આદિત્ય પોતાના કલાઈન્ટ સાથે મીટીંગમાં વ્યસ્ત હતો. મિટિંગ બે કલાક સુધી ચાલી. ત્યાં સુધી અનન્યા પગ પછાડતી પરેશાન થઈ રહી હતી. એમની બાજુમાં બેઠેલા અમુક છોકરાઓ નોકરી માટે જ ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા. અનન્યાથી વધુ ન રહેવાયું એટલે તે સીધી રિસેપ્શનિસ્ટ પાસે પહોંચી.
" ઇસ કયુઝમી.."
" યસ મેમ હાવ કેન આઈ હેલ્પ યુ?"
" તમે કહી શકશો આદિત્ય સરની મિટિંગ ક્યારે પૂર્ણ થશે?"
" બસ હમણાં પાંચ જ મિનિટમાં પૂરી થઈ જશે પણ તમે ક્યાં કામથી આદિત્ય સરને મળવા આવ્યા છો?"
" નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા આવી છું..અહીંયા એક પોસ્ટ ખાલી છે ને.."
" હા એક પોસ્ટ ખાલી થઈ છે પણ એ પોસ્ટ પર ઓનલી બોયઝ જ અલાઉ છે..અને એમ પણ અહીંયા એક પણ એવી પોસ્ટ નથી જ્યાં ગર્લ્સ કામ કરતી હોય કે ગર્લ્સ કામ કરવાની હોય..."
" એ હું બોસ સાથે વાત કરી લઈશ બસ તમે મને ઓફિસમાં જવાનો રસ્તો બતાવી દેજો.."
અનન્યાને જોઈને રિસેપ્શનિસ્ટ એમના પર ફિદા થઈ ગયો. આટલા સમયથી સવારથી રાત સુધી કામ કરતો એ માત્ર બોયઝને જોઈ રહ્યો હતો પરંતુ આજે આટલી સુંદર સ્ત્રીને જોઈને એમનું મન આકર્ષાઈ ગયું. જેના લીધે તેમણે વિચાર કર્યો કે જેટલો પણ સમય અનન્યા એની સામે બેસસે એટલો સમય એ એમને તાકી શકશે. આવા વિચાર સાથે તેમણે અનન્યાને રાહ જોવા માટે બેસાડી રાખી.
આદિત્ય એ મિટિંગ પૂર્ણ કરી અને એક પછી એક ઇન્ટરવ્યૂ લેવાના શરૂ કર્યા. આદિત્ય કામ બાબતે હંમેશા પરફેક્શન માંગતો. જો એમને યોગ્ય લાગે તો જ એ પોસ્ટ પર કોઈની ભરતી કરતો.
બહાર રિસેપ્શનિસ્ટ એક પછી એક કેન્ડિડેટને અંદર ઓફીસે મોકલતો રહ્યો. થોડાક જ સમયમાં બધા ફેલ થઈને ઉદાસ ચહેરે બહાર આવવા લાગ્યા. આ જોઈને અનન્યાને આદિત્યને મળવાની વધુ તાલાવેલી લાગી.
બધા કેન્ડિડેટ પૂરા થતા આદિત્યે રિસેપ્શનિસ્ટ સાથે ફોન પર વાત કરતા કહ્યું. " હવે કોઈ છે બાકી?"
" નો સર, પણ એક ગર્લ કેટલા સમયથી અહીંયા તમારી રાહ જોઈને બેઠી છે.."
" ગર્લ ? એ પણ મારી ઓફીસે? તે કીધું નહિ એમને કે અહીંયા ગર્લ્સ અલાઉ નથી!"
" સર ઘણી વખત મેં જણાવ્યું પણ એ કહે છે કે હું આદિત્ય સરને નહિ મળું ત્યાં સુધી હું અહીંયાથી નહિ જાવ, એ જીદ પર અડીને બેઠી છે સર.."
આદિત્ય એ કેમેરામાં એ છોકરીને જોઈ અને કહ્યું, " એક કામ કર એમને મારી ઓફીસની અંદર મોકલ.."
" ઓકે સર..."
રિસેપ્શનિસ્ટે અનન્યાને ઑફિસની અંદર જવાનો રસ્તો બતાવ્યો. અનન્યા ખુશીથી ઉછલી પડી. એ પોતાના કપડા અને વાળને ઠીક કરતી ઓફીસે પહોંચી.
" મે આઈ કમ ઈન સર?" બહાર ઊભી અનન્યા એ અંદર આવવાની રજા માંગી.
" યસ કમ કમ..." આદિત્ય ચેરને આમ તેમ ફેરવતો બોલ્યો.
" ઠેંક યુ સર..." કહીને અનન્યા સામેની ખુરશી પર બેસી.
પોતાના ડોક્યુમેન્ટ આપતા અનન્યા પોતાનો પરિચય આપવા જતી જ હતી કે આદિત્ય એ એમને રોકીને કહ્યું. " ઇન્ટ્રોડક્શનની કોઈ આવશ્યકતા નથી! તમારું નામ, સરનામુ બઘું આ ડોક્યુમેન્ટસમાં છે ને! બસ તો પછી તમે શાંતિથી બેસો.., ઠંડુ લેશો તમે?"
અનન્યા જવાબ આપવાના બદલે એમની આંખો ફાટીને બહાર આવી ગઈ. અચાનક આટલી રિસ્પેક્ટની અનન્યાને આદત ન હતી. અનન્યા જવાબમાં ન ના કહી શકી કે એમનાથી હા પડાઈ.
" તમે તો ના જ પાડશો..હું બે ફાલુદા ઓર્ડર કરી જ દવ છું...'
આદિત્ય હસતા ચહેરે ફોન ઉપર બે ફાલુદાનો ઓર્ડર લખાવ્યો.
" ચાલો તો કામની વાત કરીએ.." આદિત્ય એક પછી એક ડોક્યુમેન્ટસ જોવા લાગ્યો. " અનુષ્કા શર્મા! ઓહ! માય મિસ્ટેક, અનન્યા શર્મા નાઈસ નેમ..., એકચ્યુલી મેં હમણાં જ અનુષ્કા શર્માનું મૂવી જોયું હતું તો એ નામ મનમાં રહી ગયું..તમને અનુષ્કા શર્મા પસંદ છે?"
નોકરી માટે આવેલી અનન્યા ચોંકી ઉઠી. ' કોઈ ઇન્ટરવ્યૂમાં આવા સવાલ કરતું હશે?' આવા સવાલ તો કોઈ છોકરો છોકરી જોવા ગયો હોય ત્યારે કરે..,આ આદિત્ય તો અજીબ છોકરો છે!.' મનમાં વાતચીત કરતી અનન્યાનું મૌન તોડતા આદિત્ય બોલ્યો. " ક્યાં ખોવાઈ ગયા અનન્યા જી.."
" કંઈ નહિ..." અનન્યા એ ના માં માથુ હલાવતા કહ્યું
"તમે BBA કરેલું છે?"
" યસ સર..."
" ગ્રેટ...તમારા ડોક્યુમેન્ટ્સ તો યોગ્ય છે, પણ એક મિનિટ આ શું?"
" શું થયું સર?" અનન્યા પણ આદિત્યની સાથે ચોંકી.
" તમારા આધાર કાર્ડમાં તો મિસ્ટેક છે!"
" વોટ! ન હોય સર..એક મિનિટ હું જોઈ શકું?"
" હા આ લ્યો..જોવો આમા તો મિસ્ટેક છે!"
અનન્યા આધાર કાર્ડને આગળ પાછળ બંને બાજુથી ચેક કરવા લાગી. મૂંઝવણમાં મુકાયેલી અનન્યા બોલી. " નો સર, મને તો ક્યાંય મિસ્ટેક નહિ દેખાઈ.."
" અરે છે ધ્યાનથી જોવો...જન્મતારીખની નીચે ફિમેલ લખેલું છે.."
" હા તો હું ફીમેલ છું તો ફિમેલ જ લખેલું હોય ને!"
" એ જ ને તમે ફિમેલ છો મીન્સ કે તમે ગર્લ છો અને અહીંયા સાફ સાફ શબ્દોમાં બોર્ડમાં લખેલું છે કે નો ગર્લ્સ અલાઉડ!..તો એનો મતલબ એમ કે તમને કાં તો વાચતા નથી આવડતું કાં પછી તમારા આધાર કાર્ડમાં ભૂલ છે..તમે જોબ માટે યોગ્ય છો એમાં કોઈ શંકાનું સ્થાન નથી! બસ તમે એક કામ કરો આધાર કાર્ડમાં ફિમેલની જગ્યાએ મેલ કરી નાખો એટલે જોબ તમારી પાક્કી!"
અનન્યા આદિત્યના કહેવાનો અર્થ સમજી ગઈ. તે ખુરશી પરથી ઉભી થઇ અને ગુસ્સામાં બોલી. " તમે કહેવા શું માંગો છો? જોબ ખાલી પુરુષ જ કરી શકે, સ્ત્રી નહિ!, હું જોબ માટે બીજા કેન્ડિડેટ કરતા વધારે યોગ્યતા ધરાવું છું..પણ તમારે તો ઓનલિ બોયઝને જ જોબ પર રાખવા છે! તમે એક પુરુષની જાતિ ઉપર કલંક છો કલંક..! તમારું અભિમાન ઠીક નથી..આદિત્ય ખન્ના.."
આદિત્ય ખુરશી પરથી ઊભો થયો અને ઠંડા સ્વરે બોલ્યો.
" મેડમ મને સ્ત્રી જાત સાથે કોઈ દુશ્મની નથી! હું એમની રિસ્પેક્ટ કરું છું...એટલે જ મેં પહેલા જ ઓફીસની બહાર અને અંદર બોર્ડ લગાવી રાખ્યા છે કે આ ઑફિસમાં ગર્લ્સ અલાઉ નથી! પણ તમારી સ્ત્રી શક્તિ ન જાણે કેમ રૂલ્સને માનવા તૈયાર જ નથી!.. ઇટ્સ માય ચોઇસ.. હું ચાહું એમ મારી કંપની ચલાવી શકું અને હું ચાહું એમને નોકરી પર રાખી શકું.."
આટલી જ વારમાં બે ફાલુદા લઈને એક વ્યક્તિ ઓફીસે પહોચ્યો. ટેબલ પર ફાલુદાના ગ્લાસ રાખી એ ત્યાંથી નીકળી ગયો. ફાલુદાના ગ્લાસને અનન્યા સામે ધરતા આદિત્ય બોલ્યો.
" મેમ આ લ્યો ઠંડુ પીવો, મગજ શાંત પણ થશે અને ફાલુદા સાથે મારી વાત તમારા ગળે પણ ઉતરી જશે.."
અનન્યા બંને હાથની મુઠ્ઠી વાળી દાંત ભીંસી રહી હતી. તેણે બધા ડોક્યુમેન્ટસ પોતાના બેગમાં ભર્યા અને ઑફિસથી બહાર જતા બોલી. " આદિત્ય ખન્ના મારી એક વાત ખાસ યાદ રાખજો હું આ જ કંપનીમાં નોકરી પણ કરીશ અને મારી સાથે અન્ય છોકરીઓને પણ નોકરી કરાવીશ અને હા આ જે તમે જગ્યાએ જગ્યાએ નો ગર્લ્સ અલાઉડના બોર્ડ મારી રાખ્યા છે ને! એને પણ હું તમારા હાથે જ ઉતાર ડાવીશ.."
આદિત્ય અનન્યાને જતા જોઈ જ રહ્યો અને બોલ્યો.
" તું ચાહે એ કરી લે અનન્યા શર્મા, મારી કંપનીના રૂલ્સ તો ક્યારેય નહી બદલે..આ આદિત્ય ખન્નાની તને ચેલેન્જ છે.."
ક્રમશઃ