pruthvi ek adhuri prem katha bhag 18 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-18

પૃથ્વી એ રઘુવીર ના અંતિમ સંસ્કાર વિધિ પૂર્વક કર્યા.

વિશ્વા : આ અવિનાશ ને બચાવવા વાળું આખરે છે કોણ ? મને એમ કે ખાલી રઘુવીર એક જ એના સાથે હતા, અને એના ચાર પાંચ wolves. તો એવું કોણ શક્તિશાળી છે જેને અવિનાશ ને આ રીતે ગાયબ કર્યો હશે.

પૃથ્વી: જે પણ છે,આપણાં દુશ્મન નો સાથ આપીને એને આપણાં વિરોધ માં પગલું ભર્યું છે.

વિશ્વા : શું એ કોઈ werewolf હશે ?

પૃથ્વી : લાગતું તો નથી ,પરંતુ હોય પણ શકે , હવેથી દરેક ક્ષણ સાવધાન રેહવું અનિવાર્ય છે.

સ્વરલેખા : મને લાગે છે આપણે આપણો પ્રવાસ ચાલુ રાખવો જોઈએ.

પૃથ્વી : પરંતુ અવિનાશ બધુ જ જાણે છે, અને હજુ એ શાંત બેસશે નહીં , એ પુનઃ હુમલો અવશ્ય કરશે,અને આપણે તો જાણતા પણ નથી કે આ વખતે એનો સાથ કોણ આપી રહ્યું છે. શું એ જગ્યા આપણાં બધા માટે સુરક્ષિત હશે ?

વિશ્વા : મને નથી લાગતું , કારણ કે આપણે જ્યાં પણ જઈશું સમસ્યાઓ આપણાં સાથે જ જશે,ઉલ્ટા નું આપણે ત્યાં જઈને એ નગરજનો માટે મુસીબત બની જઈશું.

નંદીની : એટ્લે સારું એ જ રહશે કે આપણે આ જ જંગલ માં કોઈ સુરક્ષિત સ્થળ શોધીને અહી જ વસવાટ કરી એ, અને આપણો આખો પરિવાર સાથે જ છે ,જેથી આપણે જ્યાં સાથે રહીશું એ આપનું નગર.

વીરસિંઘ : નંદની સત્ય કહે છે, આપણે સાથે છીએ ત્યાં સુધી શક્તિશાળી છીએ.જેથી હું નંદિની સાથે સહમત છું કે આપણે અહી જંગલ માં જ વસવાટ કરી લઈએ ,જ્યાં સુધી બધી સમસ્યાઓનો અંત ના આવી જાય.

બધા આ વિચાર ઉપર સહમત થયા અને જંગલ માં એક સુંદર અને પાણી ના સ્ત્રોત ની એકદમ નજીક જગ્યા શોધી એક નાનું એવું ઘર બનાવવાની શરૂઆત કરી.

નંદિની ના કહ્યા અનુસાર પૃથ્વી, વિશ્વા અને વીરસિંઘ પોતાની અદ્વિતીય ક્ષમતા થી ભારે ભારે પથ્થર ઉઠાવી લાવ્યા.

વિશ્વા જંગલ માં થી વાવઝોડા માં પડી ગયેલા આખે આખા વૃક્ષો ખેંચી લાવી.

અને બધાએ ભેગા મળીને એક અત્યંત સુંદર ઘર તૈયાર કર્યું.

અને બધા એ ઘર માં શાંતિ થી એક જગ્યાએ બેઠા.

વીરસિંઘ : આજે બધા કેટલા વર્ષ બાદ એકસાથે શાંતિ થી એકબીજા સાથે બેઠા છીએ.

વિશ્વા : હું તો ઈચ્છું છું કે સદાય માટે આપણે બસ આવી જ રીતે સાથે રહીએ.

પૃથ્વી : ઈચ્છા તો આપણી એવી જ છે વિશ્વા , પણ આપણી કિસ્મત આપણ ને શાંતિ થી જીવવા જ નથી દેતી, ના જાણે આગળ શું છે આપણી કિસ્મત માં ?

નંદિની : તું નકારાત્મક શું લેવા વિચારે છે પૃથ્વી ,બધુ જ શુભ થશે.

પૃથ્વી : હું પણ એ જ આશા રાખું છું.

સ્વરલેખા :કાલ ની ચિંતા છોડો અને આજે આ સ્વર્ણિમ ક્ષણો નો ભરપૂર આનંદ ઉઠાવી લો.

અહી આ જંગલ ના વચ્ચે બનાવેલા નવા ઘર માં પરિવાર માં આનંદ ની વાતો ચાલતી હતી ત્યાંજ, જંગલ માં થયેલા યુધ્ધ માં જે werewolves ને અવિનાશ એની સાથે લાવ્યો હતો ,અને પૃથ્વી વિશ્વા અને વીરસિંઘ એ એમને મોત ને ઘાટ ઉતાર્યા હતા. એમથી એક wolf એના સદનસીબે જીવિત રહી ગયું હતું પણ અત્યંત ઘાયલ હતું.

તે મનુષ્ય રૂપ માં આવી જેમ તેમ કરી બે-ચાર દિવસે પોતાના પરિવાર પાસે પહોંચ્યો.જંગલ નો આ હિસ્સો કે જે werewolves નો ઇલાકો છે,જ્યાં એ હજારો વર્ષો થી વસવાટ કરે છે.

જ્યાં આ werewolves એક બે નહીં પરંતુ હજારો ની સંખ્યા માં હતા. પહાડો માં રહેલી નાની નાની ગુફાઓ માં એ વસવાટ કરતાં હતા. ત્યાં આવીને એ વોલ્ફ ઢળી પડ્યો.

બીજા wolves એ ઘાયલ વ્યક્તિ પાસે આવ્યા અને પૂછ્યું કે એને શું થયું છે ?

એ ખાલી એક શબ્દ બોલ્યો કે “મને સરદાર(રાજા) પાસે લઈ જાઓ તુરંત”.

બધા એ ભેગા થઈ ને એને ઊચકીને સરદાર પાસે લઈ ગયા.

ત્યાં પહાડો માં બનેલા નાના એવા werewolves ના આ નગર માં એક મોટી ગુફા ની બહાર ઘણા બધા werewolves એને ઘેરીને ઊભા હતા ,જાણે એ ગુફા નું રક્ષણ કરતાં હોય એમ જણાતું હતું.

એ ઘાયલ વ્યક્તિ ને અમુક લોકો એ ગુફા ની બહાર લાવ્યા.

ગુફા ના મુખ પાસે આવીને અવાજ લગાવ્યો.

“સરદાર .......... આપણો એક બંધુ ઘાયલ સ્થિતિ માં આપના શરણે આવ્યો છે , આપણે મળવા માગે છે”.

તુરંત ગુફા માંથી એક અત્યંત કદાવર ,ભીમકાય રાક્ષસ જેવો વ્યક્તિ.બહાર આવ્યો.એણે જોતાં જ એવું લાગતું હતું કે સાચે જ આ બધા wolves નો રાજા છે.વૃક્ષો ના થડ જેવી એની બાજુઓ(હસ્ત),ભયંકર એનું મુખ,ભૂખરા લાંબા વાળ અને લાંબા તીક્ષ્ણ નખ. નામ એનું વિધુત.

એ ઘાયલ વ્યક્તિ પાસે પહોચ્યો.

એણે એ ઘાયલ વ્યક્તિ ને ભારે સ્વર માં પૂછ્યું.

“તારી આવી હાલત કોણે કરી ?”

એ વ્યક્તિ તૂટતાં સ્વર માં બોલ્યો.

“સરદાર.... તમારા કહવા પ્રમાણે અમે અવિનાશ ની સાથે એ vampires અને એ શુધ્ધ ખૂન નો પીછો કર્યો.....અમે એ લોકો ને પકડી પણ લીધા, પરંતુ ...”

વિદ્યુત: પરંતુ શું ? ક્યાં છે એ શુધ્ધ ખૂન ?

ઘાયલ વ્યક્તિ : એ લોકો એ કેદ માંથી છૂટી ગયા અને આપણાં બધા બંધુ ઓને ખત્મ કરી દીધા, હું સાદ નસીબે ત્યાથી બચી નીકળ્યો,અને અહિ તમારી પાસે આવી ગયો.

વિદ્યુત : તો અવિનાશ ક્યાં છે ?

ઘાયલ વ્યક્તિ :એ પણ ભાગી છૂટ્યો સરદાર.

હું જેમ તેમ જીવ બચાવી ને તમારી પાસે પહોંચ્યો છું. મને બચાવો સરદાર.

વિદ્યુત ની આંખો ગુસ્સા થી ભરાઈ ગઈ

“એનો મતલબ ...એક વાર ફરીથી એ શુધ્ધ ખૂન મારા હાથ માં આવીને નીકળી ગયું”

વિદ્યુતેએક ક્ષણ માં એ ઘાયલ વ્યક્તિ નું માથું ધડ થી અલગ કરી દીધું.

વિદ્યુત જોર થી બરાડયો.

“હું એ vampires ને પ્રાણ મુક્ત કરી દઇશ.મારા પરિવાર ના દરેક વ્યક્તિ ના મોત નો એ લોકો ને ઉત્તર આપવો પડશે.ક્યાં સુધી બચાવીશ શુધ્ધ ખૂન ને તું ....પૃથ્વી .......તારો અંત હવે નિકટ છે....પરંતુ એ અવિનાશ...એણે મને વચન આપ્યું હતું કે જો મારા wolves ,vampires ને પકડવા માં એની મદદ કરશે તો એ શુધ્ધ ખૂન ને મને સોંપી દેશે.પરંતુ એ દગાખોર ભાગી ગયો.એના કારણે આજે મારા ભાઈઓ ના ખૂન પાણી ની જેમ વહી ગયા, એનો હિસાબ તો એણે ચૂકવવો જ પડશે”.

એટલું બોલી ને વિદ્યુતે અવકાશ સામે જોઈ સાંકેતિક ભાષા માં ગર્જના કરી જેવી સમાન્યત: wolves એકબીજા ને બોલાવવા કરે છે.

સરદાર વિદ્યુત ની ગર્જના થી આખ નગર માથી હજારો ની સંખ્યા માં wolves એકત્ર થઈ ગયા.

સેના સમાન એકત્ર થયેલા wolves ને વિદ્યુતે આદેશ આપ્યો

“બંધુઓ ....આપના સૌથી પ્રાચીન દુશ્મનો જે આપણો ખજાનો વર્ષો પેહલા આપણાં થી છીનવી ને લઈ ગયા છે.આપણ ને નિર્બળ માની ને આપણો સદંતર નાશ કરી રહ્યા છે.એમને એમની ઔકાત બતાવવાનો સમય આવી ગયો છે, સર્વનાશ કરી નાખો આ vampires નો આ ધરતી પર થી અને એ અવિનાશ નો પણ વિનાશ કરી નાખો”

Wolves ની સમગ્ર સેના એ આકાશ સામે સાંકેતિક ભાષા માં ગર્જના કરીને જંગલ તરફ કૂચ આરંભી.

આ ગર્જના એટલી વિશાળ હતી કે જેનાથી આખું જંગલ ગુંજી ઉઠ્યું.

અને ત્યાથી કેટલાય માઈલ દૂર બેઠેલા સ્વરલેખા જે પોતાના ધ્યાન માં લીન હતા એમને આ ગુંજ સંભળાઇ.આ અવાજ સાંભળતા જ એ રઘવાયા થઈ ગયા.

નંદની એ એમને સંભાળ્યા,

સ્વરલેખા : પૃથ્વી .....પૃથ્વી ક્યાં છે...એણે હાલ જ બોલાવ.

નંદિની એ બધા ને ભેગા કર્યા.

સ્વરલેખા : જેનો ડર હતો એજ થયું પૃથ્વી, werewolves અત્યંત ગુસ્સા માં છે,તારા અને અવિનાશ ને મધ્યે ની લડાઈ માં એ લોકો માર્યા ગયા જેથી એમની આખી પ્રજાતિ આપણાં થી ખૂબ નારાઝ છે.

પૃથ્વી : પરંતુ એમને દગો આપનાર તો અવિનાશ છે.

સ્વરલેખા : હા પણ એ લોકો એકત્ર થઈ ચૂક્યા છે એ પણ હજારો ની સંખ્યા માં , એ લોકો આવી રહ્યા છે પૃથ્વી ...આપણાં માટે, અવિનાશ માટે ,નંદિની માટે, મે એમની ગુસ્સા ની ગર્જના સાંભળી છે.

પૃથ્વી : કઈ પણ થઈ જાય હું નંદિની ને એમને હાથ નહીં લાગવા દવ.

નંદિની : પૃથ્વી ...પ્રશ્ન અહી ખાલી મારો જ નથી...આપણાં સૌ નો છે.

બધા ની સલામતી નો સવાલ છે.

વિશ્વા :હા પણ એમનું મુખ્ય લક્ષ્ય તું છે નંદની, તારું રક્ત એમને અત્યંત શક્તિશાળી બનાવી દેશે.

એટ્લે તારી રક્ષા અનિવાર્ય છે.

સ્વરલેખા : તમે લોકો એકલા એનો સામનો નહીં કરી શકો પૃથ્વી .....

સમય આવી ગયો છે કે તારે હવે બીજા vampires ની મદદ લેવી જોઈએ.

વીરસિંઘ : હું મારા બીજા મિત્રો ને બોલાવવા નો પ્રયત્ન કરું છું ,પણ કહી ના શકાય કે આવા જોખમ માં કોણ સાથ આપશે.

સ્વરલેખા : હું પણ મારા તરફ થી પ્રયત્ન કરી જોવું .

તૈયાર થઈ જાઓ એક આખરી લડાઈ માટે.

અહી આ બાજુ એક નાની એવી ઝૂંપડી માં અવિનાશ એક પલંગ માં પડ્યો હતો

એના સંપૂર્ણ શરીર ઉપર ઘા હતા.અને આખા શરીર પર ઔષધિ ના લેપ લગાવેલા હતા.

અવિનાશે એ ધીમે ધીમે એની આંખો ખોલી...

એના શરીર માં પીડા હતી પણ જોયું તો શરીર પર લેપ લગાવ્યા હતા.

એની નજર પડી કે કોઈ સ્ત્રી મોટો ધાબળો ઓઢીને ,ઝૂંપડી ના કિનારે ચૂલો સળગાવી ને અવિનાશ માટે ઔષધ તૈયાર કરી રહી છે.એનો ચેહરો દેખાતો નહતો.

અવિનાશ : આપ કોણ છો ? તમે મારો જીવ કેમ બચાવ્યો ?

એ સ્ત્રી : રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અવિનાશ, જેમનો તે તારા સ્વાર્થ માટે દૂરપયોગ કર્યો એ લોકો તારા પ્રાણ લેવા આવી રહ્યા છે.

અવિનાશ : તમને કેવી રીતે ખબર છે બધી ? છો કોણ તમે ?

એ સ્ત્રી ચૂલા પાસે થી ધીમેક થી ઊભી થઈ અને ધાબળો હટાવી ને અવિનાશ ની તરફ જોયું.

એ સ્ત્રી નો ચેહરો જોતાં જ અવિનાશ ની આખો અચરજ થી પહોળી થઈ ગયી.....

અવિનાશ : માં ........ તમે ?

ક્રમશ ..........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED