સગપણ
"હેલ્લો, હા બેટા શું કરે છે?" કેવિન તેની મમ્મીનો કોલ રિસીવ કરી વાત કરે છે.
"બસ મજામાં. મમ્મી કંઈ કામ હતું?"
"કામ હતું એટલે તો તને ફોન કર્યો છે."
"શું કામ છે?"
"તારા માટે એક છોકરી ગોતીને રાખી છે. એમ. કોમ ભણેલી છે. એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. 20 હજાર સેલેરી છે. ગોરી ગોરી હીરોઇન જેવી છે. મને તો ગમી ગઈ છે. બસ તું જલ્દીથી બે મહિનાની ટ્રેનિંગ પતાવીને સુરત આવે એટલે તમારી બંને વચ્ચે એકવાર વાત કરાવી દઈએ. પછી તમારું સગપણ પણ ગોઠવી દઈએ. હું તો બધી તૈયારીમાં પણ લાગી ગઈ છું." કેવિનની મમ્મી કેવિનનાં સગપણ માટે છોકરી ગોતી કેવિનનું સગપણ કરવાની વાત કરી રહી છે.
જે સાંભળીને કેવિનને ઝટકો લાગે છે.
"મમ્મી તું પાગલ થઈ ગઈ છો. મને પૂછ્યા વગર તે તારી રીતે કેવી રીતે છોકરી નક્કી કરી દીધી." કેવિનનાં શબ્દોમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે.
"નક્કી એટલે બેટા તું એને જોઈશને તો તું પણ હા પાડી દઈશ. તેવી હોશિયાર, ચપળ અને રૂપાળી છે." કેવિનની મમ્મીને હરખ સમાતો નથી.
"મમ્મી તું શું બોલી રહી છે એનું ભાન છે તને? મારે હાલમાં કોઈ લગ્ન નથી કરવા. ચાલ તું ફોન મૂક.બીજી વાત પછી કરીશ."
"અરે તને એવું હોયને તો એ છોકરીનો બાયોડેટા મોકલું.તું એકવાર જોઈ લે." કેવિનની મમ્મી કેવિનને આજીજી કરે છે.
"કેટલી વાર કહું. મારે નથી તેનો બાયોડેટા જોવો કે નથી લગ્ન કરવા. મને લગ્ન કરવાની ઈચ્છા થશેને ત્યારે તને સામેથી કહીશ."
"પણ મારી વાત તો સંભાળ.."
"મારે કંઈ વાત સાંભળવી નથી. ચાલ ફોન મુકું છું. પછીથી શાંતિથી વાત કરીશ." કેવિન ફોન કટ કરે છે.
નીતાબેન કેવિન સામે જોઈ રહે છે.
"તું અમારી જિંદગીમાંથી જતો રહીશને એમાં જ તારું, મારું અને માનવીનું ભલું છે. તારા મમ્મી પપ્પા પણ તારા માટે છોકરી ગોતી રહ્યાં છે. તું જતો રહે." નીતાબેન ઈમોશનલ થઈ જાય છે.
"તને મૂકીને કેવી રીતે જાવું. પ્રેમ કરું છું તને."
"આ બધી વાતો ફિલ્મોમાં સારી લાગે. રિયલ લાઈફમાં નહીં. તારા મમ્મી પપ્પા તને પુછજે કે તું કોની સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે શું તું એમ કહીશ કે 45-46 વર્ષની કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માંગુ છું? કે જે મારી મા ની ઉંમરની છે. શું મને જોઈને તારા મમ્મી પપ્પા આપણા લગ્ન કરાવશે એમ તું સમજતો હોયને તો તું એ ભૂલી જજે." નીતાબેન વાસ્તવિકતા ઉજાગર કરીને કેવિનને સમજાવી રહ્યાં છે.
"હા એ વાત સાચી કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ આ સમાજમાં હજુ આવા સંબંધો સ્વીકાર્ય નથી. મારી અડધી જિંદગી તો પુરી થઈ ગઈ છે. જયારે તારી તો જિંદગીની શરૂઆત જ હવેથી થાય છે. એટલે કેવિન બે હાથ જોડીને વિનંતી કરું છે કે પ્લીઝ તું તારી રીતે બીજે ક્યાંક સેટ થઈ જા. અને આપણી વચ્ચેનાં સબંધો એક ખરાબ સપનું સમજી ભૂલી જા. પ્લીઝ." નીતાબેન કેવિન સામે બે હાથ જોડીને વિનંતી કરવા લાગે છે.
"કેવી રીતે તને છોડીને જાઉં. મારા મનમાં તારા સિવાય બીજા કોઈનો વિચાર પણ નથી આવતો. પ્રેમમાં ઉંમરને કંઈ લેવા દેવા નથી હોતું. પ્રેમ પ્રેમ હોય છે જે મને તારા માટે છે."
"તું સમજતો કેમ નથી. આપણા લગ્ન કયારેય નહીં થઈ શકે. અને બીજી વાત માનવી આગળ આપણી વાત ના કરતો. તું જે રીતે માનવી સાથે પ્રેમનું નાટક કરે છે. તેમ ચાલુ રાખજે. કેમ કે મનુને ખબર પડશે કે તું એને પ્રેમ નથી કરતો તે જીરવી નહીં શકે. તે ગમે તે કરી શકે છે આત્મહત્યા પણ..." નીતાબેન માનવી કંઈ ખરાબ પગલું ના ભરે એટલા માટે કેવિનને માનવી સાથે પ્રેમનું નાટક ચાલુ રાખવાનું કહે છે.
"ઠીક છે, પણ એક વાતની સો વાત. હું લગ્ન તો તારી સાથે જ કરીશ. સમજી." નીતાબેન કંઈ બોલવા જાય ત્યાં કેવિન નીતાબેનને પોતાની તરફ ખેંચી તેમના હોઠ પર ચુંબન કરવા લાગે છે. જેનો આનંદ નીતાબેન અને કેવિન બંને લઈ રહ્યાં છે. નીતાબેનનાં હોઠ કેટલા વર્ષે ભીના થયાં છે. તેની જાણ તો નીતાબેનને જ છે. તે હજુ પણ મૂંઝવણમાં છે કે આ બધું શું થઈ રહ્યું છે.
નીતાબેન અને કેવિન ભવિષ્યની ચિંતા કર્યા વગર હાલ એકબીજાનાં હોઠનાં મીઠા રસ પીવામાં ખોવાયા છે.
ત્યાં જ ઘરનો ડોરબેલ તેમને અલગ થવા મજબુર કરે છે.
ક્રમશ :