nathani khovani - 16 books and stories free download online pdf in Gujarati

નથણી ખોવાણી - પ્રકરણ -૧૬

અમોલે ફિક્કી સ્મિત આપી અને બહાર લિવિંગ રુમ માં જઈ ને  એના પિતાજી સાથે વાતો કરવા લાગ્યો. આકાંક્ષા એ તન્વી ને બધું વ્યવસ્થિત બૅગ માં પૅક કરી ને આપ્યું અને પૂછ્યું , " ક્યારે છે પાર્ટી ? "

 " કાલે ! તમે બન્ને પણ આવજો  ? " તન્વી એ કહ્યું. 

" ના ! મારા માટે તો શક્ય નથી !  કહી આકાંક્ષા રસોડા તરફ ગઈ અને  ઉમેર્યું , "  જમી ને જજે આજે શૂટિંગ ના હોય તો ! " 

" ચોક્કસ! બહુ દિવસે ઘર નું ખાવા નું મળશે. " તન્વી એ ખુશ થઈ ને કહ્યું.

 કૃતિ પણ રસોડા માં  આવી અને ત્રણેય રસોડા માં મળી ને રસોઈ બનાવી દીધી અને વારાફરતી  બા, ભરતભાઈ અને પછી સર્વે એ જમી લીધું. 

"તારે કેટલાં વાગ્યે જવાનું છે?" ભરતભાઈ એ તન્વી ને પૂછ્યું..

"આજે રાત્રે દસ વાગ્યા નું શૂટિંગ  છે . પણ મારે અત્યારે નીકળવું પડશે. " કહી  બધાં ને  મળી તન્વી નીકળવા જ  જતી હતી કે  ભરતભાઈ એ અમોલ ને તન્વી ને છોડવા જવા કહ્યું. મનોમન અમોલ અને તન્વી એ જ ઈચ્છતા હતા પરંતુ આ સમયે આકાંક્ષા ની  શું પ્રતિક્રિયા હશે એ વિશે થોડા અસમંજસ માં હતાં. પરંતુ આકાંક્ષા એ કદાચ કશું જ ધ્યાન ના હોય એમ પોતાના કામ માં વ્યસ્ત હતી. તેથી અમોલે સામે થી જ પુછી લીધું , " આકાંક્ષા ! તું પણ આવું છું ને ? " 

"ના ! એટલે દૂર   ટ્રાફિક  માં નથી આવવું. " કહી આકાંક્ષા  રસોડા તરફ ગઈ. ભરતભાઈ માટે ફ્રુટ સમારી ને લાવી. તન્વી અને અમોલ બધાં ને બાય કહી ને નીકળ્યા. 

        આકાંક્ષા બા ની રુમ માં ગઈ. બા સુઈ ગયા હતા.એમને ચાદર ઓઢાડી અને  ભગવાન આગળ થી ' ગીતા ' લીધી અને રુમ માં જઈ વાંચવા લાગી. એટલા માં મોબાઇલ ની રીંગ વાગી, જોયું તો ગૌતમ નો ફોન હતો. 
 
"  હલો ...! કેમ છે?  ગૌતમ વાત કરું છું  ."

" મજા માં . તમે કેમ છો ? આકાંક્ષા એ ખુશ થઈ ને કીધું અને પૂછ્યું , 
 " ક્યારે પતે છે તમારો પ્રોજેક્ટ ?" 

" પરમદિવસે આવું છું. થોડા દિવસ માટે . અમોલ નાં ફોન માં રીંગો જ  વાગતી હતી એટલે થયું લાવ તને ફોન  કરી જોવું ! "   ગૌતમે ક્હ્યું.

"  કાર ડ્રાઇવિંગ  કરતાં હશે. તન્વી ને મુકવા ગયા છે ને!" આકાંક્ષા એ કહ્યું.

" તન્વી ત્યાં આવી હતી ?  એને પણ ફોન લગાવવા નો પ્રયત્ન કર્યો ! બે - ત્રણ દિવસ થી પ્રયત્ન કરું છું.  પણ એનો કોઈ જવાબ નથી.  મજા માં છે ને ? " ગૌતમ નાં અવાજ માં થોડી અધીરાઈ હતી ,  તો થોડી આતુરતા…

" હા! એકદમ મજા માં છે.આજે અહીંયા આવી હતી. સાડી લેવા.  કાલે એના સિરિયલ સો એપિસોડ પૂરા થયા ની ખુશી માં પાર્ટી છે. જમી ને જ નીકળ્યા છે .  " આકાંક્ષા એ કહ્યું. 

"  તો બરાબર !  તેને કહીશ નહિ કે હું પરમદિવસે  આવું છું.  મારે એને સરપ્રાઈઝ આપવી છે. " ગૌતમે ક્હ્યું. 

" નહિ કહું પણ તમે કેટલા વાગે આવશો એ તો કહો કે મને પણ સરપ્રાઈઝ આપવા ની  છે?" કહી આકાંક્ષા હસવા લાગી.

"  કાંઈ નક્કી નથી . જમવાનું ના ગણીશ .  ફોઈ  મજામાં ?  " ગૌતમે પૂછ્યું.

"ન્યુયોર્ક સુખ રુપ પહોંચી ગયા .  ફોન આવ્યો હતો , તો… ત્યાં ની બધી મજા ની  વાતો કરતા હતા . અનન્યા બહેન પણ મજામાં છે. બધાં તમને યાદ કરતાં હતાં. કૃતિ બહેનને તો ખૂબ જ યાદ કરે છે. અત્યારે સૂઈ ગયા છે.  " આકાંક્ષા એ હરખાતા હરખાતા કહ્યું. 

"તારી તબિયત કેમ છે ? " ગૌતમે પૂછ્યું.

" સારી છે." આકાંક્ષા એ કહ્યું.

 "સારું તો આવીને વાત કરીએ.    Take care ! Good night! " ગૌતમે ક્હ્યું.

" Good night!"  કહી  ફોન મૂકી  ,  આકાંક્ષા  ફરી ગીતા વાંચવા લાગી.  વાંચતા વાંચતા એની આંખો બંધ થવા લાગી હતી.  ' ગીતા' ને બાજુ ના ટેબલ પર મૂકીને એ ત્યાં સૂઈ ગઈ . જ્યારે આંખ ખૂલી ત્યારે બાર વાગ્યા હતા અને અમોલ હજી સુધી આવ્યો નહોતો. આકાંક્ષા ને થોડી ચિંતા થઈ ફોન લગાવવા જ જતી હતી ત્યાં જોયું તો અમોલ નો  મેસેજ હતો, કે ' શૂટિંગ જોવું છું. આવતા મોડું થશે.' 

બહાર આવીને જોયું તો બધા સુઈ ગયા હતા.  પાણી પી અને ફરી એ બેડરુમમાં ગઈ અને એની મનપસંદ જગ્યા પર જઈને બેઠી. 

' આવતા  - જતા  વાહનો 
             અને એ જીવંત સડકો; 
   દૂર ખુલ્લું મેદાન; 
              વિશાળ આકાશ માં 
   હજારો તારલાઓ વચ્ચે
              એકલો - અટૂલો એ ચાંદ ! ' 


           આકાંક્ષા  એકલવાયું  મહેસુસ કરી રહી હતી.   થોડીવાર રહીને એણે ફરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો. 

                             *            *.           *
      "આકાંક્ષા કાલ ની પાર્ટી માટે ના  તો નહી પાડે  પરંતુ અત્યારે મારે  આકાંક્ષા સાથે રહેવું જોઈએ. હું એને  વ્યવસ્થિત સમય  નથી આપી રહ્યો. અત્યારે મનમાં એવા  વિચારો આવે છે  આકાંક્ષા સાથે હું કશું ખોટું કરી રહ્યો છું.  ' અમોલે તન્વી ને સમજાવતા કહ્યું. 

" શું ખોટું કરી રહ્યો છું ? આકાંક્ષા નું ધ્યાન રાખી તો રહ્યો છું ને ? ઘણી વાર મને લાગે છે કે મારું તારી જિંદગી માં કોઈ મહત્વ જ નથી. " તન્વી એ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.

 " એવું નથી પણ તને એવું નથી લાગતું કે આપણે  બંને એ અહીં જ અટકી જવું જોઈએ ! તારા માટે ઘણા ઉમદા  વિકલ્પ છે, જે તને યોગ્ય હોય . ગૌતમ પણ છે જ ને ! તારે તારા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. આપણા સંબંધ નું કોઈ જ ભવિષ્ય નથી .  " અમોલે કહ્યું.

" પરંતુ મારી નજર અને દિલ બન્ને ફક્ત તારા પર જ અટક્યા છે. પ્લીઝ મને છોડવા ની વાત ના કરીશ ." કહી તન્વી એ અમોલ ની બાહ પકડી  લીધી. સ્ટુડિયો આવી ગયું. તન્વી કાર માં થી નીચે  ઉતરી પરંતુ તેના ચહેરા પર ભારોભાર નારાજગી હતી.  

       અમોલ  તન્વી ને  છોડી અને પાછો જ જવાનો હતો. પરંતુ  જે રીતે  તન્વી અમોલ થી નારાજ થઈ  ને ગઈ  , અમોલ નું  મન વ્યાકુળ થઈ ગયું હતું . અમોલ ને પણ તન્વી પ્રત્યે ખૂબ જ લગાવ થઈ ગયો હતો. પરંતુ એના લીધે આકાંક્ષા ને એના તરફ થી અન્યાય થઈ રહ્યો છે એવી અપરાધીત લાગણી પણ ઉપજી રહી હતી. 

       તન્વી નું શૂટિંગ પર   ધ્યાન  નહોતું લાગી રહ્યું.   અમોલ ના  શબ્દો એના કાન પર વારંવાર પડઘીત થઈ રહ્યા હતા. ડિરેક્ટરે એક વાર ગુસ્સે થઈને કહી પણ દીધું, "  તન્વી શું થઇ રહ્યું છે ?"  તન્વી  કોઈને પણ  સમજાવા માં  સમર્થ નહોતી   કારણકે અત્યારે  એ  જ નહોતી સમજી રહી કે આ બધું શું થઇ રહ્યું છે. અચાનક થી  એના મન માં અસુરક્ષિતતા ની લાગણી ઉપજી રહી હતી. 

      ફક્ત એ વાક્ય ની આટલી ઊંડી અસર થશે એમ બેય માં થી કોઈ એ વિચાર્યું નહોતું. મન ની  લાગણી ઓ ને જ્યારે દબાવવા નો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે એ હજી બંડ પોકારી  ને  કશું પણ કરવા તત્પર થઈ જાય છે.  અહીં એજ થઈ રહ્યું હતું. અમોલે લાગણીઓ ને વળાંક આપવા ની જગ્યા એ એને રોકવા  ની અને દબાવવા ની  કોશિશ કરી અને તેથી જ  એ લાગણી ઓ પ્રબળ રુપ લઈ રહી હતી. 

બ્રેક માં સિરિયલ નાં કૉ- ઍકટરે  તન્વી ને  પોતાની રુમ માં બોલાવી ,  પરંતુ તન્વી આજે કોઈ ને મળવા તૈયાર નહોતી. 

એની મેક-અપ આર્ટીસ્ટ  રીના   એની રુમ માં ગયી .  મેક-અપ કરતાં કરતાં  પૂછ્યું , " કુછ પ્રોબ્લેમ હૈં ?"  તન્વી કંઈ બોલી નહિ.  પરંતુ તેની આંખો માં પાણી હતું. 

" બોલેગી નહીં તો કૈસે પતા ચલેગા ?" રીના  એ કહ્યું. તન્વી હજી પણ ચૂપ હતી. 

એટલા માં બહાર થી અવાજ આવે છે, " મેડમ !  શૉટ કે લિયે સબ રેડી હૈં. " 

તન્વી ઉઠી ને શૂટિંગ માટે ગઈ . રાત્રે બે વાગ્યા સુધી શૂટિંગ ચાલ્યું. શૂટિંગ પતાવી ને નીકળતી જ હતી કે સામે પ્રોડ્યુસર  રવિરાજ ઉભો હતો. 

તન્વી એ જોઈ ને સ્મિત આપી અને કહ્યું , " હલો ! સર ! " 
" હલો ! ક્યાં હુઆ આજ તેરા મૂડ ઠીક નહીં થા?"  રવિરાજે પૂછ્યું.
"નહીં સર!  આપકો ઐસા કયું લગા? " કહી તન્વી વાત ટાળી ટેક્સી પકડવા નાં મૂડ માં હતી.  " કૈસે જા રહી હૈં ? મૈં છોડ દેતા હું."  રવિરાજે  કહ્યું.

        તન્વી ને એની મેક-અપ આર્ટીસ્ટ રીના ની  વાત યાદ આવી કે જો રવિરાજ ભૂલ થી પણ રાત્રે મૂકવા આવવા ની વાત કરે તો ટાળજે. એ સહેજ પણ ભરોસો કરવા ને લાયક નથી.'  પરંતુ એને ટાળવો કેવી રીતે ' તન્વી મનોમન વિચારી રહી.   કોઈ ટેક્સી પણ   દેખાઈ  નહોતી રહી. 

  એટલા માં કાર આવી અને તન્વી નાં જીવ માં જીવ આવ્યો.
" સર! મેં જાવું મેરા  બોયફ્રેન્ડ   આ ગયા હૈ. બાય  ." કહી કશી પણ પ્રતિક્રિયા ની રાહ જોયા વગર દોડી ને ગઈ અને કાર નો દરવાજો ખોલી ને બેસી ગઈ .અમોલ ફક્ત એટલું સમજી શક્યો કે તન્વી થોડી ગભરાયેલી છે એણે તન્વી નાં ખભા ઉપર  હાથ મૂક્યો અને પૂછ્યું , " શું થયું ? તું આટલી ગભરાયેલી કેમ છે? "  

  " કહુ છું . પણ તું તો ઘરે ગયો' તો!  પાછો કેવી રીતે આવ્યો ? " તન્વી એ આશ્ચર્ય થી પૂછ્યું. 

"  હું ઘરે  જ જતો  હતો પછી થયું  તારું શૂટિંગ જોઈને જવું !" અમોલે કહ્યું

" પરંતુ આકાંક્ષા રાહ જોતી હશે ને ? " તન્વી એ પૂછ્યું.

" હા ! મેં એને મેસેજ કરી દીધો હતો."  અમોલે કહ્યું

 " તારી  પાસે ચાવી છે ? એને અડધી રાત્રે ક્યાં ઉઠાડીશ ? એક કામ‌ કર  આજ નાં દિવસ મારા ઘરે રોકાઈ જા!" તન્વી એ થોડું મલકાઇ ને કહ્યું. 

      એફ.એમ. ચાલુ કર્યું. રોમેન્ટીક ગીતો એ વાતાવરણ માં રોમાંચ પેદા કરી દીધો હતો. રાત નો સમય . ખુલ્લી સડક .ગીતો ને ગણગણાવતા  હતા અને ઘર આવી  ગયું . 

" આજે પ્લીઝ જવા ની જીદ નાં કરીશ. આજે હું ઈચ્છું છું કે તું મારી સાથે જ રહું." તન્વી એ એકદમ માદક અદા થી પરંતુ એક જીદ સાથે કહ્યું.  

     અમોલ તન્વી ની વાત ટાળી નાં શક્યો. અને બન્ને ઘર માં પ્રવેશ્યા. લાઈટ ચાલુ કરી.    ડાઇનિંગ ટેબલ પર એક સુગંધિત કૅન્ડલ સળગાવી .  પછી  ફક્ત ડીમ લાઈટ રાખી.  વોડકા અને બે ગ્લાસ કાઢ્યાં. અને બન્ને ડાઇનિંગ ટેબલ પર સામસામે બેસી  ને પીવા લાગ્યાં. ધીરે ધીરે તન્વી પર  વોડકા નો નશો હાવી થઈ રહ્યો હતો અને અમોલ પર તન્વી ની માદક આંખો અને અદા ઓ નો નશો ……..

( ક્રમશઃ)




  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED