નથણી ખોવાણી - પ્રકરણ - ૨૧

 " Live - in - relationship  !!! ???" ગૌતમ સ્તબ્ધ હતો અને ગુસ્સે પણ ..

" હા! જેથી હું એની સાથે  કાયદાકીય રીતે  તથા  સન્માન સાથે સંબંધ રાખી શકું. " અમોલે કહ્યું. 

  " બહુ મોટી ભૂલ કરું છું તું ,  અમોલ !   તું સમજી નથી રહ્યો.  અત્યારે  કોણ  મળતા  રોકે  છે તમને  ?  …. કોઈ નહીં…. છતાં તને એમ લાગે છે કે લીગલ કાર્યવાહી કરીશ તો કોઈ  સમસ્યા નહીં થાય !  સમસ્યા  તો  ત્યાં જ ઊભી રહેશે.    " ગૌતમે અમોલ ને સમજાવા નો પ્રયત્ન કર્યો.

" એટલે ? હું સમજ્યો નહીં ? " અમોલે કહ્યું.

" એટલે એજ  કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી નહીં કરી શકે ,  પરંતુ  સામાજિક  રીતે  ?????    સામનો કરવા સક્ષમ છું ????    જેટલું સરળ બોલવું છે ,  એટલું જ અઘરું છે  નિભાવવુ  …. જરાક તો  વિચાર   કર …  પોતાના પરિવાર વિશે ??   તારા આવનારા બાળકો વિશે ???    આકાંક્ષા એ જો આ સંબંધ ના સ્વીકાર્યો  અને છૂટાછેડા માંગ્યા તો ?  ….એ વિશે શું વિચાર્યું છે ? .. આ બધું જ વિચારી ને નિર્ણય લેવો યોગ્ય છે ...  હું તને નહીં રોકું … , પરંતુ…  બસ તારી ભલાઈ  ઈચ્છું છું.  "  ગૌતમે ક્હ્યું. 

" તું મને ગુંચવાઈ રહ્યો છું. " અમોલે  ગૌતમ ને કહ્યું.

" ના ! અમોલ ! હું તને ફક્ત  તારા નિર્ણય પર ફરી વિચારણા કરવા કહી રહ્યો છું.  એમાં ક્યાં ગુંચવણ ની વાત આવે જ  છે... જિંદગી ભર નો નિર્ણય છે. અને આ નિર્ણય સાથે કેટલીય જિંદગી જોડાયેલી છે.  ઉતાવળે લીધેલો એક પણ નિર્ણય જિંદગી ભર નો પસ્તાવો થાય એના કરતાં થોડો સમય લે.  " ગૌતમે ક્હ્યું.

" તારી વાત તો સો ટચ નાં સોના જેટલી સાચી છે.  તારું સ્થાન મારી જિંદગી  માં  ફક્ત ભાઈ તરીકે જ નહીં એક સારા મિત્ર તરીકે   મારા દિલ માં  પણ છે.  કદાચ એટલે જ આટલા ખુલ્લા ‌મન થી તારી સાથે વાત કરી શકું છું. " કહી અમોલ એકદમ માયૂસ થઈ ગયો. 

 " તો પછી પૂરી વાત કર !  શું ખરેખર એવું જ છે કે તું એની   સાથે  રહી ને ખુશ રહી શકીશ ? તને આકાંક્ષા ને  છોડ્યા નું કોઈ દુઃખ નહીં થાય ?  " ગૌતમે ક્હ્યું

 " આકાંક્ષા ને છોડવા નો કોઈ ઈરાદો નથી. આવનાર બાળકો માટે પણ ઉત્સુક છું. પરંતુ તન્વી ને છોડવી પણ મુશ્કેલ છે.  હું બન્ને સાથે એકસાથે સંબંધ નથી રાખી શકતો ?  શું બે વ્યક્તિ સાથે એક જ સમયે સંબંધ રાખવો ગુનો છે ? "  અમોલ એના મન ની વ્યથા પ્રગટ કરી રહ્યો હતો. 

  " રાખી શકું છું.  સમાજ માં એવા  કેટલાંય ઉદાહરણો છે. પરંતુ એના માટે તારે મારી નહીં ;  આકાંક્ષા ની પરવાનગી ની જરૂર છે. અને હું તો એટલી જ સલાહ આપીશ કે  થોડો વખત આ નિર્ણય સ્થગિત કરી શકતો હોઉં તો વધુ સારું !  એના થી  તું કોઈ પણ ગ્લાનિ વગર નિર્ણય લઈ શકીશ.  એક મિત્ર તરીકે એ જ સલાહ છે. " ગૌતમે બહુ જ  ચતુરાઈ થી અમોલ ને રોકી લેવા ની કોશિશ કરી.  

 અમોલ ને ગૌતમ ની વાત  સમજાઈ રહી હતી .   બન્ને પ્રેમ થી ગળે મળી  હસી ખુશી થી   ઘર તરફ ગયા. ઘરે બધાં સાથે જમ્યા  અને પછી કૃતિ ની સાથે  ગૌતમ   ચેસ રમવા લાગ્યો. આકાંક્ષા ને પણ ચેસ રમવી ખૂબ ગમતી પરંતુ  એ વખતે  ઘર નાં કામકાજ ને  પ્રાધાન્ય આપવા નું  એને  વધારે જરૂરી લાગ્યું. 

    કામ પરવારી ને એ  હૉલ માં આવી .  ગૌતમ અને કૃતિ હજી પણ ચેસ રમી રહ્યા હતા. આકાંક્ષા ત્યાં બેસી ને એમની રમત  જોઈ રહી હતી .  કૃતિ ચેસ માં હારી ગઈ  . અને માયૂસ થઈ ને બોલી ,  " તમે હંમેશા જીતી જાવ છો ..!!  હવે થી હું તમારી સાથે ચેસ  નહીં રમું. " 

" અરે !  નાસીપાસ  થોડી થવાય !  પ્રયત્ન કરતું રહેવા નું જીતવા માટે ! "  ગૌતમે કૃતિ ને  પ્રેરિત કરતા  કહ્યું  ,   " વ્યૂહરચના કરવા નું શીખી લે !  પછી હાર હાર નહીં લાગે. એ એક શીખ લાગશે. " 

" એ કેવીરીતે ?" કૃતિ એ જિજ્ઞાસા થી પૂછ્યું.

"    ચેસ ની રમત  માં થી ઘણું શીખવા મળે   છે.  જેમ કે  ખૂબ જ સમજી વિચારી ને કદમ ઉઠાવવા ના…  જરૂર પડે વ્યૂહરચના ઘડવી. સૌથી મોટી વાત એ છે કે અહીં કવીન પાસે સૌથી વધારે ક્ષમતા છે. કિંગ કરતાં પણ વધારે. પરંતુ  વ્યવસ્થિત રીતે વાપરવા થી એનું મહત્વ જળવાઈ  રહે  છે ,  વ્યવસ્થિત સમયે લીધેલું  કવીન નું કદમ આખી બાજી પલટાવી   હાર  ને જીત માં ફેરવી શકે છે. "  ગૌતમે કૃતિ ને સમજાવતા કહ્યું.

" બહુ સરસ વિશ્ર્લેષણ કર્યું છે . અને સિપાહી ? " કૃતિ એ વધુ જાણવા ની આતુરતા બતાવી. 

" સિપાહી નું પણ પોતાનું આગવું મહત્વ છે. એમના થી તો બીજા ને જીવતદાન મળે છે. " ગૌતમે ક્હ્યું. 

 " તો  સિપાહી  નું મહત્વ બલિદાન સુધી જ છે? " કૃતિ એ પૂછ્યું.

" ના ! એમની લીધેલી દરેક ચાલ આ રમત માં  મહત્વ નો ભાગ ભજવે  છે. જ્યાં ટીમ વર્ક હોય ત્યાં કોઈ એક વ્યક્તિ વિશે વિચાર કરવો યોગ્ય નથી હોતો  . ત્યાં દરેક વ્યક્તિ નું પોતાનું એક મહત્વ છે  ;  પછી એ નાનું હોય કે મોટું ! "  ગૌતમે જીવન દર્શન ની પોતાની  ફિલોસોફી સમજાવતાં કહ્યું. 

  
 આકાંક્ષા  ઉઠી ને  રુમ માં આરામ કરવા ગઈ . અમોલ  બારી પાસે ઉભો હતો. આકાંક્ષા ની તરફ જોઈ ને સ્મિત કર્યું.  આકાંક્ષા એ પણ વળતું સ્મિત આપ્યું. 

" હું તારી રાહ જ જોતો હતો. " અમોલ બોલ્યો. 

" કૃતિ બહેન અને ગૌતમ ભાઈ ચેસ રમતા હતા એ જોતી હતી. તમને પણ ચેસ ગમે છે ને ! તો પછી અંદર કેમ‌ આવી ગયા ? " આકાંક્ષા એ  પૂછ્યું. 

" આજે મન નહોતું ચેસ રમવા નું .      આકાંક્ષા !       આવતા અઠવાડિયે મારે  કદાચ  થાઈલેન્ડ જવું પડે. ગૌતમ હમણાં અહીં જ છે …   મારે જવું જ પડે એવું છે !!!  "   કહી અમોલ અટકી ગયો. 
 
" હા ! જઈ આવો !  મમ્મી એ  ગોદ ભરાઈ  માટે મુહુર્ત કઢાવવા નું કહ્યું હતું તો… "  કહેતા  આકાંક્ષા  પલંગ પર બેઠી . 

" કાલે જઈ આવીશ ને હું !  આકાંક્ષા !!!!    " અમોલે  આગળ વાત કરવા ની કોશિશ કરી .  આકાંક્ષા એ હુંકાર કર્યો. પરંતુ  અમોલ ને ખ્યાલ આવ્યો કે કદાચ આકાંક્ષા ખૂબ થાકી  ગઈ છે અને એને આરામ ની જરૂર છે.  તો એ " કંઈ નહીં " કહી  ત્યાં નજીક માં પડેલું મેગેઝિન જોવા લાગ્યો.  પાના ફેરવતા ફેરવતા એની નજર એક લેખ પર પડી જેમાં તન્વી એ સિરિયલ છોડી દીધી છે એવું લખ્યું હતું. અમોલ ને આશ્ર્ચર્ય થયું.
' તન્વી સાથે આ બાબતે કોઈ જ વાત નહોતી થઈ.  અને જો આ સમાચાર સાચા છે તો એણે મને જણાવ્યું કેમ નહીં ?' મનમાં વિચારી રહ્યો. મોબાઈલ લીધો અને  તન્વી ને  વાત કરવા માટે  મેસેજ કર્યો . પરંતુ તન્વી નો કોઈ જ જવાબ ના આવ્યો. થોડીવાર રાહ જોયા પછી સીધો ફોન લગાવ્યો . પરંતુ હવે તન્વી નો  ફોન સ્વીચ ઓફ આવતો હતો. 

અમોલ ને સમજાઈ નહોતું રહ્યું કે આમ‌ કેમ થઈ રહ્યું છે. આકાંક્ષા સૂતાં સૂતાં ઉંહકારો કરી રહી હતી. અમોલે  પાસે જઈને જોયું તો એની તબિયત ઠીક નાં હોય એવું લાગ્યું. એના કપાળે હાથ મૂક્યો તો  ખ્યાલ આવ્યો કે આકાંક્ષા ને તો  ખૂબ તાવ આવી  રહ્યો હતો . એણે તરત જ  બા ને રુમ માં બોલાવ્યા. બા એ  આકાંક્ષા નાં કપાળ  પર  ભીનાં પોત મૂક્યા અને ડૉક્ટર ને જણાવવા કહ્યું. 

 ડૉક્ટર ને ફોન લગાવ્યો અને ડૉક્ટર ની સલાહ પ્રમાણે આકાંક્ષા ને હોસ્પિટલ માં દાખલ કરી. તાવ વધી રહ્યો હતો અને બી.પી. ઓછું થઈ રહ્યું હતું. આકાંક્ષા ની આંખો બંધ થઈ રહી હતી. ડૉક્ટર વારંવાર એને આંખો ખોલવા માટે કહી રહ્યા હતા. પૂછવા પર કોઈ જવાબ નહોતાં આપી રહ્યા . પરંતુ  ફક્ત ધીમાં અવાજે કંઈક ડૉક્ટરે  અને નર્સ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા કે  ' કોમ્પ્લીકેશન્સ ખૂબ જ વધી ગયા છે. ' 

( ક્રમશઃ )
  

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sudhirbhai Patel 1 માસ પહેલા

Verified icon

mili 4 માસ પહેલા

Verified icon

Rajni Dhami 4 માસ પહેલા

Verified icon

Bhavin 5 માસ પહેલા

Verified icon

Nisha Jani 5 માસ પહેલા