પ્રેમ થાય કે કરાય? ભાગ - 17 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 17

ભોજન

નીતાબેન અરીસામાં જોઈ પોતાની સાડીનો પલ્લું ખભા પરથી નીચે ઉતરી ના જાય એટલે પિન ભરાવી રહ્યા છે. કપાળમાં લગાવેલી બિંદીને બરાબર મધ્યમાં આવે તેમ વારેઘડીયે  ઉખાડીને ચોંટાડી રહ્યા છે. ખબર નહી કેટલા વર્ષ પછી આટલો સમય અરીસા સામે પસાર કરી રહ્યાં છે.

ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. નીતાબેન ડોરબેલનો રણકાર સાંભળતા જ ઝડપથી દોડીને દરવાજો ખોલે છે. સામે બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં કેવિન હાથમાં કંઈક લઈને ઉભો છે.

"આવ... શું છે આ હાથમાં?" કેવિનનાં હાથમાં બે બોક્સ છે. જે જોઈને નીતાબેન આશ્ચર્યચકિત થઈને બોલે છે.

" પહેલા તો કોંગ્રેચૂલેસન." કેવિન બન્ને બોક્સ ટિપોઈ પર મૂકી. નીતાબેનને પહેલીવાર ગળે મળીને અભિનંદન પાઠવે છે. જિંદગીમાં કોઈના શરીરનો સ્પર્શ પોતાના માટે થતો જોઈ તેમની આંખોમાં એક પ્રેમની લહેર આવી જાય છે.

"શેના માટે?"

"ભુલાકણા છો તમે! કાલે કાવ્ય સંમેલનમાં જે કવિતાઓથી ધમાલ મચાવી હતી તેનાં માટે. આ સરપ્રાઈઝ પણ તેનાં માટે છે. જેમાં આ બોક્સ તમારા માટે અને આ માનવી માટે." કેવિન બોક્સ પર માનવીનું નામ જોઈને તે બોક્સ સાઈડમાં મૂકીને નીતાબેન માટે લાવેલું બોક્સ નીતાબેનનાં હાથમાં આપે છે.

"ખોટો ખર્ચો કરવાની શું જરૂર હતી?" જીવનમાં  પહેલીવાર કોઈના તરફથી મળેલી ગિફ્ટ જોઈને નીતાબેન ઈમોશનલ થઈ જાય છે.

"આ ખર્ચો ના કહેવાય આને આજના જમાનનો રીતરિવાજ કહેવાય." કેવિન હસવા લાગે છે. નીતાબેન બોક્સ પરનું કવર ખોલવા લાગે છે.

તેમાં એક સરસ મજાની ડાયરી છે. ડાયરી જોઈને નીતાબેનની આંખો ભીંજાઈ જાય છે.

"કેવી લાગી ગિફ્ટ?"

" અમૂલ્ય " નીતાબેન ડાયરીનાં પન્ના ફેરવે ત્યાં પહેલે પાને કેવીને તેનાં અક્ષરોમાં લખ્યું છે.
" એક તો જિંદગી મળી છે જીવી લેવાની."

નીતાબેન તે વાંચીને કેવિન સામે નજર કરે છે.

" થૅન્ક યુ. "

"થૅન્ક યુ થી કામ નહિ ચાલે. રિટર્ન ગિફ્ટ તો આપવી પડશે." કેવિન હસવા લાગે છે.

"હા કેમ નહિ. એ પહેલા આ અમૂલ્ય ગીફ્ટને એની સુરક્ષિત જગ્યાએ મૂકીને આવું." નીતાબેન ડાયરીને ચૂમીને પોતાના કબાટમાં મૂકે છે.

કેવીન ડાઇનિંગ ટેબલ પર જમવાની રાહ જોઈને બેઠો છે. નીતાબેન ભીંડીની સબ્જી, દાળભાત, રોટલી અને રસ કેવિનની થાળીમાં પીરસે છે. નીતાબેન પણ કેવિન સામે જમવા બેસે છે. નીતાબેન જમતા જમતા કેવિનને જોઈને ઈમોશનલ થઈ રડવા લાગે છે.

"અરે કેમ રડો છો?"

" કઈ નહિ. " નીતાબેન પોતાની આંખોના ખૂણાને લૂછતાં બોલે છે.

"અરે શું કંઈ નહિ? તો પછી રડ્યા કેમ?"

" તને જોઈને "

"મને જોઈને! મેં શું કર્યું?" કેવિન ઘડીક ગભરાઈ જાય છે.

" તને ખબર છે. તે આપેલી ગિફ્ટ મારાં જીવનની પહેલી ગિફ્ટ  છે. આના પહેલા કદી કોઈએ ગિફ્ટ તો શું પણ મારાં સાચા વખાણ પણ નથી કર્યા?" નીતાબેન આજે પોતાનું મન હળવું કરી રહ્યાં છે.

" તને ખબર છે. હું નાની હતીને ત્યારથી મારી વાત કોઈએ સમજવાની કોઈ દિવસ કોશિશ નથી કરી. મેં માનવીની ઉંમરમાં એક છોકરાને પ્રેમ કર્યો હતો. મમ્મીને વાત કરી તો બાપુની બીક આપી મારાં લગ્ન માનવીનાં પપ્પા સાથે કરાવી દીધા. મને પહેલો પ્રેમ ના મળ્યો તો કંઈ વાંધો નહિ. આ માણસ મારી લાગણીઓ અને ભાવનાઓને સમજશે. તેવું માની હું જીવવા લાગી. શું સમજે? એને તો ઉપરથી મને મારવાની ચાલુ કરી. મને લખવાનો ઘણો શોખ એટલે રોજ ડાયરી લખતી. એટલે તેમને લાગતું કે હું કોઈને પ્રેમપત્ર લખું છું. એવો વહેમ રાખી ઢોળની જેમ મારતો. છતાંય ભારતીય સ્ત્રીની જેમ ચુપચાપ એના અત્યાચારો સહન કરીને રહી ને પછી માનવીનો જન્મ થયો.મને એમ કે હવે સુધરી જશે પણ તે ના સુધર્યો. પેલું કહેવાયને કે કર્મ કોઈને છોડતું નથી. તેમ તેને પણ તેનાં કર્મોની સજા મળી. તે સજા મેં નહિ પણ કુદરતે આપી..." નીતાબેન રડવા લાગે છે. કેવિન નીતાબેનનો ભૂતકાળ જાણી ઈમોશનલ થઈ જાય છે. નીતાબેન માટે લાગણી ઉદભવે છે.

તે ઉભો થઈ નીતાબેનને પોતાના હાથે પાણી પીવડાવે છે. પાણીના બે ઘૂંટ પી ને નીતાબેન સહેજ શ્વાસ લે છે.

"બીજી વાત જે આજ સુધી કોઈને નથી કહી પણ તને કહું છું. મેં એક દિવસ આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો પણ માનવીના કારણે...." નીતાબેન કેવિનનાં ખભે માથું મુકીને રડવા લાગે છે.

" માનવીનાં પપ્પા મને મારતા હતાં. તે વાત હજુ સુધી મેં તેને નથી કહી કેમકે તેને કહું તો તે તેનાં બાપ વિશે કેવું વિચારે." કેવિન નીતાબેનની વાત સાંભળીને તેની આંખ પણ ભીંજાઈ જાય છે.

" ચિંતા શું કરવા કરો છો. ભગવાન બધું સારુ કરશે. રડવાનું બંધ કરી.જમી લો." કેવિન પોતાના હાથે કોળિયો ભરીને  નીતાબેનને જમાડે છે. નીતાબેન કેવિન સામે એકટીસે જોઈ રહ્યાં છે.

"ખબર નહિ પણ જયારે તું આસપાસ હોય છે ને તો જિંદગીમાં કોઈક છે કે જે મારી લાગણીઓ, ભાવનાઓ સમજે છે. તેવો મને અહેસાસ થાય છે." કેવિન નીતાબેનની નજીક જઈને તેમના કપાળ પર હળવું ચુંબન કરે છે. નીતાબેનને તે ચુંબન એકલતા દૂર કરનારું લાગે છે. નીતાબેન કેવિનને કોળિયો ભરીને ખવડાવે છે. બન્ને વચ્ચે મૌન છે. કેવિન અને નીતાબેન એકબીજાનાં કદાચ પ્રેમના કોળિયા ભરી રહ્યાં છે.
શું આ કોળિયા ઉતરશે ખરા?
શું નીતાબેનને કેવિન સાથે પ્રેમ થયો છે?
શું કેવિનને નીતાબેન સાથે પ્રેમ થયો છે?
કે શું નીતાબેન કેવિનને એક દીકરાની નજર થી વ્હાલ, પ્રેમ કરી રહ્યાં છે??

શું લાગે છે તમને?

પ્રતિભાવ આપો પ્લીઝ...