"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યે‌ષુ‌ સર્વદા!"હે! ગણેશજી, કોઈપણ શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ આપો."ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો." બ્રાહ્મણ બોલ્યા."ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની અનેક વિધિઓ માં ની એક વિધિ. બધાં ખૂબ જ ઉત્સાહમાં હતાં. સુંદર સાડીઓ અને ઘરેણાં સુસજ્જિત સ્ત્રીઓ અને પારંપરિક વસ્ત્રોમાં પુરુષો. ઘરનું માહોલ હર્યુભર્યું .ક્યાંક વાતો ક્યાંક ગીતો, ક્યાંક જોર જોરથી હસવા ના અવાજ ,આ બધામાંં આકાંક્ષાને ખૂબ જ એકલવાયું લાગતું હતું. મમ્મી પપ્પા ની મરજી ના લીધે લગ્ન તો કરી રહી હતી પણ પછી.... મનમાં લાખો સવાલો હતા ,ડર હતો

Full Novel

1

નથણી ખોવાણી

"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યે‌ષુ‌ સર્વદા!""હે! ગણેશજી, કોઈપણ શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આપો."ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો."બ્રાહ્મણ બોલ્યા."ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની અનેક વિધિઓ માં ની એક વિધિ. બધાં ખૂબ જ ઉત્સાહમાં હતાં. સુંદર સાડીઓ અને ઘરેણાં સુસજ્જિત સ્ત્રીઓ અને પારંપરિક વસ્ત્રોમાં પુરુષો. ઘરનું માહોલ હર્યુભર્યું .ક્યાંક વાતો ક્યાંક ગીતો, ક્યાંક જોર જોરથી હસવા ના અવાજ ,આ બધામાંં આકાંક્ષાને ખૂબ જ એકલવાયું લાગતું હતું. મમ્મી પપ્પા ની મરજી ના લીધે લગ્ન તો કરી રહી હતી પણ પછી.... મનમાં લાખો સવાલો હતા ,ડર હતો ...વધુ વાંચો

2

નથણી ખોવાણી - પ્રકરણ-૨

"સારું -સારું...જઈએ છીએ બસ ....અને બંને હાથ મોં ધોઈ કપડાં બદલી કોઈ એવી જગ્યા શોધવા લાગ્યા જ્યાં કોઈ ના પણ આ તો લગ્ન નું ઘર હતું; ઘરનો એક જ પ્રસંગ ,ધામધૂમ થી દૂર -દૂરના સગાં આવેલા કોઈ જગ્યા કેવી રીતે મળે ? બંને એકબીજાની સામું જોઈ રહ્યા. આકાંક્ષા એ કહ્યું,' ચાલતાં- ચાલતાં વાતો કરીએ ', એટલામાં તો કાકી એ હાક મારી , "ઓ છોકરીઓ ક્યાં જાવ છો ? રાત્રે ક્યાંય જવાનું નથી ! " વાતો કરવી છે ....! આકાંક્ષા એ કહ્યું. કાકી સ્વભાવે ખુબ જ પ્રેમાળ, મનમાં કદાચ વિચાર્યું હશે ,કે હવે તો એ પરાયી થઈ જવાની કદાચ આવો ...વધુ વાંચો

3

નથણી ખોવાણી - પ્રકરણ - ૩

વાજતે - ગાજતે મામેરૂ આવી ગયું . અને પછી ગ્રહશાંતિ નો પ્રસંગ ધામધૂમ થી પૂરો થયો. ગમગીન આકાંક્ષા ને જોઈ રહી. આકાંક્ષા એ જમવા માટે થાળી તો લીધી‌ હતી પણ માંડ માંડ ગળે થી કોળિયો ઉતારી રહી હતી. એટલા માં બધા સગાં સંબંધીઓ અને સખીઓ આજુબાજુ આવી ને ટોળું વળી ગયા અને જાત જાતની ઠઠ્ઠામશ્કરી કરવા માંડ્યા. આકાંક્ષા પણ બધું ભૂલી વાતો કરવા લાગી, હસવા લાગી. કદાચ એને પણ એ પળ સુંદર લાગતી હતી અને કોને ના ગમે? બહું ઓછી એવી પળો માણવા માટે હોય છે જિંદગી માં જ્યાં બધે હસી ખુશી થી એક બીજા સાથે વાતો કરે એવો માહોલ હોય. ...વધુ વાંચો

4

નથણી ખોવાણી - પ્રકરણ -૪

સાંજ ના સાત વાગી ચૂક્યા હતા. મુહુર્ત પ્રમાણે જાન આવી જવી જોઈતી હતી પણ હજી સુધી નહોતી એ વખતે મોબાઈલ ફોન નહોતા કે ફોન કરીને પૂછી શકો 'ક્યાં પહોંચ્યા?' હવે આકાંક્ષાની ધીરજ ખૂટી ગઈ હતી ઘરેણાથી લદાયેલુ શરીર માં જાણે ભાર લાગવા માંડ્યો હતો હજી કેટલાક કલાક આ ભાર વેઠવાનો હતો. મનમાં વિચારી રહી ' ખરેખર આ ઘરેણાં નો ભાર છે ?' અત્યાર સુધી જે ખુશી ખુશીથી પહેરતી હતી એ અચાનક આમ ભાર રુપ કેમ લાગવા માંડ્યું ? કદાચ આ જવાબદારીનો જ ભાર હશે? એટલામાં રમ્યા દોડીને આવી. રમ્યા પડોશીની દીકરી હતી. ખુબ જ રમુજી... નિર્દોષતાથી આકાંક્ષાને જોઈને જોતી જ રહી આમ તો આવીને ખોળામાં બેસી જતી પણ આજે ...વધુ વાંચો

5

નથણી ખોવાણી - પ્રકરણ - ૫

આકાંક્ષા એ શર્મિલુ સ્મિત આપ્યું. અને હાર પહેરાવા માટે હાથ ઊંચો કર્યો એટલા માં અમોલના ભાઈબંધો એ એને ઊંચકી લીધો અને બોલવા માંડ્યા , હવે પહેરાવો હાર ! અમોલ જરાય ઝુકતો નહીં હો ! અને જોરજોરથી હસવા લાગ્યા . આ બાજુ આકાંક્ષાના કાકા , મામા અને ભાઇઓ એ એને ઊંચકી લીધી અનેઆકાંક્ષા એ હાર છુટ્ટો અમોલ નાં ગળામાં નાખ્યો .હાર પણ બરાબર અમોલ ના ગળામાં આવીને અટક્યો. અમોલ ના મિત્રો એ આશ્ચર્યથી કહ્યું , અરે ભાભી નું નિશાન તો પાક્કું છે હો !!! ત્યાં તો ઘાયલ થયો છે આપણો ભાઈબંધ !!! અને ચારોતરફ થી હાસ્ય રેલાયું. ...વધુ વાંચો

6

નથણી ખોવાણી - પ્રકરણ - ૬

સવારે જ્યારે આકાંક્ષા ની આંખો ખુલી અને કાંડા ઘડિયાળમાં જોયું તો છ વાગી ગયા હતા. થી બાથ અને શેમ્પૂ કરી તૈયાર થઇ ગયી. અને અમોલ ને ઉઠાડી બિન્દી લગાવવા ડ્રેસિંગ ટેબલ આગળ ગઈ. લાલ રંગ ની સાડી માં સજ્જ અને ભીનાં ટપકતાં વાળ માં આકાંક્ષા ખૂબ જ મોહક લાગતી હતી. અમોલ સહેજ વાર આકાંક્ષા ને જોઈ રહ્યોં. આકાંક્ષા ની નજર અમોલ પર પડી, મીઠા સ્મિત સાથે બોલી, ચલો ! મોડું થઈ જશે? જવું જરૂરી છે? અમોલે અનિચ્છા દર્શાવતા કહ્યું. હા , ! કુળદેવી પગે લાગવા તો જવું જ પડે ને? અને પછી ક્યારે જાશું ? કાલે તો આપણે મુંબઈ અને પછી સિંગાપોર જાશું.! આકાંક્ષા એ કહ્યું. ...વધુ વાંચો

7

નથણી ખોવાણી - પ્રકરણ - ૭

' પ્રિયે, ' થોડા દિવસ પહેલા સમાચાર પત્ર વાંચતા વાંચતા એક વાંચ્યો હતો. લગ્ન વિષયક હતો , કદાચ એટલે જ વાંચ્યો હતો. એમાં એક શ્લોક હતો. તું જો મને મારી પત્ની તરીકેની તારી પાસે અપેક્ષાઓ પુછું ને .., તો આ શ્લોકમાં બધું જ સમાયેલું છે. અને આ પત્ર લખવા નો આશ્રય પણ કદાચ એ જ હતો કે આ શ્ર્લોક તને ' આદર્શ ગૃહિણી ' બનવા ની તારી યાત્રા માં મદદરૂપ થાય. કદાચ આટલી સારી રીતે હું તને ક્યારેય સમજાવી શકતો નહીં. ' કાર્યેષુ દાસી , કરણેશુ ...વધુ વાંચો

8

નથણી ખોવાણી - પ્રકરણ - ૮

" શું થયું? ચુપ કેમ થઈ ગઈ? સફળ લગ્નજીવન માટે આપણી પાસે ઘણી બધી ધારણાઓ છે. ફક્ત ધારણાઓ..પાયાવિહોણી ધારણાઓ એ તો તદ્દન ખોટું તો ના જ કહેવાય. પ્રેમ અને લગ્ન ને ટકાવી રાખવા માટે કોઈ ધર્મ પર્યાપ્ત નથી. બે વ્યક્તિના મનનો મનમેળ આવશ્યક છે . અને જો એવું ના હોત તો આટલા લગ્ન બાહ્યેત્તર સંબંધો ના હોત . ગોઠવાયેલા લગ્ન માં પણ વડિલો નાં પસંદ ની કન્યાને ઘરમાં લાવ્યા પછી પણ દહેજ માટે ત્રાસ આપવો અને કેટલાક કિસ્સાઓમાં મારી પણ નાખે છે. બાળક ના થવાના લીધે કે ફક્ત પુત્રીને જન્મ આપવા નાં લીધે આપેલા ત્રાસ ...વધુ વાંચો

9

નથણી ખોવાણી - ૯

આકાંક્ષા પ્રથા નાં ઘરે ગઈ , એ વખતે ઘર માં પ્રથાની નાની બહેન પૂર્વા અને એના મમ્મી જોશના બેન આકાંક્ષા જઈને પૂર્વા ને ભેટી ને રડી પડી અને રડતાં રડતાં જોશનાબહેન ને પૂછ્યું, માસી ! પ્રથા એ આવું કેમ કર્યું ? શું કરીએ બકા ! જો ને આપણને બધાને છોડીને ચાલી ગઈ એ! જોશના બહેન રડતાં રડતાં બોલ્યા અને ઉમેર્યું , એણે કેટલીક વાર કહ્યું હતું કે મારે પાછા આવવું છે પણ પૂર્વા અને એના ભાઈ ના લગ્ન બાકી છે જ ચેવીરીતે પાછી લાઈયે? જોશનાબહેન ની બોલવા ની લઢણ થોડી અલગ હતી. તમારા માટે સમાજ વધારે ...વધુ વાંચો

10

નથણી ખોવાણી - પ્રકરણ -૧૦

" તમે બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા લાગો છો ?"ગૌતમે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું." હા !" સિદ્ધાર્થે કહ્યું."ડોક્ટર સાહબ આપકી ટિકિટ કનફર્મ હો ગઈ હૈ. સોરી થોડા વૅટ કરના પડા." ટી.સી. એ કહ્યું" થૅન્ક યુ ! હોતા હૈ કભી કભી . લાસ્ટ મોમેન્ટ પે ટિકિટ કરવાયા થા. અંદાઝા તો થા. ખૈર અભી હો ગયા કનફર્મ. અચ્છા હૈ." સિદ્ધાર્થે ટી.સી. ને કહ્યું." એકદમ પ્લાન કરીએ તો આવું જ થાય એમ પણ એ.સી નાં કોચ ઓછા હોય એટલે શક્યતાઓ વધારે છે. ચાલો હું જવું , પછી કોન્ફરનસ માં જવાનું છે . તારી પાસે મારો નંબર છે . કાલ- બાલ કોલ કરજે ...વધુ વાંચો

11

નથણી ખોવાણી - પ્રકરણ - ૧૧

તન્વી ના આગમન થી દમયંતીબહેન ખુબ જ ખુશ હતા. એમને મનમાં આશા હતી કે હવે ગૌતમ કોઈ ને કોઈ લગ્ન માટે માની જ જશે . તન્વી દેખાવે ખૂબ જ સુંદર , સ્માર્ટ , મોડર્ન અને થોડી ચુલબુલી હતી. કોઈ નું પણ મન જીતવા માં એને સમય નહોતો લાગતો. ભરતભાઈ અને મનહરભાઈ નાનપણના મિત્ર હતા તેથી તન્વી ને ખાસ અજુગતું નહોતું લાગતું . બધા જ લોકો જાણીતા અને પોતાના હતા , તેથી તન્વી ને એડજસ્ટ થવામાં ખાસ તકલીફ થઈ નહોતી . આકાંક્ષા પણ ખુબ જ ખુશ હતી. એને થોડો અંદાજ હતો કે ...વધુ વાંચો

12

નથણી ખોવાણી - પ્રકરણ -૧૨

આકાંક્ષા અમોલ નો અવાજ સાંભળી ને બહાર આવી. થોડી વિસામણમાં પડી ગઈ. કૃતિ એ મીઠાઈ નું બોક્સ ખોલ્યું અને - એક મીઠાઈ આકાંક્ષા અને અમોલ નાં મોં માં મૂકી દીધી અને કહ્યું ; " કોંગ્રેચ્યુલેશન્સ !!! " દમયંતીબહેન અને ભરતભાઈ એ પણ ખૂબ આશીર્વાદ આપ્યા. એટલા માં ગૌતમ પણ આવી ગયો અને સૌ એ એકબીજા નું મોઢું મીઠુ કરાવ્યું. દમયંતી બહેને સમાચાર આપવા માટે વડોદરા ફોન કર્યો. બા ની ખુશી નો તો કોઈ પાર જ નહોતો રહ્યો .આખરે એમના વ્યાજનું વ્યાજ આવવા નું હતું. મુંબઈ આવવાની ખૂબ ઇચ્છા વ્યક્ત કરી.અમોલે એમને લેવા જવા ની વ્યવસ્થા કરવા ની ...વધુ વાંચો

13

નથણી ખોવાણી -૧૩

અમોલ ની ખુશી નો કોઈ પાર નહોતો રહ્યો …ખુશી થી પાગલ થઈ રહ્યો હતો જાણે ! શું બોલવું ! કહેવું ! , પરંતુ આકાંક્ષા થોડી વિસામણ માં હતી . ખુશી ની સાથે સાથે થોડી ચિંતા નાં મિશ્ર ભાવ સાથે એણે ડૉક્ટર ને પૂછ્યું, " કાંઈ પ્રોબ્લેમ તો નહિ થાય ને?"" ના ! ચિંતા કરવાની કોઈ વાત નથી . પરંતુ મારા આપેલા સૂચનો ધ્યાન માં રાખવા ના અને એની સાથે લખી આપેલી ટૉનિક ચુક્યા વગર લેવાની. બસ! વધારે માં ખુશ રહેવા નું , રેગ્યુલર ચેક -અપ માટે આવવા નું ભુલવા નું નહીં. " ડોક્ટરે આકાંક્ષા ને સાંત્વના અને સલાહ આપતા ...વધુ વાંચો

14

નથણી ખોવાણી - પ્રકરણ - ૧૪

હોર્ન ના અવાજો આવવા માંડ્યા અને સિદ્ધાર્થ ની વિચાર તંદ્રા તૂટી .જોયું તો ગ્રીન સિગ્નલ થઈ ગયું હતું . સ્ટાર્ટ કરી આગળ વધારી. મૌન રહેવું હવે સિદ્ધાર્થ માટે અસહ્ય થઈ રહ્યું હતું . તેણે આકાંક્ષા તરફ જોયું અને કહ્યું , " આકાંક્ષા ! હું કેટલાય વખત થી તને કહેવા માંગતો હતો.... પરંતુ મને કોઈ મોકો જ ના મળ્યો…" આકાંક્ષા એ વાત વચ્ચે જ અટકાવી દીધી . " ના કહેશો ! ચાલશે !… કારણ કે… હવે આ બધી વાત નો કોઈ અર્થ જ નથી રહ્યો. જાણવું હતું મારે !! ચોક્કસ જાણવું હતું !!! અને એટલે જ મેં તમને ...વધુ વાંચો

15

નથણી ખોવાણી - પ્રકરણ -૧૫

અડોશ- પડોશ અને સગા - વ્હાલા ઓ સૌ આકાંક્ષા ને ખુશી નાં સમાચાર ની શુભેચ્છાઓ ની સાથે અવનવી સલાહો આપી ને જતા. શું વાંચવું - શું ના વાંચવું ? શું ખાવું - શું ના ખાવું ? ટી.વી. માં શું જોવું ? અરે ! ક્યાં કલર નાં કપડા ' ના ' પહેરવા… જેવી સલાહો શુદ્ધા મળતી. પરંતુ બા પરંપરા સાચવી ને પણ નવી પેઢી જોડે ખૂબ જ સારી રીતે ભળી જતાં ; એટલે એ આકાંક્ષા ને એક જ સલાહ આપતા , " તને જે વાંચવાનું મન થાય એ વાંચી લેવું અને જે ખાવા નું મન થાય એ ખાઈ લેવુ , ...વધુ વાંચો

16

નથણી ખોવાણી - પ્રકરણ -૧૬

અમોલે ફિક્કી સ્મિત આપી અને બહાર લિવિંગ રુમ માં જઈ ને એના પિતાજી સાથે વાતો કરવા લાગ્યો. આકાંક્ષા એ ને બધું વ્યવસ્થિત બૅગ માં પૅક કરી ને આપ્યું અને પૂછ્યું , " ક્યારે છે પાર્ટી ? "" કાલે ! તમે બન્ને પણ આવજો ? " તન્વી એ કહ્યું." ના ! મારા માટે તો શક્ય નથી ! કહી આકાંક્ષા રસોડા તરફ ગઈ અને ઉમેર્યું , " જમી ને જજે આજે શૂટિંગ ના હોય તો ! "" ચોક્કસ! બહુ દિવસે ઘર નું ખાવા નું મળશે. " તન્વી એ ખુશ થઈ ને કહ્યું.કૃતિ પણ રસોડા માં આવી અને ત્રણેય રસોડા માં મળી ...વધુ વાંચો

17

નથણી ખોવાણી - પ્રકરણ -૧૭

આકાંક્ષા ને ઊંઘ નહોતી આવી રહી . ઘડિયાળ માં જોયું તો સાડા ચાર વાગી ચૂક્યા હતા . એને થોડી થઈ . ફોન લગાવ્યો , પરંતુ ફક્ત રીંગ જ વાગતી હતી . થોડી ઉદ્વિગ્ન થઈ ગઈ. પળભર માં તો મનમાં હજાર નરસા વિચારો આવી ગયા . ફરી પ્રયત્ન કર્યો . અમોલ ને બારીક ક્યાંક રીંગ નો અવાજ સંભળાયો. નજીક ના ટેબલ પર ફોન પડ્યો હતો . ઉઠાવ્યો અને જોયું તો આકાંક્ષા નો કૉલ હતો."હલો "" હલો ! ક્યાં છો ? " આકાંક્ષા એ ચિંતિત સ્વરે પૂછ્યું .અમોલ આમ તો આસાની થી કહી દેતો કે ' તન્વી ના ઘરે છું ' ...વધુ વાંચો

18

નથણી ખોવાણી - પ્રકરણ -૧૮

ગૌતમ એકદમ સ્તબ્ધ હતો. પોતાનો પિતરાઈ ભાઈ અને એ પણ મિત્ર થી કોઈ જ રીતે ઓછો નહીં , પરંતુ આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે, એમ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. એક ક્ષણ‌ માટે એના મન માં વિચાર આવ્યો કે જેવો આવ્યો છે એવો જ પાછો જતો રહે, પરંતુ બીજી ક્ષણે વિચાર્યું કે તન્વી ને મળ્યા વગર તો નથી જવું. સ્ટુડિયો અપાર્ટમેન્ટ હતું એટલે બારણે ઊભા રહ્યા છતાં અંદર ની દરેક વસ્તુ ની ઝલક મળવી સ્વભાવિક હતી. એની નજર પલંગ પર પડી, અને એની ઉપર હાફ નાઈટી પહેરી ને સુતેલી તન્વી પર ! "કોણ છે ...વધુ વાંચો

19

નથણી ખોવાણી - પ્રકરણ -૧૯

" what ???" કહી અમોલે આકાંક્ષા તરફ નજર કરી અને એક ખોટું સ્મિત આપ્યું ; ‌ એવો અહેસાસ કરાવવા બધું ઠીક છે. પરંતુ અંદર થી તો હ્દય ને જોર નો ઝટકો લાગ્યો હતો. આગળ કશું બોલી પણ‌ ના શક્યો. " બાય " કહી ફોન મુકી દીધો." શું થયું ? કાંઈ પ્રોબ્લેમ થયો છે ? " આકાંક્ષા એ અમોલ ને પૂછ્યું." એની કોઈ ચાવી ખોવાઈ ગઈ છે. એની વાત કરતી હતી. " અમોલે વાત ને સંભાળી લેવા ની નાકામ કોશિશ કરી." તો એમાં આટલું ગભરાવા નું કેમ ? એની સોસાયટી ની નજીક જ તો છે ; ચાવી બનાવવા વાળો. સિક્યુરિટી ...વધુ વાંચો

20

નથણી ખોવાણી - પ્રકરણ -૨૦

" ચા બનાવું ? " આકાંક્ષા એ પૂછ્યું. અમોલે ના પાડી. એટલા માં ભરતભાઈ આવ્યા. " જરા ચાલુ કર . ચાલ સમાચાર જોઈએ. " અમોલ તરફ જોઈ ને કહ્યું. અમોલે ટી.વી. ચાલુ કર્યું અને પછી રુમ તરફ જવા લાગ્યો. " તારે નથી જોવા સમાચાર ? " ભરતભાઈ એ અમોલ ને પૂછ્યું. " હું થોડી વાર માં આવું , પપ્પા !" કહી અમોલ રુમ માં ગયો. આકાંક્ષા ની પ્રિય જગ્યા પર જઈને બેઠો. બારી માં થી શીતળ પવન ની લહેર આવી રહી હતી ; એનાં દિલ ને પળભર માટે ઠંડક મળી ; પરંતુ ફક્ત ...વધુ વાંચો

21

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૧

" Live - in - relationship !!! ???" ગૌતમ સ્તબ્ધ હતો અને ગુસ્સે પણ .." હા! જેથી હું એની કાયદાકીય રીતે તથા સન્માન સાથે સંબંધ રાખી શકું. " અમોલે કહ્યું. " બહુ મોટી ભૂલ કરું છું તું , અમોલ ! તું સમજી નથી રહ્યો. અત્યારે કોણ મળતા રોકે છે તમને ? …. કોઈ નહીં…. છતાં તને એમ લાગે છે કે લીગલ કાર્યવાહી કરીશ તો કોઈ સમસ્યા નહીં થાય ! સમસ્યા તો ત્યાં જ ઊભી રહેશે. " ગૌતમે અમોલ ને સમજાવા નો પ્રયત્ન કર્યો." એટલે ? હું સમજ્યો નહીં ? " અમોલે કહ્યું." એટલે એજ કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી ...વધુ વાંચો

22

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૨

રાત નાં એક વાગી ચૂક્યા હતા. અમોલ , ગૌતમ અને બા બૅન્ચ પર બેસી ને ડૉક્ટર ના બહાર આવવા રાહ‌ જોતા હતાં. અચાનક બા ઉભા થયા ખૂણા ની એક બૅન્ચ પર જઈ ને બેઠા અને માળા ફેરવવા લાગ્યાં. અડધો કલાક થવા આવ્યો હતો પરંતુ કોઈ જ સમાચાર આવ્યા નહોતા.થોડીવાર રહીને એક નર્સ આવી અને કહ્યું , " મિ. અમોલ ! ડોક્ટર ભારતી એ તમને એમના કેબિન માં મળવા કહ્યું છે." આકાંક્ષા ને મળી શકીએ છીએ. " અમોલે પૂછ્યું." ના ! પહેલાં ડૉક્ટર ને મળી ને આવો. " નર્સે કહ્યું.અમુલ ઊઠયો અને ડૉ. ભારતી ના કેબિનમાં ગયો ...વધુ વાંચો

23

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૩

" બેટા ! હું સમજું છું કે આવા સમયે મા ની યાદ આવી સ્વાભાવિક છે. " બા એ‌ હુંફાળી સાથે કહ્યું." બા ! તમે તો‌ મારી મમ્મી ની કમી ‌મને ક્યારેય મહેસૂસ નથી થવા દીધી. પણ‌ કોણ જાણે કેમ આંખો ભરાઈ આવી . " કહી આકાંક્ષા એ આંસુ લુછયા.બા એ થેલી માં થી ડબ્બો બહાર કાઢ્યો અને ખોલ્યો તો આખા રુમ માં શીરા ની સુગંધી પ્રસરાઈ ગઈ. આકાંક્ષા નાં ચહેરા પર ચમક આવી ગઈ . " બા ! તમે શીરો બનાવ્યો ! "" હા ! તો તું તો રોજ અમારો ખ્યાલ રાખું છું. આજે મને મોકો મળ્યો તો એમ ...વધુ વાંચો

24

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૪

" જે ઘટિત થવાની ફક્ત શક્યતા છે ! એના વિશે વિચારી ને તું તારી તબિયત ખરાબ ના કર,! એવું બને કે બાળકો નાં જન્મ પછી એનું મન બદલાઈ જાય !!! " સિદ્ધાર્થે કહ્યું." શક્યતા !!! શક્યતા તો બન્ને તરફ હોઈ શકે. પરંતુ વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો તો નથી ને ? મેં અમોલ ને એ વિશે વાત કરતાં સાંભળ્યા છે . " આકાંક્ષા એ કહ્યું." આકાંક્ષા ! અત્યારે તું મારી મમ્મી જેવી વાતો કરી રહી છું. એણે પણ આવું જ કર્યું હતું . જે કાંઈ પણ થયું , એનો દોષ પોતાના માથે લઈ લીધો અને એનાં લીધે એની સ્વસ્થ થવા ...વધુ વાંચો

25

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૫

મનહરભાઈ અને ભાવનાબહેન નાં દુઃખ નો કોઈ પાર નહોતો. પરંતુ તેમણે આકાંક્ષા ની ગોદ ભરાઈ ના પ્રસંગ પછી જ અને દમયંતીબહેન સાથે વાત કરવા નું નક્કી કર્યું. અને ત્યાં સુધી તન્વી ને સમજાવવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું . ફક્ત ભરતભાઈ ને એજ જણાવ્યું કે તન્વી ને હજી થોડો વધારે સમય જોઈએ છીએ તેથી સગાઈ નો પ્રસંગ થોડા સમય પછી રાખીશું. ભરતભાઈ એ એમની ઈચ્છા માન્ય રાખી . હૉલ માં મહેમાનો આવી ગયા હતાં. આકાંક્ષા નો પિતરાઈ ભાઈ વિજય સીધો હૉલ પર જ આવી ગયો. વિદેશી ફૂલો ની સજાવટ પ્રસંગ‌ માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં. આકાંક્ષા આવી ...વધુ વાંચો

26

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૬

"એમ કાંઈ હાર મનાતી હશે કે !!!?? " કહી જયાબહેને આકાંક્ષા નાં આંસુ લુછયા. " તને યાદ છે ? એક વાર સ્કૂલ માં પ્રતિનિધિ ની ચુંટણી માં ઊભી રહી હતી ! ત્યારેય આમ જ રડી હતી. ડરી ગઈ હતી એ વિચારી ને કે તું હારી જઈશ ? પણ તું જ જીતી હતી !!! યાદ કર જો જરા ? અને એ પણ સૌથી વધુ વૉટ થી !!!! "જયાબહેન ની એ વાત થી આકાંક્ષા ને રડતાં રડતાં હસવું આવી ગયું . " હા ! મારા જ મિત્રો મને સાથ આપવા ની જગ્યા એ મારી વિરોધ માં ઊભાં રહ્યાં હતાં ...વધુ વાંચો

27

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૭

ગૌતમ રુમ‌ માં જવા જતો જ હતો કે દમયંતી બહેને એને રોકતા પૂછ્યું , " ગૌતમ ! તને આ ની ખબર હતી ! હેં …ને ? તો મેં જ્યારે સગાઈ ની વાત કરી હતી ત્યારે કેમ કંઈ ના કહ્યું ? " ગૌતમ મૌન રહ્યો . દમયંતીબહેન સોફા પર ફસડાઈ પડ્યા . અમોલ તરફ જોયું અને કહ્યું , " આપણા વચ્ચે પહેલાં જ વાત થઈ હતી કે તન્વી અને ગૌતમ ની સગાઇ કરવા ની છે. અને આટલી સરસ પત્ની છે તારી ! તો આ બધું કરતાં પહેલાં થોડોકેય વિચાર નાં આવ્યો ? આમ સાવ ..આવું ! તેં આકાંક્ષા સાથે ...વધુ વાંચો

28

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૮

શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવા દમયંતીબહેન ની સહેલીઓ આવી. " દમયંતી ! તું તો નસીબદાર છે . પૌત્ર અને પૌત્રી સાથે ! નામ પણ બહુ સરસ પાડયા છે. "" હા ! ભાઈ અને ભાભી બન્ને નાં નામ નાં એક - એક અક્ષર લઈને પાડયા છે. અમોલ ભાઈ નો ' મો ' અને આકાંક્ષા ભાભી નો ' ક્ષા ' . " કૃતિ એ ખુશ થઈ ને કહ્યું ." વાહ ! સરસ ! પણ‌ એમનાં પપ્પા ક્યાં છે ? " એમાં થી એક જણે પૂછ્યું ." અહીં જ ક્યાંક હશે !! બીજા મહેમાનો સાથે હશે . " દમયંતી બહેને કહ્યું અને ...વધુ વાંચો

29

નથણી ખોવાણી - પ્રકરણ-૨૯

( પાંચ વર્ષ પછી ) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી માં સમાજ ની અગ્રણી મહિલા ઓ પુરસ્કૃત કરવા માં આવી રહી હતી . " હવે ' મહિમા નારી સંસ્થા ' નાં સંસ્થાપક ને સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ . એમણે એ સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ માં ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે . તો તેમનું તાલીઓ થી સ્વાગત કરીએ ; આકાંક્ષાબહેન ! પ્લીઝ સ્ટેજ પર પધારો. " કહી કાર્યક્રમ ના એન્કરે આકાંક્ષા ને સ્ટેજ પર બોલાવી. આકાંક્ષા પોતાની સાથે દમયંતી બહેન ને પણ સાથે સ્ટેજ પર લાવી . આકાંક્ષા નું ફૂલો નાં ગુચ્છા થી સ્વાગત કરવા ...વધુ વાંચો

30

નથણી ખોવાણી - પ્રકરણ - ૩૦

" આકાંક્ષા !!! હું ખાલી કોફી પીવા નથી આવી. તારી સાથે વાત કરવા આવી છું . આપણે એટલા દૂર થઈ ગયા છીએ કે તું તારા મનની વાત મને કહેવા જ નથી માગતી ?" નેત્રા એ નારાજ થતાં કહ્યું. " વાત એમ છે કે જ્યારે અમોલે તન્વી સાથે રહેવા જવા નો નિર્ણય જણાવ્યો ; ત્યારે હું માનસિક રીતે તદ્દન તૂટી ગઈ હતી . અને બીજી બાજુ મોક્ષ અને મોક્ષા માટે મારે સ્ટ્રોંગ રહેવું જરૂરી હતું. એવા સંજોગોમાં મારા સાસુ એ મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો . બાળકો ને સાચવવા થી માંડી ને મારી તબિયત ની કાળજી રાખવા સુધી . મારું L.L.B. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો