પૃથ્વી : એક પ્રેમ કથા ભાગ-29 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી : એક પ્રેમ કથા ભાગ-29

“સાત લોકો ની જગ્યા કરવી પડશે બહેનાં”

સ્વરલેખા એ ગુફા ના દ્વાર તરફ જોયું , ત્યાં એક વ્યક્તિ ઊભો હતો ,ધીમે ધીમે એ વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ થયો ,એને જોતાં જ સ્વરલેખા ના હાથ માં થી થેલો પડી ગયો ,

“અવિનાશ તું ?...... “

ત્યાં ઊભા બધા જ અવિનાશ ને જોઈને ચકિત થઈ ગયા.વિશ્વા ને બાદ કરતાં.

અવિનાશ : હા હું ...જાણું છું તમે બધા મને જોઈને બહુ વધુ ખુશ નહીં હોવ.

સ્વરલેખા દોડીને અવિનાશ ને ગળે લાગી ગઈ.

અવિનાશ : ઠીક છે ....મને આટલા બધા સ્નેહ ની આદત નથી.

સ્વરલેખા થોડી દૂર થઈ અને અવિનાશ ને એક તમાચો મારી દીધો.

અવિનાશ ભોઠો પડી ગયો.

સ્વરલેખા : આવા સમયે પણ તને મજાક સૂઝે છે.

બધા હસવા લાગ્યા.પૃથ્વી પણ આવીને અવિનાશ ને ગળે લાગ્યો.નંદની પણ અવિનાશ પાસે આવી.

અવિનાશ : નંદની...... મને ભૂલી તો નથી ગઈ ને ?

નંદની હસવા લાગી “ તને કેવી રીતે ભૂલી શકું .......પણ હા તને જોઈ ને આનંદ થયો”.

અંગદ પણ અવિનાશ પાસે આવી ને એની સાથે હાથ મિલાવ્યો.

સ્વરલેખા : અવિનાશ ...તું અહી ક્યાથી ? મતલબ ....મને કાઇ સમજાતું નથી.તું તો .....

અવિનાશ : મૃત્યુ પામી ચૂક્યો હતો ....તો જીવિત ક્યાથી ? એજ ને ?

પૃથ્વી : હા...અને એ પણ વિશ્વા સાથે ....વિશ્વા ...તને જાણ હતી ?

વિશ્વા : મે કહ્યું હતું ને કે આટલો સમય હું એકલી અહી નહોતી .....અવિનાશ પણ અમારી સાથે જ હતો

નંદની : મતલબ કે છેલ્લા એક વર્ષ થી તમે બંને અહી સમયચક્ર માં ફસાયા છો ? પણ કઈ રીતે ?

અવિનાશ : હું બધુ સમજાવું છું ... નંદની.

જે વખતે મનસા એ પોતાની શક્તિ થી સમયચક્ર રચ્યું એ વખતે વિશ્વા એમાં ફસાઈ ગઈ,જ્યારે એ સમયચક્ર ધડાકાભેર બંદ થયું ,ત્યારે એક પ્રચંડ વીજળી આકાશ માં પેદા થઈ જે આપણાં પર પડવા જતી હતી ,અને તમને લોકો ને બચાવવા વચ્ચે આવ્યો ,એ વીજળી ની ઉર્જા મારા માં સમાઈ ગઈ,એ વીજળી મનસા ની ઉર્જા નો ભાગ હતો,અને મનસા ની બધી જ શક્તિઓ એની સાથે બાધિત છે ,એટ્લે ભૂતકાળ માં જતી વખતે એ પોતાની સંપૂર્ણ ઉર્જા પણ ખેંચી ગઈ.અને જ્યારે તમને લોકો ને એવું લાગ્યું કે હું મૃત્યુ પામી ચૂક્યો છું એટલામાં મારો દેહ એ ઉર્જા સાથે અદ્રશ્ય થઈ ગયો અને મનસા અને વિશ્વા ની સાથે અહી આવી ગયો.અહી પહોચ્યા બાદ મનસા એ મારા શરીર માં થી એની સંપૂર્ણ ઉર્જા ખેંચી લીધી અને મને જીવનદાન આપ્યું.જેના માટે હું એનો સદાય આભારી રહીશ.

પૃથ્વી : ઠીક......હવે સમજાયું કે તારો દેહ અદ્રશ્ય કેમ થયો હતો.હકીકત માં તારો દેહ પણ વિશ્વા ની જેમ જ અહી આવી ગયો હતો.

અવિનાશ : હા ...બસ ત્યાર થી હું ,વિશ્વા અને મનસા એક પરિવાર ની જેમ અહી રહીએ છે.

વિશ્વા ને વિશ્વાસ હતો કે એનો ભાઈ પૃથ્વી એને બચાવવા અવશ્ય આવશે.

હા પરંતુ મને એટલો બધો વિશ્વાસ નહતો કે તમે લોકો આવશો ....ખાસ કરીને સ્વરલેખા ...મને એમ કે મારા મૃત્યુ પછી તો એ આનંદ ઉલ્લાસ થી જીવન વ્યતીત કરતી હશે.

સ્વરલેખા એ ફરીથી હાથ ઉગામ્યો પણ..આ વખતે અવિનાશ ખસી ગયો અને હસવા લાગ્યો.

અવિનાશ : અરે મજાક કરું છું બહેનાં ..... મને વિશ્વાસ હતો કે જ્યારે પણ તમને અમારા જીવિત હોવાની ખબર મળશે. તમે લોકો અમને બચાવવા અવશ્ય આવશો.

સ્વરલેખા : અને આ માહિતી આપવાનો શ્રેય અંગદ ને જાય છે.

અવિનાશ : અંગદ .....તે અમારા માટે જે પણ કર્યું છે તેનો હું સદાય આભારી રહીશ.

અંગદ : ના ના .....એવું કઈ નથી ..હું તો ફક્ત મારા પિતા એ કરેલા પાપો નું પ્રાયશ્ચિત કરતો હતો.અને હજુ મારા ભાઈઓ જીવિત છે ,જે પિતા ના મોત નો બદલો લેવા આતુર છે....તારા અને વિશ્વા વગર તો અમે એ લોકો ને રોકી શકીએ એમ નહતું.એટ્લે એમ કહી શકાય કે તમને બચાવવા માં મારો થોડોક સ્વાર્થ પણ છે.

વિશ્વા : એ બધુ ઠીક છે ....હવે પાછા જવાનું કઈ વિચારીએ.

પૃથ્વી : હા ...શું સમયયંત્ર સાત લોકો નો ભારવહન કરી શકશે?.

અંગદ : મુશ્કેલ છે ? કદાચ અજ્ઞાતનાથ ...જ આ પ્રશ્ન નો ઉત્તર આપી શકશે.

વિશ્વા : અજ્ઞાતનાથ ...એ કોણ છે ?

પૃથ્વી :લાંબી કહાની છે વિશ્વા ....હું શાંતિ થી કહીશ. પહેલા એ યંત્ર પાસે પહોચવું પડશે.એ યંત્ર તૂટી ને ચૂર થઈ ગયું છે.

અવિનાશ : તો આપણે ત્યાં જવું જોઈએ,વિશ્વા ...તું ,નંદની અને મનસા જરૂરી સામાન લઈ ને આવો અમે ત્યાં સુધી એ યંત્ર સુધી પહોચી ને પરિસ્થિતી જોઈએ છે.

વિશ્વા : ઠીક છે.

અવિનાશ ,પૃથ્વી ,અંગદ ,અને સ્વરલેખા એ સ્થળે પહોચ્યા.

એ યંત્ર ના ટુકડા પડ્યા હતા.

અવિનાશ : અરે .....રે .... આ યંત્ર તો ખૂબ ખરાબ હાલત માં છે.....પૃથ્વી ...તમે લોકો એક નાનકડું યંત્ર પણ સાચવી ને લઈ ના આવી શક્યા.

પૃથ્વી : હું કઈ રોજ યંત્ર ની મુસાફરી નથી કરતો , આ યંત્ર સમય નો વેગ સહન કરી શક્યું નથી એટ્લે તૂટી ગયું છે.

અંગદ : ટૂંક સમય માં મધ્યાહન થશે,...યાદ છે ને પૃથ્વી અજ્ઞાતનાથ એ શું કહ્યું હતું ? કે બરોબર મધ્યાહન ના સમયે જ આ યંત્ર શરૂ થશે.આપની પાસે ખૂબ જ ઓછો સમય છે ....જે પણ કરો એ ઉતાવળે કરવું પડશે.

અવિનાશ : તું થોડોક શ્વાસ લે અંગદ ...બાકી નું કામ અવિનાશ પર છોડી દે .....મને વિચારવા દે ....

અવિનાશ એ યંત્ર ના ટુકડા એકઠા કર્યા.અને એને ધ્યાન થી જોવા લાગ્યો.

અંગદ :કઈ ધ્યાન માં આવ્યું અવિનાશ ?

અવિનાશ : હા ....આ યંત્ર એક વિશેષ પ્રકાર ના ધાતુ થી બનેલું છે.જો આ ધાતુ નો વિસ્તાર વધી જાય તો એ સાત લોકો ને સમાવી શકશે.અને રહી વાત એના ભાગેલા તૂટેલા ભાગો ની ...તો ...મનસા ની ચુંબકીય શક્તિ થી એને એવી રીતે જકડીશું કે એ અલગ નહીં થાય.

પૃથ્વી અને અંગદ એક બીજા ના સામે જોઈ રહ્યા હતા.

અવિનાશ : શું થયું ? આમ કેમ જોવો છો ? તમને સમજ માં નથી આવ્યું ? જુઓ હું ફરીવાર નથી સમજાવવાનો ....હું કઈ તમને ભૌતિક વિજ્ઞાન ના પાઠ ભણાવવા નથી બેઠો.

અંગદ : ના એવું નથી .....અમને તો ખબર પડી ગઈ . પણ તમે જે કીધું શું સાચે એ શક્ય છે.

અવિનાશ : હા કેમ નહીં ?

પૃથ્વી : એક વાર ફરીથી વિચારી લે અવિનાશ ...શું મનસા આ યંત્ર ને કાબૂ માં રાખી શકશે.

અવિનાશ : પૃથ્વી ...હું મનસા ની શક્તિ થી પરિચિત છું ...તું એની કદ કાઠી પર ના જોઈશ ...મનસા પાસે અપાર શક્તિ છે.એ સંભાળી લેશે.

સ્વરલેખા : પણ આપણે એક વાર મનસા ને પણ પૂછી લેવું જોઈએ.

અવિનાશ : હા ...કેમ નહીં ..જો કે મને વિશ્વાસ છે કે મનસા મારી વાત કોઈ દિવસ નહીં ટાળે.

થોડીક વાર માં વિશ્વા ,મનસા અને નંદની ત્યાં પહોચ્યા.

અવિનાશ એ પોતાની વાત બધા ને ધ્યાન ની સંભળાવી.

મનસા : પણ અવિનાશ .......તને ....લ .....લાગે છે કે હું .....એને સંભાળી શકીશ?.

સ્વરલેખા :દેખ ....મે તને પહેલા જ કહ્યું હતું કે આપણે મનસા ને પહેલા પૂછીએ.

અવિનાશ : અરે ...તું થોડીક વાર શાંતિ રાખ બહેનાં .....

અવિનાશ મનસા પાસે ગયો ...ઘૂંટણીયે બેઠો અને મનસા ના હાથ પકડ્યા.

અવિનાશ : જેટલો વિશ્વાસ મને તારા પર છે ,તારી ક્ષમતા પર છે ,એટલો બીજા કોઈ પર નથી.તને ખબર છે મનસા ...તારા આવ્યા પહેલા મારા જીવન માં કોઈ ના પ્રત્યે પ્રેમ કે કરુણા નહતી ,હતી તો ફક્ત પોતાના પ્રત્યે ઘૃણા અને મારા કૃત્યો પ્રત્યે ગુસ્સો,પણ તારા આવ્યા બાદ મારા જીવન માં પ્રેમ આવ્યો,મિત્રતા આવી,વિશ્વાસ આવ્યો,મને વિશ્વાસ છે કે જો આ કામ જો કોઈ કરી શકશે તો એ ફક્ત તું છે.તને મારા પર વિશ્વાસ છે ને ?

મનસા : હા ....

અવિનાશ : તો બસ પોતાની ચુંબકીય ઉર્જા તું આ યંત્ર માં સમાવી દે.અને બાકી બધુ મારા પર છોડી દે.

મનસા : ઠીક છે.

મનસા એ યંત્ર ના પડેલા ટુકડા ના ઢગલા પાસે ગઈ.એણે પોતાની આંખો બંદ કરી ....થોડીક વાર માં આજુબાજુ માં પડેલા નાના કાંકરા ,પથ્થર ધ્રૂજવા લાગ્યા .....ધીમે ધીમે ધ્રૂજારી વધી..... થોડીક વાર માં એક પ્રચંડ ઉર્જા રૂપ પ્રકાશ બિંબ મનસા માથી પ્રકટ થયું,અને એ યંત્ર ના ભાગો માં સમાઈ ગયું.

એ યંત્ર ના ટુકડા ગતિમાન થવા લાગ્યા.મનસા એ આંખો ખોલી અને પોતાના હાથ થી યંત્રના ભાગો ને હલન ચલન કરાવવા લાગી. એણે યંત્ર ના ધાતુ નો ઉર્જા ની ગરમી થી વધુ વિસ્તાર કર્યો ,જેથી યંત્ર ના ભાગો પહેલા કરતાં પણ વિશાળ થઈ ગયા.

અવિનાશ : ખૂબ જ સરસ મનસા ...હવે હું જે રીતે કહું એ રીતે આ ભાગો ને ક્રમબદ્ધ કરી દે.

અવિનાશ અને અંગદ મનસા નું માર્ગદર્શન કરવા લાગ્યા.થોડીક વાર માં યંત્ર ના બધા ભાગો જોડાઈ ગયા.અને યંત્ર પહેલા કરતાં પણ વિશાળ થઈ ગયું.

આ જોઈ ને બધા રાજી ના રેડ થઈ ગયા.

પૃથ્વી : સાચેજ.... મનસા ની શક્તિ અપાર છે ....અને તારી બુધ્ધિ પણ અવિનાશ ...

અવિનાશ : દિલ થી બોલે છે ...કે એમ જ કહે છે ?

પૃથ્વી હસવા લાગ્યો.

અંગદ : બધા ઝડપ થી યંત્ર માં ગોઠવાઈ જાઓ ...મધ્યાહન નો સમય થઈ ગયો છે ,સૂર્ય ના કિરણો યંત્ર માં પ્રવેશતા જ ,યંત્ર ચલાયમાન થઈ જશે.

બધા જ લોકો ઝડપ થી યંત્ર મા ગોઠવાઈ ગયા.

અવિનાશ : મનસા ...આ યંત્ર હજુ પણ તારી ઉર્જા થી જોડાયેલુ છે,સમય માથી પસાર થતાં બની શકે કે આ ઉર્જા કમજોર પડી જાય પણ તું એણે બળ આપતી રહેજે,અમે બધા તારા ભરોસે છીએ,અને તારા સાથે પણ છીએ.

અવિનાશ એ મનસા નો એક હાથ પકડ્યો અને એક હાથ પૃથ્વી એ પકડ્યો.

સુર્ય એકદમ મધ્ય મા આવી ગયો.

સુર્ય ના કિરણો યંત્ર ના દર્પણો મા ટકરાવા લાગ્યા.પુનઃ એક પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થઈ.

તરત જ અંગદ એ યંત્ર ની ચાવી ઘુમાવી.

ચાવી ઘુમાવતા એક દેદીપ્યમાન વિસ્ફોટ થયો અને loophole બનતા ,યંત્ર સમય મા પ્રવેશ કરી ગયું અને પૂંખરાજ માથી ગાયબ થઈ ગયું.

પૂંખરાજ જે મનસા ની ઉર્જા પર ટકેલું હતું ,મનસા ના પૂંખરાજ માથી નીકળવાની સાથે જ પલભર મા પૂંખરાજ ની ગિરિમાળા મા જાણે જ્વાળામુખી ફાટયો હોય એમ એક પછી એક પર્વતો તૂટવા લાગ્યા અને સંપૂર્ણ પૂંખરાજ નો વિનાશ થઈ ગયો.

અહી .... યંત્ર સમય ના વેગ અને પ્રકાશ વચ્ચે ધસમસી રહયું હતું,

સમય ના વેગ અને ઉર્જા થી મનસા થી ચુંબકીય ઉર્જા નબળી પડવા લાગી અને આખું યંત્ર ધ્રૂજવા લાગ્યું.

અંગદ એ અવાજ લગાવ્યો.

“અવિનાશ ...લાગે છે આ યંત્ર વધુ સમય ટકી નહીં શકે .....આપણાં સૌનો વિનાશ નિશ્ચિત છે.”

અવિનાશ એ મનસા તરફ જોયું ...મનસા પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી રહી હતી .અવિનાશ એ તુરંત સ્વરલેખા નો અને અંગદ નો હાથ પકડી ને મનસા ને સ્પર્શ કરીને ..મંત્રોચ્ચાર શરૂ કર્યું,

અવિનાશ ના મંત્ર થી એ ત્રણેય ની ઉર્જા મનસા મા પ્રવર્તમાન થવા લાગી, જેથી મનસા ની ઉર્જા બમણી થઈ ગયી અને પ્રકાશ ના ઉર્જા ને આંબી ને યંત્ર સ્થિર થઈ ગયું.

ગંતવ્યસ્થાન પાસે જ હતું જેથી શૂન્યાવકાશ માં યંત્ર નો વેગ અત્યધિક થઈ ગયો.વેગ અને પ્રકાશ થી સૌ કોઈ મૂર્છિત થઈ ગયા મનસા પણ આ વખતે મૂર્છિત થઈ ગઈ.પલભર મા યંત્ર પુનઃ માયાપૂર આવી પહોચ્યું અને અજ્ઞાતનાથ ના ઘર ની પાછળ ટેકરી પર ધડાકાભેર સમય નું loophole ખૂલ્યું.અને યંત્ર જમીન પર આવી પટકાયું.

ક્રમશ ..................