પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 32 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 32

પૃથ્વી પોતાની જગ્યા પર થી ઊભો થયો ,અને નંદની તરફ આગળ વધ્યો,

નંદની એ પોતાની આંખો નીચે ઝુકાવી લીધી.બધા એક દમ શાંત થઈ ગયા.

પૃથ્વી ધીમે ધીમે નંદની તરફ આગળ વધી રહ્યો હતો,ગભરાહટ ના કારણે નંદની પોતાના નખ કચકચવી રહી હતી ,પણ અહી પૃથ્વી બિલકુલ આત્મવિશ્વાસ થી ભરપૂર હતો.

પૃથ્વી નંદની પાસે જઈને ઊભો રહ્યો,નંદની હજુ પણ નીચે જ જોઈ રહી હતી ,વિશ્વા જે નંદની ના બાજુ માં બેઠી હતી ,એ ખસી ને બીજી બાજુ ભાગી ગઈ ,હવે એ જગ્યાએ ફક્ત નંદની અને પૃથ્વી જ બેઠા હતા.વિશ્વા ના ચાલ્યા જવા થી નંદની વધારે ડરી ગઈ,આટલી સદીઓ થી પૃથ્વી સાથે રહેવા છતાં નંદની ના મન માં એક સંકોચ હતો ,એ ડર એ સંકોચ ઘર ના બધા સભ્યો ની હાજરી ની મર્યાદા હતી.

પૃથ્વી નંદની ના આગળ પોતાના ઘૂંટણીયે બેઠો.

નંદની નો જમણો હાથ પોતાના ડાબા હાથ માં લીધો ,પૃથ્વી નો સ્પર્શ થતાં જ નંદની નો બધો જ ડર ,સંકોચ ,ગભરાહટ જાણે પળ ભર માં દૂર થઈ ગઈ.

હવે નંદિની એ પૃથ્વી ના આંખો માં જોયું.એની આંખો માં જાણે એમની પ્રેમ લીલા ની જન્મ થી માંડી ને અત્યાર સુધી ની આખી ગાથા એક ફિલ્મ ની જેમ ચિત્રણ થઈ રહી હોય એવું લાગ્યું,સામે પૃથ્વી પણ નંદિની ની આંખો માં જ ખોવાઈ ગયો.

થોડોક સમય બંને એકબીજા ની આંખો માં જ જોઈ રહયા.

બીજા બધા ઉપસ્થિત લોકો પણ એક ટસે એમને જોઈ રહયા હતા.

અવિનાશ એ મૌન તોડ્યું.એ ધીમેક થી બોલ્યો.

અવિનાશ : મને લાગે છે કે ......આ બંને પ્રેમ નો ઇઝહાર મનમાં જ કરી લેશે. કોઈક સચેત કરો એમને કે અમે અહી રાહ જોઈ ને ઊભા છીએ.

અંગદ: સાચી વાત છે

વિશ્વા એ જોર થી ખાંસી ખાઈ ને અવાજ કર્યો

પૃથ્વી અને નંદની તરત સચેત થયા.

વિશ્વા : હવે આગળ વધો પૃથ્વી....

પૃથ્વી એ હા માં માથું હલાવ્યું.

પૃથ્વી ધીમેક થી બોલ્યો

“ના જાણે....... કેટલા વર્ષો થી આપણે સાથે છીએ.....નંદિની.આપણાં આ ટૂંકા પ્રેમ પ્રકરણ માં કેટલાય ઉતાર ચઢાવ આવ્યા ......કેટલાય સુખ દૂ:ખ આવ્યા ,એ વાત અલગ છે કે વધારે તો દૂ:ખ જ આવ્યા છે,પરંતુ જીવન એ દરેક વળાંક માં તું મારી સાથે હતી,આપણે મનુષ્ય હતા ત્યાર થી એક બીજા ને પ્રેમ કરીએ છે

અને આજે સદીયો પશ્ચાત પણ આપણાં પ્રેમ માં ફક્ત વધારો જ થયો છે,એક રાક્ષસ નું જીવન મળ્યા બાદ પણ એક તારો પ્રેમ જ હતો જેને મારી માનવતા ને મરવા દીધી નથી ,એ તું જ હતી જેને લેશમાત્ર પણ મારા પ્રેમ પર કોઈ પણ ક્ષણે શંકા કરી નથી. .નંદની..... તું મારો શ્વાસ છે ....આ નિર્જીવ શરીર નો પ્રાણ છે .....તું મારો પ્રેમ જ નહીં ...મારા જીવન જીવવા નું એકમાત્ર ધ્યેય છે......

એ કહેવા માં કોઈ જ અતિશયોકતી નથી કે આ પથ્થર રૂપી પૃથ્વી નું તું એ અભિન્ન અંગ છે ,જેના વગર પૃથ્વી નામશેષ થઈ જશે.

હું જાણું છું કે મારા કારણે તારે કેટલાય સંકટો અને દૂ:ખ નો સામનો કરવો પડ્યો છે ,પરંતુ આવનારા સમય માં તને કોઈ પણ દૂ:ખ ના ભોગવવું પડે એનો પ્રયત્ન કરીશ.

તો શું નંદની તું .....મારા આ કાંટાઓ થી ભરેલા આ પ્રેમ ના રસ્તા પર સદાય માટે મારી જીવનસંગિની બનવા ઈચ્છે છે ?

પૃથ્વી ના વચનો સાંભળ્યા બાદ નંદની ના નેત્રો માં ફક્ત આંસુઓ હતા.અને સાથે સાથે વિશ્વા અને સ્વરલેખા પણ પોતાની લાગણીઓ ને રોકી ના શક્યા.

નંદની એ આંસુ લૂછી ને પૃથ્વી ને ઊભો કર્યો......નંદની એ પૃથ્વી ના હાથ પોતાના હાથ માં લીધા.

નંદની : આ નંદની તો જન્મ થી જ પૃથ્વી ની હતી,એમાં કોઈ શંકા ને સ્થાન નથી.બસ એતો આપણી કિસ્મત ને સીધી રાહ પસંદ નહોતી ,એટ્લે આપણે આવડી વિશાળ યાત્રા કરવી પડી ,અને હજુ પણ જો આ યાત્રા વળાંકો લેશે અને ગમે એટલી મુસીબતો આવશે ,પણ તું દરેક ક્ષણે મારી સાથે ઊભો હશે તો મને મારી કિસ્મત પ્રત્યે કોઈ ફરિયાદ નથી.

તું મારા દરેક પ્રશ્ન નો જવાબ છે ......તારો સ્પર્શ માત્ર મારા દરેક દર્દ નો ઈલાજ છે.....તું મારા હદય નો દરેક ધબકાર છે .....તું મારી અંધાર દુનિયા નો એકમાત્ર પ્રકાશ છે.... તું મારૂ જીવન પણ છે અને મારો જીવ પણ છે.

આ જનમ તો ઠીક પણ લાખો જન્મ સુધી આ નંદની ફક્ત પૃથ્વી ની જ રહેશે.

એટ્લે હા ...... આપણાં ઘર ના બધા ઉપસ્થિત લોકો ની સહમતી પશ્ચાત હું સદાય માટે તારી પ્રાણ સંગિની ,તારી જીવનસાથી બનવા માટે સજ્જ છું.

આટલું બોલી બંને રડતાં રડતાં એકબીજાને ભેટી પડ્યા.

બધા શાંતિ થી જોઈ રહયા હતા ,પણ મનસા તાલી વગાડવા લાગી ...એ પ્રેમ નો ઇઝહાર જોઈ ને ખૂબ ખુશ થઈ ગઈ ,આ જોઈ ને બીજા બધા એ પણ તાલી વગાડી એ બંને નું અભિવાદન કર્યું.

પૃથ્વી અને નંદની એ જોઈ રડતાં રડતાં હસી પડ્યા.

સ્વરલેખા આગળ આવ્યા અને બંને ના માથા પર હાથ મૂક્યો.

પાછળ થી વિશ્વા બોલી “તમારી બંને પાસે થી આટલા સારા ઇઝહાર ની અપેક્ષા તો નહોતી પણ તમે લોકો એ તો માહોલ જ બદલી નાખ્યો”

અંગદ : હા ....મને ખબર નહતી કે પ્રેમ આટલો સુંદર પણ હોય શકે ?

સ્વરલેખા : અંગદ ....પ્રેમ નું બીજું નામ જ પૃથ્વી અને નંદિની છે.....પરંતુ નંદની એ જે અંત માં કહ્યું કે ઘર ના સમગ્ર લોકો ના સહમતી પશ્ચાત એ વિવાહ કરશે .....એ દર્શાવે છે કે નંદની પોતાના પરિવાર ને કેટલો પ્રેમ કરે છે.

એટ્લે વધુ સમય વ્યર્થ ન કરતાં હું આ બંને ના વિવાહ ને સમર્થન આપું છું.

વીરસિંઘ : હું પણ

અરુણરૂપા : હું પણ સહમત છું.

અંગદ અને વિશ્વા એ પણ સહમતી દર્શાવી .

અવિનાશ : આમ તો મારે સરળતા થી સહમતી આપવાની ઈચ્છા નહતી ....પણ હું પણ સહમત છું.

પૃથ્વી : આ વ્યક્તિ કોઈ દિવસ નહીં સુધરે.

બધા હસવા લાગ્યા.

મનસા : પણ હું સહમત નથી.

આ સાંભળી બધા અચરજ માં પડી ગયા કે મનસા ને અચાનક શું થઈ ગયું.

અંગદ : કેમ મનસા ? શું થયું ?

મનસા : હું મારી સહમતી ત્યારે જ આપીશ જ્યારે પૃથ્વી વચન આપે કે એ વિવાહ પછી નંદની ને એવી ભેટ આપશે જેની કોઈ દિવસ કોઈ એ કલ્પના ના કરી હોય અને જેનું કોઈ મૂલ્ય ના હોય.

સ્વરલેખા : એવી કઈ ભેટ છે જેની કોઈ દિવસ કોઈ એ કલ્પના કરી ના હોય ? .

મનસા : બસ એ જ તો પૃથ્વી ની પરીક્ષા છે.

પૃથ્વી થોડુક હસ્યો “ મને મનસા ની ચૂનૌતી સ્વીકાર છે”

નંદની : પણ પૃથ્વી ......તું એ ભેટ ...

પૃથ્વી : નંદિની ....મનસા સત્ય કહે છે, એ રિવાજ છે અને મારી ફરજ પણ ....તારા પૃથ્વી પર વિશ્વાસ રાખ.

મનસા .....હું વચન આપું છું.

મનસા : ઠીક છે તો ...હું પણ આ વિવાહ ને મારી સહમતી આપું છું.

બધા હર્ષો ઉલ્લાસ માં આવી ગયા.

વિશ્વા : તો ઉત્સવ ની તૈયારી શરૂ કરો.

બધા ખુશ હતા.......ત્યાં અંગદ ને એમના સિવાય પણ બીજા કોઈ નો હોવાનો ભાસ થયો.... એને એક werewolf ની ગંધ આવવા લાગી.એ ધીમેક થી બધા વચ્ચે થી નીકળી ને જંગલ તરફ ગયો.

વિશ્વા ની નજર અંગદ પર પડી ....એ પણ બીજા થી છુપાઈને અંગદ ના પાછળ ગઈ.

અવિનાશ આ બધુ ધ્યાન થી જોઈ રહ્યો હતો.

અંગદ એ જેને જોયો એ પાવક નો ગુપ્તચર હતો જે આ લોકો પર નજર રાખી રહ્યો હતો.

પરંતુ અંગદ ત્યાં પહોચે એ પહેલા જ જંગલ ની વાદિયો માં ગુમ થઈ ગયો.અંગદ એને ચારેય બાજુ શોધી રહ્યો હતો . ત્યાં અચાનક એક હાથ આવી ને અંગદ ના ખભા પર પડ્યો ,અંગદ ઘભરાઈ ને પાછળ જોયું તો ......એ વિશ્વા હતી.

અંગદ : વિશ્વા .....તું છે ,મને લાગ્યું કે ....

વિશ્વા : werewolf છે ......

અંગદ : હા પણ તને....

વિશ્વા : યાદ છે એ વખતે જ્યારે આપણે ઘર ના છત પર ઊભા હતા અને મને કઈક દેખાયું હતું ....

અંગદ : હા ...

વિશ્વા : બસ આ જ ગંધ હતી ....એ wolf ની. મે તને જણાવ્યુ પણ તને વહેમ લાગતો હતો

અંગદ : હા મને લાગે છે તું સત્ય કહે છે.

વિશ્વા : આ કિસ્સો બીજી વાર બન્યો મતલબ કોઈક છે જે આપણાં પર નજર રાખી રહ્યું છે.પણ કોણ હોય શકે એ werewolf ?

અંગદ : કઈ કહી શકાય નહીં ....પણ મને લાગે છે કે .....

અંગદ સંવાદ પૂરો કરે એ પહેલા પાછળ થી અવિનાશ આવ્યો.

અવિનાશ : શું થયું ? તમે બંને અહી અચાનક આવી ગયા ? કોઈ પરેશાની છે ?

અંગદ : ન......ના.....આ.....અવિનાશ એવું તો કઈ નથી.અમે તો બસ .....

વિશ્વા સમજી ગઈ કે અંગદ ઘર માં બીજા કોઈ ને આ વિષય માં જાણ કરાવવા માંગતો નથી.એ નથી ઈચ્છતો કે ઘર માં ખુશી નો માહોલ ડહોળાઇ જાય ,એટ્લે વિશ્વા એ પણ અંગદ નો સાથ આપ્યો.

વિશ્વા : અમે બસ એ યોજના કરતાં હતા કે પૃથ્વી ના વિવાહ માટે કઈક અલગ વ્યવસ્થા કરવી જોઈએ ,એટ્લે અંગદ તો સમય વ્યર્થ કરવા જ નથી માંગતો ,અત્યાર થી ઉચિત જગ્યા શોધી રહયો છે.

અંગદ : હ.....હા......બસ એ જ .

અવિનાશ ખોટું ખોટું હસ્યો ,પણ આખા ઘર માં સૌથી ચાલાક અને હોશિયાર અવિનાશ હતો ,એ સમજી ગયો કે એના થી કઈક છુપાવવામાં આવી રહ્યું છે.

અવિનાશ : ઠીક છે .....તો બધુ કામ તમે બંને એકલા જ કરી લેશો ....થોડુક મારા માટે પણ બાકી રાખો.

એ બધુ શાંતિ થી વિચારી લઈશું ,વિશ્વા ......આપણે ઘરે જવું જોઈએ.ઘણી વ્યવસ્થા કરવાની છે.

વિશ્વા : હા અંગદ ....તું પણ ચાલ.

અંગદ : હા .

ત્રણેય જણા ત્યાં થી નીકળ્યા પણ અવિનાશ ના મન માં શંકા ના નવા બીજ રોપાઈ ગયા.

ત્રણેય ઘરે પહોચ્યા. બધા પોત પોતાના કાર્યો માં વ્યસ્ત હતા.ત્યાં અંગદ વિશ્વા ને મળીને કઈક જણાવવા માંગતો હતો.પરંતુ અવિનાશ સતત વિશ્વા ની સાથે જ હતો.

પરંતુ જેમ તેમ કરીને અંગદ એ વિશ્વા સાથે વાત કરવા નો સમય લઈ લીધો,જ્યારે અવિનાશ મનસા સાથે વ્યસ્ત હતો ત્યારે ,વિશ્વા અને અંગદ ચુપકે થી ઘર થી દૂર જંગલ માં નીકળી ગયા અને એક નાની પહાડી પર પહોચી ગયા.

અંગદ : મને લાગે છે કે અવિનાશ ને કઈક શંકા છે.

વિશ્વા : હા લાગે તો મને પણ છે ,પરંતુ અત્યારે વધુ મહત્વ નું એ werewolf વિષે જાણવાનું છે.તું શું જાણે છે એના વિષે.

અંગદ : હું ચોકકસપણે તો ના કહી શકું પણ હા.....મને શંકા છે કે.....

વિશ્વા : શું શંકા છે ?

અંગદ : એ જે કોઈ પણ હતો એ મારા ચાર ભાઈઓ માથી કોઈક એક નો ગુપ્તચર હોવો જોઈએ.

વિશ્વા ; હું સમજી નહીં ...તારા ભાઈઓ નો ગુપ્તચર.

અંગદ : તને કદાચ ધ્યાન બહાર ગયું હશે ,પરંતુ જ્યારે અમે તને બચાવવા ભૂતકાળ માં આવ્યા ત્યારે મે તને બધી વાત કરી હતી.

અંગદ એ એના ભાઈઓ સાથે ના વેર ની બધી વાતો સ્મરણ કરાવી.

વિશ્વા : હા .....તે મને બધી વાત કરી તો હતી.

જો એ ગુપ્તચર તારા ભાઈઓ નો છે ...મતલબ હજુ પણ આપણાં પરિવાર પર ખૂબ મોટું સંકટ છે.

મને ભય છે અંગદ કે આપણી જિંદગી માં જે ખુશીઓ મુશ્કેલ થી આવી છે એ પાછી છીનવાઇ જશે.

અંગદ : હા હું જાણું છું ....એટ્લે જ તો હું તને એ વાત જણાવવા માંગતો હતો.

વિશ્વા : મને લાગે છે આપણે ઘર માં સૌ કોઈ ને સતર્ક કરી દેવા જોઈએ.

અંગદ : નહીં વિશ્વા ,ભૂલ થી પણ ઘર માં કોઈ ને ખબર ના પડવી જોઈએ.

નહીં તો પૃથ્વી અને નંદની પોતાનો વિવાહ ટાળી દેશે.

વિશ્વા : તો હવે શું વિચાર છે ?

અંગદ : મારી પાસે એક ઉપાય છે.........

ક્રમશ ...................