નથણી ખોવાણી - પ્રકરણ-૨ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

નથણી ખોવાણી - પ્રકરણ-૨

"સારું -સારું...જઈએ છીએ બસ ....અને બંને હાથ મોં ધોઈ કપડાં બદલી કોઈ એવી જગ્યા શોધવા લાગ્યા જ્યાં કોઈ ના હોય પણ આ તો લગ્ન નું ઘર હતું; ઘરનો એક જ પ્રસંગ ,ધામધૂમ થી દૂર -દૂરના સગાં આવેલા કોઈ જગ્યા કેવી રીતે મળે  ? બંને એકબીજાની સામું જોઈ રહ્યા. આકાંક્ષા એ કહ્યું,' ચાલતાં- ચાલતાં વાતો કરીએ ', એટલામાં તો કાકી એ હાક  મારી ,  "ઓ છોકરીઓ ક્યાં જાવ છો ? રાત્રે ક્યાંય જવાનું નથી ! "  વાતો કરવી છે ....! આકાંક્ષા એ  કહ્યું. કાકી સ્વભાવે ખુબ જ પ્રેમાળ, મનમાં કદાચ વિચાર્યું હશે ,કે હવે તો એ પરાયી થઈ જવાની કદાચ આવો સમય ફરી નહિ મળે ...સાસરુ તો એક મોટી જવાબદારી છે  જેનો ભાર સ્ત્રી ને સ્ત્રી  ક્યાં રહેવા દે છે ! " અગાશી માં જાવ " કાકી એ કહ્યું , અને  બંને  અગાસી માં જઇ કોઈક જગ્યા શોધવા લાગ્યાં નસીબે એક ગુણો મળ્યો ફક્ત  ઉભુ રહેવાની જગ્યા.. પણ બંને ને એ વાત  ની ખુશી હતી કે જગ્યા મળી અને હવે વાતો થશે,
" બોલ ! કહી નાખ મનમાં શું ભરી રાખ્યું છે તે  !?પ્રથા બોલી."અંતર્યામી  દેવી માં!"  કહી આકાંક્ષા હસી પડી. પ્રથા ના હાથ પર હાથ મુક્યો અને કહ્યું," પ્રથા !  તને તો  ખબર છે ને  કે  મારે આગળ ભણવું હતું ,સમાજના રીત રિવાજ અને મમ્મી-પપ્પાની ઈચ્છા ના લીધે લગ્ન કરવા પડે છે પણ મારું  કાયદા શાસ્ત્ર( L.L.B) નુંછેલ્લું વર્ષ છે અને પછી જજ (judge)  થવું છે ."
    "હા ! તો તું  જજ  તો  થઈશ  જ ને !?" આકાંક્ષા  પ્રથા ના શબ્દો  કળી ના શકી .  "એટલે ?' "  કેમ આવી રીતે  કહે છે  ?"        "હાસ્તો! જજ  તો તું થઈશ ! તારા કામથી, તારી રસોઈથી,  શબ્દોથી ,હાવભાવથી અને બીજી ઘણી રીતે ." પ્રથા જાણે અત્યારે સ્પષ્ટ વક્તા તરીકે બોલી રહી હતી .
"  પ્રથા!   આ શું બોલી રહી છું  તું ?"  આકાંક્ષા નું મન હજી વધારે  અકળામણ અનુભવવા લાગ્યુ .  " એજ કેે  આ નામ (noun)  નહીં, (verb) ક્રિયાપદ વાળી જજ  થઈશ . આજે આ બાબતે તો કાલે બીજી બાબતે! સમજી?  આ એક નક્કર વાસ્તવિકતા છે,  જેનાથી હું વાકેેફ નહોતી એટલે સમજતા બહુ વાર લાગી , પણ હું જેમ‌  અંધારામાં રહી તેમ તું ના રહીશ.સાસરી  વાળા પ્રેમાળ હોય એવું ફક્ત વાર્તાઓ કે સ્વપ્નાં માં હોય; હકીકત માં નહીં. વાસ્તવિકતા તો કટુતા- કડવાશથી ભરેલી.."
     " દુનિયા ની સામે તને છોકરી કહેશે અને તું એમને મમ્મી-પપ્પા પણ આ સંબંધ ફક્ત નામ માટે જ રહેશે.  એનાથી  વધારે આશા ના રાખીશ નહિ તો   દુઃખી  થઈશ   જેમ હું થઈ હતી!"   પ્રથા જાણે    એનું મન ઠાલવી રહી હતી. આકાંક્ષા એકીટશે    પ્રથા સામે જોઈ રહી હતી  , પછી એનો હાથ પકડ્યો અને  પુછ્યું, " પ્રથા !  બહું  સહેવું પડે નહીં ? " 
" અને એવું તને કોઈ  નહિ કહે પણ...હા !   પહેલા પહેલા તો બધા કહેશેેે સાસુ સારી છે  ,ઘર બહુુ સારું છે, જમાઇ નો સ્વભાવ ખૂબ જ સારો છે  વગેરે વગેરે... પણ હું તનેે કહું આ વાતો સાંભળવી જેટલી સરળ લાગે છે  ને  એટલી હોતી નથી . આકાંક્ષાએ  મોં  મચકોડ્યું  અને  કહ્યું ," પણ ,  હવે હું શું કરી શકું છું પહેલાં કહેવું જોઇએ નેે !!! 
  " ના બકા  ! આ લાડુુ તો ચાખવો પડે;   એ વગર એની કટુતા  ના  સમજાય !  અને પહેલેથીજ  ખબર હોય તો મગજ ને તૈયાર કરી રાખવાથી તકલીફ ઓછી પડે છે. " પ્રથા એ પોતાનું મંતવ્ય આપ્યું .      અનેે વાતો વાતો કરતાં કરતાં  કેટલા   વાગ્યા  એની ખબર જ  ના  રહી  એટલામાં  ફોઇ   એ આવી ને કહ્યું, "  સુઈ જાવ !  ત્રણ વાગ્યા !" અને બંને સમય ને માન  આપી સુવાની તૈયારી કરવા માંડ્યા . થાક  તો એટલો લાગ્યો હતો  કે ઊંઘ તો આવી જ ગઈ અને વાતો કરવા  થી મન   પણ થોડું  હળવું   થઈ  ગયું હતું ....
   ( ક્રમશઃ)