નો ગર્લ્સ અલાઉડ - ભાગ 38 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 38


આદિત્યને કવિતાની વાત યોગ્ય લાગી. કારણ કે એ ખુદ પણ જાણતો હતો કે એ પરિવારને ઓછો અને કવિતાને વધુ સમય આપતો હતો.

" અને ત્યાર પછી જ્યારે મને એ સમાચાર મળ્યા કે તારા પિતાજીનું અવસાન થઈ ગયું છે અને એ સમયે પણ તું મારી સાથે જ હતો! જ્યારે એ સમય તારે ત્યાં હોવું જોઈએ..તો બસ પછી મેં નિણર્ય લઈ લીધો કે હું તને છોડી દઈશ..મને ખબર હતી કે તું મને નફરત કરીશ...પણ આ નફરતથી જો તું તારા કરિયરમાં આગળ વધતો હોય, તું ફરી તારા પરિવારનું ધ્યાન રાખતો હોય તો મને આ તારી નફરત પણ સ્વીકાર છે...અને આજે પણ હું તારા નફરતને પ્રેમ સમજીને જીવું છું આદિત્ય..."

કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. આદિત્ય પણ કવિતાનું કારણ સમજવા લાગ્યો. મજબૂરી કહો કે ત્યાગ પણ કવિતા એ જે કર્યું એ કોઈ સ્ત્રી જ કરી શકે છે. આદિત્ય ભીની આંખો એ બોલ્યો. " કવિતા...આઈ એમ સો સોરી.... હું તને આટલા વર્ષોથી ગલત નજરેથી જોતો હતો...પણ મને આજે સમજાયું કે તે જે કર્યું એ મારા ભલાઈ માટે કર્યું અને આજે જે મેં જીવનમાં થોડું ઘણું હાસિલ પણ કર્યું છે ને એ તારા લીધે છે....સો થેન્ક્યુ સો મચ કવિતા....આજે મારી આંખો ઉઘડી...અને મને સમજાયું કે સ્ત્રી ખરેખર ત્યાગનું પ્રતીક છે..."

થોડીવારમાં ફ્રૂટ જ્યુસ આવતા સૌ એ મનમૂકીને જ્યુસનો આનંદ માણ્યો. થોડીઘણી બીજી વાતો કરતા આદિત્ય અનન્યા અને કાવ્યા સાથે ફરી સુરત તરફ નીકળી ગયા. આદિત્યના મનનો બોજો જાણે એકદમ હળવો થઈ ગઈ હતો. આદિત્ય જાણે આકાશમાં પાંખ વિના ઉડી રહ્યો હોય એવું કાવ્યા અને અનન્યાને લાગી રહ્યું હતું. કાર ચલાવતા આદિત્યે ટેપ રેકોર્ડર શરૂ કર્યું. સેડ સોંગને ગોળી મારીને આદિત્યે હેપી ઍન્ડ ડાન્સ સોંગ વગાડવાના શરૂ કર્યા. આદિત્યને આટલો ખુશ કાવ્યા એ આ પહેલા ક્યારેય નહતો જોયો.

" ભાઈ...તમને થઈ શું ગયું છે??" કાવ્યા એ સવાલ કરતા કહ્યું.

" કાવ્યા, તું મારી ફિલિંગને નહિ સમજી શકે....મને આજે પસ્તાવામાં પણ એક પ્રકારની ખુશી મળી રહી છે...." કાર તેજ ગતિએ ચલાવતા આદિત્યે કહ્યું.

" કેમ ખુશી? હું કઈ સમજી નહિ.."

" જો કાવ્યા, હું કવિતાને એમ સમજતો હતો કે એણે મારી સાથે દગો કર્યો છે.. એ બેવફા છે..જેના લીધે હું એને નફરત કરતો હતો પણ આજે જ્યારે મને હકીકતની જાણ થઈ ત્યારે સમજાયું કે એ પણ મને કેટલી પ્રેમ કરતી હતી... એણે મારા માટે મારી આટલા વર્ષોની નફરત સહન કરી..એટલે હું આજે બોવ ખુશ છું.... હેય અનન્યા એક કામ કરીએ આજે આપણે ફરવા જઈએ તો...રાતે બહાર જ રેસ્ટોરન્ટમાં ડિનર પણ કરી લઈશું...."

આદિત્યને એટલો હરખાતો જોઈને અનન્યા ના ન પાડી શકી અને ખુશી ખુશી એણે હા કહ્યું.

ફરવાલાયક સ્થળો એ ફર્યા બાદ રાતે રેસ્ટોરન્ટમાં ડિનર કરવા સૌ ભેગા થયા. કાવ્યા વોશરૂમ કરવા બહાર ગઈ ત્યારે સમય જોઈને આદિત્યે કહ્યું. " અનન્યા... થેન્ક્યુ સો મચ..."

" ફોર વોટ?"

" તે મને કવિતા સાથે મળવા માટે ન કહ્યું હોત તો કદાચ મને હકીકતની જાણ જ ન થાત અને હું જીવન ભર કવિતાને કોસતો રેત..."

" થેન્ક્યુ તો તમારે ખુદને કહેવું જોઈએ, કે તમે શરત હાર્યા. એટલે મેં જે કહ્યું એ તમારે કરવું પડ્યું.."

" એ જે હોય એ...પણ તારો આભાર જેટલો માનું એટલો ઓછો છે..."

" બસ બસ..હવે આનાથી વધારે તારીફ સાંભળવાની મારી કેપેસિટી નથી..." અનન્યા એ હસતા મુખે કહ્યું.

બન્નેને હસતા હસતા વાતો કરતા જોઈ કાવ્યા એ આવીને કહ્યું. " શું બંને વચ્ચે હસી મઝાક ચાલી રહી છે જરા મને પણ જણાવો..."

" અરે કઈ નહિ એ તો બસ...." અનન્યા એ એટલું કહ્યું ત્યાં એનો ફોન વાઈબ્રેટ થયો. ફોન એકતાનો હતો. અનન્યા એ ફોન ઉપાડ્યો અને એની સાથે જોબ વિશે વાત કરવા લાગી. અનન્યા જોબ શોધવાની ભરપુર પ્રયાસ કરી ચૂકી હતી પરંતુ એકતા માટે જોબ ન જ મળી. અનન્યાને પરેશાન થતાં જોઈ આદિત્યે કહ્યું. " અનન્યા એક કામ કર..એકતા અને એ બીજી બે ગર્લ્સને બાયોડેટા સાથે કાલ સવારે દસ વાગ્યે મારી ઓફીસે આવવા માટે કહી દે..અને હા ખાસ પેંડાનું બોક્સ લાવવાનું ન ભૂલે..."

" રીયલી! આદિત્ય!!" અનન્યા એ આશ્ચર્ય સાથે કહ્યું.

" હા હા...કાલથી નો ગર્લ્સ અલાઉનો રૂલ બંધ..."

" થેન્ક્યુ સો મચ આદિત્ય....." અનન્યા એ એટલું ઉંચા અવાજે કહ્યું કે આસપાસના લોકો એને જોવા લાગ્યા. અનન્યા એ ઈશારામાં સોરી કહ્યું અને ઊભી થઈને એકતા સાથે વાત કરવા બહાર જતી રહી. આદિત્ય જાણે સાવ બદલાઈ ગયો હતો. કાવ્યાને જાણે કોલેજ સમયનો આદિત્ય દેખાઈ રહ્યો હતો. આદિત્યની નજર હજી પણ અનન્યા પર જ ટકેલી હતી. કાવ્યા એ કોણી મારતા કહ્યું. " શું જોવો છો?"

આદિત્ય હોશમાં આવ્યો અને આસપાસ નજર ફેરવતા કહ્યું. " આ વેઈટરને શોધું છું... સાલો ઓર્ડર લઈને ગયો છે પણ અડધી કલાકથી આવ્યો જ નહિ...અહીંયા કેટલી ભૂખ લાગી છે ખબર પડે છે કે નહિ એને..."

ભાઈને જૂઠું બોલતા પણ નથી આવડતું..." કાવ્યા એ મનમાં સ્મિત સાથે કહ્યું.

આગળની વહેલી સવારે આદિત્યે ઓફિસના ખૂણે ખૂણેથી નો ગર્લ્સ અલાઉના બોડીયા કઢાવી નાખ્યા. ઓફિસના કર્મચારીઓ જાણે આંખ ફાડીને જોતા જ રહ્યા. દસ વાગ્યે એકતા અને એની સાથે અન્ય બીજી બે ગર્લ્સ પણ ઇન્ટરવ્યૂ માટે આવી હતી. આદિત્યે ખૂબ નમ્રતાપૂર્વક એમનું સ્વાગત કર્યું. એકતા એ ધીમા અવાજે પોતાની ફ્રેન્ડને કહ્યું. " બોસનો આવો સ્વભાવ તો મેં પહેલી વાર જોયો..."

" હા યાર સાચું કહ્યું..આટલો વિનમ્ર સ્વભાવ તો અમારા પણ નથી..." એકતાની બીજી ફ્રેન્ડ બોલી.

આદિત્યે સૌ પ્રથમ એકતાને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. એમનો બાયોડેટા જોઈને ઇમ્પ્રેસ થયા બાદ આદિત્યે અમુક વર્ક રિલેટેડ સવાલો કર્યા. આદિત્ય પાસે કંપનીમાં ખાલી પોસ્ટ ન હતી પરંતુ દિલ્હી થયેલી એક મિટિંગમાં એક પ્રોજેક્ટ માટે અમુક કર્મચારીઓની જરૂર હતી. જેના માટે એકતા જેવી હોનહાર ગર્લ્સની આવશ્યક્તા હતી. એકતાની સાથે સાથે અન્ય બીજી બે ગર્લ્સનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. ઇન્ટરવ્યૂ લીધા બાદ એ જ સમયે આદિત્યે એમને જોબ પર રાખવાનો નિણર્ય લઈ લીધો. જોબ મળ્યાની ખુશી એકતા એ સૌ પ્રથમ અનન્યા સાથે વહેંચી. અનન્યા એ હાશકારો અનુભવ્યો. અનન્યા એ તુરંત આદિત્યને આભાર માટે ફોન કર્યો પરંતુ આભાર માટે કરેલો ફોન એક કલાક સુધી નિરંતર ચાલ્યો. આ ફોન દરમીયાન અનન્યા છ મહિનાનો હિસાબ મેળવી રહી હતી. આકાશ પોતાના કર્મચારીઓને જરૂરી કામ સમજાવી રહ્યો હતો. મેજિક કંપનીની સોડા ધીરે ધીરે દરેક રાજ્યોમાં ફેલાવા લાગી. જેના લીધે સોડાની સેલ્સ પણ તેજ ગતિએ વધવા લાગી. અનન્યા અને આકાશ નફાની રકમ સરખા ભાગે વહેંચતા હતા. આ વાત પ્રિયાને જાણ થતાં તેણે આકાશના કાન ભંભેરવાના શરૂ કર્યા. મનાલીથી આવ્યા બાદ અનન્યાનું ધ્યાન કંપનીમાં ઓછું રહેવા લાગ્યું હતું. જે આકાશે પણ ખાસ નોટિસ કર્યું. પરંતુ આકાશને કોઈ સમસ્યા નહોતી પરંતુ પ્રિયાને આ વાત ખૂબ ખટકવા લાગી. એમનો ઉદ્દેશ્ય હવે અનન્યાને કંપનીમાંથી હંમેશા માટે બહાર કાઢી નાખવાનો હતો.

ક્રમશઃ