પ્રેમ નો પૂર્ણ સંતોષ

(273)
  • 79.3k
  • 34
  • 41.8k

"મંજિલ ક્યાં મળે છે અહી તો બધા મુસાફિર છે. કોણ લાવ્યું શું તે પરવા કોણ કરે બસ જીવી લેવી છે જિંદગી." વીણા અને વિશાલ જોબ પર જવા ઘરની બહાર નીકળે છે. બંનેના હાથમાં ટિફિન બોક્સ હોય છે. વિશાલ અને વીણા ને જોબ અલગ કંપની અને અલગ દિશા તરફ હતી એટલે બંને પોતાનું વાહન લઈને નીકળી જતા પણ આજે વીણા પોતાની સ્કુટી ચાલુ કરતાં જ તેને યાદ આવે છે કે હું ફોન બેડ રૂમમાં ભૂલીને આવી છું. આવું પહેલી વાર થયું હતું કે વીણા કોઈ વસ્તુ ભૂલી ગઈ હોય. તે ફોન લેવા રૂમમાં ગઈ પણ વિશાલ ને ઉતાવળ હોય તેમ પોતાની બાઇક સ્ટાર્ટ કરીને આગળ વધ્યો. અને રોડ પર ધીરે ધીરે બાઈક ને હંકારી. તેણે એક બે વાર પાછળ નજર કરી કે વીણા આવે છે કે નહિ. પણ વીણા તેમની પાછળ આવતી ન હતી છતાં તે ઉતાવળના કારણે આગળ વધતો રહ્યો.

Full Novel

1

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧

"મંજિલ ક્યાં મળે છે અહી તો બધા મુસાફિર છે.કોણ લાવ્યું શું તે પરવા કોણ કરે બસ જીવી લેવી છે અને વિશાલ જોબ પર જવા ઘરની બહાર નીકળે છે. બંનેના હાથમાં ટિફિન બોક્સ હોય છે. વિશાલ અને વીણા ને જોબ અલગ કંપની અને અલગ દિશા તરફ હતી એટલે બંને પોતાનું વાહન લઈને નીકળી જતા પણ આજે વીણા પોતાની સ્કુટી ચાલુ કરતાં જ તેને યાદ આવે છે કે હું ફોન બેડ રૂમમાં ભૂલીને આવી છું. આવું પહેલી વાર થયું હતું કે વીણા કોઈ વસ્તુ ભૂલી ગઈ હોય. તે ફોન લેવા રૂમમાં ગઈ પણ વિશાલ ને ઉતાવળ હોય તેમ પોતાની બાઇક સ્ટાર્ટ ...વધુ વાંચો

2

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨

જિંદગી કે રાસ્તે અજીબ હો ગયે,કોઈ આયે કોઈ જાએ સબ હે મુસાફિર,વિશાલ ના અગ્નિ સંસ્કાર આપીને વીણા ઘરે પહોંચે તેની હાલત હજુ સભાન હતી નહિ. આંખો માંથી આશુઓ ની ધારા વહેતી હતી અને શરીર જાણે ભાગી ગયું હોય તેમ તેનું શરીર પણ કામ કરી રહ્યું ન હતું. જાણે કે તેણે દુનિયાની બધી ખુશી ગુમાવી બેઠી હોય તેમ ઉદાસ ચહેરો અને આંખોમાં આંસુઓ ની ધારાથી નર્વસ થઈને સોફા પર બેસી ગઈ તેની નજર દીવાલ પર લાગેલ એક ફોટા પર હતી તે ફોટો તેના અને વિશાલ ના લગ્ન થયા નો હતો. પોતાની સુવર્ણ પળો વાળો ફોટો પણ આજે વીણા ને સપના ...વધુ વાંચો

3

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૩

"પ્રેમ એટલે પહેલી નજરે જોતા જ,એની સાથે જ જિંદગી વિતાવવાનો મનનો નિર્ણય ."પહેલી નજરમાં કોઈ યુવાન રાજલ ને ઘાયલ ગયું હતું પણ તેની સાથે વાત કરવી હતી તે યુવાને કોઈ ભાવ આપ્યો નહિ એટલે રાજલ નારાજ થઈ ગઈ અને તે આ યુવાન ને ભૂલીને તે કોઈની રાહ જોવા લાગી."નજર મારી તેના પર મળી ને,આંખોથી પ્રહાર થઈ ગયો,!એ ક્યાં જાણે છે કે, હું કેટલી ઘાયલ થઈ ગઈ.!!"નાનપણ જેની સાથે રાજલે વિતાવ્યું હતું એ કોમલ આજે પહેલી વાર રાજલ ની કોલેજમાં અભ્યાસ કરવા આવી રહી હતી. અને આજે રાજલ તેની જ રાહ જોઈ રહી હતી. આમ તો કોલમ અને રાજલ એક ...વધુ વાંચો

4

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૪

રાજલ ની જીદ આગળ ન છૂટકે કોમલ ને નમવું પડે છે તેનું કારણ હતું તેને અમદાવાદમાં રહીને કોલેજ પૂરી હતી અને તે માટે રાજલ નું ઘર અને તેનો સાથ જરૂરી હતો. હું કાલે તને ચોક્કસ મળાવિશ એવું કહીને બંને ઘર તરફ સ્કુટી લઈને પ્રયાણ કર્યું.રાજલ જે યુવાન ને મળવા તલપાપડ હતી તે આજે હું રાજ ને મળી શકીશ તે ખુશીમાં તે કોલેજ જતી વખતે કોમલ પર પ્રેમ વરસાવી રહી હતી. કોમલ જાણતી હતી કે આ રાજ છોકરો સારો છોકરો નથી તે જરૂરથી રાજલ ને નુકશાન પહોંચાડશે એટલે તે એવું કઈક કરવા વિચાર કરવા લાગી જેથી તે રાજ અને રાજલ ...વધુ વાંચો

5

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૫

કોમલ નો હાથ પકડી ને રાજ કોફી શોપ તરફ આગળ વધે છે. ત્યારે કોમલ વિચાર કરે છે.જો રાજ સાથે પીવા જઇશ તો રાજલ નારાજ થશે અને જો ન જઈશ તો રાજ મારી સાથે બળજબરી પણ કરી શકે છે. મુંજવણમાં મુકાયેલી કોમલ આખરે રાજ નો હાથ છોડાવીને કોલેજ તરફ ડોટ મૂકી જેથી રાજ પકડી ન શકે અને કઈ બોલી શકે પણ નહિ. કોમલ ના ત્યાંથી ગયા પછી રાજ નો હાથ રાજલે પકડ્યો અને કોફી શોપ તરફ આગળ વધી. કોફી શોપ ની અંદર બેસીને રાજલ અને રાજે ઘણી વાતો કરી અને એકબીજા થોડા નજીક આવ્યા. જે રાજલ ઈચ્છતી હતી તે બધું ...વધુ વાંચો

6

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૬

રાજલ અને રાજ ને એક સાથે લાઈબેરી ની પાછળ સિગારેટ ફુક્તા કોમલ જોઈ ગઈ એટલે તે ત્યાંથી નીકળી ગઈ. પ્રત્યે જે કલ્પના પણ કરી ન હતી આજે કોમલે જોયું હતું. રાજલ ને ખબર પડી કે કોમલ મને સિગારેટ પીતા જોઈ ગઈ છે એટલે નક્કી ઘરે કહી દેશે. આ વિચારની સાથે રાજલ ઊભી થઈ.રાજલ ઊભી થતાં ની સાથે રાજ તેનો હાથ પકડીને રોકે છે અને કહ્યું "તુ ચિંતા ન કર."કોમલ કઈ જ કરી શકશે નહિ. આટલું કહીને રાજ ઊભો થયો અને દોડીને કોમલ પાસે પહોંચ્યો. પાછળ રાજલ આવે તે પહેલાં રાજ કોમલ ને કહે છે."રાજલ અને મારી વચ્ચે બાધારૂપ બનવાનું ...વધુ વાંચો

7

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૭

રાજ કોલેજ ની બહાર કાર લઈને નીકળ્યો એટલે કોમલ ના ધબકારા વધવા લાગ્યા હતા. હવે નક્કી થઈ ગયું હતું મારી સાથે કઈક તો કરશે. પણ હજુ કોમલ કેમ ચૂપ રહી તે સમજાતું ન હતું.કોમલ સાથે જે રાજ કરવા માંગતો હતો તે માટે તેણે પોતાની કાર એક ફાર્મ હાઉસ તરફ લઈ ગયો. ફોર્મ હાઉસ પહોચતા જ કોમલ ને કાર માંથી નીચે ઉતારી ને ફાર્મ હાઉસના એક રૂમમાં લઈ ગયો. હજુ ખબર નહિ કોમલ કેમ કોઈ વિરોધ કરતી ન હતી. શું તે કઈક કરવા માંગતી હતી કે રાજ નો સાથ આપવા તૈયાર થઈ ગઈ હતી.ફાર્મ હાઉસના રૂમમાં કોમલ ને બેડ પર ...વધુ વાંચો

8

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૮

થઈ ગયો છે પ્રેમ,પછી ભલે ને આકર્ષણ હોય.!બે દિલ મળ્યા કાફી નથી,અહી તો અંગો પણ એક.!!રાજ અને રાજલ એકબીજા ડૂબવા જવાની તૈયારીમાં હતા. રાજે પહેલી પહેલ રાજલ નો હાથ ચૂમી ને કરી ચૂક્યો હતો. તો રાજલ પણ પોતાના ચહેરા પર સ્માઇલ આપીને રાજ ને જાણે પરમિશન આપી દીધી હોય તેમ રાજ ની આંખોમાં ખોવાઈ ગઈ.રાજ ધીરે ધીરે રાજલ ની આંખોમાં આંખો પરોવીને પોતાનો ચહેરો રાજલ ની ખૂબ નજીક લાવીને પહેલા કપાળ પર એક ચુંબન કર્યું અને એ જતાવવાનો પ્રયત્ન કર્યો કે હું તને દિલથી પ્રેમ કરું છું. રાજ દિલથી મને પ્રેમ કરે છે એ વિચાર થી જાણે રાજલ પુરે ...વધુ વાંચો

9

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૯

સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે,બાકી જિંદગીમાં તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે..રાજલ જે કરે તે જિંદગી છે એમ માની ને કોમલ ભૂલી ગઈ અને રાત્રે વાંચતી વાંચતી સૂઈ ગઈ. મોડે સુધી વાંચતી રહી એટલે સવારે ઊંઘ ઉડી નહિ.સૂતી રહેલી કોમલ પાસે રાજલ આવીને માથા પર હાથ ફેરવતા બોલી.કોમલ ઉઠી જા.....કોલેજ જવાનું મોડું થઈ રહ્યુ છે.!કોમલ જ્યારે આવી હતી ત્યારે એક બે દિવસ આવી રીતે રાજલ વ્હાલ કરતી ઉઠાડી રહી હતી પણ રાજ ના આવવાથી બન્ને વચ્ચે સવાર નો લાગણીસભર પ્રેમ વિસરાઈ ગયો હતો પણ આજે ફરી રાજલ નો આવો પ્રેમ જોઈને કોમલ તેને ગળે વળગી ...વધુ વાંચો

10

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૦

આખી રાત પીડા સહન કરીને સવારે રાજલ ઊભી થવા જાય છે તો તે ઊભી થઈ શકતી ન હતી. કોમલ પાસે બેસીને કહે છે. "ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ."આ વાત રાજલ ના મમ્મી સાંભળી ગયા એટલે તે રાજલ ના રૂમમાં આવી ને બોલ્યા.શું થયું છે રાજલ બેટા.?કોઈ તકલીફ હોય તો અમને જણાવ. અમે તને ડોક્ટર પાસે લઈ જઈએ.ધીમા અવાજે રાજલ બોલી.કઈ નથી થયું મમ્મી. બસ આજે પીરીયડ પર આવી એટલે પેટમાં બહુ દુખે છે. આરામ કરીશ એટલે સારું થઈ જશે.રાજલ ના મમ્મી સમજતા હતા કે પીરીયડ પર છોકરી આવે એટલે પેટમાં દુખાવો થવો નોર્મલ છે તેની દવા લેવી જરૂરી નથી ...વધુ વાંચો

11

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૧

કોમલ એકલી કોલેજ જવા નીકળી ત્યારે તેને બે વિચાર આવી રહ્યા હતા. રાજ ને સમજાવવી દેવાનો કે આજ પછી ને ક્યારેય મળવાની કોશિશ ન કરે અને બીજો કમલ ને મળવાનો. કમલ જે રીતે કોમલ ને પસંદ આવ્યો હતો તે જોતાં એવું લાગતું હતું આ બન્ને વચ્ચે સારી મિત્રતા કાયમ બની રહેશે.બસ પરથી નીચે ઉતરી ને કોમલ કોલેજના ગેટ પાસે પહોંચી તો તેણે રાજ કે કમલ બે માંથી એકપણ ને જોયા નહિ એટલે તે સીધી ક્લાસ તરફ ચાલતી થઈ.ક્લાસ પૂરા થયા પછી કોમલ ઘરે જવા નીકળે છે ત્યારે પણ તેણે બે માંથી એકપણ ને જોયા નહિ એટલે મનમાં બહુ વિચાર ...વધુ વાંચો

12

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૨

રાજે પોતાની હવસ મીટાવી ને રાજલ ને કોલેજ મૂકીને તે ત્યાંથી નીકળી ગયો. રાજલ ક્લાસ ની અંદર દાખલ થઈ અને બહાર ઊભી રહીને કોમલ ને ફોન કર્યો. ક્લાસ ચાલુ હતો અને ફોન વાઈબ્રેટ થયો એટલે કોમલે પર્સ માંથી ફોન કાઢીને જોયું તો રાજલ નો ફોન હતો. ચાલુ ક્લાસમાં ફોન કટ કરીને કોમલ બહાર નીકળી. તે સમજી ગઈ કે રાજલ ની તબિયત બરાબર નહિ હોય એટલે ફોન કર્યો હશે.આમતેમ નજર કરીને રાજલ ને શોધતી કોમલ પાર્કિંગ તરફ આગળ વધી. પાર્કિંગ પહેલાં કોલેજના ગાર્ડન આગળ બેન્ચ પર રાજલ ને બેઠેલી જોઈને તેની પાસે પહોંચી."કેમ રાજલ તબિયત બરાબર નથી કે શું.?"હા.. મને ...વધુ વાંચો

13

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૩

કોમલ સાથે કમલ છુટો પડ્યો ત્યારે વિચાર કરવા આવ્યો હતો. કે રાજ ને કેવી રીતે પાઠ ભણાવવો. ત્યારે પોતાનામાં હિંમત અને ખુમારી બતાવવી તેને યોગ્ય લાગ્યું અને કાલે કોલેજ ની બહાર રાજ ને બોલાવીને પાઠ ભણાવવો છે એવું મનમાં નક્કી કરીને કમલ ઘર તરફ રવાના થયો.કોમલ ઈચ્છે તો રાજ ને ફરી ધમકી આપી શકતી હતી પણ એક પુરુષ જાત પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ એ બદલો જરૂર થી લે. આવું વિચારીને જ તેણે કમલ નું પાણી માપવા માટે જ રાજ ને પાઠ ભણાવવા કહ્યું. તે કમલ ને જોવા માંગતી હતી કે બહાર થી દેખાઈ રહેલ ભોળો કમલ અંદરથી મારી ...વધુ વાંચો

14

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૪

કોમલ ઘરે આવીને રાજલ ના રૂમમાં જઈને તેની તબિયત કેવી છે. એવું પૂછે છે ત્યાં રાજલ રડવા લાગે છે. રાજલ ને શાંત કરીને કોમલ આશ્વાશન આપે છે કે તું જલ્દી ઠીક થઈ જઈશ. ચિંતા ન કર..રાજલ ના મનમાં વિચાર આવ્યો કે હું અત્યારે કોમલ ને રાજ ના ત્રાસ વિશે વાત કરી દવ. પણ કોમલ ભોળી છે અને ક્યાંક રાજ પાસે જશે અને તેના પણ મારી જેવા હાલ રાજ કરશે એ ડરથી રાજલ પોતાની પાસે રહેલ ભેદ ખોલતી નથી. અને થોડી વારમાં ચૂપ થઈને બુક વાંચવા લાગે છે.કોમલ એટલું તો જાણી ગઇ હતી કે રાજલ એટલી બધી તો ખરાબ નથી ...વધુ વાંચો

15

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૫

ચા ની કેન્ટીન ની બહાર હજુ કોમલે પગ મૂક્યો ત્યાં પાછળ કમલે તેનો હાથ પકડીને તે જગ્યાએ બેસાડી દીધી.કોમલ પણ.... !મનમાં આવે તે કરવા નીકળી પડે છે.તને ભાન છે તું શું કરવા જઈ રહી હતી. શું તારે ફરી મને રાજ નો માર ખવડાવવો છે.? ગુસ્સે થઈને કોમલ ને કમલ કહેવા લાગ્યો.પાછળ થી વિરલ ત્યાં આવીને બોલ્યો.શું યાર.... તું પણ...!કોમલ ને બધું સરખું કહેતો હોય તો કોમલ આવું ન કરે.કેન્ટીનમાં ત્રણેય હજુ માથાકૂટ કરી રહ્યા હતા ત્યાં કેન્ટીન નો માલિક એટલું આવીને બોલ્યો."બીજા ગ્રાહક પરેશાન થાય તેવું વર્તન કરો નહિ."તરત ત્રણેય ઊભા થઈને પોત પોતાના ઘરે જવા રવાના થયા. ગુસ્સામાં ...વધુ વાંચો

16

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૬

"લાંબી આ સફરમાં જીંદગીના રૂપ ઘણા મે જોયા છે.તમે એકલા કેમ મુંજાવ છો અહી તો દરેક દુઃખ લઈને બેઠા લઈને કોમલ ઘરે પહોંચવા આવી જ હતી. તો પણ રાજ હજુ તેની સ્કુટી નો પીછો કરી રહ્યો હતો. મનમાં નક્કી કરી રાખ્યું હતું આજે ગમે તે ભોગે રાજ ને હું મારું ઘર બતાવીશ નહિ એટલે રોડ ની એકબાજુએ લઈને એક સાંકડી ગલી માં સ્કુટી હંકારી અને આગળ નીકળી ગઈ. પાછળ નજર કરી તો રાજ ની કાર ત્યાં થોભી હતી. તે કાર આ ગલી ની અંદર આવી શકે તેમ હતી નહિ. હજુ રાજ આગળ જઈને ઊભો રહીને અમને જોઈ ન લે ...વધુ વાંચો

17

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૭

કમલ અને વિરલ ની વાતો ઘણો સમય ચાલી એટલે ત્યાં કેન્ટીન નો માલિક આવીને ટહુકો કર્યો.ચા જોઈએ છે.? કે નો માલિક આટલું બોલ્યો તે પહેલાં તો બન્ને ઊભા થઈને ચાલતા થયાં."માંગણી નો જેટલો અધિકાર હોવો જોઈએ...લાગણીનો ય એટલો વિસ્તાર હોવો જોઈએ...હો ભલે નશીબ સપનાઓ નાં વશમાંભગવાન ની ભક્તિમાં વિશ્વાસ હોવો જોઈએકે પછી આપણા કર્મ માં વિશ્વાસ હોવો જોઇએ."રાજલ ફરી પોતાની જીદગી વ્યવસ્થિત રીતે આગળ વધારવા માંગતી હતી. તે હવે મોજ શોખ ને પડતા મૂકીને અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપવા માંગતી હતી એટલે રાત્રે કોમલ નાં રૂમમાં જઈને તેની પાસે બેસી ગઈ. કોમલ બુક વાંચી રહી હતી. રાજલ ને જોઈને ...વધુ વાંચો

18

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૮

"પ્રેમ માં પડ્યો, પણ પ્રેમ નથી થતો,તને પ્રેમ કરું છુ, પણ કહી નથી શકતો,તારા વિના નથી ગમતુ, પણ તારી રહી નથી શકતો,રહું છુ તારી સાથે, પણ પ્રેમ નથી કરી શકતો,કહેવું છે આટલુજ કે તને હું બહુજ પ્રેમ કરું છુ."મૂંઝવણ માં મુકાયેલ કમલ એટલું કહી શક્યો. "હું તને પ્રેમ તો કરું છું પણ અત્યારે પ્રેમ કરતા મારા સપનાં ને મારે પહેલા મહત્વ આપવું પડશે."ઘણા લોકો એવા હોય છે કે પ્રેમ ખાતર પોતાના સપનાઓ ને મારી નાખતા હોય છે અને પછી પસ્તાવો કરતા હોય છે. પણ આજ એક સજજન માણસ ની નિશાની છે જે પહેલા તેનો પરિવાર એટલે કે સપના ને ...વધુ વાંચો

19

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૯

એક જ મુલાકાતમાં જાણે રાજલ તો વિરલ ની દીવાની બની ગઈ હોય તેવું લાગવા લાગ્યું. કેમ કે જિંદગીમાં પહેલી કોઈએ આવી મદદ કરી હતી અને તે પણ નિઃસ્વાર્થ ભાવે એટલે રાજલ નું દિલ થોડું તો વિરલ પર આવી જ ગયું."તમારી સાથે જ જોડાઇ ગઈ હોય એવું લાગે છે,મન તોફાને ચઢે છે તમારી મુલાકાત પછી,તમારા દિલમાં કોઈ ફૂલ વાવ્યું હોય એવું લાગે છે,પ્રત્યેક ક્ષણે સાથ મળ્યો છે આપનો,તમારી જ યાદ જ દિલમાં છવાઇ હોય એવું લાગે છે..!"કોલેજ જતી વખતે હવે રાજલ તો વિરલ ને જોવા આતુર બની હતી. તેની કાલીઘેલી વાતો તેના માનસપટલ પર છવાઈ ગઈ હતી એટલે વાતો કરવા ...વધુ વાંચો

20

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૦

ચાલતા રહે પગ નેકિનારા જરૂર મળશે,અંધકાર સાથે લડશોતો સવાર જરૂર મળશે,જ્યારે નક્કી કરી લીધું કે મંજીલપર જવું તો રસ્તો મળશે,માટે એ મુસાફિર ચાલ્યા કર એકદિવસ સારો સમય જરૂર મળશે...!કોમલ તો કમલ જે પ્રમાણે રસ્તો બતાવતો ગયો તે પ્રમાણે કોમલ સ્કુટી ને એ તરફ ચલાવતી ગઈ અને બન્ને પહોંચી ગયા અમદાવાદ થી થોડે દૂર આવેલ અડાજણ ની વાવ.કોમલ પહેલી વાર આ પૌરાણિક સ્થળ પર આવી હતી એટલે પહેલા તો આખી વાવ ને જોઈ વળી અને પછી વાવ થી થોડે દૂર એક ઝાડ નીચે બેસી ગઈ. કમલ પણ તેની પાસે આવીને બેસી ગયો.કોમલ નું સતત કમલ તરફ જોવું એટલે કમલ સમજી ...વધુ વાંચો

21

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૧

પ્રેમ ની રીત કેટલી બદલાઇ ગઇ,એક ક્ષણમાં જીદગી બદલાઈ ગઈ,પ્રેમ તો રહ્યો નહિ આ જીવનમાં,હવસ નો દબદબો ફેલાતો ગયો,કોણ છે કેવું આ દુનિયામાં,જાણવા જીદગી મારી ખર્ચાઈ ગઈ,પ્રેમ કર્યો હતો પ્રેમ માટે મે આજે,દિલ નું આજે કચડઘાણ થઈ ગયું..!રાજલ સાથે જે ઘટના બની હતી તે કોમલ ને સંભળાવે છે.ગઈ રાત્રે અચાનક રાજ મો ટેકસ મેસેજ આવ્યા. તેમાં લખ્યું હતું જો તું કાલે મને મળવા નહિ આવે તો તારી સાથે માણેલ અંગત પળો નો વિડિયો હું આ શહેરમાં વાઇરલ કરી દઈશ અને પછી તારા માટે એક જ રસ્તો રહેશે તે છે મરી જવું.રાજ નો આ મેસેજથી હું આખી રાત ઊંઘી પણ ...વધુ વાંચો

22

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૨

નાથુભાઈ તેના રૂમમાં એક પલંગ ઉપર પગ પર પગ ચડાવીને બેઠા હતા તેની બાજુમાં ભરાવદાર શરીર વાળા બે માણસો સેવા સાકરી કરી રહ્યા હતા." ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે." "નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર, મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..."એક યુવાન છોકરી ને જોઈને નાથુભાઈ ઊભા થઈ ગયા અને બન્ને માણસો થોડાં દૂર ખસીને ઊભા રહી ગયા. આમ તો નાથુભાઈ પોલીસ આવે કે મોટો પૈસાદાર માણસ આવે તો પણ ક્યારેય તેની પલંગ માંથી ઊભા થયા હતા નહિ પણ આજે એક યુવાન છોકરી ને જોઈને તેની દીકરી યાદ આવી ...વધુ વાંચો

23

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૩

રાજલ અને કોમલે પોતાનો સામાન પેક કરીને સવારે આબુ જવા બસ પકડી. આમ તો અમદાવાદ થી આબુ બહુ દૂર પણ પાંચ, છ કલાક નો રસ્તો ખરો.બસ પકડી ને બન્ને આબુ જવા રવાના થયા રસ્તામાં ફરી રાજલે કોમલ ને કહ્યું.આપણો પ્રવાસ સફળ રહશે પણ આવ્યા પછી શું થશે.? ફરી રાજ મને હેરાન કરશે તો..?રાજલ નો હાથ પકડીને કોમલ બોલી.રાજલ તું એ ચિંતા છોડી દે. અત્યારે આપણે એન્જોય કરવાનો છે. જ્યારે આપણે પાછા ફરીશું ત્યારે રાજ દુનિયા ને અલવિદા કરી શુક્યો હશે."આજ મારે મસ્ત ગગનમાં વિસરવું છે,આઝાદ પક્ષી ની માફક મારે ઉડવું છે..દુઃખો નાં આ વાયરા ને ભૂલવા છે,મારે મસ્ત મગન ...વધુ વાંચો

24

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૪

રાજલ ની ખુશી નો કોઈ પાર રહ્યો નહિ. તે ફરીથી હવે હું ખુશ રહીશ એવા સપના જોવા લાગી. પણ ક્યાં ખબર હતી રાજ ભલે ગયો પણ દુઃખ નાં વાદળો તો ઘેરાઈ રહ્યા છે.કોમલ સાથે ફરી રાજલ કોલેજ જવા લાગી અને કોલેજમાં વાતો થવા લાગી હતી કે રાજ ખબર ક્યાંય દેખાતો નથી. લાગે છે ક્યાંક દૂર નીકળી ગયો હોય. રાજ નુ જવું આમ તો કોલેજ માટે સારું જ હતું કેમકે તેણે પૈસા ના બળે કોલેજ ના ઘણા કામ કરી ચૂક્યા હતા જે અયોગ્ય હતા.ઘણા દિવસથી કોમલની રાહ જોઈ રહેલો કમલ પણ કોમલ ને મળવા બેચેન હતો પણ રાજલ તેની સાથે ...વધુ વાંચો

25

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૫

કોલેજના લેક્ચર પૂરા કરીને કોમલ ઘરે આવી ત્યારે રાજલ પલંગ પર બેઠી હતી પણ કોમલ આવી એટલે રાજલ સૂવાનો કરવા લાગી. આ જોઈને કોમલ સમજી ગઈ રાજલ મારાથી કઈક તો છૂપાવી રહી છે, નહિ તો આવી રીતે તેનું વર્તન ક્યારેય હોય નહિ.!રાજલ ની પાસે બેસીને કોમલ બોલી.રાજલ હવે કેમ છે.?"સારું છે."બસ એટલું બોલી. પણ તેના અવાજમાં દુઃખ છૂપાયેલું હોય તેવું કોમલ ને લાગ્યું. તરત કોમલ બોલી.રાજલ જે હોય તે મને કહે.તને કોઈ તકલીફ છે.?હું તારી સાથે જ છું અને તારી દરેક પરિસ્થિતિ હું સામનો કરવા બેઠી છું. બસ તું જે હોય તે મને કહે.રાજલ રડવા લાગી.રડતી રાજલ ને ગળે ...વધુ વાંચો

26

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૬

વિરલ પાસે પહોંચી ને કોમલે ચરી બતાવીને કહ્યું."તારો ફોન લાવ નહિ તો આ ચાકુ સગુ નહિ થાય."જાણે કોમલ મઝાક હોય તેમ વિરલ ખડખડાટ હસવા લાગ્યો. આ જોઈને કોમલે તે ચાકુ તેના ડાબા હાથમાં અડાડી દીધું અને જે ડાબા હાથથી રાજલ ને પકડી હતી તે હાથમાં ચાકુ વાગવાથી રાજલ ને છોડી દીધી. હવે ચાકુ ની થોડી ધાર જ અડી હતી ત્યા તો હાથમાંથી લોહી ની પિચકારી ઉડી. તરત વિરલ ઊભો થઈને જમણા હાથથી લોહીને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો.કોમલ નાં એક નાના પ્રહારથી જાણે વિરલ ડરી ગયો. ડરી ગયેલ વિરલ નો ફાયદો કોમલે ઉઠાવ્યો. તેનો ફોન લઈને ચેક કરવા લાગી. ત્યાં ...વધુ વાંચો

27

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૭

હવે એક સ્વપ્ન બની ને જીવવું છે મારે,લાગણીઓ ને વ્યક્ત કરી મહેકવું છે મારે,ઉમદા વિચાર કરી ને સુધરવું છે પામવાની ઈચ્છા નથી પણ તારા જેવું જ થવું છે મારે...રાજલ અને કોમલ બન્ને બીજા દિવસે કોલેજ જવા નીકળ્યા. રાજલ માટે આજનો દિવસ કાળો દિવસ સમાન હતો. લોકો તેને એવી નજરે થી જોવાના હતા જે નજર ભયંકર નજર કહીએ તો ચાલે. કેમકે આવી નજરથી જ માણસ પોતાની જાત ને ખોઈ બેસતો હોય છે. છતાં પણ કોમલ નાં વિશ્વાસ ભર્યા શબ્દો તેને થોડીક તો હિંમત આપી રહ્યા હતા. તે જાણતી હતી કોમલ છે ત્યાં સુધી હું ગમે તેવી વિકટ પરિસ્થિતિ માંથી એ ...વધુ વાંચો

28

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૮

વિરલ અને રાજલનાં લગ્ન થઈ ચૂક્યા હતા. રાજલ ન છૂટકે વિરલને અપનાવી જ રહી. વિરલ નાં ઘરની વિરલ સિવાય ખબર હતી નહિ પણ રાજલ પોતાના ઘર વિશે જાણતી હતી. કે મે જે નિર્ણય લીધો છે તે મારા માતા પિતા તારું નશીબ છે એમ માનીને આ લગ્ન સ્વીકારી લેશે અને આગળ કોઈ ચોખવટ પણ કરવી નહિ પડે પણ તેમને જાણ કરવી જરૂરી હતી.રાજલ નાં મનમાં રહેલ વિચાર વિરલ સમજી ગયો. "રાજલ તું ઇચ્છે છે ને તારા ઘરે આપણે જઈએ અને મમ્મી પપ્પા ના આશીર્વાદ લઇએ.?"હા, વિરલ હવે તો મારું એ ઘર પારકું કહેવાય. ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પા ના ...વધુ વાંચો

29

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૯

વીણા ને પૂછેલા દરેક સવાલ માંથી પોલીસ ને વિશાલ નાં ખૂનનાં કોઈ પુરાવા કે કોઈ ખૂન ઉકેલી શકે તેવી પણ વાત મળી નહિ. પોલીસ પાસે હવે આ કેસ ને ઉકેલવાનો એક જ રસ્તો હતો અને તે હતો તે ઘટના સ્થળ નાં સીસીટીવી ફૂટેજ એકઠા કરવાના. એટલે સીસીટીવી ફૂટેજ માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જ્યાં ઘટના બની હતી ત્યાંની આજુબાજુ રહેલ દુકાનો પાસેથી સીસીટીવી ની ફૂટેજ લેવાની તજવીજ હાથ ધરી. એક કલાક ની અંદર બધી સીસીટીવી ફૂટેજ લઈને પોલીસ મથકે આવીને તેને બારીકાઇ થી નિરીક્ષણ કરવા બેસી ગયા.કલાકો સુધી ફૂટેજ જોયાં પછી તેને એક સીસીટીવી ફૂટેજ માં એક યુવાને ...વધુ વાંચો

30

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૩૦ - છેલ્લો ભાગ

રાજલ ને બેભામ થઈ એટલે તેની તાત્કાલિક સારવાર કરવા બાજુમાં રહેલ ડોક્ટર બોલવવામાં આવ્યા અને રાજલ ને ત્યાંથી બહાર તેની તપાસ કરતા માલુમ થયું કે આઘાતના કારણે રાજલ બેભાન થઈ ગઈ છે. પણ થોડી મિનિટોમાં રાજલ ને હોશ આવી ગયો. રાજલ બેભાન થઈ એટલે તરત પોલિસ ઇન્સ્પેક્ટર ને ખ્યાલ આવી ગયો કે રાજલ અને આ યુવાન સાથે કોઈ તો સંબંધ જરૂર છે અને વિશાલ નાં ખૂન સાથેનો બીજા પણ રહસ્યો બહાર આવશે.રાજલ હોશમાં આવી એટલે તેને પૂછવામાં આવ્યું કે તું એ આરોપી ને જોઈને બેભાન કેમ થઈ ગઈ.? પહેલા તો રાજલ આ યુવાન જીવતો છે તે જોઈને શોક થયો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો