પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 49 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 49

આપણે આ`ગળ ના ભાગ માં જોયું કે અવિનાશ ને જાણ થાય છે કે રહસ્યમઈ ગુફા માં રહેલું પુસ્તક નંદિની જ બહાર લાવી શકશે જેથી એ મહેલ તરફ નીકળી જાય છે,બાકી ના સદસ્યો પણ ત્યાં આવી પહોચ્યા હોય છે સિવાય વિશ્વા,અરુણરૂપા અને નંદિની.જેથી અવિનાશ અને અંગદ તેઓ ને શોધવા નીકળે છે,અહી વિશ્વા અજ્ઞાતનાથ ને નંદિની ના અપહરણ કર્તા સમજી ને તેમના પર હુમલો કરી દે છે.નંદિની એને અટકાવી ને અજ્ઞાતનાથ ની ઓળખ આપે છે,અરુણરૂપા જણાવે છે કે પૃથ્વી સુષુપ્તાવસ્થા ના કારણે શીલા માં પરિવર્તિત થઈ ચૂક્યો છે,જેથી તેઓ પૃથ્વી ને રક્તપાન કરાવવા સૂચન આપે છે,અજ્ઞાતનાથ પોતાનું રક્ત આપવા તૈયાર થાય છે,પરંતુ પૃથ્વી અજ્ઞાતનાથ ના શરીર માથી સમગ્ર રક્ત નું પાન કરી જાય છે અને તેઓ મોત ને પ્રાપ્ત થાય છે,અંતે પૃથ્વી પથ્થર થોડી પોતાની સુષુપ્તાવસ્થા માથી બહાર આવે છે.

ક્રમશ:.......

એક પ્રચંડ વિસ્ફોટ થયો જેમાં ધુમાડામાથી લાલ આંખો અને લાંબા fangs સાથે પૃથ્વી બહાર આવ્યો.

પૃથ્વી પોતાના વિકરાળ vampire સ્વરૂપ માં હતો,એના ચહેરા પર રક્ત ની તરસ સાફ દેખાઈ રહી હતી.

નંદિની એ પૃથ્વી ને જોયો, એના આનંદ નો પાર ના રહ્યો,એ ભાગી ને પૃથ્વી ને પાસે જવા લાગી ત્યાં વિશ્વા એ એને પાછળ થી રોકી .

વિશ્વા : નંદિની ..... થોભી જા..તું જેની પાસે ભાગી રહી છે એ પૃથ્વી નથી ,અત્યારે એ એક આદમખોર vampire છે.

નંદિની : તને શું થઈ ગયું છે વિશ્વા ?....આ પૃથ્વી છે ...આપણો પૃથ્વી ... આટલા વર્ષો થી એનો ઇંતેઝર કરતાં હતા અને હવે એ આવી ગયો તો તું શંકા કરે છે.

મને જવા દે ...

નંદિની વિશ્વા ને દૂર ખસેડી ને પૃથ્વી પાસે ચાલી ગઈ ,અરુણરૂપા એ પણ એને રોકવાનો પ્રયત્ન કર્યો પણ એ એક ની બે ના થઈ.

નંદિની પૃથ્વી ને બિલકુલ સામે આવી ને ઊભી રહી ગઈ......

એને પૃથ્વી ની આંખ માં આંખ નાખી ને જોયું .... નંદની ના આંખ માં ફક્ત અશ્રુ હતા,પૃથ્વી ની લાલ vampire આંખો નંદિની સામે એકટસ જોઈ રહી હતી જે રીતે એક શિકારી શિકાર ને જોવે તેમ.

પરંતુ નંદિની ને કઈ પણ અસામાન્ય લાગતું નહતું.એના માટે તો પૃથ્વી એજ સર્વસ્વ હતું,ના તો એને પૃથ્વી ને એ લાલ આંખો દેખાઈ ના લાંબા fangs ,એને દેખાયું તો ફક્ત એનો પૃથ્વી જે વર્ષો બાદ આજ એની સામે ઊભો છે.

વિશ્વા બિલકુલ સાવચેત ઊભી હતી ,એને પૃથ્વી ના પરત ફરવાનો ઉત્સાહ તો હતો જ પરંતુ નંદની ના સુરક્ષા ની ચિંતા પણ હતી.

નંદિની એ પ્રેમ થી બોલી ......... “પૃથ્વી ....”

નંદિની નો અવાજ પૃથ્વી ના કાને પડતાં જ પૃથ્વી ની આંખો સામાન્ય થઈ ગઈ અને એના લાંબા દાંત પણ અદ્રશ્ય થઈ ગયા.

પૃથ્વી : નંદિની ............

નંદિની આ અવાજ સાંભળવા વર્ષો થી અધીર હતી.

બંને એકબીજા ને ભેટી પડ્યા. પૃથ્વી ને સામાન્ય અવસ્થા માં જોઈને વિશ્વા ને પણ આશ્ચર્ય થયું.

પરંતુ એને સંતોષ હતો.વિશ્વા એ અરુણ રૂપા ને મહેલ તરફ જવા માટે સૂચન કર્યું જેથી ....બાકી ના પરિવાર ને પણ પૃથ્વી ના આગમન ની જાણ થઈ જાય.અને તેઓ એની શોધખોળ રોકી ત્યાં આવી શકે.

અરુણરૂપા ત્યાંથી નીકળી ને મહેલ વાળી દિશા તરફ જવા રવાના થયા.

નંદિની એ પોતાનો હાથ પ્રેમ થી પૃથ્વી ના ચહેરા પર મૂક્યો.એ જ વખતે પૃથ્વી ને નંદિની ના હાથ માં ચાલી રહેલી રક્તવાહિનીઓની ધબકાર સંભળાઈ ...પૃથ્વી એ નંદિની હાથ પકડ્યો અને એ રક્ત ની સુગંધ લેવા લાગ્યો ....એની માનવ રક્ત ની પ્યાસ પુનઃ જાગ્રત થઈ ગઈ.

નંદિની આ વિષે અજાણ હતી ....પૃથ્વી ની આંખો પુનઃ રંગ પરીવર્તન કરવા લાગી .... અને પૃથ્વી પોતાનો કાબૂ ગુમાવવા લાગ્યો.પૃથ્વી ના vampire fangs ફરી થી દ્રશ્યમાન થયા. આ વાત વિશ્વા ના ધ્યાન માં આવી.

પૃથ્વી ને ધીમેક થી નંદિની ના હાથ ના કાંડા પર એના તીક્ષ્ણ દાંત પરોવી દીધા .... અને જેવુ રક્ત નું પાન કરવા ગયો ત્યાં વિશ્વા સમય પર આવીને પૃથ્વી ને ધકેલી ને દૂર ફેંકી દીધો.

નંદિની ને પણ અચરજ લાગ્યું કે પૃથ્વી એ એની સાથે આવું વર્તન કેમ કર્યું.

વિશ્વા : મે તને કહ્યું હતું નંદિની ...પૃથ્વી આદમખોર થઈ ચૂક્યો છે...

પૃથ્વી ઊભો થયો અને નંદિની તરફ વધ્યો ત્યાં વિશ્વા વચ્ચે આવી ગઈ.

પૃથ્વી : મારા સામે થી દૂર ખસી જા.

વિશ્વા : હું તને નંદીની સુધી નહીં જવા દવ .... પોતાના પર કાબૂ કર પૃથ્વી ...તું જેનો શિકાર કરવા જય રહ્યો છે એ તારી નંદીની છે ....યાદ કર એ તારી નંદિની છે ...તારો પ્રાણ છે.

પૃથ્વી : મહેરબાની કરી ને દૂર ખસી જા ....વિશ્વા ....

નંદિની : વિશ્વા ...આવવા દે એને .... જો એ મારો શિકાર કરવા માંગતો હોય તો કરવા દે એને ...

વિશ્વા : તું પાગલ થઈ ગઈ છે નંદિની ...પૃથ્વી હાલ એના હોશ માં નથી , એ ખરેખર તને હાનિ પહોચાડી શકે છે.

નંદિની : જો મને જોઈ ને પણ પૃથ્વી ને કઈ જ યાદ નથી તો એ મારા પ્રેમ ની પરીક્ષા છે.મારી વાત માન વિશ્વા એને આવવા દે.....

વિશ્વા : પરંતુ નંદિની .....

નંદની : વિશ્વા .....

વિશ્વા અસમંજસ મા હતી કે શું કરવું,આખરે એને નંદની ની લાગણી નું માન રાખ્યું ...પૃથ્વી નંદિની ની નજીક ગયો.

પૃથ્વી : નંદિની ..બસ એક ઘૂંટ રક્ત ની જ ખપ છે ....આ તરસ મારા શરીર ને અંદર થી બાળી રહી છે ,એમ લાગે છે કે રક્તપાન નહીં કરું તો બળી ને ખાખ થઈ જઈશ.

નંદિની થોડું મુસકાઈ અને પોતાનો હાથ આગળ ધરી દીધો.

વિશ્વા પાછળ થી એને એવું નહીં કરવા માટે જણાવી રહી હતી.એ જાણતી હતી કે પૃથ્વી ની આ તરસ એક ઘૂંટ મા છિપાવાની નથી.

પૃથ્વી એ નંદિની નો હાથ પોતાના હાથ મા લીધો અને .. પુનઃ એના તીક્ષ્ણ દાંત એના હાથ મા પરોવી દીધા .....નંદિની ને અસહ્ય પીડા થઈ રહી હતી ...એની આ પીડા અશ્રુ રૂપે બહાર છલકાઈ ,પૃથ્વી એ નંદિની ના રક્ત નો એક ઘૂંટડો ભર્યો ત્યાં ...નંદિની ના અશ્રુ પૃથ્વી ના હાથ પર પડ્યા.

પૃથ્વી ને જાણે એક અત્યંત જોરદાર વીજળી નો ઝાટકો લાગ્યો હોય એમ અનુભૂતિ થઈ.એ હોશ મા આવ્યો કે એ આ શું કરી રહ્યો છે ... એ તુરંત નંદિની થી દૂર ખસી ગયો.

પૃથ્વી : આ મે શું કરી નાખ્યું .....મને માફ કરી દે નંદીની ... હું તારા જ પ્રાણ લેવા ની કોશિશ કરી રહ્યો છું ....

નંદિની : તને આ વાત ની અનુભૂતિ છે ...એ જ સંતોષકારક છે ....

પૃથ્વી : ના .... તું મારા સમીપ આવીશ નહીં ..નંદિની હું તને હાનિ પહોચાડી શકું છું.

પૃથ્વી ફરી થી સામાન્ય થઈ ગયો ...એના આંખો મા પશ્ચાતાપ ના આંસુ હતા ...અને એના હોઠ પર નંદિની નું રક્ત લાગેલું હતું.

એ રક્ત ને એના હાથ પર પણ જોયું ...

પૃથ્વી : હું....એક દાનવ છું ...... મે મારી જ નંદિની ને હાનિ પહોચાડી.

વિશ્વા : પૃથ્વી ... શાંત થઈ જા .... તું હાલ કહી જ સમજવાની પરિસ્થિતી મા નથી.બધુ જ સામાન્ય થઈ જશે...બસ તું અમારી સાથે ચાલ આપણે ..... નઝરગઢ પરત ફરવાનું છે ...આપની પાસે સમય ઓછો છે ... બધા ત્યાં મહેલ મા આપણો ઇંતેઝાર કરી રહ્યા છે.

પૃથ્વી : મારૂ તમારી સાથે રહવું ....ઉચિત નથી ...મારી ઉપસ્થિતિ નંદની ના પ્રાણ સંકટ મા મૂકી શકે છે.

નંદિની : તારી અનુપસ્થિતિ થી પણ મારા પ્રાણ જશે ...હું તને લીધા વગર ક્યાય નહીં જાવ.

પૃથ્વી : વિશ્વા ...તું નંદીની ને લઈ જા..હું તમારી સાથે નહીં આવી શકું.

વિશ્વા : પૃથ્વી ...અમે તારા માટે જ તો અહી સુધી આવ્યા છીએ ...અને હું છું જ તારી સાથે .... થોડાક સમય મા બધુ જ સ્થિર થઈ જશે ...મારા પર વિશ્વાસ રાખ ....

નંદિની પૃથ્વી ની સમીપ જવા લાગી ...

નંદિની : પૃથ્વી ... વર્ષો થી આ આંખો તને જોવા માટે તરસતી હતી ... વર્ષો થી હું એમ જ તારા વગર બેજાન લાશ ની જેમ પડી હતી.શું તને આપણાં પ્રેમ પર એટલો પણ વિશ્વાસ નથી ?

પૃથ્વી : મારી સમીપ ના આવીશ નંદિની ..... હું એ પૃથ્વી નથી .... જેને તું પ્રેમ કરતી હતી...

નંદની : તું એજ પૃથ્વી છે જેને હું પ્રેમ કરતી હતી ,પ્રેમ કરું છું અને પ્રેમ કરતી રહીશ.તું એજ પૃથ્વી છે જે મારા માટે વર્ષો સુધી જંગલો મા ભટકતો રહ્યો.તું એ જ પૃથ્વી છે ... દુનિયા ની દરેક પરિસ્થિતી સામે મારા માટે લડતો રહ્યો,તું એ જ પૃથ્વી છે જેને અનેક સંકટો થી મારી આજ સુધી રક્ષા કરી છે ,તું એ જ પૃથ્વી છે જે પોતાના પરિવાર ને અસીમિત પ્રેમ કરે છે ,તું એ જ પૃથ્વી છે જેના નામ ના વિવાહ આ પવિત્ર ધાગા મે મારા હાથ પર બાંધ્યા છે ,તું એ જ પૃથ્વી છે જે ભયંકર પ્રલય નો સામનો કરી ને પણ એની નંદિની માટે જીવિત રહ્યો.

તું એ જ પૃથ્વી છે જે મને અમાપ પ્રેમ કરે છે .........

અને તું રકત ના એક ઘૂંટ ની વાત કરે છે ...મારા શરીર ના રક્ત ની એક એક બુંદ પર તારા પ્રેમ નો હક છે.

બસ તું મારી સાથે ચાલ પૃથ્વી .... નઝરગઢ પહોચતા જ બધુ ઠીક થઈ જશે ...

પૃથ્વી :મને માફ કરી દે ...નંદિની , આ પૃથ્વી ફક્ત તારા માટે જ જીવે છે ... પૃથ્વી નું આ બેજાન શરીર સદીઓ થી ફક્ત નંદિની માટે ધરતી પર ફરી રહ્યું છે....

તારી સુરક્ષા અને તારા પ્રાણ મારા માટે સર્વોપરી છે , જેને હું જ સંકટ મા મૂકી રહ્યો છું.

નંદની ,વિશ્વા મને ક્ષમા કરો...પૃથ્વી હમેશા નંદીની ને પ્રેમ કરતો રહેશે..

નંદની કઈ પ્રત્યુત્તર આપે એ પહેલા જ પૃથ્વી વાયુવેગે જંગલ મા અદ્રશ્ય થઈ ગયો.

નંદિની અને વિશ્વા એકબીજાને તાકી રહ્યા.

વિશ્વા બીજો કઈ પણ વિચાર કર્યા વગર તુરંત જ પૃથ્વી ની પાછળ ગઈ.નંદિની ત્યાં જ ઊભી રહી.

નંદની ને તીવ્ર આઘાત લાગ્યો.એ જમીન પર બેસી ગઈ ...એક વાર પુનઃ પૃથ્વી એના થી દૂર થઈ ગયો.એ ધ્રુસકે રડી રહી હતી.ત્યાં પાછળ થી કોઈ નો હાથ એના પર આવ્યો.એને તુરંત ...પાછળ વળી ને જોયું તો ....અવિનાશ ,અંગદ અને અરુણરૂપા એની સમક્ષ ઊભા હતા.

નંદની અરુણરૂપા ને ભેટી પડી અને રડવા લાગી

અવિનાશ : શું થયું નંદિની ? પૃથ્વી ક્યાં છે ? માતા એ કહ્યું કે એ તારી સાથે જ છે.

અરુણરૂપા એ નંદની ને શાંત કરી ...

નંદની એ સંપૂર્ણ ઘટના જે અરુણરૂપા જી ના ગયા બાદ ઘટિત થઈ એ જણાવી.

અંગદ : પૃથ્વી પશ્ચાતાપ ના ભાર થી ચાલ્યો ગયો છે.... પરંતુ ચિંતા ના કરીશ નંદિની ... એ જીવિત છે અને સહી સલામત છે એ જ આપના માટે ખુશી ની વાત છે ....અને રહી વાત એના આદમખોર હોવાની ....મને આશા છે કે સ્વરલેખા ,અરુણરૂપાજી અને અવિનાશ નઝરગઢ જઈ ને મંત્ર થી એને કાબૂ કરી લેશે.

અવિનાશ : હા પરંતુ.

અંગદ : પરંતુ શું ?

અવિનાશ : એને કાબૂ કરવા માટે એને શોધવો પણ અનિવાર્ય છે .. ... અને એ આપણાં થી છુપાવની કોશિશ કરશે , અને આપની પાસે સમય પણ સીમિત છે ...પાંચમો દિવસ પૂરો થવા ના આરે છે ...

નંદિની હું જાણું છું ...તારા માટે થોડું કઠિન છે પરંતુ મારે તારી એક મદદ ની આવશ્યકતા છે.

નંદની : કેવી મદદ ?

અવિનાશ : તું જાણે છે કે નીલાંજના એ જણાવ્યુ હતું કે કાયાપૂર પરત પહોચવા માટે આપણે એક રહસ્યમઈ પુસ્તક ની જરૂર પડશે.

નંદિની : હા

અવિનાશ : હું એ પુસ્તક સુધી પહોચી ગયો હતો ...એને પ્રાપ્ત કરવાની કોશિશ પણ કરી ..પરંતુ અસફળ થયો.કારણ કે કોઈ શુધ્ધ આત્મા જ એ પુસ્તક ના રક્ષક અતૂટ જાદુ ને તોડી શકે છે.જેથી કરી ને તારે મારી સાથે એ ગુફા મા એ પુસ્તક લેવામા મારી સહાયતા કરવી પડશે.

નંદિની : પરંતુ પૃથ્વી ...

અંગદ : નંદની ...અવિનાશ ઉચિત કહી રહ્યો છે ...પૃથ્વી ને શોધી પણ લઈશું તો પણ એ પુસ્તક વગર પરત નહીં જઈ શકીએ ..... તું અવિનાશ સાથે એ ગુફા મા જા ..રહી વાત પૃથ્વી ની તો વિશ્વા એની પાછળ જ છે ... અપેક્ષા છે કે એ એને શોધી લેશે ....અન્યથા અમે સર્વે એને શોધી જ રહ્યા છીએ.

અરુણરૂપા : હા બેટા નંદિની ...તું અવિનાશ સાથે જા....

નંદિની ....અવિનાશ સાથે એ ગુફા તરફ નીકળી ગઈ ..અંગદ ,અરુણરૂપા સાથે ....બીજી દિશા મા ગયો.

નંદની અને અવિનાશ બે પ્રહર મા મહેલ પહોચ્યા ...ત્યાં સ્વરલેખા ,આર્દ્રા ,વીરસિંઘ ,મનસા હાજર હતા.

અવિનાશ ઝડપ ની બધી વાત એ લોકો ને જણાવી ..... એ લોકો પૃથ્વી ના મળવા ની ખબર થી ખુશ થયા પરંતુ એની ફરી થી ચાલ્યા જવાની વાત થી ઉદાસ થઈ ગયા.

અવિનાશ : વીરસિંઘજી ...આપની પાસે ગતિ છે ...એનો ઉપયોગ કરી ... પૃથ્વી ની ખોજ કરો ...બાકી ના સર્વે લોકો અહી જ રોકાવ ..બની શકે કે વિશ્વા ને પૃથ્વી મળી જાય તો એ એને લઈ ને અહી જ આવશે ... હું નંદીની સાથે ગુફા મા જાવ છું.

અવિનાશ સમય વ્યર્થ કર્યા વગર નંદિની ને સાથે લઈ ....ગુફા તરફ જવા માટે રવાના થયો.

વીરસિંઘ પણ પૃથ્વી ની ખોજ મા નીકળી ગયા.

અવિનાશ ,નંદની ને લઈ એ ગુફા પાસે પહોચ્યો.મધ્યરાત્રિ થઈ ચૂકી હતી.

રાત્રિ ના ઘોર અંધકાર વચ્ચે ......મશાલ પ્રગટાવી એ બંને ગુફા મા આગળ વધ્યા.

નંદની એ ગુફા ની હાલત જોઈ ....અવિનાશ નંદની ને ગુફા ના ગુપ્ત રહસ્યમઈ ભાગ તરફ લઈ ગયો.

નંદિની : અવિનાશ ....ક્યાં છે એ પુસ્તક ?

અવિનાશ એ પાણી ના મોટા ઘડા તરફ ઈશારો કર્યો .

નંદિની : અહી ? કેવી રીતે ?

અવિનાશ : સ્વયં જ જોઈ લે .

નંદની એ કુતૂહલ વશ એ ઘડા મા દ્રષ્ટિ નાખી ... અવિનાશ ના વાત સત્ય હતી ....લાલ રંગ નું એ પુસ્તક પાણી ભરેલા ઘડા ના તળિયા પર હતું.

નંદિની : આ પુસ્તક ને બહાર કઈ રીતે લાવીશું ?

અવિનાશ : હું પ્રયત્ન કરી ચૂક્યો છું ...પાણી નો સ્પર્શ થતાં જ મારા પર વીજળી નો એવો પ્રહર થયો કે કલાકો સુધી હું બેસુદ હતો.

નંદની : તો બની શકે કે એ વીજળી નો પ્રહાર મારા પર પણ થાય ?

અવિનાશ : હા બની શકે ....પરંતુ બીજો કોઈ વિકલ્પ જ નથી .... કોઈ શુધ્ધ આત્મા જ એને બહાર કાઢી શકશે.

નંદની : જો તારું કથન સત્ય હોય તો હું આ જોખમ ઉઠાવવા તૈયાર છું.

નંદિની એ આંખો બંદ કરી લીધી અને પાણી ના ઘડા ની અંદર હાથ નાખ્યો .....અવિનાશ ની ધડકન તેજ થઈ રહી હતી કે ...નંદિની ને કોઈ નુકસાન ન પહોચે ....નંદની નું ધ્યાન ફક્ત પુસ્તક બહાર કાઢવામાં જ હતું.

નંદિની ના હાથ પાણી ને સ્પર્શ્યા ....

પાણી એકદમ શીતળ હતું ....નંદની એ આંખો ખોલી દીધી ..અને આખો હાથ અંદર નાખી પુસ્તક બહાર ખેંચી લીધું.

અવિનાશ ના જીવ મા જીવ આવ્યો ....અને પુસ્તક જોઈ ને એની ખુશી નો પર ના રહ્યો ...આખરે બંને સફળ થયા.

નંદિની : આપણે હવે મહેલ તરફ જવું જોઈએ .

અવિનાશ : એક ક્ષણ ....હું કેટલાય દિવસ થી એક વાત વિચારી રહ્યો હતો.

નંદિની : શું ?

અવિનાશ : આ પુસ્તક મા એવો તો કયો મંત્ર છે જે આપના માટે કાયાપુર જવાના માર્ગ ખોલશે ?

નંદિની : એ પછી ખોજી લઈશું ..... પરંતુ અત્યારે પૃથ્વી ને શોધવો વધારે જરૂરી છે.

અવિનાશ : તું મને બસ થોડાક ક્ષણ આપ....હું બસ આ પુસ્તક ની એક ઝલક લઈ લવ ...ત્યાર પછી આપણે પૃથ્વી ને ખોજવા જઈશું.

નંદિની : પરંતુ એવું તો શું જોવું છે તારે આ પુસ્તક મા ?

અવિનાશ : નંદની .... મારૂ મન કહી રહ્યું છે ...આ પુસ્તક આપણાં દરેક સમસ્યા નું સમાધાન છે ....

નંદની : મતલબ ?

અવિનાશ : હું વર્ષો થી આ રહસ્યમઈ ગુફા મા આવું છું ...મે અનેકો શક્તિશાળી જાદુઇ મંત્ર નો અભ્યાસ કર્યો છે .... પરંતુ આ પુસ્તક કઈક અલગ જ છે ..... અવશ્ય જ આ પુસ્તક મા કોઈ એક એવું રહસ્ય છે જે નીલાંજના આપણાં થી છુપાવી રહયા છે.

નંદની : તું શું કહી રહ્યો છે ? નીલાંજના જી શું લેવા આપણાં થી કઈ છુપાવશે ...ભૂલીશ નહીં ....એમના લીધે જ આજે આપણે પૃથ્વી સુધી પહોચી શકયા છીએ ...

અવિનાશ : હું એ વાત નો ઇનકાર નથી કરતો.બસ થોડોક સમય મને આપ.

નંદની : ઠીક છે ...શીઘ્ર કર.

અવિનાશ એ ઉતાવળે ...પુસ્તક ના ધાગા ખોલ્યા....

અને અને પુસ્તક ના પાનાં ઊલટવા લાગ્યો ....લખાણ અને પુસ્તક ની દશા પર થી પુસ્તક ખૂબ પ્રાચીન લાગી રહ્યું હતું.

થોડીક વાર પુસ્તક નું મંથન કર્યા બાદ ...અવિનાશ ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ.

નંદની : શું થયું અવિનાશ ? તું આમ અવાક કેમ થઈ ગયો ? શું છે આ પુસ્તક મા ?

અવિનાશ : નંદની .....આ પુસ્તક માયા નું છે ....

માયા જેને માયાપૂર ની રચના કરી હતી ...દુનિયા ની સૌથી શક્તિશાળી witch ....એનું પોતે લખેલું આ પુસ્તક છે ....દુનિયા ના સૌથી શક્તિશાળી મંત્ર નું પુસ્તક ...

ક્રમશ: ........

નમસ્કાર વાચક મિત્રો આપણાં પ્રતીભાવ અને comments વાંચી ને ખૂબ જ આનંદ થયો,આ ભાગ મા પણ આપણાં અમૂલ્ય પ્રતીભાવ આપશો.

આભાર.