આ ધારાવાહિક પારિવારિક અને સ્ત્રીઓને જીવનના મુશ્કેલ સમયમાં કેમ રસ્તો શોધી આગળ વધવું એ પ્રેરણા આપે એવી છે. સંધ્યા એક ખુબ જ સુંદર યુવતી છે. એના જીવનની સફર ખુબ સરળ જ હતી, પણ લગ્નજીવનમાં આવેલ કુદરતના અચાનક પ્રહારથી એનું જીવન ખુબ જ મુશ્કેલ અને તકલીફની વેદનાને ઝીલતું બની ગયું હતું. એકદમ રસપ્રદ અને અનેક સ્ત્રીઓને પ્રેરણા આપે એવું સંધ્યાનું પાત્ર ખુબ જ સારી રીતે રજુ કરવાનો મારો પ્રયાસ છે. સંધ્યા એના જીવનમાં આવેલ તકલીફમાં કેમ આગળ વધીને પોતાની જીવન સંધ્યાને ખીલવે છે એ જાણવા જોડાયેલ રહેજો "સંધ્યા" સાથે. આપ દરેક વાચકમિત્રોના અભિપ્રાય મને વધુ સારુ લેખન લખવા પ્રેરશે. તો અભિપ્રાય આપતા રહેશો. જય શ્રી રાધેકૃષ્ણ
Full Novel
સંધ્યા - 1
પ્રસ્તાવના- આ ધારાવાહિક પારિવારિક અને સ્ત્રીઓને જીવનના મુશ્કેલ સમયમાં કેમ રસ્તો શોધી આગળ વધવું એ પ્રેરણા આપે એવી છે. એક ખુબ જ સુંદર યુવતી છે. એના જીવનની સફર ખુબ સરળ જ હતી, પણ લગ્નજીવનમાં આવેલ કુદરતના અચાનક પ્રહારથી એનું જીવન ખુબ જ મુશ્કેલ અને તકલીફની વેદનાને ઝીલતું બની ગયું હતું. એકદમ રસપ્રદ અને અનેક સ્ત્રીઓને પ્રેરણા આપે એવું સંધ્યાનું પાત્ર ખુબ જ સારી રીતે રજુ કરવાનો મારો પ્રયાસ છે. સંધ્યા એના જીવનમાં આવેલ તકલીફમાં કેમ આગળ વધીને પોતાની જીવન સંધ્યાને ખીલવે છે એ જાણવા જોડાયેલ રહેજો "સંધ્યા" સાથે.આપ દરેક વાચકમિત્રોના અભિપ્રાય મને વધુ સારુ લેખન લખવા પ્રેરશે. તો અભિપ્રાય ...વધુ વાંચો
સંધ્યા - 2
સંધ્યા ઊંઘવા માટે જતી તો રહી પણ આજ ઊંઘ એને આવતી નહોતી. એ પથારીમાં પડખા ફરી રહી હતી. મન હતું અને હૈયે પગરવ અજાણ્યા ચહેરાએ પાડી દીધા હતા. સંધ્યા ઉભી થઈ અને બાલ્કનીએ આવીને ઉભી રહી ચાંદને નીરખી રહી હતી. ચાંદ ના હળવા ઠંડા પ્રકાશે પોતાના હૈયાને જાણે ટાઢક આપી રહી હતી. મન એક કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયું હતું. ખુબ ખુશ થઈ રહી હતી. મનના તરંગોએ જાણે ગીતના તાલે ચહેકી રહી હતી. જે પણ અહેસાસ હતો એ ખુબ રોમાંચિત કરી રહ્યો હતો. રાત્રીના ઠંડા પવનની લહેરખીમાં એના વાળની લટ સહેજ હલતી એના ગળાને સ્પર્શી રહી હતી. આ અહેસાસ જ ...વધુ વાંચો
સંધ્યા - 3
સંધ્યાના મિત્રો બધા અનિમેષની વાત સાંભળીને હસી પડ્યા હતા."અરે! શું તમે બધા સંધ્યાની નસો ખેંચો છો? સંધ્યાની નજરમાં કોઈ કેદ થયું હોય તો એ ખરેખર પ્રતિભાશાળી જ વ્યક્તિત્વ ધરાવતું હશે! જો જે હો સંધ્યા! આ તારી વન સાઈડ લવ સ્ટોરી નંબર વન લવ સ્ટોરી બનશે!" સંધ્યાની લાગણીને ધ્યાનમાં લઈને અત્યાર સુધી ચૂપ બેઠેલી વિપુલા બોલી ઉઠી."થેન્ક યુ વિપુ! એક તું જ મારી હાલત સમજી શકી." એમ કહી સંધ્યા વિપુલાને ગળે વળગી ખુશ થતા બોલી ઉઠી હતી."ઓહ! આ તો જો! અમે તારી કોઈ સ્ટોરી જ નહીં છતાં વન સાઈડ લવ સ્ટોરી કહ્યુ એ તને ન દેખાયું? આમ ન ચાલે હો ...વધુ વાંચો
સંધ્યા - 4
"હા લખી આપીશ." સંધ્યાએ કોઈ જ વિલંબ વગર તરત રીપ્લાય કર્યો હતો.એ રાજ અને અનિમેષ ના રીપ્લાયની રાહ જોઈ હતી. રાજ ટાઈપિંગ .. ટાઈપિંગ આવતું હતું. પણ હજુ એનો રીપ્લાય ન આવ્યો. સંધ્યાને થયું હમણાં એનું લખવાનું પતશે.. પણ રીપ્લાય આવતો જ નહોતો. અંતે એણે ફરી મેસેજ કર્યો. "તું શું લખે છે? કેટલો લાંબો મેસેજ લખે છે કે શું? જલ્દી લખ ને!" ગ્રુપ માં એક પછી એક જલ્પા, ચેતના, વિપુલા બધાએ મેસેજમાં કહ્યું "ખબર છે તો કહે ને!"ત્યાં જ રાજે રીપ્લાય માં કહ્યું , "સવારે વાત. અત્યારે એમાં એવું છે ને કે, મને બહુ ઊંઘ આવે છે, હું આટલું ...વધુ વાંચો
સંધ્યા - 5
સુનીલ કહીને જતો રહ્યો પણ સંધ્યાનું મન વિચલિત થઈ ગયું. એના મનમાં પણ એક ભય પેસી ગયો, કદાચ સુનીલને માટેના રીવ્યુ નેગેટિવ મળ્યા તો? ના ના એ સારો જ વ્યક્તિ હશે! મન મનાવતા મનમાં જ બોલી.કોઈ જ ઓળખાણ વગર પણ સંધ્યાને મનમાં એક આશા હતી કે, સૂરજનું વ્યક્તિત્વ સારું જ હશે! અહીં સંધ્યાને જેવું થયું એવું દરેકના જીવનમાં એકવાર તો એવું થતું જ હોય છે. જેમના માટે આપણે ધારણા બાંધી હોય એ સાચી જ હશે એવું માની લેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર એના માટે ધારણા બાંધવી એ ખુબ જ મોટી ભૂલ હોય છે. સંધ્યા ...વધુ વાંચો
સંધ્યા - 6
સુનીલને ધ્યાન ગયું કે, સંધ્યા એને જોઈ રહી છે. એણે નેણના ઈશારે કહ્યું કે, ત્યાં જો! સંધ્યાએ સહેજ નજર જોયું કે, સૂરજની સાથે એની નજર મળી! બંને એકબીજાને જોઈ જ રહ્યા હતા. સંધ્યાના ધબકાર એકદમ વધી ગયા હતા. આમ અચાનક એને રૂબરૂ થશે એ સંધ્યાને માટે ખુબ જ રોમાંચક હતું. બંન્ને સામસામે વિરુદ્ધ દિશા તરફ જઈ રહ્યા હતા. આથી થોડી જ ક્ષણ એ બંને એકબીજાની આંખમાં આંખ મિલાવી નિહાળી શક્યા! સંધ્યા તો વળીને પણ એને જ જોઈ રહી હતી. સૂરજ પણ સંધ્યાને સાઈડ મિરરથી એ પોતાને જ જોઈ રહી છે એ ખાતરી કરી ચુક્યો હતો.સુનીલે કોલેજના ગેટ પાસે બ્રેક ...વધુ વાંચો
સંધ્યા - 7
સંધ્યાના પપ્પા સાથે આવેલી એ વ્યક્તિને જોઈને તો એ જાણે એકદમ જ હરખાઈ ઉઠી. એણે ફરી એકવાર પોતાની આંખો એને લાગ્યું કે, એ કોઈ સપનું તો નથી જોઈ રહી ને? શું ખરેખર આ સૂરજ જ છે? પણ એ અહીં ક્યાંથી? એને થયું આમ અચાનક મારાં મનનો માણીગર મારાં ઘરે ક્યાંથી? ત્યાં જ સંધ્યાના પપ્પા બોલી ઉઠ્યા, "અરે! સંધ્યા! કેમ દરવાજા પાસે આમ જ ઊભી છો? અમને ઘરમાં તો આવવા દે." આંખનો પલકારો પણ માર્યા વગર એ સૂરજને જ નીરખી રહી હતી. હવે એને ભાન થયું કે, એ કોઈ સ્વપ્ન નહોતી જોઈ રહી. એ ખરેખર સૂરજ જ હતો. સૂરજના આવવાથી ...વધુ વાંચો
સંધ્યા - 8
સૂરજને મુકવા માટે સુનીલે કહ્યું, પણ સૂરજનો એક વિદ્યાર્થી બહાર ગેટ પાસે જ રાહ જોઈ રહ્યો હતો. સુરજ આભાર કરતા ઘરની બહાર નીકળ્યો હતો.સૂરજ ગયો કે તરત સંધ્યા પોતાની બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. એ સૂરજને જતો હતો એ જોવા ઈચ્છતી હતી. સૂરજને પણ અંદાજો આવી જ ગયો કે, સંધ્યા બહાર બાલ્કનીમાં હશે જ! આંખોથી મનની વાત એ જાણી ચુક્યો હોય એમ બહાર ગેટ પાસે પહોંચીને નજર સંધ્યાની બાલ્કની જે તરફ હોય એ તરફ કરી, અને સંધ્યાને ત્યાં ઉભેલી જોય કે તરત સ્મિત એના ચહેરા પર છવાઈ ગયું હતું. સંધ્યા પણ હસી જ પડી! બંને એકબીજાને જ્યાં સુધી જોઈ શકે ...વધુ વાંચો
સંધ્યા - 9
સંધ્યાને ગુસ્સે થયેલી જોઈને સુનીલ હસતા હસતા બોલ્યો, "આ તારા નખરા હું સમજી જાવ હો! મનમાં તારા જે સૂરજ છે એનુ તેજ તારા મોઢા પર ફેલાયેલું હું જોવ છું. એટલે તું ખોટી ગુસ્સે થવાના નાટક રેવા દે!""આ તારા જીવનમાં કોઈ રાજકુમારી આવી નહીં ને એટલે તું મારી મજાક ઉડાવે છે. જોજે ને! અત્યારે તું હશે છે ને પછી હું નહીં હોવ ત્યારે તું જ જાજુ રડીશ!""આ તું મોટી ક્યારે થવાની? તારું તો હસવા માંથી ખસવું થવાનું બંધ જ નથી થતું!" ફરી મજાક કરતા બોલ્યો."હું તારાથી નાની જ છું તો મોટી થવાનો તો પ્રશ્ન જ નથી.. હું તો નાની જ ...વધુ વાંચો
સંધ્યા - 10
સંધ્યાનો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો હતો. એને શું કહેવું કેમ કહેવું એ સમજાઈ રહ્યું નહોતું. એના ચહેરાને જોઈને ગ્રુપ એની પરિસ્થિતિ સમજી જ ગયું હતું. છતાં કોઈ જ કઈ બોલ્યા વિના સંધ્યાને તાકી રહ્યા હતા. સંધ્યા અમુક સેકન્ડ ચૂપ રહી શબ્દો ગોઠવતા બોલી, "તારી વાત સાચી છે. મારી ભૂલ થઈ, મને માફ નહીં કરે?" સંધ્યાના અવાજમાં અફસોસ છલકી રહ્યો હતો. એ ખુબ એના વર્તનથી શરમાઈ રહી હતી."આ તો તારો જૂનો ડાયલોગ થયો, લાસ્ટ ટાઈમ પણ તું આમ જ કહેતી હતી. બે દિવસ ની જ વાત છે ને! હકીકત તો એ જ છે કે તને હવે અમારી કિંમત જ ...વધુ વાંચો
સંધ્યા - 11
સંધ્યાને અંદાજ આવી જ ગયો કે સૂરજ એના ઘરે જ આવી રહ્યો છે. સંધ્યાના એ અહેસાસ માત્રથી જ ધબકારા ગયા હતા. સંધ્યાના મમ્મી અને પપ્પા હોસ્પિટલ ફરી ફોલોઅપ માટે ગયા હતા. સુનીલ હજુ કોલેજ થી આવ્યો નહોતો. સંધ્યા ઘરે એકલી હોવાથી સહેજ ગભરાઈ રહી હતી કે સૂરજ જો ઘરે આવ્યો તો કેમ એની સામે નોર્મલ રહી શકશે! સંધ્યા આવું વિચારી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગી, એ દરવાજો ખોલવા ગઈ હતી. સંધ્યાએ દરવાજો ખોલ્યો અને ખરેખર સૂરજ હતો. એના ચહેરે ખુશી અને ગભરાહટના મિશ્રિત ભાવ સૂરજ જાણી ગયો હતો. સંધ્યા કંઈ બોલે એ પહેલા એણે જ કહી દીધું, "અંદર ...વધુ વાંચો
સંધ્યા - 12
સૂરજ પોતાના પપ્પાના પ્રશ્નથી પરેશાન થઈ રહ્યો હતો. એ શું કહે એજ એને સમજાઈ રહ્યું નહોતું. એમના પપ્પાને કોઈ ન મળતા એમને ફરી પૂછ્યું, "શું વિચાર્યું બેટા?""પપ્પા હજુ કોઈ જ વિચાર કર્યો નહીં. હું તમને કેમ જવાબ આપું!""જો દીકરા! આટલી સુંદર, સંસ્કારી, સારું ભણેલી અને વળી જાણીતા પરિવારમાંથી જ આ ત્રીજી વખત વાત આવી છે. કોઈ બહાનું જ નહીં એને ના પાડવાનું, પહેલી વખત તું ભણે છે એમ કહી ના પાડી, બીજી વખત જોબ નહીં એમ કહી ના પાડી, હવે હું શું જવાબ આપું એ તું જ કહે!""અરે પપ્પા! તમને મેં કેટલી વખત કહ્યું છે કે, મારે મને જે ...વધુ વાંચો
સંધ્યા - 13
સંધ્યાને આમ અચાનક એનું ગ્રુપ સામેથી આવતું દેખાયું, એટલે એ જ્યાં હતી ત્યાં જ ઉભી રહી ગઈ હતી. બધાના જોઈને સંધ્યા વિચારમાં પડી ગઈ કે, આ લોકો બધા ભેગા થઈને ફરી મારી ફીરકી લેવાના કે શું? અમુક સેકન્ડમાં તો સંધ્યાએ કેટલું બધું વિચારી લીધું હતું. હજુ એ કંઈ વધુ વિચારે ત્યાં સુધીમાં આખું ગ્રુપ એની સમીપ પહોંચી જ ગયું હતું."આજ તારા માનમાં કલાસ બંક.. ચાલ આજ આપણે ભણવું જ નહી." આવુ કહી અનિમેષે સંધ્યાને અચરજમાં મૂકી દીધી હતી."શું કહે છે તું? કેમ ભણવું નહીં? અને તમે બધા પણ અનિમેષનું માનીને એની સાથે જોડાય ગયા? ના, એમ ન ચાલે ભણવું ...વધુ વાંચો
સંધ્યા - 14
સૂરજ જેવો બહાર નીકળ્યો કે, તરત સંધ્યાએ સૂરજનું વિઝિટિંગ કાર્ડ જોયું, નંબર જોઈને એને તરત જ પોતાના મોબાઈલમાં એ સેવ કરવાનું મન થયું હતું. એ નંબર સેવ કરવા જતી જ હતી ત્યાં જ એને સુનીલનો ચહેરો નજર સમક્ષ દેખાયો હતો. સંધ્યાના હાથ અચાનક નંબર સેવ કરતા અટકી ગયા હતા. સંધ્યાને પહેલા સુનીલ સાથે વાત કરવાનું યોગ્ય લાગ્યું હતું. સંધ્યાના હાથમાં હજુ મોબાઈલ હતો. સંધ્યાનું ધ્યાન પોતાના ગ્રુપના મેસેજના નોટીફીકેશન પર ગયું હતું. એને ગ્રુપ ખોલ્યું, એના અચરજનો પાર નહતો. ગ્રુપમાં બધાએ એટલી બધી મસ્તી મજાક કરતા મેસેજ કર્યા હતા કે સંધ્યા વાંચતા રીતસર ખડખડાટ હસી રહી હતી. એને અડધી ...વધુ વાંચો
સંધ્યા - 15
સંધ્યાએ જોયું કે, સૂરજની રિંગ વાગી રહી હતી. એ એટલી બધી ચોંકી ગઈ કે એને થયું કે, હું કેમ કરીશ? હિમ્મત એકઠી કરી એણે વાત કરવા ફોન ઉપાડ્યો હતો. ફોન જેવો ઉપાડ્યો કે, એ કાંઈ જ બોલી ન શકી. થોડી વાર બંને એકબીજાની હાજરીને અનુભવી રહ્યા. થોડીવાર બાદ સૂરજે કહ્યું, "આઈ લવ યુ સંધ્યા.""આઈ લવ યુ સૂરજ" અંતે સંધ્યાએ બોલી જ નાખ્યું હતું. બંન્ને વચ્ચેની વાતોનો પ્રારંભ થઈ ગયો હતો. એક પછી એક એટલી બધી વાતો થવા લાગી કે રાત્રીના કેટલા વાગ્યા હતા એ પણ બંન્ને માંથી કોઈને ખબર નહોતી. બંન્ને આજ પહેલી વખત વાત કરી રહ્યા હતા પરંતુ ...વધુ વાંચો
સંધ્યા - 16
સૂરજના મેસેજ વાંચીને સંધ્યા ખુબ જ દુવિધામાં મુકાઈ ગઈ હતી. એને ક્ષણિક તો એમ જ થઈ ગયું કે, મેં પસંદ કરવામાં ખોટી ઉતાવળ તો નથી કરીને! એ આવું વિચારીને સાવ ચૂપ જ થઈ ગઈ હતી. આ તરફ સંધ્યાના જવાબની રાહમાં સૂરજ વિચારોના ચકરાવમાં ઘુમેરાઈ રહ્યો હતો. એને એટલી બધી તકલીફ થઈ રહી હતી કે જેની સંધ્યાને કલ્પના જ નહોતી. સૂરજ આટલું જલ્દી એમની વાતને વડીલો સામે રજુ કરશે એની સંધ્યાને કલ્પના નહોતી. બંને પોતાની જગ્યાએ બરાબર જ હતા. પણ એકબીજાને સમજવામાં સહેજ ખોટા પડ્યા એ બંનેથી સહન થઈ રહ્યું નહોતું. સંધ્યાએ ખુબ વિચારીને સૂરજને મેસેજ કર્યો, "હું આપણા સબંધ ...વધુ વાંચો
સંધ્યા - 17
સૂરજ એના પેરેન્ટ્સ સાથે જેવો બહાર નીકળી ગયો કે, સંધ્યાને એકદમ હાશકારો થયો હતો. એ ખુબ જ ચિંતિત હતી, પોતાના ઘરમાં ક્યારેય કોઈ વાત છુપાવી નહોતી આથી કદાચ જો સૂરજના પેરેન્ટ્સ કોઈ વાત ઉચ્ચારે તો સંધ્યા શું કહેશે એ વાતનો એને ડર હતો. સંધ્યાને જે ડર હતો એ હવે દૂર થઈ ગયો હતો.સુનીલને પોતાના પપ્પાના વિચાર જાણવાના હેતુથી બોલ્યો, "સૂરજ ખુબ મિલનસાર અને રમુજી સ્વભાવનો છે. એમના માતાપિતા પણ ખુબ નિખાલસ લાગ્યા. તમને એમનો સ્વભાવ કેવો લાગ્યો?""હા, સારો સ્વભાવ છે. પણ આમ અચાનક કેમ એમ કહ્યું દીકરા?""બસ, એમ જ હું જાણવા ઈચ્છતો હતો કે, તમને સૂરજ ગમે છે કે ...વધુ વાંચો
સંધ્યા - 18
પંકજભાઈની વાત સાંભળીને દક્ષાબહેનને પણ રાહત થઈ હતી. એમને સૂરજ પસંદ હતો જ અને સંધ્યામાં આવેલ અમુક દિવસોનું પરિવર્તન ધ્યાનમાં હતું. આ પરિવર્તનમાં એ ખુબ જ ખુશ જણાઈ હતી, આથી દીકરીની ખુશી સામે બીજી બધી જ વાતો ગૌણ હતી. આ સંવેદનશીલ વાત પત્યાબાદ સંધ્યાના મનનો ભાર ખુબ જ હળવો થઈ ગયો હતો. સંધ્યાએ સુનીલ તરફ નજર કરી હતી. સુનીલના ચહેરાની રાહત સંધ્યાએ અનુભવી હતી. એને મનોમન વિચાર્યું કે, સુનીલે કેટલી સરળતાથી આખી ગંભીર વાત રજુ કરી દીધી હતી. બંન્નેએ એકબીજા સામે હળવું સ્મિત વેર્યુ હતું. બધા ઊંઘવા માટે પોતપોતાના રૂમમાં ગયા હતા. સંધ્યાએ મોઢું ધોયું અને એ સુનીલના રૂમમાં ...વધુ વાંચો
સંધ્યા - 19
સંધ્યાએ સૂરજના હોઠ પરના પ્રથમ સ્પર્શને માણીને એણે સૂરજને પોતાના હાથેથી અળગો કર્યો હતો. સૂરજે સમયને ધ્યાનમાં રાખીને ઊંઘવા સંધ્યાને જવા કહ્યું હતું.સૂરજ અને સંધ્યા બંન્ને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા, પરંતુ મન હજુ એકબીજાના સાનિધ્યમાં જ અટકી ગયા હતા. આજની રાત્રી બંનેને સરખી ઊંઘ આવી નહોતી. બીજા દિવસે બપોરે જમીને સંધ્યાને એના ઘરે સૂરજ મૂકી આવ્યો હતો. આ નવ દિવસ બંન્ને સાથે રહ્યા બાદ અલગ થવું બંન્ને માટે ખુબ કઠિન હતું.ચંદ્રકાન્તભાઈએ સૂરજ અને સંધ્યાની સગાઈનું એક વર્ષ થઈ ગયું હોવાથી હવે લગ્ન માટેનું મુરત કઢાવવા માટેની રજૂઆત કરી હતી. પંકજભાઈએ સંધ્યાને લગ્ન પછી પણ ભણવા માટેની અનુમતિ હોય ...વધુ વાંચો
સંધ્યા - 20
સંધ્યાના અને સુનીલના લગ્ન લખાઈ ગયા બાદ ઘરની બહાર જવાની વડીલોએ મનાઈ ફરમાવી દીધી હતી. આ તરફ સૂરજને તો માટે જવું જ પડે આથી રશ્મિકાબેન એની ખુબ ચિંતા કરતા હતા. એનું મન થોડું સંકુચિત ખરું, આથી નેગેટિવ વિચાર એમના મનમાં તરત આવી જતો હતો. સૂરજ બહાર નીકળે તો એને ટોકતા પણ ખરા! સૂરજ એમની વાત અવગણીને પોતાનું કર્મ ખુબ લગનથી કરતો હતો. પંક્તિ પણ એમના વડીલોને માન આપીને બહાર નીકળતી નહોતી. એ ચારેય એમના આ દિવસોને ગણીગણીને વિતાવી રહ્યા હતા. લગ્ન લખાઈ ગયા હતા એટલે રોજ પરિવારના સભ્યો રાત્રે ગીત ગાવા માટે એકઠા થતા હતા. આ સમય દરમિયાન આખો ...વધુ વાંચો
સંધ્યા - 21
સંધ્યાની તંદ્રા સૂરજના હળવા સ્મિતે તોડી હતી. સુરજ ત્યાં સુધીમાં સંધ્યાની નજીક આવી જ ગયો હતો. સંધ્યા એની બહેનો સખીઓની વચ્ચે બેઠી હતી. સંધ્યાની લગોલગ એના મામી અને મમ્મી એમ બંને આજુબાજુમાં બેઠા હતા. સૂરજ ત્યાં જઈને દક્ષાબહેન અને મામીને પગે લાગ્યો હતો. ત્યારબાદ સૂરજને પંકજભાઈ એમની બેઠક માટે જે સુંદર હિંડોળો સજાવ્યો હતો ત્યાં લઈ ગયા હતા. સંધ્યા પણ અનુક્રમે સાસરીમાં આવેલ બધા જ વડીલોને પગે લાગીને સૂરજ સાથે હિંડોળા પર બેઠી હતી. દસ દિવસબાદ થયેલ આ પ્રત્યક્ષ મુલાકાત, વળી એકદમ સુંદર મજાનું સંગીત અને થોડી થોડી વારે પવનની લહેરખી સાથે આવતી પારિજાત અને ચમેલીની સુગંધ બંનેને ખુબ ...વધુ વાંચો
સંધ્યા - 22
સંધ્યા પોતાની વિદાય વખતે ખુશી અને દર્દ એમ બેવડી લાગણીના આંસુ સાથે હસતા ચહેરે સાસરે ગઈ હતી. જેવી સંધ્યા કે, પંકજભાઈ ખુબ જ રડી પડ્યા હતા. એમના મનમાં જે ડૂમો ભરાયેલો હતો એ હવે બહાર ઠેલવાય ગયો હતો. એમનું રુદન જોઈને પંક્તિના પેરેન્ટ્સ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા. દક્ષાબહેને એમને પાણી આપીને શાંત પાડ્યા હતા. દક્ષાબહેન બોલ્યા, "તમે આમ હિમ્મત હારશો નહીં. આજે આપણી દીકરીની વિદાય થઈ પણ પંક્તિના આગમનથી આપણું દીકરી વગર ઘર સૂનું નહીં રહે! આપણને કુદરતે દીકરી સમાન વહુ આપી છે. ચાલો એના આગમનને ખુશીઓથી વધાવી લો.""હા દક્ષા! તારી વાત સાચી છે. હું સંધ્યાની વિદાયથી ...વધુ વાંચો
સંધ્યા - 23
સંધ્યાને કેરલ જવાનું હોય આથી પગફેરાનો રિવાજ પતાવી દીધો હતો. પંકજભાઈ અને દક્ષાબહેનએ એમને જતી વખતે શુભેચ્છા પાઠવી હતી. ચહેરાને જોઈને બંનેને હાશકારો થયો હતો કે, દીકરી સાસરે ખુશ છે. સૂરજ અને સંધ્યા બંને વડીલોના આશીર્વાદ લઈને કેરલની એમની સફર માટે નીકળ્યા હતા. એમની આ સફરનું પહેલું સ્થળ મુન્નાર હતું. ત્યારબાદ પેરિયાર, કુમારકોમ, એલ્લપૂઝા અને છેલ્લે કોચીન હતું. મુન્નારનું વાતાવરણ જ એટલું સુંદર હતું કે સંધ્યાને એમ થયું કે આનાથી વધુ કોઈ સુંદર સ્થળ હોઈ જ ન શકે! સંધ્યા જેટલી જગ્યાએ ફરી બધી જ જગ્યાઓ એકથી એક ચડિયાતી નીકળી હતી. ખુબ સરસ કુદરતી નજારો એમણે માણ્યો હતો. કેરલમાં ખુબ ...વધુ વાંચો
સંધ્યા - 24
સૂરજની નિખાલસતા છલકાવતી વાતથી સંધ્યા ઘડીક સ્તબ્ધ જ થઈ ગઈ હતી! એની કલ્પના બહાર હતું કે, કોઈ પુરુષના વિચાર પણ હોય શકે. સંધ્યા એવું સાંભળતી આવી હતી કે, એક પરણિત સ્ત્રીએ ફક્ત અંકુશ અને બંધનમાં જ રહેવાનું હોય છે. સૂરજની વાતથી એને ફરી પોતાના ભાગ્ય પર ગર્વ થઈ આવ્યો હતો. એ આવા વિચારોમાં જ હતી ત્યારે સૂરજ ફરી બોલ્યો, "શું થયું સંધ્યા?""અરે! એમ જ" આંખમાં આંસુની ઝલક છવાઈ ગઈ હતી."તો તું કેમ ભાવુક થઈ ગઈ?""મને મારા પ્રેમ પર ખુબ ગર્વ થઈ આવ્યું, ભગવાને મને જીવનસાથી તરીકે તમને આપીને દુનિયાની બધી જ ખુશી આપી દીધી છે." આટલું બોલી ને એ ...વધુ વાંચો
સંધ્યા - 25
સંધ્યાએ સૂરજની વાતને માન્ય રાખી અને પોતાનો વિચાર પડતો મુક્યો હતો. એનો ધ્યેય ફક્ત એક જ હતો કે, મમ્મીનું દુઃખી ન થાય, એ મમ્મીને ખુશ જોવા ઈચ્છતી હતી. સૂરજની વાતને સમજી અને એણે પોતાની લાગણીને અંકુશમાં લીધી હતી.સંધ્યાનો સમય હવે ઘર અને જોબમાં વ્યવસ્થિત વીતી રહ્યો હતો. એ પોતાનું જીવન એની ધારણા કરતા પણ વધુ સરસ વિતાવી રહી હતી. સૂરજ પણ એના જીવનમાં ખુબ હરણફાળ ઝડપે આગળ વધી રહ્યો હતો. એની એકેડમીમાં રમતવીરોની સંખ્યા વધવા લાગી હતી. પોતાની જોબ અને એકેડમીની સાથોસાથ પોતે પણ ટુર્નામેન્ટમાં ભાગ લેતો હતો. એનું સિલેક્શન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં થયું હતું. એ ખુબ પ્રેકટીસ કરતો રહેતો ...વધુ વાંચો
સંધ્યા - 26
સંધ્યા પિયરમાં આવી એટલે સાક્ષી સાથે સારો સમય પસાર થવા લાગ્યો હતો. એને માતૃત્વ પહેલા જ માતૃત્વનો અહેસાસ સાક્ષી રહી હતી. સાક્ષીને રમાડવી, તૈયાર કરવી, ઊંઘાડવી બધું જ સંધ્યા કરતી હતી. સંધ્યાને નવમો મહિનો બેસી ગયો હતો. સૂરજ ની ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ હતી. એની ટીમ ખુબ સરસ પર્ફોમ કરી રહી હતી. એ લોકો સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં આવી ગયા હતા. એક અઠવાડિયા પછી એમની ફાઈનલ ટુર્નામેન્ટ હતી. ફ્રાન્સ એમની હરીફ ટીમ હતી. બંને ટીમ ખુબ સરસ પર્ફોમ કરતી આવી હતી. એકદમ રસાકસી આ આવનાર મેચમાં થવાની હતી. આખી દુનિયામાં સૂરજનું નામ ઝળહળી ઉઠ્યું હતું. ફૂટબોલના કિંગ તરીકે વખણાવા લાગ્યો ...વધુ વાંચો
સંધ્યા - 27
સૂરજની આખી ટીમનું ખુબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વલ્ડ કપની ટ્રોફી સાથે પાડેલ આખી ટીમના ફોટા સોસ્યલ મીડિયામાં થઈ ગયા હતા. સૂરજ ના ત્રણ ગોલના લીધે ટીમમાં એનું વિશેષ યોગદાન હતું. સૂરજનું ભારતમાં આવ્યા બાદ ખુબ સરસ રીતે સન્માન સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સૂરજના પર્ફોમન્સના લીધે અનેક સ્પોન્સરો, તેમજ સ્ટેટ તરફથી અને લોકલ પોતાના ગામમાંથી એને અનેક સિલ્ડ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આખી ટીમે ભારત માટેનો રેકોર્ડ નોંધાવ્યો હોવાથી બધાનું નામ દેશભરમાં ચમકી રહ્યું હતું.સૂરજની સન્માનવિધિ ચાલી રહી હતી અને સંધ્યાને ખુબ જ પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. પંકજભાઈ તાત્કાલિક સંધ્યાને હોસ્પિટલે લઈ ગયા ...વધુ વાંચો
સંધ્યા - 28
સૂરજને આજે એના સ્ટુડન્ટની ટુર્નામેન્ટ માટે નીકળવાનું હતું. એ અનેક આશાઓ સાથે જઈ રહ્યો હતો. એ કાયમ જતી વખતે અને પપ્પાને પગે લાગતો હતો. એમના આશીર્વાદથી જ એ પોતાનું પ્રયાણ બહારની દુનિયામાં કરતો હતો. સૂરજ પોતાના રૂમમાં સંધ્યા પાસે પહોંચી ગયો હતો. જરૂરી દવા સંધ્યા બેગમાં મૂકી રહી હતી. પાછળથી સૂરજ આવીને સંધ્યાને ભેટી પડ્યો હતો. સંધ્યા પણ સૂરજ તરફ ફરીને એને ભેટી પડી હતી. હંમેશા હસતા ચહેરે સૂરજને જતી વખતે સાથ આપતી હતી, આ વખતે એને પ્રયાસ કરવો પડ્યો, એ ખુશ નહોતી, મન ખુબ એનું વ્યાકુળ હતું. સંધ્યાના ભાવ સૂરજ જાણી જ ગયો હતો. બંને એકબીજાને દુઃખી ચહેરો ...વધુ વાંચો
સંધ્યા - 29
અભિમન્યુએ જોયું કે, મમ્મીએ બધું જ કામ હવે પતાવી લીધું છે તો એનાથી હવે પપ્પા સાથે વાત કર્યા વગર એમ જ નહોતું! અભિમન્યુ જીદ કરતો હતો કે પપ્પા સાથે વીડિયોકોલમાં વાત કરવી છે. સંધ્યા ૧૦મિનિટથી નિરર્થક પ્રયાસ કરતી રહી કે અભિમન્યુને એના પપ્પા આવે ત્યાં સુધી એ રાહ જોવે પણ અભિમન્યુએ રડવાનું હવે શરૂ કર્યું હતું. સંધ્યાએ ના છૂટકે સૂરજને વીડિયો કોલ કર્યો હતો. સૂરજ પોતાના ઘરથી થોડો જ દૂર હતો. એનું ઘર મેઈનરોડ પર જ હતું. એ રોડ પર સાઈડમાં ચાલી રહ્યો હતો. સંધ્યાનો કોલ આવતા એ ફૂટપાથ પર શાંતિથી ચાલતા એણે વાત કરવા કૉલ એટેન્ડ કર્યો. અભિમન્યુને ...વધુ વાંચો
સંધ્યા - 30
સુનીલે એક તમાચા સાથે સુધબુધ ખોયેલ સંધ્યાને એમ ભાનમાં લાવી જાણે યમદૂત પાસેથી પોતાની બેનને પાછી ખેંચી લાવ્યો હોય! ભાનમાં આવી કે એના ગળે અટકેલ દર્દનું ડૂસકું છૂટ્યું હતું. સંધ્યા રડમસ અવાજે એટલું માંડ બોલી શકી કે, "મારોરોરો સૂરરરજજજ". એ સુનીલને ભેટીને રડવા લાગી હતી. એના રુદનથી આખું ઘર ગુંજી રહ્યું હતું. બધા ખુબ જ દુઃખી હતા. સંધ્યા સુનીલને ઈશારામાં આખું ઘર શણગાર્યું એ જણાવી રહી હતી. આંખમાંથી આંસુની ટપકતી ધાર સાથે એ સૂરજના સમીપ બેઠી અને એનો ચહેરો જોયો હતો. સૂરજના ચહેરામાં એને પહેલી વખત જોગિંગ કરતો સૂરજ દેખાય આવ્યો હતો. સંધ્યાએ મહામહેનતે સૂરજની પ્રદક્ષિણા ફરી પુષ્પ અર્પણ ...વધુ વાંચો
સંધ્યા - 31
સંધ્યાને ઊંઘ તો આવી જ નહોતી આથી ઉભી થઈ અને પોતાના નિત્યક્રમ કરવા લાગી હતી. સંધ્યા બાથરૂમમાં બ્રશ કરી હતી. બ્રશ કરતી વખતે એણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. સિંદૂર અને ચાંદલા વિહોણો ચહેરો જોઈને મનમાં જ આંસુને ગળી ગઈ હતી. પોતાનું અસ્તિત્વ અમુક જ સેકન્ડમાં પૂરું થઈ ગયું હતું. એને સૂરજ જે ઉછળીને પડ્યો એ ક્ષણ યાદ આવી ગઈ હતી. એ બેકાબુ થતા એક ચીસ એનાથી નીકળી ગઈ, સૂરરરજજજજ. આ જોરદાર ચીસ સાથે જ એ ચક્કર ખાય ને પડી ગઈ હતી.પંક્તિ આજની રાત ત્યાં જ રોકાઈ હતી. એ સંધ્યાની ચીસથી જાગીને અવાજ આવ્યો એ દિશામાં દોડી હતી. સંધ્યાના હાથમાં ...વધુ વાંચો
સંધ્યા - 32
સંધ્યાએ પોતાના ઘરમાં એક અડગ મક્કમતા સાથે પ્રવેશ કર્યો હતો કે, પરિસ્થિતિ મારી કોઈ પણ હોય મારો ધ્યેય અભિમન્યુની પરવરીશ જ રહેશે! એ માટે હું કયારેય કોઈ જ સમાધાન નહીં કરું. મન તો એણે મક્કમ કરી જ લીધું હતું પણ ઘરમાં ગુંજતા સૂરજની યાદના પડઘા એને વિચલિત કરી દેતા હતા. ફરીફરીને ભયાનક દ્રશ્ય એની આંખ સામે તાજું થઈને ઉભું રહી જતું હતું, છતાં સંધ્યા કોઈને કોઈ પ્રવૃત્તિમાં પોતાને ગુંચવેલી રાખતી હતી. સંધ્યા દિવસે તો પોતાનો સમય બીજા કામમાં પરોવીને પસાર કરી લતી હતી, પણ રાત એની વીતાવવી ખુબ મુશ્કેલ હતી. આખી રાત પડખા ફર્યા કરતી અને મોબાઈલમાં કેટલા વાગ્યા ...વધુ વાંચો
સંધ્યા - 33
સંધ્યાએ ખુબ મોટી અપેક્ષા એ કુમળા બાળક પાસે રાખી હતી. એને હતું કે, રોજ કોઈને કોઈ ખોટી વાત રજુ અભિમન્યુને ખોટી આશા આપવી એના કરતા હકીકત જણાવી દેવી એજ યોગ્ય છે. સંધ્યાએ પોતાની વાત તો અભિમન્યુને કહી દીધી પણ એ અભિમન્યુ મમ્મી દુઃખી ન થાય એ હેતુથી એની સામે કઈ જ બોલી ન શક્યો પણ એ આ બધું જ એના દાદા પાસે જઈને બોલ્યો, "દાદા! પપ્પા મારી ગિફ્ટ લઈને ક્યારેય પાછા આવશે જ નહીં. કૃષ્ણજીને એમની ખુબ જરૂર હતી એટલે એમણે પપ્પાને ત્યાં જ રોકી લીધા છે. એ ક્યારેય નહીં આવે.""તને આવું કોને કહ્યું?""મને આ બધુ મમ્મીએ કીધું. અને ...વધુ વાંચો
સંધ્યા - 34
સંધ્યાની વાત સાંભળીને દક્ષાબહેને તરત પૂછ્યું, "બેટા! તું ક્યાં નિર્ણયની વાત કરે છે? ક્યાં કારણથી તું આવી વાત કરે આમ એટલા માટે કહું છું કારણ કે, મારા સાસુસસરા કોઈ જ વડીલ તરીકેની એની ફરજ બજાવતા જ નથી. હક એમને જોઈએ છે પણ મારી તો ઠીક અભિમન્યુની કોઈ બાબતે પણ મને સાથ આપતા નથી. આર્થિક મદદ પણ તેઓ સામેથી કરતા નથી. હું જ મારી રીતે જેટલું થઈ શકે એટલું ઘરને ચલાવું છું. હું એમની જોડે રહું એનો મને કોઈ જ ફાયદો આ દોઢ વર્ષમાં મને દેખાયો નહીં. ઉલ્ટાનો અભિમન્યુની પરવરિશમાં મને એ લોકો કોઈ ને કોઈ બાબતે વિઘ્ન ઉભા કરે ...વધુ વાંચો
સંધ્યા - 35
સંધ્યા સવારના પોતાનો નિત્યકર્મ પતાવીને તૈયાર થઈ ગઈ હતી. જરૂરી જણાતો સામાન પણ એણે પેક કરી લીધો હતો. સંધ્યાને જોઈને રશ્મિકાબહેન તરત એમ થયું કે, સંધ્યાએ તો ઝડપથી આ વાતને અમલમાં પણ મૂકી દીધી! એમને સંધ્યાને ઘણુ બધું કહેવું હતું. મનમાં જે ગુસ્સો હતો કે, સૂરજ તારે હિસાબે જ નથી એ મેણું ફરી મારવું હતું, પણ ચંદ્રકાન્તભાઈએ કડકાઈથી સંધ્યાને કઈ જ ન કહેવા કહ્યું હોય અને તેઓ પણ અત્યારે હાજર હોય ન છૂટકે એમણે પોતાનો ક્રોધ પીવો પડ્યો હતો. સંધ્યા પોતાની જોબ માટે નીકળે ત્યાં સુધીમાં એણે અભિમન્યુને પણ તૈયાર કરી દીધો હતો. સંધ્યા જોબ પર જતી રહી હોય, ...વધુ વાંચો
સંધ્યા - 36
સુનીલને કલ્પના પણ નહોતી કે, સંધ્યા આટલી બધી દુવિધા સાથે જીવી રહી હશે. એને ખુબ દુઃખ થયું કે પોતે મન ક્યારેય વાંચી જ ન શક્યો. આજે પોતાને સંધ્યાના સ્થાન પર રાખીને જોયું તો એણે અનુભવ્યું કે, કેટલી વેદના વચ્ચે પણ એ ખુબ સરળતાથી જીવે છે. સુનીલથી પોતાનું કામ થઈ રહ્યું નહોતું. એણે સંધ્યાને બોલાવી અને કહ્યું, "તું આટલી બધી તકલીફમાં હતી તો તે કેમ મને ક્યારેય કોઈ જ વાત ન કરી? તું પરણી ગઈ એટલે આપણી વચ્ચે અંતર આવી ગયું?""ના એવું નથી. પણ તને કહીને પણ શું ફેર પડવાનો હતો? તું દુઃખી થાય એ સિવાય બીજું કઈ જ આપણે ...વધુ વાંચો
સંધ્યા - 37
દક્ષાબહેને પ્રાથૅના કરી ને આંખ ખોલી તો બાજુમાં પંક્તિને પ્રાર્થના કરતા જોઈ હતી. એ એકદમ ભાવુક થઈ ગયા હતા. પંક્તિના માથે હાથ ફેરવ્યો અને મનમાં જ પ્રભુને કહ્યું, મારી વહુને મેં પહેલીવાર પ્રાર્થના કરતા જોઈ છે, એણે જે પણ માંગ્યું હોય એ એને આપજો.સાસુ અને વહુની વચ્ચેનો એક અનેરો સંબંધ આજે અનાયસે વધુ મજબૂત બની ગયો હતો. બંન્ને દિલથી એકબીજાને ખુશ જોવા ઇચ્છતા હતા.સંધ્યાને આજે બ્રેક સમયમાં એનું ગ્રુપ સ્કુલમાં મળવા આવ્યું હતું. સંધ્યા ઘણા દિવસે બધાને આજે મળીને ખુબ જ ખુશ હતી. બધા દસ મિનિટ માંડ મળ્યા હશે, પણ આટલા ઓછા સમયમાં પણ કેટલી બધી મજા એમણે સમેટી ...વધુ વાંચો
સંધ્યા - 38
સુનીલનો જવાબ સાંભળીને પંક્તિ એકદમ આવેશમાં આવીને બોલી ઉઠી, "આ મારા લગ્નજીવનની હજુ શરૂઆત જ થઈ છે ત્યાં, આજીવનની આવી ગઈ છે.""તું શાંતિ રાખ. હું નથી ઈચ્છતો કે, સંધ્યા તારી આવી વાત સાંભળીને દુઃખી થાય.""સારું સાંભળી જાય તો, હું થાકી ગઈ છું. સંધ્યા, સંધ્યા, બસ સંધ્યા..."સુનીલથી સંધ્યાનો વાંક નહોતો અને તેમ છતાં પંક્તિ આટલું બધું બોલી રહી હતી એ સુનિલથી સહન ન થતા સુનીલે પોતાની પાસે રહેલ તકિયાનો જોરથી ઘા કર્યો અને પગ પછાડતો બાથરૂમમાં જતો રહ્યો હતો.પંક્તિ બેડપર રડતી બેસી રહી હતી. બંન્ને પોતાની જગ્યાએ સાચા જ હતા. એકબીજાને સમજવાનો અભાવ બંનેને તકલીફ આપી રહ્યો હતો. અતિશય ક્રોધના ...વધુ વાંચો
સંધ્યા - 39
સંધ્યા પોતાનું સિલાઈનું કામ પતાવી ફ્રી થઈ ત્યાં જ તેને અભિમન્યુને લેવા જવાનો સમય થઈ ગયો હતો. એ અભિમન્યુને ગઈ ત્યારે તેણે અભિમન્યુના ટીચરને અભિમન્યુનું કેવું સ્કૂલમાં ધ્યાન હોય છે એ બાબતે અમુક પૂછપરછ કરી હતી. અભિમન્યુના મેડમ બોલ્યા, "એ ખૂબ હોશિયાર છે. એક વખત એને કોઈ પણ બાબત શીખવાડીએ પછી એને ફરી ક્યારેય એ સમજાવવી પડતી નથી. મારા જીવનમાં જોયેલું આટલું હોશિયાર બાળક કદાચ અભિમન્યુ પહેલો જ હશે! ભણવામાં જ હોશિયાર છે એવું નથી પણ ચોખ્ખાઈ, સમજદારી, મદદ કરવી, અને નિ:સ્વાર્થ ભાવે બધા સાથે હળીમળી જવું એ બાબત એની ખૂબ બધાથી અનોખી જ છે. તમે ખુબ ભાગ્યશાળી છો ...વધુ વાંચો
સંધ્યા - 40
"હા, તું સાચું જ કહે છે! હું જ ખુબ નેગેટિવ વિચારતી થઈ ગઈ છું. હવે હું આવું ક્યારેય વિચારીશ સંધ્યાએ પોતાના ખોટા વિચારને દૂર કરવાના પ્રયત્ન કરતા કહ્યું.દક્ષાબહેન સંધ્યાને પાણી આપીને પોતે મૌન રહી હિમ્મત આપી રહ્યા હતા. એ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા, આથી કંઈ કહી શકે એવી પરિસ્થિતિમાં જ નહોતા. પણ સંધ્યા એમની હૂંફને અનુભવી શકતી હતી. પંકજભાઈ મહા મહેનતે એટલું બોલ્યા કે, "જો બેટા! જીવનમાં ક્યારેય નબળા વિચાર કરવાના જ નહીં. તું તારું જીવન શાંતિથી જીવ અમે બધા તારી સાથે જ છીએ!સંધ્યા હવે થોડી સ્વસ્થ થઈ ગઈ હતી. પંક્તિ પણ સાક્ષી અને અભિમન્યુને લઈને આવી ...વધુ વાંચો
સંધ્યા - 41
સંધ્યા એ બધી બહેનોને જડબેસલાક જવાબ આપી ને ત્યાંથી પોતાના સ્વમાનની માટેની લડતને સ્વીકારતા લિફ્ટ પાસે સાક્ષી અને અભિમન્યુને પહોંચી હતી. પંક્તિ પણ પોતાનું સ્કૂટર પાર્ક કરીને એ બહેનો સામે એક તીક્ષ્ણ નજર કરીને સંધ્યા પાસે પહોંચી ગઈ હતી.પંક્તિએ સંધ્યાને લિફ્ટમાં જેવા અંદર પ્રવેશ્યા કે તરત કહ્યું, "વાહ સંધ્યા! શાબાશ સંધ્યા... બસ આમ જ બધાનું મોઢું બંધ કરતી રહેજે! ક્યારેય સ્વમાનને હારવા દેવું નહીં! આ દુનિયામાં સીધા લોકો જ વધુ હેરાન થાય છે."સંધ્યાએ ઘરમાં પ્રવેશીને તરત પહેલા પાણી પીધું હતું. એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના મમ્મીને કહ્યું, "મમ્મી આજ મેં મારી લાઈફમાં પહેલીવાર એક સાથે ચાર જણાને તમાચો ...વધુ વાંચો
સંધ્યા - 42
સંધ્યા ઘરે આવી ત્યારે ખુબ ખુશ હતી. એને પોતાના ભાઈ માટેનો પ્રોગ્રામ જે સેટ કર્યો એની ખુશી એને ખુબ રહી હતી. પણ અત્યારે આખો પ્રોગ્રામ આવતીકાલની સાંજ સુધી ગુપ્ત જ રાખવાનો હતો. આથી પંક્તિને ખુબ સરસ સરપ્રાઈઝ મળે!પંક્તિ અને દક્ષાબહેને જમવાનું બનાવી રાખ્યું હતું. બધાએ સાથે જમ્યું એ પછી પંક્તિ અને સુનીલ થોડીવાર બાળકોને લઈને નીચે ગાર્ડનમાં ગયા હતા.સંધ્યાને આ મોકો પોતાના મમ્મીપપ્પાને ભાઈની ટ્રિપની બધી વાત કહેવા માટે યોગ્ય લાગ્યો હતો. સંધ્યાએ કહ્યું, "મેં ભાઈ માટે પરમદિવસની વહેલી સવારની ગોવા જવાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી છે. ત્યાં ત્રણ દિવસ અને બે રાત્રીની ની હોટલ પણ બુક કરાવી દીધી ...વધુ વાંચો
સંધ્યા - 43
સંધ્યા એના આખા પરિવાર સાથે હોલમાં બેઠી હતી. બધા વાતો કરી રહ્યા હતા પણ સંધ્યાનું વાતમાં ધ્યાન જ નહોતું. વિચારોમાં ગુચવાયેલ હતી કે, "કાલ સાક્ષી ચાર દિવસ માટે નહીં હોય, અભિમન્યુને કેમ હું સાચવી શકીશ!"સુનીલ થોડો અણસાર તો પામી ચુક્યો પણ ખરું એનું કારણ તો સંધ્યા જ જાણતી હોય એણે સંધ્યાને પૂછ્યું કે, "શું વિચારમાં છે?"હું વિચારું છું કે, અભિમન્યુને હવે ફૂટબોલની ટ્રેનિંગ આપવાની શરુ કરાવવી છે."હા, એ યોગ્ય સમય છે. અભિમન્યુ હવે પાંચ વર્ષનો થશે તો નાનપણથી જ એ શીખે તો એના પપ્પાની જેમ એક ખુબ સરસ નામના ધરાવતો પ્લેયર બની શકે. અને એના પપ્પાના શોખને એ પણ ...વધુ વાંચો
સંધ્યા - 44
સંધ્યાએ જીતેશની સૂરજ માટેની લાગણી જોઈને આવતીકાલે પાંચ વાગ્યે અભિમન્યુને એ મૂકી જશે અને જીતેશ ખુદ એને શીખડાવશે એમ નક્કી કરી હતી. સંધ્યા ત્યાંથી એકદમ ભારી કલેજે બહાર નીકળી હતી. એને આજ ફરી ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. સૂરજની એના સ્ટુડન્ટમાં જે ચાહના હતી એ સંધ્યાને પણ સ્પર્શી ગઈ હતી. સૂરજ એમના ચાહકોનો પ્રેમ જીલી શકે એ પહેલા જ એ પ્રભુ પાસે જતો રહ્યો હતો. એજ વાતનું દુઃખ સંધ્યાને થઈ રહ્યું હતું. કદાચ આ બધી જ ખુશી સૂરજ પણ મેળવી શકત, પણ ભગવાને એ વાતની ખુશીથી એને અળગો જ રાખ્યો હતો. "મમ્મી તું આ અંકલને ઓળખે છે?" અભિમન્યુના પ્રશ્નએ ...વધુ વાંચો
સંધ્યા - 45
પંક્તિ જમ્યા બાદ પોતાના રૂમમાં આવી હતી. એણે સંધ્યાએ જે ટ્રીપ આપીને ખુશી આપી હતી એવો જ ખુશીનો અહેસાસ કરાવવા એ એક કાર્ડ બનાવી રહી હતી. ખુબ ઝડપથી એણે એ કાર્ડ બનાવ્યું હતું. આટલા ઓછા સમયમાં પણ કાર્ડ અતિ સુંદર બન્યું હતું. સુનીલ રૂમમાં જોવા આવ્યો કે, અચાનક પંક્તિ શું ગુંચવાઈ ગઈ હતી? સુનીલ કાર્ડ જોઈને દંગ રહી ગયો હતો. પંક્તિએ ખરેખર ખુબ સરસ કાર્ડ બનાવ્યું હતું. જલ્દી એણે એમાં અમુક ડેકોરેશન કર્યું અને એ કાર્ડ સંધ્યાને આપવા હોલમાં ગઈ હતી. સંધ્યા કાર્ડ જોઈને ખુશ થઈ ગઈ હતી. એની લાઈફમાં પહેલીવાર કોઈએ જાતે બનાવેલ કાર્ડ આપ્યું હતું. એ ભાભીની ...વધુ વાંચો
સંધ્યા - 46
પંક્તિને એ બહેનની વાત એકદમ સ્પર્શી ગઈ હતી. પંક્તિનું માઈન્ડ સેટ નહોતું, આથી એ પણ એક કામવાળી બેનના વિચારને લાગી હતી. એ બહેનોનું કામ જ એવું હોય કે કોઈની પણ વાતમાં આવી જાય અને ગમે ત્યારે દુશ્મની પણ થઈ જતી હોય છે. એમના વિચાર જ સાવ છીછરા હોય છે. આથી જ તો જીવનમાં આટલી મહેનત કરવા છતાં જીવન સાવ દુઃખી થઈ જીવતા હોય છે. એનું કારણ માત્ર એજ કે એમના વિચાર જ એમના જીવનને આગળ વધતું અટકાવે છે. અને આજે પંક્તિએ એ લોકોના વિચારને મનમાં સ્થાન આપ્યું હતું. પંક્તિએ એ વાતને મનમાં લઈને ખુબ મોટી ભૂલ કરી હતી. પણ ...વધુ વાંચો
સંધ્યા - 47
પંક્તિને ડોક્ટર ડીલેવરી રૂમમાં લઈ ગયા હતા. બહાર પરિવારના બધા જ સદશ્યો ડોક્ટર સમાચાર આપે એની રાહ જોઈ રહ્યા થોડીવાર પછી એક નર્સ આવી એણે કહ્યુ કે,"પંક્તિએ એક ખુબ સરસ બાળકીને જન્મ આપ્યો છે. બાળકી એકદમ તંદુરસ્ત છે અને એની માતાની તબિયત પણ સારી છે. બધાએ આવનાર બાળકી કુદરતની મરજી હોય એને સહર્ષ સ્વીકારી હતી. હા, કદાચ દીકરો આવ્યો હોત તો ખુશી કંઈક અલગ જ હોત, પણ આ દીકરી માટે કોઈને અણગમો નહોતો. એક પછી એક બધા જ એ બાળકીનું મોઢું જોઈ આવ્યા હતા. ખુબ જ સુંદર હતી. સંધ્યાએ સાક્ષી અને અભિમન્યુની સાથે ઘરે રહેવું પડ્યું હતું. હવે એ ...વધુ વાંચો
સંધ્યા - 48
પંક્તિના મમ્મી પંક્તિ પાસે ગયા હતા. પંક્તિ બેબીને પોતાની પડખે રાખીને સૂતી હતી. પંક્તિએ મમ્મીને જોયું કે, તરત જ આંખમાં ઝરઝરીયા આવી ગયા હતા. થોડીવાર પંક્તિને એમણે હળવી થવા દીધી હતી. પછી તેઓ દીકરીને બોલ્યા, "આજે તે જે વર્તન કર્યું એ ખરેખર ખુબ જ ખરાબ કર્યું છે.""એ સંધ્યાએ તમને આટલી વારમાં મારા માટે કાનભંભેરણી પણ કરી દીધી?" ગુસ્સા સાથે પંક્તિ બોલી હતી."સંધ્યા એક શબ્દ પણ બોલી નથી. પણ આજે ખરેખર મને અફસોસ છે કે તું મારુ બાળક છે. તું પણ મારી દીકરી જ છે, મેં પણ તારા જન્મ સમયે આવું કર્યું હોત તો? હજુ સ્વભાવ બદલી નાખ! મેં ક્યારેય ...વધુ વાંચો
સંધ્યા - 49
સંધ્યાએ મન તો મક્કમ કરી જ લીધું હતું. પણ પોતે આવડી મોટી દુનિયામાં સાવ એકલી હોય મહેસુસ કરી રહી એને નિર્ણય લીધો કે એકલી રહીશ પણ રહેવા માટે ઘર અને જરૂરી સામાન, જીણું જીણું તો કેટકેટલું જરૂર પડે એ બધું જ પોતે કેમ કરશે એ ઉપાધિમાં એ સરી પડી હતી. એ કામ કરતી હતી પણ મન સતત એ ચિંતામાં હતું. પાંચ જ દિવસમાં બધું જ મેનેજ કરવું એ ખુબ અઘરી વાત હતી. હોસ્પિટલથી હવે બધા જ આવી ગયા હતા. સંધ્યાએ બધાને જમાડ્યા હતા. દક્ષાબહેન સાક્ષીને ઉંઘાડવા ગયા હતા. અને સંધ્યા અભિમન્યુને ઉંઘાડવા ગઈ હતી. બંને જણા બાળકોને ઉંઘાડીને હોલમાં ...વધુ વાંચો
સંધ્યા - 50
સંધ્યાને સૂરજના અસ્તિત્વનો અહેસાસ થયો આથી એ ખુબ જ ખુશ થઈ ગઈ હતી. એને એમ થઈ ગયું કે, સૂરજ ક્ષણે મારી સાથે મારી ભીતરે જ છે. બસ, આટલો અહેસાસ એને જીવન જીવવા માટે પૂરતો હતો. એનું પળભરમાં સઘળું દુઃખ દૂર થઈ ગયું હતું. એક આહલાદક અહેસાસ સાથે એ શાંતિથી ઊંઘી ગઈ હતી. સવારે સંધ્યા જયારે ઉઠી ત્યારે એ ખુબ જ તાજગીનો અહેસાસ કરી શકતી હતી. વર્ષો પછી આજની રાત એ શાંતિથી સૂતી હતી. સંધ્યાની ફક્ત કાયાને જ નહીં પણ મનને પણ શાતા મળી હતી.સંધ્યાએ બધાનો નાસ્તો અને ઘરનું વધારાનું કામ પતાવ્યું અને અભિમન્યુને તૈયાર કર્યો હતો. દક્ષાબહેને સાક્ષીને તૈયાર ...વધુ વાંચો
સંધ્યા - 51
સંધ્યાની જયારે લગ્ન બાદ વિદાય થઈ હતી ત્યારે જે તકલીફ થઈ હતી એના કરતા અનેકગણી તકલીફ અત્યારે પંકજભાઈ, દક્ષાબહેન સુનીલને થઈ રહી હતી. સંધ્યાને એક કોમળ ફૂલ સમાન ઉછેરી હતી, અને હવે જયારે એ પહાડ જેવી જિંદગીની તકલીફો એકલા હાથે સંધ્યાએ દૂર કરવાની હોય એ એમના ત્રણેયથી સહન થતું નહોતું જ! પણ કદાચ કર્મ જ બધાનું એવું હશે કે, એમને ભોગવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો!સંધ્યા પોતાના ભાડાના ઘરમાં પ્રવેશી હતી. હા, ઘર ઘણું નાનું હતું પણ હવે એને અહીંથી કોઈ જાકારો કરે એવો કોઈ અવકાશ ન હોવાથી પારાવાર સંતોષ હતો. વળી સૂરજનો એના અંશ રૂપી ધબકતો અહેસાસ એને ...વધુ વાંચો
સંધ્યા - 52
દક્ષાબહેને ખૂબ પ્રેમથી સાક્ષીના ગળે ઘૂંટડો તો ઉતારી દીધો હતો પણ પોતાને ક્યું બહાનું ધરે કે એનું મન શાંત એમનું દિલડું અંદરથી ખૂબ જ રડી રહ્યું હતું. એમને કાંઈ જ ગમતું નહોતું! ચહેરાને પરાણે હસતું રાખી રહ્યા હતા. એક તરફ સંધ્યાની થતી ચિંતા અને બીજી તરફ સુનીલની લાચારી આ બંનેમાં મા ની મમતા વલોવાઈ રહી હતી. છાશમાંથી માખણ જેમ છૂટું પડે એમ એમની ભીતરે ધબકતી સંધ્યા અચાનક એમનાથી અળગી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું અને દુઃખ એ વાતનું પણ હતું કે, આજે સંધ્યા સાથે એના ઘરે પણ પોતે જઈ શક્યા નહોતા! આજે એમના મનમાં જે ખળભળાટ થતો ...વધુ વાંચો
સંધ્યા - 53
સંધ્યાના અને અભિમન્યુના આમ જ દિવસો પસાર થવા લાગ્યા હતા. સંધ્યા આજ એકેડેમીથી છૂટીને સીધી જ અભિમન્યુને એના દાદા દાદીને મળવા માટે લઈ ગઈ હતી. ચંદ્રકાન્તભાઈ અભિમન્યુને જોઈને ખુબ જ ખુશ થઈ ગયા હતા. રશ્મિકાબહેને એમના સ્વભાવ અનુસાર નોખા થવાની વાતને ઉચ્ચારીને સંધ્યાને મેણું મારવાનું ચુક્યા નહોતા. સંધ્યાએ ખુબ વિનયથી જવાબ આપતા કહ્યું કે, "કુદરતે મારા જીવનમાં જે સંઘર્ષ લખ્યો છે, એ હું કોઈના પણ સાથ વગર હવે એકલા જ લડીને જીવવા ઈચ્છું છું. અને મારી એ લડાઈમાં આપ બંનેની જેમ મારા પિયરના સભ્યોએ પણ મને અનુમતિ આપી દીધી છે. હું આપ બંને પાસે આશીર્વાદ જ લેવા આવી છું ...વધુ વાંચો
સંધ્યા - 54
સંધ્યાએ ભરાવેલી કી ને ચાલુ કરી અને ઓટોસ્ટાર્ટ કર્યું એટલે એનું સ્કૂટર ચાલુ થઈ ગયું હતું. આંખે રસ્તે એક વાત મનમાં દોડી રહી હતી કે, પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. મેં મારા દીકરાનો પણ ઘણો સમય મારા ભણતરમાં લીધો છે એને મેં સરખો સમય આપ્યો નહીં. એનું બાળપણ મેં આમ જ મારી ચિંતામાં વેડફ્યું છે. સંધ્યા આજે ન હોય એવી અનેક ચિંતાઓને વશ થઈ ગઈ હતી. આખરે એ પરીક્ષા કેન્દ્રે પહોંચી ગઈ હતી. જેવો બેલ વાગ્યો બધા પોતાના પરીક્ષા ખંડને શોધી ત્યાં જઈ રહ્યા હતા. સંધ્યાને ખુબ જ બીક લાગતી હોવાથી એને પાણીની તરસ પણ લાગી હતી. પોતાનો ક્લાસ ...વધુ વાંચો
સંધ્યા - 55
સંધ્યાએ ભરાવેલી કી ને ચાલુ કરી અને ઓટોસ્ટાર્ટ કર્યું એટલે એનું સ્કૂટર ચાલુ થઈ ગયું હતું. આંખે રસ્તે એક વાત મનમાં દોડી રહી હતી કે, પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. મેં મારા દીકરાનો પણ ઘણો સમય મારા ભણતરમાં લીધો છે એને મેં સરખો સમય આપ્યો નહીં. એનું બાળપણ મેં આમ જ મારી ચિંતામાં વેડફ્યું છે. સંધ્યા આજે ન હોય એવી અનેક ચિંતાઓને વશ થઈ ગઈ હતી. આખરે એ પરીક્ષા કેન્દ્રે પહોંચી ગઈ હતી. જેવો બેલ વાગ્યો બધા પોતાના પરીક્ષા ખંડને શોધી ત્યાં જઈ રહ્યા હતા. સંધ્યાને ખુબ જ બીક લાગતી હોવાથી એને પાણીની તરસ પણ લાગી હતી. પોતાનો ક્લાસ ...વધુ વાંચો
સંધ્યા - 56
સંધ્યા એના લગ્ન વખતના દાંડિયારાસના દિવસની યાદમાં સારી પડી હતી ત્યાં જ હિંડોળા પર ઝુલતા જ સૂરજ બોલ્યો, "જો આમ તું ઉદાસ થઈને હું તારાથી દૂર છું એમ ન વિચાર. પ્રત્યેક ક્ષણ હું તારી સાથે જ તારામાં જ શ્વસી રહ્યો છું. આપણો પ્રેમ અમર છે અને તું પણ મને મારા અહેસાસને અનુભવી જ શકે છે. પણ ક્યારેક મારા પ્રેમની તું કસોટી કરી લે છે. ખરું કહ્યું ને મેં?" એમ કહીને સૂરજે સંધ્યાને એના હાથ પર ચૂમતા પૂછ્યું હતું.સંધ્યાને જેવો સૂરજના હોઠનો એના હાથ પર સ્પર્શ થયો એ સાચો જ સ્પર્શ હોય એવો અહેસાસ સંધ્યાને થતા એ ફરી ખુશ થઈ ...વધુ વાંચો
સંધ્યા - 57
ટુર્નામેન્ટ પત્યા પછી અભિમન્યુ એના મામાને ઘરે આવ્યો હતો. મામાને આપેલ વચન એણે ઓટોગ્રાફ આપીને નિભાવ્યું હતું. એ ખુબ ખુશ હતો. એ બોલ્યો, "મામા! આ પેન હું જીવનભર મારી સાથે જ રાખીશ!""હા, બેટા!" આટલું તો સુનીલ માંડ બોલી શક્યો હતો. એને અભિમન્યુના શબ્દો હૃદયે સ્પર્શી ગયા હતા. થોડીવાર દિવ્યા અને સાક્ષી સાથે રમીને અભિમન્યુ પોતાના ઘરે આવ્યો હતો. સંધ્યાએ અભિમન્યુ ટુર્નામેન્ટમાં રમતો હતો એ વિડીયો અભિમન્યુને દેખાડ્યા હતા. અભિમન્યુને એ જોઈને ખુબ જ મજા આવી હતી. સંધ્યા અને અભિમન્યુ હવે પોતાના જીવનમાં ખુબ જ ઓતપ્રોત થઈ ગયા હતા. દુનિયાની બધી જ ચિંતા અને તકલીફથી દૂર રહીને પોતાના ધ્યેયને જીવવા ...વધુ વાંચો
સંધ્યા - 58
સંધ્યાના જીવનમાં એણે જેમ દરેક બાબતોનો ચૂપ રહીને સામનો કર્યો હતો ત્યારે એ બાબત વધુ આક્રમક બનવા લાગી હતી, એણે પોતાનો રસ્તો જાતે જ નક્કી કર્યો, એ દરેક તકલિફ આપતી બાબતને ઇગ્નોર કરવાની શરૂ કરી દીધી અને એ આપોઆપ દરેક બાબતથી થતી તકલીફ દૂર થઈ ગઈ હતી.સંધ્યા હવે પોતાના ફ્લેટ પર રહેવા માટે બધો જરૂરી સમાન લઈને આવી ગઈ હતી. ફર્નીચરનું કામ ચાલુ હતું ત્યારે જ સંધ્યાએ અમુક જીવન જરૂરી વસ્તુઓ લેવાનું શરૂ કરી દીધું હતું. આજે સંધ્યાનું ગ્રુપ એની સાથે મદદ માટે ઉભું હતું. ઘરનો સામાન ગોઠવવો, કબાટ ગોઠવવા,પડદા ફિટ કરવા વગેરે નાના કામ માટે એ લોકો ખુબ ...વધુ વાંચો
સંધ્યા - 59
સંધ્યા પ્રિન્સિપાલે જે સમાચાર આપ્યા એ સાંભળીને ખુબ જ આશ્ચર્યમાં જ પડી ગઈ હતી. એ ખુબ જ હરખાઈ ગઈ એની કલ્પના બહારના આ સમાચાર હતા કે, સંધ્યાને આવતીકાલથી પ્રિન્સિપાલની પોસ્ટ સંભાળવાની હતી. સંધ્યાને આ સમાચાર આપવા બદલ પ્રિન્સીપાલનો એણે આભાર માન્યો હતો. એમને પગે લાગીને આશીર્વાદ પણ માંગ્યા કે, પોતે પણ એમની જેમ જ આ સ્કૂલનું સંચાલન સારી રીતે કરી શકે! અત્યારે જે પ્રિન્સિપાલ હતા એમની નિમણુંક આજે સ્કૂલની નવી બ્રાન્ચમાં થઈ હતી આથી જ એમની જગ્યાએ સંધ્યાની પસંદગી કરવામાં આવી હતી. સંધ્યાની ફક્ત પોસ્ટ વધી એટલું જ નહીં પણ એની સેલેરી પણ ખુબ વધી ગઈ હતી. સ્કૂલમાં ઘણા ...વધુ વાંચો
સંધ્યા - 60 - (અંતિમભાગ)
સંધ્યા હવે ખુબ ઉંચાઈએ પહોંચી ગઈ હતી. એની ફેશન ડિઝાઈનિંગની અને સેલ્ફ ડેવલોપમેન્ટની બ્રાન્ચ ગુજરાતમાં દરેક મોટા શહેરમાં ખુલી હતી. દરેક બ્રાન્ચમાં એની નક્કી કરેલા શેડ્યુલ મુજબ જ સ્ટડી અને એક્ઝામ લેવાતી હતી. આમ એ કાર્યની સાથે હવે સંધ્યાના બુટિક 'શગુન' નામથી ગુજરાતમાં જ નહીં પણ ભારતના બધા જ મોટા સિટીમાં પોતાનું અલગ આગવું સ્થાન પામી ચુક્યા હતા. સંધ્યાનો માર્કેટિંગ સ્કેલ પણ એટલો મોટો હતો કે એ બધી જ ડિઝાઇન ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ બનાવતી હતી છતાં એ આજના આધુનિક લોકોને પસંદ પડતી જ હતી. સંધ્યા હવે ફક્ત પોતાના જ નામથી આખા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ...વધુ વાંચો