પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-3 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-3

અહી અદિતિ પૃથ્વી ની રહસ્યમઈ વાતો માં ખોવાયેલી છે ,”આ આટલો વિચિત્ર કેમ છે ,એનો મિજાજ તો ઋતુ ની જેમ બદલાય છે, ક્યારેક ગુસ્સો ક્યારેક ચિંતા .અને પૃથ્વી ના અવાજ માં એ જ ઘહરાઈ છે જે જંગલ માં એ વ્યક્તિ માં હતી . અદિતિ ના મગજ માં સતત વિચારો ચાલી રહ્યા હતા .

બીજા દિવસે એ કોલેજ પહોચી . કોલેજ માં એન્યુઅલ પ્રોગ્રામ ની તૈયારીઓ ચાલુ થઈ હતી . બધા ના ભાગ માં કઈક કામ આવ્યું હતું . અદિતિ એ આવીને વિદ્યા ને કીધું ‘હું શુ કરું ?.’ વિદ્યા બોલી “ એક કામ કર ,આંગણ ના પીલર પર આ રસ્સી ભરાવી દે”. અદિતિ એ ઊંચી સીડી લીધી અને પિલર ને ટેકવી દીધી . પિલર ઊંચો હતો અને સીડી પણ ઊંચી હતી . એ ધીમે ધીમે ઉપર ચડી ,સીડી ડગવા લાગી પણ એને જેમ તેમ કરી બેલેન્સ રાખ્યું . રસ્સી લાગવતા લગાવતા એની નજર સામે છેડે ઊભા પૃથ્વી પર પડી . એ એકટસ એની સામે જોઈ રહ્યો હતો . અદિતિ મન માં બોલી “ ખડડૂસ , કામ કશું કરવું એ નથી , બસ બધા પર દાદાગીરી કરવી છે. “ એ વિચારતી હતી અને સીડી સાવ ડગી ગઈ અદિતિ નીચે પડવા લાગી . પૃથ્વી પલવાર માં ત્યાં પહોચી ગયો ,અને હાથો માં પકડી લીધી . સીડી ધડામ ......... અવાજ સાથે નીચે પડી, બધા દોડતા ભેગા થઈ ગયા . વિદ્યા દોડતી આવી ,અનુરાગ પણ આવી ગયો . વિદ્યા બોલી “શું થયું ? તને વાગ્યું તો નથી ને”.પણ અદિતિ તો પૃથ્વી ના હાથો માં હતી એને જરા પણ કઈ થયું ન હતું. પૃથ્વી એ અદિતિ ને ઉતારી. વિદ્યા એ પૃથ્વી ને થેન્ક્સ કીધું પૃથ્વી ત્યાંથી જતો રહ્યો. પણ અદિતિ એક શબ્દ બોલી નહીં .વિદ્યા એ અદિતિ ને ધમકાવી “તને એકલી કામ કરવાનું કોને કીધું હતું ,ડોડ ડાહયી .જા બેસી જા હવે નહીં તો કઈક નવું કરીશ” .અદિતિ જતી રહી અને પૃથ્વી નો પીછો કર્યો . અને એની પાસે જય એનો હાથ પકડી એને ખેંચ્યો અને બોલી “ તું એટલી જડપ થી મારી પાસે કેવી રીતે પહોચ્યો ,તું તો સામે છેડે હતો. “. પૃથ્વી બબડ્યો “ હાથ ......છોડ મારો .....”અદિતિ બોલી “મારા પ્રશ્ન નો જવાબ આપ” .”તારું ધ્યાન સપનાઓ માં હશે હું ફક્ત તારી પાસે થી જતો હતો અને સીડી ખસી અને હું પહોચી ગયો બસ એક સંજોગ છે. “.પૃથ્વી એ જવાબ આપ્યો . પૃથ્વી ત્યાથી નીકળી ગયો પણ ચિંતા ની રેખાઓ એના ચહેરા પર સ્પષ્ટ જણાતી હતી . અદિતિ ના વિચારો ઘોડા દોડવા લાગ્યા કે પૃથ્વી એ મને કેવી રીતે બચાવી ,પેહલા પણ મને જંગલ માથી બચાવવા વાળો એજ હશે ? શું એ દીવસે જંગલ માં પૃથ્વી જ હતો ? શું છે એના વિશે એવું જે મને આટલું વ્યાકુળ કરે છે ?.

બીજા દિવસ સવારે કોલેજ માં એન્યુઅલ ડે નિમિત માં સ્પેશિયલ ગેસ્ટ લેકચર હતો , પણ અદિતિ હજુ વિચારો માં ખોવાયેલી ચાલતી હતી . એટલામાં વિદ્યા એ આવી પાછળ થી ધક્કો માર્યો ,અદિતિ વિચારો માથી બહાર આવી .”ઓયે , પૃથ્વી વિશે વિચારે છે ને ?”.અદિતિ ડઘાઈ ગઈ “ તને કેમ ખબર ?“. “એમાં ના ખબર પાડવા જેવુ શું છે? તને એના સિવાય કઈ સુજે છે ?ચાલ એ બધુ છોડ ક્લાસ માં ચાલ કોઈક ઇતિહાસ શાસ્ત્રી આવ્યા છે ,બધા ને મળવા બોલાવ્યા છે.”

એમ કહી બંને ચાલી નીકળ્યા, ક્લાસ માં પહોચ્યા ત્યાં બધા ટોળું વાળીને બેઠા હતા વચ્ચે એ ઇતિહાસ શાસ્ત્રી રઘુવીર બેઠા હતા . તે બંને પણ આ ટોળાં માં જોડાઈ ગયા .

રઘુવીર બોલ્યા “ બધા વિદ્યાર્થીઓ પોત પોતાના બેન્ચ પર બેસી જાઓ દરેક ના પ્રશ્નો નું સમાધાન થશે . બધા વિદ્યાર્થીઓ પોત પોતાની સીટ પર બેસી ગયા અને પોતાના પ્રશ્નો પૂછવા લાગ્યા . રઘુવીર ઇતિહાસ ની સાથે પેરાનોર્મલ સાયન્સ એટ્લે કે ભૂત પ્રેત આત્મા વિશે પણ જાણકાર હતા . સૌથી અંતે અદિતિ એ પુછ્યું “ સર , નજરગઢ નો શું ઇતિહાસ છે ? આઈ મીન ......મે એવું સાંભળ્યુ છે અહીના જંગલ માં કઈક રહસ્ય છુપાયેલુ છે ...રઘુવીરે અદિતિ ને અટકાવી “ તારો પ્રશ્ન શું છે ? “. “સર , શું આ દુનિયા માં માણસ સિવાય પણ કોઈ એવા જીવ વસે છે જેના વિશે આપણે અજાણ છીએ ? “. રઘુવીર થોડા નજીક આવ્યા અને અદિતિ ને આતુરતા થી પૂછ્યું “ શું તને એવા કોઈ અનુભવ થયા છે?” . અદિતિ થોડી અચકાઈ બોલી “ આમ અનુભવ જેવુ તો કઈ નહીં પણ ,જંગલ જોઈને ને મને હમેશા અંદર એવું થાય કે આ જંગલ માં કઈક અલગ જ આકર્ષણ છે મને એ હમેશા એની તરફ ખેચે છે “. “એતો તું ગયા જન્મ માં મોગલી હતી એટ્લે ....” વિદ્યા બોલી .આખો ક્લાસ હસવા લાગ્યો . રઘુવીર એ બધા ને શાંત કર્યા અને બોલ્યા “ આ હસવા ની વાત નથી “ નજરગઢ ના જંગલ હમેશા થી રહસ્યમઈ રહ્યા છે , અહીના જૂના લોકોનું માનવું છે કે આ જંગલો માં ખતરનાક જીવો વસે છે, મારો અર્થ વાઘ કે સિંહ થી નથી ,કેટલાક અદ્ભુત શક્તિશાળી જીવો. “આખો ક્લાસ શાંત થઈ ગયો .

રઘુવીરે વાત આગળ વધારી “ વર્ષો પેહલા અહી એવા જીવો ના વસવાટ ના સંકેત મળ્યા છે .” સર તમે કોની વાત કરો છો સ્પષ્ટ કરો” અનુરાગ બોલ્યો. રઘુવીર બોલ્યા” એવા જીવ જે શાપિત છે, જે જીવિત નથી , છ્તા પણ હાલી ચાલી શકે છે . તે બીજાનું લોહી પીને જીવિત રહે છે અને શાપિત જીવન વિતાવે છે. તેને અંગ્રેજીમાં the walking dead કહેવાય .આપણી ભારતીય સંસ્કૃતિ માં એનું વર્ણન પિશાચ રૂપે કરેલ છે. અને સામાન્ય લોકો એને the vampire કહે છે .

આ vampire સામાન્ય વ્યક્તિ જેવા જ દેખાય છે બસ ખાલી એમના માં અદ્ભુત શક્તિઓ રહેલી હોય છે અને તે લોહી પીને જીવિત રહે છે. સૂર્યદેવ ના અજવાળા માં એ લોકો બહાર નીકળી શકતા નથી પણ ચંદ્રમા ની રોશની આ જીવો ની તાકાત વધારે છે . એટ્લે આ પિશાચ એવી જગ્યાએ વસવાટ કરે છે જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ ઓછો અથવા હોય જ નહીં . આપના નજરગઢ ના જંગલો માં અમુક હિસ્સો એવો પણ છે જ્યાં સૂર્ય ની રોશની પહોચી શક્તિ નથી . જો લોક કથાઓ નું માનીએ તો હજુ પણ નજરગઢ ના દક્ષિણ હિસ્સા માં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં એમનો વસવાટ છે . આ vampire અમર હોય છે જ્યાં સુધી એમને લોહી મળી રહે ત્યાં સુધી એ મરતા નથી એટ્લે કેટલાક vampire તો હજાર વર્ષ જૂના પણ છે . “

ક્લાસ માં બધા ની આંખો માં ડર હતો અને સન્નાટો અદિતિ એ હિમ્મત કરી પુછ્યું” સર તમે કહ્યું કે vampire આપણાં જેવા જ દેખાય છે,તો કદાચ એ આપના વચ્ચે હોય તો એમને ઓળખવા કઈ રીતે ? “

રઘુવીર બોલ્યા “ બેટા તમારા બધા માટે આટલી જ માહિતી પૂરતી છે , અને આ ફક્ત લોક કથાઓ છે ,એટ્લે એના વિશે બહુ વિચરશો નહીં અને વાર્તા સમજી લો. બીજા કોઈ ને કઈ પૂછવું હોય તો બોલો .” ક્લાસ પૂરો થયો અને રઘુવીર નીકળી ગયા પણ અદિતિ ને આટલા થી સંતુષ્ટિ થઈ નહીં . એને રઘુવીર ને વ્યક્તિગત રીતે મળવાનું નક્કી કર્યું .

અદિતિ એ રઘુવીર ના ઘર નું સરનામું કોલેજ ની ઓફિસ માથી લઈ લીધું ,અને સાંજ પડતાં રઘુવીર ના ઘર જવા નીકળી , રઘુવીર નું ઘર જંગલની પાસે હતું ,તે એક પરાનોર્મલ સાયંટિસ્ટ હતો એટ્લે એને આવા જ લોકશન માં રહવું ગમતું.અદિતિ એના ઘર ના દરવાજા આગળ પહોચી . ઊંડો શ્વાસ ભર્યો અને દરવાજો ખટખટવ્યો .રઘુવીરે દરવાજો અડધો ખોલ્યો માથું બહાર કાઢ્યું .અને બોલ્યો “કોણ ?.”અંધારું થઈ ગયું હતું એટ્લે એને અદિતિ નો ચેહરો સ્પષ્ટ દેખાતો નહતો . રઘુવીર ના હાથ માં હથિયાર હતું એ જોઈ ને અદિતિ ડરી ગઈ . રઘુવીર અદિતિ ને ઓળખી ગયો.”અરે .......ડરીશ ના બેટા . અંદર આવ .......મે તને અંધારા માં ઓળખી નહીં . “ અદિતિ એ ઘર માં પ્રવેશ કર્યો ,રઘુવીર નું ઘર કોઈ સામાન્ય માણસ ના ઘર જેવુ નહતું. અલગ અલગ જાત ના વિચિત્ર હથિયાર થી સજ્જ હતું અને એક મોટી લાયબ્રેરી જેવો રૂમ આખો પુસ્તકો થી ભરેલો. અદિતિ ઘર માં બધુ ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. અદિતિ બોલી “સર, આ બધા ...........હથિયાર “ ?. રઘુવીર હસતાં બોલ્યો “ હા .... હા...મને ખબર હતી તું પૂછીશ ,અને મને એ પણ ખબર હતી કે તું મને શોધતી જરૂર આવીશ “.સર ....તમને કેમ ખબર કે હું આવીશ “. અદિતિ બોલી .”તારી આંખો માં મે તારા પ્રશ્નો ના જવાબ જાણવાની ઉત્સુકતા જોઈ હતી, બસ મને એ નથી સમજાતું કે તારે આ બધુ જાણી ને શું કામ છે ,તું એવું શું જાણે છે જે બીજા નથી જાણતા ,તું મને બધુ બેફિકર થઈ ને કહી શકે છે” .અદિતિ બોલી “ સર ...જ્યાર થી હું નજર ગઢ આવી છુ ..આ જંગલ મને હમેશ થી કઈક અલગ લાગે છે ..એમાં થી અવાજ આવે છે ....જાણે એ મને બોલાવે છે . એક વાર જંગલ માં હું ખોવાઈ ગઈ હતી ડર થી ભાગવા લાગી અને પડી ગઈ બેહોશ થઈ ગઈ ,સવારે હું પલંગ માં હતી ત્યાં કોઈક મારો પીછો કરતું હતું અને મને બચાવી પણ બધા ને વહેમ લાગે છે પણ વહેમ નથી”. અદિતિ થોડી વિચલિત થઈ ગઈ .રઘુવીરે એને શાંત પાડી અને કહ્યું . “ મને તારી વાત પર વિશ્વાસ છે. આગળ બોલ બીજું શું થયું “. અદિતિ એ સીડી વાળા કિસ્સા ને ધ્યાન પૂર્વક રઘુવીર ને કહ્યો . રઘુવીર ની આંખો પહોળી થઈ ગઈ . એ ખુરશી માં થી ઊભો થઈ ગયો .... અને અચકાતાં સ્વર માં પુછ્યું ... એ છોકરા નું ......ના ... નામ ... શું છે ????”

અદિતિ બોલી “ પૃથ્વી ......................પૃથ્વીસિંઘ ....

રઘુવીર ના માથે પરસેવો છૂટવા લાગ્યો .

એ ભારે સ્વર માં બોલ્યો “એનો મતલબ પૃથ્વી આખરે નજરગઢ માં પાછો આવી ગયો .

“એ લોકો પાછા આવી ગયા . “.

અદિતિ ઘભરાઈ ગઈ “ સર કોણ .......... કોણ આવી ગયા ?????