નો ગર્લ્સ અલાઉડ - ભાગ 6 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 6



અનન્યા સવારના દસ વાગ્યે જ ઘરની નજીકની લાઇબ્રેરી એ પહોંચી ગઈ. લાયબ્રેરીમાં ઘણા લાંબા સમય બાદ આવી હોવાથી એમના માટે આ એક અજાણ્યું સ્થળ બની ગયું હતું. લોકોનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ જોઈને અનન્યા આશ્ચર્ય પામી! તેણે લોકો સાથે થોડી દૂરી બનાવીને કંઇક સારી પુસ્તક શોધવાની શરૂ કરી. અલગ અલગ વિભાગના અલગ અલગ પુસ્તકો જોઈને અનન્યાનું મન વધુ ચકરાવે ચડ્યું. " કયું પુસ્તક વાંચું? મને તો કઈ સમજાતું જ નથી.." પુસ્તકના ટાઇટલને વાંચીને અનન્યા વારંવાર પુસ્તકને એમની જ જગ્યાએ ફરી મૂકી દેતી હતી. થોડાક સમયની શોધખોળ બાદ એક પુસ્તક અનન્યાને ધ્યાનમાં આવ્યું. " હાઉ ટુ મુવ ઓન.."

રાહુલ સાથેના સંબંધ પર પૂર્ણવિરામ લાગ્યા બાદ પણ અનન્યા રાહુલને સંપૂર્ણ ભૂલી શકી નહોતી. તેથી જ અનન્યા હવે પુસ્તકોનો સહારો લઇ રાહુલને ભુલાવવા ઈચ્છતી હતી.
પુસ્તકના શરૂઆતમાં લેખક વિશે માહિતી આપી હતી. જે હંમેશાની જેમ અનન્યા એ ઇગનોર કરી અને મુખ્ય પૃષ્ઠ પર આવી. ચેપ્ટર સાથે દરેક પ્રકરણની માહિતી આપી વાંચી.

" ચેપ્ટર 1. વોટ ઈઝ લવ?" પ્રથમ ચેપ્ટર અનન્યા ખૂબ ઘ્યાનપૂર્વક વાંચવા લાગી.

' પ્રેમ શું છે? કોઈ પહેલી નજરમાં જ ગમવા લાગે શું એ પ્રેમ છે? કે ન જોયેલો કોઈ વ્યક્તિના માત્ર આસપાસ હોવાના અહેસાસથી દિલ જોરોથી ધડકવા લાગે એ પ્રેમ છે? કે કોઈનો મધુર અવાજ કાને પડતાં આપણું ધ્યાન ભંગ થઈ જાય અને અનાયાસે જ એ વ્યક્તિને આપણી આંખો શોધવા લાગે એ પ્રેમ છે?' અનન્યા ખૂબ મન લગાવીને વાંચી રહી હતી પણ એક એક વાક્યની સાથે ન જાણે કેમ અનન્યાને પણ એવો જ અહેસાસ થવા લાગ્યો હતો. અચાનક જ અનન્યાનું દિલ જડપથી ધડકવા લાગ્યું. હદય પર હાથ રાખતા અનન્યા સ્વગત બોલી. " આ અચાનક મને શું થવા લાગ્યું? લાગે છે જાણે હું કોઈ બાબતે નર્વસ થઈ રહ્યું છું! આ પુસ્તક ક્યાંક જાદુઈ તો નથી ને!..આવો અહેસાસ તો મને આ પહેલા ક્યારેય નથી થયો..."

પુસ્તકમાં લખેલી ઘટનાઓ એક પછી એક એમની સાથે થતી હોય એવો અનન્યા ને અહેસાસ થવા લાગ્યો. પ્રેમથી દૂર ભાગવા ઈચ્છતી અનન્યાને ફરી પ્રેમમાં પાડવા આ પુસ્તક જાણે જોર દઈ રહ્યું હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. અનન્યા વધુ આગળ પુસ્તકને વાંચવા લાગી. ત્યાં જ થોડીવારમાં એમના કાને એક અજાણ્યો પણ મધુર અવાજ સંભળાયો. બારીની બહારથી આવતા ઠંડા પવનથી અનન્યાના વાળ હવામાં લેહરવા લાગ્યા. વિચારોની ગતિ પર અચાનક જ બ્રેક લાગી ગઈ! આસપાસ કોઈના હોવાનો અહેસાસ અનન્યાને ફરી થવા લાગ્યો. તેણે આસપાસ નજર કરીને જોયું તો
કોઈ ન દેખાયું. ' આ શું વિચિત્ર ઘટના મારી સાથે થઈ રહી છે?' ત્યાં જ થોડીવારમાં ફરી કોઈ પુરુષનો અવાજ સંભળાયો. એ પુરુષ એ ચાંટેલા ઇત્રથી આખી લાઇબ્રેરી મહેકી ઉઠી હતી. અનન્યા એ રાહુલને ભૂલવા માટે પુસ્તક હાથમાં લીધું હતું પરંતુ એમની જગ્યાએ અનન્યા કોઈ અન્ય પુરુષના પ્રેમમાં જ પડવા જઈ રહી હોય એવું લાગતું હતું.

અનન્યાથી વધુ ન રહેવાયું. તેણે પુસ્તકને બંધ કર્યું અને એ અવાજ તરફ પોતાના કદમ આગળ વધાર્યા. ધીમે ધીમે જેમ અનન્યા આગળ વધતી જતી હતી એમ અવાજની સાથે ધડકનની ગતિ પણ તેજ થવા લાગી. ઉડતા વાળને સરખા કરતી અનન્યા વારંવાર લટને પણ કાનની પાછળ સરકાવતી જતી હતી. ઊંડો શ્વાસ ભરતી જ્યારે અનન્યા એ અજાણ્યા પુરુષની નજીક પહોંચી ત્યાં એ પુરુષ લાઇબ્રેરીમાંથી જઈ રહ્યો હતો. અનન્યા માત્ર પાછળથી જ એ પુરુષને બે ઘડી તાકી શકી. અનન્યાને મનમાં થયું કે હમણાં સાદ આપીને એમને રોકી લવ પરંતુ પ્રેમીઓની મુલાકાત એટલી આસાનેથી ક્યાં થાય છે? એમનું મન પાછુ ફરીને બેસી ગયું.

અનન્યા ફરી એ પુસ્તક તરફ દોડી અને આગળની લખેલી ઘટનાઓ વાંચવા લાગી. હૂબહૂ એવી જ ઘટનાઓ એ પુસ્તકમાં લખેલી જોવા મળી. અનન્યાને આ પુસ્તક એમના માટે જ બન્યું હોય એવું પ્રતીત થવા લાગ્યું. તેણે ત્યાં જ બેસીને એ ચેપ્ટરને વાંચી કાઢ્યું. પ્રેમ વિશેની એટલી ઉંડાણપૂર્વક વિગતો વાંચીને અનન્યા જાણે પોતાના વિચારોમાં જ ખોવાઈ ગઈ. અનન્યા ક્યારેક મલકાતી હસી પડતી તો ક્યારેક પ્રેમ વિશેની દર્દનાક વાતો વાંચીને રડી પડતી. ધ્યાનભંગ માટે અનન્યાનો ફોન વાઈબ્રેટ થયો. મોં બગાડતા અનન્યા એ કોલ રિસિવ કરીને કહ્યું. " શું થયું મમ્મી? ઘરેથી નીકળી એનો અડધો કલાક પણ નથી થયો ને તારે મારું કામ પણ પડી ગયું! બોલ હવે કેમ ફોન કર્યો?"

" બહારો ફૂલ બરસવો તેરા મહેબૂબ આયા હૈ, તેરા મહેબૂબ આયા હૈ..." સામેના ફોનમાંથી કોઈ છોકરીએ ગીત ગાયું.

એક જ અવાજમાં અનન્યા સમજી ગઈ અને ખુશીનાં મારે ટેબલ પરથી ઊભી થઈ ગઈ! " મનીષા તું! ક્યારે આવી?"

આસપાસના લોકોને પોતાની તરફ જોતા અનન્યા સમજી ગઈ કે એનો અવાજ લોકોને ડિસ્ટર્બ કરી ગયો છે. તેણે સોરી કીધું અને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ગઈ.

" બસ હમણાં જ આવી...મારી ફ્રેન્ડની સગાઈ છે તો બસ એ જ અટેન્ડ કરવા આવી છું.. પણ તું ક્યાં છે? હું તારી ઘરે રાહ જોવ છું ને તું છે કે બહાર ફરવા નીકળી ગઈ!"

" ફરવા નહિ વાંચવા આવી હતી લાઇબ્રેરી એ..." પગપાળા ચાલતી અનન્યા પોતાના ઘર તરફ પાછી ફરી રહી હતી.

" તું અને લાઇબ્રેરી એ? ઈમ્પોસિબલ!.."

" કેમ હું લાઇબ્રેરી એ ન આવી શકું?"

" હા તું લાઇબ્રેરી એ જઈ શકે પણ મને ખબર છે ત્યાં સુધી તું કોઈ પુસ્તક ત્યારે જ વાંચે છે જ્યારે તારા જીવનમાં કંઇક મોટી ઘટના બની હોય..લાગે છે આ વખતે પણ તારી લાઇફમાં કંઈક તો થયું છે? બોલ હવે શું મોટી આફત આવી પડી?"

મનીષાના સવાલ સામે અનન્યા ખુદના વિચારોમાં ખોવાઈ ગઈ. ભૂતકાળમાં સરી પડેલી અનન્યા સામે આવતી ગાડીથી માંડ માંડ બચી.

" અરે ઓ બહેન જરા ધ્યાનથી ચાલો ને!" ટુ વ્હીલરે દૂરથી અનન્યાને ઠપકો આપતાં કહ્યું. અનન્યા ફરી વર્તમાનમાં પાછી ફરી અને ખુદને એક ટપલી મારતા મનીષા ને કહ્યું. " ચલ હું હમણાં ઘરે પહોંચું છું...બાય..."

અનન્યા ઘરે પહોંચીને મનીષાને ભરતમિલાપની જેમ ગળે મળી. બંને સ્કૂલના સમયથી મિત્રો હોવાથી બંને એ ખૂબ સારી વાતો કરી અને વાતવાતમાં મનીષાને કંઇક યાદ આવતા એ બોલી. " અનુ તું લાઇબ્રેરી એ કેમ ગઈ હતી તે કીધું નહિ મને?"

" મનીષા છોડને એ બધી વાતો ! તું એટલા સમય પછી આવી છે તો કંઇક બીજી વાતો કરીએ..." અનન્યા એ વાતને ટાળવાની પૂરી કોશિશ કરી. પરંતુ મનીષા એ પહેલા જ વાતને કિંજલ પાસેથી જાણી લીધી હતી.

" રાહુલે લગ્ન કરી લીધા એ સાચી વાત છે?"

અચાનક રાહુલનું નામ કાને પાડતા અનન્યા એ આંખો જ મીંચી લીધી. " તને જરૂર કિંજલે જ કીધું હશે.."

" હા પણ, આ ક્યારે થઈ ગયું? મતલબ કોઈ છોકરો તારા જેવી છોકરીને છોડીને વિદેશી છોકરી સાથે કઈ રીતે પરણી શકે! મને તો બિલકુલ વિશ્વાસ નથી આવતો કે રાહુલ એ આવું કર્યું હશે?"

અનન્યા થોડાક ગુસ્સામાં આવીને બોલી. " મતલબ તું કહેવા શું માંગે છે? આકાશે જે મને જાણીને કીધું એ ખોટું છે?"

" ના અનન્યા તું મારી વાતને ગલત સમજે છે! હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આંખે જોયેલું હંમેશા સાચું નથી હોતું!"

" પ્લીઝ મારી સાથે તું રાહુલને લઈને કોઈ વાત ના કરીશ, અને એમ પણ હું આજે લાયબ્રેરીમાં ઓલરેડી પરેશાન થઈ ચૂકી છું.."

" કેમ શું થયું?" મનીષા એ ખૂબ આતુરતાપૂર્વક પૂછ્યું.

" તને મેં નથી કીધું! અરે આજે તો મારી સાથે કંઇક અજીબ જ ઘટના થઈ!" અનન્યા એ લાયબ્રેરીમાં થયેલી બધી ઘટના મનીષાને જણાવી.

" રિયલી!! તારી સાથે આવું થયું?" મનીષા અચરજ પામતા બોલી.

" હા યાર! મને તો હજી વિશ્વાસ નથી આવતો કે એ સમયે મારું હદય કેમ તેજ ગતિએ ધડકવા લાગ્યું!"

અનન્યા એ મનીષાનો હાથ પકડીને પોતાના હદય પર રાખીને કહ્યું. " જો અત્યારે પણ એ વ્યક્તિ વિશે માત્ર વિચારું છું તો પણ મારું હદય કેવું તેજ ગતિ એ ધડકી રહ્યું છે!.."

અનન્યા એ પુસ્તક વિશેની વાતો વધુને વધુ મનીષાને જણાવતી ગઈ. પરંતુ અફસોસ અનન્યા એ એ પુસ્તકના લેખકનું નામ ન વાંચ્યું. કદાચ વાંચ્યું હોત તો એમને જાણવા મળત એ લેખક બીજું કોઈ નહિ પણ આદિત્ય ખન્ના જ છે.

ક્રમશઃ