શું ?
ઘરનાં ડ્રોઈંગરૂમમાં ફક્ત ઝડપથી ફરી રહેલા પંખાનો અવાજ આવી રહ્યો છે. કેવીને કરેલા ખુલાસા પછી નીતાબેન અને કેવિન બંને મૌન ધારણ કરીને બેઠા છે. નીતાબેનનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે.
"મારે એક વાત કહેવી છે. કદાચ તમને ગમે કે ના ગમે." કેવિન હળવેકથી નજર નીચી કરીને બોલે છે.
"કહેવામાં બાકી શું રાખ્યું છે? કે હજુ કહેવું છે શું?" નીતાબેનનો કેવિન પ્રત્યેય અણગમો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
"હું માનવીને નહીં... " કેવિન આટલુ બોલીને ઘડીક અટકી જાય છે.
"હું તમને પ્રેમ કરું છું."
કેવિનનાં મોઢામાંથી આ વાક્ય સાંભળતા જ નીતાબેનની આંખો એકદમ સ્થિર થઈ જાય છે.
"શું બોલ્યા તમે?" નીતાબેનને સાંભળવામાં કોઈ ભૂલ ના થાય એટલા માટે કેવિન તરફથી ફરી સાંભળવા માટે તે ફરીથી કેવિનને પૂછે છે.
"એ જ જે તમે સાંભળ્યું. હું તમને પ્રેમ કરું છું. I love you નીતા."
નીતાબેનની કેવિનની વાત સાંભળતા જ દોડીને પોતાના રૂમમાં જઈને રડવા લાગે છે.
"આ બધું શું થઈ રહ્યું છું. કેમ મને કંઈ સમજાતું નથી? કેમ આ બધું મારી સાથે થઈ રહ્યું છે?" નીતાબેન એક ચીસ પાડીને પલંગ પરની ચાદર અને ઓશિકા આમતેમ ફેંકી દે છે.
કેવિન નીતાબેનનો અવાજ સાંભળીને દોડીને રૂમમાં જાય છે. તે નીતાબેનને ખભે હાથ મૂકીને તેમને શાંત કરવાની કોશિશ કરે છે. નીતાબેન તેનો હાથ પોતાના ખભેથી હટાવી લે છે.
"તું શું કરવા આવ્યો છે? અમને મા દીકરીને શાંતિથી જીવવા દે ને. તને બે હાથ જોડું છું." નીતાબેન ચોંધાર આંશુએ રડી રહ્યાં છે. જે જોઈને કેવિન પણ ઈમોશનલ થઈ જાય છે.
તે રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરીને લાવે છે. પોતાના હાથે ડુસકા ભરી રહેલા નીતાબેનને પીવડાવી શાંત કરે છે. નીતાબેન શાંત થઈને પલંગ પર બેસે છે.
કેવિન તેમની સામે નીચે ઘુટણીયે બેસીને નીતાબેનનો હાથ પોતાના હાથમાં લઈ તેને ચૂમે છે.
"તમે મને પ્રેમ ના કરતા હોય તો કહી દો. હું અત્યારે હાલ જ અહીંથી જતો રહીશ. પછી ક્યારેય પાછો નહીં આવું."
કેવિનની વાત સાંભળીને નીતાબેન પોતાની આંખો બંધ કરીને મૌન થઈ જાય છે. નીતાબેનને આ બધું કંઈ સમજાતું નથી.
"તું મને પ્રેમ કરે છે?" કેવિન નીતાબેનને પૂછે છે.
નીતાબેન મૌન થઈને બેઠા છે.
"તું મને પ્રેમ કરે છે?" કેવિન ફરીવાર પૂછે છે. ત્યારે નીતાબેન ના પાડીને ઉભા થઈ અરીસા સામે જઈને ઉભા રહે છે. કેવિન નીતાબેનનાં મોઢામાંથી ના સાંભળીને તે ચુપચાપ ઉભો થઈ જાય છે.
"મને ખબર છે નીતા તું પણ મને પ્રેમ કરે છે, પણ માનવીનાં કારણે તું ના પાડી રહી છે. કેમ કે સ્ત્રીની જીભ ખોટું બોલી શકે તેની આંખો નહીં. એકવાર માનવીનાં સમ ખાઈને કહી દે કે તું મને પ્રેમ કરે છે કે નહીં.તારો જે પણ જવાબ હશે તે હું સ્વીકારી લઈશ."
નીતાબેન અરીસામાં પોતાની જાતને જોઈને આંખો બંધ કરી દે છે. તે કંઈક વિચારોમાં ખોવાઈ જાય છે. કેવિન નીતાબેનનાં જવાબની રાહ જોતો ચુપચાપ ઉભો છે.
નીતાબેન આંખો ખોલીને પોતાની જાતને એકવાર અરીસામાં જોઈને પોતાની બન્ને હાથની મુઠીવાળીને કેવિન તરફ ફરે છે. તેમની આંખોમાં આંશુ છે.
"હા.. હા.. હા.. હું તને પ્રેમ કરું છું." આટલુ બોલતા જ નીતાબેન રડવા લાગે છે.
કેવિન નીતાબેનનો જવાબ સાંભળીને નીતાબેનને ભેટી પડે છે. નીતાબેન કેવિનની છાતીમાં માથું રાખીને રડી રહ્યા છે. કેવિન નીતાબેનનાં આંખનાં આંશુ લૂછી નાંખે છે.
"રડે છે કેમ હું છું ને."
નીતાબેન રડતા શાંત થઈ રહ્યાં છે. બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં છે. બન્નેનો શ્વાસ આજે એક થઈ વાતાવરણમાં ભરી રહ્યો છે. કેવિન પોતાના હોઠ નીતાબેનનાં મુલાયમ હોઠની નજીક લઈ જઈ રહ્યો છે. નીતાબેન ધીમે ધીમે પોતાની આંખો બંધ કરી રહ્યાં છે. કેવિન નીતાબેનનાં હોઠ પર એક તસતસતું ચુંબન કરે છે.
નીતાબેન અચાનક કેવિનથી દૂર થઈ જાય છે. તે ફરીથી રડવા લાગે છે.
"કેવિન આ બધું શું થઈ રહ્યું છે. મને કંઈ સમજાતું નથી."
કેવિન નીતાબેનને ફરીથી પોતાની છાતીએ ચાંપીને હૈયાધારણા આપી રહ્યો છે.
"કંઈ નથી. તારો અને મારો પ્રેમ છે."
" માનવીને આ વાતની ખબર પડશે તો?"
" હું માનવીને મનાવી લઈશ. "
"માનવીને મનાવી લઈશ, પણ આ દુનિયા શું વાતો કરશે. કે એક મા ની ઉંમરની સ્ત્રીએ તેનાં દીકરા જેવડી ઉંમરનાં છોકરા સાથે..." નીતાબેન રડવા લાગે છે.
કેવિન ચૂપ થઈને નીતાબેનની વાત સાંભળી રહ્યો છે. ત્યાં જ કેવિનનાં ફોનમાં રિંગ વાગે છે.
ક્રમશ :