નો ગર્લ્સ અલાઉડ

(339)
  • 180.8k
  • 33
  • 122.6k

અનન્યા! હું કઈ રીતે કહુ તને?" આકાશને સમજાતું નહોતુ કે એણે જે સાંભળ્યું એ કઈ રીતે અનન્યાને જણાવે. " જે પણ હોઇ એ જલ્દી કહી દે ને!" અનન્યા જાણવા માટે તલપાપડ થઈ રહી હતી. " સોરી... અનુ...મારાથી આ નહી કહેવાય!..." " તો હું હમણાં જ ફ્લાઈટમાં બેસીને અમેરિકા આવી જવું છું..." " અરે ના અનુ.. એવું ના કરતી! તું અહીંયા આવીશ તો વાત વધારે બગડી જશે..." " તો મારા અમેરિકાના સોદાગર જે તે જાણ્યું છે એ કહેવાની તકલીફ લેશો?" " હા હું કહું છું...પણ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી તું તારું મોં બંધ જ રાખીશ ઓકે?" " ઉફ્ફ..ઓકે મેં મોં પર તાળું મારી દીધું છે..અને ચાવી તારી પાસે છે હવે બોલ.." આકાશે જે આગળની બે મિનિટમાં જે વાત જણાવી એ સાંભળીને અનન્યાના જીવન પર આભ ફાટી પડ્યું.

Full Novel

1

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 1

" અનન્યા! હું કઈ રીતે કહુ તને?" આકાશને સમજાતું નહોતુ કે એણે જે સાંભળ્યું એ કઈ રીતે અનન્યાને જણાવે." પણ હોઇ એ જલ્દી કહી દે ને!" અનન્યા જાણવા માટે તલપાપડ થઈ રહી હતી. " સોરી... અનુ...મારાથી આ નહી કહેવાય!..." " તો હું હમણાં જ ફ્લાઈટમાં બેસીને અમેરિકા આવી જવું છું..." " અરે ના અનુ.. એવું ના કરતી! તું અહીંયા આવીશ તો વાત વધારે બગડી જશે..." " તો મારા અમેરિકાના સોદાગર જે તે જાણ્યું છે એ કહેવાની તકલીફ લેશો?" " હા હું કહું છું...પણ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી તું તારું મોં બંધ જ રાખીશ ઓકે?" " ઉફ્ફ..ઓકે ...વધુ વાંચો

2

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 2

અનન્યા કોફી શોપ પર લાંબા સમય સુધી ન બેસી શકી. તેણે તુરંત ટેબલ પરથી ફોન અને પર્સ ઉઠાવ્યું અને તરફ ચાલતી બની. અનન્યાની ફેમિલી રીચ અને મિડલ કલાસની વચ્ચે આવતી. એકને એક દીકરી હોવાથી તેમને કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી અને મમ્મી પપ્પાને પણ અનન્યા પર પૂરો વિશ્વાસ હતો. અનન્યા પોતાના આંસુઓને છુપાવતી ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. અંદરથી રૂમને બંધ કર્યો અને ટેપ રેકોર્ડર ઉપર સેડ સોંગ સાંભળવાના શરૂ કર્યા. અરિજિતની ફેન તો અનન્યા પહેલેથી જ હતી એટલે સોંગ સાથે ખુદને કનેકટ કરવાની મથામણ એમને ન કરવી પડી. અરિજિતના સેડ સોંગ સાથે રૂમ આખુ ગુંજી રહ્યું હતું. ...વધુ વાંચો

3

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 3

બે દિવસ પછી કોલેજના કોઈ કાર્ય માટે અનન્યા કિંજલને અને અન્ય મિત્રોને મળી. અનન્યાનો બદલાયેલો સ્વભાવ જોઈને બધાને વિચિત્ર " અનન્યા તારી આંખોને શું થયું?" મેડમ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા. " કંઈ નહિ મેમ બસ કોલેજ પૂરી થઈ ગઈ છે, તો આગળ શું કરવું એના જ ટેન્શનમાં નીંદર નહિ આવી..." અનન્યા ચહેરાને છુપાવતી બોલી. આખી રાત રડવાના લીધે એમની આંખ નીચે કાળા ડાઘ પડી ગયા હતા. આંખો સોજી ગઈ હોય એવું લાગતું હતું. એક પછી એક આવીને બસ એ જ સવાલ કરી રહ્યા હતા કે ' અનન્યા સાથે કઈક તો થયું છે?' થોડાક જ સમયમાં આખા કોલેજમાં અનન્યાની વાત ...વધુ વાંચો

4

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 4

આદિત્ય ખન્ના એક 28 વર્ષનો સેલ્ફ બિઝનેસમેન. જેણે ખુદના દમ પર સાત વર્ષ પહેલાં એક કંપનીની શરુઆત કરી. જેમનું આપ્યું. "એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ " નાની મોટી સેવા અને ચીજવસ્તુઓની એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ કરી આપનારી ઘણી કંપનીઓ બજારમાં હતી પરંતુ દરેક કંપનીઓ એડવર્ટાઇઝ માટે મોંઘી કિંમતો ચાર્જ સ્વરૂપે લેતા હતા. જેથી નાના બિઝનેસ કરતા લોકોને પોતાની પ્રોડક્ટ અને સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે આદિત્ય એ આ કંપનીની સ્થાપના કરી. પોતે ખુદ રિચ ફેમિલીમાંથી આવતો હોવાથી ઇન્વેસ્ટમેન્ટ એમની પાસે ઓલરેડી તૈયાર હતું. બસ જરૂર હતી તો આઈડિયાને સારી રીતે ...વધુ વાંચો

5

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 5

કિંજલ અનન્યાને જોઈને મંદ મંદ હસવા લાગી. " શું થયું? કેમ હસે છે?" કિંજલને અચાનક હસતા જોઈ અનન્યા બોલી. આ શું હાલ બનાવ્યો છે?" કિંજલનું હસવાનું શરૂ જ હતું. " કેમ? આ કપડામાં શું પ્રોબ્લેમ છે?" પોતના કપડાંને જોતા બોલી. " પ્રોબ્લેમ કંઈ નથી પણ કેમ આજે આવા ફોર્મલ કપડાં! નોકરી વોકરી લાગી ગઈ છે કે શું?" હાથમાં પકડેલી ફાઇલને ઠીક કરતા અનન્યા બોલી. " કંઇક એવું જ સમજી લે.." " ખરેખર!" કિંજલ ચોંકી ઉઠી. " અરે ના ના નોકરી લાગી નથી, બસ થોડાક દિવસમાં લાગી જ જશે, આ તો હું ઇન્ટરવ્યૂ દેવા જાવ છું..." અનન્યા વારંવાર ખુદના શર્ટને ...વધુ વાંચો

6

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 6

અનન્યા સવારના દસ વાગ્યે જ ઘરની નજીકની લાઇબ્રેરી એ પહોંચી ગઈ. લાયબ્રેરીમાં ઘણા લાંબા સમય બાદ આવી હોવાથી એમના આ એક અજાણ્યું સ્થળ બની ગયું હતું. લોકોનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ જોઈને અનન્યા આશ્ચર્ય પામી! તેણે લોકો સાથે થોડી દૂરી બનાવીને કંઇક સારી પુસ્તક શોધવાની શરૂ કરી. અલગ અલગ વિભાગના અલગ અલગ પુસ્તકો જોઈને અનન્યાનું મન વધુ ચકરાવે ચડ્યું. " કયું પુસ્તક વાંચું? મને તો કઈ સમજાતું જ નથી.." પુસ્તકના ટાઇટલને વાંચીને અનન્યા વારંવાર પુસ્તકને એમની જ જગ્યાએ ફરી મૂકી દેતી હતી. થોડાક સમયની શોધખોળ બાદ એક પુસ્તક અનન્યાને ધ્યાનમાં આવ્યું. " હાઉ ટુ મુવ ઓન.." રાહુલ સાથેના સંબંધ પર ...વધુ વાંચો

7

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 7

રવિવારનો સુહાનો દિવસ અનન્યા માટે નવી સવાર લઈને આવવાનો હતો. રોજની દિનચર્યા પૂર્ણ કરીને અનન્યા ફરી એ લાઇબ્રેરી એ વાંચવા તલપાપડ થઈ રહી હતી. અનન્યાનો બદલાયેલો સ્વભાવ જોઈને કડવી બેને કહ્યું." આ અનુને આજ કાલ શું થઈ ગયું છે? પુસ્તક વાંચવાનો અચાનક શોક ચડી ગયો? તમને કહું છું સાંભળો છો?"ન્યુઝ પેપર વાંચતા રમણીકભાઈ બોલ્યા." તું ચિંતા નહિ કર, તારી લાડલી દીકરી જે કરે છે એ યોગ્ય જ કરે છે, તું જા મારી માટે ચા બનાવી લાવ..." " હમણાં તો ચા પીધી તમે!" " એમ..! તો કોફી બનાવી લાવ પણ તું લાવ ઝડપથી..." પેપર વાંચવામાં મગ્ન રમણીકભાઈનું મોં કોઈ દિવસ ...વધુ વાંચો

8

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 8

"ગુડ મોર્નિંગ સર..." " વેરી ગુડ મોર્નિંગ એવરીવન..." આદિત્ય ઓફીસે સમય પહેલા જ પહોચી ગયો. દરરોજની જેમ આજે પણ સૌ પ્રથમ દરેક કર્મચારીઓના ટેબલ પાસેથી પસાર થયો અને એમના કાર્યો પર નજર કરવા લાગ્યો. એમના કદમ ઓફીસે પડતાં જ બધા કર્મચારીઓ પોતાની ચા ને કોફીને ત્યાં જ સાઈડમાં મૂકી ફટાફટ કામે લાગી ગયા. એક પછી એક ટેબલ પાસેથી પસાર થતો આદિત્યના પગ અચાનક જ થંભી ગયા. એક કર્મચારી જેમનું નામ વિવેક હતું એમનું સંપૂર્ણ ધ્યાન કોમ્પ્યુટરની જગ્યાએ પોતાના ફોન પર હતું. એક પછી એક ફની રિલ્સ જોતો પેટ પકડીને એ ખડખડાટ હસી રહ્યો હતો. આ જોઈને આસપાસના લોકો એમને ...વધુ વાંચો

9

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 9

આદિત્ય પોતાના કલાઈન્ટ સાથે મીટીંગમાં વ્યસ્ત હતો. મિટિંગ બે કલાક સુધી ચાલી. ત્યાં સુધી અનન્યા પગ પછાડતી પરેશાન થઈ હતી. એમની બાજુમાં બેઠેલા અમુક છોકરાઓ નોકરી માટે જ ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા. અનન્યાથી વધુ ન રહેવાયું એટલે તે સીધી રિસેપ્શનિસ્ટ પાસે પહોંચી. " ઇસ કયુઝમી.." " યસ મેમ હાવ કેન આઈ હેલ્પ યુ?" " તમે કહી શકશો આદિત્ય સરની મિટિંગ ક્યારે પૂર્ણ થશે?" " બસ હમણાં પાંચ જ મિનિટમાં પૂરી થઈ જશે પણ તમે ક્યાં કામથી આદિત્ય સરને મળવા આવ્યા છો?" " નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા આવી છું..અહીંયા એક પોસ્ટ ખાલી છે ને.." " હા એક પોસ્ટ ખાલી થઈ ...વધુ વાંચો

10

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 10

આદિત્યનું મન ભારે થઈ ગયું. ફાલુદાનો આખો ગ્લાસ પણ એમના ભારી મનને હળવું ન કરી શક્યું. તેમણે તુરંત કડક નો ઓર્ડર કર્યો. થોડા સમયમાં ચા હાજર થઈ ગઈ. ચાની ચૂસકી લેતા લેતા આરામ ખુરશી પર બેઠો આદિત્ય અનન્યા વિશે જ વિચાર કરી રહ્યો હતો. " છોકરી છે તો કમાલની! આટલી હિંમત તો અહીંયાના એમ્પ્લોયરમાં પણ નથી જેટલી હિંમત એ છોકરીમાં મેં આજ જોઈ..પણ એનો જીદ્દી સ્વભાવ મને બિલકુલ ન ગમ્યો. મને ચેલેન્જ કરીને ગઈ છે મને! આદિત્ય ખન્નાને!.." આદિત્યનો આખો દિવસ બસ અનન્યાના વિચારમાં જ ગયો. રાતે ગાડીમાંથી ઘરે પહોંચતા જ એ ડિનર કરવા બેસ્યો. એમની સાથે કાવ્યા પણ ...વધુ વાંચો

11

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 11

સવારના અલાર્મ વાગતાની સાથે જ અનન્યા આળસ મરડતી ઊભી થઈ. એક બે બગાસું ખાતા અનન્યાને ખ્યાલ આવ્યો કે એ વાંચતા વાંચતા જ સૂઈ ગઈ હતી. તેણે બાજુમાં ખુલ્લી પડેલી બુકને ફરી હાથમાં લીધી. વાંચવાનું ફરી શરૂઆત કરવા જતી જ હતી કે કડવી બેન સાદ આપતા બોલ્યા. " અનુ ઊભી થઈ ગઈ હોય તો ચાલ નાસ્તો કરવા!" " હા મમ્મી હમણાં આવી.." અનન્યા એ જવાબ આપતા કહ્યું. ' આદિત્ય તને અને તારી બુકને તો હું પછી જોવ છું બાય...' એટલું કહીને અનન્યા બાથરૂમમાં ફ્રેશ થવા નીકળી ગઈ.રમણીકભાઈ પેપર વાંચતા વાંચતા ચાની ચૂસકી લઈ રહ્યા હતા. એમની ચૂસકીના અવાજથી પરેશાન કડવી ...વધુ વાંચો

12

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 12

કાર સીધી આકાશના જ ઘર પાસે રુકી." આ તો આકાશ તારું જ ઘર છે?" અનન્યા એ સવાલ કર્યો." હા તારું સરપ્રાઈઝ આકાશના ઘરે જ છે.." કિંજલે જવાબ આપતા કહ્યું. કાર પાર્ક કરીને બધા નીચે ઉતર્યા. કિંજલે અનન્યાનો હાથ પકડી રાખ્યો અને આકાશની પાછળ પાછળ ચાલવા લાગી. આકાશ બંધ રૂમની પાસે પહોંચી ગયો અને બોલ્યો." તો રેડી અનન્યા?" " હા હું રેડી જ છું તું જલ્દી દરવાજો ખોલ ને!" અનન્યાથી હવે વધારે રાહ જોઈ શકે એમ નહોતી. આકાશે દરવાજા ખોલતાની સાથે જ અનન્યા રૂમની અંદર પ્રવેશી. સામે જોયું તો 300 સ્પોર્ટ્સ ડ્રીંક એન્ડ સોફ્ટ ડ્રીંકની બોટલ પડી હતી. એમની ઉપરની ...વધુ વાંચો

13

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 13

રમણીકભાઈ આખી રાત વિચાર કરીને અંતે એક નિર્ણય ઉપર પહોંચી ગયા. સવાર થતાં અનન્યા જ્યારે નાસ્તો કરવા બેસી ત્યારે એ કહ્યું," અનુ..." " જી પપ્પા.." ફોનમાં મશગુલ અનન્યા એ જોયા વિના જ જવાબ આપી દિધો." શું હું એ ડ્રીંકસ એક વખત ટેસ્ટ કરી શકું?" અનન્યા જાણે ખુશીથી ઊછલી પડી. " સાચે જ !" અનન્યા સીધી એના પપ્પા ને ભેટી પડી. " થેન્ક્યુ પપ્પા..." " થેન્ક્યુ હમણાં નહિ..પહેલા હું ડ્રીંકસ ટેસ્ટ કરી અને પછી હું મારો નિર્ણય તને જણાવીશ..." " ચાલશે..કારણ કે મને વિશ્વાસ છે કે એ ડ્રીંકસ તમને જરૂર પસંદ આવશે..." ચા નાસ્તો ત્યાં જ ટેબલ પર મૂકીને અનન્યા ...વધુ વાંચો

14

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 14

" આ સોનુ ખરેખર કામવાળી છે?" અનન્યા એમના પહેરવેશને નિહાળતી બોલી. " હમમ..મને તો લાગે છે આકાશનું જરૂર આની કોઈ ચક્કર ચાલે છે.." સિતાઇને જોઇ રહી કિંજલે કહ્યું.સોનુ વિશેનો ટોપિક બંને વચ્ચે ખૂબ લાંબો ચાલ્યો પણ અંતે કવેશ્ચન માર્ક સિવાય બીજું કંઈ ન મળ્યું. આકાશ આછો ગુલાબી શર્ટ પહેરી પરફ્યુમ છાંટીને બહાર આવ્યો. " થઈ ગઈ વાતો?" હાથની બાયુ વાળતા આકાશે કહ્યું. " વાત તો હજી કરવાની છે, આવ બેસ.." અનન્યા થોડી બાજુમાં ખસી અને આકાશને બેસવા માટે જગ્યા કરી. હાશકારો અનુભવતો આકાશ બેસ્યો અને કહ્યું, " બોલો હવે.. હું એકદમ રેડી છું..." " આકાશ, મેં કાલે મારા ફેમિલીને ...વધુ વાંચો

15

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 15

અનન્યા એ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના જ બિઝનેસને ચલાવવા માટે કડી મહેનત કરવા લાગી ગઈ. પપ્પા તરફથી ઝંડી મળી હોવાથી તેમનો ઉત્સાહ બે ગણો વધી ગયો હતો. આકાશ અને અનન્યા પાસે વીસેક માણસોની ટીમ તૈયાર હતી. શરૂઆતના તબક્કામાં ઘંઘો નાના પાયે થતો હોવાથી તેમણે વધુ માણસો કામમાં ન ગોઠવ્યા. ડ્રીંકસ બનાવાનું કામ મશીનરીથી થતું હોવાથી કોઈ ખાસ બળ વાળું કામ આકાશને કે અનન્યાને ન કરવું પડ્યું. પરંતુ બિઝનેસમાં બળની જગ્યાએ કળની વધુ આવશ્યકતા હોય છે. અને એમાં આકાશ અને અનન્યા એ તો માસ્ટરી કરી રાખી હતી. સૌ પ્રથમ આકાશ અને અનન્યા એ આસપાસના વિસ્તારમાં આવેલા શોપ અને ...વધુ વાંચો

16

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 16

કાવ્યા એ આદિત્યનો હાથ પકડ્યો અને ત્યાંથી ખેંચતી તેમને બીજે સ્થળે લઈ ગઈ. આદિત્યનું મૂડ જ ઓફ થઈ ગયું. હોટેલમાં બંને બેસીને જમવા લાગ્યા. " ભાઈ, હવે જે થઈ ગયું એ થઈ ગયું, એમને ફરીવાર જોવાથી એ પાછી નથી આવી જવાની.. એ એમની લાઇફમાં ખુશ છે..તમારે પણ હવે મુવ ઓન કરીને આગળ વધી જવું જોઈએ.." " મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી...સમજી અને હા હું ઓલરેડી આગળ વધી જ ગયો છું અને જે પાછળ રહી ગઈ છે એ હું નહિ પણ પેલી..." આટલું કહેતા જ એમના ફોનમાં રીંગ વાગી અને આદિત્ય નામ લેતા અટક્યો. " હા મમ્મી...." સેન્ડવીચ ખાતા ...વધુ વાંચો

17

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 17

મેજિક ડ્રીંકસ હવે ઘરે ઘરે ફેમસ થવા લાગી હતી. લોકોની પહેલી પસંદ હવે મેજિક ડ્રીંકસ બની ચૂકી હતી. સામાન્ય આપવામાં આવતો લાજવાબ ટેસ્ટથી સૌના હદયમાં મેજિક ડ્રીંકસનો જાદુ છવાઈ ચૂક્યો હતો. આકાશ અને અનન્યા એ પોતાના કામના ભાગ પાડી લીધા હતા. જેથી બંને વચ્ચે કામનો ભાર ઓછો પણ રહે અને કામની ગુણવત્તામાં પણ વધુ સારો સુધારો લાવી શકાય. આ બધાની વચ્ચે આકાશનું દિલ કામની સાથે સાથે અનન્યા પર પણ લાગી રહ્યું હતું. પરંતુ અનન્યાનું સંપૂર્ણ ધ્યાન માત્ર બિઝનેસ તરફ જ હતું. જેથી એ આકાશની આંખોમાં રહેલો પ્રેમ જોઈ ન શકી. " અનન્યા...હવે બસ પણ કર બાકીનું કામ કાલ કરી ...વધુ વાંચો

18

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 18

બે ઘડી વિચાર કર્યા બાદ અનન્યા એ જવાબ આપતા કહ્યું." સાચુ કહુ આકાશ, તો મને હવે પ્રેમમાં રસ રહ્યો નથી. મને લાગે છે કે આ પ્રેમ બસ થોડાક વર્ષોનું નાટક માત્ર છે, જે બંને પાત્રો સામે સામેથી પોતાના જુઠ્ઠા કિરદાર નિભાવતા જતા હોય છે..અને ખાસ કરીને જ્યારે મેં પર્સનલી પ્રેમનો અનુભવ કર્યો ત્યારે મને લાગ્યું કે જાણે હું એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ છું. રાહુલ સાથે વિતાવેલા એ પળો તો હું આજે પણ ભુલાવી શકી નથી..મને હજી વિશ્વાસ નથી આવતો કે રાહુલ આવું કરી શકે! પણ અફસોસ વ્યક્તિ જેવા સામેથી દેખાતા હોય છે એવા ખરેખર ક્યાં કોઈ હોય ...વધુ વાંચો

19

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 19

જોતજોતામાં એક વર્ષ કેમ વીતી ગયું એ જ ખબર ન રહી. અનન્યા અને આકાશ પોતાના બીઝનેસને વધુ ને વધુ વ્યસ્ત થઈ ગયા અને આદિત્ય પોતાની કંપનીને વધુ ઊંચે લઈ જવા માટે સખત મહેનત કરવા લાગ્યો હતો. મેજિક ડ્રીંકસ કંપનીની શરુઆત કરી એનું આજે એક વર્ષ પુર્ણ થઈ ગયું હતું. આ એક વર્ષમાં ન જાણે કેટલી નિષ્ફળતા એમના હાથે લાગી હતી. છતાં પણ ન અનન્યા એ હાર માની કે ન આકાશે હિંમત હારી. આજે એક વર્ષ બાદ આખા શહેરની દુકાનોમાં મેજિક ડ્રીંકસ વહેચાવા લાગી હતી. સારી એવી માત્રામાં સેલ થવાના લીધે આકાશે વધુ પંદર વીસ જણાને પોતાની કંપનીમાં સામેલ કરી ...વધુ વાંચો

20

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 20

અનન્યા અને આકાશ કારમાં બેસી આદિત્યની ઓફીસ તરફ નીકળી ગયા. કાર જેમ જેમ આદિત્યની ઓફીસ તરફ વળી રહી હતી અનન્યાને આદિત્ય સાથેની યાદો તાજી થવા લાગી હતી. અનન્યાથી ન રહેવાતા આખરે તેણે સવાલ કરીને પૂછી જ લીધું. " આકાશ આપણે કઈ એડ એજન્સીને મળવા જઈ રહ્યા છે?" " ખૂબ પ્રસિદ્ધ નામ છે.. એમનું એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ...આદિત્ય ખન્ના...તે એનું નામ સાંભળ્યું જ હશે...." કાર ચલાવતા આકાશે કહ્યું. અનન્યા જાણે એક વર્ષ પહેલાંની યાદોમાં જતી રહી. આદિત્ય સાથેની પહેલી લાઇબ્રેરી વાળી મુલાકાત, ત્યાર બાદ એ બુક પર એમનું નામ અને પછી એમની જ ઓફીસમાં એમની સાથે થયેલો જઘડો. અચાનક જ ...વધુ વાંચો

21

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 21

આદિત્યે મેજિક ડ્રીંકસ કંપનીની એડની તૈયારી કરવાની પણ શરૂ કરી દીધી. તેમણે આ કાર્ય માટે એમના ખાસ વ્યક્તિઓને કામે દીધા. જ્યારે એડ થોડાક દિવસમાં તૈયાર થઈ ગઈ ત્યારે તેણે ફરી મિટિંગ ગોઠવી. " નાઈસ...એડ એકદમ યુનિક અને ડિફરન્ટ બનાવી છે..તને કેવી લાગી એડ?" અનન્યાને પૂછતા આકાશે કહ્યું. " સારી છે, લોકો આ એડ જોઈને એકવાર તો જરૂર પ્રોડક્ટ ખરીદવા આકર્ષાશે..." અનન્યાને આંખો પર વિશ્વાસ ન આવે એવી એડ એના લેપટોપ સમક્ષ રજૂ થઈ હતી. " તો ડીલ ફાઇનલ કરીએ?" આદિત્યે પોતાની વાત મૂકતા કહ્યું." હા, ડીલ ફાઇનલ..." આદિત્યે જરૂરી કાગળિયા મંગાવ્યા અને એમાં આકાશે સાઈન કરીને ડીલ ફાઇનલ કરી ...વધુ વાંચો

22

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 22

હોટલમાં લંચ કરીને અનન્યા અને આદિત્યની ટીમ દિલ્હીથી ચંડીગઢ માટે રવાના થઈ. આ ફલાઇટમાં અનન્યા અને આદિત્યની સીટ અલગ દિશાએ હતી. જ્યાંથી જે તેઓ ન એકબીજા સાથે વાત કરી શકતા હતા કે ન એકબીજાને જોઈ શકતા હતા. પરંતુ બંનેનું મન એકબીજામાં જ ખોવાયેલું હતું. અનન્યા હેડફોનને કાને લગાવીને સોંગ સાંભળવા લાગી. જ્યારે આદિત્ય પોતાના પ્રોજેક્ટ, ડાયરેક્ટર સાથે એડ રીલેટેડ વાતો કરવા લાગ્યો. આ એડમાં મુખ્ય બે એક્ટર કામ કરવાના હતા. જેમાં એક ફિમેલ એક્ટ્રેસ હતી જ્યારે એક મેલ એક્ટર હતો. તે બંનેના પીક્સ જોઈને આદિત્ય એ મનમાં જ કઈક નક્કી કરી નાખ્યું. પરંતુ આદિત્યે પોતાની ટીમને આ વિશે કોઈ ...વધુ વાંચો

23

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 23

મનાલી ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાંનું એક સ્થળ. કુલ્લુ ખીણના અંતની નજીક આવેલું મનાલી માત્ર હિમાચલ પ્રદેશનું જ નહીં આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું પણ સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ છે. વહેતી નદીઓ, ઉડતા પંછીઓ જંગલો, બગીચાઓ અને બરફથી ઢંકાયેલા પર્વતો જોઈને મન એકદમ આનંદિત કરી દે એવા આ હિલ સ્ટેશને તેઓ આખરે પહોંચી ગયા હતા. આદિત્ય કોઈ પણ કાર્યને શરૂ કરતાં પહેલાં મંદિરના દર્શન અચૂક કરતો. તેમણે અહીંયા પણ હિડિંબા મંદિરના દર્શન કર્યા. એની સાથે સાથે અનન્યા એ પણ આ ભવ્ય મંદિરની મુલાકાત લીધી. પર્વતો વચ્ચે નિર્મિત આ મંદિર સંપૂર્ણપણે લાકડાંમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની અંદર એક મોટા પથ્થરને કાપીને ગર્ભગૃહ ...વધુ વાંચો

24

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 24

આખરે અનન્યા બાલ્કનીમાંથી રૂમમાં આવી અને કહ્યું. " તમે હજી સૂતા નથી?" " મને એમ કે તમે સ્ત્રી વિશે ભાષણ આપશો, હવે એ સાંભળ્યા વિના તો મારે સુવાય નહિ.." " હમમ...એકદમ રાઈટ..." અનન્યા આદિત્યની બાજુમાં બેડ પર બેસી ગઈ અને ફરી બોલી. "સ્ત્રીને સમજવા માટે તો પહેલા એને બરોબર સાંભળવી પડે, જેટલી સ્ત્રીને તમે સાંભળશો એટલી નજદીકથી તમે એને ઓળખતા જશો..ખાસ કરીને રાતના સમયે તો પોતાની પત્ની, પ્રેમિકા કે કોઈ ફિમેલ ફ્રેન્ડ સાથે વાતો કરવી જ જોઈએ.... એ પોતાના જીવનની એ વાતો તમારી સાથે શેર કરશે જે કોઈ અન્ય વ્યક્તિને કહી શકતી નહિ હોય..કોઈ પણ જજમેંટ આપ્યા વિના દિલથી ...વધુ વાંચો

25

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 25

" શું મમ્મી તમે આ કાવ્યાની વાતમાં આવીને કંઈ પણ બોલો છો?" " તો કોણ છે એ છોકરી?" ધીમા કાવ્યા બોલી. આદિત્યે જે સત્ય છે એ જણાવી દીધું. મનાલી વિશે થોડી ઘણી વાતો કરીને આદિત્યે ફોન કટ કર્યો. ત્યાં સુધીમાં અનન્યા બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી ચૂકી હતી. " થઈ ગઈ વાત મારા સાસુજી સાથે?" અનન્યા પણ આદિત્યને પરેશાન કરવાના મૂડમાં હતી. " મઝાકનો સમય નથી..આપણે લેટ થાય છે જલ્દી રેડી થઈને નીચે આવ..." " પણ હું તો રેડી જ છું...લાગે છે તમે પોતાની સાથે જ વાત કરી રહ્યા છો..." આદિત્યે પોતાના હાલ જોયા અને ભાન થયું કે એને પોતે ...વધુ વાંચો

26

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 26

" વન ટુ થ્રી એન્ડ એક્શન.." આદિત્યે એડની શૂટિંગ શરૂ કરી દીધી. શરૂઆતમાં માત્ર સંજય પર જ કેમેરો ફોકસ આવ્યો. એડ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ અનન્યા પણ સંજય સાથે એડમાં જોડાઈ ગઈ. ધીરે ધીરે એડ આગળ વધવા લાગી. અને દિવસના અંત સુધીમાં એડનું પૂર્ણ શૂટિંગ થઈ ગયું. ધાર્યા કરતા પણ એડ ખૂબ સારી રીતે શૂટ થઈ હતી. આદિત્યને પહેલી વાર કોઈ એડને શૂટ કરવામાં મઝા આવી હતી. ડિનર લેવા બધા એક હોટલમાં પહોંચ્યા અને બધાએ સાથે મળીને સ્પેશિયલ ડિનરનો આનંદ લીધો અને પછી મનાલીની હોટલ તરફ નીકળી પડ્યા.બેડ ઉપર પડતાં જ આદિત્યે હાશકારો અનુભવતો બોલ્યો. " આફ્ટર ...વધુ વાંચો

27

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 27

વશિષ્ટ ગામે અનન્યાની ગાડી પહોંચી ગઈ. આ નાનકડા ગામમાં અનેકો ગરમ પાણીના ઝરણાં જોવા મળ્યા. કુદરતના રંગઢંગમાં રંગાતી અનન્યા એક ચાની ટપરી પર પહોંચી. ત્યાં થોડીવાર આરામ કર્યો અને ગરમ ચાનો આનંદ પણ માણ્યો. " અહીંયા એકલી આવી તો ગઈ છું પણ એકલી એન્જોય કરું કઈ રીતે?" તેણે આસપાસ નજર કરતા વિચાર કર્યો. ક્યાં જવું ને ક્યા રોકાવું એને કોઈ ખ્યાલ નહતો આવી રહ્યો. ત્યારે જ સામેની ટેબલ પર બેસેલા બે વડીલોના મુખે સાંભળવા મળ્યું કે અહીંયા નજદીક જ એક સરસ મંદિર આવેલું છે જે ખરેખર એકવાર જોવા જેવું છે. અનન્યા એ પણ એ મંદિર તરફ જવાનું નક્કી કર્યું. ...વધુ વાંચો

28

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 28

આદિત્યે મનાલીની આસપાસનો રસ્તો પહેલા જ જોઈ રાખ્યો હતો એટલે એમને જવામાં કોઈ તકલીફ ન પડી. " અનન્યા જરૂર ગામ તરફ જ ગઈ હશે...." મનમાં એડ્રેસ નક્કી કરીને આદિત્યે એ તરફ જ ગાડી વાળી લીધી. થોડાક સમયમાં આદિત્ય વશિષ્ટ ગામે પહોંચી ગયો. તેણે આસપાસ નજર કરવાની ચાલુ જ રાખી છતાં પણ અનન્યાનો કોઈ પતો ન મળ્યો. અનન્યાને ચાલુ ગાડીમાં જ શોધતા શોધતા આદીત્યથી એક ગાડીને ટક્કર લાગી ગઈ. ગાડીમાંથી એ જ અંકલ બહાર આવ્યા અને ગુસ્સામાં બોલ્યા. " હવે કઈ ફિરંગી એ મારી ગાડીને ટક્કર મારી? કોણ છે? આવ બહાર આજ તો તારી ખેર નથી...." અંકલ તો લાકડી લઈને ...વધુ વાંચો

29

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 29

આદિત્ય અને અનન્યા બાળકોને મળીને મનાલી તરફ રવાના થયા. મનાલી પહોંચતા જ આદિત્યે અનન્યાને ફોન આપતા કહ્યું. " આકાશ વાત કરી લેજે, કહેતો હતો કે તારું અર્જેન્ટ કામ છે..."અનન્યા એ કોઈ સમય વેડફ્યા વિના તુરંત આકાશને કોલ લગાવ્યો. " હેલો...આકાશ..." " અનન્યા ! તું ક્યાં છે?? તને કેટલા સમયથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું કંઈ ખ્યાલ છે તને?" " સોરી આકાશ... મારો તને પરેશાન કરવાનો આશય નહતો..આ તો પરિસ્થિતિ જ એવી બની ગઈ કે.." એટલું કહેતાં જ અનન્યા અટકી ગઇ. " શું થયું અનન્યા? કેમ વાત કરતા અટકી ગઇ?" " લીસન, આકાશ..હું ઓલરેડી સાવ થાકી ગઈ છું, તો આપણે ...વધુ વાંચો

30

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 30

" મમ્મી હું જાવ છું..."" અરે પણ નાસ્તો તો કરીને જા.." " ના મમ્મી મારે ઓલરેડી લેટ થઈ ગયું ઓફીસે જ નાસ્તો કરી લઈશ.." અનન્યા ઝડપથી ગાડીમાં બેસીને મેજિક કંપનીની ઓફીસે પહોંચી ગઈ. આકાશને ઓફિસની અંદર મન લગાવીને કામ કરતા જોઈને અનન્યા ખૂબ ખુશ થઈ. આકાશને સરપ્રાઇઝ આપવા તે ધીરે ધીરે ઓફિસના દરવાજે પહોંચી. અનન્યા એ દરવાજો ખોલતા જ ઉંચા અવાજે કહ્યું. " હાઈ આકાશ!" આકાશ ટેબલ પરથી ઊભો જ થઈ ગયો. એમના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. આ જોઈને અનન્યા એમને ભેટવા જ જઈ રહી હતી ત્યાં આકાશે કહ્યું. " પ્રિયા!! કમ કમ....અનન્યા! તું બે મિનિટ બહાર ...વધુ વાંચો

31

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 31

" આદિત્ય ક્યાં છે તું? મારે તને એક જરૂરી વાત શેર કરવી છે.." " મારે પણ તને અર્જન્ટ મળવું " ઓકે તો આપણે દસ મિનિટમાં કોફી શોપ પર મળીએ..." અનન્યા અને આદિત્યે ફોન દ્વારા કોફી શોપમાં મળવાનું ગોઠવી દીધું. આદિત્ય સમય પહેલા જ ઘરેથી અનન્યા સાથે વાત કરતો નીકળી ગયો. જે વાત કાવ્યા એ ચોરીચૂપે સાંભળી લીધી હતી. કોફી શોપમાં અનન્યા એ આદિત્યને કહ્યું. " આદિત્ય આ વીડિયો કોણે શૂટ કર્યો હશે? તને ખબર છે મારા ઘરમાં આ વીડિયોના લીધે મહાભારત થતાં થતાં બચી..મારા પપ્પા મને સમજે છે એટલે કઈ પ્રોબ્લેમ નથી થયો..નહિતર મારું તો ઘરેથી નીકળવાનું જ બંધ ...વધુ વાંચો

32

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 32

અનન્યા એ ઓફીસે પહોંચીને જોયું તો આકાશ એમના વર્કરો સાથે ખૂબ ઊંચા અવાજે વાતચીત કરી રહ્યો હતો. " આ શું થઈ ગયું?" વર્કર સાથે આટલો ગુસ્સો?" થોડે દુર ઊભીને અનન્યા સ્વગત બબડી. ત્યાં જ બાજુમાં પ્રિયા આવી અને બોલી." હવે કોઈ તમારી ઇન્સલ્ટ કરે તો આકાશ સર થોડી ચૂપ રહેવાના હતા..." અનન્યા એ બાજુમાં નજર કરીને જોયું તો પ્રિયા એમની સામે સ્માઈલ કરતી ઊભી હતી આ જોઈને અનન્યા એ કહ્યું." મારી ઇન્સલ્ટ? " " હા, તમારો અને આદિત્ય સરનો વિડીયો આ વર્કરો પાસે પણ પહોંચી ગયો અને બસ પછી શું એ વિડિયો જોઈને લોકો ન કહેવાય એવા શબ્દો અને ...વધુ વાંચો

33

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 33

અનન્યા વાયદો કરીને ત્યાંથી જતી તો રહી પરંતુ એકતા માટે જોબ શોધવી સહેલું ન હતુ. એકતા પાસેથી અનન્યા એ લાયકાત અને બાયોડેટા માંગ્યો જેથી તેમને જોબ શોધવા માટે સરળતા રહે. એકતાની સાથે સાથે અન્ય બીજી બે છોકરી માટે પણ જોબનો બોઝ અનન્યા એ પોતાના માથે લીધો. અનન્યા એ જોબ શોધવાની શરૂઆત પોતાની જ કંપનીમાં કરી. કંપનીમાં કઈ પોસ્ટ ખાલી છે એમની બધી જાણકારી આકાશ પાસે હતી અને આકાશના કહ્યા પછી જ એ પોસ્ટની જગ્યા ભરાતી હતી. અનન્યા એ અનુકૂળ સમય જોઈને આકાશ સાથે જોબની વાત કરી ત્યારે આકાશે વળતા જવાબમાં કહ્યું. " અનન્યા તે જે એ છોકરી માટે કર્યું ...વધુ વાંચો

34

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 34

" મારા પપ્પાની તબિયત ઠીક નથી તો મારે એની દેખભાલ કરવા માટે એની પાસે રહેવું પડશે..." આદિત્યે કારણ આપતા ઓહ, એવું છે તો હું તને આવવા માટે ફોર્સ નહિ કરું..પણ તું આવ્યો હોત તો યાર મઝા આવત..." કવિતા એ પોતાની સમજદારી દાખવી." પછી ક્યારેક સાથે જશું ને..તું જા અને એન્જોય કર..." કવિતાની અન્ય બે ફ્રેન્ડ આવી અને એને ખેંચીને એની સાથે લઈ ગઈ. કવિતા એ દૂરથી અલવિદા કહ્યું અને આદિત્ય પણ ત્યાંથી ઘરે જવા નીકળી ગયો. ઘરે પહોંચતા જોયું તો પપ્પાની નજીક થોડાક સબંધીઓ અને બે ડોકટર ઉભા હતા. " શું થયું પપ્પા? એવરીથીંગ ઓકે ?" પપ્પાનો હાથ પકડતા ...વધુ વાંચો

35

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 35

આદિત્ય પાર્ટી એન્જોય કરીને ખુશી ખુશી પોતાના ઘર તરફ વળ્યો. ઘરે તાળું મારીને જોઈને એને આડોશ પડોશમાં નજર કરી આંટી પાસેથી જાણવા મળ્યું કે અમિતભાઇને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આદિત્યે તુરંત હોસ્પીટલ તરફ દોડ મૂકી. પરંતુ આદિત્ય હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અમિતભાઈના શ્વાસ થંભી ગયા હતા. કાવ્યા અને મમ્મીને રડતા જોઈને આદિત્ય પણ ત્યાં જ ભાંગી ગયો. રીતિરિવાજો પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી. આદિત્યનું બહારનું મૌન એમને અંદરોઅંદર ખાઈ રહ્યું હતું. અમિતભાઈની અંતિમ ઇચ્છા આદિત્યને મળવાની હતી જે આદિત્ય પૂરી કરી શક્યો નહિ. કવિતાના પ્રેમમાં આંધળો આદિત્ય ખુદને દોષિત ગણવા લાગ્યો. સમય ધીમે ધીમે પસાર ...વધુ વાંચો

36

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 36

" છેલ્લા પંદર મિનિટથી ચૂપચાપ બેઠી છે, કઈક તો બોલ તારે મારું શું કામ આવી પડ્યું?" આદિત્યે સવાલ કરતા અનન્યા એ ફોન કાઢ્યો અને કવિતાનો ફોટો આદિત્યને દેખાડ્યો. વર્ષો પછી કવિતાનો ફોટો જોઇને આદિત્યની આંખો પહોળી થઈ ગઈ. " અનન્યા આ બઘું શું છે?" " તારી અને કવિતાની લવ સ્ટોરી મને ખબર પડી ગઈ છે.." આદિત્યનો પારો છટક્યો અને ગુસ્સામાં બોલ્યો. " આ બઘું કાવ્યા એ તને કીધું છે ને?" " હા આદિત્ય, પણ પ્લીઝ, તું કાવ્યાને એ બાબતે કઈ ન કહેતો, એ ઓલરેડી આટલી પરેશાન છે..." " ઓકે, એમ પણ સારું છે તને મારા પાસ્ટની જાણ થઈ ગઈ, ...વધુ વાંચો

37

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 37

મુંબઈના રસ્તાઓની ભીડમાં આદિત્ય એમની કાર લઈને કવિતા એ આપેલા એડ્રેસ તરફ નીકળી ગયો. અનન્યા અને કાવ્યા પણ એ કારની અંદર બેસ્યા હતા. ગાડી જેમ એડ્રેસ પર પહોંચી આદિત્યના ચહેરાના હાવભાવ જ બદલાય ગયા. કાવ્યા સૌ પ્રથમ નીચે ઉતરી અને બંગલા તરફ જવા રવાના થઈ. ત્યાં જ કવિતા અંત્યત સુંદર ચોળી પહેરીને સામેથી આવતી દેખાઈ. કવિતા એ સૌ પ્રથમ કાવ્યા સાથે હાથ મિલાવ્યો. ત્યાર બાદ જ્યારે આદિત્ય એમની પાસે આવ્યો તો આદિત્યે દૂરથી જ હાથ જોડીને નમસ્તે કહી દીધું. અનન્યા તો જાણે વર્ષોની દોસ્તી હોય એમ ખુશી ખુશી એના ગળે મળી. " આવો બેસો...." કવિતા એ બંગલા નજીક એક ...વધુ વાંચો

38

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 38

આદિત્યને કવિતાની વાત યોગ્ય લાગી. કારણ કે એ ખુદ પણ જાણતો હતો કે એ પરિવારને ઓછો અને કવિતાને વધુ આપતો હતો. " અને ત્યાર પછી જ્યારે મને એ સમાચાર મળ્યા કે તારા પિતાજીનું અવસાન થઈ ગયું છે અને એ સમયે પણ તું મારી સાથે જ હતો! જ્યારે એ સમય તારે ત્યાં હોવું જોઈએ..તો બસ પછી મેં નિણર્ય લઈ લીધો કે હું તને છોડી દઈશ..મને ખબર હતી કે તું મને નફરત કરીશ...પણ આ નફરતથી જો તું તારા કરિયરમાં આગળ વધતો હોય, તું ફરી તારા પરિવારનું ધ્યાન રાખતો હોય તો મને આ તારી નફરત પણ સ્વીકાર છે...અને આજે પણ હું તારા ...વધુ વાંચો

39

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 39

થોડાક દિવસો પસાર થતાં જ કાવ્યા એ અનન્યાને ઘરમાં ડિનર માટેનું આમંત્રણ આપ્યું. અનન્યા કોઈ પ્રકારની આપત્તિ વિના આદિત્યના પહોંચી ગઇ. ઘરમાં પાર્વતીબેન, કાવ્યા અને આદિત્ય જ હતો. ડિનર કરતા કરતાં અનન્યા એ વાનગીઓની તારીફ કરતા કહ્યું. " આંટી... તમે કાજુકરીનું શાક મસ્ત બનાવ્યું છે.. આઈ લવ ઇટ..." " મારી મોમ તો છે જ મેજિકલ!, અરે,v અનન્યા તારે કાજુ કરીનું શાક શીખવું હોય તો આવી જજે, મારી મોમ શીખવાડી દેશે..હેને મમ્મી...?" " હા...હા કેમ નહિ..તું પણ મારી દિક...." પાર્વતીબેન એટલું કહે ત્યાં જ કાવ્યા એ ખોખારો ખાઈને પાર્વતીબેનને આગળ બોલતા રોક્યા. " અનન્યા રોટલી લે..." વાત ફેરવતા પાર્વતીબેને કહ્યું. ...વધુ વાંચો

40

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 40

રમણીકભાઈ રાજકોટથી થાકીને આવ્યા હતા. કડવીબેને આવતા પાણીનો ગ્લાસ એમને આપ્યો. હાશકારો અનુભવતા રમણીકભાઈ બોલ્યા. " અનુ ક્યાં છે?" કઈક બોલે એ પહેલા જ અનન્યા પોતાના રૂમમાંથી આવીને બોલી." પપ્પા....તમે આવી ગયા...!" અનન્યા સીધી એના પપ્પાને ગળે મળી. " કેમ છે મારી લાડકી દીકરીને, મારી ગેરહાજરીમાં મમ્મી એ વધારે પરેશાન તો નથી કરી ને..." રમણીકભાઈની સાથે અનન્યા પણ હસી પડી. થોડી આસપાસની વાતો કરીને અનન્યા એ મૂળ મુદ્દાની વાત કરતા કહ્યું. " પપ્પા મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે..." " હા બોલ..શું વાત છે?" પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકતા બોલ્યા." પપ્પા...મને એક છોકરો પસંદ આવી ગયો છે..." ...વધુ વાંચો

41

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 41

રાતના સમયે થાકીને આકાશ પોતાના ઘરે ગયો. મોડી સાંજે નાસ્તો કરવાને લીધે એમને ભૂખ નહોતી લાગી. બગાસા ખાતો આકાશ માટે જાય જ છે કે પ્રિયા ત્યાં આવી પહોંચી. " પ્રિયા...તું આ સમયે અહીંયા?" આકાશે પૂછ્યું. પ્રિયા એ બ્લેક કલરનું શોર્ટ અને વાઇટ કલરનું સ્લિવલેસ ટી શર્ટ પહેરી રાખ્યું હતું. એમના કપડામાંથી તેજ પરફયુમની સ્મેલ આવી રહી હતી. જે ખાસ આકાશને ફસાવવા માટે છાંટવામાં આવ્યું હતું. " આપણે બેસીને વાત કરીએ..." આટલું કહેતા જ પ્રિયા હોલમાંથી નીકળી આકાશના રૂમમાં જઈને બેડ પર બેસી ગઈ. આકાશ પણ એની પાછળ જઈને એમની બાજુમાં બેઠો. પ્રિયા એ વાતની શરૂઆત કરતા કહ્યું. " આકાશ ...વધુ વાંચો

42

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 42

સૂર્ય ઉગતાની સાથે જ અનન્યા આકાશને મળવા એના ઘરે જતી રહી. સમસ્યાનો હલ આખરે અનન્યાને મળી ચૂક્યો હતો. વહેલી અનન્યાને જોતા આકાશે કહ્યું. " અનન્યા આટલી સવારે તું અહીંયા? અને શું વાત છે તું પરેશાન દેખાઈ રહી છે?" " આકાશ હું આ કંપનીને છોડવા માંગુ છું..." " વોટ! આ તું શું બોલે છે અનન્યા? તારે આ કંપની છોડી દેવી છે? પણ કેમ?" " આકાશ તને ખબર જ છે બે દિવસ પછી મારા આદિત્ય સાથે લગ્ન છે, ત્યાર બાદ મારે સાસરિયાની પણ જવાબદારી સંભાળવી પડશે અને ખાસ કરીને હું આદિત્ય સાથે વધુ ટાઇમ સ્પેન્ડ કરવા માંગુ છું...સો મારી પાસે કંપનીને ...વધુ વાંચો

43

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 43

આખરે અનન્યા અને આદિત્યના લગ્નનો દિવસ આવી જ ગયો. લગ્નનો મંડપ એક મોટા હોલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં આદિત્ય અનન્યાની બંને ફેમિલી અને મિત્રો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. આદિત્યે પોતાના લગ્નમાં ખૂબ ખર્ચો કર્યો હતો. આદિત્ય એક સફળ બિઝનેસમેન હોવાથી દુર દૂરથી મહેમાનો મેરેજ અટેન્ડ કરવા માટે પહોંચ્યા હતા. મહેમાનોની સારસંભાળમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે એવો જબરદસ્ત ઇન્તજામ કર્યો હતો. મુહર્ત પ્રમાણે ગોર દ્વારા લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. આદિત્ય એ ઈન્ડો વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા. જ્યારે અનન્યા એ મરૂન રંગનો લહેંગા ચોળી પહેરી રાખ્યો હતો. બન્નેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી હતી. એક પછી એક રિતી ...વધુ વાંચો

44

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 44

કાવ્યાના લગ્ન પણ આદિત્યના લગ્નની જેમ ધૂમધામથી કરાવામાં આવ્યા. કાવ્યા ખૂબ ખુશ હતી કે એમને એની પસંદનો વર મળ્યો ભાઈને છોડવાના દુઃખથી એમનું દિલ ભરાઈ આવ્યું. વિદાયના સમયે કાવ્યા આદિત્યને ભેટીને ખૂબ રડી. આદિત્ય પણ કાવ્યાને એટલો જ પ્રેમ કરતો હતો જે એના આંખોમાંથી વહેતા આંસુઓ સાબિતિ આપી રહ્યા હતા. કાવ્યા લગ્ન કરીને એમની સાસરે વિદાય થઈ. લગ્ન ખૂબ સરસ રીતે પત્યા હતા. આદિત્ય લગ્ન મંડપ અને ડેકોરેશન સાથે હિસાબ કિતાબ કરી રહ્યો હતો ત્યાં અનન્યા અમદાવાદ જવાની મનોમન તૈયારી કરી રહી હતી. સાંજના સાત વાગ્યે આદિત્ય અનન્યા પાસે આવ્યો અને કહ્યું. " અનન્યા.. મારી પાસે તારા માટે એક ...વધુ વાંચો

45

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 45

અનન્યાનું મન હા ના માં ફરી રહ્યું હતું. પરંતુ અંતમાં કિંજલ અને ડોકટરના કહ્યા પછી તેમણે સર્જરી કરાવાનું મન લીધું. અનન્યાની સર્જરી શરૂ થઈ. સર્જરીના સમયે કિંજલ બહાર બેઠી ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. એક કલાક પછી સફળતાપૂર્વક સર્જરી કરાવીને અનન્યા ઓપરેશન રૂમમાંથી બહાર આવી. ડોકટર સાથે જરૂરી વાતચીત કરીને બંને ફરી અમદાવાદની ગલીઓમાં ચાલવા નીકળી પડ્યા. " કોન્ગ્રેચ્યુલેશન અનન્યા....એક જ લાઇફમાં બે વખત વર્જિન બની...!" " ઈટ્સ નોટ ફની કિંજલ..." " યાર હવે તો સર્જરી પણ થઈ ગઈ હવે તો ચહેરા પર સ્માઇલ લાવ." અનન્યા એ બનાવટી સ્માઈલ આપી અને બંને નાસ્તો કરવા નજીકમાં ફૂડ ઝોનમાં ચાલ્યા ગયા. ...વધુ વાંચો

46

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 46

" અનન્યા તું શું કામ ઊભી છે? તું પણ બેસ આ તારું ઘર છે...." મોઢું બગાડતી અનન્યા એની બાજુમાં બેસી ગઈ. " મારા જીજુ નથી દેખાઈ રહ્યા? અરે હા એ તો આકાશ સાથે રાજસ્થાન ગયા છે...મને પણ આજકાલ યાદ નથી રહેતું..." " શું વાત કરવા આવી છે જલ્દી બોલ મારે ઘરનું કામ બાકી છે.." અનન્યા એ કહ્યું." મારે પણ જવું જ છે હું તો બસ તને થેન્ક્યુ કહેવા માટે આવી હતી..." " થેન્ક્યું શેના માટે?" " તે મેજિક કંપની છોડી એના માટે...મને ખબર છે તે આ કંપની મારા માટે છોડી છે ને....સો સ્વીટ..." " ઓ હેલો... મેં એ કંપની ...વધુ વાંચો

47

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 47

અનન્યા અને આદિત્યે સાથે ફરી સહવાસનો આનંદ માણ્યો. અનન્યા અને આદિત્યે આ સાત દિવસની ટ્રીપમાં દિવસ દરમીયાન અનેકો સ્થળોએ આનંદ લીધો. સ્વિઝરલેન્ડનું પ્રખ્યાત શહેર લ્યુસર્નની મુલાકાત લઈને બન્ને એ જેનેવા વોટર ફાઉન્ટેન અને ત્યાર પછી ઇન્ટરલેકન, સ્વિસ નેશનલ પાર્ક, સ્વિસ નેશનલ મ્યુઝીયમની પણ મુલાકાત લીધી. સ્વિઝરલેન્ડની ફેમસ ચોકલેટ ખાવાનું આદિત્ય અને અનન્યા કઈ રીતે ભૂલી શકે? મનભરીને ચોકલેટ ખાઈને થોડીક ચોકલેટ તેમણે પોતાના ઘર માટે પણ ખરીદી. અનન્યાને શોપિંગનો શોખ હોવાથી આદિત્ય એમને સ્વિઝરલેન્ડની પ્રખ્યાત સ્થળોએ લઈ ગયો. જ્યાં અનન્યા એ મનમૂકીને ઘણી બધી શોપિંગ કરી. આદિત્યે પણ પોતાના માટે અમુક જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી લીધી. અનન્યાનું સ્વિઝરલેન્ડ ફરવાનું ...વધુ વાંચો

48

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 48

" આદિત્ય મેં જે પણ કર્યું એ આપણી ખુશી માટે કરીયું છે..." અનન્યા આદિત્યને સમજાવાની ભરપુર કોશિશ કરી રહી ના ના આપણી ખુશી માટે નહિ, તે જે કર્યું એ તારા ખુદના સ્વાર્થ માટે કર્યું છે, તું તો ખૂબ ખુશ થઈ હશે ને મને બેવકૂફ બનાવીને! પણ એક વાત યાદ રાખજે અનન્યા, મને સેકન્ડ હેન્ડ પ્રોડક્ટથી સખ્ત નફરત છે...." આદિત્યે જ્યારે અનન્યાને સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ સાથે સરખામણી કરી ત્યારે અનન્યા એ સહન કરવાનું છોડીને સામો વળતો જવાબ આપવાનું નક્કી કર્યું. " લીસન આદિત્ય ખન્ના, મારી વર્જીનીટી મારા ચરિત્રનું પ્રમાણપત્ર નથી...." આત્મવિશ્વાસ સાથે પોતાના ચરિત્ર પર ઉડાવેલા દાગ સામે જવાબ આપતા ...વધુ વાંચો

49

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 49

" અનન્યા રેડી?"" હમમ.." આદિત્યે અનન્યાના એક બેગને પોતાના ખભે રાખ્યું અને બીજા બેગને હાથમાં લેતો પોતાના રૂમથી હોલ આવ્યો. મમ્મીનાં આશીર્વાદ લઈને આદિત્ય અનન્યાને પોતાના ઘરે ડ્રોપ કરવા કારમાં નીકળી ગયો. આખા રસ્તે ન અનન્યા કંઈ બોલી કે ન આદિત્યે એક વખત પણ અનન્યા સામું જોયું. થોડીવારમાં ગાડી અનન્યાના ઘરના ગેટ પાસે ઊભી રહી. અનન્યા પોતાની સાથે એક બેગ લેતી ઘરમાં જતી રહી. " મમ્મી...." અનન્યા એ બૂમ પાડીને કહ્યું. " અનન્યા તું!!!" અનન્યાને જોતા જ કડવીબેન બોલી ઉઠ્યા. મમ્મી મમ્મી કરતી અનન્યા સીધી એને જઈને ભેટી પડી. " દરવાજો પપ્પા એ ખોલ્યો અને પપ્પાને જ ભૂલી ગઈ..." ...વધુ વાંચો

50

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 50

" રાહુલ તું???" અનન્યા એ આશ્ચર્ય સાથે કહ્યું." અનન્યા!!" વર્ષો પહેલાંનો ચહેરો અચાનક સામે આવી જતા રાહુલ માત્ર નામ બોલી શક્યો. અનન્યા એ તુરંત પોતાનો હાથ રાહુલના સહારાથી છોડાવ્યો. આગળ પાછળ બંને તરફથી ગાડીના હોર્નનો અવાજ આવવાથી બન્ને રોડની એક સાઈડ જઈને ઊભા રહી ગયા." અનન્યા વોટ અ સરપ્રાઈઝ!! હું તને જ મળવા આવતો હતો..." રાહુલ અનન્યાની વધારે નજદીક જઈ રહ્યો હતો. " ડોન્ટ ટચ મી..." અનન્યા રાહુલથી થોડીક દુર હટી ગઈ. રાહુલની નજર અનન્યા એ પહેરેલા મંગળસૂત્ર પર ગઈ. એ જોઈને રાહુલની જાણે આસપાસની દુનિયા જ ફરવા લાગી હતી. દિમાગ કામ કરતું જ બંધ થઈ ગયું. હદયના ધબકારા ...વધુ વાંચો

51

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 51

અંકિત અને દેવ બન્ને પીઝા પર તૂટી પડ્યા હતા. બન્નેનું ધ્યાન બસ ખાવામાં હતું જ્યારે રાહુલે હજુ સુધી માત્ર જ પીસ પીઝાનું ખાધું હતું. " રાહુલ શું વિચાર કરે છે? પિઝા પણ તારું ઓલમોસ્ટ એમ જ પડ્યું છે...કઈક થયું છે કે?" અંકિતે આખરે સવાલ પૂછી જ લીધો. " હા યાર મેં પણ નોટિસ કર્યું, જ્યારથી એ ભાભીના ગેટ પાસે ઊભો હતો ત્યારથી આનું મૌન વ્રત જ ચાલુ છે..." દેવે કહ્યું." શું થયું બોલ? ભાભી સાથે જઘડો થયો?" અંકિતે સવાલ પૂછ્યો." પહેલા તો એને ભાભી ભાભી કહેવાનું બંધ કરો એ કોઈ તમારી ભાભી નથી ઓકે....." ગુસ્સામાં રાહુલે કહ્યું. " અરે ...વધુ વાંચો

52

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 52

કિંજલે અનન્યા અને આદિત્ય વચ્ચેની લવ સ્ટોરી રાહુલને જણાવી. જ્યારે રાહુલે પોતાની મજબૂરી કિંજલ સમક્ષ શેર કરી. " તને છે અનન્યા તારી વાત સમજશે?" રાહુલની પૂરી વાત સાંભળીને કિંજલે કહ્યું." આઈ નો કે એ મારાથી ખૂબ ગુસ્સે છે પણ હું એને કંઈ પણ રીતે સમજાવી લઈશ, બસ તું એને મારી સાથે મળવા માટે રાજી કરી દે..." " ચલ, હું અનન્યા સાથે વાત કરું છું જોવ શું કહે છે એ.." " થેંક્યું થેંક્યું થેંક્યું સો મચ...કિંજલ..."" બસ તું પ્રેમથી વાત કરજે, એ ઓલરેડી પ્રેગનેટ છે તો થોડોક ખ્યાલ પણ રાખજે..." " ઓકે..." કિંજલ ત્યાંથી જતી રહી અને અનન્યા સાથે કઈ ...વધુ વાંચો

53

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 53

કિંજલે પહેલા જ અનન્યા સાથે થયેલી બધી સારી ખરાબ ઘટનાઓ રાહુલને જણાવી દીધી હતી. જેથી રાહુલ આદિત્ય એ મારેલા પર ખૂબ ગુસ્સે થયો. " રાહુલ તને મારી કસમ છે જો તે આદિત્ય સાથે કઈ પણ કર્યું છે તો..." અનન્યા એ કસમ આપતા કહ્યું." પણ અનન્યા તારી હાલત તો જો આવી હાલતમાં એણે તને એકલી મૂકી દીધી અને તું હજી આદિત્યનો જ સાથ આપે છે?" રાહુલે કહ્યું." આદિત્યે જે કર્યું એ યોગ્ય જ કર્યું છે એની જગ્યાએ કદાચ તું હોત તો શું તું તારી વાઇફને માફ કરત ?" " આઈ નો કે તે મિસ્ટેક કરી છે પણ એણે તારી ઉપર ...વધુ વાંચો

54

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 54

" હવે કેમ છે?" ફોનમાં કિંજલે કહ્યું." પહેલા મને એ કહીશ કે મને થયું શું હતું?" અનન્યા એ સામો કર્યો. " અરે કાલ એ આકાશના ઘરે થયું એ પછી મને લાગ્યું તું સેડ હશે..એટલે પૂછ્યું.." " હા, સેડ તો હતી પણ હકીકત સામે આવી જતા મનનો બોજો તો થોડોક ઓછો થઈ ગયો..." " હા યાર આકાશ પણ સાલો ચૂપા રુસ્તમ નીકળ્યો..." " હમમ." " હું તને એ પૂછવાની હતી કે આદિત્યનો કોઈ કોલ આવ્યો તને?" કિંજલે ફરી સવાલ કરતા પૂછ્યું." કેમ આજે આટલા બધા સવાલ કરે છે? શું વાત છે?" અનન્યા બોલી. રાહુલે કિંજલના હાથમાંથી ફોન છીનવી લીધો. " ...વધુ વાંચો

55

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 55

" ત્રણ વાગી ગયા પણ રાહુલ હજી આવ્યો નહિ..." વોચમાં જોતા આદિત્યે કહ્યું." મે આઈ કમ ઈન સર?" ત્યાં દરવાજે રાહુલે આવીને કહ્યું." અરે રાહુલ આવ આવ...તારે પરવાનગી લેવાની શું જરૂર?" " પહેલા બોલ શું પીવાનું પસંદ કરીશ...જ્યુસ સિવાય કંઈ પણ..." આદિત્યે કહ્યું." ચલો જ્યુસ નહિ તો કોલ્ડ કોફી જ પી લઈએ..." આદિત્યે બે કોલ્ડ કોફીનો ઓર્ડર કર્યો. " બોલ તારે મારું શું કામ પડ્યું?" " મારે મારા રેસ્ટોરન્ટ માટે એડ ચલાવી છે અને મેં સાંભળ્યું છે કે તમારી એડ એજન્સી ટોપ એજન્સીમાની એક છે..." " બસ એટલી વાત, સમજો તમારું કામ થઈ ગયું, પણ તમારું રેસ્ટોરન્ટ છે કઈ ...વધુ વાંચો

56

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 56

ચારને વીસ થતાં જ અનન્યાના ફોન પર આદિત્યનો કોલ આવ્યો. પરંતુ અનન્યા રસોડામાં મમ્મી સાથે કામમાં વ્યસ્ત હતી અને બહાર હોલમાં કપડાંની સાથે પડ્યો હતો. " હવે તું જા હું કામ કરી લઈશ..." કડવીબેને કહ્યું. અનન્યા રસોડામાંથી હોલમાં આવી અને પોતાનો ફોન ચેક કર્યો. " આદિત્યના બે ત્રણ ફોન આવી ગયા! મતલબ રાહુલે કીધું એ સાચું હતું...યાર હું પણ ભુલ્લકડ ફોન અહીંયા જ મૂકીને જતી રહી...શું કામ હશે આદિત્યને?" અનન્યા હજી વિચાર કરી જ રહી હતી કે ઘરની ડોરબેલ વાગી. " અનન્યા જો તો કોણ આવ્યું છે?" કડવી બેને કહ્યું." તું બેસ હું દરવાજો ખોલું છું..." રમણીકભાઈ એ ઉભા ...વધુ વાંચો

57

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 57

અનન્યાનું જીવન ફરી ખુશીઓથી ભરાઈ ગયું. આદિત્ય સાથે સમય વિતાવતા માટે હવે તડપવા લાગી હતી. ઑફિસેથી આવતા જ આદિત્ય ગળે મળતો. એમના હાલચાલ પુછતો અને જરૂર પડે ત્યાં એમની સેવા પણ કરવા લાગ્યો હતો. થોડાક દિવસની મહેનત બાદ આદિત્યે અનન્યાને કહ્યું. " અનન્યા, આજ કાલ કામ મળતું જ બંધ થઈ ગયું છે, જ્યારથી માર્કેટમાં હરીફાઈ વધી છે ત્યારથી બીઝનેસનો ગ્રોધ જ અટકી ગયો છે.." " બધું સારાવાના થઈ જશે તમે ચિંતા ન કરો...." અનન્યા એ આશ્વાસન આપતા કહ્યું." હા થઈ તો શકે એમ છે પણ મને એમાં તારી મદદની જરૂર છે..." " હું ભલી તમારા બિઝનેસમાં શું મદદ કરી ...વધુ વાંચો

58

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 58

અનન્યાને સૌ પ્રથમ ગુજરાતી કપડાં પહેરવામાં આવ્યાં. ડાયલોગ ડિલિવરીની પ્રેક્ટિસ કર્યા બાદ એડની શૂટિંગ શરૂ કરવામાં આવી. અનન્યા પ્રેગનેંટ કેમેરાને અનન્યાના પેટથી થોડે ઉપર જ ફોકસ કરવામાં આવ્યું અને એ રીતે શૂટ કરવામાં આવ્યું કે જેથી અનન્યાનું પેટ કેમેરામાં ન દેખાય. અનન્યાની સાથે બીજો એક પુરુષ મોડલ પણ કામ કરી રહ્યો હતો. અનન્યા એ ગુજરાતી સ્ટાઈલમાં રેસ્ટોરન્ટનું નામ લઈને રેસ્ટોરન્ટ વિશે માહિતી આપી. એડ ખૂબ સરસ રીતે શૂટ થઈ રહ્યું હતું. ત્યાર બાદ મેકઅપ આર્ટિસ્ટે પંજાબી લુક અનન્યાને આપ્યું. પંજાબી કપડાં સાથે પંજાબી ડાયલોગ પણ અનન્યા એ શીખી લીધા હતા. એક આખો દિવસ શૂટિંગનો ગુજરાતી અને પંજાબીની એડ કરવામાં ...વધુ વાંચો

59

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 59

" સોરી અનન્યા...મારો ઈરાદો તમારા સંબંધને તોડવાનો નહિ પણ..." રાહુલે કહ્યું. " બસ રાહુલ તારે જે કરવું હતું એ લીધું હવે આદિત્ય જે કરશે એ મને સ્વીકાર્ય છે..." એટલું કહેતાં જ અનન્યા ત્યાંથી જતી રહી. રાહુલ બસ પછતાવો કરતો રડી પડ્યો. અનન્યા ઘરે પહોંચી તો રમણીકભાઈ એમને મળવા આવ્યા હતા. પપ્પાને જોઈને અનન્યા ભાવુક થઈને સીધી ભેટી પડી અને રડવા લાગી. " શું થયું દિકરી? તું રડે છે કેમ?" રમણીકભાઈ બોલ્યા. અનન્યાના સાસુમા પણ આશ્ચર્ય સાથે જોઈ રહ્યા. અનન્યા મનમૂકીને રડી રહી હતી ત્યાં જ આદિત્ય ઘરે પહોંચ્યો. " આદિત્ય બેટા, આ વહુ કેમ રડે છે? શું થયું? સાચું ...વધુ વાંચો

60

નો ગર્લ્સ અલાઉડ - 60 (અંતિમ ભાગ )

આદિત્ય અનન્યાની બધી ભૂલ માફ કરવા તૈયાર હતો પણ અનન્યા અને રાહુલના શારીરિક સબંધ વિશે વિચાર કરતા જ એનું જ્વાળામુખીની જેમ સળગવા લાગતું." રાહુલ, અમે આ નિણર્ય સાથે મળીને લીધો છે, સો પ્લીઝ તું અમારા મેટરમાં દખલ અંદાજી ન કર એમાં જ તારી ભલાઈ છે..." આદિત્યે કહ્યું. રાહુલ ફરી આગળ જઈને કંઇક બોલવા જતો હતો પણ ત્યાં જ અનન્યા એ ઈશારામાં ન બોલવા માટે કહી દીધું. " આ લ્યો પેપર તમે અહીંયા સહી કરો...." વકીલ સાહેબે કહ્યું. આદિત્યે હાથમાં પેન લીધી અને સહી કરવા જતો હતો કે ત્યાં જ દરવાજેથી કાવ્યા એ રાડ પાડી. " એક મિનિટ આદિત્ય..." કાવ્યાને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો