય તો 6 મહિના તે આપણી સાથે રહેશે." નિશાંત પીજીમાં રહેતા તમામ મિત્રો સાથે કેવિનની ઓળખાણ કરાવે છે." અમને શું વાંધો. એક સે ભલે દો, દો ભલે તીન." પોતાના કપડાં ઈસ્ત્રી કરી રહેલો વિશાલ હિરોના અંદાજમાં બોલે છે.આજે રવિવાર હોવાથી પીજીમાં રહેતા દસે દસ મિત્રો આરામનાં મૂડમાં છે."હેલ્લો, મમ્મી હા હું અમદાવાદ ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 8
કવિતા"સોમાકાકા એ શું કહ્યું નાં સાંભળ્યું! એ બેન બહુ જિદ્દી છે. એ દસ ટીફીન સિવાય ઉપર અગિયારમું ટિફિન નહિ તો ગમે તેટલા રૂપિયા એક્સટ્રા આપીશ તો પણ નહિ. તું તો હાલ આવ્યો અમે તો છેલ્લા ત્રણ વર્ષથી તેમના હાથનું ટિફિન જમીએ છીએ." કૌશલ દાળભાત મિક્સ કરીને તેમાં લીંબુ નીચોવી રહ્યો છે.કેવિન કૌશલની વાત સાંભળીને થોડીવાર માટે શાંત થઈ જમવા લાગે છે. વિશાલનાં હાથે દાળ ભાતમાં રેડવા જતા સહેજ નીચે પાથરેલા પેપર પર ઢળાઈ જાય છે. દાળ જ્યાં ઢળાય છે. તે પેપર આજનું છે. જેમાં નીતાબેનની લખેલી ભાગ્યવાળી કવિતા તેમના ફોટા સાથે છપાયેલી છે. દાળ તેમના ફોટા અને ફોટાને અડકીને ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 9
મુલાકાત"હેલ્લો નિશાંત કેવિન બોલું છું.""હા બોલ"ટ્રાફિકમાં આવતા ગાડીઓના હૉર્ન અને ખખડી ગયેલા વાહનોના એન્જીનોનાં અવાજ વચ્ચે કેવિનનો અવાજ નિશાંત લે છે."પેલા ટિફિનવાળા માસીનું એડ્રેસ આપીશ. એકવાર તેમને ટીફીન માટે રૂબરૂ મળતો આવું. કદાચ માની જાય તો...""ભીંડીની સબ્જી દાઢે વળગી લાગે છે!""જે સમજો તેં પણ જલ્દી મને એડ્રેસ સેન્ડ કર.""હા કરું ભાઈ કરું." નિશાંત ફોન કટ કરીને મેસેજ સેન્ડ કરે છે. ત્યાં કેવિન મેસેજ જોઈને લાલ સિગ્નલ ગ્રીન થતા જ તેં એડ્રેસનાં માર્ગ પર બાઈક હંકારી મારે છે.* * * * * *નીતાબેન રસોડામાં બપોરનું કામ પૂરું કરીને વાસણ ઘોડામાં ગોઠવવા જાય ત્યાં તેમના હાથે અજાણતા કાચનાં કપ રકાબી ફૂટી ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 10
જાદુ" શું ભાઈ ટિફિનની વ્યવસ્થા કરી કે નહિ? " કૌશલ મોબાઈલ ચાર્જિંગમાં ભરાવતા કેવીનને સવાલ પૂછે છે." અરે હા તો ભૂલી જ ગયો. બપોરે એડ્રેસ લીધું હતું. તેં પછી શું થયું? " નિશાંત ગરમીથી બચવાં પંખાનું રેગ્યુલટર ફુલ કરતા પૂછે છે." શું થાય! તેઓ મારું અગિયારમું ટીફીન બનાવવા માટે માની ગયાં." કેવિન મોબાઈલમાંથી નજર હટાવી નિશાંત સામે જોવે છે."હોય જ નહિ ને. તેં બિલકુલ ના માને. તારા પહેલા કેટલા લોકો ટીફીન બંધાવા ગયેલા પણ તેઓએ કોઈને હા પાડેલી નહી ને. તને પહેલી મુલાકાતમાં હા પાડી દીધી. ગપ્પા.." વિશાલ કેવિનની વાત માનવા તૈયાર થતો નથી."અરે જે ટિફિન બંધાવા નહતા જતા. ...વધુ વાંચો
પ્રેમ થાય કે કરાય? ભાગ - 11
સપનુંસાંજનાં ટીફીન માટે મમ્મી શાકમાર્કેટમાં શાક લેવા ગઈ છે. બપોરનાં અગિયાર ટિફિન મમ્મીએ આજે વહેલા તૈયાર કરી દીધા છે. હું સોમાકાકાની સાયકલની ઘંટડીના અવાજની રાહ જોઈને બેઠી છું.ત્યાં સોમાકાકાનાં સાયકલની ઘંટડી તો મને નથી સંભળાતી પણ ઘરનાં ડોરબેલનો અવાજ કાને સંભળાય છે. હું સોફા પરથી ઉભી થઈને દરવાજો ખોલ્યો તો...આંખો પર કાળા ચશ્માં, ગ્રીન અડધી બોયની ટી શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટમાં રણબીર કપૂર જેવો લાગી રહેલો કેવિન ઉભો છે. એને જોઈને તો મારી આંખના મોતિયા જ મરી ગયાં. હું તો દરવાજામાં ઉભી રહીને એને ટગર ટગર જોઈ રહી."અમારે ત્યાં મહેમાન આવે ને તો એને મીઠો આવકારો આપી. ચા ...વધુ વાંચો