નથણી ખોવાણી - પ્રકરણ - ૨૪ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૪

 " જે ઘટિત થવાની  ફક્ત  શક્યતા છે ! એના વિશે  વિચારી ને તું તારી તબિયત  ખરાબ ના કર,!   એવું પણ બને કે બાળકો નાં જન્મ પછી એનું મન  બદલાઈ જાય !!! " સિદ્ધાર્થે કહ્યું.

" શક્યતા !!! શક્યતા તો બન્ને તરફ હોઈ શકે.  પરંતુ વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો તો નથી ને ?  મેં અમોલ ને એ વિશે  વાત કરતાં સાંભળ્યા છે . " આકાંક્ષા એ કહ્યું.

" આકાંક્ષા ! અત્યારે તું મારી મમ્મી  જેવી વાતો કરી રહી છું.  એણે પણ આવું જ કર્યું હતું .  જે કાંઈ પણ થયું , એનો દોષ પોતાના માથે લઈ લીધો અને એનાં લીધે એની સ્વસ્થ થવા ની શક્યતા ઓ નહિવત્ થવા લાગી. દવા ઓ ની અસર ત્યારે જ વધારે થાય જ્યારે તમે એને મનોબળ મજબૂત રાખી પોઝીટીવલી લો .  "  સિદ્ધાર્થ બોલી રહ્યો હતો , ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો.  અમોલ ટીફીન લઈ ને આવ્યો હતો .  

" અરે !  ડૉકટર  સિદ્ધાર્થ  ? તમે અહીં  ? " અમોલે   આશ્ચર્ય સાથે પૂછ્યું.

"  હા !  અહીંયા થી જતો  હતો  તો  આકાંક્ષા ની ખબર પૂછવા આવી ગયો. ચાલો ! તો  હું નીકળું !  " કહી સિદ્ધાર્થ જવા માટે ઊભો થયો. 

" અરે ! બેસો ને ! મારા કહેવા નો મતલબ તમને મોકલવા નો નહોતો ? " અમોલે આગ્રહ કર્યો. 

" ના !   મારે સર્જરી  માટે જવાનું છે  . આ તો જરા મળવા આવી ગયો . સાંજે જો ફ્રી હોઈશ તો આવી જઈશ . કાળજી રાખજે  તબિયત ની આકાંક્ષા !  "  કહી સિદ્ધાર્થ એના કૅબિન માં ગયો.  

 " બા એ ટીફીન મોકલાવ્યું છે. જમી લે. હું ઘરે જ જમી ને આવ્યો.  " અમોલે આકાંક્ષા ને કહ્યું. એટલા માં અમોલ નાં ફોન માં રીંગ વાગી. પરંતુ અમોલે ફોન ઉપાડ્યો નહીં. ફરી રીંગ વાગી. શું કરવું એ વિસામણ માં હતો.  આકાંક્ષા  અને અમોલ ની  નજર એક થઇ ગઈ . આકાંક્ષા ની આંખો જાણે કશું કહી રહી હતી.  અમોલ આકાંક્ષા સમક્ષ જોઈ જ  રહ્યો. એનો ભાવ કળવો મુશ્કેલ હતો. એ નારાજગી  છે   કે સહજતા … ...

"  એમ જ છે ફોન  ! કાંઈ કામ નો નથી . "   અમોલે સફાઈ આપવા ની કોશિશ કરી.  ખુરશી ઉપર  જઈ ને  બેઠો . આકાંક્ષા ટીફીન માં થી જમવા લાગી .  અમોલ  આકાંક્ષા ને સ્થિર નજરે   નિહાળી રહ્યો 
હતો,  હળવી હળવી  સ્મિત સાથે .  

 "તારા વગર ઘર ઘર નથી લાગતું  , આકાંક્ષા !!. બહુ સુનું લાગે છે.  સાંજે રજા આપશે   એટલે  સારું  !  " અમોલે  કંઈક વાત કરવા ની કોશિશ કરી . આકાંક્ષા  એ જાણે અમોલ ની વાત સાંભળી જ ના હોય એમ બોલી , 
"  મહારાજે  ગોદ ભરાઈ નું મૂહુર્ત કાઢી દીધું છે.  પંદર દિવસ પછી નું. ત્યાં સુધી માં મમ્મી પણ આવી જશે. મારી ઈચ્છા છે કે હું ગોદ ભરાઈ પછી મારા પિયર જાવુ ત્યાં પણ‌ સારા ડૉક્ટર છે. " 

"પરંતુ આપણા વચ્ચે વાત થઈ ગઈ હતી ને કે તું નહીં જવું તારા પિયર અને તું અહીં જ રહીશ . " અમોલ અચાનક આકાંક્ષા નાં  આ નિર્ણય થી  આશ્વર્યચકિત થઈ ગયો. 

" હા! પરંતુ હવે મારી જવા ની ઈચ્છા છે. " આકાંક્ષા એ સુષ્ક અવાજે કહ્યું.  

" મારી ઈચ્છા નથી તું  ત્યાં  જાય એવી ! " અમોલે કહ્યું .

" કેમ ? મારા અહીં રહેવા થી શું  ફર્ક પડી જવાનો હતો  !!! . " આકાંક્ષા એ પૂછ્યું.

"  ટ્રીટમેન્ટ માં ફરક પડશે ,  ત્યાં કરતાં !  ટ્રીટમેન્ટ સારી મળશે અહીં !  અને આપણે આ ચર્ચા કેમ કરીએ છીએ જ્યારે એ વિષય પર પહેલાં વાત થઈ ચૂકી છે ! " અમોલે કહ્યું.

" સમય બદલાય એમ  વિચારો  પણ બદલાય છે .  મારા પણ બદલાયા .  અને આ નિર્ણય લેવા નો હક મને નથી  ? " આકાંક્ષા એ ભારે સ્વરે પૂછ્યું .  અમોલ  ને  આકાંક્ષા નો એ નિર્ણય  મંજૂર નહોતો  પરંતુ આકાંક્ષા ની તબિયત ને લીધે અમોલે આગળ કાંઈ પણ કહેવા નું ટાળ્યું. 

   સાંજે ડૉક્ટરે રજા આપી  અને આકાંક્ષા ઘરે આવી. ફરી એજ દિનચર્યા માં દિવસો પસાર થવા લાગ્યા. દમયંતીબહેન  ભારત પરત આવી ગયા.  આકાંક્ષા નાં ગોદ ભરાઈ પ્રસંગ ની તૈયારી ઓ ચાલુ થઈ ગઈ. 

      દમયંતી બહેને મહેમાનો ને આમંત્રણ આપવા નું શરુ કરી દીધું. આકાંક્ષા નાં  પિયરે  ફોન  કરી આમંત્રણ આપ્યું.  તન્વી નાં મમ્મી- પપ્પા મનહરભાઈ અને ભાવનાબહેન  ને ફોન કરી આમંત્રણ આપ્યું .  તેની સાથે સાથે  ગૌતમ અને તન્વી ની સગાઇ માટે પણ વાત કરી . તન્વી નાં માતા  - પિતા એ  પણ ઉત્સાહ ભેર  આ   સગપણ માટે  સ્વીકૃતિ આપી પરંતુ  ફક્ત એક વાર તન્વી સાથે વાત કર્યા બાદ .   આકાંક્ષા નાં  ગોદ ભરાઈ પ્રસંગ  દરમિયાન હૉલ માં  ગૌતમ અને તન્વી નાં  સગપણ નો પ્રસંગ કરવા પ્રસ્તાવ પણ મૂક્યો . 

      દમયંતી બહેને ઘર માં બધાં ને  ગૌતમ અને તન્વી ની સગાઇ કરવા  વિશે  ‌ વાત કરી.  ઘર માં  એક સાથે બે પ્રસંગો થઈ જશે ; એ વાત થી ખુશી ની લહેર છવાઈ ગઈ.  મહારાજ ને વાત કરી ને સારું મુહૂર્ત પણ જોવડાવી દીધું,   જેથી છેલ્લી ઘડીએ  દોડધામ ના પહોંચે. 

      ગૌતમે  સ્પષ્ટ પણે આ સંબંધ માટે ના પાડી દીધી  અને એ વાત થી  દમયંતીબહેન નું દિલ બેસી ગયું , એ  સમજતાં હતાં કે  ગૌતમ હજી પણ એ અમી ની યાદ માં પોતાની જિંદગી વેડફી રહ્યો છે .  ગૌતમે પણ   એ વાત ને  લઈ ને ચૂપકીદી   સેવી હતી . 

    તન્વી નાં માતા પિતા  ગૌતમ જેવો છોકરો જવા દેવા તૈયાર  નહોતા  અને તેથી તેમણે  તન્વી અને ગૌતમ ને રુબરુ માં મળી ને આ વિષય પર ચર્ચા કરવા  વહેલી તકે  મુંબઈ આવ્યા . ભાવનાબહેને તન્વી ની સ્વીકૃતિ ની આશા એ વાત કરી. તન્વી એ પોતાના તરફ થી એમને સમજાવા નો પ્રયત્ન કર્યો .    " મમ્મી મને લગ્ન નથી કરવા મારે અત્યારે મારી કારકિર્દી પર ધ્યાન આપવું છે. " 

" હા ! તો અમે ક્યાં ના પાડી એ છીએ. પરંતુ એક વખત  સગાઈ થઈ જાય એટલે અમારા મન  ને  નિરાંત થાય!  . ગૌતમ જેવો છોકરો નહીં મળે . એવું ના થાય કે કારકિર્દી નાં ચક્કર માં તું લગ્ન ની ઉંમર ચૂકી જવું. "  ભાવનાબહેને પોતાની રીતે તન્વી ને સમજાવા નો પ્રયત્ન કર્યો .
મનહરભાઈ પણ  ભાવનાબહેન ની વાત સાથે સહમત હતાં. અને  તેઓ એ  તન્વી ને લગ્ન માટે મનાવવા નાં તમામ પ્રયાસ કર્યા. 

      તન્વી માટે હવે તેનો  અને  અમોલ નો  સંબંધ  છુપાવી રાખવો મુશ્કેલ થઈ ગઈ હતો. અને છેલ્લે એણે આવેશ માં આવી ને એના મમ્મી પપ્પા ને એમનાં સંબંધ વિશે  તથા એમના લીવ ઈન રીલેશનશીપ નાં નિર્ણય વિશે પણ  કહી દીધું.  ભાવનાબહેન નાં માથે જાણે પહાડ તૂટી ગયો . મનહરભાઈ ગુસ્સા માં લાલ પીળા થઈ ગયા. 
" આ જ સંસ્કાર આપ્યા છે આ તમારી દિકરી ને ? " ભાવનાબહેન ને   ગુસ્સા માં  કહ્યું.

         " અને તને અહીં કારકિર્દી બનાવવા કેટલાં વિશ્વાસે મોકલી હતી . અને તે આવો વિશ્વાસઘાત કર્યો. પોતાની જિંદગી વિશે તો ના વિચાર્યું કમસેકમ મારી ઈજ્જત વિશે તો વિચારવું જોઈતું હતું !!! સમાજ માં અમે શું મોં બતાવીશું. અરે ! સમાજ જવા દે ! મારા મિત્ર આગળ ક્યા મોં એ જઈશ હું હવે  !!!  જે  ઘરે  અજાણ્યા શહેર  માં   તને  સહારો  આપ્યો  ; તે   એ જ ઘર ભાંગવા નો પ્રયત્ન કર્યો ???  "  મનહરભાઈ  નો ગુસ્સો  આપા ની  બહાર હતો. 

 " હું સમજાવું છું. તમે શાંત થઈ જાવ! " કહી ભાવનાબહેને  તન્વી નો હાથ પકડ્યો અને  સહેજ દૂર લઈ ગયા . "  આ તું શું કરવા જઈ રહી છો?  પરણિત પુરુષ સાથે સંબંધ !  પોતાના જ પગ પર કુહાડી ના માર !  આ સંબંધ નું કોઈ ભવિષ્ય નથી.  તું ફક્ત મૂર્ખામી કરી રહી છું બસ !!!  સમજદાર બન અને આ સંબંધ  ભૂલી જા. અહીં તને દુઃખ અને અને અસુરક્ષા  સિવાય કશું નહીં મળે !!! 

" એ શક્ય નથી !!  તમારે અમોલ સાથે પણ  વાત કરવી હોય તો કરી જોવો ! જવાબ તમને  એજ મળશે .  " તન્વી એ ઊંચા અવાજે કહ્યું .

મનહરભાઈ અને ભાવનાબહેન તન્વી ની આવી વાતો થી ખૂબ જ દુઃખી થઈ ગયા. માતા  - પિતા માટે એના થી વધારે કોઈ  દુઃખ   નથી હોતું કે અથાક પ્રયત્નો છતાં પણ પોતાની નજરો સામે પોતાનું સંતાન ખોટા રસ્તે  જાય ;   જ્યારે એમની સલાહો ફક્ત એક જુનવાણી  વિચારસરણી કહી હસી કાઢવા માં આવે ; જ્યારે  એમના વર્ષો નો અનુભવ નો નિચોડ   એક માન્યતા કહી તિરસ્કૃત કરવા માં આવે . એના થી મોટી લાચારી કદાચ આ દુનિયા માં બીજી કોઈ ના હોઈ શકે. 

(ક્રમશઃ )