નો ગર્લ્સ અલાઉડ - ભાગ 16 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 16



કાવ્યા એ આદિત્યનો હાથ પકડ્યો અને ત્યાંથી ખેંચતી તેમને બીજે સ્થળે લઈ ગઈ. આદિત્યનું મૂડ જ ઓફ થઈ ગયું. એક હોટેલમાં બંને બેસીને જમવા લાગ્યા.

" ભાઈ, હવે જે થઈ ગયું એ થઈ ગયું, એમને ફરીવાર જોવાથી એ પાછી નથી આવી જવાની.. એ એમની લાઇફમાં ખુશ છે..તમારે પણ હવે મુવ ઓન કરીને આગળ વધી જવું જોઈએ.."

" મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી...સમજી અને હા હું ઓલરેડી આગળ વધી જ ગયો છું અને જે પાછળ રહી ગઈ છે એ હું નહિ પણ પેલી..." આટલું કહેતા જ એમના ફોનમાં રીંગ વાગી અને આદિત્ય નામ લેતા અટક્યો.

" હા મમ્મી...." સેન્ડવીચ ખાતા આદિત્યે કહ્યું.

" કેમ છો દીકરા...?"

" બસ જોવો હું નાસ્તો કરું છું લો કાવ્યા સાથે વાત કરો.." આદિત્યે જાણી જોઈને ફોન કાવ્યાને સોંપી દીધો. કાવ્યા એ પણ મજબુરીમાં ફોન લઈ લીધો અને મનમાં હરખાતી બોલી.

" હાઈ મમ્મી....કેમ છે?"

" તમારા બંને વિના ઘર જાણે જેલ જેવું લાગે છે એકદમ, પુરાઈ ચૂકી છું હું તો અહીંયા.."

" સોરી મમ્મી...પણ જો ને આ ભાઈએ જીદ કરી કે તારે તો મારી સાથે આવવું જ પડશે બસ..એટલે મારે આવવું પડ્યું બાકી તમને ખબર તો છે હું તમને મૂકીને બીજે ક્યાંય જવા નથી ઈચ્છતી..."

" હેં..મને બધી ખબર છે, વધારે નાટક ન કર...બોલો ક્યારે આવો છો હવે?"

" બસ હવે અમે બે દિવસમાં ત્યાં પહોંચી જઈશું.."

મા દીકરીની વાતો તો ક્યાં કોઈ દિવસ ખૂટે જ છે? એટલે આદિત્યે ઈશારામાં ફોન મૂકવાનું કહી દીધું.

" ચલ મમ્મી અમારે લેટ થાય છે હું સાંજે કોલ કરું..."

કાવ્યાના ફોન મૂકતા જ બંને ત્યાંથી રવાના થઈ ગયા.

જ્યાં આદિત્ય પોતાના બિઝનેસને પાટા પર લાવવાની કડી મહેનત કરી રહ્યો હતો ત્યાં અનન્યા પણ ક્યાં પાછી પડવાની હતી! તેમને મનમાં એક મસ્ત આઇડ્યા આવ્યો જે કહેવા તે આકાશને મળવા પહોંચી ગઈ.

" અનન્યા તારો આઇડયા તો સારો છે..પણ તને શું લાગે મોલ અને દુકાનના માલિકો આપણી ઑફર એક્સેપ્ટ કરશે?"

" તું એ બઘું મારી પર છોડી દે..તું બસ હા બોલ એટલે આપણે કાલથી જ આ મેજિકનો જાદુ ચલાવાનો શરૂ કરી દઈએ.."

" ચલો આ પણ ટ્રાય કરી જોઈએ.."

અનન્યાને પોતાના આઈડિયા પર પૂરો ભરોસો હતો. તેમણે જ્યાં જ્યાં પોતાના કંપનીની ડ્રીંકસ રાખી હતી ત્યાં તેમણે જણાવ્યું કે એ લોકો એક મહિના માટે બંપર ઑફર નીકાળે. જે દુકાનમાંથી સો રૂપિયા કે તેથી વધુની ખરીદારી કરે એ કસ્ટમરને ફ્રીમાં મેજિક કંપનીની સોફ્ટ ડ્રીંકસ આપવામાં આવે અને જો ખરીદી પાંચસો રૂપિયાથી વધુ થઈ જાય તો બે મેજિક ડ્રીંકસની બોટલ ફ્રીમાં આપવામાં આવશે.

આ પ્રકારના હોર્ડીગ દરેક દુકાને લગાડી દેવામાં આવ્યા. જ્યારે મોલમાં સો રૂપિયાની જગ્યાએ પાંચસો રૂપિયાની ખરીદી ઉપર બે બોટલ મેજિક ડ્રીંકસની આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઑફર માત્ર એક મહિના માટે જ ઉપલબ્ધ હોવાથી આકાશને ફ્રીમાં દેવામાં વધુ ખાસ ખર્ચો કરવો પડે એમ નહતો. દુકાનના માલિકો માટે તો આ ઑફરથી એમને ફાયદો જ ફાયદો થવાનો હતો. એમની દુકાનેથી ખરીદી વધવાથી એમનો નફો તો વધવાનો જ હતો.

દિવસો જેમ જેમ પસાર થતા ગયા એમ લોકો વઘુને વઘુ મેજિક ડ્રીંકસનો સ્વાદ માણતા ગયા. સામેથી આવતી કોઈ ફ્રીની વસ્તુ આપણા દેશના લોકો કોઈ દિવસ વેસ્ટ જવા દેતા નથી. સામાન્ય લોકોની સાયકી જાણીને લીધેલો નિર્ણય કારગર સાબિત થયો. થોડાક જ દિવસોમાં ડ્રીંકસની સપ્લાય વધારી દેવામાં આવી. એક જ મહિનાની ઑફર હોવાથી આસપાસના દરેક લોકોએ એક વખત તો મેજિક ડ્રીંકસનો જાદુ ચાખ્યો જ હતો. એક વખત મનને કોઈ ચીજવસ્તુ પસંદ આવી ગઈ એટલે કસ્ટમર લાંબા સમય સુધી તે વસ્તુનો ગ્રાહક બની જ જતો હોય છે. ગરમીની સિઝન હોવાથી લોકો વધુને વધુ ડ્રીંકસનું સેવન કરવા લાગ્યા. એક જ મહિનામાં છેલ્લા મહિના કરતા પાંચ ગણું વેચાણ થઈ ગયું.

" સિરિયસલી! એક જ મંથમાં પાંચ ગણું વેચાણ થઈ ગયું!" અનન્યાનું મોં ખુલ્લું જ રહી ગયું.

" હા અનન્યા તારો જાદુ તો ચારેકોર ફેલાઈ ગયો..લોકો મેજિક ડ્રીંકસ ખરીદવા પણ લાગ્યા..!"

એક મહિનાની ઑફર પૂર્ણ થતાં 250 મિલી સોડાની બોટલ માટે લોકો વીસ રૂપિયા આપવા તૈયાર થઈ ગયા હતા. મશીનરીનું કામ પણ વધવા લાગ્યું હતું. જેથી હવે જે રોકાણ આકાશે કર્યું હતું એમના બદલામાં એમને ફાયદો ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો.

અનન્યા અને આકાશ વચ્ચેની દોસ્તીમાં આ સોડા જાદુની જેમ કામ કરવા લાગી. દોસ્તીમાંથી બિઝનેસ પાર્ટનર બનતા બન્ને એકબીજાની વધુ નજીક આવવા લાગ્યા હતા. અનન્યા સવારથી લઈને સાંજ સુધી આકાશ સાથે રહેતી અને જો ઘરે કે બહાર હોય તો ફોન પરથી તો કોન્ટેક્ટ કરી જ લેતી. બંનેની દોસ્તી કેટલી ગહેરી થઈ ચૂકી હતી એમનો અંદાજો કિંજલે લગાવવાનો પ્રયાસ કર્યો.

આકાશે આ આઇડિયા સક્સેસફુલ જવાને લીધે એક હોટેલમાં જમવા માટેની ટ્રીટ આપી. જ્યાં બધા ભેગા થઈને એકબીજા સાથે હસી મઝાક કરતા ડિનરનો આનંદ લઇ રહ્યા હતા.

" આકાશ, તને હવે વિદેશ યાદ નથી આવી રહ્યું?" કિંજલે જાણી જોઈને વાત નિકાળી.

" વિદેશમાં શું કામ છે? બીઝનેસ અહીંયા છે, ફ્રેન્ડ્સ અહીંયા છે તો ત્યાં જઈને હું શું કરું? બરોબરને અનન્યા.."

" હાસ્તો, અને એમ પણ નવો નવો બિઝનેસ શરૂ કર્યો છે તો ત્યાં વિદેશ જવાનો તો સવાલ જ ઊભો નથી થતો.."

" પણ આકાશને જવું હોય તો જવા દેજે, બિચારો તારી સામે કંઈ બોલી નહિ શકે અને તું છે તો એમના મનની વાત સમજવાની નથી..." કિંજલને જે મનમાં હતું એ કહી દીધું.

" તું કહેવા શું માંગે છે? હું આકાશની મનની વાત નથી જાણી શકતી?" અનન્યાને કોઈ કઈ પણ કહી જાય એ એમને બિલકુલ પસંદ ન હતું.

" ના નથી જાણતી.."

" અરે તમે બંને ક્યાં મારી વાત લઈને બેસી ગયા! " આકાશ બંનેને શાંત પાડવાની કોશિશ કરતા બોલ્યો.

" તું ચૂપ બેસ..અને તું શું કહેતી હતી હું આકાશની મનની વાત નથી જાણી શકતી એમ?"

" અરે સોરી બસ, તું આકાશના મનની વાત જાણી શકે છે અને તમે સારા એવા ફ્રેન્ડ પણ બની ગયા છો..હવે ઠીક છે?"
કિંજલે વાતને પૂર્ણવિરામ લગાવી દીધો. પરંતુ જે કિંજલને જાણવું હતું એ એમણે જાણી લીધું હતું.

અનન્યાના એક જ વાતમાં આકાશ ચૂપ થઈ ગયો હતો જે કિંજલે ખાસ નોટિસ કર્યું અને જે રીતે આકાશની નજર અનન્યાના સુંદરતાને વારંવાર નિહાળી રહી હતી એ પરથી કિંજલને પૂરો વિશ્વાસ આવી ગયો કે આ આકાશના દિલમાં જરૂર અનન્યા વસી ચૂકી છે. કિંજલે આ વાત આકાશથી તો છૂપાવી જ પરંતુ એમણે અનન્યાને પણ આ વાત કહેવી યોગ્ય ન લાગી કારણ કે આ વાત પરથી અનન્યા અને આકાશ વચ્ચેની દોસ્તીની સાથે સાથે બિઝનેસ પાર્ટનરમાં પણ ખરાબ અસર થવાની શક્યતા હતી. જેથી એમણે પોતાનું મોં બંધ રાખ્યું અને અન્ય ટોપિક ઉપર ચર્ચાઓ કરવા લાગી.

આકાશ ઘરે એકલો રહેતો હોવાથી એ મોડી રાત સુધી જાગતો હતો. જેથી આકાશની ગહેરી નીંદર સવારમાં થતી હતી. નીંદરમાં આકાશને ક્યારેક હરખાતો અને ક્યારેક મુસ્કુરાતો ચહેરો જોઇને સોનુ કામવાળીને પણ થોડોક અંદાજો આવી જ ગયો હતો કે આકાશના દિલમાં જરૂર કોઈ છોકરી વસી ચૂકી છે.

ક્રમશઃ