No Girls Allowed - 48 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 48



" આદિત્ય મેં જે પણ કર્યું એ આપણી ખુશી માટે કરીયું છે..."
અનન્યા આદિત્યને સમજાવાની ભરપુર કોશિશ કરી રહી હતી.

" ના ના આપણી ખુશી માટે નહિ, તે જે કર્યું એ તારા ખુદના સ્વાર્થ માટે કર્યું છે, તું તો ખૂબ ખુશ થઈ હશે ને મને બેવકૂફ બનાવીને! પણ એક વાત યાદ રાખજે અનન્યા, મને સેકન્ડ હેન્ડ પ્રોડક્ટથી સખ્ત નફરત છે...." આદિત્યે જ્યારે અનન્યાને સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ સાથે સરખામણી કરી ત્યારે અનન્યા એ સહન કરવાનું છોડીને સામો વળતો જવાબ આપવાનું નક્કી કર્યું.

" લીસન આદિત્ય ખન્ના, મારી વર્જીનીટી મારા ચરિત્રનું પ્રમાણપત્ર નથી...." આત્મવિશ્વાસ સાથે પોતાના ચરિત્ર પર ઉડાવેલા દાગ સામે જવાબ આપતા અનન્યા એ કહ્યું.

" તો પછી આ સર્જરી કરાવવાની શું જરૂર પડી? સર્જરી કરાવાનો એક જ અર્થ થાય છે કે તું મારાથી સત્ય વાત છૂપાવવા માંગે છે, શું વાત છે અનન્યા? તે એવી કંઈ ભૂલ કરી કે તારે આવી સર્જરી કરાવવાની જરૂર પડી...બોલ અનન્યા બોલ કોણ છે એ છોકરો કે જેની સાથે તે મારી પહેલા...."

" બસ આદિત્ય બસ...આનાથી આગળ એક શબ્દ પણ ન બોલતો...." ઉંચા અવાજે અનન્યા એ જવાબ આપ્યો.

" કેમ તારામાં બોલી શકવાની હિંમત પણ નથી?"

" મારામાં તો હિંમત છે પણ તારામાં એ હિંમત નથી... હું ગમે તે કહીશ તું મારી મજબૂરીને નહિ સમજી શકે.....કારણ કે તને પુરુષ હોવાનું ઘમંડ છે અને મને સ્ત્રી હોવાનો ગર્વ છે..." અનન્યા એ ઊંચી ગરદન કરીને આદિત્યની સાથે આંખો મિલાવીને કહ્યું.

આદિત્ય આગળ કંઈ બોલે એ પહેલા જ પાર્વતીબેન મંદિરેથી આવી ગયા. આ જોઈને આદિત્યે ધીમા અવાજે કહ્યું. " આજની રાત તારી આ ઘરમાં છેલ્લી રાત છે..." એટલું કહીને આદિત્ય પોતાની ઓફીસે જવા નીકળી ગયો. અનન્યાના દિમાગમાં આદિત્યના આ છેલ્લા શબ્દો ઘૂમી રહ્યા હતા. ' મારી આ ઘરમાં છેલ્લી રાત છે મતલબ...આદિત્ય કરવા શું માંગે છે?'

અનન્યાના દિલમાં ડિવોર્સનો ડર બેસી ગયો. પરસેવો ચહેરા પર અચાનક વળવા લાગ્યો. આવા સમયે એમની નજર ટેબલ પર પડેલા પુસ્તકોની વચ્ચે ભગવદ્દગીતા પર ગઈ. તેણે એ પુસ્તક હાથમાં લીધું અને પોતાના હદયે લગાવ્યું.

આદિત્ય ગુસ્સામાં ઘરેથી ઓફીસે જવા નીકળ્યો હતો. અનન્યા પરનો ગુસ્સો તેમણે કંપનીના કર્મચારીઓ પર ઉતાર્યો. નાની અમથી ભૂલ માટે પણ આદિત્ય તેમણે કંપનીમાંથી નિકાળી દેવાની ધમકી આપવા લાગ્યો.

" લાગે છે ઘરે ભાભી સાથે જઘડો કરીને આવ્યા છે..." એક કર્મચારી બિસ્કીટને ચામાં દુબાડતો બોલ્યો.

" મને પણ એવું જ લાગે છે નવા નવા લગ્નની પહેલી ફાઇટ છે ને એટલે આટલો ગુસ્સો કરે છે આદત પડી જશે એટલે બધી દાદાગીરી ઠેકાણે આવી જશે..." ઓફિસના ગરમ ચાના સમયે ગરમ ટોપિક પણ આજ બોસ જ હતા. આખી કંપનીમાં એક પ્રકારે તાનાશાહી ચાલી રહી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. બપોર સુધીમાં આદિત્યનો ગુસ્સો થોડોઘણો શાંત થઈ ગયો પણ ત્યાં સુધીમાં તો ઘણું નુકશાન આદિત્યને સહન કરવું પડ્યું. બે ત્રણ એડની ડીલ આ ગુસ્સાના લીધે કેન્સલ થઈ ગઈ. બે કર્મચારીઓ ખુદ જ કંપની છોડીને ચાલ્યા ગયા.

અનન્યા સાથેનો જઘડો આદિત્યને લાખોમાં પડ્યો. દિવસભર ઓફિસે કામ કરીને કંટાળીને આદિત્ય ઘરે પહોંચ્યો. ડિનરના સમયે થોડીઘણું જમીને આદિત્ય પોતાના રૂમ તરફ ગયો તો જોયું અનન્યા બેડ પર બેઠી આંસુ વહાવી રહી હતી.

" હજુ સુધી બેગ પેક નથી કર્યા?" આદિત્યે આવતા જ ખબરઅંતર પૂછવાને બદલે જઘડાની શરૂઆત કરી દીધી.

"તું કરવા શું માંગે છે?" અનન્યા એ સામે સવાલ કર્યો.

" ટેન્શન ન લે હું તને ડિવોર્સ નહિ આપું...." આદિત્યને અનન્યાના પપ્પાની વાત યાદ હતી.

" તો આ બેગ પેક કરાવાનું કારણ?"

" તું કાલે પોતાના પિયર જઈ રહી છે..."

" વોટ! પણ મેં તો પિયર જવાની વાત કરી જ નથી..." અનન્યા એ ઉભા થતાં કહ્યું.

" હા તે નથી કરી પણ હું ઈચ્છું છું કે તું હવે પિયર જઈને પોતાની ઘરે આરામ કરે, તું અહીંયા રહીશ તો આપણા જઘડાની ખરાબ અસર આપણા બાળક પર પડશે અને હું નથી ઈચ્છતો કે આપણા પહેલા અને છેલ્લા બાળક પર આપણા જઘડાની ખરાબ અસર થાય..."

" છેલ્લું બાળક એટલે?" આશ્ચર્ય સાથે અનન્યા એ કહ્યું.

" હા આપણું પહેલું અને છેલ્લું બાળક આ જ છે.... કાલ વહેલી સવારે તૈયાર રહેજે, ઓફીસે જતા પહેલા હું તને તારા ઘરે ડ્રોપ કરી જઈશ.." એટલું કહીને આદિત્ય બેડ પર પોતાના સ્થાને જઈને સૂઈ ગયો. જ્યારે અનન્યા બેડ પર બેસી બસ આદિત્યના બદલતા વ્યવહારને જોતી વિચાર કરી રહી.

********

" આદિત્યના વિચારો ક્યારે બદલી જાય એનું નક્કી જ નથી રહેતું..પહેલા સ્ત્રીને આટલી ઈજ્જત અને પ્રેમ કરતો ત્યાર પછી એકાદ ઘટના બાદ એના પ્રત્યે નફરત કરવા લાગ્યો અને હવે ફરી સ્ત્રીને ઈજ્જત આપવા લાગ્યો, એમને સ્વીકારવા લાગ્યો..આદિત્યનું મન મને ઠીક નથી લાગતું..."

" પપ્પા હું ગેરંટી આપુ છું, સ્ત્રીને લઈને આદિત્યના વિચારોમાં હવે પરિવર્તન નહિ આવે... હું રહીશ એમની સાથે, જરૂર પડી તો એમને સમજાવીશ...અને મારું દિલ કહે છે કે આદિત્યને સમજાવાની જરૂર પણ નહિ પડે..."

અનન્યાને પોતાના પપ્પા સાથેની વાતચીત યાદ આવી અને પછી જ્યારે એમને પોતે કહેલી વાત યાદ આવી ત્યારે મનમાં બોલી ઉઠી. " મેં પપ્પાને ગેરંટી આપી છે કે હું આદિત્યને સંભાળી લઈશ જો એના વિચારો બદલશે તો હું એને સમજાવીશ પણ મને લાગે છે હું ખોટી સાબિત થઈ. પપ્પા એકદમ રાઈટ હતા આ આદિત્યના વિચારો ક્યારે બદલી જાય એ નક્કી જ નથી હોતું, મારી મજબૂરી એ સમજશે નહિ અને જ્યાં સુધી મારી મજબૂરી નહિ સમજે ત્યાં સુધી એ મને આમ જ નફરત કર્યા કરશે... હે ભગવાન પ્લીઝ મારી મદદ કરો...હવે તમે જ મારી લગ્નજીવન બચાવી શકો એમ છો..." મનમાં ઈશ્વરને પ્રાર્થના કરતી અનન્યા સૂઈ ગઈ.

***********

અમેરિકન બારમાં જેકેટ પહેરેલો, આંખો પર ગોગલ્સ ચડાવીને એક હેન્ડસમ યુવાન પોતાના મિત્રો સાથે બિયરની મોજ માણી રહ્યો હતો. નાની ઉંમરમાં જ તેમણે પોતાનું કરિયર સેટ કરી નાખ્યું હતું. હાથમાં મોંઘી વોચ, ગળામાં સોનાનો ચેન અને એકદમ ફ્રી માઈન્ડ સાથે પોતાના મિત્રો સાથે બિયર પીતો ઇંગ્લિશ સોંગ પર ડાન્સ કરી રહ્યો હતો. લાઉડ મ્યુઝિકના લીધે ફોનની રીંગ એમણે ન સંભળાઇ.

" કોલ તો ઉપાડ યાર.... ઈમ્પોર્ટન્ટ કોલ છે...." સામે વાળો વ્યક્તિ વારંવાર ફોન કરવાની નિષ્ફળ કોશિશ કરતો થાકી ગયો હતો અને છેવટે તેણે બારમાં જઈને જ મળવાનું નક્કી કર્યું.

બારમાં બિયર પિયને ટલ્લી એ યુવાન પાસે એક હોટ ગર્લ એમની પાસે આવી અને કહ્યું. " કેન વી ડાન્સ ટુગેધર?"

" ઇંગ્લિશ મેમ...આઈ એમ સોરી, આઈ એમ ઓલરેડી કમિટેડ..." હાથમાં પહેરેલી વીંટી દેખાડતા એ યુવાને કહ્યું. પેલી ગર્લ મોઢું બગાડતી ચાલી ગઈ.

" આ તે શું કર્યું યાર? આવી હોટ ગર્લ તે જવા દીધી...!" એક મિત્રે આવીને કહ્યું.

" એમને સમજાવાનો કોઈ ફાયદો નથી... એ પાગલ આશિક છે આશિક.... મરી જશે પણ કોઈ બીજી સ્ત્રી સામે આંખ ઉઠાવીને જોશે પણ નહિ...."

કોણ છે આ યુવાન? શું આ યુવાન સાથે અનન્યાનો કોઈ સંબંધ છે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ









બીજા રસપ્રદ વિકલ્પો