પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 41 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 41

આપણે આગળ ના ભાગ માં જોયું કે મારુત સમજી જાય છે કે પૃથ્વી અને અંગદ માયાપૂર માં છુપાયેલા છે , ચારેય ભાઈ એક સૈનિક દ્વારા એ witch ની શોધ માં નીકળે છે ,અહી અંગદ જે ખૂબ જ ઘાયલ છે એની માયપુર માં સારવાર ચાલી રહી છે ,પૃથ્વી અંગદ ની દયનીય હાલત જોઈ ને ચારેય ભાઈઓ સર્વનાશ કરવાની કસમ ખાય છે, મંત્રણા કરતાં મનસા ચારેય ભાઈઓ નું રહસ્ય જાણી જાય છે અને આખા પરિવાર ને સમજાવે છે કે ચાર ભાઈ હકીકત માં સંસાર ના નિર્માણાધીન ચાર તત્વ છે ....

ક્રમશ :

પૃથ્વી : જો તે કહ્યું એ સત્ય છે મનસા ... તો એમને હરાવવા અત્યંત મુશ્કેલ છે ....

અવિનાશ : હા ... આપણે જેટલી વાર એમનો વિનાશ કરીશું .. એ પુનઃ જીવિત થઈ જશે ..

નંદિની : જો એવું જ થતું રહ્યું તો ...

સ્વરલેખા : તમારી બધા ની વાત ઉચિત છે .... એ લોકો વિદ્યુત ના પુત્ર છે .... એટ્લે શક્તિશાળી તો છે ..પરંતુ ,યાદ કરો જેમ વિદ્યુત ની એક કમજોરી હતી એવી જ રીતે આ ભાઈઓ ની પણ કમજોરી અવશ્ય હશે.

પૃથ્વી : પરંતુ શું ?

બધા વિચારવા લાગ્યા ....

મનસા : આ ભાઈઓ એક એક તત્વ ની શક્તિ ધરાવે છે ...

અને જ્યાં સુધી હું જાણું છું ... દરેક તત્વ નો એક વિરોધી તત્વ હોય જ છે ....

સ્વરલેખા : અને એ જ વિરોધી તત્વ એ લોકો ની કમજોરી હોય શકે ...

અરુણ રૂપા : આકાશ સૌ પ્રથમ ઉદ્ભવેલું તત્વ છે ત્યારબાદ ઉત્તરોત્તર વાયુ ,અગ્નિ ,જળ , અને પૃથ્વી .

દરેક તત્વ એના આગળ ના તત્વ કરતાં વધુ શક્તિશાળી છે ...આકાશ કરતાં વાયુ ,વાયુ કરતાં અગ્નિ ,અગ્નિ કરતાં જળ અને જળ કરતાં પૃથ્વી ...

નંદની : મતલબ કે પૃથ્વી સૌથી શક્તિશાળી છે ....

પૃથ્વી : મારૂ ફક્ત નામ પૃથ્વી છે ,એનો મતલબ એમ નથી કે મારા માં એ તત્વ ની શક્તિ સમાહિત છે.

સ્વરલેખા : પૃથ્વી ઉચિત કહી રહ્યો છે .... આ ભાઈઓ ને હરાવવા માટે હકીકત માં એની ખોજ કરવી પડશે કે જેના પાસે પૃથ્વી તત્વ ની શક્તિ હોય.

વિશ્વા : પરંતુ એની જાણ કઈ રીતે થશે ?

અરુણ રૂપા : વિદ્યુત એ અવશ્ય કોઈ અત્યંત શક્તિશાળી મંત્ર નો પ્રયોગ કર્યો હશે આ ભાઈ ઓ માટે ....

સ્વરલેખા : જો વિદ્યુત એ મંત્ર નો ઉપયોગ કર્યો હશે તો અવશ્ય માયપુર માં થી એના વિષે કોઈ જાણતું હશે .

અરુણરૂપા : આપણાં રાજય માં એક ગુપ્ત વિભાગ છે , એમાં પ્રતિબંધિત મંત્ર નો ભંડાર છે , જેને આપણાં પૂર્વજો એ મનુષ્ય ના હિત અને વિનાશ ને રોકવા હેતુ થી પ્રતિબંધિત કરી દીધા હતા ....અવિનાશ આના વિષે જાણતો જ હશે ... આખરે માયાપૂર ના રસ્તા બંધ કરવા માટે અંગદ ને મંત્ર એને જ આપેલો છે.

અવિનાશ : હા.... હું જાણું છું ... એ ખંડ સામાન્ય નાગરિક માટે પ્રતિબંધિત છે .. પરંતુ મે ઘણી વાર એ જગ્યા ની મુલાકાત લીધેલી છે .

સ્વરલેખા : મને લાગતું જ હતું કે ... આ અવિનાશ ... નવા મંત્ર નો ઉપયોગ કઇ રીતે કરી શકે છે.

પૃથ્વી : અવિનાશ ... એનો મતલબ કે આ તત્વ ના વિભાજન નો મંત્ર એમાં અવશ્ય હશે.

અવિનાશ : હા હોય શકે ....

સ્વરલેખા : આપણે એક વાર એ જગ્યા ની મુલાકાત લેવી જોઈએ.

અવિનાશ : ઠીક છે હું તમને એ જગ્યા એ લઈ જાવ છું.

અવિનાશ બધા ને એ બાજૂ લઈ ગયો જ્યાં....માયાપૂર નો પ્રતિબંધિત વિસ્તાર હતો .... જમીન ના પેટાળ માં એક ગુફા માં રસ્તો હતો ....

અવિનાશ ધીમો પડી ગયો ,અરુણરૂપા અને સ્વરલેખા આગળ વધ્યા .... પરંતુ ગુફા ની એક અદ્રશ્ય દીવાલ સાથે ભટકાઈ ગયા.

સ્વરલેખા નીચે ફ્સડાઈ પડ્યા ...

અવિનાશ મંદ હસ્યો .

વિશ્વા : આ શું મજાક છે અવિનાશ ... ?

અવિનાશ : ક્ષમા ચાહું છું ...પણ બહેનાં તને શું લાગે છે ... આટલા વર્ષો થી આ ગુપ્ત જગ્યા આમ જ ખૂલી હશે કે કોઈ પણ પ્રવેશ કરી જાય ?

સ્વરલેખા : તો ? અંદર પ્રવેશ કઈ રીતે કરીશું ?

અવિનાશ અદ્રશ્ય દીવાલ ની નજીક ગયો .... બંને હાથ થી દીવાલ ને સ્પર્શ કર્યો અને આંખો બંધ કરીને મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું ....

થોડીક જ ક્ષણો માં ....કાચ તૂટવાની જેમ આખી અદ્રશ્ય દીવાલ તૂટી પડી ....

અવિનાશ : ઝડપ થી અંદર આવી જાઓ બધા ... એના પહેલા કે આ દીવાલ ફરી થી ઊભી થઈ જાય..

બધા અંદર આવી ગયા...

એ દીવાલ ફરીથી ઊભી થઈ ગઈ ..અંદર નો નજારો જોઈ ને બધા ચકિત થઈ ગયા ....

ચારેય બાજુ વિશિષ્ટ જાદુ ના સાધનો .... અલગ અલગ અપૂર્ણ પ્રયોગો અને પ્રાચીન કિતાબો થી ભરેલી અત્યંત સુંદર જગ્યા ....જ્યાં ....પુસ્તકો .. ઝરણા ની જેમ વહી રહયા હતા.

અરુણરૂપા : હું અહી આટલા વર્ષો થી માયપુર માં રહું છું પરંતુ ..અહી આવું પણ સ્થાન હશે એની મે કલ્પના પણ નહોતી કરી.

સ્વરલેખા : અવિનાશ ...આવી વિચિત્ર જગ્યા નું રહસ્ય તે કઈ રીતે સુલઝાવ્યું ?

અવિનાશ : ખૂબ જ લાંબી કહાની છે .... બહેનાં ... ક્યારેક સમય મળતા બતાવીશ .

વીરસિંઘ : પરંતુ ..અહી તો સેંકડો પુસ્તકો છે ...આપણે જે જોઈએ છે ...એ ક્યાં હશે આમાં ...

અવિનાશ : અહી તમને ... રસ્તા માં જે પણ પુસ્તકો દેખાય છે ... એતો બચકાના જાદુ ની છે ... નાના મોટા જાદુ ...જે સ્વરલેખા કરે છે ....

સૌથી મોટો ખજાનો તો હું તમને બતાવું છું ....

સ્વરલેખા એ આંખો મોટી કરી ને અવિનાશ સામે જોયું ...

અવિનાશ બધા ને સૌથી અલગ જગ્યા એ લઈ ગયો ...ત્યાં એક નાનકડો કૂવો હતો ....

અવિનાશ : જે છે એ અહી જ છે ....

વિશ્વા :અહી ? ..... આતો પાણી થી ભરેલો એક કૂવો છે ...

અવિનાશ : મારી સાથે આવો ...

અવિનાશ એ કૂવા માં કૂદી ગયો .... અને અંદર સુધી ઉતરી ગયો ....

પાણી માં કઈ જ દેખાતું નહતું ..

વિશ્વા એ અવાજ લગાવ્યો ... પણ સામે થી જવાબ ના આવતા એ પણ કૂદી ગઈ .... એની પાછળ બધા એક એક કરી ને કૂદી ગયા.

અંદર પડતાં જ જોયું તો .... પાણી ના ભાગ ની નીચે એક અલગ જ જગ્યા હતી,એ કૂવો તો એક જાદુઇ દ્વાર હતો અંદર એક બીજી નાની ગુફા હતી ... પથ્થરો ની ગુફાઓ વચ્ચે પાણી ટપકતું હતું... એ ગુફા માં એક મોટી તિજોરી હતી ...

અવિનાશ : જે પણ સૌથી શક્તિશાળી જાદુ છે ... એની પુસ્તકો ..અહી જ છે ...આ આખા દુનિયા ની સૌથી શક્તિશાળી જાદુ ની કિતાબો છે ... એના રક્ષણ માટે આપણાં પૂર્વજો એ એમને આવી રીતે સાચવીને રાખેલી છે ... આપણે જે મંત્ર ની તલાશ કરી રહ્યા છે છીએ એ અહી જ છે ... અહી થી આપણે કોઈ પણ પુસ્તક લઈ જઇ નહીં શકીએ, એ જાદુ થી બાંધેલા છે ... એને અહી જ વાંચવા પડશે ...

બધા એક એક કરી ને પુસ્તકો ઉઠાવો અને એમાં બારીકાઈ પરતું ઝડપ થી શોધો ...

પૃથ્વી ,નંદિની ,મનસા ,વીરસિંઘ ,અરુણરૂપા ,સ્વરલેખા ,વિશ્વા , અવિનાશ બધા જ કામે લાગી ગયા ...

અવિનાશ એ આ પુસ્તકો માં થી અમુક વાંચેલા હતા એટ્લે .... એ ઝડપ થી પુસ્તકો ઊથલાવા લાગ્યો .....

થોડીક વાર શોધ્યા બાદ ....અરુણરૂપા ને એક પુસ્તક મળ્યું ....

અરુણરૂપા :મને લાગે છે .... આ જ મંત્ર છે ... જેનો પ્રયોગ વિદ્યુત એ કર્યો હશે

બધા એ પોતા ના પુસ્તક મૂકી દીધા ..

અવિનાશ : કયો મંત્ર છે ?

અરુણરૂપા : વિભાજન મંત્ર ....

સ્વરલેખા : એમાં શું છે ?

અરુણરૂપા : આ મંત્ર પ્રમાણે ... આ સંસાર માં વિદ્યમાન પાંચ તત્વ ને કોઈ પાંચ વ્યક્તિ ના શરીર માં સમાહિત કરી શકાય છે .. પરંતુ એના બદલામાં ... પાંચ જીવો ની આહુતિ આપવી પડે છે ...

પૃથ્વી : વિદ્યુત એ અવશ્ય આપી જ હશે ...એ એમાં ચૂકે એમ નથી.

અરુણરૂપા : આ ખૂબ જ શક્તિશાળી મંત્ર છે ... એની શક્તિ જીવિત સિવાય નિર્જીવ પદાર્થ માં પણ સામેલ કરી શકાય છે .

પરંતુ .....

પૃથ્વી : પરંતુ શું ?

અરુણરૂપા : આ મંત્ર ને તોડવાની કોશિશ કરવાથી વિનાશ કારી પરિણામ આવી શકે છે ...

વિશ્વા : મતલબ ?

અરુણ રૂપા : મતલબ કે ... જે લોકો આ શક્તિ ધારણ કરે છે એ લોકો નો અંત થતાં ...આ શક્તિ વિચલિત થઈ જશે ... અને મહાવિનાશ થશે.

અવિનાશ : પરિણામ જોયું જશે ... પરંતુ આ મંત્ર તોડવાનો ઉપાય... ?

અરુણરૂપા : આ પાંચ વિભાજન માં અંતિમ તત્વ સૌથી શક્તિશાળી અને બાકીના તત્વ નો નાશ કરવા સમર્થ હશે.

પણ એ ચારેય ના નાશ સાથે પાંચમા તત્વ નો નાશ પણ નિશ્ચિત છે .

સ્વરલેખા : પરંતુ એ પાંચમું તત્વ છે ક્યાં ?

અરુણરૂપા : આ પુસ્તક પ્રમાણે ....વિભાજન પાંચમા જ થઈ શકે ... એટ્લે પાંચમું તત્વ છે તો અવશ્ય ....

વિશ્વા : એ પાંચમું તત્વ અંગદ તો નથી ને ?

નંદિની : મને નથી લાગતું ... નહીં તો એ ચારેય ભાઈ ઓ સામે દુર્બળ ના રહે ...અને વિદ્યુત એને જરા પણ પ્રેમ કરતો નહોતો ... એટ્લે એ આટલું શક્તિશાળી તત્વ અંગદ ને તો ના જ આપે.

મનસા : નંદિની બિલકુલ સત્ય કહી રહી છે ... એ પાંચમું તત્વ જ આ ચાર ભાઈ ની કમજોરી છે ....

બની શકે ... વિદ્યુત એ એને કોઈ નિર્જીવ પદાર્થ માં સાચવીને ક્યાક સંતાડી દીધું હોય.જેથી ... આ ચાર ભાઈ સદાય માટે અમર થઈ જાય.

અરુણરૂપા : મનસા સત્ય કહે છે ... નક્કી એ તત્વ કોઈ નિર્જીવ વસ્તુ માં છે ...

અવિનાશ : પરંતુ .. ફરીથી એ જ પ્રશ્ન .... કે એ નિર્જીવ વસ્તુ ક્યાં છે ? અને એ નિર્જીવ વસ્તુ હાથ લાગી પણ ગઈ તો એનો ઉપયોગ કઈ રીતે કરીશું ?

અરુણરૂપા : તારા બીજા સવાલ નો ઉત્તર છે મારી પાસે ... આ જ મંત્ર નું ફરીથી ઉચ્ચારણ કરતાં એને ધારણ કરેલ વ્યક્તિ માં એ નિર્જીવ ની શક્તિ સમાહિત થઈ જશે.

અવિનાશ : ઠીક છે ... પરંતુ મુખ્ય પ્રશ્ન ?

પૃથ્વી : એક વાર ખબર પડી જાય એ ક્યાં છે ?

નંદિની : હુ જાણું છું ક્યાં છે

સ્વરલેખા : ક્યાં ?

નંદિની : પહેલા આપણે અહી થી બહાર નીકળવું પડશે .

સ્વરલેખા એ પુસ્તક માથી જરૂરી મંત્ર લખી લીધા ના અને પુસ્તક રાખી દીધું.

બધા જો લોકો એ ગુપ્ત ગુફા માં થી બહાર માયાપૂર માં પાછા આવી ગયા.

પૃથ્વી : બોલ નંદિની

નંદિની : એ વસ્તુ માં આ ચાર ભાઈ ના પ્રાણ છે ... મતલબ વિદ્યુત એ વસ્તુ ને હમેશા પોતાની નઝર સમક્ષ જ રાખતો હશે ... તો આપણે એવા વ્યક્તિ ને મળવું પડશે ...જે વિદ્યુત વિષે જાણે છે ...એની પાસે લાંબો સમય રહી ચૂક્યો છે ...

અવિનાશ : કોણ ?

નંદિની : ભીષણ ......

વિશ્વા : એ કોણ છે ?

પૃથ્વી : ભીષણ ..વિદ્યુત નો જૂનો સેનાપતિ છે ... તમે બંને સમય ના ચક્ર માં ફસાયા ત્યારે એને જ વિદ્યુત ની આ શક્તિ વિષે જાણકારી આપી હતી .. જેની મદદ થી અમે તમને શોધી શકયા. નંદિની ની વાત સાચી છે ...ભીષણ અવશ્ય મદદ કરશે.

અવિનાશ : ઠીક છે ... તો સમય વ્યર્થ ના કરતાં ... હું ,નંદિની ,વિશ્વા ..ભીષણ પાસે જઈને એ રહસ્ય જાણીશું ...

પૃથ્વી ત્યાં સુધી માયાપૂર અને અંગદ ને સાચવશે ...

સ્વરલેખા : અવિનાશ .... એ જગ્યા જ્યાં ભીષણ રહે છે ... નઝરગઢ માં જ છે ... દ્વાર ખોલતા પહેલા સાવચેતી રાખજે ... જેથી ... એ ચાર ભાઈ ઓ ને જાણ ના થઈ જાય.નહીં તો અનર્થ થઈ જશે.

અવિનાશ : હા બહેનાં ....

અવિનાશ એ ભીષણ ના વસવાટ વાળી જગ્યા નો દ્વાર ખોલ્યો ... અને ત્યાં પહોચી ગયા.

અહી આ બાજુ ...

વ્યોમ ... ની ટુકડી એ witch ડોશી ને મારુત પાસે લઈ આવ્યા.

મારુત : ક્ષમા ચાહું છું ... આપણે તકલીફ થઈ એ બદલ .. બસ આપની થોડી સહાયતા ની આવશ્યકતા છે ... અમને માયાપૂર જવાના દ્વાર ખોલી આપો.

Witch : એ સંભવ નથી .... હું નથી જાણતી એના વિષે ...

મારુત : હું આપણે પ્રેમ થી વિનંતી કરી રહ્યો છું ...અન્યથા ...

મારુત એ અડધી તલવાર બહાર કાઢી

Witch ગભરાઈ ગઈ ..

Witch : પરંતુ એ દ્વાર ખોલવા માટે ...ખૂબ વધારે શક્તિ ની જરૂર પડશે .... અને એ પ્રતિબંધિત મંત્ર છે ...એ નો ઉપયોગ કરીશ તો મને મૃત્યુ દંડ થશે .

મારુત : તું નહીં કરે તો પણ તને મૃત્યુ તો અવશ્ય મળશે , વિચારી લે તું, શું કરવું છે ?

Witch : મારી એકલી ની શક્તિ પૂરતી નથી ...

મારુત : શક્તિ અમે તને આપીશું ... અમે ચાર ભાઈ પણ અમુક witch ની તાકાત ધરાવીએ છીએ ... જરૂર છે તો ફક્ત મંત્ર ના ઉચ્ચારણ ની ...

મારુત ની ધમકી પર witch એ વાત માની ગઈ.

આ બાજુ ...માયાપૂર માં ...

પૃથ્વી : અવિનાશ ને આવવા માં ઘણી દેર થઈ ગઈ છે.

એટલામાં માયાપૂર માં એક દ્વાર ખૂલ્યો ...અવિનાશ ,નંદની અને વિશ્વા એમાં થી બહાર આવ્યા ...

સ્વરલેખા : શું થયું અવિનાશ ? કઈ માહિતી મળી ? ભીષણ એ કઈ જણાવ્યુ ?

અવિનાશ : હા ... શરૂઆત માં તો એ થોડી આનાકાણી કરી રહ્યો હતો ... પણ નંદિની નો એના પર ઉપકાર હતો એટ્લે એને જણાવી દીધું ...કે એક વસ્તુ એવી હતી કે જેને વિદ્યુત હમેશા એની સાથે રાખતો હતો ...

પૃથ્વી : કઈ વસ્તુ ?

નંદિની : એનો હસ્ત દંડ,

સ્વરલેખા : હસ્તદંડ ? એ લાકડી ? શું એમાં છે પાંચમું તત્વ ?

અવિનાશ : હા એમાં જ હોવું જોઈએ ...

અરુણરૂપા : પણ એ છે ક્યાં ?

અવિનાશ : સદનસીબે એ આપણાં થી દૂર નથી .... અને બદનસીબે એ મારુત ની પાસે છે .

વીરસિંઘ : શું ? એ દંડ મારુત ની પાસે છે ... ?

નંદિની : હા ... આપણે એ દંડ હાંસલ કરવો પડશે ...

સ્વરલેખા : પણ કઈ રીતે ?

ત્યાં જ એક જોરદાર ધડાકો થયો .... અને નઝરગઢ વાળો દ્વાર ખૂલી ગયો ...

હવે માયાપૂર અને નઝરગઢ વચ્ચે કોઈ દીવાલ નહતી ...

એ દરવાજા માં થી પાવક અને મારુત માયાપૂર માં પ્રવેશ્યા ...

પૃથ્વી અને બધા જ સચેત થઈ ગયા ...

મારુત : ઓહ ... તો તમે બધા અહી છુપાયા છો ... કેટલા શોધ્યા અમે તમને ... આતો યુધ્ધ નીતિ નથી પૃથ્વી ....મહાન vampire પૃથ્વી અને એના પચરંગી મિત્રો ...કે પરિવાર જે હોય એ ... લડવા ને બદલે પલાયન કરી ગયા..દૂ:ખ પહોચાડ્યું તમે લોકો એ મને ...

પણ ...માયાપૂર તો સાચેજ ખૂબ સુંદર છે ... પણ હવે નહીં રહે ...

પાવક ના એક આદેશ પર સેના ની ટુકડી એ પાવક ના સાથે... માયાપૂર પર આક્રમણ કરી દીધું ...

પૃથ્વી ના ઇશારા પર વીરસિંઘ ,અને વિશ્વા ,સ્વરલેખા સાથે એમને રોકવા ગયા ... માયાપૂર ની સેના અને ત્યાં ની witches પણ તેઓ નો સાથ આપવા લાગી .... એ બાજુ ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું.

મારુત જોર જોર થી હસી રહ્યો હતો.ત્યાં પૃથ્વી ની નઝર મારુત ના પીઠ પર ગઈ ... ત્યાં એક મોટો દંડ લટકાવેલો હતો ...

પૃથ્વી એ અવિનાશ ને એ દંડ બતાવ્યો.

પૃથ્વી : અવિનાશ એ દંડ હું લઈશ એવો તરત જ તું ...મંત્ર બોલી દેજે .

અવિનાશ : નહીં પૃથ્વી ... આ શક્તિ ઘાતક છે ... યાદ નથી પાંચ તત્વ નો સાથે જ વિનાશ થશે ... તારી જરૂર છે અહી પૃથ્વી... પરિવાર ને તારી જરૂર છે ... એ દંડ હું લઇશ.

પૃથ્વી : આ લડવા નો સમય નથી અવિનાશ ... મારી ઝડપ થી હું એને છેતરી લઇશ ... મારી વાત પર વિશ્વાસ રાખ ...મને કઈ નહીં થાય ...યાદ રાખ અવિનાશ ....મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે.

અવિનાશ એ મજબૂરી માં હા કહી દીધું.

મારુત : શું યોજના ઘડી રહ્યા છો તમે ? હવે કઈ થાય એમ નથી પૃથ્વી ... હાર માની લે ....

મારુત એ વ્યોમ અને સલિલ ને સેના સાથે આક્રમણ કરવાનો આદેશ આપ્યો ... મનસા ... અરુણરૂપા યુદ્ધ ના મેદાન માં આવી ગયા ...

પૃથ્વી એ પોતાની અતિ વેગશીલ ગતિ થી મારુત સામે પહોચ્યો .

મારુત : મને મારવા માંગે છે ? ભૂલી ગયો હું ફરી થી જીવિત થઈ જઈશ .હું અમર છું.

પૃથ્વી : હવે થી નહીં ....

પૃથ્વી ના તીક્ષ્ણ fangs બહાર આવ્યા એને એક પ્રહાર માં એને મારુત ની ગરદન ઉડાવી દીધી .

અને રક્ત થી તરબોળ મારુત ના શરીર પર થી દંડ ઉઠાવી લીધો ...

દંડ ને ઉઠાવતા જોઈ ને સલિલ ,વ્યોમ અને પાવક ગભરાઈ ગયા ...

અને પૃથ્વી ને મારવા ભાગ્યા....

પૃથ્વી એ જોર થી બૂમ લગાવી : અવિનાશ ......

અવિનાશ એ તરત જ મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું ....

પાવક ,સલિલ અને વ્યોમ એ પૃથ્વી પર હુમલો કરવા ગયા ... પણ પૃથ્વી પોતાની તેજ ગતિ થી એમના હાથ જ ના આવ્યો ...થોડાક ક્ષણો માં મારુત પૂન: જીવિત થયો ...

એને જોયું કે દંડ પૃથ્વી પાસે છે ... તો એને બધા ભાઈ ઓને એક થવા કહ્યું ... બધા એકઠા થઈ ને પોતાની તાત્વિક શક્તિ નો પ્રયોગ કર્યો .... અગ્નિ ,જળ , વાયુ અને આકાશ ના પ્રહાર થી પૃથ્વી જમીનદોસ્ત થઈ ગયો.અવિનાશ નું મંત્ર નું ઉચ્ચરણા હજુ ચાલુ જ હતું.

દંડ હજુ એ પૃથ્વી ન હાથ માં જ હતો.

સલિલ પૃથ્વી પર પ્રહાર કરી ને એનો અંત કરવા આગળ આવ્યો ... એ પ્રહાર કરે એ પહેલા એક તલવાર ના ઘા થી સલિલ નો હાથ એના શરીર થી અલગ થઈ ગયો.

એને પાછળ જોયું તો અંગદ હાથ માં તલવાર લઈ ને ઊભો હતો.

અંગદ એ પુનઃ તલવાર સલિલ ના હદય ના આરપાર કરી દીધી.

અંગદ : ફરીથી મળી ને આનંદ થયો ભાઈ ?

પાવકે ક્રોધે ભરાઈ ને અંગદ સામે ધસી ગયો ...

ત્યાં જ અવિનાશ નો મંત્ર પૂર્ણ થયો ... અને અવકાશ માં થી જાણે ઉલ્કા વર્ષા થતી હોય એમ પથ્થરો પડવા લાગ્યા .... અંગદ વચ્ચે થી ખસી ગયો.

એક મોટો પથ્થર આવી ને પૃથ્વી પર પડ્યો ..એમાં પૃથ્વી દટાઇ ગયો ...

પાવક : આ શું થઈ રહ્યું છે ?

મારુત : એ જ જે થવું નહતું જોઈતું ....

અંગદ એ આક્રંદ કર્યો .... “પૃથ્વી”

સલિલ : લાગે છે પૃથ્વી ગયો ....

પાવક : સૈનિકો અંત કરી નાખો બાકીના લોગો નો ....

એક વિસ્ફોટ સાથે પહાડ તોડી પૃથ્વી બહાર આવ્યો.

એના એ જ તીક્ષ્ણ fangs વધારે ખતરનાક લાગી રહ્યા હતા... અને પૃથ્વી હવે સાચે જ પૃથ્વી તત્વ નો માલિક થઈ ગયો ....

પાવક ભાગી ને એને મારવા ગયો .... પૃથ્વી એ પાવક ને એક હાથે ઊચકી લીધો ... પાવકે એના પર અગ્નિ ની જ્વાળા ઓ ફેંકી ...પણ પહાડ પર અગ્નિ ની શું અસર થાય ... પૃથ્વી એ પોતાના fangs થી પાવક ને વચ્ચે થી ચીરી નાખ્યો.

એ જોઈ સલિલ ક્રોધ માં એને મારવા ગયો ...અને પાણી થી આક્રમણ કર્યું .... પૃથ્વી એ જ પાણી એના શરીર માં દબાવી ને એનો અંત કરી નાખ્યો.

વ્યોમ ને પણ.... એના જ આકાશ મંડળ માં લઈ જઈને પૃથ્વી એ એના ટુકડે ટુકડા કરી નાખ્યા.

બધા રાજા ઓ મરી જતાં ...એમની સેના પણ યુધ્ધ છોડીને ભાગી ગઈ,બાકી વધેલા ને વિશ્વા ,વીરસિંઘ અને મનસા મળી ને ખત્મ કરી નાખ્યા.

પૃથ્વી એ મારુત ની ગરદન પકડી ને ઊંચો કર્યો....

મારુત ગૂંગળાતા શ્વાસ એ બોલ્યો ...

મારુત : પ....પૃથ્વી .......મૂર્ખ ,તે જે કર્યું એની સજા તો તું પણ ભોગવીશ ,અમે ભાઈઓ ની સાથે તું પણ નહીં બચે ....યાદ છે .... ને તું પાંચમું તત્વ છે ,બધા તત્વ નો નાશ સાથે જ થશે.

પૃથ્વીએ એક પણ ક્ષણ વિચાર્યા વગર એના fangs મારુત ના અંદર ઉતારી દીધા ... અને એને પણ ચીરી નાખ્યો.

લોહી થી લથપથ મોઢે પૃથ્વી ત્યાં ઊભો હતો

..વિશ્વા અને વીરસિંઘ બધા પૃથ્વી પાસે આવી પહોચ્યા ...

નંદની આંખો માં અશ્રુ હતા ,કારણ કે એને મંત્ર ભંગ વિષે યાદ હતું.

નંદની : તું ઠીક છે પૃથ્વી ?

પૃથ્વી : હા નંદની હું ...બિલકુલ ઠીક છું..હું બસ તારી પાસે જ આવું છું.

એટલામાં ... અંતરિક્ષ માં થી ... વીજળી ઓ અને ઉલ્કાપ્રપાત થવા લાગ્યો ...

બધા નાસ ભાગ કરવા લાગ્યા ... નંદની ત્યાં ઊભી ઊભી પૃથ્વી ની રાહ જોઈ રહી હતી ... પૃથ્વી નીકળવા જતો જ હતો ..ત્યાં એક વીજળી નો કડાકો થયો અને એક વિશાળ પર્વત એના પર પડ્યો ...માયાપૂર નો સર્વનાશ થવા લાગ્યો ...ભૂકંપ થી ધરતી ફાટવા લાગી .... નદીઓ ના પાણી માયાપૂર માં ફરી વળ્યા ...જમીન માં થી લાવા બહાર નીકળવા લાગ્યો.

અવિનાશ : આપણે અત્યારે જ આ જ્ગ્યા થી નીકળવું પડશે . અન્યથા કોઈ નહીં બચે ...

અવિનાશ અને બીજા તુરંત નઝરગઢ ના દ્વાર માં ઘૂસી ગયા,માયાપૂર ના નાગરિકો પણ એ દ્વાર થી નઝરગઢ માં આવી ગયા.

પરંતુ નંદિની અને વિશ્વા પૃથ્વી ને શોધી રહયા હતા.

અવિનાશ એ વિશ્વા ને અવાજ લગાવ્યો ...

અવિનાશ : વિશ્વા .... નંદિની ને લઈ ને આવી જા.. માયાપૂર તબાહ થઈ રહ્યું છે ...

વિશ્વા ના છૂટકે નંદિની ને ખેંચવા લાગી ...નંદિની જોર જોર થી આક્રંદ કરી રહી હતી ....

અને એના “પૃથ્વી.... પૃથ્વી” સ્વર ગુંજી રહ્યાં હતા ..વિશ્વા ની આંખો માં પણ ચોધાર આંસુ હતા ... એ નંદની ને ઉપાડી ને નઝરગઢ ના દ્વાર ના પેલે પર લઈ ગઈ.....જોત જોતામાં ... આખું માયાપૂર ...નામશેષ થઈ ગયું ...

અંતે અવિનાશ એ માયાપુર નો દ્વાર બંધ કરી દીધો.

આખા પરિવાર આક્રંદ,શોક માં હતો ...કોઈ એક બીજા ને સંભાળવાની સ્થિતિ માં ના હતા.

નંદની ના આંખો માથી અશ્રુ રોકાઈ રહ્યા નહતા.

નંદિની નો પૃથ્વી સદાય માટે ધરતી ની પેટાળ માં સમાઈ ગયો.

બસ સંભળાતો હતો .... નંદિની નો અવાજ

“પૃથ્વી”.... નઝરગઢ ના જંગલ ના ખૂણે ખૂણા માં ગુંજી રહ્યો હતો.

ક્રમશ ......

અહી “પૃથ્વી: એક પ્રેમ કથા” નવલકથા ની દ્વિતીય season ,એટ્લે કે બીજો અધ્યાય પૂર્ણ થાય છે . આપ વાચકમિત્રો એ આ યાત્રા દરમિયાન જે પણ સાથ સહકાર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

પરંતુ હજુ એ કેટલાય પ્રશ્નો છે ,જેનો ઉત્તર આવનારી season ,અધ્યાય 3 માં આપ સૌ ને મળશે.season 1 અને 2 ની જેમ .....આવનારા ભાગ પણ તમને નિરાશ નહીં કરે ...અને આપ સૌ આવી જ રીતે આપના સુંદર પ્રતીભાવ અને સલાહ સૂચનો થી આ નવલકથા ની અદ્ભુત યાત્રા માં જોડાઈ રહેશો એવી અપેક્ષા છે.

Season 3 નો પ્રથમ ભાગ , એટ્લે કે ભાગ 42 અમુક સમય ના અંતરાલ બાદ આપની સમક્ષ આવશે.

આ ભાગ માં આપના અમૂલ્ય પ્રતીભાવ અવશ્ય આપશો.

આભાર .