પ્રેમ થાય કે કરાય? ભાગ - 15 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 15

પરિવર્તન     

કેવિનની વાત આમ તો સાચી હતી. એક તો જિંદગી મળી છે. તો શું તેમાં પણ બળી બળીને જીવવાનું? શું બધો ત્યાગ, સમર્પણ, બલિદાન ફક્ત સ્ત્રીઓને જ આપવાના? લગ્ન બાદ શું પોતાના શોખ કે સપનાઓને સ્ત્રીઓએ ભૂલી જવાનાં? એક તો જિંદગીમાં કેટલું જીવવવાના એની આપણને ખબર નથી. તેમાં વળી પારકા લોકોએ બનાવેલા બંધનમાં જિંદગી જીવવાની? આ તો વળી કેવી જિંદગી.

રાત્રે ઘરનું બધું કામ પતાવી પોતાના રૂમમાં રહેલું કબાટ કે જેમાં મારાં શોખ અને સપનાઓની દુનિયા વસેલી છે. તે કબાટનાં દરવાજા ખુલ્લા મૂકી તેમાં રહેલી પોતાની મનગમતી બાંધણી કે જે પહેરવાનો મને બહુ શોખ. હું વારે તહેવારે તે બાંધણી જ પહેરતી. આજે હાથમાં લેતા તે પણ યાદ નથી નથી કે છેલ્લે ક્યારે પહેરી હતી. આ ગુલાબી ડ્રેસ જે રક્ષાબંધને મારા ભાભીએ મને ગિફ્ટમાં આપેલો. તે એકબે વાર પહેર્યો પછી તો માનવીનાં પપ્પાનાં ગયાં પછી સમાજનાં લોકોએ બનાવેલા રીતરિવાજોએ કદી પહેરવાની પરવાનગી જ  ના આપી. મારી લખેલી ડાયરી કે જેને મારા જીવનનાં સુખ દુઃખની વાત એકદમ ધ્યાનથી સાંભળેલી. હવે તો તેનાં પર પણ ધૂળ જમી ગઈ હતી. કદાચ તે પણ મને ભૂલી ગયી હતી. એકવાર તો વિચારો આવ્યો કે કબાટ બંધ કરી દઉં. ત્યાં કેવિનનાં શબ્દો ફરી કાનમાં સંભળાવ્યા લાગ્યા.

"એક તો જિંદગી મળી છે. જીવી લેવાની."
ને બસ આંખો બંધ કરીને એક ઉંડો શ્વાસ લીધો.

                               ***

કાલે તો કેવિનને નહતો જોયો. એટલે આજે પણ ટિફિન લેવા કદાચ તે જ આવશે તેમ વિચારીને હું ઝડપથી મમ્મી પાસે રસોડામાં હેલ્પ કરવા પહોંચી ગઈ.

"મમ્મી... તું..." માનવી આશ્ચર્યચકિત થઈને બોલે છે.

નીતાબેન આજે રોજ કરતા અલગ દેખાઈ રહ્યા છે. તેમને લાલ રંગની બાંધણી જેના પર એક કરચલી પણ જોવા ના મળે તેવી એકદમ કડક. કપાળ પર બાંધણીને મેચિંગ એક નાની લાલ બિંદી જે મમ્મીનાં ચહેરાનાં પરની શોભા વધારી રહી છે. રોજ પરસેવાથી કોરા થઈ જતા વાળમાંથી આજે ભીની સુગંધીદાર નાખેલા તેલની ખુશ્બુ એક ઉંડો શ્વાસ લેવા મને મજબુર કરી રહી છે. જેનો લીધેલો લાંબો ચોટલો કાળા નાગની જેમ લટકી રહ્યો છે. આજે સમાજનાં રીતરિવાજોને વિદાય આપી હોય તેમ તેનાં વિધવા નાક પર એક નથણી સોળ શણગારમાં વધારો કરી રહી છે. કાનમાં લટકી રહેલી બુટ્ટી ઉછળકૂદ કરી આઝાદીનો જશ્ન મનાવતી હોય તેમ લાગી રહ્યું છે. ગેસની સગડીનાં તાપથી તપીને કાળા થઈ ગયેલા હોઠ પર લાલ લિપસ્ટિક ગોરા ચહેરા પરની ચમક વધારી રહી છે. હાથમાં નવરંગી બંગડીઓ ખબર નહિ ક્યાં જમાનાની લાવી હતી પણ તે તેનાં રોટલી વણતા હાથમાં ખણખણ અવાજ કરીને રસોડું ગજવી રહી છે.

મમ્મી આજે એક અલગ રૂપમાં દેખાઈ રહી છે. જે જોઈને હું તો ત્યાં જ ભાન ભૂલી ગઈ શું ખરેખર આ જ મારી મમ્મી છે.

"ઓહ માય ગોડ... મમ્મી શું છે આ બધું?"

"તને જે દેખાય છે તે." મમ્મી હસીને બોલી.

આમ અચાનક મમ્મીનું રોજ હસવું.આજે આ કપડાં આ બધું ચેન્જીસ કંઈક અલગ લાગી રહ્યું હતું. શું બોલવું એ પણ મને સમજાતું નહતું.

"મમ્મી તું તો કહેતી હતી કે વિધવા હોય તેને આવા કપડાં અને આ બધું ના પહેરાય." માનવી હળવેકથી બોલે છે.

"તું જ મને રોજ કહેતી હોય છે ને કે જમાનો બદલાયો છે. લોકોના વિચારો બદલાયા છે. તો તારે પણ બદલાવું જોઈએ. ક્યાં સુધી આમ ગામડાની સ્ત્રી બનીને રહીશ. લે તો આજે વિચારો સાથે પહેરવેશ પણ બદલ્યો. આજથી નવો રાજાને નવી પ્રજા." નીતાબેન માનવીનાં ગાલ પર હાથ ફેરવે છે.

માનવી મમ્મીનો આ અવતાર જોઈ ખુશ પણ થઈ જાય છે. સાથે તે વિચારોનાં વંટોળમાં ફસાઈ જાય છે. કે મમ્મી થોડાક સમયથી બદલાયેલી બદલાયેલી લાગે છે.

"એટલે આજે કંઈ બહાર જવાનુ પ્લાંનિંગ છે?"

"ના રે ના. બસ આજે ઈચ્છા થઈ ગઈ. એટલે પહેરી લીધું."

"શું વાત છે?"

જ્યારથી આ ઘરમાં કેવિનનાં પગલાં પડ્યા છે ત્યારથી ખરેખર મમ્મી તો ઠીક હું પણ બદલાઈ જ ગઈ છું.કેવિન છે જ એવો વહાલો લાગે. મને તો કેવિન સાથે ફર્સ્ટ સાઇટ લવ થઈ ગયો છે. કોને કહું?? માનવી રસોડાનાં કિચનનો ટેકો લઈને ઉભી ઉભી મનોમન વિચારી રહી છે.

ત્યાં જ તેનાં મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી વૉટ્સઅપ મેસેજ આવે છે.

"Hii.."
"Manvi"
.....

                                                                ક્રમશ :