પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા - ભાગ 51 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા - ભાગ 51

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અવિનાશ અને નંદિની ના હાથે એ પુસ્તક લાગી જાય છે.પુસ્તક વાંચ્યા બાદ અવિનાશ ને એ પુસ્તક ની તાકત વિશે જાણ થાય છે,અવિનાશ એ સમગ્ર વસ્તુ નંદિની ને સમજાવે છે કે આ પુસ્તક ની મદદ થી માયાપુર ને પુન: સજીવન કરી શકાશે.નંદિની આ વાત જાણી ને અત્યંત ખુશ થઈ જાય પરંતુ અવિનાશ જણાવે છે કે આ મન્ત્ર માટે 5 જાદુગર ની જરૂર પડશે જેથી નંદિની ની મદદ થી એક મન્ત્ર નો ઉપયોગ કરી ને અવિનાશ અંગદ અને અરુણરૂપા ને મહેલ આવવા માટે નો સન્દેશ મોકલાવે છે. એજ સમયે વિશ્વા અંગદ અને અરુણરૂપા પૃથ્વી ની ખોજ કરતા કરતા એ ગુફા સુધી પહોચી જાય છે,જ્યા પૃથ્વી છુપાયો હોય છે.વિશ્વા ગુફા માં પ્રવેશ કરે ત્યા જ નંદિની નો સન્દેશ મળતા તેઓ તુરંત મહેલ તરફ જવા રવાના થઈ જાય છે.
ક્રમશ:
અવિનાશ અને નંદિની મહેલ માં પહોચે છે...જ્યા સ્વરલેખા આર્દ્રા અને મનસા પહેલા થી જ ઉપસ્થિત હોય છે.
સ્વરલેખા : અવિનાશ.....શુ સમાચાર છે...પુસ્તક હાથ લાગ્યુ ? કોઇ રસ્તો દેખાયો ?
અવિનાશ : હા બહેના ..બસ થોડીક ધીરજ રાખ..
સ્વરલેખા : પરંતુ કેમ ?નંદિની તુ તો કંઈક બોલ
નંદિની : વાત અત્યંત મહત્વપૂર્ણ છે. અંગદ વિશ્વા અને અરુણરૂપા જી અહિ પહોચે એટલે અવિનાશ આપને સમગ્ર વાત કરશે.
આર્દ્રા : એવુ તો શુ રહસ્ય છે..? કે વાત આટલી ખાનગી રાખવી પડે.
અવિનાશ : ઍ તને સંપુર્ણ સત્ય જાણ્યા પછી જ જાણ થશે.
સ્વરલેખા : આ વિશ્વા ક્યા રોકાઈ ગઈ ?
નંદિની : ઍ લોકો ટુંક જ સમય માં અહિ પહોચશે.
સ્વરલેખા અને આર્દ્રા વાત જાણવા બેચેન થઈ રહ્યા હતા.
થોડાક સમય મા વિશ્વા , અંગદ અને અરુણરૂપા ત્યા આવી પહોચ્યા.
સાથે સાથે..સંજોગોવશાત વિરસીંઘ પણ સમયસર આવી ગયા.
વિશ્વા : શુ વાત છે નંદિની ? તે અમને આ રીતે આવી શીઘ્રતા માં કેમ બોલાવ્યા?
અંગદ : અને કઈ રીતે ?
અવિનાશ : બસ હવે બધા અહિ આવી જ ગયા છે...તો હુ દરેક ના સવાલો ના જવાબ આપી દવ .
સ્વરલેખા : હા શીઘ્ર
અવિનાશ : પ્રથમ તો નંદિની ની સહાયતા થી અમે..એ શક્તિશાળી પુસ્તક હાંસલ કરવામા સફળ થયા છીએ.
એટલુ કહિ ને અવિનાશ એ એની પાસે રાખેલ થેલા માથી એ લાલ રંગ નુ પુસ્તક બહાર કાઢ્યુ..અને સર્વે ને દેખાડયુ .
અંગદ : તો આખરે એ મળી જ ગયુ...મતલબ કે હવે નિલન્જના જી ને આપણે આ પુસ્તક સોંપી શકીશું.
અવિનાશ: હા...પરંતુ...
એમા થોડોક ફરક છે.
અંગદ : શુ ?
અવિનાશ : આ પુસ્તક સાધરણ પુસ્તક નથી...આ પુસ્તક માયાપુર નુ સૌથી પ્રાચીન...સૌથી શક્તિશાળી અને સ્વયં માયા એ રચેલું છે.
અવિનાશ ના વચનો સાંભળી સૌ ચકિત થઈ ગયા...
સ્વરલેખા : માયા એ પોતે રચેલું પુસ્તક?
અરુણરૂપા : પરંતુ...
ઍ કઈ રીતે શક્ય બને....
આપણે સદિયો થી અહિ રહેતા હતા......તો આ પુસ્તક વિશે ના તો કોઇ એ વાત કરી ના તો કોઇ એ આને જોયુ છે.
સ્વરલેખા: કોઇ દન્ત કથા માં પણ એને લગતો ઉલ્લેખ જ નથી...
અવિનાશ : બસ મને પણ એ જ સવાલ ઉદ્ભવ્યો..પરંતુ આપણા દરેક સવાલ ના જવાબ આ પુસ્તક માં છે...
આ પુસ્તક અનુસાર..એની રચના આજ થી હજારો વર્ષો પહેલા.બે મહાન જાદુગર માયા અને કાયા અહિ આવ્યા.કેટલાંય વર્ષો સુધી ભટક્યા બાદ એમને અહિ આ જગ્યા માં પોતાના ઘર ની અનુભૂતિ થઈ..જેથી..બન્ને બહેનો ઍ પોતાના જાદુ થી..માયાપુર ની રચના કરી..એમા માયા એ કાયા કરતાં વધુ શક્તિશાળી હતી.માયા પોતાના પ્રજા ના વસવાટ માટે ઉત્તમ વ્યવસ્થા કરી આપી.ત્યાર થી અહિ witches ની પ્રજાતિ નો વિકાસ થયો કાયા ક્રુર અને સ્વાર્થી હતી..ઍ હમેશા એવા કર્યો કરતી જેથી પ્રજા ,આજુબાજુ ના રાજ્યો અને ખાસ કરી ને માયા પરેશાન રહે.માયા પોતાની બહેન ના કુકર્મો થી થાકી ચુકી હતી...જેથી...એને એક દિવસ કાયા ને એક જાદુઇ જગ્યા પર કેદ કરી ને માયાપુર ને હમેશા માટે સમગ્ર દુનિયા થી છુપાવી લીધુ.અને માયા ઍ પોતાના જીવનકાળ દરમિયાન આ એક પુસ્તક ની રચના કરી...આ પુસ્તક મા એને પોતાના સંપુર્ણ જાદુ નો ઉલ્લેખ કર્યો ,આ પુસ્તક માયાપુર ની રચના સાથે સંકળાયેલું છે...જે માયાપુર નો વિનાશ પણ કરી શકે છે અને નવસર્જન પણ.પરંતુ માયા જાણતી હતી..કે આ પુસ્તક નો દુરપયોગ થઈ શકે છે..જેથી આ પુસ્તક ની એને વિશિષ્ટ સુરક્ષિત રાખ્યુ.....અને ઍ જાદુ નો તોડ ફક્ત શુધ્ધ વ્યક્તિ જ છે..
અવિનાશ ની વાત સાંભળી બધા એકબીજા ની સામે તાકિ રહ્યા.
અંગદ : તો શુ....સાચે....આ પુસ્તક માયાપુર ને નવસર્જન કરી શકે છે?
અવિનાશ : બિલકુલ .... બસ એ જ તો વાત મારે તમને જણાવવી હતી...
અરુણરૂપા ના આંખો માં ઝળઝળીયા આવી ગયા.
અરુણરૂપા : સાચે માયાપુર જીવિત થશે. ?
અવિનાશ : હા માતા....
એ મંત્ર પણ હુ શોધી ચુક્યો છુ...
સ્વરલેખા : તો રાહ કોની જોવે છે...?
અવિનાશ : આ પુસ્તક પ્રમાણે..આ શક્તિશાળી મંત્ર છે...જેથી...5 witches ની સંગ્રહીત શક્તિ થી જ આ મંત્ર નુ ઉચ્ચારણ થઈ શક્શે.
નંદિની : જેથી કરી ને અમે તમે સૌ ને તાત્કાલિક અહિ બોલાવ્યા...માયાપુર ની સમગ્ર શક્તિ પાછી આવતા જ એનાં બધા જ ગુપ્તદ્વાર પુન: સન્ચારિત થાશે.
સ્વરલેખા : ઠીક છે...હુ મંત્ર ના ઉચ્ચાર માટે તૈયાર છુ .
અરુણરૂપા : હુ પણ
મનસા : હુ પણ
અવિનાશ : હુ પણ તૈયાર છુ...
પરન્તુ અંગદ ચુપ ઉભો હતો.
નંદિની : અંગદ ...તુ તૈયાર નથી ?
અવિનાશ : હા અંગદ.તને કોઇ શંકા છે ?
અંગદ : શંકા તો જરા પણ નથી....મને નિલન્જના જી નો ખ્યાલ આવ્યો કે..ઍ આપણી પ્રતીક્ષા મા ઉભા હશે.
અવિનાશ : અરે એતો વધારે ખુશ થાશે..માયાપુર એમનું પણ ઘર છે...અને આપણા મંત્રો શક્તિશાળી થતા જ આપણે એમને સૌ પ્રથમ જાણ કરી દઈશુ...
અંગદ ને અવિનાશ ના કથન પર વિશ્વાસ બેઠો...
અવિનાશ એ પુસ્તક ખોલ્યું...
પાંચેય લોકો એ એકબીજા ની આંગળીઓ પકડી અને એક ચક્ર બનાવ્યુ...બાકી ના બધા દુર ખસી ગયા.
અવિનાશ ઍ વચોવચ પુસ્તક રાખી ને મન્ત્ર નો ઉચ્ચાર શરૂ કર્યો....
પાંચેય લોકો એ એની પાછળ ઉચ્ચાર કર્યો....
મન્ત્ર આગળ વધ્યો..એમ ધરા ધ્રુજવા લાગી.....વાતાવરણ જાણે અચાનક બદલવા લાગ્યુ.નંદિની,અર્દ્રા,વિશ્વા બધા એકબીજા ને પકડી ને ઉભા હતા.
અહિ...આ બાજુ...પૃથ્વી જે ગુફા માં હતો...એ ગુફા પણ ધ્રુજી રહિ હતી.
પૃથ્વી : આ શુ અનહોની થઈ રહિ છે ?? શુ ફરિ થી માયાપુર માં પ્રલય આવ્યો છે ?
આ બાજુ..
અવિનાશ અને બધા નો મંત્ર ઉચ્ચાર ચાલુ જ હતો....મન્ત્ર સાચે જ અત્યન્ત શક્તિશાળી હતો...એ લોકો ની શક્તિ ક્ષિણ થઈ રહિ હતી.
અંગદ ધીમે ધીમે પોતાની શક્તિ ગુમાવી રહ્યો હતો.....એ બેહોશ થવાની તૈયારી માં હતો...
આર્દ્રા એ જોયુ કે અંગદ પોતાના હોશ ગુમાવી રહ્યો છે..એ તુરંત જ અંગદ પાસે ગઈ...અને એનાં હાથ પર પોતાનો હાથ મુક્યો...આર્દ્રા ની શક્તિ હવે અંગદ માં સમાવવા લાગી....અંગદ ફરિ થી હોશ માં આવ્યો....
અવિનાશ એ મન્ત્ર નો ઉચ્ચાર ચાલુ જ રાખ્યો....અને ઋતુ અને વાતાવરણ તો જાણે પોતાની સુધ ખોઇ બેઠુ હતુ...ક્ષણ માં વિજળીયો, તો ક્ષણ માં બરફ ની વર્ષા...
ક્ષણ માં તિવ્ર તડકો તો ક્ષણ માં ધોધમાર વરસાદ....
નંદિની વિશ્વા અને વિરસીંઘ પણ પોતાનો પરિવાર નો સાથ આપવા જોડાયા અને એ લોકો ને સહારો આપ્યો.
મન્ત્ર પુર્ણ થવાની આરે હતો....
અંતે પાંચેય ના શરીર માં થી જ્યોતિપુંજ નીકળ્યો...અને વિશાલ સુર્ય સમાન ધગધગતા ગોળા માં બધા ના પુંજ સમાઈ ગયા.
મન્ત્ર પુર્ણ થયો..એ ગોળો પ્રકાશ ની ગતિ થી સમગ્ર માયાપુર માં ફરી વળયો .અને અંતે ઉંચે આકાશ માં ગયો....બધા એ ચમત્કાર જોવા ઍ તરફ ભાગ્યા.
પરંતુ એ ગોળો તો જાણે અંતરિક્ષ માં અદ્રશ્ય થઈ ગયો.
વિરસીંઘ : આ શુ ?... શુ મન્ત્ર સફળ થયો. ?
અંગદ : હજુ સુધી તો એવુ નથી લાગ્યુ
નંદિની : સૌ ઉપર જોવો....કોઇ ચમકતી વસ્તુ આ તરફ આવી રહિ છે..
એ ગોળો પ્રચંડ વેગ થી...નીચે તરફ આવી રહ્યો હતો....
બધા જ દુર ભાગી ગયા...
ખરતા તારા ની જેમ તિવ્ર ગતિ થી..આ વિશાલ ગોળો માયાપુર ની ધરતી માં સમાઈ ગયો.
જેનાથી એક ભયંકર વિસ્ફોટ થયો.આખુ માયાપુર આ વિસ્ફોટ થી કંપી ઉઠ્યુ અને સમગ્ર જગ્યા એ ધુળ ની ચાદર છવાઈ ગઈ....
થોડાક સમય માં જ્યારે.....જ્યારે...એ ધુળ ની ચાદર હટી... ત્યારે બધા એ જોયુ કે...વિસ્ફોટ ની જગ્યા થી નાના નાના છોડ અને વેલા ઉગી ને વિસ્તરી રહયા...હતા...
નાનાં છોડ પળભર માં તો વિશાલ વૃક્ષ માં પરિવર્તિત થઈ રહ્યા હતા....
અને જમીન પર વેલ તો જાણે સર્પ સરકતો હોય એમ...આગળ વધી રહ્યા...હતા...
માયાપુર નુ વાતા વરણ સ્થિર થઈ એકદમ ખુશનુમા થઈ ગયુ...
અરુણરૂપા : મેં મારા જીવન માં અનેક જાદુ જોયા છે...પરંતુ...આ નજારા થી વધારે ખુબસુરત આજ સુધી જોયુ નથી.
નંદિની : સાચે આ અવિસ્મરણીય છે.
વિશ્વા : હા..કારણ કે...આજ સુધી આપણે ફક્ત વિનાશક જાદુ જ જોયા છે...અને આ નવસર્જન જાદુ છે.
જોતજોતામાં માયાપુર માં ચારેતરફ પહેલા ની જેમ ફુલો ના બગીચા અને ગાઢ જંગલ થઈ ગયા.
અવિનાશ : વૃક્ષ અને જંગલ વગર આ ધરા જાણે સુની સુની અને અધુરી લાગતી હતી .
અંગદ: હા અવિનાશ...હકિકત મા આ પ્રકૃતિ જ દુનિયા ને સુંદર બનાવે છે...અને આ વૃક્ષ કોઇ જાદુ થી કમ નથી.
અવિનાશ : હા.
સ્વરલેખા : શુ સાચે આપણા સૌ ના મન્ત્ર હવે કામ કરશે....
અવિનાશ એ તુરંત એક મન્ત્ર નો પ્રયોગ કર્યો અંગદ પર અને અંગદ જમીન દોસ્ત થઈ ગયો.
અંગદ : આ શુ હતુ ?
અવિનાશ : બસ મારી શક્તિ નુ પરીક્ષણ કરી રહ્યો હતો.
અંગદ : એનાં માટે હુ જ હતો ?
નંદિની : શુ માયાપુર ના સંપુર્ણ ગુપ્ત માર્ગ કાર્યરત થઈ ગયા?
ત્યા પાછળ થી એક વિશાળ અવાજ માં જવાબ આવ્યો...
“હા.... માયાપુર ના દ્વાર ખુલી ગયા...”
હા..હા.....હા....
અંગદ : આ કોનો સ્વર છે ?
અવિનાશ : કોણ છે જે આટલુ ખુશ છે?
નંદિની : અવાજ મહેલ ના અંદર થી આવ્યો...
બધા એ તરફ ભાગ્યા, ત્યા જઈ ને જોયુ તો કોઇ દેખાયુ નહિ..બસ કોઇ ના હસવાની ધ્વનિ ચારેય તરફ ગુંજી રહિ હતી.
જે રસ્તા થી ઍ લોકો આવ્ય હતા ત્યા એક મોટો અરીસો તૂટ્યો હોય એવા અવાજ સાથે એક મોટો દ્વાર ખુલ્યો....
બધા ઍ દ્વાર તરફ તાકિ ને જોઇ રહ્યા હતા.
દ્રશ્ય થોડુક સ્પષ્ટ થયુ.. એ દ્વાર માથી નિલન્જના જી બહાર આવ્યા....
અંગદ : અરે નિલન્જનાજી તમે?
બધા એમને જોઇ ને ખુશ થઈ ગયા...
નિલાન્જના જોર જોર થી હસવા લાગી...
“તમને શુ લાગ્યુ...કે તમે મને એ પુસ્તક નહિ સોંપો તો...હુ અહિ નહિ આવી શકુ....
મુર્ખ છે તુ અવિનાશ...મહા મુર્ખ”
બધા એમના આ શબ્દો થી અચરજ માં પડી ગયા..
અવિનાશ. : નિલન્જનાજી..હુ સમજ્યો નહિ....
નિલાન્જના: તુ સાચે જ સમજ્યો નહિ મુર્ખ....નિલન્જના નહિ...કાયા.
કાયા છુ હુ.
બધા ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ ?
સ્વરલેખા : કઈ રીતે શક્ય છે...આટલા વર્ષ થી..અને...
કાયા : હા..હુ જ છુ કાયા..આટલા વર્ષો થી હુ કેદ હતી...ધરતી ના પેટાળ માં...મારી ઇર્ષ્યાળુ બહેન માયા ના જાદુ થી.ત્યા મારા નગર કાયાપૂર ની રચના કરી...પરંતુ મારી ચાલક બહેને મને...માયાપુર મા પ્રવેશ ના કરવા...મારા માટે ના સંપુર્ણ રસ્તા બંધ કરી નાખ્યા...
માયાપુર માં ફક્ત મારો અધિકાર છે...એની રચના મેં કરી હતી...છતા પણ માયા એ મારો અધિકાર છિનવી લીધો....
હુ જાણતી હતી કે માયા ની સંપુર્ણ શક્તિ...આ પુસ્તક માં સમાહિત છે....જેથી...માત્ર આ પુસ્તક જ મને માયાપુર માં લાવવા સક્ષમ હતુ..
હુ કેટલાંય વર્ષો થી એવા વ્યક્તિ ની તલાશ માં હતી..જે મારા માટે આ કામ કરી દે...અને મને તમે લોકો મળી ગયા...પરંતુ તમે ઍ પુસ્તક મને સોંપવાના બદલે..જાતે.. જ મન્ત્ર પ્રયોગ કરી લીધો.તમે મારું કામ વધારે સરલ કરી નાખ્યુ....મેં વિચાર્યુ હતુ..કે મારી મદદ ના બદલે હુ તમને જીવન દાન આપીશ...પરંતુ...તમે મારી સાથે દગો કર્યો..માટે તમારી સજા માત્ર મૃત્યુ છે...
અવિનાશ : ભલે તુ ગમે એટલી શક્તિશાળી હઈશ...પરંતુ તારી બહેન માયા ની તુલના માં ક્યારેય નહિ આવે...માયા ફક્ત લોકો માટે જીવી...અને તુ...પોતાના માટે...
કાયા : મેં તારી પાસે કોઇ સલાહ નથી માંગી....
ચુપચાપ ઍ પુસ્તક મને સોંપી દે...
અવિનાશ : એતો શક્ય નથી....
કાયા : તો મૃત્યુ માટે સજ્જ થઈ જા...મુર્ખ.
કાયા એ અવિનાશ પર પ્રહાર કર્યો....અવિનાશ એનાં પ્રહર થી બચી ગયો....અહિ....સ્વરલેખા અને અરુણરૂપાએ મળી ને કાયા પર પ્રહાર શરૂ કર્યા.....
પરન્તુ કાયા ના મન્ત્ર અત્યન્ત શક્તિશાળી હતા....
પુસ્તક બચાવતા અંતે અવિનાશ ઘાયલ થયો...અવિનાશ એ વિશ્વા ને એ પુસ્તક લઈ ભાગવા કહ્યુ...
વિશ્વા એ એમ જ કર્યુ...પરંતુ કાયા થી બચવું લગભગ અશક્ય હતુ....
વિશ્વા પણ ઘાયલ થઈ ગઈ....
ક્રોધે ભરાઈ ને વિરસીંઘ એ કાયા પર પ્રહાર કર્યો...પરંતુ એમની ગતિ પણ કાયા ને રોકી શકી નહિ...અને કાયા એ એમના પર પ્રાણઘાતક હુમલો કર્યો...
આદ્રા અને નંદિની શક્તિહીન હતા....જેથી.એ એક જ પ્રહાર માં ઢળી પડ્યા...
સૌ કોઇ ઘાયલ અવસ્થા માં પડ્યા હતા....
કાયા એ જોયુ કે પુસ્તક નંદિની જોડે છે..
કાયા એ તરફ આગળ વધી....
કાયા એ નંદિની..પાસે થી પુસ્તક લેવાનો પ્રયાસ કર્યો...પરંતુ નંદિની એ જકડી રાખ્યુ....ક્રોધે ભરાઈ ને કાયા એ નંદિની પાસે થી પુસ્તક લઈ નંદિની ને ઉચકી ને મહેલ ની ઉંચાઈ થી નીચે ફેંકી દીધી...
વિશ્વા એ જોર થી અવાજ લગાવ્યો....”નંદિની....”
કાયા મન માં ખુશ થવા લાગી...કે...એણે નંદિની નો અન્ત કરી નાખ્યો...
ત્યા...નંદિની ને પોતાના બન્ને હાથો માં લઈ ને..પૃથ્વી...મહેલ ના ઝરુખા માથી..પવન ની જેમ પ્રવેશ્યો...
પૃથ્વી...એ કાયા ની સામે જોયુ...પૃથ્વીની આંખો માથી...ક્રોધ ને લીધે લોહી ટપક તુ હતુ....
પૃથ્વી ને જોઇ બધા જ ખુશ થઈ ગયા.નંદિની ના આંખ માં હરખ ના આંસુ હતા.
પૃથ્વી એ નંદિની ને નીચે બેસાડી અને...એ ખુદ ઉભો થઈ ને કાયા તરફ ગયો...
કાયા એ પૃથ્વી પર જાદુ થી પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો...પરંતુ પૃથ્વી મનુષ્ય ના રક્ત થી અત્યન્ત શક્તિશાળી થઈ ગયો હતો.
પૃથ્વી પોતાની ગતિ થી...કાયા ના દરેક પ્રહાર થી બચી ગયો...
એમ કરતાં કરતાં પૃથ્વી...કાયા ની એકદમ નજીક પહોચી ગયો...અને પોતાના તીક્ષ્ણ Fangs કાયા ની ગરદન માં પરોવી દીધા.
કાયા પોતાને બચાવવા તરફડીયા મારી રહિ હતી....અને પૃથ્વી....ઘુંટડે ઘુંટડે કાયા ના શરીર નુ રક્ત પાન કરી રહ્યો હતો....આખરે કાયા પોતાના પ્રયાસ માં સફળ થઈ અને એક મન્ત્ર થી એણે પૃથ્વી ને દુર ફેંકી દીધો...
કાયા : તુ મારી સોચ કરતાં વધુ શક્તિશાળી છે...પરંતુ જો તુ એવુ વિચારતો હોય કે કાયા નો અન્ત તુ કરી શકીશ તો યાદ રાખ...કાયા નો અન્ત કોઇ નહિ કરી શકે.
નંદિની ધિમેક થી અવિનાશ પાસે ગઈ....
અહિ પૃથ્વી અને કાયા વચ્ચે ઘમાસાણ યુધ્ધ શરૂ થઈ ગયુ....એમા હવે વિશ્વા અને વિરસીંઘ પણ જોડાઈ ગયા...
નંદિની : અવિનાશ મને લાગે છે...કાયા ઉચિત કહિ રહિ છે...
અવિનાશ : મતલબ ?
નંદિની : તુ જ વિચાર..કાયા હજારો વર્ષો થી જીવિત છે...મતલબ ચોક્કસ થી એનાં અન્ત પાછળ કોઇ રહસ્ય છે...
અવિનાશ : પરંતુ એનાં માટે હવે સમય નથી...
નંદિની: હા એટલે એ જ ઉચિત રહેશે કે જો એનો અન્ત ના થઈ શકે તો એને કેદ તો કરી જ શકાય.
અંગદ ત્યા પહોચ્યો...
અંગદ : નંદિની ઉચિત કહિ રહિ છે...તે જ કહ્યુ હતુ ને ઍ પુસ્તક માં દરેક પ્રશ્નો ના હલ છે...તો આ પણ અવશ્ય હશે
અત્યારે કાયા આપણા બધા પર ભારે પડી રહિ છે...અને એ પહેલા પણ કેદ થઈ ચુકી છે...તો અત્યારે પણ થશે જ.
અમે તને રક્ષણ આપીએ...ત્યા સુધી..ઍ પુસ્તક માથી એનો ઉપાય શોધી લે...
અવિનાશ : ઠીક છે..
અહિ...કાયા બધા સાથે યુધ્ધ માં પરોવાયેલિ હતી...ત્યા..અંગદ ચાલાકી થી પુસ્તક અવિનાશ ને આપી ગયો...
અવિનાશે તુરંત જ કાયા ને કેદ કરવાના મન્ત્ર ની શોધ માં લાગી ગયો...
કાયા ની સામે પૃથ્વી, વિશ્વા ,વિરસીંઘ,મનસા, સ્વરલેખા યુધ્ધ માં લાગેલા હતા...છતા કાયા ની શક્તિઓ બધા પર ભારે પડી રહિ હતી...
ઘણુ શોધ્યા બાદ પુસ્તક ના અંતે...અવિનાશ ને એક મન્ત્ર દેખાયો જે..કાયા જેવી શક્તિશાળી witch ને પણ કેદ કરવા સક્ષમ હતો...આ એજ મન્ત્ર હતો..જેનો ભુતકાળ માં કાયા ને કેદ કરવા ઉપયોગ લેવાયો હતો...
અવિનાશ એ તુરંત અંગદ ને ઇશારો કરી દીધો.....
અંગદ એ સ્વરલેખા અને અરુણરૂપા ને ઍ તરફ લઈ ગયો.
ઍ ચારેય લોકો ઍ મળી ને ઍ મન્ત્ર નો ઉચ્ચાર શરૂ કર્યો...
કાયા મન્ત્ર પર થી સમજી ગઈ..જેથી એને રોકવા તે ઍ બાજુ ધસી ગઈ....પૃથ્વી ઍ રોકવા नो પ્રયાસ કર્યો....એક પલ તો એને રોકી પણ લીધી...પરંતુ કાયા ના ક્રોધ ની સીમા પાર થઈ ચુકી હતી....જેથી....વિશ્વા,વિરસીંઘ પણ કાયા ને રોકી શક્યા નહિ....
પરિસ્થિતિ એવી હતી...કે જો મન્ત્ર માં ખલેલ પહોચે...તો ચારેય ના પ્રાણ પણ જઈ શકે એમ હતા...કાયા એકદમ તેઓ ની પાસે પહોચી ગઈ...અને ઍ ચારેય પર પ્રહાર કરવા હાથ ઉગામ્યો....પરંતુ અન્ત સમયે મનસા વચ્ચે આવી ગઈ...અને એને પોતાની સંપુર્ણ શક્તિ થી.. ઍ ચારેય ની ફરતે એક અતુટ રક્ષા કવચ રચી દીધુ...
ઍ કવચ ને કાયા પાર કરી ના શકી...કાયા પોતાની શક્તિ લગાવી ઍ કવચ તોડવા અનેક પ્રયાસ કરી રહિ હતી.....પરન્તુ મનસા પણ અત્યંત શક્તિશાળી હતી...એણે પોતાની સંપુર્ણ શક્તિ તેઓ ની રક્ષા માં લગાવી દીધી.....
અંતે....કાયા ઍ પણ પોતાની સંપુર્ણ તાકત લગાવી ..અને મનસા નુ કવચ ધીમે.ધીમે તુટવા લાગ્યુ....મનસા ના મોઢા માથી રક્ત વહિ રહ્યુ હતુ...છતા પણ ઍ પોતાની સંપુર્ણ શક્તિ થી તેઓ ની રક્ષા કરી રહિ હતી.....એટલામાં પૃથ્વી ઍ કાયા પર પુન: પ્રહાર કર્યો....આ વખત નો પ્રહાર એટલો જોરદાર હતો કે એને કાયા ને ઉચકી ને દુર ફેંકી દીધી....
મનસા પણ ત્યા જ ઢળી પડી..અને આંખો બંદ કરી લીધી..
અંતે અવિનાશ નો મન્ત્ર પુર્ણ થયો....કાયા ઉભી થઈ પૃથ્વી પર ધસી ગઈ ત્યા...અવિનાશ ઍ વચ્ચે આવી...કાયા માટે કાયાપૂર નો દ્વાર ખોલી દીધો....
અને કાયા સદૈવ માટે કાયાપૂર માં કેદ થઈ ગઈ..અવિનાશ ઍ તુરંત કાયાપૂર ના સમગ્ર દ્વાર બહાર થી બદ કરી દીધા.
બધા ઍ રાહત નો શ્વાસ લીધો...
નંદિની અને બધા મનસા પાસે પહોચ્યા...મનસા ના મુખ અને નાક માથી રક્ત નિકળતું હતુ...નંદિની ઍ મનસા નો ચહેરો સાફ કર્યો...
બધા ની અશ્રુ ઓની ધારા વહેવા લાગી....

એક મહિના બાદ

નઝરગઢ માં પૃથ્વી નુ ઘર સંપુર્ણ શણગારેલુ હતુ..
ઉપર ની સીડી પર થી.મનસા ઠેકડા મારતી મારતી નીચે આવી....
ઍ ઘટના માં મનસા ના પ્રાણ તો બચી ગયા પરંતુ ઍ પોતાની જાદુઇ શક્તિઓ ખોઇ બેઠી ...
મનસા : અરે અવિનાશ ...કેટલી વાર કરિશ....? જ્યારે વિશ્વા જતી રહે એટલે આવજે...
અવિનાશ : હા બસ ..આવી ગયો...પણ આ પૃથ્વી અને અંગદ ક્યા છે...એમને તો મારા કરતાં પણ વધારે સમય લાગે છે...એમને તો બોલાવ...
મનસા : પૃથ્વી....અંગદ...
ઉપર ના કક્ષ માથી....પૃથ્વી અને અંગદ વિવાહ ના વસ્ત્રો માં સજ્જ હતા.
પૃથ્વી પણ નઝરગઢ આવ્યા બાદ....મન્ત્ર ની મદદ થી પોતાના પર કાબુ મેળવી ચુક્યો હતો..
વિરસીંઘ પણ આવી પાછળ થી આવ્યાં...
વિરસીંઘ : હવે માયાપુર જઈશું? ત્યા બધા પ્રતીક્ષા કરતા હશે....
પૃથ્વી,અંગદ,અવિનાશ ,મનસા અને વિરસીંઘ ગુપ્ત દ્વાર થી માયાપુર પહોચ્યા...
ત્યા...સમગ્ર માયાપુર ના વાસીઓ એમના સ્વાગત માટે તૈયાર હતા....એનાં સિવાય આર્દ્રા ના પિતા એમના પરિવાર સાથે સારંગ દેશ થી આવ્યાં હતા...
વિવાહ નો મન્ડપ ઍ જ જગ્યા ઍ જ સજાવલો હતો..જ્યા...પૃથ્વી-નંદિની ના વિવાહ અધુરા રહી ગયા હતા...
આજે તો આખુ માયાપુર શણગારલુ હતુ...
પૃથ્વી....અંગદ અને અવિનાશ વિવાહ ના મન્ડપ માં બેઠા...
સામે થી...અરુણરૂપા વિશ્વા ને લઈ ને મન્ડપ માં આવ્યાં...પોતાની બહેન ને આરીતે જોઇ પૃથ્વી ની આંખો ભરાઈ આવી.
એનાં બાદ...આર્દ્રા ના પિતા આર્દ્રા ને લઈ ને મન્ડપ મા આવ્યાં.
અંગદ આર્દ્રા ને બસ એક નજરે જોઇ રહ્યો...અવિનાશ એને જરાક હલાવ્યો...
પૃથ્વી..ની નજરો..નંદિની ને શોધી રહી હતી....
વર્ષો થી જે ઘડી નો ઇંતેઝાર હતો..બસ ઍ થોડાક ક્ષણ દુર હતી..
આખરે...પૃથ્વી ના ઇંતેઝાર નો અન્ત આવ્યો....સ્વરલેખા...નંદિની ને લઈ ને...મન્ડપ માં પ્રવેશ્યા..
સુરજ નુ તેજ પણ શરમાઈ જાય એવુ નંદિની રુપ.. બધા ને ઝાંખું પાડતું હતુ...
નંદિની ના કલાઈ પર હજુ પૃથ્વી ઍ બાંધેલા વિવાહ ના ધાગા હતા...
અવિનાશ અને વિશ્વા ઍ એકબીજા ના કલાઈ પર ધાગા બાંધ્યા....
અંગદ અને આર્દ્રા ઍ પણ એકબીજા ની કલાઈ પર ધાગા બાંધ્યા.....
નંદિની ઍ પૃથ્વી ને બાંધવાના ધાગા સાચવી રાખેલા હતા....
ઍ ધાગા પૃથ્વી ના કલાઈ પર બાંધ્યા...

વિવાહ કર્તા : હવે તમે લોકો એકબીજાં ને એક.એક વચન આપો..
અવિનાશ : હુ વચન આપુ છુ..કે સદૈવ તારા ગુસ્સા ને સહન કરિશ...
વિશ્વા હસવા લાગી “ અને હુ હમેશ તારા આ વચન ને યાદ કરાવીશ”
સ્વરલેખા : આ બન્ને નહિ સુધરે...
અંગદ : હુ વચન આપુ છુ...સદૈવ તારી રક્ષા કરિશ..
આર્દ્રા : આપણા વચ્ચે નો પ્રેમ કોઇ દિવસ નહિ ખુટે.
પૃથ્વી: સુર્ય ના ઉદય થી ચંદ્રમા ના અસ્ત થવા સુધી...
આ પૃથ્વી ના અસ્તિત્વ થી...અંતીમ શ્વાસ સુધી...આ પૃથ્વી તારો હતો,તારો છે અને તારો જ રહેશે...
નંદિની : મારા જીવન ની એક એક ક્ષણ તારી રહેશે, તુ મારી શરીરની રગ રગ માં છે... જ્યા સુધી જીવીશ ફક્ત તારી બની ને જ રહીશ...
પૃથ્વી વિના આ નંદિની અધુરી છે...ભવિષ્ય મા કોઇ પણ સમસ્યા આવશે તો તારી ઢાલ બની ને રહીશ.
હાથ માં હાથ નાખી ને આ જીવન ના દરેક પડાવ ને પાર કરીશુ...
હુ વચન આપુ છુ...
વિવાહ કર્તા : અહિ તમારા વિવાહ સમ્પન્ન થાય છે...
ચારેય બાજુ તાલીઓના ગડ ગડાટ થઈ ગયો....
એક સપ્તાહ બાદ
અંગદ એ આર્દ્રા ને આપેલુ વચન પુર્ણ કર્યુ..
લાલ પુસ્તક ની મદદ થી એને સારંગ દેશ ને માયાપુર ની જેમ સદૈવ માટે...અદ્રશ્ય કરી દીધુ...અને નઝરગઢ છોડી થોડાક દિવસ સારંગ દેશ ચાલ્યો ગયો...
અવિનાશ પણ વિશ્વા ની સાથે...માયાપુર માં સમય ગાળવા ચાલ્યો ગયો...
અહિ નઝરગઢ માં ધીમી ધીમી હિમવર્ષા થઈ રહી હતી....
અને શિતળ પવન વહિ રહ્યો હતો...
એ જ જુની લાકડા ની બેંચ પર નંદિની અને પૃથ્વી બેઠા હતા...
નંદિની પૃથ્વી ના ખભા પર માથુ રાખી ને આંખો બંધ કરી ને બેઠિ હતી..
બન્ને ના હાથ એકબીજા ના માં પરોવેલા હતા..
નંદિની : પૃથ્વી..
પૃથ્વી : હમ્મ્મ
નંદિની : શુ આ જ અન્ત છે ? એક સુખદ અન્ત...
પૃથ્વી : અન્ત કેવો હોય ઍ મહત્વ નુ નથી..અન્ત માં આપણે સૌ સાથે છીએ...
તુ મારી સાથે છે ...
નંદિની : અને કાયા નુ શુ ?
પૃથ્વી : ઍ હજારો વર્ષો થી પેટાળ માં કેદ હતી...ફરિ થી વર્ષો સુધી કેદ રહેશે...અને કદાચ ફરિ થી આઝાદ પણ થઈ જાય.
પછી કદાચ બીજો કોઇ પૃથ્વી,નંદિની અને તેમનો પરિવાર એને કેદ કરશે...
પૃથ્વી મન્દ મુસ્કયો...
નંદિની : તને લાગે છે કે...પૃથ્વી ની જગ્યા કોઇ લઈ શકે છે ?
પૃથ્વી : ના કદાચ .......નંદિની ની જગ્યા કોઇ નહિ લઈ શકે.

THE END

નમસ્કાર વાચક મિત્રો...
આપણી નવલ કથા પૃથ્વી: એક પ્રેમ કથા...અહિ પુર્ણ થાય છે....આ ભાગ ને પ્રકાશિત કરવામા સમય લાગ્યો એનુ મુખ્ય કારણ હતુ..કે આ યાત્રા ને પુર્ણ કરવાનુ મન જ નહતું..
પરંતુ..દરેક નવી શરુઆત માટે..એક અન્ત ની જરૂર હોય છે...
આ ગૌરવશાળી યાત્રા...માટે...આપ સૌ મારા પરિવાર જનો ને હદય પુર્વક ખુબ ખુબ આભાર...
અનેક વાર નવલકથા ના ભાગ પ્રકાશિત થવામાં વિલંબ થવા છતા..આપ સૌ આતુરતા પુર્વક આ યાત્રા માં જોડાયેલ રહ્યા ઍ માટે આપ સૌ ને BIG THANK YOU.

આપણી એક યાત્રા આજે વિરામ લે છે....પરંતુ જે રીતે આગળ ના ભાગ માં કહ્યુ હતુ કે કંઈક twist છે..જેના પર થી પરદો હટાવવાનો છે..
તો હુ આપ સૌ ને જણાવવા માંગુ છુ કે...
ટુંક સમય મા જ એક નવી નવલકથા જે નઝરગઢ ના રહસ્યો પર આધારિત હશે...તેની શરુઆત થાશે...
આ નવલકથા પણ પૃથ્વી ની જેમ જ રહસ્ય રોમાંચ થી ભરેલી હશે.જેમા શક્ય છે..કે આપ પૃથ્વી નવલકથા ના અમુક પાત્રો ને ફરિ થી જીવંત કરી શકશો...
એનાં વિશે ને detail information હુ ટુંક સમય માં મારા insta id પર મૂકીશ...
ID – dr.kaushal.nayak.94


Thank you.....