પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 35

મમ્મી -પપ્પા

સુરત :

"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય તેવું નથી લાગતું? કંઈ સીધો જવાબ જ આપતો નથી." કેવિનની મમ્મી કેવિનનાં પપ્પા અજીતભાઈને ફરિયાદ કરી રહ્યાં છે.

"પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે ભલભલા બદલાઈ જાય છે. તો તારો છોકરો શું મોટી ટોપ છે કે ના બદલાય?" અજીતભાઈ કેવિનની મમ્મીની વાત કાપી નાખી છે.

"હું એમ નથી કહેતી, મારો કહેવાનો મતલબ એ છે કે પાંચેક મહિનાથી કેવિન સુરત આવ્યો નથી તો કેમ ના આપણે તેને જઈને એકવાર મળીને સરપ્રાઈઝ આપીએ."

"એક મહિના પછી તે પાછો તો આવવાનો છે. તો ત્યાં ખાલીખોટું જઈને કરવું છે શું?"

"તમને તો મારા કેવિનની કંઈ પડી જ નથી." કેવિનની મમ્મી મોઢું ચડાવીને બેસી જાય છે.

"અરે ઠીક છે. એમાં મોઢું ના ચડાવ. આવતા અઠવાડિયે જવાનો ટ્રાય કરીશું. Ok."

"ઓકે " કેવિનની મમ્મી ખુશ થઈ જાય છે.

                                 ***

અમદાવાદ :

"કેવિન તમે તમારા મમ્મી પપ્પાને તમારા અને માનવીનાં સંબંધો વિશે કંઈ જણાવ્યું છે કે નહીં?"નીતાબેન બે દાઢો વચ્ચે કોળિયાને દબાવતા હળવેકથી કેવિન સામે પોતાનો દાવ ખેલે છે.

"ના પણ તમને આટલી ઉતાવળ કેમ છે?" કેવિન ચહેરા પર માનવીની નજર સામે ફેક સ્માઈલ સાથે નીતાબેનને ટેબલ નીચેથી પોતાના પગની સહેજ ધક્કો મારતા પૂછે છે.

"કેમ ઉતાવળ ના હોય? એક મહિના પછી તમે તો સુરત પાછા જતા રહેશો. પછી શું કરવાનું? એટલે જો તમે એકવાર તમારા મમ્મી પપ્પાને અહીં બોલાવી લો. તો એમની માનવી સાથે એક મુલાકાત થઈ જાય. તે પણ માનવીને એકવાર જોઈ લે." નીતાબેન મન મક્કમ કરીને વાતમાં આગળ વધી રહ્યાં છે.

માનવી તેની સગાઈની વાત સાંભળીને શરમાઈ રહી છે.

નીતાબેનની વાત સાંભળીને કેવિન થોડીકવાર વિચારમાં પડી જાય છે કે નીતા આજે આમ કેમ બોલી રહી છે.

"મારા મમ્મી પપ્પાને અહીંયા બોલાવાની કોઈ જરૂર જ નથી. તે મારી વાત એકસો સો ટકા માની જશે." કેવિન તેનાં મમ્મી પપ્પાને અહીંયા ના બોલાવા પડે તેથી તેમાંથી બચવાની કોશિશ કરી રહ્યો છે. તે નીતાબેન સારી રીતે જાણે છે.

"તને માનવી પ્રત્યેય વિશ્વાસ છે, તને માનવી ગમે છે, પણ તારા મમ્મી પપ્પાને અમારું ઘર કે મારી દીકરી કોઈ કારણસર પસંદ ના આવી તો અથવા તો તમારા મમ્મી પપ્પાએ ત્યાં સુરતમાં તમારા માટે યોગ્ય છોકરી શોધીને રાખી હોય તો? એટલે માટે ખાલી એકવાર તમારા મમ્મી પપ્પા અહીંયા આવીને માનવીને જોઈને બધું નક્કી કરીને જાય પછી મને પણ ચિંતા ઓછી રહે." નીતાબેનની આવી વાતો કેવિનનાં મગજમાં ઘુસી નથી રહી.

" ઠીક છે હું મમ્મી જોડે વાત કરી જોવીશ." કેવિન નાછૂટકે તેના મમ્મી પપ્પાને અમદાવાદ બોલાવા રાજી થાય છે.

કેવિનને નીતાબેનની વાત ચકરાવે ચડાવી રહી છે. નીતાબેન મન પર કાબુ મેળવી પોતાની વાત પર મક્કમપણે આગળ વધી રહ્યાં છે.

                                 ***

રાત્રે ઘરનું બધું કામ પતાવી નીતાબેન ગરમીનાં કારણે બાથરૂમમાં નાહવા જાય છે. તેમનો ફોન બહાર પડ્યો છે. તેમાં રિંગ વાગે છે.

"મનુ... જોજે કોનો ફોન છે." બાથરૂમમાંથી નીતાબેન માનવીને આદેશ કરે છે.

માનવી ફોન હાથમાં લઈને સ્કિન પર નજર  કરે છે.
"કેવિનનો ફોન!"

નીતાબેન કેવિનનો ફોન છે. સાંભળતા જ તેમના શરીરમાં એક ધ્રુજારી પ્રસરી જાય છે.

"હેલ્લો ઓ મિસ્ટર રણબીર કપૂર. મને ફોન કરવાનો ટાઈમ નથી. ને તમારી થનાર સાસુને ફોન કરો છો. વાહ..."

" અરે માનવી એવું નથી. આ તો શું મારા મમ્મી પપ્પાની વાત મારે તારી મમ્મી સાથે કરવી હતી એટલે બાકી બીજું કંઈ નહીં. બોલ તારી મમ્મી ક્યાં છે? " કેવિન નીતુ કહીને ફોન પર વાતની શરૂઆત કરે તે પહેલા માનવીએ શરૂઆત કરી દેતા કેવિન અને બાથરૂમમાં નાહી રહેલા નીતાબેન રાહતનો શ્વાસ અનુભવે છે.

"મમ્મી નાહવા ગઈ છે."

"ઓકે વાંધો નહીં. કાલે કોલ કરીશ." કેવીન માનવીની કોઈ વાત સાંભળ્યા વગર ફોન કટ કરે છે.

"જબરો છે તું. એકવાર રૂબરૂ મલ. પછી તારી વાત." માનવી ગુસ્સો વ્યક્ત કરે છે.

"મનુ કોનો ફોન હતો?"

" તારા થનાર જમાઈનો! કંઈક કામ હતું. તેનાં મમ્મી પપ્પા જોડે કંઈ તારે વાત કરવાની એવું કંઈ કહેતો હતો. કાલે ફોન કરશે."

નીતાબેન બાથરૂમમાં રાહતનો શ્વાસ લઈ મનોમન કેવિનની માફી માંગી રહ્યાં છે.

"કેવિન મને ખબર છે. આપણે બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ, પણ મને માફ કરજે. હું આ દુનિયા સામે લાચાર છું. હું મારી દીકરીને દુઃખી નહીં જોઈ શકું. આમ પણ મેં મારા જીવનમાં ઘણાં બલિદાન આપ્યા છે. તો એક બલિદાન વધુ." નીતાબેન મનોમન બબડીને બાથરૂમમાંથી બહાર આવે છે.

                                                               ક્રમશ :