સૂર્ય ઉગતાની સાથે જ અનન્યા આકાશને મળવા એના ઘરે જતી રહી. સમસ્યાનો હલ આખરે અનન્યાને મળી ચૂક્યો હતો. વહેલી સવારે અનન્યાને જોતા આકાશે કહ્યું. " અનન્યા આટલી સવારે તું અહીંયા? અને શું વાત છે તું પરેશાન દેખાઈ રહી છે?"
" આકાશ હું આ કંપનીને છોડવા માંગુ છું..."
" વોટ! આ તું શું બોલે છે અનન્યા? તારે આ કંપની છોડી દેવી છે? પણ કેમ?"
" આકાશ તને ખબર જ છે બે દિવસ પછી મારા આદિત્ય સાથે લગ્ન છે, ત્યાર બાદ મારે સાસરિયાની પણ જવાબદારી સંભાળવી પડશે અને ખાસ કરીને હું આદિત્ય સાથે વધુ ટાઇમ સ્પેન્ડ કરવા માંગુ છું...સો મારી પાસે કંપનીને દેવા માટે બિલકુલ સમય નહિ રહે...એટલે મેં ડીસીઝન લીધો છે કે હું આજથી આ કંપનીને છોડી દઈશ..."
" અચાનક તારો આ નિણર્ય મને વધુ વિચારવા માટે મજબૂર કરે છે..અનન્યા કંઈ બીજી વાત તો નથી ને...?"
અનન્યા એ મૂળ વાત છૂપાવી રાખી અને કહ્યું. " ના આકાશ બીજી કોઈ વાત નથી, ચલ મારે લગ્નની હજી ઘણી તૈયારીઓ કરવાની બાકી છે હું જાવ છું, અને હા અમુક ડોક્યુમેન્ટમાં મારે જે સિગ્નેચર કરવાની છે એ હું આજ સાંજે આવીને કરી જઈશ... ઓકે બાય આકાશ અને હા કામમાં ને કામમાં મારા લગ્નમાં આવવાનું ભૂલતો નહિ હોને...."
અનન્યા હસતા મુખે ત્યાંથી જતી રહી. જ્યારે આકાશ ત્યાં ઊભો કંઇક વિચારતો રહ્યો. અનન્યાના જતા જ કંપનીમાં જાણે હલચલ મચી ગઈ અને હલચલનો અંત ત્યારે આવ્યો જ્યારે આકાશે કંપનીનો પચાસ ટકા ભાગ પ્રિયાને આપવાનો નિર્ણય લીધો. આ રીતે પ્રિયા આકાશની બરોબર હિસ્સેદાર બની ગઈ.
આદિત્યની સાથે સાથે કાવ્યાના પણ લગ્ન ગોઠવી નાખવામાં આવ્યા. કાવ્યા પર છોકરો પસંદ કરવાનો કોઈ દબાવ ન હતો. જેથી કાવ્યા આ લગ્નથી ખૂબ ખુશ હતી. પરંતુ જો કોઈ ખુશ ન હતા તો એ હતા રમણીકભાઈ. અનન્યા એ કંપની છોડયાના સમાચાર મળતાં જ રમણીકભાઈ આ નિર્ણયથી ખૂબ દુખી થયા. પરંતુ આ વિષય પર રમણીકભાઈ એ અનન્યા સાથે કોઈ વાતચીત ન કરી. એ મનમાં એમ જ માનતા હતા કે અનન્યા એ આ નિણર્ય આદિત્યના કહેવાથી જ લીધો છે. આદિત્યના ચરિત્રની છાપ રમણિકભાઈની નજરે કઈક ખાસ સારી ન હતી.
અનન્યા અને આદિત્ય બન્ને સાથે મળીને લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. દિવસ થોડાક અને કામ વધુ પ્રમાણમાં હતું.
આદિત્યનો ફોન ચોવીસે કલાક કામ બાબતે શરૂ જ હતો. જ્યારે અનન્યા આદિત્યના કામમાં મદદ કરી રહી હતી. કામની વચ્ચે આદિત્યના ફોનમાં કોલેજના એક મિત્રનો ફોન આવ્યો. જેના હાલમાં જ નવા નવા લગ્ન થયા હતા. આદિત્ય એ મિત્ર સાથે પ્રાઇવેટ વાત કરવા માટે અનન્યાથી થોડે દૂર જતો રહ્યો. પંદર મિનિટ સુધી વાત કર્યા બાદ જ્યારે આદિત્ય અનન્યા પાસે આવ્યો ત્યારે આદિત્યનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો.
" શું થયું આદિત્ય?" અનન્યા એ ચિંતા દેખાડતા કહ્યું.
" તને ખબર છે આપણે બે દિવસ પહેલા એક મિત્રના લગ્નમાં ગયા હતા..."
" હા...તો શું થયું એને?"
" એને કાલે હનીમૂનમાં ખબર પડી કે એની વાઇફ વર્જિન નથી...!"
" શું વર્જિન નથી??"
" હા અનન્યા, કાર્તિક બિચારો ફોન પર રડતો હતો, એ પોતાની પત્નીને કેટલો પ્રેમ કરે છે અને બદલામાં મળ્યું શું નોન વર્જિન વાઇફ!"
" હોય શકે કોઈ બીજા કારણે એ છોકરીની વર્જીનીટી લુસ થઈ હોય...."
" ના અનન્યા, બીજા બધા તો ખાલી બહાના છે પોતાના અફેર છુપાવાના...કાર્તિકની જીંદગી તો બરબાદ થઈ ગઈ એ છોકરી સાથે લગ્ન કરીને..."
આદિત્ય એ છોકરીના ચરિત્ર વિશે ન કહેવાનું કહેવા લાગ્યો. અનન્યા ચૂપચાપ બેઠી આદિત્યના વિચારોને સાંભળી રહી હતી. આદિત્યે અંતમાં કહ્યું. " થેંક ગોડ...કે મારા કાર્તિક જેવા નસીબ નથી...અને આ બાબતે હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું કે મને વર્જિન વાઇફ મળી છે...આઈ લવ યુ અનન્યા..આઈ લવ યુ સો મચ...."
આ વિષય પર વાત કરવા માટે આદિત્ય પાસે ટાઇમ ન હતો અને અનન્યાને પણ ઘણું કામ કરવાનું બાકી હતું. જેથી બંને ફરી પોતાના લગ્નની તૈયારીઓમાં લાગી ગયા. આદિત્યના વિચારો સાંભળીને અનન્યાના હાથોમાં પરસેવો છુટવા લાગ્યો. મોં સુકાવા લાગ્યું. ભવિષ્યનો ડર એમને વર્તમાનમાં ડરાવી રહ્યો હતો. અનન્યાની સામે હવે એક નવી જ મુશ્કેલી એ જન્મ લઈ લીધો હતો. આ સમસ્યાના સમાધાન માટે અનન્યા પોતાની બેસ્ટ ફ્રેન્ડ કિંજલ પાસે આવી.
" મિન્સ કે તારો પતિ વર્જિન વાઇફ ચાહે છે..."
" હા..." પરેશાન અનન્યા એ કહ્યુ.
" અને તું વર્જિન છે નહિ..."
" હા એ જ તો સમસ્યા છે..."
" પણ તે વર્જીનીટી ક્યારે લુસ કરી?" કિંજલે તુરંત સવાલ કર્યો.
" કિંજલ, મારી પાસે મસ્તી કરવાનો બિલકુલ ટાઇમ નથી...તને ખબર જ છે મારી વર્જીનીટી કઈ રીતે લૂસ થઈ છે..."
" હા હા યાદ આવ્યું...પણ તું આ વિશે આદિત્ય સાથે ખુલ્લી રીતે વાત કેમ નથી કરી લેતી?"
" આદિત્ય સાથે આ વિષય પર વાત! અરે ના ના, હું ના કરી શકું...! એનો ચહેરો જોયો હતો તે કેટલો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો....વિચાર કર, એના મિત્રના વાઇફ પર એને આટલો ગુસ્સો આવ્યો તો જ્યારે એને મારી ખબર પડશે ત્યારે શું થશે??"
" તું વધારે પડતું વિચારે છે...., એવું કઈ નહિ થાય...આજના જમાનામાં તો કોઈ વર્જીનીટી જોતું જ નથી...બધાને ખબર જ હોય છે કે છોકરો હોય કે છોકરી લગ્ન પહેલા કોઈ સાથે શારીરિક સંબંધ બાંધતા વર્જીનીટી લુસ કરી દીધી હોય છે...અને તમે તો લવ મેરેજ કરવાના છો ને તો તો એ તારી વાત ડેફેનેટલી સમજશે..."
" અરે કિંજલ આ આદિત્ય આજના જમાનાની જેમ ઓપન માઇન્ડેડ નથી... એણે પોતાની ફર્સ્ટ ગર્લફ્રેન્ડને કિસ પણ નહોતી કરી! અને એનું છોડ અમારી વાત કરું તો અમારી સગાઈ થઈ હોવા છતાં પણ એણે મને આજ સુધી કિસ નથી કરી...તો વિચાર કર જ્યારે એને એ ખબર પડશે કે હું વર્જિન નથી તો એને કેટલું દુઃખ થશે યાર...."
" તો તું શું ઇચ્છે છે મારી પાસેથી કે હું આદિત્ય પાસે જઈને એને સમજાવું?"
" અરે ના કિંજલ, તું બસ આ સમસ્યાનો કોઈ રસ્તો શોધીને આપ...."
" વેરી ડિફિકલ્ટ...તારી આ સમસ્યા ખુબ જટિલ છે..."
કિંજલ અને અનન્યા બંને કોઈ આઈડિયા વિશે વિચાર કરવા લાગ્યા. થોડાક સમય બાદ કિંજલને એક આઈડિયા મગજમાં આવ્યો. તે અનન્યાથી થોડે દૂર ગઈ અને ફોનમાં કોઈ સાથે વાતચીત કરીને ફરી અનન્યા પાસે આવી અને કહ્યું.
" મારી પાસે એક આઈડિયા છે..."
" રિયલી! શું છે? જલ્દી બોલ...." અનન્યા આઈડિયા સાંભળવા માટે આતુર થઈ રહી હતી.
" વિચાર કરી લે આઈડિયા ખૂબ રિસ્કી છે...."
" અરે હું કોઈ પણ રિસ્ક લેવા તૈયાર છું બસ તું મને આ સમસ્યામાંથી બહાર નીકાળવામાં મદદ કર..."
" તો સાંભળ..." કિંજલે અનન્યાને પોતાનો આઈડિયા જણાવ્યો.
" ના ના....આ હું ન કરી શકું??" અનન્યા એ આઈડિયા સાંભળીને સીધી ના જ પાડી દીધી.
" તો ઠીક છે આપજે પછી તારા હસબન્ડને સુહાગરાતના દિવસે સરપ્રાઈઝ...."
અનન્યા પોતાના નખ ચાવવા લાગી. આ જોઈને કીંજલે કહ્યું.
" અનન્યા વધુ વિચાર ન કર, હું તને વિશ્વાસ આપુ છું કે તને કંઈ નહિ થાય, હું છું ને તારી સાથે...."
" તો ઠીક છે...મને તારો આઈડિયા મંજૂર છે..." આખરે અનન્યા એ આઈડિયાનો સ્વીકાર કરી લીધો.
શું કિંજલનો આઈડિયા સફળ થશે? કે આદિત્ય અને અનન્યા વચ્ચે એક નવી જ મુશ્કેલી ઊભી થઈ જશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ