પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા

(7.6k)
  • 270.3k
  • 753
  • 109.9k

ઘણા વર્ષો પૂર્વે ની વાત છે જયારે શહેરો જંગલો થી ઘેરાયેલા રહેતા ,એવું જ એક શહેર નઝરગઢ .નઝરગઢ ચારેય બાજુ થી જંગલ થી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર .આ નઝરગઢ અને તેના જંગલ કેટલાય રહસ્યો છુપાવીને બેઠા છે પોતાની અંદર ,કેટલીયે કહાનીયો દફન છે આ જંગલો માં આ નઝરગઢ માં અમુક કોલેજ હતી અને અમુક હોટલો જે ત્યાં ના અંતિમ રાજા ના મૃત્યુ પછી બની .એક પ્રવાસન સ્થળ તરીકે પણ તેનો વિકાસ થયેલો .દૂર દૂર થી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવતા . એવી જ નઝરગઢ માં આવેલી એક કોલેજ પેરા હિલ કોલેજ ખુબ પ્રચલિત હતી. એની આ વાત છે .શિયાળા

Full Novel

1

પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા 1

ઘણા વર્ષો પૂર્વે ની વાત છે જયારે શહેરો જંગલો થી ઘેરાયેલા રહેતા ,એવું જ એક શહેર નઝરગઢ .નઝરગઢ ચારેય થી જંગલ થી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર . ...વધુ વાંચો

2

પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-2

અદિતી ભાગતી ભાગતી જતી હતી ,અચાનક એ કોઈક ની સાથે ટકરાઈ ગઈ .એને એ વ્યક્તિ ની સામે જોયું તો આંખો ખુલ્લી રહી ગઈ. એ વ્યક્તિ બીજું કોઈ નઈ પણ અનુરાગ હતો. અનુરાગે અદિતિ ને પૂછ્યું શું થયું આવી રીતે કેમ ભાગે છે ? પણ અદિતિ કઈ પણ બોલી નહી અને કીધું "કોઈ જંગલી જાનવર હતું એને જોઈ ને ઘભરાઈ ગઈ અને ભાગવા લાગી અને તું ભટકાયો . અને તું અહીં શું કરે છે ?"અનુરાગે કહ્યું બસ તને શોધવા જ આવ્યો હતો .અને બન્ને વાતો કરતા કરતા કોલેજ તરફ જવા લાગ્યા .જતા જતા અદિતિ એ ફરી જંગલ તરફ જોયું અને ...વધુ વાંચો

3

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-3

અહી અદિતિ પૃથ્વી ની રહસ્યમઈ વાતો માં ખોવાયેલી છે ,”આ આટલો વિચિત્ર કેમ છે ,એનો મિજાજ તો ઋતુ ની બદલાય છે, ક્યારેક ગુસ્સો ક્યારેક ચિંતા .અને પૃથ્વી ના અવાજ માં એ જ ઘહરાઈ છે જે જંગલ માં એ વ્યક્તિ માં હતી . અદિતિ ના મગજ માં સતત વિચારો ચાલી રહ્યા હતા . બીજા દિવસે એ કોલેજ પહોચી . કોલેજ માં એન્યુઅલ પ્રોગ્રામ ની તૈયારીઓ ચાલુ થઈ હતી . બધા ના ભાગ માં કઈક કામ આવ્યું હતું . અદિતિ એ આવીને વિદ્યા ને કીધું ‘હું શુ કરું ?.’ વિદ્યા બોલી “ એક કામ કર ,આંગણ ના પીલર પર આ રસ્સી ...વધુ વાંચો

4

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-4

આ રહસ્ય વર્ષો થી મારા અંદર છુપાયેલું હતું ,અને આજ સુધી મારા ઘર માં મે કોઈ ને પ્રવેશ કરવા નથી તું પ્રથમ છે પણ હું તારા પર વિશ્વાસ કરી શકું છું . હવે તું પણ એ દાનવો ના સંપર્ક માં છે તો તારે એના થી સાવચેત રેહવાની જરૂર છે .જ્યાં સુધી હું પૃથ્વી ને સદાય માટે ખત્મ ના કરી નાખું ત્યાં સુધી તારે ખૂબ સાવચેત રહવું પડશે .પૃથ્વી અત્યંત શક્તિશાળી અને ચાલક છે. એ લોકો ના મન ની વાત વાંચી જાય છે,તારા સામે આવતા જ એને બધી જ જાણ થઈ જશે અને તારા જીવ ને જોખમ થશે. એટલું બોલી રઘુવીર ઊભા થયા અને એમના ગળા માંથી એક જૂની માળા આપી અને અદિતિ ને આપી અને કહ્યું ...વધુ વાંચો

5

પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-5

પૃથ્વી અને અદિતિ બંને સાથે બેહોશ પડ્યા હતા અને પૃથ્વી ની છાતી માં ખંજર ભોકેલું હતું ,ત્યાં અચાનક એક પૃથ્વી ના પાસે આવ્યો અને પૃથ્વી ને ઉઠાવી ને પળ વાર માં ગાયબ થઈ ગયો. અદિતિ હજુ પણ ત્યાં જ હતી. રાત થઈ ગઈ . વિદ્યા અને બાકીના બધા અદિતિ ને શોધતા જંગલ માં આવ્યા અને વિદ્યા ને જંગલ માં દૂર અદિતિ બેહોશ હાલત માં દેખાઈ એ ભાગીને એના પાસે ગઈ અને એને ઉઠાવીને હોસ્ટેલ માં લઈ ગયા. અહી પૃથ્વી ને જે પડછાયો ઉપાડી ને લઈ ગયો એ બીજું કોઈ નહીં પણ વીરસિંઘ હતા જે પૃથ્વી ને એમના ઘરે લઈ ...વધુ વાંચો

6

પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-6

અદિતિ ખૂબ જ ઘભરાયેલી હતી. એ ચમકતી પીળી આંખો જોઈ ને એ સમજી ગઈ કે આ કોઈ ખતરનાક જાનવરો એ ધીમે ધીમે અદિતિ તરફ આગળ વધી રહ્યા હતા. અદિતિ થોડી પાછળ ગઈ પણ હવે નદી ના કિનારા સુધી આવી ગઈ. પાછળ ઊંડી નદી અને આગળ જાનવરો થી અદિતિ સંપૂર્ણ ઘેરાઈ ગઈ હતી. Werewolf ઘુઘવાટ કરતાં આગળ વધી રહ્યા હતા. પણ અચાનક એમની વચ્ચે એક વ્યક્તિ ભાગીને આવીને ઊભો રહી ગયો. અદિતિ ને ખ્યાલ જ ના આવ્યો કે આ વ્યક્તિ ક્યાથી આવ્યો. પણ આ બધુ વિચારવાનો સમય નહોતો.એણે સફેદ રંગ ના વસ્ત્ર ધારણ કર્યા હતા. એના હાથ માં સળગતી મશાલ ...વધુ વાંચો

7

પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-7

અદિતિ એના ક્લાસ તરફ આગળ વધી રહી હતી અને અચાનક એનું મોઢું દબાવી ને કોઈક અંદર ખેચી ગયું અને વાળા બંધ રૂમ માં લઈ ગયું. અદિતિ ખૂબ જ ડરી ગઈ. અંદર રૂમ માં જતાં જ એ વ્યક્તિ એ અદિતિ ને છોડી દીધી અદિતિ તરત દૂર ખસી ગઈ એને પાછળ વળીને ને જોયું તો એ વ્યક્તિ એ મોઢા પર રૂમાલ ઢાંકેલો હતો. અદિતિ એ ઘભરાતા પૂછ્યું “ક...કોણ છો તમે ?” એ વ્યક્તિ ભારે અવાજ માં બોલ્યો “હવે તને મારા થી કોઈ નહીં બચાવી શકે. ” . અદિતિ : પ્લીઝ મને જવા દો મે શું બગાડ્યું છે તમારું ? એ વ્યકિત ...વધુ વાંચો

8

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-8

તમને લોકો ને એ આશ્ચર્ય છે કે અવિનાશ કોણ છે એની પાસે આટલી અદ્ભુત શક્તિઓ ક્યાથી આવી . તમે એતો જાણો છો કે હું એક witch છું( witch means a woman who can practice a magic ,એવી સ્ત્રી જે જાદુ કરતાં જાણતી હોય.)vampires અને werewolf જેવા અનેક supernatural creatures ની દુનિયા વચ્ચે અને સામાન્ય માણસો વચ્ચે balance જાળવવા witches ની રચના થઈ. અમારી witch ની દુનિયા માં સ્ત્રીઓ માં જાદુમંત્ર ની પરંપરા વર્ષો થી ચાલતી આવી છે. પરંતુ જેમ દરેક જગ્યાએ અચ્છાઇ અને બુરાઈ હોય છે એમ અમારી દુનિયા માં પણ dark magic છે.વર્ષો પેહલા એક witch નો પતિ કે જે માણસ હતો એને witch નો દુરુપયોગ કરી dark magic ની મદદ થી witch ની તમામ શક્તિ ઓ હાંસલ કરી લીધી . ...વધુ વાંચો

9

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-9

પૃથ્વી : અવિનાશ તમારો ભાઈ છે ?તો તમે આ વાત અમારા થી અજાણ કેમ રાખી ? સ્વરલેખા : કારણ હું એને ભાઈ માનતી નથી મારા માટે એ મરી ચૂક્યો છે .એણે મારી માતા ની હત્યા કરી .અને એ તો કેદ માં હતો અને એ કેદ કોઈ તોડવા સમર્થ નથી એટ્લે જ્યારે તે મને વાત કરી ત્યારે મને અચરજ થયું કે આ કઈ રીતે હોય શકે એટ્લે મે પૂર્ણ તપાસ કર્યા બાદ જ તને જણાવવા નું ઉચિત સમજયું. પૃથ્વી : તમે કહો છો કે એ કેદ માં હતો પણ એ છૂટી ગયો .મતલબ.... વીરસિંઘ : મતલબ ચોક્કસ કોઈક એ એની ...વધુ વાંચો

10

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-10

પૃથ્વી,સ્વરલેખા અને વીરસિંઘ નદી ના છેડા પર પહોચ્યા . પૃથ્વી :શું તમને સાચે લાગે છે કે એને આઝાદ કરવી ? આપણે કઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? સ્વરલેખા : કઈક મેળવવા માટે કઈક ગુમાવવું પડશે પૃથ્વી.... એટ્લે વિચારવા માં સમય વ્યર્થ ના કરીશ. વીરસિંઘ : સ્વરલેખા ..આપ શરૂઆત કરો. ત્રણેય જણા નદી ના કિનારે ઊભા હતા. પહાડ માં થી ખળ ખળ વહેતી નદી ચટ્ટાન વચ્ચે થી પસાર થઈ રહી હતી . સ્વરલેખા એ ચારેય બાજુ નજર દોડાવી ,જ્યારે સંતોષ થયો કે કોઈ એમને જોઈ રહ્યું નથી ત્યારે સ્વરલેખા એ નદી તરફ હાથ લંબાવી મંત્ર બોલવાના શરૂ કર્યા.જોત જોતામાં ...વધુ વાંચો

11

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-11

અવિનાશે સૌથી આખરી પ્રાણ હરણ શક્તિ નો ઉપયોગ કરવા માટે હાથ ઉગામ્યો, ત્યાં પાછળ થી સુસવાટા મારતા વાવજોડા ની પૃથ્વી એ અવિનાશ ને પકડી ને દૂર ઝાડીયો માં ફેંકી દીધો. એ તરત સ્વરલેખા પાસે પહોચ્યો , સ્વરેલખા અર્ધ ચેતન અવસ્થા માં પડ્યા હતા. એણે સ્વરલેખા ને ઉઠાવી એક ઝાડ ના ટેકા પર બેસાડયા, એટલામાં વીરસિંગ ત્યાં આવી પહોચ્યા એમને સ્વરલેખા ને સંભાળ્યા. અવિનાશ પાછો ઊભો થઈ આવ્યો . અવિનાશ : This is cheating man. સામે થી વાર કર જો મર્દ હોય તો. પૃથ્વી : તારા જેવા લોકો માટે તારા જેવુ જ થવું પડે છે. અવિનાશ : I am very ...વધુ વાંચો

12

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-12

પૃથ્વી અંત ની એકદમ નજીક હતો..... સ્વરલેખા : હવે ફક્ત અમુક ક્ષણો બચી છે પૃથ્વી પાસે , પૃથ્વી ના પરિભ્રમણ માં નું ચાંદી જ્યારે એના હદય સુધી પહોચશે ત્યારે પૃથ્વી એના vampire ના શાપિત જીવન માથી મુક્ત થઈ જશે. વિશ્વા : નહીં ... એ શક્ય નથી. મારો ભાઈ મને આ રીતે છોડીને ના જઈ શકે. પૃથ્વી નું શરીર ધીમે ધીમે સફેદ પડવા લાગ્યું . સ્વરલેખા : એનું શરીર ચૈતન્ય ગુમાવી રહ્યું છે. વિશ્વા એ થોડું વિચારીને કહ્યું “ સ્વરલેખાં...શું તમે એના શરીર નું બધુ જ ચાંદી એક જગ્યાએ ભેગું કરી શકો ?” સ્વરલેખા: હા કોશિશ કરી શકું ... સ્વરલેખા ...વધુ વાંચો

13

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-13

વિશ્વા ભૂલ થી બોલી ગઈ કે પૃથ્વી મૃત્યુ શય્યા પર છે. એટલું સાંભળતા જ અદિતિ ના હાથ માથી પુસ્તકો ગયા. અદિતિ : મૃત્યુ શય્યા પર છે મતલબ ? શું થયું પૃથ્વી ને ? એ ઠીક તો છે ને? શું મારી શંકા સાચી હતી ? પૃથ્વી કોઈ સંકટ માં છે ? શું થયું છે એને વિશ્વા ? તું કોઈ ઉત્તર કેમ આપતી નથી. ? વિશ્વા : તું શાંત થઈ જા અદિતિ. હું તને બધુ સમજાવું છું કે શું થયું હતું ? વિશ્વા ને ખ્યાલ હતો કે હાલ અવિનાશ ની સચ્ચાઈ અદિતિ સમક્ષ મૂકવા જેવી નથી.એટ્લે એને બધો આરોપ રઘુવીર પર ...વધુ વાંચો

14

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-૧૪

પૃથ્વી હું જ તારી નંદિની છું ને ?... પૃથ્વી એ અદિતિ ના આંખો માં જોયું પૃથ્વી ને માટે હવે અને નંદિની એક થઈ રહ્યા હતા. પરંતુ અદિતિ ના પ્રશ્ન નો જવાબ શું આપવો ? પૃથ્વી ના આંખ માં થી આંસુ વહેવા ની તૈયારી હતી. ત્યાં વિશ્વા બોલી “પૃથ્વી ..આપણે અદિતિ ને ઘરે લઈ જવી જોઈએ, એ હાલ થોડી ઘભરાયેલી છે.” અદિતિ ધીમેક થી ઊભી થઈ.એના આંખો માં આક્રોશ સાથે આંસુ હતા. અદિતિ : ના વિશ્વા..ક્યાં સુધી તમે હકીકત ને છુપાવશો? તમને લોકો ને શું આનંદ મળે છે મને સત્ય થી અજાણ રાખીને? તમે લોકો મારી પીડા નહીં સમજી ...વધુ વાંચો

15

પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-15

Flashback continues- મંત્ર નું અર્થઘટન થયા બાદ સૌ કોઈ અચરજ માં હતા કે શું આ શક્ય છે,પણ સ્વરલેખાજી એ કે આ પ્રાચીન લેખ નકલી નથી મતલબ એમાં જે કઈ પણ લખેલું છે એ સનાતન સત્ય છે. પણ આ ખજાના નો ઉપયોગ એ જ વ્યક્તિ કરી શકે જેને આજ સુધી કોઈ હત્યા કરી ના હોય, પણ એક પણ vampire એવો ન હતો કે જેને એક પણ માનવ નો શિકાર કર્યો ના હોય સિવાય કે તું (નંદિની )પણ તું આના માટે તૈયાર નહોતી કારણ કે એ શુધ્ધ ખૂન થી ફક્ત તું જ માનવ રૂપ માં પુનઃ આવી શકે , અને તું ...વધુ વાંચો

16

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-16

Flashback Continues હું તને ફરી થી મળીને બધુ જ યાદ અપાવવા માંગતો ન હતો, વર્ષો વીતતા ગયા હું હમેશા તારા પર દૂર થી નજર રાખતો હતો, અને સમયંતરે સ્વરલેખાજી ને તારી ગેરહાજરી માં મળીને તારા ખબર પૂછીને ચાલ્યો જતો, આમ વર્ષો વીતતા ગયા.તું પોતાની નવી જિંદગી માં ઘણી ખુશ હતી.પરંતુ કિસ્મત ને તારી આ ખુશી બરદાશ્ત થઈ નહીં. આપણી બંને ની કિસ્મત તને ફરીથી નજરગઢ ખેંચી લાવી. નજરગઢ માં કદમ રાખતા જ તું અલગ અલગ મુસીબત માં પડવા લાગી અને ના ચાહતા હોવા છતાં મારે તારો જીવ બચાવવા તારી સમક્ષ આવવું પડ્યું. પરંતુ તારા નજરગઢ આવવા થી મારી જિંદગી ...વધુ વાંચો

17

પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-17

અવિનાશ લાકડું લઈને પૃથ્વી તરફ ધસી ગયો ત્યારે ..પાછળ થી એક અવાજ આવ્યો.. “નહીં અવિનાશ .....પૃથ્વી મારો શિકાર છે”. સાંભળતા જ અવિનાશ અટકી ગયો. અવિનાશ એ પાછળ જોયું તો રઘુવીર( hunter) એ તેઓની મધ્ય માં પ્રવેશ કર્યો. અવિનાશ : મને રોકવાનું કારણ જણાવશો રઘુવીર ? રઘુવીર : તું કદાચ ભૂલે છે અવિનાશ.... તે મને વચન આપ્યું છે. મે તને કહ્યું હતું કે હું તારો સાથ તો જ આપીશ જો તું પૃથ્વી ને મને સોંપીશ. અવિનાશ : ઓહ હા ...માફ કરજો હું તો ભૂલી જ ગયો હતો ... હું અહી થી હટી જાવ છું ...આ શુભ કામ તમે તમારા હસ્તે ...વધુ વાંચો

18

પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-18

પૃથ્વી એ રઘુવીર ના અંતિમ સંસ્કાર વિધિ પૂર્વક કર્યા. વિશ્વા : આ અવિનાશ ને બચાવવા વાળું આખરે છે કોણ મને એમ કે ખાલી રઘુવીર એક જ એના સાથે હતા, અને એના ચાર પાંચ wolves. તો એવું કોણ શક્તિશાળી છે જેને અવિનાશ ને આ રીતે ગાયબ કર્યો હશે. પૃથ્વી: જે પણ છે,આપણાં દુશ્મન નો સાથ આપીને એને આપણાં વિરોધ માં પગલું ભર્યું છે. વિશ્વા : શું એ કોઈ werewolf હશે ? પૃથ્વી : લાગતું તો નથી ,પરંતુ હોય પણ શકે , હવેથી દરેક ક્ષણ સાવધાન રેહવું અનિવાર્ય છે. સ્વરલેખા : મને લાગે છે આપણે આપણો પ્રવાસ ચાલુ રાખવો જોઈએ. ...વધુ વાંચો

19

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-19

અવિનાશ ની આંખો પહોળી થઈ ગઈ... “માં તમે ? ....” અવિનાશ નો જીવ બચાવવા વાળું બીજું કોઈ નહીં પણ માતા ..અરુણલતા હતા. અરુણલતા : હા અવિનાશ .... તે જે દુષ્ટ કૃત્ય કર્યું છે , હવે એની કિમ્મત ચૂકવવાનો સમય આવી ગયો છે.યુધ્ધ નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. અવિનાશ : હા પણ તમે અહી ... આટલા સમય બાદ ? અરુણલતા : હા તારો જીવ બચાવવા...અને તું એટલો દુષ્ટતા પર ઉતરી આવ્યો છે કે તે તારી બહેન પર હુમલો કર્યો .જો તું મારો પુત્ર ના હોત તો તને હું મારા હાથે જ સજા આપી દેત.ક્યાં સુધી હું તારા ગુનાહ માફ કરીશ.મે ...વધુ વાંચો

20

પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા ભાગ- 20

જ્યારે બધાએ werewolves એ મળીને અવિનાશ પર આક્રમણ કર્યું ત્યારે અવિનાશે એક સાથે બધાય werewolves ઉપર મંત્ર ના પ્રહાર કર્યા. એ બધા સાથે લડવા માં વ્યસ્ત હતો ત્યાં એમના સેનાપતિ એ મોકાનો લાભ ઉઠાવી ને અવિનાશ ના પીઠ પાછળ પ્રહાર કર્યો. પ્રહાર એટલો જોરદાર હતો કે અવિનાશ જમીન પર ઢળી પડ્યો અને પીડા ના કારણે અધમૂઓ થઈને તરફડિયાં મારવા લાગ્યો. એમનો સેનાપતિ એના સામે પુનઃ માનવ સ્વરૂપ માં આવ્યો અને એના સામે જોઈ ને હસવા લાગ્યો. “મૂર્ખ ..જાદુગર ..તું શું સમજે છે તારા જેવો તુચ્છ જાદુગર ..અમારા જેવા દુનિયા ના સૌથી શક્તિશાળી જીવો ને હરાવી શકીશ ...અમારો ઉપયોગ કરી ...વધુ વાંચો

21

પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા ભાગ - 21

ધીમે ધીમે વિદ્યુત એક અત્યંત ખતરનાક જીવ માં પરિવર્તિત થઈ ગયો.એનું આવું ભયંકર રૂપ જોઈ ને સ્વયં એના werewolves ભય પામી ગયા. વિદ્યુત એ એની સેના ને કૂચ કરવા આદેશ આપ્યો.આખી સેના એ વિકરાળ ગર્જના કરી અને આક્રમણ કર્યું,આ અવાજ અહી પૃથ્વી અને સર્વે ના કાને પડ્યો,એ બધા સમજી ગયા કે અંત સમય આવી ચૂક્યો છે. પૃથ્વી: વિદ્યુત આપણાં વિનાશ માટે નિકળી ચૂક્યો છે. વિશ્વા :હા............ ભાઈ......મારે તને એક વાત કહેવી છે કેટલાય સમય થી......પછી કદાચ સમય મળે ના મળે. પૃથ્વી : શું ? વિશ્વા : તું સારી રીતે જાણે છે કે આટલા બધા વર્ષો ના આપણાં જીવન કાળ ...વધુ વાંચો

22

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-22

Season 2 એક મહાસંગ્રામ પશ્ચાત પૃથ્વી અને નંદની ના જીવન માં ઘણું પરીવર્તન આવી ગયું. પૃથ્વી અને નંદની એક ઘણા ખુશ હતા,પણ તેઓને વિશ્વા ની કમી ખૂબ મેહસૂસ થતી હતી, એમના આખા પરિવાર માં સૌથી જીવંત વ્યક્તિ જ પરિવાર ને છોડી ને ચાલ્યું ગયું. પૃથ્વી હમેશા વિશ્વા ની યાદ માં ખોવાયેલો રહતો અને એને જંગલ માં શોધતો રહતો,એ આ વાત માનવા તૈયાર જ નહતો કે વિશ્વા એને છોડીને ચાલી ગઈ છે.વિશ્વા પ્રત્યે એનો અપાર પ્રેમ એને કોઈ પણ સંજોગો માં એની યાદ માથી બહાર આવવા દેતો નહતો. અને અવિનાશ ની યાદ માં અને એની મોત ના આઘાત માં ...વધુ વાંચો

23

પૃથ્વી :એક પ્રેમ કથા ભાગ 23

પૃથ્વી એ અવાજ નાખ્યો “ જે કોઈ પણ હોય એ તુરંત અમારી સમક્ષ આવી જાઓ”. કોઈક નો પગથિયાં ઉતરવાનો ધીમે અવાજ આવવા લાગ્યો . પૃથ્વી ,નંદિની અને વીરસિંઘ નીચે ઊભા એ વ્યક્તિ ના પ્રત્યક્ષ થવાની રાહ જોતાં હતા . એ વ્યક્તિ પગથિયાં ઉતરી નીચે આવ્યો,પૃથ્વી એના પર ઝપટવા જ જતો હતો કે એને જોયું કે આતો વીસેક વર્ષ નો કોઈ યુવાન છોકરો લાગતો હતો ,જે ખૂબ જ ડરી ગયો હતો. એ ડરતા ડરતા પૃથ્વી ની સમીપ આવ્યો . પૃથ્વી : કોણ છે તું ? અને અમારા ઘર માં શું કરે છે ? એ છોકરો : તમારું ઘર ? માફ ...વધુ વાંચો

24

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-24

અંગદ : વિશ્વા હજુ પણ જીવિત છે ... આટલું સાંભળતા જ પૃથ્વી અને સહુ તુરંત સભાન થયા . પૃથ્વી શ.. શું ? હાલ શું બોલ્યો તું ? અંગદ : હા તમે લોકોએ સાચું જ સાંભળ્યુ છે ...વિશ્વા હજુ જીવિત છે . વીરસિંઘ ; પણ વિશ્વા તો .... યુધ્ધ વખતે .. અંગદ : હા હું જાણું છું ....યુધ્ધ વખતે શું થયું . પૃથ્વી : તું જે પણ કહવા માંગતો હોય એ સ્પષ્ટ અને ઝડપી બોલ .....ક્યાં છે મારી વિશ્વા ....કેવી હાલત માં છે ? એ ઠીક તો છે ને ?. નંદની : પૃથ્વી ....પૃથ્વી ...શાંત થઈ જા ...એને બોલવાનો ...વધુ વાંચો

25

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 25

અંગદ : માયાપૂર પહોચવા નું રહસ્ય આ બેન્ચ માં જ છુપાયેલું છે . પૃથ્વી : આ બેન્ચ માં ? જગ્યાએ ? નંદિની : હા ...મને પણ કઈ દેખાતું નથી . અંગદ : ધ્યાન થી જુઓ , એવી કોઈ રહસ્યમઈ વસ્તુ તો હશે જ. બધા જ ધ્યાન થી બેન્ચ ને તપાસી ને નિરીક્ષણ કરવા લાગ્યા. બેન્ચ બરફ થી ઢંકાયેલી હતી ,નંદિની એ બેન્ચ પર થી બરફ દૂર કર્યો તો એનું ધ્યાન એક જગ્યા પર અટક્યું .બેન્ચ ના પાછળ ના ભાગે ...એક જગ્યાએ કઈક નાના અક્ષરો માં વિચિત્ર ભાષા માં કઈક લખેલું હતું . નંદિની : અહી કઈક લખેલું છે ..પણ ...વધુ વાંચો

26

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 26

વિશ્વા ભૂતકાળ ના કયા ભાગ માં ફસાઈ હશે એ સૌથી મોટી વિડંબના હતી. પૃથ્વી : સ્વરલેખાજી હવે એ વાત રીતે જાણીશું કે વિશ્વા ક્યાં હશે ? અંગદ : પૃથ્વી ...હવે આટલે સુધી પહોચ્યા તો આ રહસ્ય પણ જલ્દી જ શોધી લઈશું. બધા એક જગ્યા એ બેઠા અને વિચારવા લાગ્યા. થોડીક ક્ષણો બાદ .... નંદિની : અંગદ તે એક વાત જણાવી હતી કે ... વિદ્યુત એ ઉર્જા ભૂતકાળ માં કોઈક જગ્યા એ થી પ્રાપ્ત કરી હતી અને વિદ્યુત ના અંત ની સાથે એ શક્તિ પોતાના મૂળ સમય અને મૂળ જગ્યા પર પહોચી ગઈ...બરોબર ? અંગદ : હા મને યાદ છે ...વધુ વાંચો

27

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-27

અજ્ઞાતનાથે ચાવી ઘુમાવી ,મશીન નો ઉપર નો દરવાજો ખૂલ્યો.સૂર્ય નો પ્રકાશ મશીન માના દર્પણો પર ટકરાયો ,એક અદ્વિતીય ઉર્જા થઈ , અજ્ઞાત નાથ નું આખું ઘર ધ્રૂજવા લાગ્યું ,બધી વસ્તુઓ આમતેમ પડવા લાગી અને એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ આવ્યો. એક ભયંકર મોટું Loop hole રચાયું અને તીવ્ર અવાજ સાથે સમય યંત્ર એ loop hole માં અદ્રશ્ય થઈ ગયું.loop hole બંદ થઈ ગયુ અને અજ્ઞાતનાથ નું ઘર શાંત થઈ ગયું. અરુણરૂપા : તમને શું લાગે છે અજ્ઞાતનાથ જી ,શું તેઓ નિયત જગ્યાએ પહોચી જશે ? અજ્ઞાતનાથ : હમ્મ .... લાગે તો છે કે તેઓ પહોચી જશે. એ સાંભળી ને ...વધુ વાંચો

28

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-28

ગુફા માથી અવાજ આવ્યો ..... “ હા ભાઈ ...તારી વિશ્વા અહી જ છે ” બધા એ તરફ નજર ઘુમાવી, થી વિશ્વા એમની તરફ આવી. એને જોતાં જ બધા સ્તબ્ધ થઈ ગયા. પૃથ્વી દોડીને વિશ્વા ને ભેટી પડ્યો. આ વખતે ઘણા સમય બાદ પૃથ્વી ના આંખ માં ખુશી અને સંતોષ ના આંસુ હતા.વિશ્વા ના આંખ માં પણ આંસુ હતા. પૃથ્વી : તને અંદાજો નહીં હોય કે આજે હું કેટલા સમય બાદ પૂર્ણ થયો છું.તને ગુમાવ્યા બાદ તો અમારું જીવન જ જાણે નર્ક બની ગયું હતું.જીવિત લાશ ની જેમ અમે અહી થી ત્યાં ભટકાતાં હતા. નંદિની પણ વિશ્વા ની નજીક ગઈ ...વધુ વાંચો

29

પૃથ્વી : એક પ્રેમ કથા ભાગ-29

“સાત લોકો ની જગ્યા કરવી પડશે બહેનાં” સ્વરલેખા એ ગુફા ના દ્વાર તરફ જોયું , ત્યાં એક વ્યક્તિ ઊભો ,ધીમે ધીમે એ વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ થયો ,એને જોતાં જ સ્વરલેખા ના હાથ માં થી થેલો પડી ગયો , “અવિનાશ તું ?...... “ ત્યાં ઊભા બધા જ અવિનાશ ને જોઈને ચકિત થઈ ગયા.વિશ્વા ને બાદ કરતાં. અવિનાશ : હા હું ...જાણું છું તમે બધા મને જોઈને બહુ વધુ ખુશ નહીં હોવ. સ્વરલેખા દોડીને અવિનાશ ને ગળે લાગી ગઈ. અવિનાશ : ઠીક છે ....મને આટલા બધા સ્નેહ ની આદત નથી. સ્વરલેખા થોડી દૂર થઈ અને અવિનાશ ને એક તમાચો મારી ...વધુ વાંચો

30

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 30

અજ્ઞાતનાથ ની ઘર પાછળ ટેકરી પર સમય નો loop hole ખૂલ્યો ,સમયયંત્ર બહાર આવીને નીચે પટકાયું ,જોરદાર વિસ્ફોટ જેવો આવ્યો ,તરત જ અરુણરૂપા ,વીરસિંઘ અને અજ્ઞાતનાથ બહાર દોડીને આવી ગયા. અરુણરૂપા : આવો ભયંકર અવાજ શેનો આવ્યો ? અજ્ઞાતનાથ : સમયયંત્ર પાછું આવી ગયું છે. એ સાંભળી બધા એ દિશા માં ગયા. સમયયંત્ર ના ફુરચા બોલી ગયા હતા.પણ આ વખતે બધા સુરક્ષિત હતા. યંત્ર ના ટુકડા પાછળ થી બધા એકસાથે નીકળ્યા. વીરસિંઘ ની નજર વિશ્વા પર પડી.એ પોતાની લાગણી પર કાબૂ રાખી શકયા નહીં.અને વાયુવેગે ભાગીને વિશ્વા ને ગળે લગાડી દીધી. બધા ના પાછળ થી અવિનાશ નીકળ્યો.એ જોઈને અરુણરૂપા ...વધુ વાંચો

31

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ 31

વિશ્વા અને અંગદ વચ્ચે હસી મજાક ચાલી રહ્યો હતો ,ઘર થી થોડેક દૂર એક વૃક્ષ પાછળ કોઈ વ્યક્તિ છુપાઈને બંને ની હિલચાલ પર નજર રાખી રહયો હતો, વૃક્ષ પાસે ની ઝાડીયો માં ખળભળાટ થવાથી વિશ્વા ની નજર અચાનક એ બાજુ પડી,એને શંકા ગઈ, વિશ્વા એ ઘર ની છત પર થી સીધી નીચે છલાંગ લગાવી અને પલભર માં એ વૃક્ષ ની પાછળ પહોચી ગઈ,વિશ્વા એ ત્યાં જઈ ને જોયું તો કોઈ પણ નહતું.અંગદ પણ એની પાછળ ત્યાં પહોચ્યો. અંગદ : શું થયું વિશ્વા ? કેમ આમ હડબડી માં તું અહી આવી ગઈ ? વિશ્વા એ ચારેય બાજુ નજર ઘુમાવી ...... ...વધુ વાંચો

32

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 32

પૃથ્વી પોતાની જગ્યા પર થી ઊભો થયો ,અને નંદની તરફ આગળ વધ્યો, નંદની એ પોતાની આંખો નીચે ઝુકાવી લીધી.બધા દમ શાંત થઈ ગયા. પૃથ્વી ધીમે ધીમે નંદની તરફ આગળ વધી રહ્યો હતો,ગભરાહટ ના કારણે નંદની પોતાના નખ કચકચવી રહી હતી ,પણ અહી પૃથ્વી બિલકુલ આત્મવિશ્વાસ થી ભરપૂર હતો. પૃથ્વી નંદની પાસે જઈને ઊભો રહ્યો,નંદની હજુ પણ નીચે જ જોઈ રહી હતી ,વિશ્વા જે નંદની ના બાજુ માં બેઠી હતી ,એ ખસી ને બીજી બાજુ ભાગી ગઈ ,હવે એ જગ્યાએ ફક્ત નંદની અને પૃથ્વી જ બેઠા હતા.વિશ્વા ના ચાલ્યા જવા થી નંદની વધારે ડરી ગઈ,આટલી સદીઓ થી પૃથ્વી સાથે રહેવા ...વધુ વાંચો

33

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-33

અંગદ : મારી પાસે એક ઉપાય છે. વિશ્વા;શું ? અંગદ : જો પૃથ્વી અને નંદની અહી જ રહેશે તો મારા ભાઈઓ ના નજર માં આવી જશે. એમનો ગુપ્તચર એમને અહી જોઈ ચૂક્યો છે ,એ માહિતી એ મારા ભાઈઓ સુધી પહોચાડશે ,અને આપણે એ ગુપ્તચર ની હાજરી માં સાબિત કરી દઇશું કે પૃથ્વી અને નંદની ના વિવાહ અહી જ થશે પરંતુ ..... વિશ્વા : પરંતુ ? અંગદ : વિવાહ ના અમુક જ સમય પહેલા આપણે પૃથ્વી અને નંદની ને નઝરગઢ થી ખૂબ દૂર લઈ જઈશું અને એવી જગ્યા એ એમના વિવાહ રાખીશું જ્યાં મારા ભાઈઓ કોઈ દિવસ નહીં પહોચી શકે. ...વધુ વાંચો

34

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-34

અંગદ અવિનાશ પર ગુસ્સા માં બબડતો બબડતો જંગલ માં ચાલી રહ્યો હતો ....... અચાનક પાછળ થી વિશાળ કદ ના આવી ને અંગદ ને ઢસડી ને એક બાજુ ખેંચી ગયા. એમાં થી એક વ્યક્તિ એ અંગદ ના મોઢા પર હાથ રાખી દીધો જેથી કરીને અંગદ નો અવાજ જંગલ માં ગુંજે નહીં. એ લોકો અંગદ ને ખેંચતા ખેંચતા જંગલ ના અંધારિયા વિસ્તાર માં લઈ ગયા ત્યાં જઈને એક બાજુ જઈને ને એને પટક્યો. અંગદ : કોણ છો તમે લોકો ? મને અહી કેમ લાવ્યા છો ? પેલા લોકો કોઈ પણ પ્રત્યુત્તર આપ્યા વિના બસ અંગદ ને એક ટસે જોઈ રહ્યા હતા. ...વધુ વાંચો

35

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 35

આગળ ના ભાગ માં આપણે જોયું કે અંગદ અને સુબાહુ ની મુલાકાત બાદ અંગદ ને એના ભાઈ પાવક ના ષડયંત્ર ની જાણ થઈ ગઈ ,એટ્લે પોતાના પરિવાર ની રક્ષા માટે અંગદ એ પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવી , પરંતુ ઘરે પહોચતા જ અંગદ ના ચહેરા ના ભાવ અને એની વાતો પર થી વિશ્વા ને અંગદ પર સંદેહ થયો કે એને પાવક ના ગુપ્તચર વિશે કઈ રીતે જાણ થઈ ....એના પ્રશ્નો થી અંગદ મુંજાઈ ગયો .... ક્રમશ ........... વિશ્વા : અંગદ તને કઈ રીતે જાણ થઈ કે એનું નામ ખડગ છે અને એ પાવક નો ગુપ્તચર છે ? અંગદ : ...વધુ વાંચો

36

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-36

આગળ ના ભાગ માં આપણે જોયું કે ....... અંગદ એ આખા પરિવાર ને પૃથ્વી અને નંદની ના વિવાહ માટે જવા માટે એવી રીતે મનાવી લીધા કે નંદની સ્વરલેખા અને અરુણરૂપા ,માયાપૂર માં રહેશે અને પૃથ્વી સહ બીજા લોકો વિવાહ માટે નઝરગઢ થી માયાપૂર જશે ,આ યોજના થી પૃથ્વી અંગદ પર ખૂબ ખુશ થયો.ત્યારબાદ અંગદ એ સુબાહુ સાથે મુલાકાત કરી ..... ક્રમશ:......... અંગદ : હવે સમય આવી ગયો છે સુબાહુ આપની યોજના ના બીજા ચરણ માં પ્રવેશ કરવાનો. સુબાહુ : બીજું ચરણ ? અંગદ : હા .....ટૂંક સમય માં તને જાણ થઈ જશે. સુબાહુ : ઠીક છે .....પણ એક વાત ...વધુ વાંચો

37

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ 37

આપણે આગળ ના ભાગ માં જોયું કે સુબાહુ અને એના સાથીઓ મળી ને પાવક ના ગુપ્તચર ખડગ નો અંત નાખે છે અને અંગદ વાતોવાતો માં અવિનાશ પાસે થી એવા જાદુઇ મંત્ર વિષે જાણી જાય છે કે જેના થી માયપુર ના દ્વાર બંદ કરી શકાય,અહી અવિનાશ ના ગયા બાદ સુબાહુ અંગદ ને એની યોજના વિષે પૂછતાં અંગદ કહે છે કે એ અવિનાશ ની સંપૂર્ણ શક્તિઓ ખેંચી લેશે જેથી કરીને અવિનાશ પોતાની શક્તિ થી એ દ્વાર પુનઃ ખોલી ના શકે.ક્રમશ ......સુબાહુ : તું અવિનાશ ને શક્તિઓ કઈ રીતે પ્રાપ્ત કરીશ અંગદ ?અંગદ : તું જાણે છે ને સુબાહુ ,અમે વેરેવોલ્ફ હોવાની ...વધુ વાંચો

38

પૃથ્વી : એક પ્રેમ કથા - ભાગ 38

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અંગદ એ પોતાની યોજના અનુસાર આખા પરિવાર ને સુરક્ષિત માયાપુર પહોચાડી પાવક ની સેના નઝરગઢ આવી પહોચી,અંગદ એ દરેક ગુનાહ પોતાને માથે લઈ લીધો.પાવકે ક્રોધે ભરાઈને અંગદ પર હુમલો કર્યો,સુબાહુ અંગદ ના પ્રાણ બચાવવા વચ્ચે પડ્યો.માયાપુર માં અવિનાશ એ દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો,પણ એની શક્તિ કામ કરી રહિ નથી.હવે આગળવિશ્વા : શુ થયુ અવિનાશ ?અવિનાશ : મારી શક્તિઓ કામ નથી કરી રહિ.વિશ્વા : મતલબ તુ કહેવા શુ માંગે છે ?અવિનાશ થોડી વાર મૌન રહ્યો.અવિનાશ : વિશ્વા ..... મારા થી એક મોટી ગડબડ થઈ ગઈ છે.વિશ્વા: કેવી રીતે ?અવિનાશ ઍ સર્વ વૃતાંત જણાવ્યો.અવિનાશ ...વધુ વાંચો

39

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-39

આપણે આગળ ના ભાગ માં જોયું કે નંદિની અને પૃથ્વી ના વિવાહ ચાલી રહ્યા છે.અહી અવિનાશ,વિશ્વા અને સ્વરલેખા ને થઈ જાય છે કે અંગદ એ આખા પરિવાર ની રક્ષા માટે પોતાના પ્રાણ સંકટ માં મૂકી દીધા છે. નઝરગઢ માં ચાલી રહેલા ભીષણ યુધ્ધ માં સુબાહુ વીરગતિ ને પામ્યો.અંગદ એનો બદલો લેવા પાવક પર પ્રહાર કરવા ગયો ,ત્યાં કોઈ એ તીક્ષ્ણ હથિયાર અંગદ ના છાતી ના આરપાર કરી દીધું. ક્રમશ: ...... હથિયાર ના આઘાત થી અંગદ જમીન પર ઢળી પડ્યો ,એના મુખ માં થી રક્ત વહી રહ્યું હતું.એના પીઠ પાછળ વાર કરવા વાળો બીજું કોઈ નહીં પણ અંગદ અને પાવક ...વધુ વાંચો

40

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 40

આપણે આગળ ના ભાગ માં જોયું કે ચાર ભાઈઓ એ એકઠા થઈ ને અંગદ ને મારવાની શપથ લીધી છે સલિલ ,મારુત અને વ્યોમ ત્યાં આવી પહોચે છે પોતાની સેના સાથે.પરંતુ એટલામાં પૃથ્વી ને સંપૂર્ણ સત્ય ની જાણ થઈ જાય છે ,પૃથ્વી પોતાના વિવાહ ની અંતિમ વિધિ અધૂરી છોડી ને મનસા અને અવિનાશ ની મદદ થી નઝરગઢ ના દ્વાર પુનઃ ખોલી ને નઝરગઢ માં પ્રવેશ કરે છે અને પાવક ને મૃત્યુ બક્ષે છે , પરંતુ થોડીક ક્ષણો પાવક પુનર્જીવિત થઈ જાય છે .... ક્રમશ : ....... પાવક નું શીશ પોતાના ધડ પર લાગી ગયું અને થોડીક આગ ની ચિનગારી થઈ, ...વધુ વાંચો

41

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 41

આપણે આગળ ના ભાગ માં જોયું કે મારુત સમજી જાય છે કે પૃથ્વી અને અંગદ માયાપૂર માં છુપાયેલા છે ચારેય ભાઈ એક સૈનિક દ્વારા એ witch ની શોધ માં નીકળે છે ,અહી અંગદ જે ખૂબ જ ઘાયલ છે એની માયપુર માં સારવાર ચાલી રહી છે ,પૃથ્વી અંગદ ની દયનીય હાલત જોઈ ને ચારેય ભાઈઓ સર્વનાશ કરવાની કસમ ખાય છે, મંત્રણા કરતાં મનસા ચારેય ભાઈઓ નું રહસ્ય જાણી જાય છે અને આખા પરિવાર ને સમજાવે છે કે ચાર ભાઈ હકીકત માં સંસાર ના નિર્માણાધીન ચાર તત્વ છે .... ક્રમશ : પૃથ્વી : જો તે કહ્યું એ સત્ય છે મનસા ... ...વધુ વાંચો

42

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-42

આપણે આગળ ના ભાગ 41 માં જોયું કે પૃથ્વી ને ચાર ભાઈઓના રહસ્ય વિષે જાણ થઈ જાય છે ,વિદ્યુત પૂર્વ સેનાપતિ ભીષણ ની મદદ થી તેઓ એ લોકો ની કમજોરી રૂપે રહેલું પાંચમું તત્વ શોધી લે છે ,જે એક દંડ માં છુપાયેલું હોય છે ,ચારેય ભાઈ એકસાથે માયાપૂર પર હુમલો કરી દે છે,અવિનાશ ની મદદ થી પૃથ્વી એ દંડ માં રહેલી શક્તિઓ ને પોતાના અંદર સમાવી લે છે.અને એક પછી એક ચારેય ભાઈ નો અંત કરે છે, પરંતુ મંત્ર પ્રમાણે પાંચેય તત્વ નો વિનાશ એક સાથે જ થશે એવું નિશ્ચિત હતું ,જેથી કરી ને માયાપૂર માં પ્રલય આવી જાય ...વધુ વાંચો

43

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-43

આપણે આગળ ના ભાગ માં જોયું કે આખો પરિવાર વેર વિખેર થઈ ચૂક્યો છે ,નંદિની પૃથ્વી ના વિરહ માં કક્ષ માં થી બહાર નીકળતી નથી ,વિશ્વા પોતાનું પહાડ સમાન દૂ:ખ છુપાવની કોશિશ કરી ને પરિવાર ને સંભાળી રહી છે ,નંદની વિશ્વા ને એના દૂ:ખ નું કારણ માને છે ,અહી અંગદ પણ પોતાને જ સંપૂર્ણ ઘટના માટે જવાબદાર માને છે જેથી એ નઝરગઢ છોડીને ક્યાક ચાલ્યો ગયો છે,અવિનાશ વિશ્વા ને જણાવે છે કે માયાપૂર જઇ શકાય તો કોઈ ઉપાય મળી શકે છે,અંગદ અનંતદ્રષ્ટિ માં જંગલો માં ભ્રમણ કરી રહ્યો છે ,ત્યાં એ એક સ્ત્રી આર્દ્રા ના પ્રાણ બચાવે છે ,આર્દ્રા ...વધુ વાંચો

44

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 44

આપણે આગળ ના ભાગ માં જોયું કે અંગદ એ સારંગદેશ ના કેદ ખાના માં છે ,આર્દ્રા અંગદ ને એ ખાના માથી બહાર કાઢે છે અને સારંગદેશ ની સંપૂર્ણ હકીકત અંગદ ને જણાવે છે ,એમાં એ એક દિવ્ય અશ્વ વિષે જણાવે છે જે એક અશ્વત્થ નામ ના વૃક્ષ ની જાણકારી આપે છે ,આર્દ્રા જણાવે છે કે અશ્વત્થ વૃક્ષ માં અનેક રહસ્યો છે જે કદાચ પૃથ્વી ની પાછા લાવવા માં મદદ કરી શકે છે, એ વાત જાણી અંગદ આર્દ્રા ને એ અશ્વ સારંગ દેશ માં થી બહાર લઈ જવા માં મદદ કરે છે,આર્દ્રા અને અંગદ એ અશ્વ પર સવાર થઈ ને ...વધુ વાંચો

45

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 45

આપણે આગળ ના ભાગ માં જોયું કે અંગદ ,આર્દ્રા ,અવિનાશ અને વિશ્વા ,એ દિવ્ય અશ્વ ની મદદ થી અશ્વત્થ ચમત્કારી વૃક્ષ સુધી પહોચી જાય છે.વૃક્ષ પાસે પહોચ્યા બાદ ઘણી વાર સુધી શોધખોળ કર્યા બાદ તેઓ ને એ જાદુઇ માર્ગ વિષે જાણ થાય છે ,જેના પર દિવ્ય અશ્વ ના પગ ના નિશાન હોય છે.ત્યારબાદ તેઓ એ માર્ગ થી પૃથ્વી ના પેટાળ માં આવેલી એક અલગ જ દુનિયા માં પહોચી જાય છે.જે આબેહૂબ માયાપુર જેવી જ દેખાઈ રહી હતી ,ત્યાં એમની મુલાકાત એક નીલાંજના નામની સ્ત્રી સાથે થાય છે.નીલાંજના એમને આ જગ્યા નું નામ કાયાપૂર બતાવે છે અને એ પણ જણાવે ...વધુ વાંચો

46

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 46

આપણે આગળ ના ભાગ માં જોયું કે બધા જ લોકો નઝરગઢ પહોચે છે,ત્યાં વિશ્વા અને નંદિની ની વચ્ચે ફરી મુલાકાત થાય છે ,જેમાં અંગદ એ બંને વચ્ચે મધ્યસ્થી કરે છે,જ્યારે અંગદ નંદિની ને પૃથ્વી ના માયાપૂર માં હોવા ના સંકેત જણાવે છે ત્યારે નંદિની હોશ માં આવે છે અને વિશ્વા ને માફ કરી દે છે ,ત્યારબાદ સંપૂર્ણ પરિવાર ભેગા થઈ પુનઃ કાયાપૂર પહોચે છે.ત્યાં નીલાંજના ની મદદ થી કાયાપૂર અને માયાપૂર ને જોડતા એકમાત્ર માર્ગ જાદુઇ અરીસા વિષે નીલાંજના બધા ને જણાવે છે,પરંતુ એ પણ જણાવે છે કે તેઓ એ સાત દિવસ ની અંદર જ પૃથ્વી ને પાછો લાવવો ...વધુ વાંચો

47

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-47

આપણે આગળ ના ભાગ માં જોયું કે નીલાંજના અવિનાશ ને એક રહસ્યમઈ પુસ્તક વિષે જણાવે છે,અને એ પણ સમજાવે કે એ પુસ્તકમાં આપેલા મંત્ર થી જ કાયાપૂર પાછું આવી શકાશે.અહી માયાપૂર પહોચ્યા બાદ બધા લોકો અહી નો વિનાશ જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.અવિનાશ બધા લોકો ને અલગ અલગ દિશા માં વહેચાઈ જવા નું સૂચન આપે છે અને એ પોતે રહસ્યમઈ ગુફા તરફ જાય છે,પૃથ્વી ની શોધ કરતાં કરતાં અંધારી રાત થઈ જાય છે,નંદિની અંતિમ વાર પૃથ્વી ને જ્યાં દેખ્યો હતો ત્યાં બેસી ને વિલાપ કરી હતી,ત્યાં પાછળ થી કોઈ આવી ને એનું મોઢું દબાવી દે છે. ક્રમશ: ...વધુ વાંચો

48

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 48

આપણે આગળ ના ભાગ માં જોયું કે અજ્ઞાતનાથ નંદિની ને જંગલ ના દૂર ના ભાગ માં લઈ જાય છે એ જગ્યા પર થયેલી વિચિત્ર ઘટના વિષે જણાવે છે ,અને પોતે એ પ્રલય માં થી કઈ રીતે બચી ગયા એ પણ જણાવે છે ,અજ્ઞાતનાથ ને જાણ થાય છે કે એ વિચિત્ર જગ્યા પર જ પૃથ્વી ને અંતિમ વાર નંદિની એ જોયો હતો ,જેથી એમને શંકા જતાં એ પહાડ માંથી નીકળેલા પથ્થર ના ટુકડા પાસે અજ્ઞાતનાથ નંદિની ને લઈ જાય છે ,નંદની ની શોધખોળ માં ચિંતિત વિશ્વા માટે નંદિની જમીન પર દિશાસૂચક રાખી દે છે,અવિનાશ ને ગુપ્ત વિભાગ માં એક પાણી ...વધુ વાંચો

49

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 49

આપણે આ`ગળ ના ભાગ માં જોયું કે અવિનાશ ને જાણ થાય છે કે રહસ્યમઈ ગુફા માં રહેલું પુસ્તક નંદિની બહાર લાવી શકશે જેથી એ મહેલ તરફ નીકળી જાય છે,બાકી ના સદસ્યો પણ ત્યાં આવી પહોચ્યા હોય છે સિવાય વિશ્વા,અરુણરૂપા અને નંદિની.જેથી અવિનાશ અને અંગદ તેઓ ને શોધવા નીકળે છે,અહી વિશ્વા અજ્ઞાતનાથ ને નંદિની ના અપહરણ કર્તા સમજી ને તેમના પર હુમલો કરી દે છે.નંદિની એને અટકાવી ને અજ્ઞાતનાથ ની ઓળખ આપે છે,અરુણરૂપા જણાવે છે કે પૃથ્વી સુષુપ્તાવસ્થા ના કારણે શીલા માં પરિવર્તિત થઈ ચૂક્યો છે,જેથી તેઓ પૃથ્વી ને રક્તપાન કરાવવા સૂચન આપે છે,અજ્ઞાતનાથ પોતાનું રક્ત આપવા તૈયાર થાય છે,પરંતુ ...વધુ વાંચો

50

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 50

આપણે આગળ ના ભાગ માં જોયું કે પૃથ્વી પોતાની સુષુપ્તાવસ્થા માંથી બહાર આવે છે,પરંતુ રક્ત ની પ્યાસ ના કારણે આદમખોર થઈ ચૂક્યો હોય છે. જેથી રક્ત ની તલપ માં એ નંદની ના રક્ત ની માંગણી કરે છે,નંદિની પોતાના પ્રેમ ની પરીક્ષા કરવા માટે એને પોતાનું રક્તપાન કરવા ની અનુમતિ આપે છે.પૃથ્વી એક ઘૂંટડો ભરતા જ નંદીના અશ્રુ ના સ્પર્શ થી એને અચાનક ભાન થાય છે,પશ્ચાતાપ થી એ નંદિની થી દૂર ચાલ્યો જાય છે,વિશ્વા અને અંગદ એની ખોજ માં પાછળ જાય છે ,જ્યારે અવિનાશ નંદીની ને લઈ ને રહસ્યમયી ગુફા માં પહોચે છે,અંતે નંદિની એ ઘડા માથી પુસ્તક ને બહાર ...વધુ વાંચો

51

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા - ભાગ 51

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અવિનાશ અને નંદિની ના હાથે એ પુસ્તક લાગી જાય છે.પુસ્તક વાંચ્યા બાદ ને એ પુસ્તક ની તાકત વિશે જાણ થાય છે,અવિનાશ એ સમગ્ર વસ્તુ નંદિની ને સમજાવે છે કે આ પુસ્તક ની મદદ થી માયાપુર ને પુન: સજીવન કરી શકાશે.નંદિની આ વાત જાણી ને અત્યંત ખુશ થઈ જાય પરંતુ અવિનાશ જણાવે છે કે આ મન્ત્ર માટે 5 જાદુગર ની જરૂર પડશે જેથી નંદિની ની મદદ થી એક મન્ત્ર નો ઉપયોગ કરી ને અવિનાશ અંગદ અને અરુણરૂપા ને મહેલ આવવા માટે નો સન્દેશ મોકલાવે છે. એજ સમયે વિશ્વા અંગદ અને અરુણરૂપા પૃથ્વી ની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો