ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક 'મારા અનુભવો' ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક છે. એમનાં આશ્રમ સાથે સંકળાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલની મંજુરી લઈને હું એમણે જ રજૂ કરેલ તમામ ભાગો સીધા જ આપ સમક્ષ રજૂ કરું છું, જેથી આપ સૌને પણ એનો લાભ મળે. આ મંજુરી આપવા બદલ શ્રી અશ્વિનભાઈ રાવલનો હું આભાર વ્યક્ત કરું છું.મારા અનુભવો … પ્રકરણ ૧- સ્વામી સચ્ચિદાનંદજી“ભિખારીઓની વચ્ચે”તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ઈ. ૧૯૫૩માં એક રાત્રે માત્ર સવા રૂપિયોમૂઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો.
મારા અનુભવો - ભાગ 1
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક અનુભવો' ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક છે. એમનાં આશ્રમ સાથે સંકળાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલની મંજુરી લઈને હું એમણે જ રજૂ કરેલ તમામ ભાગો સીધા જ આપ સમક્ષ રજૂ કરું છું, જેથી આપ સૌને પણ એનો લાભ મળે. આ મંજુરી આપવા બદલ શ્રી અશ્વિનભાઈ રાવલનો હું આભાર વ્યક્ત કરું છું.મારા અનુભવો … પ્રકરણ ૧- સ્વામી સચ્ચિદાનંદજી“ભિખારીઓની વચ્ચે”તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ઈ. ૧૯૫૩માં એક રાત્રે માત્ર સવા રૂપિયોમૂઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો. મૂઠીમાં એટલા માટે કે સીવેલાં કપડાં પહેરેલાં નહિ, અને સવા રૂપિયો ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 2
ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા પ્રકરણઃ૨ … સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. “જય અન્નપૂર્ણા !” હું ગુરુની શોધમાં નીકળ્યો હતો અને મારે કુંભમેળામાં જવું હતું. કુંભમેળાને હજી ત્રણેક મહિનાની વાર હતી. મારી યોજના એવી હતી કે સુરત ટાપ્ટીવેલી રેલવેના પાટે પાટે ભુસાવળ થઈને પ્રયાગરાજ પહોંચવું. પ્રયાગરાજ પહોંચવા ત્રણ મહિના પર્યાપ્ત હતા. મેં સાંભળ્યું હતું કે કુંભમેળામાં લાખો સાધુઓ ભેગા થાય છે. મને આશા હતી કે આમાંથી કોઈ નો કોઈ મને સદ્ગુગુરુ મળી રહેશે. મારું ધ્યેય માનવજીવનનું એકમાત્ર લક્ષ્ય – મોક્ષ હતું.મોક્ષ ના મેળવી શકાય તો જીવન વ્યર્થ છે. ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 3
ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની અનુભવો… પ્રકરણઃ…3 "અતિથિ દેવો ભવ:" ️ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. મને બરાબર યાદ નથી. કદાચ ક્રમમાં અવળા-સવળાપણું થઈ ગયું હોય, પણ એટલું યાદ છે કે તે દિવસે હું ખૂબ ચાલેલો. થાકીને લોથ થઈ ગયેલો. સૂરજ આથમવાને હજી થોડી વાર હતી ને મેં બારડોલી ગામમાં પગ મૂક્યો. મારી સામે બે જ પ્રશ્ન રહેતા : એક તો બપોરે એક વાર સાદું ભોજન જમવાનો અને બીજો રાત્રે કોઈ જગ્યાએ સુઈ જવાનો. બીજી કોઈ જરૂરિયાત ન હતી. ઈશ્વરસ્મરણ કરતાં કરતાં હું આખો દિવસ લગભગ ચાલ્યા કરતો. ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 4
ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 4 શિર્ષક:- પ્રથમ પ્રવચન લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા પ્રકરણઃ…4 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. “પ્રથમ પ્રવચન” જેને ચિરસ્મરણીય અનુભવો કરવા હોય, તેણે હિંમતપૂર્વક સાહસ કરવું. ઘરના કે ગામના ખૂણામાં આખી જિંદગી સબડનાર અને અંતે કફના લોચા કાઢતાં કાઢતાં પગ ઘસી ઘસીને મરી જનારને જીવનના રોમહર્ષણ અનુભવો નથી થતા હોતા. ખાધું-પીધું અને રાજ કર્યું. જેવું ભલેને રાજમહેલનું જ જીવન હોય પણ ખાવાપીવાની સલામતીની દૃષ્ટિવાળું જીવન હોય તો તે હજાર વર્ષનું લાંબું જીવન હોય તોપણ અર્થહીન છે. પ્રબળ લક્ષ્યની પ્રાપ્તિ માટે જીવનને કઠોરમાં કઠોર માર્ગ ઉપર પટકી દેનાર કાં તો ફના થઈ જાય ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 5
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 5શિર્ષક:- તમારે ગુરુની જરૂર નથીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…5 "તમારે જરૂર નથી." સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. ડાહ્યાભાઈ પીછો છોડે તેવા ન હતા. પાછા સવારે આવી પહોંચ્યા વૃદ્ધ શરીરમાં તેમનો ઉત્સાહ અપાર હતો. મને કહે કે “એક દિવસથી વધુ ન રોકાવાનો તમારો નિયમ છે તો ભલે, પણ આજ તમારે અહીં નજીકના ગામ વાલોડ આવવું પડશે.' મેં કહ્યું કે કેમ ?” તો કહે કે એ બ્રાહ્મણોનું ગામ છે. આર્યસમાજી છે. ભલભલાને છક્કા છોડાવી દે છે. મારે તમને ત્યાં લઈ જવા છે અને બતાવી આપવું છે કે શેર ઉપર સવા શેર છે.' મને તેમની વાતનો ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 6
ધારાવાહિક:- મારા અનુભવોભાગ- 6શિર્ષક:- પગે ફોલ્લા પડ્યા.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.અગાઉનાં પાંચ ભાગમાં આપ જે પ્રતિસાદ મળ્યો એ બદલ આભાર. તમને આ ધારાવાહિક પસંદ આવી રહી છે એ બદલ ધન્યવાદ. સ્વામી સચ્ચિદાનંદજીએ લખેલ તમામ પુસ્તકો ખૂબ જ સરસ છે. પ્રવાસ વર્ણન હોય કે, કોઈનું જીવનચરિત્ર હોય કે પછી હોય અધ્યાત્મ વિશે - સ્વામીજીનાં તમામ પુસ્તકો એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે.'મારા અનુભવો' - આ પુસ્તકમાં સ્વામીજીએ એમને પોતાને થયેલાં અનુભવો વિશેની ચર્ચા કરી છે. એક એક પ્રકરણ એક પ્રેરણા છે અને ઉત્તમ માર્ગદર્શક છે. આ પુસ્તકનાં તમામ ભાગો તમે આ ધારાવાહિકમાં વાંચી શકશો.મારા અનુભવો… ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 7
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 7શિર્ષક:- અણગમો અને ગમો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…7. "અણગમો અને સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.હું મહારાષ્ટ્રની ધરતી ઉપર હતો. આ ધરતીએ અસંખ્ય સંતો આપ્યાઃ તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવને તો સૌ જાણે જ છે. પણ તે સિવાયના પછાત ગણાતી જ્ઞાતિઓમાં અસંખ્ય સંતો થયા, જેમની વાણી અને ગાથાઓથી મહારાષ્ટ્ર ઉજ્જ્વળ થયું છે. આ ધરતીએ અનેક પંડિતો, વિદ્વાનો, વિચારકો અને રાજનેતાઓ આપ્યા. છત્રપતિ શિવાજી અને વીર મરાઠા સરદારોની આ ભૂમિ, ગોખલે, તિલક અને સાવરકરની આ ભૂમિ. સમાજસુધારકોની આ ભૂમિ. અહીં જુનવાણી માનસ ધરાવનારનો તોટો નથી પણ સુધારકોની પણ એટલી જ ફળદ્રુપતા અહીં જોઈ શકાય છે. ધરતીના રૂપમાં ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 8
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 8શિર્ષક:- કાશી.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…8. "કાશી " સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.આટલા ભ્રમણ પછી ગુરુજીની બાબતમાં હું નિરાશ થવા લાગ્યો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય મારા કાળજામાં ચોંટી ગયું હતું “કાંચનકામિનીનો ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે." હું જ્યારે લોકોને મારી વાત કહેતો ત્યારે લોકો હસી પડતા. “અરે મહારાજ ! આ તો કળિયુગ છે. કળિયુગમાં તમે કહો છો તેવા માણસ દુર્લભ છે.' મને થતું કે હું ગુરુ વિનાનો રહી જઈશ. કોઈ મઠના મહંત ગુરુ થવા તૈયાર થઈ જતા, પણ મને મઠો વગેરે પ્રત્યે ભારે ચીડ હતી. રહી રહીને થતું, ત્યારે હવે ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 9
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 9શિર્ષક:- પંચગૌડ નહિ, પંચ દ્રવિડ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…9. "પંચગૌડ પંચ દ્રવિડ" સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.હિન્દુ પ્રજા માત્ર વર્ણવ્યવસ્થા દ્વારા જ ચાર ભાગમાં વહેંચાયેલી નથી, પણ પ્રત્યેક વર્ણમાં અનેક ઉપવર્ણ તથા ઉપજ્ઞાતિઓમાં પણ વહેંચાયેલી છે. હું ગુરુની શોધમાં નીકળ્યો હતો. મને કોઈ જ્ઞાતિબાધ ન હતો. મારે તો કાંચન- કામિનીના ત્યાગી ગુરુ જોઈતા હતા, પછી તે ગમે તે જ્ઞાતિના હોય. સામાન્ય રીતે સાધુસમાજમાં જ્ઞાતિપ્રથા ન હોવી જોઈએ. એક કહેવત છે કે વાટ્યું ઔષધ તથા મૂંડ્યો જતિ તેની કશીયે ખબર ના પડે. સાધુ-સંન્યાસી કઈ નાત-જાતના છે તેની તકેદારી રાખવી ન જોઈએ. જોકે જ્ઞાતિપ્રથાનાં મૂળ ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 10
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 10શિર્ષક:- તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… "તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ." બીજા દિવસે સવારે દંડી સ્વામી પોતાના માટે નિશ્ચિત થયેલા અન્નક્ષેત્રમાં જમવા ગયા. આ અન્નક્ષેત્રમાં કોઈ શેઠ તરફથી વીસ-પચીસ દંડીસ્વામીઓને એક ટાઇમ જમાડવામાં આવતા. કોઈના મરણથી કે કોઈના પ્રવાસથી એકાદ જગ્યા ખાલી પડે તો તેમાં ગોઠવાઈ જવા કેટલાય દંડીસ્વામીઓ તૈયાર રહેતા. તે તો જમવા ગયા. પણ જતાં જતાં મને ત્રણ- ચાર ઘર બતાવતા ગયા. ઇધર સે ભિક્ષા લે આના.... ઔર દેખો... ઇન ઘરોં સે ભિક્ષા નહીં લેના....' કેટલાંય ભિક્ષા લેવા યોગ્ય ઘરો બતાવ્યાં અને કેટલાંય ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 11
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 11શિર્ષક:- સસૂર પગલા હૈ ક્યા ?લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…11.. પગલા હૈ ક્યા ? " સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.સંસ્કૃત ભણવાની તીવ્ર ઉત્કંઠા છતાં કોઈ પાઠશાળાનું પગથિયું પણ જોયા વિના નિરાશ થઈને હું કાશીથી વિદાય થયો. હવે મારી આશાનું કેન્દ્ર બેલુડ મઠ હતો. મારા પ્રેરણામૂર્તિ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવની ભૂમિ. સ્વામી વિવેકાનંદજીની ભૂમિ બંગાળની. એ શક્તિશાળી ધરતી, જ્યાંથી અસંખ્ય નરરત્નો પેદા થયાં હતાં. અહીં મને અવશ્ય કોઈ સદ્ગુરુ મળી રહેશે એવી આશા મારામાં હતી.કાશીથી હું રઘુનાથપુર આવ્યો. મારા ખ્યાલ પ્રમાણે બિહાર શરૂ થઈ ગયું હતું. અહીંનો એક પ્રસંગ જાણવા જેવો છે. રેલવેની નજીક જ એક ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 12
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 12શિર્ષક:- બેલુડલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…12.. "બેલુડ"માણસોની શક્તિને કરનાર બે તત્ત્વો છેઃ એક, લક્ષ્ય પ્રત્યે તીવ્ર ઝંખના અને બીજું, સ્પર્ધા. જીવનમાં જો આ બે વસ્તુઓ ન હોય તો શક્તિશાળી માણસ પણ પોતાની શક્તિનો ઉપયોગ પૂરેપૂરો નહિ કરી શકે. સ્પર્ધા કેટલીક વાર દ્વેષમૂલક અથવા અહંકારમૂલક પણ થઈ જતી હોય છે. એવી સ્થિતિમાં સ્પર્ધક હાનિ પહોંચાડીને સ્વયં હાનિ ઉઠાવવાનાં કામ પણ કરી બેસતો હોય છે. પણ જો ઊર્ધ્વગતિપ્રેરક લક્ષ્ય જીવનમાં સ્થિર થયું હોય તો વ્યક્તિ આપોઆપ ઉન્નત માર્ગે ચાલ્યા કરશે. વ્યક્તિને લક્ષ્યહીનતાવાળું જીવન ન મળે. લક્ષ્યહીનતા માણસને કઠોર માર્ગે ચાલતા ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 13
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 13શિર્ષક:- માસી મળીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…13.. "માસી નિરાશા કરતાં પણ બેલુડની નિરાશાએ મને ભારે ધક્કો આપ્યો. મને થવા લાગ્યું હતું કે મારામાં જ કાંઈક ખામી છે. હું મારી જ ખામીઓને જાણી શકતો ન હતો એટલે દુઃખી થતો હતો તેવું મને લાગ્યા કરતું. વારંવાર હું મારું નિરીક્ષણ કરતો અને વિચારતો, મારે શું કરવું જોઈએ ? કાંચનકામિની વાળી વાતને છોડી દેવી જોઈએ ?' શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો તો કરોડોની સંસ્થા ચલાવે છે. કાંચનનો ત્યાગ તો માત્ર રામકૃષ્ણદેવ સુધી જ રહ્યો. તે પછી તો લક્ષ્મીના વિપુલ ઢગલાઓનાં માનવતાવાદી કાર્યોમાં સંન્યાસીઓ લાગી ગયા. ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 14
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 14શિર્ષક:- ખરો અકિંચન થયો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…14 અકિંચન થયો.." જમીને હું ફરી પાછો પેલા બગીચામાં આવ્યો. કલકત્તામાં રહું ત્યાં સુધી જમવાની તો વ્યવસ્થા થઈ ગઈ હતી. આ દેશમાં આવાં અસંખ્ય નાનાંમોટાં અન્નક્ષેત્રો ચાલી રહ્યાં છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચાલતાં આ અન્નક્ષેત્રો અંતે તો માનવતાવાદી કાર્ય જ કરી રહ્યાં છે. તેમાં કેટલાક અંશે દુરુપયોગ પણ થતો હશે. પણ તેથી શું ? એવું કર્યું કામ છે જેમાં કશો જ દુરુપયોગ ન થતો હોય ? પાંચ-દશ ટકા દુરુપયોગ તરફ જ જે લોકો દૃષ્ટિ રાખ્યા કરે છે, તે કદી પણ કોઈ સારું ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 15
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 15શિર્ષક:- તાંત્રિકોની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…15 "તાંત્રિકોની વ્યક્તિ નિશ્ચિત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કાંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય, જવાબદારીશૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ, અભિશાપ જ સમજવું. ભારતમાં જે પ્રકારની ફિલસૂફી વિકસાવાઈ છે તેમાં જવાબદારીથી છટકીને, માત્ર ઉદરભરી જીવન જીવવાને જીવનમુક્તિ ગણાવી છે. આવા માણસો પૂજ્ય – અતિપૂજ્ય થઈ જાય છે. આવી અકર્મણ્ય અને જવાબદારીહીન વ્યક્તિ કરતાં, સમાજનાં સુખસગવડો તથા વિકાસનાં કાર્યો માટે ઝઝૂમનાર કાર્યકર્તા ઘણો ઉત્તમ ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 16
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 16શિર્ષક:- હવે આત્મહત્યા નહીં કરુંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતનું બેસ્ટ સેલર અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…16 . "હવે આત્મહત્યા નહિ કરું." જન્મવું એ મોટે ભાગે એક સુખદ ઘટના ગણાય છે, પણ મરવું એ દુઃખદ ઘટના ગણાય છે. ‘મોટા ભાગે’ શબ્દ એટલા માટે છે કે કેટલાકનું જન્મવું સુખદ નથી હોતું – તેમના પોતાના માટે, તથા કોઈ વાર બીજાના માટે પણ. એક પાંચ વર્ષની બાળા બળાત્કારનો ભોગ બનીને પ્રાણ ગુમાવે તેના જન્મને સુખદ કેમ કહેવાય ? કદાચ તે ના જન્મી હોત તો જ વધુ સારું હતું. આવી જ રીતે કેટલાંકનાં મૃત્યુ પણ કોઈ વાર ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 17
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 17શિર્ષક:- આભાર ઠાકુરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…17 "આમાર ઠાકુર." મને થયું કે હવે કલક્તા છોડી દેવું જોઈએ. કોઈને કાંઈ પણ કહ્યા વિના જ એક દિવસ વહેલી સવારે હું જીટી રોડ ઉપર ચાલી નીકળ્યો. કલકત્તા પાર કરતાં જ મને ત્રણ કલાક લાગ્યા. પછી શરૂ થયાં તેનાં પરાં હું પગપાળો જ ધૂનમાં ને ધૂનમાં ચાલતો હતો. માર્ગની બન્ને તરફ મકાનો જ મકાનો કોઈ ખાલી જગ્યા જ ન દેખાય ચાલ ચાલ કરતો જ રહ્યો. સવારથી કાંઈ જ ખાધું ન હતું અને આવી રીતે ચાલ ચાલ કરનારને ઊભા રાખીને કોણ જમવાની ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 18
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 18શિર્ષક:- ફરી ફોલ્લા પડ્યાંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી . "ફરી ફોલ્લા પડ્યા." પ્રત્યેક કદમ જ્યાં મુસીબતોનાં કઠણ ચડાણ ઉપર જ મૂકવાનું હોય ત્યાં સુખ-શાન્તિનો દમ કેવી રીતે લેવાય ?ચાલતાં ચાલતાં ફરી પાછા મારા પગમાં ફોલ્લા ઊપસી આવ્યા હતા. ઉઘાડા પગ, જી.ટી. રોડ અને ધૂનમાં ને ધૂનમાં આંખો નીચી રાખીને હું ચાલ ચાલ કરું. પરિણામ આવીને ઊભું રહ્યું. બન્ને પગમાં એક જ જગ્યાએ ફરી પાછા ત્રણ અને બે ફોલ્લા ઊપસી આવ્યા. દિવસ આથમવાને દોઢ-બે કલાકની વાર હતી. હવે ચલાતું ન હતું. એક એક ડગલું સિસકારા બોલાવી જતું હતું. શું ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 19
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…19 . બીજા દિવસે સવારે સ્નાન-સંધ્યા વગેરે થયું અને પેલા મહાત્મા આવી ગયા. તેઓ વારંવાર ડમરુ વગાડતા હતા, જેથી સૌ કોઈને તેમના આગમનની ખબર પડી જાય. મને કહે કે, ચાલો જમી લઈએ.' તેમની વિધવા શિષ્યાને ત્યાં જમીને અમે બન્ને દશ વાગ્યે એકસાથે ભદ્રેશ્વર જવા ચાલી નીકળ્યા.ફરી પાછો એ જ જી.ટી રોડ પકડ્યો. પેલા ડમરુવાળા સાધુ માર્ગમાં આવતી દુકાનો, ઘરો તથા ચાલીઓમાં પૈસો-પૈસો ઉઘરાવે. ડમરુ વગાડે, જોરજોરથી કોઈ વાર બંગાળીમાં કોઈ વાર હિન્દીમાં કાંઈક બોલે અને પૈસા લઈને ચાલે. તેમની આ પ્રક્રિયા પૂરી ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 20
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…20 . કોઈ પણ ધર્મનું વાસ્તવિક મૂલ્યાંકન ત્રણ રીતે કરી શકાયઃ 1. શાસ્ત્રોના સિદ્ધાંતો (માન્યતાઓ) દ્વારા2. ધર્મસ્થાનોની વ્યવસ્થા દ્વારા 3. ઉત્સવો દ્વારા.મોટા ભાગે શાસ્ત્રો વાંચીને ધાર્મિક માન્યતાઓ જાણી શકાતી હોય છે. વિશ્વના કોઈ પણ ધર્મનાં શાસ્ત્રો વાંચીને જ પ્રભાવિત થઈ જનાર પૂરી વાસ્તવિકતાને પામી શકતો નથી. ઘણી વાર ઉત્તમ સિદ્ધાંતોવાળા ધર્મો, હીન આચારો તથા હીન કર્મકાંડોમાં રચ્યાપચ્યા રહેતા જોઈ શકાય છે. બીજાની વાત જવા દો, ગીતા વાંચીને પ્રભાવિત થનાર કોઈ પરદેશી અહીં આવે અને આપણાં ધર્મસ્થાનો જુએ તો ગંદકી, ધક્કામુક્કી, છેતરપિંડી અને ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 21
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 21શિર્ષક:- ઠકુરોસે મરવાવે સાલેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.ખૂબ જ ટૂંકા ગાળામાં આ ધારાવાહિકને પસંદ કરી એ બદલ આભાર. હું અગાઉ કહી ચૂકી છું એમ કે શ્રી સ્વામી સચ્ચિદાનંદજીનુ આ પુસ્તક એમનાં જ અનુયાયી પાસે પરવાનગી સાથે એક પણ શબ્દનો ફેરફાર કર્યા વગર રજુ કરું છું.આ પુસ્તક પૂર્ણ થયાં બાદ એમનાં અન્ય બે પુસ્તકો પણ રજુ કરીશ. આભાર. મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…21. "ઠકુરોસે મરવાવે સાલે"કુંભમેળાની થોડી રૂપરેખા જોયા બાદ હવે મારા મુખ્ય મુખ્ય અનુભવોની ચર્ચા કરીશ.અલ્લાહાબાદની કોઈ ધર્મશાળામાં આવીને હું રાત રોકાયો હતો. મને ખૂબ તાવ ચડ્યો હતો, એટલે ચુપચાપ ...વધુ વાંચો
મારા અનુભવો - ભાગ 22
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 22શિર્ષક:- બ્રહ્મચર્યદીક્ષાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…22. ગંગાજીની રેતીમાં અડધો ઇંચ જાડી લોખંડની પ્લેટો દ્વારા બનાવેલી સડક ઉપર ચાલીને હું સાંજે કુંભમેળાના લગભગ બીજા છેડે, ગંગાજીના ઊંચા કિનારા ઉપર સ્થિત ચેતનદેવ કુટિયા પહોંચ્યો. બાજુમાં જ સાધુબેલા આશ્રમ, ગંગેશ્વરનંદજી, હંસદેવજી તથા અન્ય ઉદાસીન સંપ્રદાયના મહંતોના પણ આશ્રમો હતા. આમાંથી મોટા ભાગના સંતોનું કાર્યક્ષેત્ર સિન્ધ-પંજાબમાં હતું. ગુરુ નાનકદેવના પુત્ર દ્વારા પ્રચલિત આ સંપ્રદાયને પંજાબમાં અકાલી શીખોના ઝનૂનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેમનાં ધર્મસ્થાનોમાં ગુરુગ્રંથ સાહેબને પણ પૂજ્ય સ્થાન મળતું. ગુરુગ્રંથ સાહેબ જ્યાં હોય તે બધાં સ્થાનો શીખોનાં ...વધુ વાંચો