No Girls Allowed - 26 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 26



" વન ટુ થ્રી એન્ડ એક્શન.." આદિત્યે એડની શૂટિંગ શરૂ કરી દીધી. શરૂઆતમાં માત્ર સંજય પર જ કેમેરો ફોકસ કરવામાં આવ્યો. એડ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ અનન્યા પણ સંજય સાથે એડમાં જોડાઈ ગઈ. ધીરે ધીરે એડ આગળ વધવા લાગી. અને દિવસના અંત સુધીમાં એડનું પૂર્ણ શૂટિંગ થઈ ગયું.

ધાર્યા કરતા પણ એડ ખૂબ સારી રીતે શૂટ થઈ હતી. આદિત્યને પહેલી વાર કોઈ એડને શૂટ કરવામાં મઝા આવી હતી. ડિનર લેવા બધા એક હોટલમાં પહોંચ્યા અને બધાએ સાથે મળીને સ્પેશિયલ ડિનરનો આનંદ લીધો અને પછી મનાલીની હોટલ તરફ નીકળી પડ્યા.

બેડ ઉપર પડતાં જ આદિત્યે હાશકારો અનુભવતો બોલ્યો. " આફ્ટર ઓલ એક કામ તો પૂરું થઈ ગયું..."

નાઈટ ડ્રેસ ચેન્જ કરીને આવેલ અનન્યા બોલી. " તો હવે કાલનો શું પ્લાન છે?"

" કાલ હજી એક એડની શૂટિંગ કરવાની છે, એમ્પ્લોયર સાથે મીટીંગ અટેન્ડ કરવાની છે...એના પછી એક રિપોર્ટ પણ રેડી કરવાનો છે..." આદિત્યની દિવસ રાત મહેનત જોઈને અનન્યા એમની પાસે બેસી અને એના હાથ પગ કસરવા લાગી.

" આ શું કરે છે?" હાથ લેતા આદિત્ય બોલ્યો.

" અરે નાટક બંધ કર, મને તારા હાથ કસરવા દે..."

" અનન્યા, હું માનું છું આપણે એક ફ્રેન્ડ છીએ પણ હું તારી પાસેથી આ પ્રકારે કોઈ સેવા કરાવું એ યોગ્ય નથી..."

" મારી વાત સાંભળ, પત્ની પોતાના પતિની ચિંતા કરે, એમની કેર કરે એ કોઈ સેવા નથી પણ એમનું કર્તવ્ય છે..જેવી રીતે પતિ પત્નીને પ્રેમ કરે, એમને વહાલ કરે, એમની બધી જરૂરિયાતો પૂરી કરે એ પતિનું કર્તવ્ય છે..બસ એવી જ રીતે હું જે કરું છું એ સેવા નહિ પણ મારું કર્તવ્ય છે.. તમે જે મારા માટે કર્યું એના બદલામાં હું આટલું તો કરી જ શકું ને.."

અનન્યા ફરી આદિત્યના પગ કસરવા એમની નજદીક ગઈ. આદિત્ય ફરી દૂર થયો અને બોલ્યો. " અનન્યા તારી ફ્રેંડશિપ મેં સ્વીકાર કરી એ માત્ર એટલા માટે કે મેં તારી સાથે શરત લગાવી છે કે હું સ્ત્રીને સમજવા માંગુ છું...એને જાણવા માંગુ છું પરંતુ એના બદલામાં જો મારે તારી એટલી નજદીક આવવું પડશે તો મને આ શરત મંજૂર નથી...."

" તમને ખબર છે તમારી પ્રોબ્લેમ શું છે? તમે સ્ત્રીની નજદીક આવતા ડરો છો.. કારણ એ નથી કે તમને સ્ત્રીની જાત સાથે કોઈ ખાસ દુશ્મની છે કારણ એ છે કે તમને સ્ત્રી સાથે એક થવામાં ડર લાગે છે...એની સાથે સબંધ બાંધતા તમે ડરો છો...અને મને તો એવું લાગે છે કે તમે સ્ત્રી સાથે જોડાયા પછી એનાથી દૂર થવાથી જે પીડા અનુભવાય છે ને એનાથી તમે ડરો છો...."

આદિત્ય આ હકીકત પચાવી શક્યો નહિ. આટલા વર્ષોથી જે રીતે એ સ્ત્રીથી દુર ભાગી રહ્યો હતો. ત્યાં અચાનક જ એક છોકરી એ માત્ર એક દિવસમાં જ એની અંદર રહેલી પીડાને ઓળખી ગઈ હતી. આદિત્યે જે વાત વર્ષોથી પોતાની અંદર દબાવી રાખી હતી એ વાત આજે એની સામે એક સ્ત્રી એ જ બહાર લાવી દીધી હતી.

આદિત્યનું પુરુષત્વ જાગૃત થઈ ઉઠ્યું. તેણે બે કદમ અનન્યા આગળ વધાર્યા અને બોલ્યો. " તારી પાસે માત્ર બે દિવસ છે....મારી અંદર રહેલી પીડાને તો તું એક દિવસમાં ઓળખી ગઈ પણ હું ચેલેન્જ આપુ છું કે તું મારી અંદર રહેલી સ્ત્રી પ્રત્યેની લાગણીને ક્યારેય નહી બદલી શકે...સમજી અનન્યા શર્મા...."

આદિત્ય આગળ વાત કરવામાં મંજૂર ન થયો અને અનન્યાને પણ આગળ વાત કરવામાં કોઈ દિચસ્લપી ન રહી. બંને એકબીજાની વિરૂદ્ધ દિશામાં સૂઈ ગયા.


સવારના સૂર્ય ઉગતાની સાથે જ આદિત્ય ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. તેમનું દરેક કામ લેપટોપમાં જ થવાનું હોવાથી તેમણે હોટલમાં જ રહેવાનો નિર્ણય કર્યો. પરંતુ અનન્યા હોટલમાં બેસી રહેવા નહોતી ઈચ્છતી. તેણે આદિત્ય પાસે કારની ચાવી માંગી. બંને વચ્ચે થયેલા રાતના જઘડાની અસર હજી એમના ચહેરાઓ ઉપર વર્તાઈ રહી હતી. અનન્યાને એકલી મનાલીમાં ફરવા જવા માટે મોકલવી આદિત્યને યોગ્ય ન લાગ્યું. તેણે દક્ષિતને બોલાવીને કહ્યું.
" દક્ષિત, એક કામ કર તું અનન્યા મેમ સાથે જા...અને જોજે એને સફરમાં કોઈ મુશ્કેલી ન પડે ઓકે?"

અનન્યા થોડેક દૂરથી જ સાંભળી ગઈ અને ગુસ્સામાં આવીને બોલી. " મારે કોઈની જરૂર નથી...હું એકલી જ રસ્તો શોધી લઈશ...દક્ષિત, ગાડીની ચાવી લાવ..."

" પણ મેડમ..." દક્ષિત પાસેથી અનન્યા એ ચાવી છીનવી લીધી. દક્ષિતે એક નજર આદિત્ય સામે કરી અને આદિત્યે એમને એકલી જવા દેવા માટે કહી દીધું.

ગાડીને સ્ટાર્ટ કરીને અનન્યા મનાલીથી 19 કિલોમીટર દૂર આવેલ વશિષ્ટ ગામ તરફ જવા નીકળી પડી. અનન્યાના જતાં જ આદિત્ય પોતાના કામમાં મશગુલ થઈ ગયો.


" એ પોતાની જાતને સમજે છે શું? હું એકલી સફર નહિ કરી શકું એમ? હું આજના જમાનાની સ્ત્રી છું..મારે કોઈના સાથની કોઈ જરૂરત નથી..." બક બક કરતી અનન્યાની ગાડી આગળ ઊભેલી એક કાર સાથે થોડીક અથડાઈ ગઈ. અનન્યા એ જોરથી બ્રેક મારીને ગાડી રોકી દીધી.

કારમાંથી બહાર આવીને એક અંકલ ગુસ્સામાં જોરથી બોલ્યા. " કોણે મારી ગાડીને ટક્કર મારી? કોણ છે? બહાર આવ..."

અંકલના અવાજથી આસપાસ સારી એવી ભીડ પણ જમા થઈ ગઈ. અનન્યા શરમ અનુભવતી ગાડીમાંથી બહાર આવી અને કહ્યું. " આઈ એમ સોરી અંકલ.....આઈ એમ રીયલી સોરી.."

"અંગ્રેજી છોરી...! તારું અંગ્રેજી તારી પાસે જ રાખ...તારું ઇંગ્લિશ બિંગ્લિશ અહીંયા નહિ ચાલે..સમજી.."

અંકલ અનન્યાને કોઈ ફિરંગી છોકરી સમજી બેઠા. અનન્યા એમની ગલતફહેમી દૂર કરતા બોલી. " અંકલ, હું ગુજરાતી છોકરી છું....."

અંકલ પોતાના ચશ્મા ઠીક કરીને અનન્યાને બરોબર જોવાનો પ્રયાસ કરવા લાગ્યા. છતાં પણ સ્પષ્ટ ન દેખાતા અંકલ ફરી બોલ્યા. " મને બેવકૂફ સમજે છે તું! , રૂક હમણાં પોલીસને બોલાવું છું..."

" અરે અંકલ...હું સાચે જ ગુજરાતી છું...જોવો મારી પાસે ખમણ છે, ઢોકળા છે, ખાંડવી છે...અને થેપલા પણ છે..." ગાડીમાંથી નાસ્તાનો ડબ્બો ખોલીને અનન્યા એ કહ્યું. પરંતુ અંકલની નજર કમજોર હોવાથી એ સ્પષ્ટ રીતે જોઈ શક્યા નહિ. અંકલ આગળ કંઇ બોલવા જાય એ પહેલા જ એક યુવક અંકલને સંભાળતા બોલ્યો. " પિતાજી તમે ગાડીની અંદર બેસો હું વાત કરી લવ છું..."

" હમમ..સમજાવી દે જે આ છોરીને..."

" હું સમજાવી દઈશ તમે જાવ અને આરામથી ગાડીમાં બેસો..."

અંકલના જતા જ એ યુવક બોલ્યો. " સોરી મારા પિતાજીની નજર થોડીક કમજોર છે એટલે..."

" ના ના...આઈ એમ સોરી...ભૂલ તો મારી હતી કે મારે ગાડી ચલાવવામાં ધ્યાન રાખવું જોઈએ..." અનન્યા એ નમ્રતાથી કહ્યું.

" તમે વશિષ્ટ ગામ તરફ જાવ છો?" થોડાક સમયના વિરામ બાદ યુવકે પૂછ્યું.

" જી..."

" એ પણ એકલા?"

" હા, હું સોલો ટ્રીપ કરવા નીકળી છું..." અનન્યા એ સત્ય છુપાવતા કહ્યું.

" નાઈસ....ઍન્ડ...તમે ફરવા માટે સરસ ગામ પસંદ કર્યું છે.. અમે હમણાં જ ત્યાંથી નીકળ્યા છીએ..."

"ઓકે....સો..કેન આઈ લીવ...?"

" ઓહ! આઈ એમ સોરી...યુ કેન ગો...ઍન્ડ હેપી જર્ની...."

અનન્યા કારમાં બેસી અને પોતાના સફર તરફ ફરી નીકળી પડી. યુવક એને દૂર સુધી જતા જોઈ જ રહ્યો.

ક્રમશઃ




























બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED