Pruthvi-Ek prem katha - 42 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-42

આપણે આગળ ના ભાગ 41 માં જોયું કે પૃથ્વી ને ચાર ભાઈઓના રહસ્ય વિષે જાણ થઈ જાય છે ,વિદ્યુત ના પૂર્વ સેનાપતિ ભીષણ ની મદદ થી તેઓ એ લોકો ની કમજોરી રૂપે રહેલું પાંચમું તત્વ શોધી લે છે ,જે એક દંડ માં છુપાયેલું હોય છે ,ચારેય ભાઈ એકસાથે માયાપૂર પર હુમલો કરી દે છે,અવિનાશ ની મદદ થી પૃથ્વી એ દંડ માં રહેલી શક્તિઓ ને પોતાના અંદર સમાવી લે છે.અને એક પછી એક ચારેય ભાઈ નો અંત કરે છે, પરંતુ મંત્ર પ્રમાણે પાંચેય તત્વ નો વિનાશ એક સાથે જ થશે એવું નિશ્ચિત હતું ,જેથી કરી ને માયાપૂર માં પ્રલય આવી જાય છે,અને વિશાળકાય પર્વત નીચે પૃથ્વી દટાઇ જાય છે ,આક્રંદ અને વિલાપ કરતી નંદિની ને વિશ્વા નઝરગઢ માં ખેંચી જાય છે.અને પલભર સંપૂર્ણ માયાપૂર તહેસ નહેસ થઈ જાય છે.અવિનાશ માયાપૂર ના દ્વાર બંધ કરી દે છે,એક સન્નાટા વચ્ચે ફક્ત નઝરગઢ માં નંદિની નો હદયદ્રાવક વિલાપ જ સંભળાય છે.

હવે ક્રમશ ......

7 વર્ષ બાદ ......

આખો પરિવાર નઝરગઢ ના ઘર માં બેઠો છે , છેલ્લા સાત વર્ષ થી ના તો કોઈ નો હાસ્ય નો અવાજ સંભળાયો અને ના તો કોઈ હસતો ચહેરો જોવા મળ્યો ,આ લોકો જીવે તો છે, બસ એમના શરીર માં પ્રાણ જ નથી રહ્યા.

નંદિની એ પૃથ્વી ના ગયા બાદ એને પોતાને પૃથ્વી ના કક્ષ માં હમેશા માટે બંદ કરી દીધી,એ કક્ષ માં થી બહાર કદમ રાખતી નથી,સ્વરલેખા બસ એના જીવિત હોવા ની હમેશા કાળજી રાખે છે.

વિશ્વા જે એમ દર્શાવે છે કે એ મજબૂત છે અને પરિવાર ને સંભાળી ને પૃથ્વી ની કમી પૂરી કરી રહી છે.પરંતુ એ અંદર થી એક દમ તૂટી ને ચકના ચૂર થઈ ચુકી છે.

અવિનાશ આજે પણ મનસા અને સ્વરલેખા સાથે મળી ને જંગલ માં ફરી ને અલગ અલગ મંત્ર થી પુનઃ માયાપૂર જવાના માર્ગ શોધી રહ્યો છે.

વીરસિંઘ પોતાના પુત્ર ના વિરહ માં ખોવાયેલા આમતેમ ભટકી ને જીવી રહ્યા છે.એ પણ લાંબા સમય થી ઘર તરફ આવ્યા નથી.

અંગદ નઝરગઢ છોડી ને ચાલ્યો ગયો,આ સંપૂર્ણ ઘટનાના આઘાતમાથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે,કારણ કે એ પોતાને પૃથ્વીની મોત માટે જવાબદાર સમજે છે.

વિશ્વા ઘર માં પ્રવેશે છે .

વિશ્વા : સ્વરલેખા જી .. નંદની ઠીક તો છે ને ?

સ્વરલેખા : ઠીક ? તું રોજ આવી ને મને આ એક જ સવાલ પૂછે છે ,નંદિની ફક્ત શ્વાસ લઈ રહી છે .અન્યથા એ પણ એ દિવસ જ મરી ચૂકી છે જે દિવસે પૃથ્વી .

વિશ્વા : મારો ભાઈ જીવિત છે, એ સૌથી શક્તિશાળી vampires માથી એક છે ,કોઈ પણ મામૂલી જાદુઇ મંત્ર પૃથ્વી નો અંત ના કરી શકે.

સ્વરલેખા : હું જાણું છું વિશ્વા ,તું આઘાત માં છે, પરંતુ સત્ય સ્વીકારવા સિવાય કોઈ બીજો કોઈ વિકલ્પ નથી.

વિશ્વા : તમે હાર માની શકો ,હું નહીં.

સ્વરલેખા ઊભા થયા.અને વિશ્વા ના માથા પર હાથ મૂક્યો.

સ્વરલેખા : બેટા ... તું આરામ કર ,ક્યાં સુધી દિવસ રાત આમ તેમ ભટકીશ ? નંદિની ને તારી જરૂર છે.

તું એને એક વાર મળી આવ.વર્ષો વીતી ચૂક્યા છે,તમે બંને એક જ ઘર માં હોવા છ્તા એક બીજા સાથે વાત નથી કરતાં .

વિશ્વા : હું કેટલીય વાર નંદિની પાસે જવાની કોશિશ કરી ચૂકી છું,પણ એ મારો ચહેરો પણ જોવા નથી માંગતી. એને એ દિવસે પૃથ્વી સાથે જ જવું હતું એ વિનાશ કરી પ્રલય માં,પરંતુ મે એને રોકી લીધી અને નઝરગઢ ખેંચી લાવી.

સ્વરલેખા : એ મન થી તૂટી ચૂકી છે અને પોતાની જાત ને ભૂલી ગઈ છે,એના માટે પૃથ્વી જ સંપૂર્ણ દુનિયા છે,પૃથ્વી વગર નંદિની કઈ પણ નથી.તું એને એક વાર સમજાવીશ તો કદાચ એ માની જશે.

વિશ્વા એ સ્વરલેખા ના કીધા પ્રમાણે નંદિની ના કક્ષ માં ગઈ.વિશ્વા ને જોતાં જ નંદિની એ પોતાનું મુખ ફેરવી લીધું.

નંદિની એક દમ વિકૃત હાલત માં હતી,વર્ષો થી એને સંપૂર્ણ વસ્તુ ઓનો ત્યાગ કરી ને બેઠી હતી ,પોતાની તેજસ્વિતા અને સુંદરતા ,વિવેક બધુ જ ગુમાવી ચૂકી હતી .

વિશ્વા હિમ્મત કરી ને બોલી

વિશ્વા : નંદિની ... તારા માટે થોડુક ભોજન છે ...

નંદિની : કૃપા કરી ને ચાલી જા અહી થી.અને તારા vampire શરીર માં થોડી પણ દયા હોય તો મને મૃત્યુ ને ભેટ આપ.

આવા તીખા શબ્દો થી વિશ્વા નું હદય ભરાઈ આવ્યું.એના આંખો માથી અશ્રુ નીકળવા લાગ્યા.

વિશ્વા : હું જાણું છું તું મારા થી નારાજ છે કે , મે તને ત્યાં થી કેમ બચાવી ? પરંતુ મારા પાસે બીજો કોઈ વિકલ્પ નહતો નંદિની.

નંદીની : વિકલ્પ ? શેનો વિકલ્પ ? ત્યાં પૃથ્વી પહાડ નીચે તડપી રહ્યો હતો અને તું ?

વિશ્વા : હું બસ તારા પ્રાણ બચાવવા માંગતી હતી,પૃથ્વી ની સહાયતા એ વખતે કરવાનો કોઈ માર્ગ નહતો,હું તને પણ ગુમાવવા માંગતી નહતી.

નંદિની : આવી રીતે જીવવાનો મતલબ પણ શું છે મારા માટે ? પૃથ્વી જ નથી તો નંદિની શ્વાસ કઈ રીતે લઈ શકે ?

વિશ્વા : પૃથ્વી મારો પણ ભાઈ છે ,મારા શરીર નું અભિન્ન અંગ છે.તમારા બંને વગર હું શું છું ?હું તને પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો પૃથ્વી ને ? શું મને એનું દૂ:ખ નથી .હું તને આ હાલત માં જોઈ નથી શકતી.

હું પહેલા પણ પૃથ્વી ને તારા વિરહ માં વર્ષો સુધી તડપતા જોઈ ચૂકી છું ,હવે એ જ પરિસ્થિતી માં તને નહીં જોઈ શકું.

નંદની : હવે આ બધી વાતો નો કોઈ અર્થ નથી વિશ્વા ,સર્વસ્વ સમાપ્ત થઈ ચૂક્યું છે.

વિશ્વા : આ દુનિયા માં કઈ પણ અશક્ય નથી નંદિની.હું તને વચન આપું છું જ્યાં સુધી પૃથ્વી ની કોઈ ખબર તારા સુધી નહીં પહોચે ત્યાં સુધી હું તારા સમક્ષ નહીં આવું.

એટલું કહી ને વિશ્વા ત્યાં થી નીકળી ગઈ.નંદિની એ વિશ્વા ને જે વચનો કહેલાં એના થી નંદિની ને દુ:ખ અવશ્ય હતું ,પણ એ ક્રોધ અને વિરહ માં બેબાકળી થઈ ચૂકી હતી.

વિશ્વા અશ્રુ ભરેલી આંખે વાયુવેગે જંગલ માં ભાગી ગઈ.અને દૂર એક પહાડ પર જઈ ને બેસી ગઈ.

એના આંખ માં અશ્રુઓ હતા

એને આકાશ સામે જોઈ ને જોર ની ચિત્કાર કર્યો “પૃથ્વી”

વિશ્વા ના પાછળ ખભા પર કોઈક નો હાથ પડ્યો ,એને તરત પાછળ જોયું,અવિનાશ ઊભો હતો.

અવિનાશ : હું છું વિશ્વા.

અવિનાશ ને જોઈ ને એને પોતાના અશ્રુ લૂછી લીધા.

અવિનાશ : અશ્રુ ઓને રોકીશ નહીં ,એને નીકળવા દે ,તારા હદય ભાર ઓછો થશે,તારે એની ખૂબ જરૂર છે,તું લોકો ને એમ બતાવે છે કે તું ખૂબ મજબૂત છે ,પણ હું જાણું છું તું જેટલી બહાર થી કઠોર છે એટલી જ અંદર કોમળ ,તને પણ રોવા નો હક છે.

વિશ્વા અવિનાશ ને ભેટી પડી અને ચોધાર આંસુ એ રોવા લાગી.

અવિનાશ : તું નંદની ની વાતો થી દૂ:ખી ના થઈશ,એનો ગુસ્સો ઉચિત છે,એને પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે એને થોડોક સમય આપ.

વિશ્વા : તે એની હાલત જોઈ છે ? એ મૃત્યુ ના સમીપ છે,હું એને કેવી રીતે મરવા દવ ?

અવિનાશ : એને કઈ નહીં થાય ,પૃથ્વી નો અપાર પ્રેમ એને જીવિત રાખશે.અને તારા જેમ હું પણ માનું છું કે પૃથ્વી હજુ પણ જીવિત છે.

વિશ્વા : તને સાચે એવું લાગે છે ?

અવિનાશ : હા ...અને મે હાર નથી માની ,બસ કઈ કરી ને માયાપૂર પહોચી જાવ ....

વિશ્વા : માયાપૂર ? એનો તો નાશ થઈ ચૂક્યો છે ને ?

અવિનાશ : હા...પરંતુ ...જ્યારે પણ કોઈ જગ્યા એ પ્રલય આવે ,ત્યારે એના અમુક અવશેષ તો અવશ્ય બચી જાય છે ,આપણે એટલું જ જાણીએ છીએ જેટલું આપણે જોયું છે ,પરંતુ આપની સમજ ની બહાર નું પણ કેટલુય એવું છે.જે જાણવું જરૂરી છે.

વિશ્વા : મતલબ ?.... હું કઈ સમજી નહીં.

અવિનાશ : મતલબ સ્પષ્ટ શબ્દો માં કહીએ તો જે વખતે માયાપૂર નો નાશ થઈ રહ્યો હતો એ જ વખતે આપણે એના દ્વાર બંધ કરી દીધા,ત્યારબાદ ત્યાં જે કઈ પણ થયું એ આપણે જોયું જ નથી ,પ્રલય કેટલો લાંબો ચાલ્યો ,કેટલા દિવસ સુધી ચાલ્યો ? કઈ જાણ નથી ,અને માયાપૂર કોઈ કાલ્પનિક જગ્યા નથી , એ હકીકત માં એક પ્રદેશ છે ,પ્રલય હમેશા નવ નિર્માણ લાવે છે.

વિશ્વા : મતલબ કે માયાપૂર હજુ પણ અસ્તિત્વ માં છે ?

અવિનાશ : હા હોવું તો જોઈએ જ.

વિશ્વા : તો ? શેની રાહ જોવે છે ?

અવિનાશ: હું હરરોજ મનસા સાથે જઈ ને માયાપૂર ના દ્વાર ખોલવા પ્રયત્ન કરી રહ્યો છું,માયાપૂર જવાના અનેકો દ્વાર હતા,પરંતુ પ્રલય એટલો વિનાશકારી હતો ,કે એ દ્વારો નું અસ્તિત્વ જ નથી રહ્યું.

એ પાંચ શક્તિ ના વિલયન ની સાથે સાથે માયાપૂર માં થી સંપૂર્ણ જાદુઇ શક્તિઓ નો નાશ થઈ ગયો એમ લાગે છે.

વિશ્વા : તો હવે માયાપૂર કેમ કરી ને જઈ શકીએ ?

અવિનાશ : હું આ વિષય માં સ્વરલેખા અને માતા સાથે ચર્ચા કરી ચૂક્યો છું, પરંતુ એમને જે પણ દ્વાર બતાવ્યા એ બધા જ નામશેષ થઈ ચૂક્યા છે.

વિશ્વા : હવે કોઈ આશા નથી ?

અવિનાશ : ફક્ત એક આખરી ઉમ્મીદ છે.

વિશ્વા : કઈ ?

અવિનાશ : અંગદ .

વિશ્વા : અંગદ ? પરંતુ સાત વર્ષ થી આપણ ને જાણ જ નથી કે અંગદ ક્યાં છે ? એ કઈ હાલત માં છે .

અવિનાશ : હા હું જાણું છું , એ પોતાને જ આ સમગ્ર ઘટના નો જવાબદાર સમજે છે,પરંતુ હું એ પણ જાણું છું કે અંગદ સરળતા થી હાર મને એમ નથી,ભલે એ આપના થી દૂર હોય,પરંતુ અવશ્ય એ પૃથ્વી ને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યો હશે,યાદ છે ને એને જ આપણાં બંને ને શોધવામાં પૃથ્વી ની મદદ કરી હતી.

વિશ્વા : હા... તારી વાત એકદમ સાચી છે.અંગદ હાર માની લે એમ નથી.પરંતુ આપણે એને શોધવો જોઈએ.

અવિનાશ : મારી એકલા ની શક્તિ ઓ અને મારા એકલા નું દિમાગ આ કોયડો ઉકેલી શકે એમ નથી ,મારે અંગદ ના દિમાગ ની જરૂર છે એટ્લે મને પણ લાગે છે કે હવે અંગદ ને અહી નઝરગઢ આવવું જ પડશે ,જ્યાં સુધી પૃથ્વી નો પરિવાર એકઠો નહીં થાય ત્યાં સુધી પૃથ્વી ને શોધી નહીં શકીએ.

અહી આ બાજુ નઝરગઢ થી 600 માઈલ દૂર અનંતદ્રષ્ટિ ના જંગલો.

મધરાત્રિએ એક સ્ત્રી હાથ માં એક પેટી લઈને અશ્વ પર ભાગી રહી હતી,અને એક વ્યક્તિ બીજા અશ્વ પર એનો પીછો કરી રહી હતો.એ સ્ત્રી સ્વબચાવ માં એ વ્યક્તિ પર તીર ચલાવી રહી હતી પણ એ વ્યક્તિ ને ઘાયલ કરી શકી નહીં ,થોડાક ક્ષણો માં એ વ્યક્તિ એ સ્ત્રી ના પાસે પહોચી ગયો અને એને અશ્વ પર થી નીચે પટકી દીધી.અને એ પોતે પણ નીચે ઉતાર્યો.એને એ સ્ત્રી ના હાથ માથી પેટી છીનવી લેવાનો નો પ્રયત્ન કર્યો.

એ વ્યક્તિ :આ પેટી મને લઈ જવા દે .. મૂર્ખ સ્ત્રી

એ સ્ત્રી : મારા પ્રાણ છે ત્યાં સુધી તો આ પેટી તને નહીં મળે.

એ વ્યક્તિ ને ક્રોધ આવ્યો.

એ સ્ત્રી એ પોતાનો ચહેરો ઢાંકેલો હતો.તેણી એ પેટી કસી ને પકડી હતી, એ વ્યક્તિ એ કટાર થી એ સ્ત્રીના હાથ પર વાર કર્યો એના ઘા થી એના હાથ માથી પેટી છુટી ગઈ.એ વ્યક્તિ પોતાના અશ્વ પર પેટી લઈ ને બેસી ગયો અને અશ્વ લઈ ને ભાગ્યો પરંતુ થોડાક અંતરે જઈ અશ્વ પર થી નીચે પડી ગયો અને બેસુદ થઈ ગયો.

જમીન પર પોતાના ઇજાગ્રસ્ત હાથ પકડી ને સ્ત્રી સહેજ ઊભી થઈ ને વિચારવા લાગી કે આ વ્યક્તિ ને અચાનક શું થયું ?

ત્યાં એક બીજા અશ્વ નો એની તરફ આવવાનો અવાજ સંભળાયો.

એક સફેદ પાણીદાર અશ્વ જમીન પર પડેલા વ્યક્તિ પાસે ઊભો રહયો , એ વ્યકતી નીચે ઉતર્યો.અને બેસુદ પડેલા વ્યક્તિ પાસે થી પેટી ઉઠાવી અને એ સ્ત્રી તરફ આગળ વધ્યો.

એ સ્ત્રી બધુ જોઈ રહી હતી ,પરંતુ અંધારા ના કારણે એનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહતો.

એ વ્યક્તિ એ સ્ત્રી તરફ પોતાનો હાથ આગળ વધાર્યો અને એને ઊભી કરી,હવે એ સ્ત્રી ને એ વ્યક્તિ નો ચહેરો દેખાયો.

એ વ્યક્તિ એ સ્ત્રી ને પેટી આપી.

એ સ્ત્રી : તમે કોણ છો ? અને આ વ્યક્તિ ને કેવી રીતે ?

એ વ્યક્તિ : મારૂ નામ અંગદ છે , હું અનંત દ્રષ્ટિ ના જંગલો માં અગત્ય ના કામ થી આવ્યો હતો,પરંતુ જ્યારે તમારો અવાજ સાંભળ્યો તો લાગ્યું કે કદાચ કોઈ ને મદદ થી આવશ્યકતા હશે . ત્યારે આ વ્યક્તિ ને તમારા પર પ્રહાર કરતો જોયો એટ્લે એને એક દિવસ માટે નિદ્રા માં મોકલી દે એવા વિષ યુક્ત તીર ની બેસુદ કરી દીધો.

આપ કોણ છો અને અહી આ સમયે જંગલ માં ?

એ સ્ત્રી એ પોતાના ચહેરા પર થી કપડું હટાવ્યું.મધરાત્રિ ની ચંદ્રમાંની ચાંદની માં ડુંગરો માથી ખળખળ વહેતા ઝરણા માથી પરાવર્તિત થતાં પ્રકાશ સમાન દિવ્ય એ સ્ત્રી નો ચહેરો અને ,કપડું હટાવ્યા બાદ વિખરાયેલા એના વાળ જે જંગલ ની શીતળ ફૂંકાતા પવન થી એના ચહેરા પર વારંવાર આવતા એવું લાગતું હતું જાણે ,વર્ષા ઋતુ માં આકાશ માં પુર્ણિમા ના ચંદ્ર ને કાળા વાદળો વારંવાર ઢાંકતા હોય.

એ સ્ત્રી એક દમ મધુર અવાજ માં બોલી.

“આર્દ્રા .... મારૂ નામ આર્દ્રા છે,હું અહી અનંતદ્રષ્ટિ ના જંગલો પાસે ના એક નગર છે સારંગ એમાં નિવાસ કરું છું”.

અંગદ : ઠીક છે આર્દ્રા .. પરંતુ આટલી રાત્રિ એ અને આ વ્યક્તિ કેમ તમારો પીછો કરી રહયો હતો ?

આર્દ્ર્રા : બધા રહસ્ય આજે જ જાણી જશો ? હું તમારી આભારી છું કે તમે મારા પ્રાણ ની રક્ષા કરી પરંતુ ,હજુ પણ આપના થી અજાણ છું ,જેથી હું આપની પર સંપૂર્ણ વિશ્વાસ ના કરી શકું ,બસ એટલું જ કહી શકીશ કે આ પેટી માં જે કઈ પણ છે એ વ્યક્તિ ને કોઈ પણ કિમત માં જોઈતું હતું ,અને હું એની રક્ષા કરી રહી હતી.

પરંતુ તમે અહી અનંતદ્રષ્ટિ માં કયા સંદર્ભ માં આવ્યા છો ?

અંગદ : બસ એમ સમજી લો ,કોઈક મારૂ સ્વજન પ્રાણપ્રિય જે મારી ભૂલ ના લીધે ક્યાક ખોવાઈ ગયું છે ,મારા પ્રાણ ના મૂલ્ય પર પણ એને પાછું લાવવાનું છે ,ભલે એના માટે મારે આખી ધરતી ખૂંદી વળવી પડે.

આર્દ્રા :જો આપ ચાહો તો આજ ની રાત્રિ અમારા નગર માં વિશ્રામ કરી શકો છો.અને શક્ય છે કદાચ હું તમારી કઈ મદદ કરી શકું.

અંગદ : આપ કઈ રીતે મદદ કરશો ?

આર્દ્રા : તમે જ્યારે સારંગ આવશો એટલે જાણી જશો.

અંગદ અને આર્દ્રા બંન્ને પોત પોતાના અશ્વ પર સવાર થઈ ને સારંગ પ્રદેશ તરફ આગળ વધ્યા.

બંને વાતો કરતાં કરતાં આગળ વધ્યા ,અંગદ એ પૃથ્વી વિષે અને પોતાના પરિવાર વિષે સંપૂર્ણ વાતો આર્દ્રા ને જણાવી.

બંને સારંગ પ્રદેશ પહોચ્યા.

સારંગ પણ નઝરગઢ ની જેમ જ અત્યંત સુંદર નગર હતું.

બરફ આચ્છાદિત પહાડો થી ચોતરફ ઘેરાયેલું અને છૂટા છવાયા ઘરો થી બનેલું નગર હતું.

જેવો અંગદ એ સારંગ ના સરહદ માં પ્રવેશ કર્યો અને તુરંત એક તીર આવી ને અંગદ પર લાગ્યું અને અંગદ ઘાયલ થઈ ને જમીન પર પડ્યો.

આજુ બાજુ માથી અમુક સૈનિકો ભાગી ને અંગદ તરફ આવ્યા, ઘાયલ અંગદ એ આર્દ્રા તરફ જોયું અને મદદ માટે આવવા કહ્યું ,આર્દ્રા અંગદ તરફ આવી અને એના આસ પાસ ઉભેલા સૈનિકો ને આદેશ કર્યો.

આર્દ્રા : સૈનિકો ..આ વ્યક્તિ ને કેદ કરી લો અને બંદીગૃહ માં લઈ જાઓ.

ક્રમશ ...

આ ભાગ 42 થી પૃથ્વી નવલકથા ની તૃતીય season ની શરૂઆત થાય છે , આગળ ની બે season માં આપ સૌ વાચકમિત્રો એ જે પણ સાથ સહકાર આપ્યો એના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું.આવનારા ભાગ માં પણ આપ સૌ આવી જ રીતે આપના અમૂલ્ય પ્રતીભાવ આપશો એવી અપેક્ષા છે.આપ સૌના સલાહ સૂચનો સદા આવકાર્ય રહેશે.

આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED