Pruthvi:Ek prem katha - 34 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-34

અંગદ અવિનાશ પર ગુસ્સા માં બબડતો બબડતો જંગલ માં ચાલી રહ્યો હતો .......

અચાનક પાછળ થી વિશાળ કદ ના વ્યક્તિઓ આવી ને અંગદ ને ઢસડી ને એક બાજુ ખેંચી ગયા.

એમાં થી એક વ્યક્તિ એ અંગદ ના મોઢા પર હાથ રાખી દીધો જેથી કરીને અંગદ નો અવાજ જંગલ માં ગુંજે નહીં.

એ લોકો અંગદ ને ખેંચતા ખેંચતા જંગલ ના અંધારિયા વિસ્તાર માં લઈ ગયા ત્યાં જઈને એક બાજુ જઈને ને એને પટક્યો.

અંગદ : કોણ છો તમે લોકો ? મને અહી કેમ લાવ્યા છો ?

પેલા લોકો કોઈ પણ પ્રત્યુત્તર આપ્યા વિના બસ અંગદ ને એક ટસે જોઈ રહ્યા હતા.

અંગદ : જોઈ શું રહ્યા છો ? મે તમને લોકો ને કઈક પૂછ્યું ? કોણ છો તમે બધા ?

“એ બધા મારા સૈનિકો છે ...........અંગદ”.એક મોટા પથ્થર પાછળ થી અવાજ આવ્યો.

અંગદ એ બાજુ નજર નાખી ,પથ્થર ના પાછળ થી ખડતલ શરીર વાળો વ્યક્તિ અંગદ તરફ ચાલીને આવી રાખ્યો હતો.

અંધારા ના કારણે અંગદ ને સ્પષ્ટ દેખાતું નહતું.અંગદ એ આંખો નાની કરીને એ બાજુ ધ્યાન થી જોયું.

ધીમે ધીમે વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ થયો.

એ વ્યક્તિ ને જોતાં જ અંગદ સફાળો ઊભો થઈ ગયો અને પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી ,સામે પણ એ વ્યક્તિ એ મુઠ્ઠીઓ વાળી લીધી.

અંગદ એના સામે ભાગ્યો ,એ વ્યક્તિ પણ સામે થી આવ્યો ......

ભાગીને આવી ને એકબીજાને નજીક આવીને બંને એકબીજાને ભેટી પડ્યા.

અંગદ : આજે કેટલા વર્ષ વીતી ગયા મિત્ર સુબાહુ.તું તો ઓળખાણ માં પણ નથી આવતો.

સુબાહુ : હા અંગદ .....ઘણા વર્ષો વીતી ગયા.પણ આખરે મુલાકાત થઈ જ ગઈ.

અંગદ : તું અહી ક્યાથી ? તું હતો ક્યાં ? અને આ બધુ પરીવર્તન ? મને કઈ સમજાતું નથી.

સુબાહુ : હું તને બધુ જ સમજાવું છું.

બંને છૂટા પડીને એક બાજુ બેઠા.

સુબાહુ : તને તો યાદ જ હશે , કે આપણે બંને વિદ્યુત ની સેના ના સૈનિકો હતા અને ગાઢ મિત્રો ,પરંતુ જ્યારે તારા પિતા વિદ્યુત એ તારી માતા ની હત્યા કરી અને તું વિદ્રોહ કરી ને ભાગી નીકળ્યો.

એના બાદ પણ હું સમજી ના શક્યો કે તું સાચો હતો અને વિદ્યુત ખોટો.

તારા ગયા બાદ એમને મને સેના અધ્યક્ષ નિયુક્ત કર્યો .....હું ખૂબ ખુશ હતો.પરંતુ એક દિવસ હું જ્યારે વિદ્યુત ને મળવા અને સેના ની કામગીરી વિષે માહિતી આપવા જઈ રહ્યો હતો ત્યારે મે વિદ્યુત ની બધી વાતો સાંભળી ,કે કઈ રીતે એને તારી માતા ની હત્યા કરી નાખી અને એના આજ સુધી ના બધા કુકર્મ વિષે મને જાણ થઈ ગઈ કે એને પોતાના સ્વાર્થ માટે થઈને werewolves નો ગેરફાયદો ઉઠાવ્યો છે.

એ વાત થી મને ખૂબ આઘાત લાગ્યો.અને ક્રોધ માં આવીને મે વિદ્યુત સામે વિદ્રોહ કર્યો પણ ,એને મને સજા ના ભાગરૂપે પૃથ્વી ના પેટાળ માં કેદ કરી દીધો.

સદનસીબે મારા આ સાથી મિત્રો સૈનિકો જે મારા સાચા સાથિયો હતા એમને મને એ કેદ માથી આઝાદ કર્યો અને હું એ જગ્યા થી દૂર ભાગી નીકળ્યો અને બધી જ દિશાઓ માં ફક્ત તને શોધતો રહ્યો.

ત્યારબાદ મને જાણ થઈ કે અમુક vampires એ શુદ્ધ ખૂન ની મદદ થી વિદ્યુત નો વિનાશ કર્યો.

ત્યારે હું સમજી ગયો કે એમાં તારો કઈક હાથ હશે.ઘણા સમય સુધી શોધતા શોધતા હું નઝરગઢ આવી પહોચ્યો.

ત્યાં મે એક ગુપ્તચર ને જોયો , જે કેટલાય દિવસ થી અહી ભ્રમણ કરી રહ્યો હતો.

મારા સાથીઓ એ ગુપ્તચર નો પીછો કર્યો તો મને તારા વિષે માહિતી મળી.

અંગદ : મને તો એમ હતું કે તારી સાથે કોઈ દિવસ મુલાકાત નહીં થાય પણ નસીબ નો ખેલ જ વિચિત્ર છે.

સુબાહુ : પણ અંગદ .....તું અત્યારે જે લોકો સાથે રહે છે ? એ કોણ છે ?

અંગદ : એ મારો પરિવાર છે , મારા સાથી છે .......એ લોકો એ જ છે જેમને વિદ્યુત નો નાશ કર્યો છે.એ લોકો મારા માટે સર્વસ્વ છે ......જરૂર પડશે તો એમની માટે પ્રાણ પણ આપી દઇશ.

સુબાહુ : તું નસીબદાર છે અંગદ કે તને કોઈ પરિવાર તો મળ્યો .....અમે તો વર્ષો થી આમ તેમ ભટકીએ છે .... રહેવા માટે છત પણ નથી.

અંગદ : તું નઝરગઢ કઈ રીતે પહોચ્યો.

સુબાહુ : હું છેલ્લા કેટલાય વર્ષો થી છુપા વેશે ફરી રહ્યો છું અને કેટલીયે ગતિવિધિઓ પર નઝર રાખી રહ્યો છું.

એમાં થી એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે જે તારે જાણવી અત્યંત આવશ્યક છે.

અંગદ : કઈ વાત ?

સુબાહુ : જે ગુપ્તચર તારા પર નઝર રાખી રહ્યો છે ....એ કોઈ સાધારણ ગુપ્તચર નથી .....

એ તારા ભાઈ પાવક નો ગુપ્તચર ખડગ છે.પાવક ખૂબ મોટું ષડયંત્ર રચી રહ્યો છે અંગદ .....બસ એ જ વાત હું તને છેલ્લા કેટલાક દિવસ થી પહોચાડવા માંગતો હતો.

અંગદ : મને આશંકા તો હતી જ કે આ મારા ભાઈ પાવક નું કામ હોય શકે, પણ એ કરવા શું માંગે છે એ સમજાતું નથી.

સુબાહુ : સ્પષ્ટ શબ્દો માં કહું તો તારા આખા પરિવાર પર ખૂબ મોટો ખતરો છે.

અંગદ ......પાવક એક મોટી સેના એકઠી કરી રહ્યો છે.અને એની સાથે એક બીજી અગત્ય ની વાત એ છે કે ફક્ત પાવક જ નહીં તારા બીજા ભાઈ પણ આ ષડયંત્ર માં શામેલ હશે ,મને એવી આશંકા છે.

અંગદ ને આ વાત નો ધ્રાસ્કો લાગ્યો.

અંગદ : મતલબ કે મારા ભાઈઓ મારા પ્રાણ ના દુશ્મન બની ચૂક્યા છે.

થોડીક વાર શાંત રહ્યા બાદ ......અંગદ ફરીથી બોલ્યો

અંગદ : મારો પરિવાર ..........એ લોકો નું શું ?

નહીં.......હું કોઈ ના પર ખતરો નહીં આવવા દઉં.

મારે પૃથ્વી અને બીજા ને જેટલું બને એટલું જલ્દી નઝરગઢ થી દૂર લઈ જવા પડશે .......એટલા દૂર કે મારા ભાઈઓ ની નઝર એમની પર ના પડે.

મારે તુરંત નીકળવું જોઈએ.

અંગદ ઊભો થઈ ને ચાલવા લાગ્યો.

સુબાહુ એ અંગદ ને પકડ્યો

સુબાહુ : અંગદ .......શાંત થઈ જા ....હડબડી માં કઈ ના કરીશ,અને ક્યાં સુધી છુપાઈને રહીશ ? તને શું લાગે છે તું અને તારો પરિવાર તારા ભાઈ ઓ ની વિશાળ સેના થી બચી શકશો ?

અંગદ : ના સુબાહુ ....હું તો અહી જ રહીશ ......ફક્ત મારા પરિવાર ની સુરક્ષા કરવાની છે.

મારા ભાઈઓને મારા પર જ ગુસ્સો છે.હું એમની સામે સ્વીકારી લઇશ કે વિદ્યુત ના મૃત્યુ પાછળ ફક્ત હું જ જવાબદાર છું .....એ લોકો તો ફક્ત મારા આદેશ નું પાલન કરી રહ્યા હતા.

સુબાહુ : તને એવું લાગે છે કે તારા બલિદાન થી એ તારા પરિવાર ને બક્ષી દેશે ?

અંગદ : મારા બલિદાન થી જો મારા પરિવાર ની મહદઅંશે પણ બચવાની શક્યતા હોય તો હું મારા પ્રાણ ની આહુતિ માટે તૈયાર છું.

સુબાહુ : તારો નિર્ણય સાચે ખૂબ જ દિલેર છે અંગદ .........

પણ ....તું જો ખોટું ના માને તો એક પ્રશ્ન પૂછી શકું ?

અંગદ : હા ...

સુબાહુ : તું જે પરિવાર માટે આટલું કરી રહ્યો છે ......એ પરિવાર સાથે તો તારો ફક્ત ટૂંકા ગાળા નો જ સંબંધ છે ...તો આટલો લગાવ કેમ ?

અંગદ મંદ મુસકાયો .......

અંગદ : મારો પરિવાર ...........એ લોકો એ આ ટૂંકા સમય માં જે પ્રેમ મને આપ્યો છે .... એ પ્રેમ મને આજીવન નથી મળ્યો .......અને બાકી હું વધારે તો નહીં સમજાવી શકું .......બસ એટલું કહીશ કે ....તું એમની સાથે મુલાકાત કરીશ ત્યારે સમજી જઈશ.

સુબાહુ પણ સામે હસ્યો.....

સુબાહુ : મને ગર્વ છે કે તું મારો મિત્ર છે અંગદ .....અને હા મારૂ આ નિરર્થક જીવન સદાય તારા માટે રહેશે .....તારો આ મિત્ર તારા પડખે સદાય ઊભો રહેશે.

અંગદ : આભાર મિત્ર .....ટૂંક સમય માં ફરી મુલાકાત થશે.

એટલું કહીને અંગદ ત્યાંથી નીકળી ગયો અને ઘરે પહોચ્યો.

ઘરે પહોચ્યો ત્યાં ભેગા થઈને મજાક મસ્તી કરી રહ્યા હતા.

પૃથ્વી : અરે .....અંગદ ...ક્યાં ગયો હતો ? અમે લોકો ક્યારના તારો ઇંતેઝાર કરી રહ્યા છીએ.

અંગદ : આ..........હ..... હું જંગલ માં જ હતો.

પૃથ્વી : ઠીક છે ....બેસ .......તારે તો ઘણું કામ કરવાનું છે.

અંગદ : હા ...

પણ અંગદ ના ચહેરા પર ચિંતા ના વાદળો સ્પષ્ટ જણાતા હતા.બીજા કોઈ નહીં પણ વિશ્વા અને અવિનાશ સમજી ગયા કે અંગદ કઈક તકલીફ માં છે .

અવિનાશ એ વિશ્વા ના કાન માં કહ્યું

અવિનાશ : વિશ્વા ......મને લાગે છે કે અંગદ ને મારી વાત નું કઈક વધારે જ ખોટું લાગ્યું છે.

વિશ્વા : બની શકે ......પણ મને લાગે છે કદાચ કારણ બીજું પણ હોય શકે.

થોડીક વાર બાદ સ્વરલેખા,વીરસિંઘ ,પૃથ્વી અને નંદની મનસા સાથે બધા પોત પોતાના કક્ષ માં ગયા.અંગદ પણ ઊભો થઈ ને ચાલતો થયો.

વિશ્વા એ પાછળ થી અંગદ ને અવાજ લગાવ્યો.

વિશ્વા : અંગદ .......... તું ક્યાં હતો ?

અંગદ : અરે કહ્યું ને જંગલ માં જ હતો.

વિશ્વા : તું ઠીક તો છે ને ?

અંગદ : હા કેમ ?

વિશ્વા : ના મને એવું લાગ્યું ....અને હા અવિનાશ તને કઈક કહેવા માંગે છે .....

અવિનાશ મુંજાઈ ગયો ....

અવિનાશ ધીમેક થી વિશ્વા ને કહેવા લાગ્યો “ હું ? હું ક્યાં કઈ કહેવા માંગુ છું ?”

વિશ્વા એ આંખો મોટી કરી અવિનાશ સામે જોયું .

અવિનાશ : અરે હા.........અંગદ .....એમાં હું એવું કહેતો હતો ....કે ..... કે...

કદાચ .....એમ કે ...... બની શકે કે .... હું .....

વિશ્વા : ફટાફટ બોલ અવિનાશ ....... અમે રાહ જોઈ રહ્યા છીએ.

અવિનાશ : ઠીક છે ......અંગદ ....મારા થી જે પણ બોલાઈ ગયું કે મારા વર્તન ના કારણે તને આઘાત પહોચ્યો હોય તો માફ કરજે ....તું મને જાણે છે ....કે હું કઈ પણ બોલી દઉં છું ....મારો ઉદ્દેશ્ય તને આઘાત પહોચડવાનો નહતો.

અંગદ થોડી વાર અવિનાશ સામે એક ટસે જોઈ રહ્યો.પછી હસવા લાગ્યો.

અંગદ : તને શું લાગ્યું ? કે હું તારી મૂર્ખતા થી ભરેલી વાતો થી દૂ:ખી છું.

હું તને સારી રીતે જાણું છું ....મને કોઈ વાત નું ખોટું નથી લાગ્યું.

વિશ્વા : તો ? શું ચિંતા છે ?

અંગદ : બસ એ જ જે મે પહેલા કહ્યું હતું.આપના પરિવાર ને અહી થી દૂર લઈ જવો પડશે.

આપનો સંદેહ સાચો હતો ........એ ગુપ્તચર નું નામ ખડગ ....છે અને એ મારા ભાઈ પાવક નો ગુપ્તચર છે.પાવક કોઈક ષડયંત્ર કરી રહ્યો છે .....આપના પરિવાર ની સુરક્ષા માટે આપણે આ જ્ગ્યા છોડવી પડશે.

વિશ્વા : એ બધુ તો ઠીક છે.....અંગદ પણ આ વાત તને કઈ રીતે ખબર પડી કે એ ગુપ્તચર તારા ભાઈ નો છે.

આ વાત સાંભળી ને હવે અંગદ મુંજાઈ ગયો..................

અંગદ વિશ્વા ના પ્રશ્નો નો શું ઉત્તર આપશે ....?

અંગદ પોતાના પરિવાર ની રક્ષા કઈ રીતે કરશે ?

શું અવિનાશ અંગદ ની યોજના જાની જશે ?

શું અંગદ પોતાના પ્રાણ ની આહુતિ આપી દેશે ?

એ જાણવા જોડાયેલા રહો નવલકથા પૃથ્વી સાથે .....

ક્રમશ ...............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED