પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-17 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-17

અવિનાશ લાકડું લઈને પૃથ્વી તરફ ધસી ગયો ત્યારે ..પાછળ થી એક અવાજ આવ્યો..

“નહીં અવિનાશ .....પૃથ્વી મારો શિકાર છે”.

એટલું સાંભળતા જ અવિનાશ અટકી ગયો.

અવિનાશ એ પાછળ જોયું તો રઘુવીર( hunter) એ તેઓની મધ્ય માં પ્રવેશ કર્યો.

અવિનાશ : મને રોકવાનું કારણ જણાવશો રઘુવીર ?

રઘુવીર : તું કદાચ ભૂલે છે અવિનાશ.... તે મને વચન આપ્યું છે.

મે તને કહ્યું હતું કે હું તારો સાથ તો જ આપીશ જો તું પૃથ્વી ને મને સોંપીશ.

અવિનાશ : ઓહ હા ...માફ કરજો હું તો ભૂલી જ ગયો હતો ...

હું અહી થી હટી જાવ છું ...આ શુભ કામ તમે તમારા હસ્તે કરો.

રઘુવીર આગળ આવ્યા અને પૃથ્વી ની નજીક ગયા.

રઘુવીર : પૃથ્વીસિંઘ .... કેટલા સમય બાદ તું મારા હાથ માં આવ્યો છે. આજે તને જોઈને મને આનંદ પણ થયો અને ગુસ્સો પણ એટલો જ છે.

પૃથ્વી : રઘુવીર તમે વર્ષો થી શંકા માં જીવી રહ્યા છો .

રઘુવીર : ચૂપ દાનવ .....એક દમ ચુપ..... મારે તારા મોઢે થી કઈ સાંભળવું નથી.

તું અને તારા જેવા દાનવો વિશ્વાસઘાતી અને કૃતઘ્ન(અહસાન-ફરામોશ) જ હોય શકે.

વર્ષો પેહલા તમારા (vampires) અને અમારા (Hunters) વચ્ચે સંધિ થઈ હતી ને ?

જ્યારે અમે તમારો એક પછી એક શિકાર કર્યો ત્યારે તું અને બીજા vampires એ મળીને અમને વિનંતી કરી કે તમે માનવવધ નહીં કરો બદલામાં તમે જીવનદાન ની માંગણી કરી.અમે લોકો એ દયા કરીને તમને આ જંગલ માં રેહવાની અનુમતિ આપી અને તમે ?

તમે શું કર્યું ? આભાર માનવાની જગ્યા એ તે ખુદ ......દગા થી અમારા આખા વંશ ને નામશેષ કરી નાખ્યું.

બસ મારો વર્ષો નો ઇંતેજાર પૂર્ણ.... આજે હું તારા આખા પરિવાર ને નામશેષ કરી નાખીશ.

નંદીની ભાગીને વચ્ચે આવી

નંદિની : નહીં....રઘુવીર જી ... પૃથ્વી નિર્દોષ છે ..મને મારા પૃથ્વી પર વિશ્વાસ છે , એ કોઈના માટે પોતાનો જીવ આપી શકે છે પણ ...કોઈનો જીવ લઈ ના શકે.

રઘુવીર : અદિતિ ...? તું મને સમજાવે છે ? તું પોતે તો એના થી રક્ષણ મેળવવા માટે મારી પાસે આવી હતી.

નંદીની: હું મૂર્ખ હતી ... મને સત્ય ની જાણ જ નહોતી.પૃથ્વી કે એના પરિવાર માથી કોઈ પણ દુષ્ટ નથી. દુષ્ટ તો આ અવિનાશ છે.

રઘુવીર: બેટા ...તું આ vampires ના સંમોહન શક્તિ નો શિકાર થઈ છે...તું આ દુષ્ટો ને જાણતી નથી એ લોકો પાસે બીજા ને સમ્મોહિત કરવાની શક્તિ છે એ કોઈ પણ ને પોતાના વશ માં કરીને કઈ પણ બોલાવી શકે છે.

પૃથ્વી : રઘુવીર જી હું તમને કેટલા વર્ષો થી સમજવું છું કે એ વ્યક્તિ હું નથી.મે તમારા પરિવાર નો વિનાશ નથી કર્યો. આપણી સંધિ પશ્ચાત તો અમે ખુશ હતા અને આપણી તો મિત્રતા હતી તો હું શું લેવા તમારું અહિત કરું ?

રઘુવીર : એ હું કઈ નથી જાણતો.હું બસ એટલું જાણું છું કે તું મારા પિતા અને પરિવાર નો કાતિલ છે.

નંદિની :રઘુવીર જી પૃથ્વી અસત્ય નથી બોલતો.મને જોવો તમે હું પણ એમના પરિવાર ની જ સદસ્ય છું,સદનસીબે એ માનવ બની છું, શું તમને લાગે છે કે મારો પરિવાર આવું કઈક કરી શકે.

પૃથ્વી : તમને અવશ્ય કોઈ એ ભરમાવ્યા છે. મને એ કહો કે તમારા પરિવાર ની હત્યા મે કરી છે એ વાત તમને કોને જણાવી ?

આ બધી ચર્ચાઓ સાંભળી ને અવિનાશ અકળાયો ....

અવિનાશ : રઘુવીર જી .... ચર્ચા ઓ માં સમય વ્યર્થ ના કરશો ...જો તમે પૃથ્વી નો વધ કરવામાં અક્ષમ છો તો બાજુ માં ખસો ....હું મારા હાથે જ એનો અંત કરી દવ.

રઘુવીર : મારી ક્ષમતા ની પરીક્ષા લેવાની જરૂર નથી અવિનાશ ... પરંતુ એના વધ પેહલા શંકા નું સમાધાન જરૂરી છે .

ગુસ્સે ભરાયેલો અવિનાશ પગ પછાડતો રહ્યો.

રઘુવીર : હા પૃથ્વીસિંઘ .... તું એમ પૂછતો હતો ને કે મને કોને જણાવ્યુ ?

હું જ્યારે મારા પિતાજી ને શોધવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વ્યક્તિ જે ખૂબ જ ઘાયલ હતા એમને પોતાના અંતિમ શ્વાસ લેતી વખતે મને જણાવ્યુ કે તે એટ્લે કે પૃથ્વીસિંઘ નામના vampire એ આ કાંડ કર્યું છે.

આ બાજુ થી વિશ્વા બોલી

“ શું તમે એ વ્યક્તિ ને ઓળખતા હતા ?”

રઘુવીર : એવું કઈ યાદ નથી .... એનો આના જોડે શું લેવા દેવા.

વિશ્વા : તો શું એ વ્યક્તિ ..આપના પરિવાર નો હતો ?

રઘુવીર : ના ..અમારા પરિવાર નો તો નહતો.

અવિનાશ ફરીથી ગુસ્સા માં વચ્ચે આવ્યો.

અવિનાશ : તમે શું ફાલતુ ની વાતો માં ઉલઝી ગયા છો રઘુવીર, બાજુ માં ખસો..

એમ કરી ને અવિનાશ પૃથ્વી ને મારવા ધસી ગયો.

રઘુવીર એ અવિનાશ નો રસ્તો રોક્યો.

રઘુવીર : તને કદાચ મારી વાત સમજ માં ના આવી.મે કહ્યું ને કે જ્યાં સુધી શંકા નું પૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી શાંતિ રાખ.મે આજ સુધી તારો સાથ આપ્યો છે અને તારો જીવ પણ બચાવ્યો છે તો એનું માન રાખ અને મને મારૂ કામ કરવા દે.

અવિનાશ એ રઘુવીર ની વાત નું ના છૂટકે માન રાખ્યું.

આ બાજુ સ્વરલેખા ધીમે ધીમે ભાન માં આવી રહ્યા હતા પણ સંપૂર્ણ સ્વસ્થ નહોતા.

વિશ્વા એ સંવાદ આગળ વધાર્યો.

વિશ્વા : જો એ વ્યક્તિ તમારા પરિવાર નો નહતો, તમે એ વ્યક્તિ ને ઓળખતા નહતા , તમે પૃથ્વી ને વધ કરતાં જોયા નથી.તો તમે કયા આધાર પર અમારા પર આરોપ લગાવી શકો કે પૃથ્વી એ તમારા પરિવાર નો વધ કર્યો છે.

રઘુવીર વિચાર માં પડ્યા.

રઘુવીર : પણ એ વ્યક્તિ અસત્ય શું લેવા કહે મને... એ પણ મૃત્યુ સમયે...મૃત્યુ સમયે કોઈ વ્યક્તિ અસત્ય બોલતું નથી.

વિશ્વા : મૃત્યુ સમયે પણ કોઈ વ્યક્તિ અસત્ય બોલી શકે છે ......જો એ વ્યક્તિ કોઈના સમ્મોહન માં હોય તો. તમે જ હાલ નંદિની ને કહ્યું ને કે supernatural લોકો પાસે સમ્મોહન શક્તિ હોય છે.

રઘુવીર ગૂઢ મંથન માં લાગ્યા.

રઘુવીર : તો વિશ્વા ...તું એમ કહવા માગે છે કે કોઈ એ મારા પરિવાર ને મારી ને, એ વ્યક્તિ ને સમ્મોહિત કરીને મને અસત્ય કહેવડાવ્યુ કે પૃથ્વી એ મારા પરિવાર નો નાશ કર્યો.

પૃથ્વી : હા ...એજ તો તમને વર્ષો થી કહેવા નો પ્રયત્ન કરું છું પણ તમે મને આજ સુધી મારો પક્ષ મૂકવા નો અવસર જ નથી આપ્યો.

નંદિની : રઘુવીર જી ....મારા ખાતર એકવાર આ બધી વાતો પર વિચાર કરો... પછી જ નિર્ણય લો.

રઘુવીર : પણ એવું કોણ હોય શકે vampires સિવાય અમારું દુશ્મન ?

પૃથ્વી : તમારું નહીં ...મારો દુશ્મન ... એને એક કાંકરે બે પક્ષી મારવાનો પ્રયત્ન કર્યો છે.અને એ વ્યક્તિ અવિનાશ સિવાય કોઈ પણ ના હોય શકે.

અવિનાશ એનું નામ આવતા તુરંત ભડક્યો

“ઓય...... શું બકવાસ છે આ બધુ ?.... હું શું લેવા માટે તમારા પરિવાર ને મારી શકું રઘુવીરજી ? મારી શું દુશ્મની હોય શકે તમારા સાથે ,કારણ કે આપણાં કામ તો સમાન હતા, vampires નો શિકાર કરવો.અને એ ઘટના દરમિયાન તો હું અહી હતો પણ નહીં”.

રઘુવીર : પણ મે તો તારી પાસે કઈ પણ સ્પષ્ટતા માંગી જ નથી અવિનાશ ...તો તારે આટલું વિસ્તરણ કરવાની જરૂર નથી.

વિશ્વા : ચોર કી દાઢી મે તીનકા ... જોયું ને રઘુવીર જી ..આવા દુષ્કૃત્યો આના સિવાય કોઈ જ ના કરી શકે.

રઘુવીર હવે અવિનાશ તરફ શંકા ની નજરે જોવા લાગ્યા.

અવિનાશ : ત.... તમને આ લોકો જાળ માં ફસાવી રહ્યા છે રઘુવીર જી આપણી મિત્રતા ને તોડવા માંગે છે ...તમે સમજો, આ બધી આ પૃથ્વી ની ચાલ છે. તમે કેમ સમજતા નથી કે મને તમારા પરિવાર ને મારી ને શું ફાયદો ?

સ્વરલેખા ત્યાં જ વચ્ચે સંપૂર્ણ સ્વસ્થ થઈ ઊભા થયા.

એમને જોઈ ને અવિનાશ ની આંખો પહોળી થઈ ગઈ.

સ્વરલેખા : હું તમને જણાવું છું રઘુવીર .... કે અવિનાશ પાસે તમારા પરિવાર ને મારવા પાછળ શું કારણ હતું.

રઘુવીર : શું ?

સ્વરલેખા :અવિનાશ પહલે થી vampires નો વિરોધી રહ્યો છે ખાસ કરી ને પૃથ્વી નો એ પણ નંદિની ના કારણે એટ્લે સદાય એ vampires ને શોધી શોધી ને મારતો રહ્યો ,બિલકુલ તમારા પિતાજી ની જેમ,પરંતુ તમારા પિતા જે પણ કરતાં હતા એ માનવ વધ રોકવા માટે કરતાં હતા અને ફક્ત આદમખોર vampires નો વિનાશ કરતાં હતા જ્યારે અવિનાશ પોતાના અહમ ને સંતોષવા,પોતાની જીદ પૂરી કરવા બદલા ની ભાવના માં શિકાર કરતો હતો, અવિનાશ તમારા પિતા નો મિત્ર હતો એ વાત એને તમને નહીં જણાવી હોય, એ ઘણી વાર vampires ને શોધવા માં તમારા પિતા નો સાથ આપતો હતો , પરંતુ એ વખતે તમે બાળક હતા એટ્લે એને ઓળખતા નહોતા, તમારા પિતા એ તમને હમેશા અવિનાશ થી દૂર રાખ્યા કારણ કે તમારા પિતા અવિનાશ ને સારી રીતે ઓળખતા હતા કે એ દગાખોર છે અને કોઈ પણ સમયે તમારા પિતા ને મજબૂર કરવા તમારો દૂરપયોગ કરી શકે છે, જે દિવસે તમારા પિતા અને vampires વચ્ચે ખાસ કરી ને પૃથ્વી સાથે સંધિ થઈ... એ જ રાતે અવિનાશ ને આ વાત ની જાણ થઈ અને એણે ક્રોધ અને ઈર્ષા થી ષડયંત્ર રચીને તમારા પિતા ને જંગલ માં બોલાવ્યા અને આ ક્રૂર અવિનાશે છલ થી તમારા આખા પરિવાર ને મોત ને ઘાટ ઉતાર્યા.

રઘુવીર આ બધુ સાંભળી ને ગળગળા થઈ ગયા અને એમની આંખો માં અવિનાશ પ્રત્યે ગુસ્સો હતો.

અવિનાશ પણ ખુલ્લો પડી ગયો હતો

રઘુવીર જોર થી બરાડ્યા... “આટલો મોટો દગો કર્યો તે.... પાપી”.

અવિનાશ: હા ....હા....હા.... મે જ નાશ કર્યો છે તારા પરિવાર નો રઘુવીર ...

મે તારા પિતા ને ચેતવ્યા હતા કે પૃથ્વી સાથે સંધિ કરવાની જરૂર નથી ... આપણે vampires નો શિકાર કરવા જન્મ્યા છીએ ...એમની સાથે મિત્રતા કરવા નહીં પણ એ મારી વાત માન્યા નહીં એટ્લે મે એમને પરલોક પહોચાડી દીધા સાથે સાથે તારા આખા પરિવાર ને પણ, અને મોકા નો ફાયદો ઉઠાવી ત્યાં પસાર થતાં એક વ્યક્તિ ને સમ્મોહિત કરી એને ઘાયલ કરીને તારી પાસે પહોચવા કહ્યું.તે એ વાત ને સાચી માની ને આજીવન પૃથ્વી ને જ ગુનેગાર માન્યો .મને ખ્યાલ નહતો કે શિકારી આટલા મૂર્ખ હોય છે.

રઘુવીર ના ક્રોધ નો બાંધ તૂટી ગયો અને એ અવિનાશ પર તાડૂકયા.

“નરાધમ ....હું તારો સર્વનાશ કરી નાખીશ ...”

એટલું બોલીને એમને એમનું શસ્ત્ર ઉગામ્યું અને અવિનાશ પર પ્રહાર કર્યો.

અવિનાશ એ મંત્ર વડે એમને રોકીને એમના પર પ્રહાર કર્યો.

રઘુવીર દૂર પછડાયા..સ્વરલેખા એ સમયસૂચકતા વાપરી ને કોઈને પણ જાણ થયા વિના મંત્ર થી પૃથ્વી,વિશ્વા અને વીરસિંઘજી ને આઝાદ કર્યા.

એ લોકો આઝાદ થતાં જ અવિનાશ પર હુમલો કરવા ભાગ્યા પણ werewolves એ એમનો રસ્તો રોકી લીધો.

Werewolves પોતાના અસલી રૂપ માં આવી ગયા અને ભેડીયા બની તેમના પર હુમલો કર્યો.એક વાર ફરીથી vampires અને werewolves વચ્ચે ઘમાસાન યુધ્ધ શરૂ થઈ ગયું.

આ બાજુ સ્વરલેખા એ મંત્ર વડે અવિનાશ પર હુમલો કર્યો, અવિનાશ તેનાથી બચી ગયો.

અહી રઘુવીર ઊભા થયા અને અવિનાશ જે સ્વરલેખા સાથે લડવામાં વ્યસ્ત હતો ત્યાં એના પર એમના શસ્ત્ર થી હુમલો કર્યો.

શસ્ત્ર ના પ્રહાર થી અવિનાશ ઘાયલ થયો. અને નીચે બેસી ગયો. સ્વરલેખા એ અવિનાશ પર પ્રહાર કરવાના બંદ કર્યા .

પૃથ્વી, વિશ્વા અને વીરસિંઘ werewolves નો ખાતમો બોલાવી એ બાજુ આવી બધા એ અવિનાશ ને ચારેય બાજુ થી ઘેરી લીધો.

રઘુવીર : પૃથ્વી ..મે તને આજીવન ખોટો સમજ્યો એના માટે ક્ષમા કરજે .

પૃથ્વી : ના રઘુવીરજી તમારી ભૂલ નથી એમાં.

રઘુવીર : હવે આ દુષ્ટ નો અંત કરવાનો સમય આવી ગયો છે.

રઘુવીર એ અવિનાશ ને મારવા માટે શસ્ત્ર ઉગામ્યું , અવિનાશ એ જંગલ તરફ જોયું જંગલ ની ઝાડી માં એક પડછાયો દેખાયો.

રઘુવીર નું શસ્ત્ર અવિનાશ પર આવે એ પેહલા. અવિનાશે પ્રાણ હરણ મંત્ર નો પ્રયોગ રઘુવીર પર કર્યો.

રઘુવીર જમીન પર ઢળી પડ્યા.

પૃથ્વી અવિનાશ ને કઈ કરે એ પેહલા જ દૂર ઝાડી માં થી કોઈ પવન વેગે આવ્યું અને અવિનાશ ને ઉપાડી ને લઈ ગયું.

અવિનાશ જંગલ ના અંધકાર માં ગાયબ થઈ ગયો.

બધા રઘુવીર પાસે ભેગા થઈ ગયા.

પૃથ્વી એ રઘુવીર નું માથું એના ખોળા માં લીધું.

પ્રાણ હરણ મંત્ર ના ઘાતક પ્રહાર થી રઘુવીર ના માત્ર અમુક શ્વાસ બાકી હતા.

પૃથ્વી : સ્વરલેખાજી આમને બચાવો.

સ્વરલેખાજી : અવિનાશે એમના પર પ્રાણ હરણ મંત્ર નો ઉપયોગ કર્યો છે. હું કઈ નહીં કરી શકું.

પૃથ્વી અને નંદની ના આંખ માં આંસુ હતા

રઘુવીર તૂટતાં શ્વાસે બોલ્યા.

“અ ....આખી જિંદગી જેને ....જેને મારવા માટે રાહ જોઈ ....અ,...આજે એ જ મારા અંતિમ ક્ષણે મારી સાથે છે ....મને માફ કરી દે પૃથ્વી... તું vampire નહીં ...તું તો બધા માટે Angel છે. ત......તું અને નંદની એક .....એક બીજા માટે બન્યા છો.”

એટલું કહી ને રઘુવીર એ સદાય માટે આંખો મીંચી લીધી.

નંદિની અને પૃથ્વી એ વિધિ પૂર્વક એમના અંતિમ સંસ્કાર કર્યા.

વિશ્વા: આ અવિનાશ આખરે ગાયબ ક્યાં થઈ ગયો ...એ તો જાતે ઊભો પણ થઈ શકે એમ ન હતો.

સ્વરલેખા : હા.....આખરે એને બચાવવા વાળું વ્યક્તિ હતું કોણ ?........................................

ક્રમશ ........