નો ગર્લ્સ અલાઉડ - ભાગ 22 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 22



હોટલમાં લંચ કરીને અનન્યા અને આદિત્યની ટીમ દિલ્હીથી ચંડીગઢ માટે રવાના થઈ. આ ફલાઇટમાં અનન્યા અને આદિત્યની સીટ અલગ અલગ દિશાએ હતી. જ્યાંથી જે તેઓ ન એકબીજા સાથે વાત કરી શકતા હતા કે ન એકબીજાને જોઈ શકતા હતા. પરંતુ બંનેનું મન એકબીજામાં જ ખોવાયેલું હતું. અનન્યા હેડફોનને કાને લગાવીને સોંગ સાંભળવા લાગી. જ્યારે આદિત્ય પોતાના પ્રોજેક્ટ, ડાયરેક્ટર સાથે એડ રીલેટેડ વાતો કરવા લાગ્યો. આ એડમાં મુખ્ય બે એક્ટર કામ કરવાના હતા. જેમાં એક ફિમેલ એક્ટ્રેસ હતી જ્યારે એક મેલ એક્ટર હતો. તે બંનેના પીક્સ જોઈને આદિત્ય એ મનમાં જ કઈક નક્કી કરી નાખ્યું. પરંતુ આદિત્યે પોતાની ટીમને આ વિશે કોઈ જાણ ન કરી.

મનાલી જવાનો રસ્તો આદિત્યે દિલ્હીથી ચંડીગઢ અને ત્યાંથી કાર મારફતે મનાલી પહોંચવાનો માર્ગ નક્કી કરી રાખ્યો હતો. જ્યારે અનન્યા એ ત્યાંથી કેબ બુક કરવાનું વિચાર્યું હતું. એક કલાકના સમયગાળા પછી અંતે આદિત્યની ફલાઇટ ચંડીગઢ એરપોર્ટ પર પહોંચી ગઈ. આદિત્યની ટીમ જ્યાં જરૂરી સામાન લેવામાં વ્યસ્ત હતી. ત્યાં અનન્યા ફોનમાં કેબ સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહી હતી.

" એની પ્રોબ્લેમ?" આદિત્યે નજીક જઈને નમ્રતાથી પૂછ્યું.

પોતાના પગ પછાડતી અનન્યા એ કહ્યું. " હું ક્યારની કેબ સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું..પણ કોઈ કોન્ટેક્ટ જ નથી થઈ રહ્યો.."

આદિત્ય આ પહેલા ઘણી વખત મનાલી આવી ચૂક્યો હતો. તે આરામથી બે જ મિનિટમાં કેબ સાથે કોન્ટેક્ટ કરી શકતો હતો પરંતુ તેણે એમ ન કરતા અનન્યાને કહ્યું.

" ઇફ યુ ડોન્ટ માઈન્ડ, યુ કેન કમ વિથ મી.."

અનન્યા પાસે આદિત્ય સાથે જવા સિવાય અન્ય કોઈ રસ્તો ન હતો. તેણે થેન્ક્સ કહીને આભાર વ્યક્ત કર્યો અને બંને કાર મારફતે મનાલીની ટ્રીપ તરફ નીકળી પડ્યા.

ડ્રાઇવર કાર ચલાવતો હતો અને અનન્યા અને આદિત્ય પાછળ બેસીને કુદરતી સૌંદર્યને નિહાળી રહ્યા હતા ત્યાં જ આકાશનો કોલ આવ્યો.

" અનન્યા ક્યાં છે તું?"

" હું ચંડીગઢ પહોંચી ગઈ છું..અને હવે અમે મનાલી ટ્રીપ માટે નીકળી ચૂક્યા છે..."

" અમે મતલબ? તું કોની સાથે જઈ રહી છે? તું તો સોલો ટ્રીપ માટે નીકળી હતી ને?"

" અરે, પણ આટલા બધા સવાલ!, હા હું સોલો ટ્રીપ માટે જ નીકળી હતી પરંતુ પછી મેં વિચાર્યું કે હું મનાલી જઈ જ રહી છું તો સાથે સાથે બિઝનેસમેન આદિત્યને પણ સાથે લઈ જ જાવ.. એ બિચારા એમની ટીમ સાથે આવ્યા છે.. તો એ કામના બહાને ફરવાના તો છે નહિ એટલે મેં કહ્યું ચાલો મારી સાથે તમે તમારી એડ શૂટિંગ પૂરી કરી લેજો પછી સાથે આપણે ફરવા નીકળી જઈશું, એને પણ સારી એવી કંપની મળી જાય અને મને પણ આપણી એડમાં કોઈ સુધારા વધારા કરવાના હોય તો એ પણ કરી લવ...તો અમે સાથે કાર મારફતે મનાલી માટે નીકળી ગયા છે.."

આદિત્ય સાથે હોવાની વાત સાંભળીને આદિત્યનો ચહેરો ફિક્કો પડી ગયો. તે શરૂઆતથી જ આદિત્યના કેરેક્ટરથી જેલિસ્ટ ફીલ કરતો હતો. આદિત્ય હંમેશા પ્રોફેશનલ કપડાં પહેરતો, એમની બોલવાની કળા અને એમની પર્સનાલિટી જોઈને કોઈ પણ છોકરી એક નજરમાં જ ફિદા થઈ જાય એવી હતી.

" અનન્યા તું તારું ધ્યાન રાખજે...અને હું જ્યારે પણ તને કોલ કરું તો પ્લીઝ મારો કોલ રીસીવ કરજે ઓકે?"

" આકાશ તું મારી ચિંતા બિલકુલ ન કર... તું બસ હું ન આવું ત્યાં સુધી કંપનીના હિસાબ કિતાબ સંભાળી લેજે ઠીક છે.... હું આવીને ફરી પોતાની જવાબદારી સંભાળી લઈશ...એન્ડ સોરી હો આકાશ, મારે આટલી જલ્દી મનાલી જવાનો પ્લાન તૈયાર ન કરવો જોઈએ..."

" ઇટસ ઓકે અનન્યા, તું અહીંયાની ચિંતા કર્યા વગર એન્જોય કરજે.., જ્યારે આપણે સાથે મનાલી ફરવા જશું તો તારે જ મારા માટે ગાઈડ બનવું પડશે..."

" ચોક્કસ...ચલ આકાશ બાય.."

અનન્યાનો કોલ કટ થતાં આદિત્યે ટોન મારતાં કહ્યું.
" ઓહ તો મને અત્યારે ખબર પડી કે હું તમારી સાથે આવી રહ્યો છું..."

" સોરી સર, મારો કહેવાનો એ અર્થ ન હતો. આકાશ સાથે હું એમ જ મસ્તી કરતી હતી..અમે બંને પહેલા એક ફ્રેન્ડ છીએ અને પછી બીજનેસ પાર્ટનર છીએ..."

" એક્ઝેટલી હું પણ તમારી સાથે મસ્તી જ કરતો હતો અને હા, આપણે કોઈ બિઝનેસ ટ્રીપ માટે નથી નીકળ્યા તો પ્લીઝ તમે મને સર કહીને નહિ આદિત્ય કહીને જ બોલાવો...ઓકે?"

" ઓકે આદિત્ય..."

બંને વચ્ચેની દોસ્તીની શરૂઆત થઈ ચૂકી હતી. અનન્યા ધીમે ધીમે આદિત્ય સાથે કમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી હતી. જ્યારે આદિત્યના ચહેરા પર અનન્યાના જોક્સના લીધે વારંવાર સ્મિત ફરી રહ્યું હતું. બંને હસી મઝાક કરતા કરતા સફરનો આનંદ લઇ રહ્યા હતા.

" એક સવાલ પૂછી શકું? " અનન્યા એ આદરપૂર્વક પૂછ્યું.

" જી પૂછો..."

" તમે તમારી બિલ્ડિંગમાં નો ગર્લ્સ અલાઉડના બોર્ડ કેમ મારી રાખ્યા છે? ગર્લ્સ સાથે કોઈ પુરાની દુશ્મની છે?"

આદિત્યેને સારી રીતે ખ્યાલ હતો કે અનન્યા એક દિવસ આ સવાલ જરૂર એમને પૂછશે.

" અનન્યા, મારી કોઇ સ્ત્રી સાથે કોઈ ખાસ દુશ્મની નથી...બસ હું એટલું જ કહીશ કે સ્ત્રીના બિહેવિયરને હું સમજી શકતો નથી..કદાચ મારી અંદર એ કાબેલિયત નથી કે હું સ્ત્રીના બદલાતા વિચારોને, એમની લાગણીઓને ઓળખી શકું...અને એટલે જ મેં મારી કંપનીમાં ગર્લ્સની એન્ટ્રી પર રોક લગાવી દિધી છે.."

" મીન્સ કે તમને ગર્લ્સ પર ભરોસો નથી...?"

" ના..મારો કહેવાનો એ મતલબ નથી.. હું બસ ગર્લ્સથી દુર રહેવા ઈચ્છું છું... જે મારા સમજથી બહાર છે એની સાથે રહેવાથી ન હું ખુશ રહી શકીશ, ન હું એને ખુશ રાખી શકીશ...બસ આ જ કારણને લીધે હું મારા જીવનમાં ગર્લ્સને અલાઉ નથી કરતો... બટ હા, હું ગર્લ્સની રિસ્પેક્ટ પૂરી કરું છું..."

" આદિત્ય, મારી વાત કદાચ કડવી લાગે તો માફ કરશો પણ ગર્લ્સ કોઈ યંત્ર નથી કે એને સમજવી પડે...સ્ત્રી તો એક વહેતું ઝરણું છે જેના માત્ર સ્પર્શ થવાથી જ તમે દુનિયાની દરેક સ્ત્રીને ઓળખી શકો છો.. એની અંદર છુપાયેલી લાગણીઓને સમજવા માટે પુરુષે દિમાગથી નહિ પણ દિલથી વિચારવાની જરૂરત છે.."

" મેં પહેલા જ કહ્યું હતું કે સ્ત્રીને સમજવી મારા માટે અઘરી છે..તમે કહેલી વાતો પુસ્તકના પન્નાઓમાં સારી લાગે પણ હકીકતમાં સ્ત્રીને સમજવી મારા માટે અશક્ય વાત છે..."

" ઠીક છે, તો લાગી શરત, તમારી સ્ત્રી લઈને જે ગલતફેહમી છે એ આ ટ્રીપના અંત સુધીમાં હું દૂર કરી દઈશ.... બસ તમારે તમારો વધુ પડતો સમય મારી સાથે વિતાવવો પડશે બોલો છે મંજૂર?"

" તમે માત્ર પાંચ દિવસમાં જ મારા સ્ત્રીને લઈને વિચારો બદલી દેશો! વિચારી લો ફરી વાર, એવું ન થાય કે મારા વિચાર બદલવાને બદલે તમારા પોતાના જ વિચારો બદલાઈ જાય.."

" મારા વિચાર બદલે કે ન બદલે પણ હું તમારા વિચારો બદલી ને જ રહીશ..."


" અને જો મારા વિચાર ન બદલ્યા તો?"

" તો તમે જે કહેશો હું કરીશ.."

આદિત્ય થોડોક હસ્યો અને બોલ્યો. " ઓકે ડન, આ પાંચ દિવસ આદિત્ય તમારી સાથે વિતાવશે , એક એક દિવસ, એક એક પળ અત્યારથી તમારા નામે.."

શું અનન્યા આદિત્યના વિચારોને બદલવામાં સફળ થશે? કે ખુદ અનન્યાના જ વિચારોમાં કંઇક નવા પરિવર્તન આવશે? જાણવા માટે વાંચતા રહો. નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ