Nathani Khovani - 6 books and stories free download online pdf in Gujarati

નથણી ખોવાણી - પ્રકરણ - ૬

જેમ રૂમનો દરવાજો ખોલ્યો એમ ગુલાબ ની સુગંધ  થી આખો  રૂમ  મહેકતો  હતો. અમોલ ને ગુલાબ  ખૂબ જ ગમતાં  હતા એટલે તેણે ફક્ત  ગુલાબ ની જ  સેજ બનાવડાવી  હતી.ગુલાબ ની મહેંક જાણે ઍરોમા  થેરાપી કરી  રહ્યી હતી.  મોટા ભાગનો થાક તો  આમ જ   ઊતરી ગયો હોય એવું લાગ્યું અને   આકાંક્ષા   જાણે ગુલાબ નાં બગીચા માં આવી ગયી હોય એવું એને લાગતું હતું.


         આકાંક્ષા ને  મુવી જોવાનો  ખાસ  શોખ   નહોતો પણ એ   મુવી ના એ પહેલી રાત ના સીન થી ખૂબ જ પ્રભાવિત હતી. અને પોતાના માટે એવી જ સેજ જોઈને  એ રોમાંચ અનુભવી  રહી હતી.
અને એનું  સ્વપ્ન  સાકાર થતું લાગી રહ્યું હતું .

        એટલામાં તો  અમોલે  એને સહજતા થી ઊંચકી લીધી અને  પલંગ  સુધી લઈ ગયો. આકાંક્ષા શરમાઈ ને બોલી, "  આ  શું કરી રહ્યા છો  ?  "  
         " એવું ના કરત તો તું   આખી રાત    ત્યાં  જ  ઉભી રહેતી. " કહી  અમોલ  જોરજોરથી હસવા લાગ્યો અને  એને   આલિંગન આપ્યું. 
        " એક   મિનિટ !"  કહી આકાંક્ષા  ઉભી  થઈ અને પર્સમાંથી  ગીફ્ટ  કાઢી અને   આપવા હાથ લંબાવ્યો.  "  ગીફ્ટ  ! "   અમોલે  કૌતુક અને ખુશી નાં મિશ્ર ભાવ થી  કહ્યું.  ગીફ્ટ રૅપ ખોલ્યું , અને બોલ્યો ,  "  અરે !  મસ્ત   પરફયુમ છે!    તને  કેવીરીતે ખબર  મને પરફયુમ બહુ ગમે છે?     પણ હું તો  તારા માટે કોઈ જ  ગીફ્ટ  નથી લાવ્યો ? ‌  મને શોપિંગ કરતાં  નથી આવડતું ! શોખ પણ નથી.  એટલે જ  થાઈલેન્ડ થી  કાંઈ   નથી  લાવ્યો તારા માટે ?   બિઝનેસના કામ માં   ખૂબ જ વ્યસ્ત  રહેતો હતો એટલે  ફોન પણ નહોતો થતો.  અને સાચું કહું તો હું  આ બધી ફૉરમાલીટી  માં નથી માનતો " 

           " કંઈ   વાંધો નહિ "  આકાંક્ષા એટલું જ બોલી . અને  
    અમોલે    પોતાના  ખિસ્સામાં થી  એક   લૅટર કાઢ્યો  અને કહ્યું 
 " શાંતિથી  પછી વાંચજે. "  
     " લવ … લૅટર ….." બોલતા જરા અચકાઈ ગઈ અને જાણે એને કશું યાદ આવી ગયું .  " ખબર નહિ ! એ  તો  તું જે સમજુ છું  એ!! આકાંક્ષા ખોલવા ગઈ  , પણ    એ અમોલે   એના  હાથ માં થી લઈને  ઓશિકા નીચે મુકી દીધો.    " અત્યારે નહિ!!  પછી ..શાંતિથી... હમણાં સવાર પડી જશે.    હવે  બહુ વાતો કરવા  માં  સમય  વ્યર્થ  નથી કરવો "  ,  એમ કહી આકાંક્ષા ને એની બાહુપાશમાં લઇ લીધી.

                           *.       *.        *

             સવારે જ્યારે આકાંક્ષા ની આંખો ખુલી  અને કાંડા ઘડિયાળમાં જોયું તો  છ વાગી ગયા હતા.   જલ્દી થી બાથ અને શેમ્પૂ કરી  તૈયાર થઇ ગયી.   અને અમોલ ને ઉઠાડી  બિન્દી લગાવવા  ડ્રેસિંગ ટેબલ આગળ ગઈ. લાલ રંગ ની સાડી માં સજ્જ અને   ભીનાં   ટપકતાં  વાળ  માં  આકાંક્ષા ખૂબ જ મોહક  લાગતી હતી. અમોલ  સહેજ વાર  આકાંક્ષા  ને  જોઈ રહ્યોં. આકાંક્ષા ની નજર  અમોલ પર  પડી, મીઠા   સ્મિત સાથે બોલી, " ચલો ! મોડું થઈ જશે? " 

 " જવું જરૂરી છે? " અમોલે  અનિચ્છા દર્શાવતા કહ્યું.

 " હા , !  કુળદેવી પગે લાગવા તો જવું જ પડે ને? અને પછી ક્યારે  જાશું ?  કાલે  તો આપણે  મુંબઈ અને પછી સિંગાપોર જાશું.! " 
 આકાંક્ષા એ કહ્યું. 

          અમોલ   ઉઠ્યો અને બાથરૂમ માં ગયો. આકાંક્ષા  બૅગ   ગોઠવવા લાગી  , બધું વ્યવસ્થિત મુકતાં મુકતાં યાદ કરવા લાગી કશું રહ્યું તો નથી ને? ત્યાં જ એને અમોલે આપેલો  લૅટર યાદ આવ્યો. લેવા ઉભી જ થતી હતી એટલામાં   અમોલે  અવાજ લગાવ્યો ,  " આકાંક્ષા !!  રુમ સર્વિસ  પર કૉલ કરો અને ચા મંગાવી લે ને? " 

 "હા ! મંગાવી લઉં ." કહી  આકાંક્ષા એ  લૅટર   હેન્ડ બૅગ  માં  મુકી ને  કૉલ કર્યો.   અમોલ તૈયાર થઈ બહાર આવ્યો , બન્ને એ સાથે ચા પીધી .  અને બન્ને કાર માં ઘર તરફ  રવાના થયા. ત્યાં  સુધી લગભગ આઠ વાગી ચૂક્યા હતા .  જલ્દીથી કારમાંથી ઉતરી અંદર જતા હતા ત્યાં જ  અનન્યા  અમોલ ની મોટી બહેન એમને આવકારવા ઊભી  હતી.
 " વૅલકમ ! વૅલકમ  !!!!  નવદંપતી   નું  સ્વાગત છે ! " કહી  અનન્યા એ  આવકાર્યા. આકાંક્ષા  અનન્યા ને પગે લાગવા ગઈ પણ અનન્યા  એને ના કહી ભેટી પડી. 
" આપણે આવા વ્યવહાર ના  જોઈએ હો !!!" કહી હસવા લાગી.
દમયંતી બહેને અંદર આવવા કહ્યું અને બોલ્યા, " મોડું થઈ ગયું નહીં? પછી તાપ ચઢી જશે ? બે કલાક નું  ટ્રાવેલિંગ છે .." 
 " It's okay mummy ! It happens !  રાત્રે કેટલું મોડું થઈ ગયું હતું. " અનન્યા એ કહ્યું.

 
              અનન્યા એના પતિ અને સાસુ-સસરા સાથે  ન્યુયોર્ક  માં  રહેતી હતી. અમોલ - આકાંક્ષા નાં  લગ્ન પણ બે જ મહિનામાં લઈ લીધા  એટલે  ફક્ત બે  - ત્રણ વાર ફોન પર વાત થઈ હતી  , છતાં આકાંક્ષા ને  એ ખુબ જ પ્રેમાળ લાગતી હતી .  જાણે બહેન ની કમી પૂરી કરી રહી હતી… કદાચ બહેન હોત તો આવી જ હોત એવું આકાંક્ષા ને મનોમન લાગતું હતું. 

         અને   એટલા માં અમોલ ના દાદી આવ્યા.   આકાંક્ષા એમને પગે લાગી, એમણે ' અખંડ સૌભાગ્યવતી  ' નાં આશિર્વાદ આપી પોતાની બાજુ માં બેસાડી.       
  " તમે પણ આવો છો  ને  બા ! " આકાંક્ષા એ પૂછ્યું.

"હા ! બેટા !   આમ  તો જવાતું નથી કુળદેવી એ, પણ.  આ તમે છો તો સાથે જઈએ  ."  દાદીમા બોલ્યા .
   " મને ખૂબ જ ગમશે. " કહી આકાંક્ષા  દાદીમા ને વળગી બેસી ગઈ. 
 આકાંક્ષા નાં દાદા- દાદી એ  નાની હતી ત્યારે  જ  ગુજરી ગયા હતા એટલે  એમના વિશે કંઈ  ખાસ યાદ નહોતું  પણ  ત્યારે એના દાદી યાદ આવી ગયા . 
  " બસ , આ   કૃતિ તૈયાર થઈ જાય એટલે જઇએ. " 
  " હું તૈયાર છું ! ભાઈ- ભાભી  આવી ગયા? " કૃતિ એ અંદર જ  થી પૂછ્યું.
 " હા  ! તારી જ રાહ જોવાય છે ! " દમયંતી બહેન બોલ્યા.
અને  બધા   કુળદેવી નાં  દર્શન કરવા માટે ગયા.

                          *           *.            *      ‌


          બીજે દિવસે સવારે એમની  મુંબઈ માટે ફલાઈટ  હતી. ઘર બંધ કરીને  દમયંતીબહેને ચાવી એમના જેઠાણી સુનીતાબહેન ને આપી. અમોલ ના મોટા કાકા  દિનેશ ભાઈ એમના  પરિવાર  સાથે  વડોદરા  માં રહેતા હતા અને ભરતભાઈ  મુંબઈમાં. તેઓ અવાર-નવાર વડોદરા આવતાં  , મુંબઈ ની  ચહલ પહલ થી દૂર.

         
       મુંબઈ  આવી ગયું . ટૅક્સી કરી.  ફ્લેટ પર  પહોંચ્યા.   પૉશ એરિયા માં  ,  બે ફ્લેટ ભેગા કરી  બનાવેલો   સ્પેશિયસ ફ્લેટ   ,
નવદંપતી નું વિધિવત સ્વાગત થયું અને  ઘર માં પ્રવેશ્યા.

      સાંજે  અમોલ  અને આકાંક્ષા  સિંગાપોર  ની  ફ્લાઈટ  માટે નીકળ્યા.  આકાંક્ષા ને   ફ્લાઈટ નો એક અનેરો ઉત્સાહ હતો. બાળપણ થી   એરોપ્લેન ખાલી આકાશમાં ઊડતું જ જોયું હતું અને પહેલી વાર આજે એરોપ્લેન માં જઈ રહી હતી .  એરોપ્લેન ઉડે તો કેવું લાગશે એ માટે એ ખૂબ જ આતુર હતી અને એક રોમાંચક લાગણી અનુભવતી હતી .   રાત નો સમય હતો એટલે લાઈટ સિવાય  બીજું કશું જ દેખાતું નહોતું પણ આખું શહેર જાણે એક હથેળીમાં આવી જાય એટલું નાનું લાગતું હતું. વાતો કરતાં કરતાં  સિંગાપોર આવી  પણ ગયું  અને  બન્ને  હોટલ  પર  પહોંચ્યા . ડિનર લઈ રુમ પર પહોંચ્યા.

          આકાંક્ષા ને  જાણે બધું જ સ્વપ્ન જેવું લાગી રહ્યું  હતું.  આવી દુનિયા વિશે જાણતી  તો  હતી ;   પણ  એક દિવસ   માણશે  એવું ખાસ વિચાર્યું નહોતું. 

           " હાશ ! હવે અહીં શાંતિ થી આપણે એકબીજા સાથે સમય ગાળી શકીશું.   એક તો મેરેજ પહેલા  આપણ ને એકબીજા સાથે સમય ગાળવા નો મોકો જ નહોતો  મળ્યો . મારે પણ બિઝનેસ ના કામ  માટે.  હંમેશા બહાર જવાનું થતું હતું ,  એટલે એકબીજા વિશે વધારે જાણી પણ શક્યા નથી." અમોલ પલંગ પર. બેસતાં બોલ્યો.

     "  હા  ! મને એ વાતનો અફસોસ જરૂર હતો !  લગ્ન વખતે ગભરાહટ  અને   મુંજવણ    પણ  ખૂબ જ હતી . પણ હવે એવું લાગે છે કે હું  નાહક  ની ચિંતા કરતી હતી.  બધું જ સરસ તો છે !!! "  આકાંક્ષા  એ   ધીરે-ધીરે એનું મન ખોલીને વાતો કરવા લાગી . 

     " એ વાત તો સાચી !  મને પણ થોડું તો એવું લાગતું હતું  કે  જે છોકરી વિશે હું વધારે જાણતો નથી એની સાથે કેવી રીતે સેટ થઈશ  ? 
પણ હવે બધું જ  બરોબર  લાગે છે. " કહી અમોલે  આકાંક્ષા નો  હાથ હાથ  માં લીધો અને ચુમી લીધો. અને બંને એકબીજા માં ઓતપ્રોત થઈ ગયા. 

        સવારે આકાંક્ષા ની આંખ ખુલી ત્યારે સાત વાગી ચૂક્યા હતા.  અમોલ  હજી પણ સૂતો જ હતો . આકાંક્ષા ને પેલો લૅટર યાદ આવ્યો.  પર્સમાંથી ખૂબ જ ઉત્સાહ અને પ્રેમ થી લૅટર બહાર કાઢ્યો , 
"  હવે શાંતિથી  હું  વાંચીશ  ,  શું લખ્યું છે મારા પતિ એ મારા માટે  !!!!……..


          (ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED