નથણી ખોવાણી - પ્રકરણ -૧૦

"  તમે બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા લાગો છો ?"ગૌતમે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું.

" હા !" સિદ્ધાર્થે કહ્યું.

"ડોક્ટર સાહબ ! આપકી ટિકિટ કનફર્મ હો ગઈ હૈ.  સોરી થોડા  વૅટ કરના  પડા."   ટી.સી. એ કહ્યું 

" થૅન્ક યુ ! હોતા હૈ કભી કભી . લાસ્ટ મોમેન્ટ  પે  ટિકિટ કરવાયા થા. અંદાઝા તો થા. ખૈર અભી હો ગયા કનફર્મ. અચ્છા હૈ." સિદ્ધાર્થે ટી.સી. ને કહ્યું.

" એકદમ  પ્લાન કરીએ તો આવું જ થાય એમ પણ  એ.સી નાં કોચ ઓછા હોય એટલે  શક્યતાઓ વધારે છે.  ચાલો હું  જવું ,  પછી  કોન્ફરનસ   માં  જવાનું છે .  તારી  પાસે મારો નંબર છે .  કાલ- બાલ  કોલ કરજે મળીએ આપણે.  ચાલ.બાય" સિદ્ધાર્થે ગૌતમ ને કહ્યું.
અને પછી આકાંક્ષા સામે જોઈ ને બાય કહ્યું.  આકાંક્ષા એ માર્મિક સ્મિત આપ્યું.

      અને બધા પોતપોતાની જગ્યાએ આવીને ગોઠવાઈ ગયા . આકાંક્ષા  એકદમ ચુપ હતી. 

 " ચાલ !  બટાટાવડા ખાઈ લઈએ અને  થેપલાં કાઢ!   બહુ ભૂખ લાગી છે.  ચા મંગાવું ? " ગૌતમે પૂછ્યું.

" ના  ! ચા નથી પીવી. " આકાંક્ષા  એ કહ્યું. 

અને નાસ્તો કરતાં કરતાં ગૌતમે પૂછ્યું,  " ડૉ. સિદ્ધાર્થ ને કેવી રીતે ઓળખો  ?" 

 "એમના મામા અમારા  પડોશી હતાં.  વેકેશન માં એ આવતાં હતાં. પણ ઘણા વર્ષો પહેલા જ  એમના મામા વડોદરા જતા રહ્યા.  કેટલાય વર્ષોથી મળ્યા જ નથી.  એમણે મને ઓળખી, મને પણ  નવાઈ લાગી!!!." આકાંક્ષા એ કહ્યું.

           ' આકાંક્ષા મને ભુલી ગયી છે ?  કે એવું બતાવી રહી છે? મેં એની સાથે જે રીતે સંબંધ તોડ્યો હતો એ રીતે તો એ મારા થી નારાજ હોય એમાં કોઈ નવાઈ નથી. મેં એને સોરી કહ્યું હતું પણ એનાં થી એ મને માફ કરે એવું જરૂરી તો નથી ને?  પરંતુ હું એ  દિવસ હજી નથી ભૂલી શકયો ,  દરેક વેકેશન ની માફક   મામા નાં ઘરે ગયો, અને ત્યાં મન નાં લાગ્યું, ત્યારે  મને પહેલી વાર એ વાત નો અહેસાસ થયો કે હું એનાં પ્રેમ માં છું.   ' સિદ્ધાર્થ મન માં વિચારી રહ્યો.  મન તો થયું કે અત્યારે  જઈ ને  આકાંક્ષા સાથે  વાત કરે પરંતુ વર્ષો પહેલાં ની માફક ફરી એક વાર મન મનાવવા માં સફળ રહ્યો અને આકાંક્ષા સાથે વાત કરવા નું ટાળીને ડાયરી માં  કોન્ફરન્સ માં રજૂ કરવા ની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

  " પાછી કેમ ચૂપ થઈ ?" ગૌતમે પૂછ્યું.

   " પ્રથા ના વિચારો  મન માં થી જતાં જ નથી.  કોઈ વ્યક્તિ ક્યારે આપણી જિંદગીમાં થી જતી રહે ખબર જ નથી પડતી?  કેટલીક વાસ્તવિકતા સ્વીકારી ખૂબ જ અઘરી હોય છે.  મારું મન હજી પણ એ વાત  સ્વીકારવા તૈયાર  નથી  કે પ્રથા હવે આ દુનિયામાં નથી રહી.  પોતાના જીવન પ્રત્યે એટલી કટૂતા થઈ ગઈ કે એ આવું પગલું ઉઠાવવા તૈયાર થઈ ગઈ? " આકાંક્ષા ગમગીન અવાજે બોલી.

      '"  જિંદગી નાં તડકા - છાયા અનુભવવા મુશ્કેલ છે પણ અનુભવ્યા વગર એનાં તબકકા પાર થતાં નથી. એ ટ્રેન માં વચ્ચે આવેલા  ટનલ જેવું છે જ્યાં તમે ઉભા નથી રહી શકતા ; તમારે પસાર થવું જ પડે છે." ગૌતમે ક્હ્યું.

    બોરીવલી નજીક  આવી ગયું હતું.    ઘણાં ખરાં લોકો  સામાન  ઉપર  ઉતારી  દરવાજા આગળ જઈ ઉભાં રહ્યાં. ગૌતમ અને આકાંક્ષા પણ લાઈન માં ઉભા રહ્યા .સ્ટેશન આવ્યું. ટ્રેન ઉભી રહી . બધા વારાફરતી ઉતર્યા. કુલી ની  આવન જાવન ચાલુ થઈ ગઈ. પૈસા ની રકઝક ,  આવવા ની આના-  કાની  અને છેલ્લે   સમાધાન . બિનજરૂરી પરંતુ  સ્ટેશન ને જીવંત રાખતા દ્રશ્ય. ટેક્સી કરી ઘરે પહોંચ્યા.  ઘર માં રાહ‌ જ જોવાતી હતી. બધાં સાથે જમવા માટે બેઠા.

      "  મનહરકાકા ની દીકરી તન્વી મુંબઈ આવવા ની છે. એને કોઈ સિરિયલ માં કામ મળ્યું છે. મેં કહ્યું થોડા દિવસ અમારા ઘરે રહેવા દો. એની બધી ચિંતા અમારા પર છોડી દો. " દમયંતીબહેને કહ્યું.

  " ક્યારે આવે છે? " અમોલે પૂછ્યું.

   " પરમ દિવસે! સ્ટેશન લેવા કોણ જશે?  ગૌતમ ! ફાવશે ને તને ?"     દમયંતી બહેને પૂછ્યું.

 " હા ! જઈશ. " ગૌતમે ક્હ્યું.

 " હાથ માં  ગુલાબ નું ફૂલ લઈ ને જજે. અમોલે ગૌતમ ને મજાક કરતા કહ્યું, ના! તમે એકબીજા ને જોયા નથી ને એટલે કહ્યું, બાકી બીજું કોઈ કારણ‌ નહોતું. " અને બધા ખડખડાટ હસી પડ્યાં.

" અમોલ! તમારી એનિવર્સરી માટે શું પ્લાન કર્યો છે? "  દમયંતી બહેને પૂછ્યું.

"અરે મમ્મી !! એનિવર્સરી ને તો હજી ચાર મહિના બાકી છે !  અત્યાર થી પ્લાનિંગ કરવાનું છે ? "અમોલે કહ્યું.

" હા ! તો !   ખબર નથી  પછી હોલ મળવા મુશ્કેલ થાઈ જાશે !મારી ઈચ્છા છે કે એનિવર્સરી ધામધૂમથી કરીએ.  કેમ તને કંઈ વાંધો છે ? બીજો કોઈ પ્લાનિંગ હતો ? " દમયંતીબહેન બોલ્યા. 

" ના! કદાચ થાયલેન્ડ જવાનું થાય તો આકાંક્ષા ને પણ લઈ જાત. પણ હજુ સુધી કાંઈ નક્કી નથી. હું વહેલી તકે  હોલ ની  પૂછપરછ કરી લઉં છું." અમોલે કહ્યું. 
 
                    *.                     *.     ‌                *.      


   ગૌતમ રેલવે સ્ટેશન પહોંચ્યો . એને જે ડબ્બા નંબર આપ્યો હતો ત્યાં જઈને વ્યવસ્થિત રીતે ઊભો રહ્યો.  ટ્રેન ઊભી રહી અને તેની અંદરથી એક  મોડેલ જેવી લાગતી છોકરી  ઉતરી. ગૌતમ ને જોઈને ખ્યાલ આવ્યો કે એ  તન્વી  જ હોવી જોઈએ.  એ નજીક ગયો અને તન્વી એ  પણ ગૌતમ  ને ઓળખી લીધો . ગૌતમ  અને તન્વી  બન્ને એ  એકબીજા ને  હેન્ડ શૅક કર્યુ. અને ટેક્સી લેવા પ્લેટફોર્મ ની બહાર નીકળ્યા. ટેક્સી માં બેઠા .

" કાંઈ તકલીફ તો નથી પડી ને?" ગૌતમે વાત ની શરૂઆત કરતાં કહ્યું.

" ના! મને  ટ્રેન  માં મુસાફરી કરવી બહુ ગમે. બહુ મજા આવી. " તન્વી એ કહ્યું.

" કઈ સિરિયલમાં કામ મળ્યું છે ?   ગૌતમે પૂછ્યું .

"  હિન્દી સીરીયલ માં અને ગુજરાતી માટે  પણ   ઓડિશન આપ્યુ છે . હજી એક હિન્દી માટે  આવતા અઠવાડિયે ઓડિશન માં  પણ જવાનું છે . " તન્વી એ ખૂબ જ ખુશ થતાં કહ્યું. 

" સરસ !" ગૌતમે ક્હ્યું.

" મને મુંબઈ બહુ ગમે  ! મુંબઈ માં કેવી સરસ ઊંચી ઊંચી ઇમારતો હોય ; ગગનચુંબી ઇમારતો !  અને રસ્તા પર ની લાઈટો જાણે કોઈ   સ્વર્ગ! " તન્વી  મુંબઈ ની ઝાકમઝાળ થી અંજાઈ ગઈ હતી.

" મુંબઈ ને માયાનગરી એમ જ નથી કીધું. !!!" ગૌતમે કીધું.

    તન્વી   મુંબઈ ના ટ્રાફિક ને પણ માણી રહી હતી. ગૌતમ ને તન્વી ખૂબ આત્મવિશ્વાસુ અને જિંદાદિલ લાગી. આજ માં જીવનારી છોકરી.

     ઘર આવી ગયું અને બધા એ તન્વી ને પ્રેમ થી આવકારી. 
        
    
(ક્રમશઃ)

     
             
       
     

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

mili 4 માસ પહેલા

Verified icon

Khevna Zala 5 માસ પહેલા

Verified icon

Jagruti Godhani 10 માસ પહેલા

Verified icon

Bhavin 5 માસ પહેલા

Verified icon

Bhaval 6 માસ પહેલા