પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-43 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-43

આપણે આગળ ના ભાગ માં જોયું કે આખો પરિવાર વેર વિખેર થઈ ચૂક્યો છે ,નંદિની પૃથ્વી ના વિરહ માં પોતાના કક્ષ માં થી બહાર નીકળતી નથી ,વિશ્વા પોતાનું પહાડ સમાન દૂ:ખ છુપાવની કોશિશ કરી ને પરિવાર ને સંભાળી રહી છે ,નંદની વિશ્વા ને એના દૂ:ખ નું કારણ માને છે ,અહી અંગદ પણ પોતાને જ સંપૂર્ણ ઘટના માટે જવાબદાર માને છે જેથી એ નઝરગઢ છોડીને ક્યાક ચાલ્યો ગયો છે,અવિનાશ વિશ્વા ને જણાવે છે કે માયાપૂર જઇ શકાય તો કોઈ ઉપાય મળી શકે છે,અંગદ અનંતદ્રષ્ટિ માં જંગલો માં ભ્રમણ કરી રહ્યો છે ,ત્યાં એ એક સ્ત્રી આર્દ્રા ના પ્રાણ બચાવે છે ,આર્દ્રા અંગદ ને એની સાથે સારંગપ્રદેશ લઈ જાય છે ,ત્યાં એ સૈનિકો દ્વારા અંગદ ને કેદ કરી લે છે.

ક્રમશ: ....

સૈનિકો આર્દ્રા ના આદેશ પર ઘાયલ અંગદ ને ઉઠાવી ને બંદીગૃહ તરફ લઈ ગયા. અંગદ ના આંખો માં ફક્ત એક આશ્ચર્ય હતું,કે આર્દ્રા જેના એણે પ્રાણ બચાવ્યા એણે શા માટે એના સાથે આવો દુર્વ્યવહાર કર્યો ?

આર્દ્રા એ પેટી લઈ ને પોતાના ગૃહ તરફ ચાલી ગઈ.

સૈનિકો એ અંગદ ને કોઠરી માં નાખી દીધો..

થોડાક કલાક બાદ અંગદ ની કોઠરી માં એક વૃદ્ધ વૈધ આવ્યા અને અને અંગદ ના ઘા પર મલમ લગાવવા માંડ્યા.

એમના સ્પર્શ થી અંગદ ખસી ગયો.

વૈધ : મારા થી ભયભીત થવાની જરૂર નથી ...હું વૈધ છું અને તમારા ઉપચાર અર્થે આવ્યો છું.

અંગદ : મારા ઉપચાર ? પરંતુ ...

વૈધ : હા ...હું જાણું છું કે તમે અમારા કેદી છો.પરંતુ મને તમારો ઉપચાર કરવાની આજ્ઞા મળી છે.

અંગદ : કોની આજ્ઞા ?

વૈધ : અમારા પ્રમુખ ...આ સારંગ દેશ ના સરદાર ....એમનો આદેશ છે કે તમારો ઉપચાર થાય.જેથી તમને સહી સલામત રીતે મૃત્યુદંડ આપી શકાય.

અંગદ : શ....શું કહ્યું ? મૃત્યુદંડ ? પણ મે કઈ કર્યું નથી ...

વૈધ : બની શકે તમારા વચનો સત્ય હોય ,પણ એ પણ વાત સત્ય છે કે તમે એક werewolf છો.

અંગદ : તમને આ વાત કઈ રીતે જાણ થઈ ?....આર્દ્રા એ જણાવી ?એ જ દુષ્ટ હશે જેને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

વૈધ : આર્દ્રા સારંગદેશ ના મુખિયા ની પુત્રી છે,પરંતુ મારા આટલા વર્ષો નો અનુભવ કહે છે કે આખા સારંગ દેશ માં માત્ર એ જ એક નેક દિલ સ્ત્રી છે.

અંગદ : એ અને સાફ દિલ ની ? મે એના પ્રાણ બચાવ્યા અને એણે મને કાલ કોઠરી માં નાખી દીધો,અને રહી વાત મારા werewolf હોવાની ,તો હું પૂર્ણ wolf નથી ,અને wolf હોવાથી હું ગુનેગાર કઈ રીતે સાબિત થઈ શકું ?

“હું જાણું છું તમે પૂર્ણ wolf નથી ,અને તમે ગુનેગાર પણ નથી ,પરંતુ સારંગદેશ માં એક wolf હોવું જ મૃત્યુદંડ ની સજા માટે પર્યાપ્ત છે”.કોઠરી ના બહાર થી અવાજ આવ્યો.

અંગદ એ ઊંચે જોયું ,મશાલ ના અજવાળા માં આર્દ્રા નો ચહેરો દેખાયો.

આર્દ્રા કોઠરી માં પ્રવેશી .અને વૈધ શ્રી ને વિદાય આપી.

અંગદ : તારી હિમ્મત ની સરાહના કરું છું ,આટલો મોટો દગો દીધા પછી પણ તું મારી સમક્ષ આવી રીતે ઊભી છે,હું ઈચ્છું તો ક્ષણભર માં તારી ગરદન ધડ થી અલગ કરી શકું છું.

આર્દ્રા : બેશક .... મને કોઈ સંદેહ નથી તમારી ક્ષમતા પર ,પરંતુ મને વિશ્વાસ છે તમારા પર ,કારણ કે એવું કરવા જો તમે ઇચ્છતા હોત તો અત્યાર સુધી કરી ચૂક્યા હોત.

અંગદ : તું કહેવા શું માંગે છે ? અને મારી સાથે આ દુર્વ્યવહાર નું કારણ પૂછી શકું ?

આર્દ્રા : હુ તમને બધુ જ વિસ્તાર થી સમજાવી શકું ,જો તમે મને અવસર આપો તો ....

અંગદ : એના સિવાય મારી પાસે બીજો કોઈ માર્ગ છે ખરો ?

આર્દ્રા : ઉચિત છે.હું તમારા બધા જ પ્રશ્નો ના ઉત્તર આપીશ ... પરંતુ તમારે મારી મદદ કરવી પડશે ,જેના અનુસંધાન માં હું તમને અહી લાવી છું .

અંગદ : મતલબ ?

આર્દ્રા : સારંગદેશ ..વર્ષો થી wolves નો વિરોધી રહ્યો છે.અને અહી ના કાયદા માં જે પણ werewolf સારંગદેશ માં પ્રવેશ કરશે એણે મોત મળશે.હું અહી ના મુખિયા ની પુત્રી છું એટ્લે મારે આ કાયદા નું માન જાળવવું જ રહ્યું.અહી વર્ષો થી werewolves ના હુમલા થતાં રહે છે.એનું કારણ છે સારંગદેશનો એક દિવ્ય અશ્વ.

અંગદ : અશ્વ ? એના માટે હુમલા ?

આર્દ્રા : હા ... એ કોઈ સાધારણ અશ્વ નથી ... કહેવાય છે કે એ અશ્વ ની આયુ લગભગ 1500 વર્ષ થી પણ વધારે છે ,જે અહી ના પ્રથમ રાજા નો અશ્વ છે અને આજ પણ એટલો જ યુવાન છે.

અંગદ : એ અશ્વ દિવ્ય છે ...પણ એની લાંબી આયુ જ છે જે એ બધા નું ધ્યાન ખેંચે છે અને એ પણ werewolf નું ?

આર્દ્રા : આપ ખૂબ બુધ્ધિમાન છો એ વાત હું સ્વીકારું છું ,તમારે જે જાણવું છે ઉત્તર પણ હું અવશ્ય આપીશ.

સારંગદેશ નો પ્રથમ રાજા એક werewolf હતો.જેનો આ અશ્વ છે.અમુક વર્ષો બાદ સારંગદેશ પર vampires નો હુમલો થયો ,જેમાં એ રાજા મૃત્યુ પામ્યા,પરંતુ મૃત્યુ ના સમયે એમને પોતાની શક્તિ ઑ પોતાના પ્રાણપ્રિય અશ્વ માં દાખલ કરી દીધી.જેથી એ અશ્વ દીર્ઘાયુ થઈ ગયો.ઘણા vampires એ અશ્વ હાંસલ કરવાની કોશિશ કરી પણ નાકામ રહ્યા.

એ અશ્વ નું રહસ્ય અહી સુધી સીમિત નથી.

અંગદ : મતલબ હજુ પણ કઈ છે ...જે આ અશ્વ વિષે ખાસ છે.

આર્દ્રા : હા ... આ અશ્વ કોઈ એક રહસ્યમઈ માર્ગ જાણે છે.એ માર્ગ એક ચોક્કસ સ્થળ પાસે લઈ જાય છે.

અંગદ : કયું સ્થળ ?

આર્દ્રા : અનંતદ્રષ્ટિ ના જંગલો માં આવેલું એક રહસ્યિમયી અશ્વત્થ નું વૃક્ષ.

અંગદ : હવે આ વૃક્ષ નું શું રહસ્ય છે ?

આર્દ્રા : તમે જ્યારે મારો પ્રાણ બચાવ્યો ,ત્યારે હું એક પેટી ની રક્ષા કરી રહી હતી.

અંગદ : હા મને ખ્યાલ છે ,અને એ વ્યક્તિ પણ પેટી ની જ અપેક્ષા એ આવ્યો હતો.

આર્દ્રા : હા ... એ પેટી માં જ આ વૃક્ષ વિષે અને આ અશ્વ વિષે જાણકારી છે ,જે મારા પિતા ની છે ,અને પરંપરાગત રીતે અમારી પાસે છે.

એમાં રહેલા લેખો મુજબ એ અશ્વત્થ નું વૃક્ષ અખૂટ ધન સંપત્તિ નો ભંડાર અને અનેક કીમતી વસ્તુ થી ભરેલી એક જગ્યા નો દ્વાર ખોલે છે ,એના માં અનેક રહસ્યમયી ચીજો છુપાયેલી છે.

અંગદ : તમારી વાર્તા અદ્ભુત છે ... પરંતુ મને આમાં જરા પણ વિશ્વાસ નથી ,અને કદાચ સાચી પણ હોય તો એમાં હું તમારી શું મદદ કરી શકું ?

આર્દ્રા : સમસ્યા એ છે ... કે એ અશ્વ ની સવારી ફક્ત એક werewolf જ કરી શકે છે.એના સિવાય જે પણ એના પર ચડવાની કોશિશ કરે છે એ ભસ્મ થઈ જાય છે.એટ્લે એક werewolf જ મને એ અશ્વત્થ ના વૃક્ષ સુધી લઈ જય શકે છે.

અંગદ : તો તમે લોકો એ werewolf પર પ્રવેશ બંધી કેમ લગાવી ?

આર્દ્રા : અમારા દરેક રાજા ઇચ્છતા હતા કે ... એમાં જે પણ ધન છુપાયેલું છે એના પર ફક્ત સારંગદેશ નો અધિકાર છે ,અને werewolf સમજે છે ... કે આ ધન પર ફક્ત એમનો અધિકાર છે.

જેથી werewolf એ વર્ષો થી અમારા દેશ પર આક્રમણ કરી ને તબાહ કરી ચૂક્યા છે ,અમારા પૂર્વ રાજા એ એક wolf સાથે સંધિ કરી પણ હતી ,પરંતુ એણે દગા થી એમની હત્યા કરી દીધી.

જેથી અમારા વંશ એ નિર્ણય લીધો કે હવે એ ધન ની જરૂર નથી ,અને કોઈ પણ werewolf ને સીમા માં પ્રવેશ કરવા દેવો નહીં.

અંગદ : જો werewolf ઈચ્છે તો તમારી ઈચ્છા વિરુધ્ધ પણ એ અશ્વ લઈ ને એ વૃક્ષ સુધી પહોચી શકે છે .તો ...

આર્દ્રા : એ ત્યાં પહોચી પણ જાય તો પણ કઈ ફાયદો નથી.

અંગદ : કેમ ?

આર્દ્રા : એ વૃક્ષ નો દ્વાર સારંગદેશ ના રાજવંશી ના રક્ત અને એક વિશિષ્ટ મંત્ર થી જ ખૂલે છે.

અંગદ : તમે આ રહસ્ય મને શું લેવા જણાવો છો ? મારા પર વિશ્વાસ કેમ ?

આર્દ્રા : વ્યક્તિ ની પરખ છે મને ... તમને ધન નો કોઈ લોભ નથી કે નથી સત્તા નો મોહ ,અને તમે દગાખોર પણ નથી.તમે મન થી નિર્દોષ અને સંપૂર્ણ રીતે પરિવાર ને સમર્પિત છો.

અંગદ : ક્ષમા કરશો પણ .... મારે પ્રથમ મારૂ કાર્ય કરવું છે ,પછી સમય મળતા તમારી મદદ અવશ્ય કરીશ.

આર્દ્રા : મને આ ઉત્તર ની આશા હતી જ ....યાદ રહે હજુ પણ તમે કેદ માં જ છો અને આવતીકાલ સવારે તમને મૃત્યુદંડ મળી જશે ,અહી થી નીકળવાનો એક જ માર્ગ છે ,કે તમે મારી મદદ કરો .... અને વિશ્વાસ રાખો મારી મદદ માં જ તમારી મદદ છુપાયેલી છે.

અંગદ : મતલબ ?

આર્દ્રા : મને વૃક્ષ માં રહેલા ધન નો કોઈ મોહ નથી ... હું ફક્ત સારંગદેશ ને સુરક્ષિત રાખવા માંગુ છું..... હું સારંગદેશ ને પણ માયાપૂર ની જેમ આ દુનિયા થી અદ્રશ્ય કરવા માંગુ છું જેથી એ સદૈવ આક્રમણ થી બચેલું રહે. બની શકે એ વૃક્ષ તમને પૃથ્વી સુધી પહોચવા નો માર્ગ બતાવી દે.

અંગદ સફાળો બેઠો થઈ ગયો .

અંગદ : શું એ શક્ય છે ?

આર્દ્રા : મે કહ્યું ને ... એ વૃક્ષ માં અનેકો રહસ્યો છુપાયેલ છે.

અંગદ : પરંતુ ... આપ મને છોડાવીને તમારા દેશ ના કાયદા નું ભંગ કરી રહ્યા છો .

આર્દ્રા : હા... અને આ જ કારણોસર હું મારા પિતા ની વિરુધ્ધ જઇ રહી છું એટ્લે તેઓ મારા પ્રાણ ના દુશ્મન થઈ જશે.પરંતુ સારંગદેશ ની ભલાઈ માટે મારે આ કદમ તો ઉઠાવવું જ પડશે ... અને હું એ પણ ઈચ્છું છું કે આપણે આપનો પરિવાર ફરી થી મળી જાય.

અંગદ : એમ પણ તો બની શકે કે ... એ વૃક્ષ ફક્ત એક કહાની થી વધારે કઈ ન હોય.

આર્દ્રા : મને આ કહાની પર વિશ્વાસ છે ,અને તમે નિશ્ચિંત રહો .હું સારંગદેશ ની પુત્રી આર્દ્રા તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી નહીં પહોચો ત્યાં સુધી હું તમારો સાથ આપીશ.

અંગદ : ઠીક છે .... આર્દ્રા ...હું પણ તમને વચન આપું છું ...જો તમારા કહેલાં કથનો માં જરા પણ સત્ય હશે તો હું સારંગદેશ ને સુરક્ષિત કરવામાં તમારી મદદ કરીશ.

આર્દ્રા : ઠીક છે ... અહી થી આપણે સીધા અમારા હવેલી ના ભોયરા માં પ્રવેશ કરીશું.

અંગદ : હવેલી માં શું છે ?

આર્દ્રા : ત્યાં જ એ દિવ્ય અશ્વ ...હજારો સૈનિકો ની વચ્ચે રક્ષયેલો છે.

અંગદ : તો આપણે એ અશ્વ ને મુક્ત કઈ રીતે કરીશું ?

આર્દ્રા : એ તો હું પણ નથી જાણતી .પરંતુ કઈક તો કરી જ લઈશું .

અંગદ : ઠીક છે .

આર્દ્રા અને અંગદ એ કોઠરી માથી બહાર નીકળ્યા.

અંગદ એ પોતાનો ચહેરો ઢાંકી દીધો.આર્દ્રા ના આદેશ થી કોઠરી ના રક્ષકો બહાર ઊભા હતા,જેથી તેઓ ચુપકે થી નીકળી ગયા.

અંગદ અને આર્દ્ર એ જોયું કે ભોયરા માં અશ્વ ની રક્ષા કરવા અનેક સૈનિકો ત્યાં ઉપસ્થિત હતા.અંગદ ની નજર એ અશ્વ પર પડી ,એ અશ્વ સાચે જ અત્યંત દિવ્ય અને તેજસ્વી હતો.

આ રક્ષા કવચ ભેદવું અશક્ય હતું.

આર્દ્રા એ પોતાના એક વિશ્વાસુ સૈનિક ને અંગદ ના વસ્ત્રો પહેરી ને રાજય ની બહાર ભાગવાનો આદેશ કર્યો.

એ સૈનિક ને ભાગતો જોઈ આર્દ્રા એ અવાજ નાખ્યો ...

“સૈનિકો બંદી ભાગી રહ્યો છે ...પકડો એણે ....”

આર્દ્રા ના આદેશ થી ભોયરા ના અમુક સૈનિકો એ બાજુ ભાગ્યા.

અને અમુક જે વધ્યા હતા એના અંગદ એ બેહોશ કરી દીધા.

અને બંને એ અશ્વ પાસે પહોચ્યા.

અંગદ એ અશ્વ ની લગામ હાથ માં લીધી .....

અંગદ : તને લાગે છે ....આ અશ્વ ની સવારી હું કરી શકીશ ?

આર્દ્રા એ અંગદ ના હાથ પર હાથ મૂક્યો.

આર્દ્રા : મને સંપૂર્ણ વિશ્વાસ છે.

અંગદ એ આંખો બંધ કરી અને એક જ છલાંગ માં અશ્વ પર ચડી ગયો ..... થોડી વાર માટે આર્દ્રા ના અને અંગદ બંને ના શ્વાસ રોકાઈ ગયા ....

પરંતુ... અશ્વ હિન હિનાવા લાગ્યો.

સારંગદેશ નું વાતાવરણ જાણે પલટાઈ ગયું અને અચાનક વીજળી ના કડાકા અને વાવાઝોડું ફૂંકવા લાગ્યું.આર્દ્રા ની ખુશી પાર ના રહ્યો ...

પરંતુ આર્દ્રા ના પિતા અને ત્યાંના મુખિયા ત્યાં આવી પહોચ્યા ...એમને અંગદ ને અશ્વ પર સવાર જોયો અને આર્દ્રા ને એની પાસે ઊભેલી જોઈ ,એ સમજી ગયા અને એમને આર્દ્રા પર ક્રોધ આવ્યો.

મુખિયા : દુષ્ટ .... મારી પુત્રી થઈ ને તે આ જાનવર નો સાથ આપ્યો .... અને આપના સારંગ ની શાન આ અશ્વ પર સવાર થવા દીધો ?

આર્દ્રા : પિતાજી ...મારી વાત ...

મુખિયા : મારે કોઈ વાત સાંભળવી નથી... તું મારા માટે મારી ચુકી છે વિશ્વાસઘાતી .... આવતીકાલ ની સવાર તમારા બંને ની અંતિમ સવાર હશે .

સૈનિકો.....બંદી બનાવી લો એમને ...

અંગદ એ આર્દ્રા તરફ હાથ લંબાવ્યો .... આર્દ્રા એ ક્ષણભર પણ વિચાર કર્યા વગર અંગદ નો હાથ પકડી ને એની પાછળ બેસી ગઈ .... એ સૈનિકો એમના સુધી પહોચે એ પેલા જ...એ અશ્વ એ ગર્જના કરી અને એક વિશાળ છલાંગ ભરી ને બધા સૈનિકો ને કૂદાવી દીધા,અને બીજી છલાંગ માં મુખિયા અને હવેલી કૂદી ને અશ્વ મુખ્ય માર્ગ પર આવી ગયો.

મુખિયા ....અશ્વ ની છલાંગ જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા ....

મુખિયા એ બધા સૈનિકો ને એમનો પીછો કરવા કહ્યું અને સેના પતિ ને એમને દેખાય ત્યાં ત્વરિત મૃત્યુ ની સજા આપવા કહ્યું.

અંગદ એ અશ્વ ની લગામ ખેંચી ..... અને દિવ્ય અશ્વ....જાણે પ્રકાશ ની ગતિ એ ભાગતો હોય એમ ક્ષણો માં જંગલ માં અદ્રશ્ય થઈ ગયો.

સારંગ ના સૈનિકો એ ઘણે દૂર સુધી એમનો પીછો કર્યો પણ સફળ રહ્યા નહીં .....થોડેક દૂર સુધી ગયા બાદ અંગદ એ અશ્વ રોક્યો.

અંગદ : લાગે છે ...હવે સૈનિકો પાછળ નથી .

આર્દ્રા : હા....મને પણ લાગે છે.

અંગદ : હવે આપણે અશ્વત્થ વૃક્ષ તરફ પ્રયાણ કરવું જોઈએ.

એટલામાં ચરબાજુ થી અશ્વ ના આવવાના સ્વર સંભળાવા લાગ્યા .

અંગદ : આટલા બધા સ્વર ?

આર્દ્રા : આ શુભ સંકેત નથી ...આપણે ત્વરિત નીકળવું જોઈએ .

એટલું બોલતા જ એક તીર આવી ને આર્દ્રા ને ખભા પર વાગ્યું અને એ અશ્વ પર થી નીચે પડી ગઈ.

અંગદ તરત નીચે ઉતર્યો અને આર્દ્રા ને ઊભી કરી ત્યાં તો ચારે બાજુ ચાર અશ્વ સવારો એ આવી ને એમને ઘેરી લીધા .

અંગદ : શું આ સારંગ ની સેના છે ?

આર્દ્રા : ના ... આ એ werewolf ના સાથિયો છે ...જે આ અશ્વ માટે વર્ષો થી રાહ જોઈ રહ્યો છે....

ઘોડેસવાર : આખરે ...આ અશ્વ ...સારંગ ની સીમા માથી બહાર આવી ગયો ....ચાલો.... આ બંને ને ખત્મ કરો અને આ અશ્વ ને કબ્ઝે કરો.

અંગદ એ ઘોડે સવાર ની પાછળ ની બાજુ એ જંગલ માં જોયું.અને બોલ્યો.

અંગદ : એક ક્ષણ .....હું પણ એક werewolf છું .... તમે આ અશ્વ નહીં લઈ જઇ શકો.

ઘોડેસવાર : તો તું એક wolf છે ? ઠીક છે તો રૂપાંતર થઈ બતાવ .અન્યથા અમારો માર્ગ છોડ અને તારા અને આ સ્ત્રી ના પ્રાણ પ્રિય હોય તો અહી થી નીકળી જા.

અંગદ : જ્યાં સુધી મારા માં અંતિમ શ્વાસ છે .ત્યાં સુધી હું આ અશ્વ ને તમારા સુધી નહીં પહોચવા દઉં.

ઘોડેસવાર હસવા લાગ્યા ....

ઘોડેસવાર : તું ....અમને બધા ને મારીશ ?

અંગદ : હા ....દ્ર્ષ્ટાંત જોવું છે ?

અંગદ એક ઘોડેસવાર બાજુ હાથ કર્યો અને એનું શીશ ઘોડા પર થી નીચે પડી ગયું ,અને થોડીક વાર માં ધડ પણ.

આ જોઈ ને બધા ઘોડેસવાર ચકિત થઈ ગયા ....આર્દ્રા પણ ચકિત થઈ ગઈ.

અંગદ એ બીજા ઘોડેસવાર બાજુ ઈશારો કર્યો અને બીજા અને ત્રીજા સાથે પણ એવું જ થયું.ચોથો ઘોડેસવાર પ્રાણ બચાવી ને ભાગી ગયો.

અંગદ એ આર્દ્રા ને ઊભી કરી ?

આર્દ્રા : આ કઈ શક્તિ છે ?

અંગદ : તારે શક્તિ ને જોવી છે ?

આર્દ્રા : હા...

અંગદ એ જંગલ તરફ જોઈ ને કીધું

અંગદ : હવે તમે બહાર આવી શકો છો.

આર્દ્રા વિચાર માં પડી ગઈ કે અહી શેની વાત ચાલી રહી છે

સામે થી વિશ્વા અને અવિનાશ અંગદ તરફ આવ્યા ....

અંગદ અવિનાશ અને વિશ્વા ને ભેટી પડ્યો.

આર્દ્રા : આ લોકો કોણ છે ?

અંગદ : આ એ જ લોકો છે જેમને હાલ આપણાં પ્રાણ બચાવ્યા.આ મારો પરિવાર છે.

વિશ્વા એ આર્દ્રા ના ખભા પર થી તીર કાઢ્યું અને એના ઘા પર પોતાનું રક્ત લગાવ્યું જેથી એનો ઘા તુરંત ભરાઈ ગયો .

આર્દ્રા : તમે વિશ્વા છો .....એક vampire

વિશ્વા : લાગે છે ...અંગદ એ બધી જાણકારી આપી છે તને .

આર્દ્રા : પરંતુ તમે તો કહ્યું હતું કે તમે વર્ષો થી બહાર છો ....અને એ તમારી સુધી પહોચી શકે એમ નથી.

અંગદ : હા... પરંતુ જ્યાં સુધી મારી મરજી હોય ત્યાં સુધી ... નઝરગઢ છોડ્યા બાદ મે મારા પર એક કવચ મંત્ર નો ઉપયોગ કર્યો હતો જેથી કોઈ મને શોધી ના શકે.પરંતુ સારંગદેશ માં પ્રવેશ કરતી વખતે તારી વાતો પર થી મને સંદેહ લાગ્યો જેથી .. મે મારા પર થી કવચ મંત્ર હટાવી દીધું.

અવિનાશ : અને સદભાગ્યે એ જ વખતે ....અમે એણે શોધવા માટે મંત્ર નો પ્રયોગ કર્યો ....ત્યારે અમને જાણ થઈ કે અંગદ અનંતદ્રષ્ટિ ના જંગલ માં છે ....જેથી અમે સમય વ્યર્થ કર્યા વગર અહી આવી પહોચ્યા.

અંગદ એ આર્દ્રા નો પરિચય આપ્યો અને અશ્વ વિષે જાણકારી .

વિશ્વા : જો આર્દ્રા સત્ય કહી રહી છે તો ....સંભવ છે ....

અવિનાશ : સંભવ છે કે આપણે ફરિ થી માયાપુર ના દ્વાર ખોલી શકીશું .

અંગદ : માયાપૂર ના દ્વાર ? મતલબ ?

અવિનાશ : હું એ જ જણાવવા તો તને શોધી રહ્યો હતો .કે જો માયાપૂર ના દ્વાર પુનઃ ખૂલી શકે તો સંભવ છે ત્યાંથી પૃથ્વી ને શોધવા માટે ની કોઈ કડી મળી જાય.

આર્દ્રા : અને માયાપૂર ના દ્વાર ખોલવામાં હું તમને મદદ કરીશ.

ક્રમશ :......

નમસ્કાર વાચક મિત્રો ,આશા છે આપને પૃથ્વી season 3 પસંદ આવી રહી હશે ,ભાગ પ્રકાશિત થવામાં થઈ રહેલા વિલંબ માટે દિલગીર છું ,પ્રયત્ન કરીશ કે આવનાર ભાગ સમયસર આપ સૌ સુધી પહોચી રહે .season 3 ના પ્રથમ ભાગ માં આપના પ્રતીભાવ વાંચી ને અત્યંત આનંદ થયો.આવનાર ભાગ માટે આપ મિત્રોના સૂચનો આવકાર્ય છે. અને આ ભાગ માં પણ આપનો અમૂલ્ય પ્રતીભાવ અવશ્ય આપશો.

આભાર.