પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ 37 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ 37

આપણે આગળ ના ભાગ માં જોયું કે સુબાહુ અને એના સાથીઓ મળી ને પાવક ના ગુપ્તચર ખડગ નો અંત કરી નાખે છે અને અંગદ વાતોવાતો માં અવિનાશ પાસે થી એવા જાદુઇ મંત્ર વિષે જાણી જાય છે કે જેના થી માયપુર ના દ્વાર બંદ કરી શકાય,અહી અવિનાશ ના ગયા બાદ સુબાહુ અંગદ ને એની યોજના વિષે પૂછતાં અંગદ કહે છે કે એ અવિનાશ ની સંપૂર્ણ શક્તિઓ ખેંચી લેશે જેથી કરીને અવિનાશ પોતાની શક્તિ થી એ દ્વાર પુનઃ ખોલી ના શકે.
ક્રમશ ......
સુબાહુ : તું અવિનાશ ને શક્તિઓ કઈ રીતે પ્રાપ્ત કરીશ અંગદ ?
અંગદ : તું જાણે છે ને સુબાહુ ,અમે વેરેવોલ્ફ હોવાની સાથે half witch પણ છીએ ,એટ્લે અમુક હદ સુધી ના મંત્ર નો ઉપયોગ અમે પણ કરી શકીએ છીએ ,હા અમે એટલા શક્તિશાળી નથી જેટલા અવિનાશ અને સ્વરલેખા છે પરંતુ હું કોઈ પણ witch પાસે થી શક્તિઓ લઈ ને એને મારા માં સમાવી શકું છું.
સુબાહુ : ઠીક છે , આશા છે કે બધુ ધાર્યા પ્રમાણે જ થાય.
અંગદ : એમ જ થશે.
બીજો દિવસ શરૂ થયો .....આખું ઘર તૈયારીઓ માં વ્યસ્ત હતું.
અંગદ એ ધીમેક થી અવિનાશ ને ઈશારો કર્યો.
અવિનાશ વિશ્વા અને બીજા કોઈ ને જાણ ના થાય એ રીતે અંગદ ની પાછળ ચાલ્યો ગયો.
અંગદ અવિનાશ ને જંગલ ના ભૂગર્ભ માં એક સૂમસામ ગુફામાં લઈ ગયો.
અવિનાશ : અંગદ ...... આ કઈ જગ્યા એ લઈ આવ્યો છે મને ,અહી લાવીને ને મારી નાખવાનો ઇરાદો તો નથી ને ?
અંગદ થોડુક હસ્યો .....
અંગદ : ઇરાદો તો એવો હતો ...પણ વિચાર્યું કે એમાં ક્યાં સમય વ્યર્થ કરવો.
અવિનાશ પણ હસવા લાગ્યો .
અંગદ : આ જગ્યા સુરક્ષિત છે.અહી આપણે એ મંત્ર નો ઉપયોગ કરી શકીએ છે.
અવિનાશ : ઠીક છે ... પણ કરવાનું શું છે ?
અંગદ : જે રીતે આપણે વાત થઈ હતી કે માયપુર પહોચતા જ , હું ત્યાં થી માયાપૂર ના દરવાજા બંદ કરી દઇશ ,
હવે તુ મને એ મંત્ર આપ જેના દ્વારા હુ માયાપુર ના રહસ્યમયિ દ્વાર બંદ કરી શકુ.
અવિનાશ એ એક જુના કિતાબ પર લખેલા ઍ મંત્ર અંગદ ને આપ્યા.
અવિનાશ : ધ્યાન થી અવિનાશ , આ કોઇ સામાન્ય મંત્ર નથી,પ્રતિબંધિત મંત્ર છે, સાવચેતી પુર્વક એનો ઉપયોગ કરજે.
અંગદ : હા હુ સાવચેત રહીશ.
પરંતુ મારી એકલા ની શક્તિ આ મંત્ર નો ઉપયોગ કરવા સમર્થ નથી જેથી મારે તારી થોડીક શક્તિ નો ઉપયોગ કરવો પડશે .
અવિનાશ : હા એતો હું જાણું છું ... પણ અત્યારે કેમ ? ,દ્વાર તો માયપુર પહોચ્યા બાદ બંદ કરીશું.
અંગદ : અરે એ વખતે જો હું તારી સહાયતા લઇશ તો બધા ને જાણ થઈ જશે કે આપણે માયપુર ના દ્વાર બંદ કરી રહ્યા છીએ ,આપની બધી જ યોજના ઉજાગર થઈ જશે.એટ્લે અત્યારે જ હું તારી અમુક શક્તિઓ મારા માં સંગ્રહ કરી લઇશ .
અવિનાશ : ઠીક છે .......પણ મને આ મંત્ર નો કઈ ખાસ અનુભવ નથી.
અંગદ : ચિંતા ના કરીશ , હું સંભાળી લઇશ.
બંને એકબીજા ની સામે બેઠા ....
અંગદ : અવિનાશ ... તારા રક્ત ની અમુક બુંદો ની આવશ્યકતા પડશે .
અવિનાશ એ ખંજર લીધું અને પોતાના હાથ પર એક નાનો ચીરો કરી ને રક્ત વહેડાવ્યું, અંગદ એ પણ એ જ કર્યું.બંને એક બીજા ના રક્તરંજિત હાથ પકડ્યા.
અંગદ એ મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું .....
થોડીક ક્ષણો માં મંત્ર પૂરો થયો.
અવિનાશ બેસુદ થઈ ને નીચે પડી ગયો.
અંગદ એ આંખો ખોલી.
એને અવિનાશ સામે જોયું ....
થોડુક પાણી લઈ એના પર છાંટ્યું અને અવિનાશ ને હોશ માં લાવ્યો.
અવિનાશ એ આંખો ખોલી ....
અવિનાશ : મને શુ થયુ હતુ ?
અંગદ : આ મંત્ર ની જ અસર છે, તારી અમુક શક્તિઓ મારા મા આવી ગઈ જેના લીધે તને ક્ષણિક મૂર્છા આવી ગઈ.
અવિનાશ : ઠીક છે.
અંગદ : હવે આપણે ઘરે જવુ જોઇયે તારે થોડોક આરામ કરવાની જરુર છે.
બંને ઘર તરફ ગયા.
અંગદ ઘર થી નિકળીને જંગલ તરફ સુબાહુ ને મળવા જઈ રહ્યો હતો.ત્યા પૃથ્વી સામે આવી ગયો.
પૃથ્વી: અરે અંગદ ……. મારે તને એક વાત પૂછવી હતી, મને નહિ પણ નંદિની ને પુછવી હતી ….
અંગદ : પૃથ્વી….. જે કઈ પણ હોય તુ મને સંકોચ વિના પુછી શકે છે.
પૃથ્વી : હા….નંદિની ને થોડાક દિવસ થી સ્વપ્ન માં અમુક દ્રશ્યો દેખાય છે , જેમા એને એવુ લાગે છે કે આપણા પરિવાર પર કોઇ સંકટ આવવાનું છે, મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ માનવા તૈયાર નથી.
અંગદ મુંજાવા લાગ્યો.
અંગદ : કેવુ સંકટ ?
પૃથ્વી : એને એવુ લાગે છે કે તારા ભાઈ આપણા જીવનમાં વિનાશકારી સંજોગોનું સર્જન કરી શકે છે.
આ સાંભળીને અંગદ ના પગ તળેથી જમીન ખસી ગઈ.
અંગદ (મનમાં) : પૃથ્વી ને મારી યોજના વિશે જાણ તો થઈ નથી ને? કોઇ આટલો સચોટ અંદાઝ કઈ રીતે લગાવી શકે?
પૃથ્વી : શુ વિચારે છે અંગદ ?
અંગદ : કઈ નહિ પૃથ્વી …..બસ એજ વિચારી રહ્યો હતો કે અચાનક આવો વિચાર કેવી રીતે આવ્યો?
પૃથ્વી: અચાનક નથી આવ્યો…. યાદ છે તે જ કહ્યુ હતુ કે તારા ભાઈ બદલો લેવા માટે અવશ્ય આવશે.બસ ઍ જ વાત નંદિની ના મનમાં ભરાઇ ગઈ છે.
અંગદ : ના .... ના એવુ કઈ નથી ,નંદિની ને બસ વહેમ છે,તમે બન્ને ફક્ત તમારા વિવાહ વિશે વિચારો,બીજી ચિંતા છોડી દો.
પૃથ્વી: ઠીક છે અંગદ , પણ તુ થોડોક સાવચેત રહેજે.
અંગદ : હા પૃથ્વી હુ સાવચેત જ છુ.
બધી તૈયારીઓ થઈ ગઈ છે, ફક્ત હવે કાલે વહેલી સવારે અહિ થી માયાપુર જવા માટે રવાના થઈશું.
પાછળથી વિશ્વા આવી
વિશ્વા : હા ભાઈ, કાલે તો નંદિની સદાય માટે તારી થઈ જશે, તુ કેટલ સમયથી આ દિવસ ની રાહ જોતો હતો.
અંગદ : હા....વર્ષો ના ઇન્તેજાર અને દુ:ખ સહન કર્યા બાદ પૃથ્વી અને નંદિની એક થઈ જશે .
પૃથ્વી: હુ આપ સૌ નો સદાય આભારી રહીશ.
અવિનાશ : એક તો પરિવાર બોલે છે અને આભાર પણ માને છે.
વિશ્વા: હા....તારા કરતાં પણ વધારે તારા વિવાહની ખુશી અમને વધારે છે.
અવિનાશ: તો ચાલો પોત પોતના નવા કપડા જોઇ લો, જીવન મા પહેલી વાર કોઇ ના વિવાહ મા જવા નો અવસર મળ્યો છે તો એમા કઈ પણ ઊણપ ના રહેવી જોઈએ .
બધા હસવા લાગ્યા.
અહી આ બાજુ ખડગ પાવક પાસે ના પહોચતા ,પાવક એ બીજા ગુપ્તચર ને એની ખબર લેવા મોકલ્યો,ત્યારે પાવક ને જાણ થઈ કે ખડગ લાપતા છે. પાવક ક્રોધે ભરાયો.
પાવક : ઍ વાત મા કોઇ સંદૅહ નથી કે અંગદ ખડગ વિશે જાણી ગયો છે. એટલેજ એણે ખડગ નો અન્ત કરી નાખ્યો.
સાથિયો.....
.અંગદં અને એના સાથિયો નઝરગઢ છોડી ને જાય એ પહેલા એમને ઘેરી લો.મારે અંગદ જીવતો જોઈએ , ઍન બાકીના બધા સાથિયો ને મોત ને ઘાટ ઉતારી દો.
સેનાપતિ....... સેના એકઠિ કરતાં કેટલો સમય લાગશે?
સેનાપતિ : કાલ સવાર સુધી મા થઈ જશે ... મહારાજ.
પાવક : સુરજ ની પહેલી કિરણ સાથે નઝરગઢ તરફ કુચ કરીશુ.
પાવક એ આખરે યુધ્ધ નો લલકાર કર્યો.
આખી રાત પાવક ની સેના મા તૈયારી ઓ ચાલી, સવાર પડતા ની સાથે , યુધ્ધ નુ રણશિંગુ ફૂંકાયું.
રણશિંગુ ની ધ્વનિ જંગલ મા સુબાહુ ને સંભળાઈ.
સુબાહુ સફાળો બેઠો થયો.
અને એ તુરંત પૃથ્વી ના ઘર પાસે ગયો, અંને અંગદ ને એના વિશે સુચના આપી.
અંગદ : આપણી પાસે સમય ઓછો છે....સુબાહુ.
સુબાહુ: તુ ઝડપ થી બધા ને માયાપુર પહોચાડવાની તૈયારી કર.
અંગદ : હા.....
અંગદ : અવિનાશ ...... તુ માયાપુર જવાનો દ્વાર ખોલી દે......જેથી બધા ઝડપ થી ત્યા પહોચી જાય.
પૃથ્વી પોતાના કક્ષ માથી નવ વસ્ત્ર સુસજ્જિત બહાર આવ્યો.
સાક્ષાત ચન્દ્ર મા ને શરમાવે એવુ પૃથ્વી નુ તેજ જોઇ સૌ હબક થઈ ગયા.
પૃથ્વી માયાપુર જવાના દ્વાર સુધી જવા માટે રવાના થયો.
એની સાથે પાછળ પાછળ વિશ્વા, અવિનાશ ,વીરસિંહ, અંગદ,પણ ચાલ્યા.
બેન્ચ પાસે પહોચતા જ અવિનાશ એ માયાપુર ના રહસ્યમયિ દ્વાર ખોલ્યા.
માયાપુર ના દ્વાર ખુલતા અંગદ એ કહ્યુ.
અંગદ: ચાલો પૃથ્વી.....તારુ ઉજ્વળ ભવિષ્ય તારા ઇંતેજાર મા છે.
અત્યારે જંગલ મા કંઈક અલગ હવામાન જણાઇ રહ્યુ હતુ, જાણે પૃથ્વી ને કોઇ આગમ ચેતી આપી રહ્યુ હતુ.
પૃથ્વી એ નઝરગઢ તરફ નઝર નાખી, આખા જંગલ ને એક નજર ભર જોઇ લીધુ.
વિશ્વા : પૃથ્વી......આપણે સદાય માટે નથી જઈ રહ્યા.વિવાહ પુરા થતા જ પાછા આવી જઈશું.
પૃથ્વી : હા.... બસ આ જંગલ નો અવાજ સાંભળવા નો પ્રયત્ન કરી રહ્યો હતો.
વિરસીંઘ: એ પછી પણ થાશે.
અવિનાશ : આપણે વધુ વિલંબ કરવો જોઈએ નહિ.
પૃથ્વી : ઠીક છે.
પૃથ્વી ઍ પોતાના કદમ માયાપુર તરફ વધાવ્યા.
પૃથ્વી માયાપુર મા પ્રવેશ કરી ગયો.
પૃથ્વી ના જતા જ અંગદ અટક્યો.
અંગદ : અરે........વિશ્વા... તમે લોકો માયાપુર પહોચો,હુ થોડીક ક્ષણો મા આવું છું .અને મારી આ થેલી થોડીક વાર સાચવીશ ?
વિશ્વા : અત્યારે આ સમય પર ક્યા જાય છે ?
અંગદ : અરે મેં પૃથ્વી અને નંદિની માટે એક વિશેષ ઉપહાર તૈયાર કર્યો છે. એ હુ મારા કક્ષ માં જ ભુલી ગયો.
અવિનાશ : ઠીક છે ....તુ આવ અમે તારી રાહ જોઇશું.
અંગદ : અરે હુ પહોચી જઈશ.
તમે બધા મારા કારણ એ વિલંબ ના કરો પૃથ્વી તો પહોચી પણ ગયો એને તમારી જરુર હશે.
વિશ્વા : ઠીક છે પણ ઝડપ થી આવજે.
અંગદ : હા.....
વિશ્વા ,અવિનાશ વિરસીંઘ બધા માયાપુર મા પ્રવેશ કરી ગયા.
અંગદ : માફ કરજે વિશ્વા હુ ઝડપ થી નહિ ,પણ તમારી પાસે કોઇ દિવસ આવી જ નહિ શકુ......
એટલુ બોલતા અંગદ ના આંખો માથી આંસુ સરી પડ્યા.
પાછળ થી સુબાહુ રઘવાયો થઈ ને ભાગતોભાગતો આવ્યો.
સુબાહુ : અંગદ......પાવક ની સેના....નઝરગઢ માં પ્રવેશ કરી ચુકી છે....
અંગદ : હુ જાણું છુ....
અંગદ ઍ સમય વ્યર્થ ના કરતાં....ઍ રહસ્યમયિ દ્વાર આગળ ઉભા રહી....અવિનાશ એ આપેલ મંત્ર નુ ઉચ્ચારણ શરુ કર્યુ.
મંત્ર એટલો શક્તિશાળી હતો, કે અંગદ ની સંપુર્ણ શક્તિઓ વપરાઇ રહિ હતી.....અવિનાશ પાસે થી લીધેલી શક્તિ ઓ ને ભેગી કરી , અંગદ એ મંત્ર ઉચ્ચારણ શરુ રાખ્યુ....ધીરે ધીરે માયાપુર ના દ્વાર થવા લાગ્યા.આ મંત્ર ની ઊર્જા થી અંગદ ના નાક અને મોઢામાંથી રક્તસ્ત્રાવ થવા લાગ્યો.
આખરે અંગદ એ માયાપુર ના દ્વાર બંધ કરી દીધા.
અને નીચે પડી ગયો.
સુબાહુ એ એને ઉઠાવ્યો.
સુબાહુ : મિત્ર અંગદ તુ ઠીક તો છે ને?
અંગદ : હા મિત્ર...આખરે આપણે મારા પરિવાર ને બચાવવામાં કામયાબ રહ્યા.
એટલામાં એ લોકો ના નજર સામે ધુળ ની ડમરી ઓ ઉડવા લાગી.
પાવક ની સેના....એ લોકો ના સમક્ષ આવી ને ઉભી રહિ.
વિકરાળ પશુઓ અને wolves થી ભરેલી વિશાળકાય સેના.
સેના મધ્યે થી અવાજ આવ્યો.
“ આખરે ઍ ગદ્દાર, દગાંબાંઝ, વિદ્રોહી , મારી નઝર સમક્ષ આવી જ ગયો”
સેના મધ્યે થી એક વિશાલ કદરુપો વ્યક્તિ એ લોકો ના સમક્ષ આવી ને ઉભો રહ્યો.
એ પાવક હતો.
પાવક : આ ક્ષણ ની હુ કેટલાંય સમય થી પ્રતીક્ષા કરી રહ્યો હતો. ક્યા છે તારા એ અતરંગિ પરિવાર જનો જેની સાથે મલી ને તે મારા પિતા ની હત્યા કરી હતી.
અંગદ : પિતા ની મોત માટે ફક્ત હુ જ જવાબદાર છુ ,એ મારું જ ષડ્યંત્ર હતુ, એ લોકો તો ફક્ત મારા મહોરા હતા.
તમારો ગુનેગાર ફક્ત હુ જ છુ......ઍ લોકો તો નિર્દોષ છે.
અંગદ ના આ વચનો થી પાવક ગુસ્સે ભરાયો.
પાવક : દુષ્ટ....વિશ્વાસઘાતી
એટલુ બરાડી એને અંગદ પર તિવ્ર પ્રહાર કર્યો.
અંગદ દુર જઈ પટકાયો.
મિત્ર પર વાર થતા સુબાહુ વચ્ચે આવ્યો...
સુબાહુ : સાવધાન પાવક ..... અંગદ એકલો નથી....અમે પણ એનાં સાથે છિયે.
પાવક : તુ સેના માથી નિષ્કાર્શિત દુર્બલ જીવ મારું શુ બગાડી લઈશ ?
સુબાહુ : હુ મારી મરજી થી પાપી સેના માથી ગયો હતો.
અને આ સુબાહુ ની બાહુ ઓમા હજુ પણ એટલી ક્ષમતા છે કે તારી આ અડધી સેના ને પરાસ્ત કરી શકુ.
એટલેં એક અંતિમ લડાઇ હુ અવશ્ય લડીશ.
પાવક એ સેના ને એના પર આક્રમણ કરવાંનો હૂકમ આપ્યો.
અહિયા આ બાજુ..
વિશ્વા : ઘણોં સમય થઈ ગયો...... અંગદ હજુ સુધી આવ્યો કેમ નહિ....
અવિનાશ : હુ એક વખત જોઇ આવું કે કોઇ તકલીફ તો નથી ને.....
વિશ્વા : ઠીક છે....
અવિનાશ ઍ મંત્ર વડે દ્વાર ખોલવાની કોશિશ કરી....
પણ દ્વાર ખુલ્યા નહિ.....
એક બે વાર પ્રયત્ન કર્યા બાદ....અવિનાશ ને થોડીક શંકા ગઈ.....
એને પોતાના જાદુ મંત્ર થી દ્વાર ખોલવાનો પ્રયાસ કર્યો...
પણ કઈ થયુ નહિ.
વિશ્વા : શુ થયુ અવિનાશ ?
અવિનાશ : વિશ્વા.... મારી શક્તિઓ કામ નથી કરી રહિ.....
ક્રમશ........