નથણી ખોવાણી - પ્રકરણ - ૨૨

      રાત નાં એક વાગી ચૂક્યા હતા. અમોલ , ગૌતમ અને બા બૅન્ચ પર બેસી ને ડૉક્ટર ના બહાર આવવા ની રાહ‌ જોતા હતાં. અચાનક બા ઉભા થયા ખૂણા ની એક બૅન્ચ પર જઈ ને બેઠા અને માળા ફેરવવા લાગ્યાં. અડધો કલાક થવા આવ્યો હતો પરંતુ કોઈ જ સમાચાર  આવ્યા નહોતા. 

થોડીવાર રહીને એક નર્સ આવી અને  કહ્યું  , " મિ. અમોલ  ! ડોક્ટર ભારતી  એ તમને  એમના  કેબિન માં  મળવા કહ્યું છે. 

" આકાંક્ષા ને મળી શકીએ છીએ.  " અમોલે પૂછ્યું.

" ના ! પહેલાં ડૉક્ટર ને મળી ને આવો. " નર્સે કહ્યું.

અમુલ ઊઠયો  અને ડૉ.  ભારતી ના કેબિનમાં ગયો . ડૉ. ભારતી એ સ્મિત આપી  એને બેસવાનું કહ્યું . 

 " Look ! Mr. Amol !  Some complications were there but now everything is under control. But still.. we have to keep her under  observation… " 

 "   હું મળી શકું છું એને ? …." અમોલ બોલ્યો અને જાણે ગળે ડૂમો ભરાયો હોય એમ અટકી ગયો. 

"  હા ! ચોક્કસ ! કેમ‌‌ નહીં  !   પરંતુ ઘર માં કોઈ પ્રોબ્લેમ ચાલે છે ? આઈ એમ સોરી ! પણ આકાંક્ષા  કોઈ વાત   ને લઈ ને   તાણગ્રસ્ત  હોય એવું લાગે છે. એ મલ્ટી વિટામિન તો બરાબર લે છે ને ?    અત્યારે  મેં ખૂબ જ માઈલ્ડ  દવા  આપી છે  ,  જેથી કોઈ આડઅસર ન થાય,  પરંતુ  આવા સંજોગો માં  બાળક ઉપર  અસર થવા ની શક્યતા ઓ પૂરેપૂરી  હોય છે .જો કે  અમુક  ટેસ્ટ કર્યા પછી જ એના વિશે વધુ  ખબર પડશે.  " ડૉક્ટરે કહ્યું.

અમોલ પાસે  કોઈ જ જવાબ નહોતો. પરંતુ મન માં એને આ વાત માટે ખુદ ને દોષી માની રહ્યો હતો. ડર પણ હતો કે જો ખરેખર બાળકો ને કશું અસર થઈ હશે તો ? અમોલ ની ચૂપકીદી  તોડતા  ડૉક્ટરે કહ્યું , 
" જુઓ ! એક વાત નું ધ્યાન રાખજો કે  આકાંક્ષા  આગળ આ વિષય વિશે ફક્ત પોઝીટીવ વાત કરવી.  એજ સૌથી મોટો ઈલાજ છે અત્યારે એની માટે. તમે સમજી જ  ગયા હશો . મારા કહેવા નો ભાવાર્થ .. "  

અમોલે હા કહ્યું અને ડૉક્ટરે આગળ  ની પ્રોસેજર માટે કાઉન્ટર પર જવા કહ્યું. એ કૅબિન ની બહાર નીકળવા જ જતો હતો કે સામે થી ડૉ. સિદ્ધાર્થ દેખાયા.  સિદ્ધાર્થ ડૉ. ભારતી નાં કૅબિન માં  જ આવી રહ્યો હતો. અમોલ ને જોઈ ને સહેજ ચમક્યો . " અરે ! અમોલ !  અહીં …" 

" આકાંક્ષા ની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી…. તો ..  !!!  તાત્કાલિક આવવું પડ્યું .  " અમોલ જાણે  બોલતા થોથવાઈ રહ્યો હતો. 

 " ઓહ !  હવે બધું બરાબર છે ને? " સિદ્ધાર્થે કહ્યું.

અમોલે ફક્ત હકાર માં માથુ હલાવ્યું. અને સ્મિત આપી કાઉન્ટર પર ગયો.  સિદ્ધાર્થ  ડૉ.ભારતી ને  મળવા કૅબિન માં ગયો.  

" કૅબિન ખુલ્લું જોયું તો થયું લાવ મળતો જાવ ! " સિદ્ધાર્થે  ડૉ. ભારતી ને કહ્યું. 

 " હા ! ઘરે જ જતી હતી  , ત્યાં  એક ઈમરજન્સી આવી ગઈ ! " ડૉ. ભારતી એ કહ્યું

" મારે પણ હમણાં જ સર્જરી પતી. ‌ ? " સિદ્ધાર્થે  પૂછ્યું.

 " Now I can go  home ! Situation is under control ! "  ડૉ.ભારતી એ કહ્યું. 

 "   શું  પ્રોબ્લેમ થયો હતો  ? " સિદ્ધાર્થે પૂછ્યું.

 ડૉ. ભારતી   સિદ્ધાર્થ સમક્ષ જોઈ રહ્યા. મન માં વિચારી રહ્યા ,    'આજ પહેલાં ડૉ. સિદ્ધાર્થે ક્યારેય કોઈ પેશન્ટ વિશે  આમ સવાલ નહોતો કર્યો ,  આજે અચાનક … '

" તાવ અને લૉ બી .પી.  અને પાછાં  ટવીન્સ. !!  થોડો સમય તો‌ હું જ મુંઝાઈ ગઈ હતી. આમ તો હવે   બરોબર છે , પરંતુ  કાલે ટેસ્ટ કર્યા પછી વધારે ખ્યાલ આવશે.   .  " ડૉ. ભારતી એ કહેતા -   કહેતા સિદ્ધાર્થ તરફ જોયું .

" તમારી કાર લાવ્યા છો કે  ડ્રોપ કરી દઉં ?  " ડૉ. સિદ્ધાર્થે પૂછ્યું.

" કાર લઈને આવી છું.  પરંતુ કૉફી પીવા ની ઇચ્છા છે. જો તમને જલ્દી નાં હોય તો સાથે કૉફી પીએ. " ડૉ. ભારતી એ કહ્યું. 

"  કંપની ચોક્કસ આપીશ. " ડૉ. સિદ્ધાર્થે હાસ્ય સાથે કહ્યું. 

કૉફી મશીન માં થી કૉફી લીધી અને બન્ને વાતો કરવા લાગ્યા. આખા દિવસ ના એકબીજા નાં અનુભવ  કહેતા હતા. વાત વાત માં ડૉ. ભારતી એ ડૉ. સિદ્ધાર્થ ને પૂછી જ લીધું ,. " આકાંક્ષા ને  કેવી રીતે ઓળખો છો ?" 

સિદ્ધાર્થ  કંઈ બોલી ના શક્યો ,  " જૂની ફ્રેન્ડ છે એમ સમજી લો.. " કહી અટકી ગયો.  

" માનસિક તણાવ ! એજ કારણ હોઈ શકે.  " ડૉ. ભારતી એ કહ્યું.

" એટલે ?" સિદ્ધાર્થે આશ્વર્ય થી પૂછ્યું.

" એટલે એજ કે કોઈ તો કારણ હશે જેનાથી આકાંક્ષા માનસિક તણાવ અનુભવી રહી છે.  જેની અસર સીધેસીધી એની તબિયત પર થઈ રહી છે. " ડૉ. ભારતી એ કહ્યું. 

સિદ્ધાર્થ મન માં વિચારી રહ્યો ' એવું તો શું કારણ હશે ? શું ‌મારે એની સાથે એ બાબતે વાત કરવી જોઈએ ? પરંતુ કોઈ નાં ‌ઘર ની‌ વાત માં વચ્ચે પડવું એ કેટલું યોગ્ય છે ? પરંતુ આકાંક્ષા ને કોઈ કેવીરીતે
 ગણું ? '

" કૉફી થી મસ્ત ફ્રેશ થઈ ગઈ !!!  તો જઈશું હવે ???  ડૉ. ભારતી   બોલ્યા . સિદ્ધાર્થ ને તો આકાંક્ષા ને મળવા ની ઈચ્છા હતી. છતાં એણે હા કહી ઘર જવા નીકળ્યા. લૉબી માં ઉભા ઉભા અમોલ ફોન પર વાત કરવા માં મશગુલ હતો.  " અરે! જરા સમજ તો ખરી ? આકાંક્ષા ની તબિયત ઠીક નથી ? તું આટલી સ્વાર્થી કેમ બને છે ? " 

સિદ્ધાર્થ ને અંદાજો આવી ગયો કે આકાંક્ષા ને શું તાણ હોઈ શકે. સહેજ અટક્યો ,   એક વખત  જોઈ  લેવા ની ઈચ્છા થઈ , મળવા ની ઈચ્છા થઈ ,  પરંતુ એને એ વખતે મળવું યોગ્ય ના લાગ્યું. તેથી આગળ ચાલવા લાગ્યો. 

   ગૌતમ અને બા ઘરે પહોંચી ચૂક્યા હતા. દમયંતી બહેન ને ફોન કરી ભરતભાઈ એ આકાંક્ષા ની તબિયત વિશે જણાવ્યું.  તબિયત માં સુધારો છે એ જાણી ને સૌ ને આનંદ થયો. 

ફોન મૂકી ને અમોલ રુમ માં ગયો. આકાંક્ષા  અર્ધજાગ્રત અવસ્થામાં પલંગ પર સુતી હતી.  અમોલ એની પાસે જઈને બેઠો.  એનો હાથ હાથમાં લીધો અને બોલ્યો , " આકાંક્ષા ! પ્લીઝ  કોઈ વાતની ચિંતા ના કરીશ !!  તું બસ ઠીક થઈ જા . " 

 આકાંક્ષા એ આંખો ખોલી અને સ્મિત આપી.બોલવા નો પ્રયત્ન કર્યો પરંતુ બોલી ના શકી. અમોલ  આકાંક્ષા નાં હાથ પર  પોતાનો હાથ ફેરવતો રહ્યો . બન્ને એકબીજા ને કંઈક કહેવા માંગતા હતા છતાં કહી નહોતા શકતા. આકાંક્ષા ની ફરી આંખ લાગી ગઈ અને સૂઈ ગઈ. અમોલ પણ બાજુ નાં પલંગ પર પરાણે ઊંઘવા નો પ્રયત્ન કરતો રહ્યો. વહેલી સવારે એને માંડ ઊંઘ આવી . થોડી જાગ્રત અવસ્થા માં ખ્યાલ આવી રહ્યો હતો કે  રુમ માં    પરિચારિકા    આકાંક્ષા નું બી.પી. તથા પલ્સ ચેક કરી રહ્યી હતી . " કાંઈ પ્રોબ્લેમ છે ?" અમોલે પૂછ્યું.

" બધું બરાબર છે. " પરિચારિકા એ કહ્યું. 

ફોન  સાઈલન્ટ  મોડ  પર હતો. તેથી એક વખત ચેક કરવા હાથ માં લીધો. પંદર મીસ્ડ કૉલ , દસ મેસેજીસ .  લગભગ બધાં તન્વી નાં. એક - બે બિઝનેસ ને લગતા અને એક ગૌતમ નો હતો. ' કૉલ બૅક કર .'

અમોલે કૉલ કર્યો. ગૌતમે ફોન ઉપાડ્યો. " કેવું છે હવે આકાંક્ષા ને ? રાત્રે કાંઈ પ્રોબ્લેમ નથી થયો ને ? " 

" સારું છે.    નર્સે  સવારે જ બીપી અને પલ્સ ચેક કર્યા ,  બધું જ નોર્મલ છે.  બા ને કહેજે  સહેજેય  ચિંતા ના કરે ! " અમોલે કહ્યું.

" અરે ! બા તો ક્યારનાય તૈયાર થઈ ને બેઠા છે  , ત્યાં આવવા .એક કામ કર , તું  ફ્રેશ થવા ઘરે આવ.  અમે  થોડીવાર હોસ્પિટલમાં રોકાઈયે છીએ ." ગૌતમે ક્હ્યું.

 " સારું ! એમ રાખીએ ! " અમોલે ગૌતમ ને  કહ્યું. 

  " આકાંક્ષા ! બા અને ગૌતમ અહીં આવે છે. હું ઘરે જઈને ને ફ્રેશ થઈ ને આવું છું.  પછી સોનોગ્રાફી રિપોર્ટ  કરવા નાં છે. " અમોલે કહ્યું. 

"પછી મારા થી ઘરે  જવાશે? " આકાંક્ષા એ પૂછ્યું.

" એ તો ડૉક્ટર કહેશે. અત્યારે તું આરામ કર . " અમોલે કહ્યું. 

નર્સ આવી . " ડૉક્ટર આવી ગયા છે . સોનોગ્રાફી રિપોર્ટ કરાવવા માટે થોડી વાર માં બોલાવશે. ત્યાં સુધી એક લિટર જેટલું પી  ને તૈયાર રહો.  " 

 " ઓકે " અમોલે જવાબ આપ્યો. થોડીવાર રહીને ડૉક્ટરે બોલાવ્યા. વ્યવસ્થિત  રિપોર્ટ ચેક‌ કરી ને કહ્યું, "  ફોરચયુનેટલી !  બાળકો માં કોઈ દેખીતો  પ્રોબ્લેમ  નથી.   ચિંતા કરવાની કોઈ વાત નથી.  " ડૉક્ટરે કહ્યું. 

" થૅન્ક યુ ! તો હું ઘરે જઈ શકું છું. "  આકાંક્ષા એ પૂછ્યું

"ના ! આજ નો‌ દિવસ અહીં જ આરામ કરવા નો છે. તમે હવે રુમ પર જઈ  શકો છો. "  ડૉક્ટરે સ્મિત આપતા કહ્યું. 

આકાંક્ષા અને અમોલ રુમ પર આવ્યા .બા અને ગૌતમ ‌પણ આવી પહોંચ્યા.  બા આવી ને આકાંક્ષા ની  બાજુ માં બેઠા અને એના માથા પર હાથ ફેરવ્યો. આકાંક્ષા એ ક્ષણ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને એની આંખો માં થી અશ્રુ વહેવા લાગ્યા. જાણે વર્ષો   પછી  કોઈ પ્રેમ - હુંફ ની લાગણી અનુભવી હોય !  
                                    

(ક્રમશઃ )

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sudhirbhai Patel 1 માસ પહેલા

Verified icon

mili 4 માસ પહેલા

Verified icon

Rajni Dhami 4 માસ પહેલા

Verified icon

Pinkal Pokar 5 માસ પહેલા

Verified icon

Bhavin 5 માસ પહેલા